________________
• નિશ્ચયધર્મ કરતી વખતે બધું ભૂલીને રાધાવેધ સાધવો હોય એમ દ્રવ્યદૃષ્ટિ રાખી એક માત્ર આત્માને પકડો.
• આત્માને ઓળખી લઈને, આત્માની શ્રદ્ધા કરી ચોવીસે કલાક ઉપયોગ આત્મચિંતનમાં રમમાણ રહે, તે નૈશ્ચયિક મોક્ષમાર્ગ છે.
જ્ઞાનીઓ ક્રિયાના વિરોધી નથી. પરંતુ કર્તૃત્વ અને અહંત્વના વિરોધી છે.
આપણે કરવામાં ધર્મ માનીએ છીએ પણ કરવામાં ધર્મ નથી. ગ્રહણ ત્યાગમાં ધર્મ નથી પણ જોવામાં ધર્મ છે. આત્માએ આત્મામાં સમાવાનું છે અને કર્મના ઉદયે જે કર્તવ્ય આવી પડે તેનો સમભાવે નિકાલ કરવાનો છે. કર્તાપણાનું અભિમાન ન હોવાથી નવા સંયોગો-નવા કર્મો બંધાતા નથી. ‘કરવાનું નથી’ એનું તાત્પર્ય એ છે કે સંયોગો મુજબ જે કરવું પડે તે જરૂર કરવાનું પણ કર્તૃત્વનું અભિમાન નથી રાખવાનું. દીવો ઉજાસ કરે પણ કાંઇ કોઈ વસ્તુ લે-મૂકે નહિ. જ્ઞાન પણ પ્રકાશ કરે પણ કંઈ કરે નહિ. એ જાણનાર છે પણ કરનાર નથી.
• નિશ્ચય એટલે પૂર્ણ નક્કર સત્ય અને વ્યવહાર એટલે મર્યાદિત સત્ય.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૬