________________
.
.
જગતને જાણવાથી કેવળજ્ઞાન નથી થતું. બધું જાણવાથી શ્રુતકેવળી બની શકાય પણ કેવળજ્ઞાની ન બનાય. જગતને જાણવાથી જ્ઞાતા નથી બનાતું પરંતુ ભીતરી તત્ત્વ જે આત્મા છે, જે જ્ઞાયક છે તેને જાણવાથી જ્ઞાતા થવાય છે.
• જ્ઞાન સામાન્ય બનતાં જ્ઞાન શેયાકારે નહિ પરિણમતા જ્ઞાયકરૂપ પરિણમે છે તે નિર્વિશેષ પરિણમન છે.
પરપદાર્થવિષયક સ્ફુરણ એ વિકલ્પ છે અને એમાં તન્મયતા તે વિચાર છે.
• સ્વની ઓળખ એ જ્ઞાન છે અને સ્વનું અવિસ્મરણ એ ધ્યાન છે.
ધ્યાનનું કરવાપણું એ ધ્યાનની પ્રાથમિક ભૂમિકા છે. ધ્યાનનું હોવાપણું એ ધ્યાનની ઉપલી ભૂમિકા છે.
પુદ્ગલમાં રાગાદિ ભાવે પ્રવૃત્તિ ન કરવી તે જ્ઞાનીનું મૌન છે.
• જ્ઞાની નિશ્ચય-વ્યવહાર ઉભયને જાણે છે, માને છે અને આદરે છે. અજ્ઞાની એકેયને જાણતો નથી અને
નિજાનંદનો નિષ્કર્ષ ૩૨