________________
નિશ્ચયનયના લક્ષ્ય વિના શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિ દુષ્કર
છે.
અ) દ્રવ્યાર્થિકનયથી પર્યાયમાં ધ્રુવની સ્થાપના એ નૈશ્ચયિક સાધના છે.
બ) પર્યાયાર્થિકનયથી પર્યાયમાં અધ્રુવ (વિનાશી)ની સ્થાપના એ અજ્ઞાનજન્ય વ્યવહાર સાધના છે.
અનંતગુણાત્મક સહજ દ્રવ્યનું આલંબન એ દ્રવ્યદૃષ્ટિ છે અને પર્યાયનું શુદ્ધિકરણ એ વ્યવહાર છે.
• બાહ્ય દૃશ્યમાં કે બાહ્ય ક્રિયામાં જીવની સ્વાધીનતા નથી. ભાવ કરવામાં જીવ સ્વતંત્ર છે.
• સ્વભાવ સંપૂર્ણ સ્વસત્તા છે. ભાવ કચિત્ સ્વસત્તા છે. જ્યારે ક્રિયા એ સંપૂર્ણ પરસત્તા
છે.
• ક્રિયા, ભાવ, વર્તન, પરિણતિ, વિચાર, વ્યવહારાદિ ધર્મ નથી પણ વસ્તુસ્વભાવ એ વાસ્તવિક ધર્મ છે.
• શુભાશુભ ભાવમાં રહેવું તે પરસમય. આત્મામાં રહેવું
તે સ્વસમય.
૧૫૫ નિશ્ચય વ્યવહાર