________________
ક) કર્મનો સર્વથા ક્ષય કરી આત્માના ક્ષાયિક ગુણ; વીતરાગતા, કેવળજ્ઞાનાદિનું પ્રગટીકરણ પ્રકૃતિ-સ્વભાવ છે.
• મનુષ્યભવમાં પૈસા અને સંયોગને આધાર
માનીને નહિ પણ આત્મા અને આત્માના ગુણોના આધારે જ જીવવા જેવું છે.
• D0ING-કરવાપણું ખરી પડે અને BEING-રહે છે તે જ મોક્ષ છે.
• DOING-કરવાપણું એ સંસાર છે, BECOMMING- બનવાપણું-થવાપણું એ મોક્ષમાર્ગ છે, જ્યારે BEING- હોવાપણું એ શુદ્ધાત્માવસ્થા છે. મોક્ષ છે.
• આખો સંસાર કર્મણી પ્રયોગથી ચાલે છે. જે થવાકાળે થવા યોગ્ય'' થઈ રહ્યું છે તેનો કર્તા બનીને અજ્ઞાની કર્તરી પ્રયોગથી મરી રહ્યો છે.
• મનને મેલું કરે એ છોડવા જેવું અને મનને નિર્મળ કરે એ અપનાવવા જેવું.
• જીભ પ્રસંશા માટે મળેલ છે અને મન અનુમોદના કરવા માટે મળેલ છે.
પૂર્ણજ્ઞાની, પૂર્ણજ્ઞાનીનો ઉપદેશ અને પૂર્ણજ્ઞાનીના
૭૩ સાધના