________________
છે
.
ઉપાદાન શુદ્ધ થતું જાય !
• અજ્ઞાન ખેંચાઈ જાય તો સંસાર કડડભૂસ થઈ જાય. અજ્ઞાને કરીને બંધાયા છીએ તેથી જ્ઞાને કરીને જ છૂટાશે.
જ્ઞાનીઓને મન પુણ્ય એ ધર્મ નથી પરંતુ સંવરપૂર્વકની નિર્જરા એ ધર્મ છે.
• વિજ્ઞાનથી મોક્ષ છે. વિજ્ઞાન એટલે
જ્ઞાનનો જ્ઞાનમાં લય અર્થાત્ જ્ઞાનનું જ્ઞાનમાં જ રહેવાપણું.
અ) ચારિત્રમોહના ઉદયથી
નિપજતા દોષો ક્રોધ-માન-
માયા-લોભાદિ કષાયો છે.
બ) દર્શન મોહનીયના ઉદયથી નિપજતા દોષો અવિનય, આશાતના, વેર, ઈર્ષા, આગ્રહાદિ છે.
• જ્ઞાન-ચારિત્રમાં યથામતિ યથાશક્તિ ચાલી જાય પણ દર્શનમાં તો પરિપૂર્ણતા જ જોઈએ.
જ્ઞાનને જ્ઞાનમાં રાખે તે વિજ્ઞાન અને જ્ઞાનને આવરે તે અજ્ઞાન !
અ) જ્ઞાન જ્ઞાતામાં સમાય તે સમ્યગ્નાન !
નિજાનંદનો નિષ્કર્ષ ૨૦