________________
• મોહનીયના ઉદયથી મતિજ્ઞાનના ઉપયોગમાં આકુળતા- વ્યાકુળતા પેદા થાય છે.
અશાતાવેદનીયના ઉદયથી શરીરમાં વિષમતા પેદા થાય છે.
શરીરની વ્યાકુળતા અશાતાવેદનીય છે તો મનનો ખળભળાટ–વ્યાકુળતા મોહનીયકર્મ છે.
• જ્ઞાન શક્તિ રૂપે ઓળખાય છે પણ જ્ઞાન રસરૂપ છે અને એમાંથી જ્ઞાનાનંદરસ નિષ્પન્ન થાય છે, તેની જાણ નથી.
સ્વરૂપ તરફ ઢળેલું જ્ઞાન જ રસરૂપ બને છે.
• સમ્યક્ત્વ એ દૃષ્ટિનો વિષય છે. આચરણનો વિષય નથી.
• શ્રદ્ધા થાય ત્યાં પુરુષાર્થ થાય. શ્રદ્ધાનું બળ પુરુષાર્થને વેગ આપે છે.
• સમ્યગ્દર્શનની પૂર્વમાં અને પશ્ચાતમાં સમતા હોય છે. સમ્યગ્દર્શનની પૂર્વેની સમતા સમ્યગ્દર્શન લાવનારી હોય છે અને સમ્યગ્દર્શન પશ્ચાતની સમતા સમરૂપતા- વીતરાગતા-કેવળદર્શન લાવનારી હોય છે. તેથી જ “ધા સમત્વ યોગ ઉચ્યતે।।” કહેલ છે.
૯ દર્શન-જ્ઞાન-ચારિત્ર