SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મી પુણ્યમાં મહાલે નહિ કારણ એ પુણ્યકાળને નજરકેદ ગણે છે. • જ્યાં જ્યાં વિકલ્પતા ત્યાં ત્યાં દુઃખ અને જ્યાં જ્યાં નિર્વિકલ્પતા ત્યાં ત્યાં સુખ. • ક્રિયા કરતાં ભાવ ચઢે અને ભાવ કરતાં પરિણતિ ચઢે. પરમાત્મતત્ત્વની લગન લાગે તો તેના ઉપાય હાથ લાગે એમ છે. સમ્યક્ત્વ પામવાની ભૂમિકા સ્વરૂપનો તલસાટ છે. • મોક્ષમાર્ગ ત્યાગથી નથી, પણ પરિત્યાગથી છે. (પરિત્યાગ = ત્યાગની સહજાસહજવર્તના) . તારો આત્મા એ જ તારો સ્વજન. સ્વસત્તામાં રહી પરસત્તાનો નિકાલ કરવાનો છે. પરસત્તામાં ભળી જનારા નવી પરસત્તા ઊભી કરે છે. ગુણોની સાથે સંબંધ જોડાવાથી દોષો સાથેનો સંબંધ કપાઈ જાય છે. તે • દોષ સામે આત્માનું રક્ષણ કરે તે ગુણ કહેવાય. • પ્રભુ મહાવીરનું જીવન જાગૃતિ કેળવવા આદર્શરૂપ છે. ૧૦૫ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy