SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ . મેં જાણ્યું છે કે હું મને જાણતો નથી ત્યાં સુધી કશું જાણતો નથી. • મારા અજ્ઞાનને ઓળખવા જેટલું જ્ઞાન પણ મને નથી. • ઉપયોગનો અંતરાભિમુખ અભિગમ તે જ્ઞાનધારા. • જ્ઞાનધારા અને યોગધારા અથવા જ્ઞાનધારા અને કર્મધારા બંને જ્યારે છૂટા પડી જાય છે ત્યારે જ્ઞાન તૈલવન્ધારાએ પ્રવહે છે. અને તે જ સમ્યગ્દર્શન છે. અવિનાશીમાં આત્મિક બુદ્ધિ કે શ્રદ્ધા થવા નહિ દે અને વિનાશીમાં જ અવિનાશી બુદ્ધિએ પ્રવર્તાવે તેજ નૈશ્ચયિક મિથ્યાત્વ છે. વાસ્તવિક અજ્ઞાન છે. સંસારના સુખને સારું માનવામાં સમસ્ત સંસારની અનુમોદના થાય છે; તે મિથ્યાત્વ જ છે. જ્ઞાનને મુલાયમ રાખો ! દૃષ્ટિને સ્વચ્છ રાખો ! દૃષ્ટિ સ્યાદ્વાદમય હશે તો જ્ઞાન મુલાયમ રહેશે. આગ્રહ- હઠાગ્રહ-દુરાગ્રહ-કદાગ્રહથી મુક્ત નિરાગ્રહી બનાશે તો પછી વાણીમાં વ્યક્તતા-વિધ્યર્થતા હશે પણ ઉપદેશકતા-આદેશકતા-આજ્ઞાર્થતા નહિ રહે. ૭ દર્શન-જ્ઞાન-ચારિત્ર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy