________________
આત્મા (કર્તા ૧લી વિ.) એ આત્મા (૭મી વિ. અધિષ્ઠાન)માં રહીને આત્મા (કરણ ૩જી વિ.) વડે
અનાત્મભાવ-વિભાવ-પરભાવનું
અપાદાન (૫મી વિ.) કરીને આત્મભાવ-સ્વભાવનું સંપ્રદાન (૪થી વિ.) કરી પોતાના આત્મસ્વરૂપને (પરિણામ-કર્મ રજી વિ.) પામવું જોઇશે.
ષટ્કારકનું જે પ્રવર્તન પરમાં છે તેનું પ્રવર્તન સ્વ એવા આત્મામાં વાળવું જોઇશે.
*
આત્માએ આત્મા વડે અનાત્મભાવની આહુતિ આપીને આત્મભાવનું દાન દઈ આત્મક્ષેત્રે આત્મધન એવા પરમાત્મસ્વરૂપની માલિકી જાહેર કરવાની છે.
• નિશ્ચયરૂપી બીજના ધારણ(રોપણ)ને વ્યવહાર પાલનરૂપ સિંચન કરવા થકી નિશ્ચયસ્વરૂપનું ફલીકરણ કરી શકાય
છે.
• નિશ્ચયદૃષ્ટિ મોહસંગ્રામમાં નિશ્ચયબળ પૂરું પાડે છે. • અનુષ્ઠાન દરમ્યાન બહારમાં વિષયના સંસારથી
૧૫૭ નિશ્ચય વ્યવહાર