SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ . બ) જગત મને બાંધતું નથી. મોહવશ થઈ હું પોતે એનાથી બંધાઉં છું. નિરુપાયતાનો ઉપાય કાળ છે-દુઃખનું ઔષધ દહાડા. • ધનવાન પુણ્યથી થવાય પણ ધર્માત્મા તો પુરુષાર્થથી જ . • . થવાય. જ્યાં ભેદ નથી ત્યાં ખેદ નથી. સંયોગો ફેરવવા આપણા હાથની વાત નથી. વિચારો ફેરવવા આપણા હાથની વાત છે. ભીતરમાં સાવધાન થઈ બહાર ઉદાસીન રહો ! કર્મથી કર્મનો નાશ એટલે તીર્થંકર નામકર્મ, આહારક નામકર્મ અને સમ્યક્ત્વ મોહનીયકર્મથી શેષ કર્મપ્રકૃતિનો નાશ કરવાની કર્મ પ્રક્રિયા. • તારામાં સુખ ભલે ઉભરાય પરંતુ તું સુખમાં ન ઉભરાતો, કારણકે આ તો બિંદુ પ્રમાણ સુખ છે. હજુ સાગરપ્રમાણ કેવળજ્ઞાનના આનંદવેદનને પામવાનું બાકી છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૨
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy