SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ • અજ્ઞાન વસ્તુસ્વરૂપને ઊંધું બતાડે-ઊંધું સમજાવે-ઊંધી દિશા પકડાવે ભ્રમિત કરે. - જણાવું એ જ્ઞાનક્રિયા છે પણ જણાયા છતાં કશું ન થવું તે વીતરાગતા છે. • જ્ઞાન અધુરું-અપૂર્ણ ચાલે પણ જ્ઞાન અવળું-ઊંધું-ખોટું-મલિન હોય તે ન ચાલે. • જ્ઞાનમાં મલિનતા દર્શન મોહનીય કર્મના ઉદયને સૂચવે છે. • જ્ઞાનનો સમ્યગ્ ઉઘાડ એ જ ધર્મ. પુણ્યનો બંધ એ ધર્મ નથી પણ શુભક્રિયાનું ફળ છે. • સંસાર ખોટી-અવળી માન્યતાથી ઊભો થાય છે કેમકે જીવની માન્યતા એક પ્રકારનો પર્યાય છે. માટે સંસાર પર્યાયમાં છે. ♦ માન્યતા-શ્રદ્ધા-દર્શન વગરનો જીવ કોઇ કાળે હોય નહિ. . ઉપયોગથી ઉપયોગને પકડીને ઉપયોગમાં રહીએ તો ઉપયોગવંત થઇએ. ૩ દર્શન-જ્ઞાન-ચારિત્ર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy