Page #1
--------------------------------------------------------------------------
________________
જમાલિજી તિષ્યગુપ્તજી આષાઢાભૂતિજી અશ્વમિત્રજી
આર્યગંગજી રોહગુપ્તજી ગોઠામાજિલજી બોટિકજી
શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત
શ્રી નિઉવવાદ)
છે
વિવેચક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Page #2
--------------------------------------------------------------------------
________________
| ૐ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | || ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માને નમઃ ||
| || શ્રી શ્રુતદેવતાય નમઃ |
2
3
-
0 (8
-
ડર થતા
-
તે
A B
કરીને
C
જમાલિજી
અશ્વામિત્રજી
તિષ્યગુપ્તજી
આષાઢાભૂતિજી
બોટિકજી
આર્યગંગજી
ગોષ્ઠામાહિલજી
- રોહગુપ્તજી
શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત
શ્રી શિહૃવવાદ
: પ્રકાશક: શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ
: વિવેચક: ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
સુિઈગામવાળા)
સુરત
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક: જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯. ગુજરાત, (INDIA)
ફોન: ૦૨૬૧-૨૭૬૩૦૭૦, મો: ૯૮૯૮૩૩૦૮૩૫ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
શ્રી યશોવિજયજી જેના એ-૬૦૨, પાર્થદર્શન કોપ્લેક્ષ, સંસ્કૃત પાઠશાળા નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, સુરત-૯, Ph. (0261) 2763070
મહેસાણા. (ઉ. ગુજરાત) Mob. : 9898330835_
Ph. (02762) 222927
(પ્રાપ્તિસ્થાન સેવંતીલાલ વી. જૈન ડી-૧૨, સર્વોદયનગર, ગ્રાઉન્ડ ફલોર,
સરસ્વતી પુસ્તક ભંડાર પાંજરાપોળ, ૧લી લેન,
હાથીખાના, રતનપોળ, સી.પી. ટેન્ક રોડ, મુંબઈ-૪
અમદાવાદ. Ph. : (022) 2240 4717
ફોનઃ (૦૭૯) ૨૫૩૫૬૬૯૨ 2241 2445
જૈન પ્રકાશનું મંદિર ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧ Ph. (079) 25956806
--પ્રકાશન વર્ષ :
વીર સંવત ૨૫૪૧ . વિક્રમ સંવત ૨૦૭૧ ) (ઈસ્વીસન્ ૨૦૧૪-૧૫)
કિંમત : રૂા. ૩૦૦-૦૦,
મુદ્રક : ભરત ગ્રાફીક્સ, ૭, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, મો, ૯૯૨૫૦ ૨૦૧૦૬
E-mail : bharatgraphics1@gmail.com .
Page #4
--------------------------------------------------------------------------
________________
AVANCO
====
અનંત ઉપકારી પરમાત્મા શ્રી વીતરાગદેવ પોતાના તીર્થંકર નામકર્મના ઉદયથી સર્વજીવોને પ્રીતિના સૌભાગ્યના આદેયના અને યશના કારણ બને છે તો પણ સૂર્યનું તેજ સૌને સુખકારક હોવા છતાં ધુવડ પોતાની પ્રકૃતિ દોષથી જ દિવસે કંઇ જોઇ શકતું નથી. તેની જેમ અભવ્ય તથા ગાઢ મિથ્યાત્વી જીવો પોતાની પ્રકૃતિના દોષે આવા મહાત્મા જીવો પ્રત્યે અને તેમનાં ઉપકારક વચનો પ્રત્યે અણગમાવાળા હોય છે. પરમાત્માની કહેલી વાતને છુપાવનારા અર્થાત તેને નિંદનારા હોય છે જેને જૈનશાસ્ત્રોમાંનિહ્નવ કહેવાય છે.
આવા નિર્હાવો પરમાત્મા શ્રી મહાવીરસ્વામી ભગવંતના શાસનમાં કુલ આઠ (૮) થયા છે તે આઠમાં સાત નિહ્નવ એક વસ્તુને ન માનનારા હોવાથી દેશ નિહ્નવ કહેવાયા છે અને એક નિર્ભવ પરમાતામાની ધણી વાતો ન માનનારા હોવાથી સર્વ નિહ્નવ કહેવાયા છે.
આ આઠેની પૂર્વપક્ષ તથા ઉત્તરપક્ષરૂપે સંપૂર્ણ ચર્ચા બહુ જ સ્પષ્ટીકરણ પૂર્વક પરમપૂજય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં ગાથા નંબર ૨૩૦૦ થી ૨૬૦૯માં છે. તેની પૂર્વભૂમિકારૂપે આગલી ૬ ગાથા અને ઉપસંહારરૂપે પાછલી ૧૧ગાથા ઉમેરીને કુલ ૨૨૯૪ ગાથાથી ૨૬૨૦ ગાથા સુધીનો આ નિહ્વવાદ વિસ્તારપૂર્વક અર્થ સમજાવવારૂપે ગુજરાતીભાષામાં તૈયાર કર્યો છે. જે આત્માર્થી જીવોને તથા અભ્યાસરૂચિ જીવોને અવશ્ય ગમશે. તથા વિશિષ્ટ અભ્યાસનું કારણ પણ બનશે.
(૧)
(૨)
(૩)
(૪)
હવે આપણે એક એક નિહ્નવ સંબંધી પૂર્વભૂમિકા રૂપે અલ્પવાત જાણીએ. શ્રાવસ્તિનગરીમાં લાંબાકાળે કાર્યની ઉત્પત્તિ
જમાલિ
માનનારા
T
ઋષભપુર એટલેકે રાજગૃહીનગરી
શ્વેતાંબિકાનગરી
મિથિલાનગરીમાં
સામુછેદિક નિહ્નવ (૫) ઉત્સુકાતીરે
બહુરતનિહ્નવ
તિષ્યગુપ્ત
જીવપ્રાદેશિક દ્રષ્ટિ
જીવના અંતિમ પ્રદેશને જ
જીવદ્રવ્યમાનનારા
અષાઢાભૂતિ આચાર્ય સાધુ આદિને સંદેહાત્મક
દ્રષ્ટિથી જોનારા સર્વભાવોને ક્ષણિક
અશ્વમિત્રઆચાર્ય
ગંગાચાર્યમુનિ દૈક્રિયાવાદ નિહ્નવ
માનનારા
એક જ સમયમાં બે ક્રિયાઓ
સાથે હોય છે એવી માન્યતાવાળા
Page #5
--------------------------------------------------------------------------
________________
(૬)
(૭)
અંતરંજિકાનગરી રોહગુપ્ત/ષડુલુક વેરાશિકમત કાઢનાર આત્રણરાશિઓની
નિર્તવ દશપુરનગરમાં
પ્રરૂપણા કરનારા
ગોષ્ઠામાહિલ
અબદ્ધિકદ્રષ્ટિવાળા
નિહ્નવ
(૮) રથવીરપુરનગરમાં લોટિક/દિગંબર મત
વસ્ત્ર-પાત્રના
ત્યાગવાળી દ્રષ્ટિ
જીવ, અજીવ અને નોજીવ
જીવ, કર્મથી સ્પષ્ટ છે પણ બદ્ધ નથી
આવી પ્રરૂપણા કરનારા
વસ્ત્ર-પાત્ર-શયનઆસન
વિગેરે કોઇપણ પૌદ્ગલિક સામગ્રી ન હોય આ વીદ્રષ્ટિ
ઉપરોક્ત ૮ નિર્લવમાં પ્રથમના ૭ નિહ્નવ દેશવિસંવાદી (કોઇ પણ એક બાબતમાં જ મહાવીરપ્રભુની વાત ન માનનાર) છે પરંતુ જે બૌટિક (દિગંબર) નિર્ભવ છે. તે (સર્વ નિહ્નવ) જાણવા. કારણકે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની અનેક વાત તેઓ ન માનનારા છે. હવે તે આઠે નિહ્નવોની માન્યતા વિગતવાર સમજાવાય છે.
ભગવાન શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાને માત્ર ૧૪ વર્ષો જ થયાં હતાં ત્યારે શ્રાવસ્તી નગરીમાં જમાલિનામના પ્રથમ નિહ્નવ થયા. તેઓ ભગવાન શ્રી મહાવીર પ્રભુના જમાઇ હતા તથા તેમની બહેનના પુત્ર હતા તે કાળે મામા-ફઈના વ્યવહારો થતા હતા. તેઓએ ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. તથા તેમનાં પત્ની પ્રિયદર્શનાએ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી.
જમાલિજી અગીયાર અંગોનો અભ્યાસ કરી ગામાનુગામ વિચરતા વિચરતા ૫૦૦ શિષ્યો સાથે શ્રાવસ્તી નગરીમાં હિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા.
એક વખત તેઓશ્રીને બહુ જ તાવ આવ્યો હતો જેથી ઉઠવા-બેસવા તથા ગતિ કરવા સમર્થ ન હતા. તેથી તેમણે સંથારો પાથરવાનું શિષ્યોને કહ્યું. શિષ્યો સંથારો પાથરવાની ક્રિયામાં લાગ્યા. તાવની અતિરેકતાથી તેઓએ પુછ્યું કે સંથારો પથરાયો કે નહીં ? ત્યારે શિષ્યોએ કહ્યું કે હા સાહેબ. સંથારો પથરાઇ ગયો છે આપ આરામ કરવા માટે પધારો.
તેઓ તુરત જ ઉભા થઇને ત્યાં ગયા. અને જોયું તો સંથારો પથરાતો હતો પુરેપુરો પથરાઇ ચુકયો ન હતો. તે જોઇને ક્રોધ કરવા પૂર્વક શિષ્યોને કહ્યું કે “તમે જુઠુ કેમ બોલો છો ? ત્યારે શિષ્યોએ કહ્યું કે “કરાતુ હોય તેને કર્યુ જ કહેવાય’” તેથી ધણો ભાગ અથવા ધણા ટકાનો ભાગ પથરાઇ ગયેલ હોવાથી “પથરાઇ ગયો છે’’ આમ જ બોલાય છે ભગવતીજી સૂત્રના પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશામાં આવો પાઠ છે “કરાતું હોય તેને કર્યું જ કહેવાય” ગામની સીમ આવે છે ત્યારે “ગામ આવ્યું છે આમ જ કહેવાય છે’” આ ભગવાનનું
Page #6
--------------------------------------------------------------------------
________________
વચન છે અને તે સર્વનયાત્મક છે.
આવી વાત સાંભળીને મિથ્યાત્વમોહના ઉદયના કારણે જમાલિજીએ કહ્યું કે, મહાવીરસ્વામિનું આ કથન ખોટું છે. કરાતું હોય તેને કરાતું જ કહેવાય પરંતુ કર્યું છે આમ ન જ કહેવાય. આ બાબતમાં ગુરુ અને શિષ્યો વચ્ચે ઘણી જ ચર્ચા થઇ. શિષ્યોએ જમાલિજીને ઘણું જ સમજાવ્યું કે, આદ્ય સમયથી જ પ્રતિસમયે પથરાવાનું કામ થાય જ છે તો પણ જે સમયે જેટલો પથરાય છે તે સમયે તેટલો પથરાયો જ છે આમ જ બોલાય, છે. પરંતુ જમાલિજીએ તે વાત ન સ્વીકારી અને પ્રતિસમયે માત્ર પથરાવાનું કામ થાય જ છે. ફક્ત અન્તિમ સમયે જ પથરાયો કહેવાય. આ વાતને તેઓ વળગી રહ્યા. - આ ચર્ચા જયારે ચાલે છે ત્યારે પ્રિયદર્શના પણ શ્રાવક એવા ઢંક નામના કુંભારને ઘરે હતી. તે પ્રિયદર્શનાએ પણ જમાલિજી ઉપરના અનુરાગના કારણે જમાલિજીનો જ મત સ્વીકાર્યો. ત્યારે ઢેક શ્રાવકે પણ તેને સાચું તત્ત્વ સમજાવવા માટે સાડીના એક ભાગ ઉપર કોલસાનો સળગતો એક મોટો કણીયો નાખ્યો.
ત્યારે વસ્ત્રનો એક દેશભાગ સળગતો જોઈને પ્રિયદર્શનાએ કહ્યું કે, હે ઢંક ! “તે મારું વસ્ત્ર કેમ બાળી નાંખ્યું છે.” ત્યારે ટંક કુંભારે કહ્યું કે, તમે તો ધમાન નર્ધ બળાતું હોય તેને બળ્યું ન જ કહેવાય. આમ માનો છો પરંતુ પુરેપુરુ બની ચુક્યું હોય તેને જ બધું કહેવાય. આ તો માત્ર એક ભાગ જ બળાયો છે. આખું વસ્ત્ર ક્યાં બળાયું છે? આવું તમેતો માનો છો. તો પછી બૂમાબૂમ કેમ કરો છો ? ત્યારે તેઓ સમજ્યા. પ્રતિબોધ પામીને જમાલિને છોડીને તે પ્રિયદર્શના તથા બીજા પણ કેટલાક સાધુ-સાધ્વીજીઓ મહાવીરસ્વામી પાસે આવ્યા.
તથા પ્રભુનો સિદ્ધાન્ત અપનાવ્યો. મિચ્છામિ દુક્કડું આપ્યું. પરંતુ જમાલિજી તે વાત ન જ સમજયા. તેથી જમાલિજી બહુરત નામના પ્રથમ નિદ્ભવ થયા. તેઓએ આલોચના પણ કરી નહીં અને પરમાત્માના વચનના વિરાધક બન્યા. (૧) તિષ્યગુપ્ત નામના બીજા નિહવ:
તેઓ જીવ પ્રાદેશિક દૃષ્ટિના નામે નિદ્ભવ થયા. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાને ૧૬ વર્ષો થયા ત્યારે આ નિતવ થયા. | રાજગૃહી નગરીમાં કે જે નગરીનું બીજું નામ ઋષભપૂર હતું. તે નગરીમાં ગુણશેલક નામના ચૈત્યમાં ચૌદપૂર્વધારી વસુ નામના આચાર્ય હતા. તથા તેમના શિષ્ય તિષ્યગુપ્ત નામના આચાર્ય સાથે ત્યાં પધાર્યા..
એક દિવસ આત્મપ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ ચાલતો હતો. ત્યારે એવો અધિકાર આવ્યો કે, હે ભગવાન્ ! આત્માના પ્રથમ એક આત્મપ્રદેશને શું જીવ છે આમ કહેવાય? ત્યારે ભગવાને કહ્યું કે, ના, આમ
Page #7
--------------------------------------------------------------------------
________________
ન કહેવાય. આમ કહેવું તે બરાબર નથી. તે જ પ્રમાણે આત્માના બે પ્રદેશ હોય કે ત્રણ-ચાર-પાંચ પ્રદેશ હોય ત્યારે શું જીવછે આમ કહેવાય? તેવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે ના, આ અર્થ બરાબર નથી.
સંખ્યાત પ્રદેશ હોય અથવા અસંખ્યાત આત્મપ્રદેશ હોય યાવતુ એકાદ પણ આત્મપ્રદેશ ન્યૂન હોય ત્યાં સુધી જીવ છે આમ ન કહેવાય. પરંતુ જેટલા આત્મપ્રદેશો છે તેમાંના સઘળા પણ આત્મપ્રદેશો હોય ત્યારે ચરમ આત્મપ્રદેશ અંદર આવે ત્યારે જ જીવ કહેવાય.
આ વિચારધારા ઉપરથી તિષ્યગુપ્તને મનમાં આવો પાકો નિર્ણય થયો કે અંતિમ આત્મપ્રદેશ પુરાયે છતે જ આત્મા કહેવાય છે. માટે અંતિમ આત્મપ્રદેશ તે જ આત્મા છે. આવી આત્મા સંબંધી વિપરીત ધારણા થઇ.
ગુરુજીએ તે તિષ્યગુપ્તને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો અને કહ્યું કે, એક વસ્તુ સમસ્ત પટને બનાવવામાં ઉફકારી જરૂર છે પરંતુ તે સમસ્ત પટનથી. સમસ્ત તખ્ત સાથે મળે તો જ પટનું કાર્ય કરી શકે છે. તેવી જ રીતે એક આત્મપ્રદેશ તે સમસ્ત આત્મા સ્વરૂપ કાર્ય થવામાં ઉપકારી જરૂર છે, પરંતુ તે એકપ્રદેશ એ જ આત્મા નથી. પણ સમસ્ત આત્મપ્રદેશ સાથે મળે ત્યારે જ આત્મા કહેવાય છે.
પરંતુ મિથ્યાત્વમોહના ઉદયથી તિષ્યગુપ્ત આ વાત સમજતા નથી. તથા સ્વીકારતા નથી. તેથી ગુરુએ તે તિષ્યગુપ્તને સંઘ બહાર કર્યા.
એકવાર તે તિષ્યગુપ્ત વિહાર કરતા કરતા અમલકંપાનગરીમાં આપ્રસાલ વનમાં પધાર્યા. ત્યાં મિત્રશ્રી નામના શ્રાવકે તેમને નિહ્નવ જાણી તેમને પ્રતિબોધ કરવા માટે પોતાને ઘેર આવવા આમંત્રણ આપ્યું. તિષ્યગુપ્ત ભિક્ષાના અર્થે તેમને ઘેર ગયા ત્યારે મિત્રશ્રી શ્રાવકે તેમનું આ અજ્ઞાન દૂર કરવા માટે અન્ન-પાણી વસ્ત્ર અને વ્યંજન (શાખ) સમૂહ તૈયાર કર્યો તે દરેકમાંથી અન્તિમ એક એક કણ લઇને ભિક્ષામાં આપ્યો ત્યારે તિષ્યગુપ્ત બોલ્યા કે, કેમ ભાઇ ! મારી મશ્કરી કરી છે કે શું?
ત્યારે શ્રાવકે કહ્યું કે ના, મહારાજ, હું તો આપશ્રીની વિચારધારા પ્રમાણે જ વ્યવહાર કરું છું. અન્તિમ એક આત્મપ્રદેશ જ જો આત્મા છે તો આ એક એક કણ રૂપ દાણા તો તેનાથી ઘણા વધારે છે. આવું સાંભળતાં જ તે તિષ્યગુપ્તની દૃષ્ટિ બદલાઇ ગઇ.
આ શ્રાવકનો ઉપકાર માન્યો. શ્રાવકે પણ અવસર જોઈને સંપૂર્ણ અન્નદાન કર્યું.
સુમિત્રે પણ જવાબ આપ્યો કે, આપશ્રીને અમારા ઘણા જ ઘણા નમસ્કાર છે. મારા જેવા અલ્પજ્ઞ પાસેથી આપે સીધી વાત ગ્રહણ કરી અને તત્ત્વ સમજ્યા. તેથી આપને ઘણા જ ધન્યવાદ ઘટે છે. તેઓ આ રીતે માર્ગે આવ્યા અને ગુરુ સાથે વિહાર કરવા લાગ્યા.
Page #8
--------------------------------------------------------------------------
________________
૩. આષાઢાચાર્યઃ
પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૨૧૪ વર્ષ બાદ શ્વેતાંબિકાનગરીમાં અવ્યક્તવાદ નામનો નિર્ભવવાદ શરૂ થયો.
તે નગરીમાં પૌલાષાઢ નામના ચૈત્યમાં આષાઢાચાર્ય નામના આચાર્ય તેમના ઘણા શિષ્યો સાથે રહ્યા હતા. ત્યાં આ આચાર્ય વાચનાચાર્ય હતા. કર્મ વિપાકોદયમાં આવવાથી રાત્રા હ્રદયશૂળથી કાળ કરીને . સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ગચ્છમાં કોઇને કાળધર્મ પામ્યાની ખબર ન પડી.
પોતાના શિષ્યો ઉપરની અનુકંપાથી અધિજ્ઞાનથી જાણીને પુનઃ તે જ શરીરમાં પ્રવેશ કર્યો અને શિષ્યોને અગાઢ જોગ ચાલતા હતા તે સમાપ્ત કરાવ્યા અને પ્રતિદિન સ્વાધ્યાય કરાવ્યો.
જોગ સમાપ્ત થયા ત્યારે શરીર છોડીને દેવલોકમાં જવાના સમયે તેઓએ ભેદ પ્રગટ કર્યો કે અમુક દિવસે રાત્રિના સમયે રાત્રે શૂળની વેદનાથી હું કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયેલો છું.
પરંતુ તમારા ઉપરની અનુકંપાથી ત્યાંથી આવીને આ જ શરીરમાં પ્રવેશ કરીને તમારા જોગ પુરા કરાવ્યા છે. તમે સર્વે ચારિત્રવાન છો. હું દેવ હોવાથી અવિરતિ છું. તમારી પાસે અસંયતિ એવા મેં નમસ્કાર કરાવ્યા. વંદન-વ્યવહાર કરાવ્યો તેની હું ક્ષમા માગું છું. આમ કહીને તે દેવલોકમાં ચાલ્યા ગયા.
આ બાજુ શિષ્યોને પરસ્પર શંકા થઇ કે, આપણે બધાએ આટલા બધા દિવસ અવિરતિ થયેલા દેવને વંદન નમસ્કાર કર્યા. આ ઉદાહરણ ઉપરથી આ વર્તમાન સાધુ સંતોમાં પણ કોણ સાચા સાધુ હશે અને કોણ દેવ થઇને સાધુના શરીરમાં પ્રવેશ્યો હશે. આ વાત આપણે કેવી રીતે જાણીએ. માટે આપણે કોઈએ કોઇને વંદન કરવું નહીં. જો આમ નહીં કરીએ તો મૃષાવાદનો દોષ લાગશે. અને અવિરતિને વંદન કર્યાનો પણ દોષ લાગશે.
આ પ્રમાણે વિચારીને પરસ્પર વંદન-વ્યવહાર બંધ કરી દીધો. ત્યારે સ્થવિર સાધુઓએ તેઓને ઘણું ઘણું સમજાવ્યા. પ્રત્યક્ષ સાધુતા દેખાય છે. એક સ્થાને દેવમાયા હોય એટલે બધે જ માયા હોય આવો નિયમ માની લેવાય નહીં. આમ સમજાવવા છતાં તેઓ જ્યારે ન માન્યા ત્યારે તેઓને સંઘ બહાર મૂક્યા.
તેઓ વિહાર કરતા કરતા રાજગૃહીનગરીમાં આવ્યા. ત્યાં મૌર્યવંશી બલભદ્ર રાજા રાજ્ય કરતો હતો. તે મહાવીરસ્વામી પરમાત્માનો પરમ ભક્ત હતો. તેણે જાણ્યું કે, આપણા ગામમાં આ નિહ્નવો આવ્યા છે. તે રાજાએ રાજસેવકોને મોકલીને આ નિહ્નવોને રાજ્યસભામાં બોલાવ્યા. તેમને પ્રતિબોધિત કરવાના આશયથી કો૨ડા મારવાનો રાજસેવકોને આદેશ કર્યો.
આ જાણીને સાધુઓએ કહ્યું કે, હે રાજન્ ! અમે જાણ્યું છે કે, તમે ૫૨મશ્રાવક છો, તો અમને
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રમણોને શા માટે મારો છો ? ત્યારે રાજાએ કહ્યું કે, હું શ્રાવક છું કે નથી, અને તમે સાધુ છો કે ચોર છો, કે ગુપ્તચરછો તે કેમ જાણી શકાય !?
તેઓએ કહ્યું કે, હે રાજન્ ! અમે સર્વે સાધુ જ છીએ. ચોર પણ નથી અને ગુપ્તચર પણ નથી જ. ત્યારે અવસર જાણીને રાજાએ કહ્યું કે, ‘‘જો એમ જ છે તો તમે બધા સાધુ જ છો તો અવ્યક્તવાદ માનીને પરસ્પર વંદન વ્યવહાર કેમ કરતા નથી ?’’ ત્યારે તે સાધુઓ લજ્જિત થયા અને નિઃશંકિત થઇને સન્માર્ગે વળ્યા.
રાજાએ કહ્યું કે, તમને પ્રતિબોધ ક૨વા માટે જ મેં આવું કામ કર્યું હતું. આમ આ ત્રીજા નિહ્નવોને સમજાવ્યા. અવ્યક્તવાદનું પ્રવર્તન આષાઢાચાર્યે કર્યું નથી. પરંતુ તે વાદના પ્રવર્તક તેમના શિષ્યો હતા. તેમાં અષાઢાચાર્યનું દેવરૂપ નિમિત્તમાત્ર હતું.
૪. અશ્વમિત્ર: સામુચ્છેદિક નિહવઃ
ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પામ્યા બાદ ૨૨૦ વર્ષે મિથિલાપુરીમા સમુચ્છેદવાદની દૃષ્ટિપ્રગટ થઇ. તેના પ્રવર્તક આચાર્ય અશ્વમિત્ર હતા.
મિથિલાનગરીમાં આચાર્ય મહાગિરિ પધાર્યા. તેમના શિષ્યનું નામ કૌડિન્ય અને પ્રશિષ્યનું નામ અશ્વમિત્ર હતું. એક વખત અશ્વમિત્ર વિદ્યાનુપ્રવાદ નામના પૂર્વમાં આવેલા નૈપુણિક વસ્તુનો અભ્યાસ કરતા હતા. તેમાં એવું એક સૂત્ર આવેલું કે, પહેલા સમયમાં ઉત્પન્ન થયેલા સર્વે પણ ના૨ક જીવો બીજા સમયે વિચ્છિન્ન થઇ જાય છે. આ પ્રમાણે દ્વિતીય-તૃતીય આદિ સમયોમાં પણ જાણવું. આ પર્યાયાર્થિકનયની વાત સાંભળીને અશ્વમિત્રના મનમાં શંકા થઇ કે, જો પ્રતિસમયે વસ્તુ નાશ જ પામે છે તો કરેલા સુકૃત અને દુષ્કૃત કર્મોનું ફળ કોણ ભોગવશે !?
ગુરુજીએ કહ્યું કે, હે વત્સ ! ઋજુસૂત્રનયની અપેક્ષાએ આ પ્રમાણે ક્ષણક્ષયવાદનું વર્ણન છે. પરંતુ સર્વ નયોની અપેક્ષાએ આ વર્ણન નથી. વીતરાગ પરમાત્માનું વચન સર્વનયમય છે. તેથી તું શંકા કરીશ નહીં. એક પર્યાયમાત્રના વિનાશથી વસ્તુનો સર્વથા વિનાશ થતો નથી. દરેક વસ્તુ અનંતધર્માત્મક છે.
જે સમયે તે ના૨કાદિ વસ્તુ પ્રથમસમયાવચ્છિન્નનારકત્વથી ઉચ્છેદ પામે છે. તે જ સમયે દ્વિતીય સમયાવચ્છિન્નનારકત્વરૂપે ઉત્પન્ન થાય છે. જીવદ્રવ્યરૂપે ધ્રુવ રહે છે. તેથી સર્વથા કોઇપણ વસ્તુનો ઉચ્છેદ થતો નથી.
સંખ્યાતા અક્ષરોથી પદ બને છે. સંખ્યાતા પદોથી વાક્ય બને છે. તેના અર્થ ગ્રહણથી વાક્યાર્થગ્રહણ થાય છે. આ બધું થતાં થતાં અસંખ્યાત સમયો વીતી જાય છે. તે સઘળું એકસમયમાત્રમાં કેમ બને ? કારણ કે, ઉત્પન્ન થયા પછી તુરંત જ જો વસુ નાશ પામે તો તેનો અર્થગ્રહણ, તથા પરિણામ અને તેનાથી વિશિષ્ટ બોધ કેમ થાય?
Page #10
--------------------------------------------------------------------------
________________
સૂત્રમાં પણ ભગવાને કહ્યું છે કે, નારકો વિગેરે સર્વે પણ પદાર્થો દ્રવ્યથી એક છે. માટે પર્યાયથી અનેક પ્રકારે છે. આમ સમજાવવા છતાં પણ તેઓ સમજ્યા નહીં, ત્યારે આચાર્યે તેમને સંઘ બહાર જાહેરા કર્યા.
ફક્ત એકલો પર્યાયાધિક નયમાત્ર માનવાથી સુખ-દુઃખ-બંધ-મોક્ષ વિગેરે વ્યવહારો ઘટશે નહીં. દ્રવ્યાર્થિકનય સ્વીકારીએ તો જ સઘળો વ્યવહાર ઘટી શકે માટે તમારી માનેલી એકનયની દૃષ્ટિ બરાબર નથી.
એકવાર કાંપિલ્યપુર નામના નગરમાં ખંડરક્ષક નામના શ્રાવકે ‘‘આ ગામમાં નિકૂવો આવ્યા છે” આ વાત જાણીને તે સર્વને પકડાવી માર મરાવાયો અશ્વમિત્રે કહ્યું કે તમે શ્રાવક થઇને અમને પકડાવી માર મરાવ્યો તમે શ્રાવક થઈને સાધુને મરાવો છો તે યોગ્ય કર્યુ ન કહેવાય. ત્યારે ખંડરક્ષકે કહ્યું કે, તમારા મતે જે ખંડરક્ષક શ્રાવક હતો તે તો વિચ્છેદ જ પામી ગયો છે. તથા તમે જે પ્રવ્રજિત થયેલા મુનિઓ હતા તે પણ વિચ્છેદ જ પામી ગયા છો. જે શ્રાવક હતો તે હું નથી. અને જે સાધુ હતા તે તમે નથી. સમયે સમયે વસ્તુ બદલાય છે. આવી તમારી જ માન્યતા છે. એટલે તમે કોઇ ચોર છો, હલકુ કામ કરનારા છો એમ સમજીને અમે તમને મારીએ છીએ. તેમાં કશું ખોટું થતું જ નથી.
અશ્વમિત્રે આ વાત સાંભળીને તુરંત જ ભગવાનના સિદ્ધાન્તની સાચી વાત જાણીને મિચ્છામિ દુક્કડ આપીને સંઘમાં સમ્મિલિત થયા.
આ પ્રમાણે આ અશ્વમિત્ર આ મતના પ્રવર્તક થયા. આ ચોથાનિદ્વવથયા. ૫. આર્યગંગ નિહવઃ દ્વિક્રિયોપયોગવાદી:
પરમાત્મા શ્રી મહાવીરસ્વામી પ્રભુ નિર્વાણ પામ્યા પછી ૨૮૮ વર્ષે ઉલ્લકાતીરમાં દ્વિક્રિયાવાદ નામના નિહ્નવવાદની ઉત્પત્તિ થઈ. તેના પ્રવર્તક આચાર્ય શ્રી ગંગમુનિ હતા. તીર્થકર ભગવંતોએ એક સમયમાં એક જ ક્રિયા કહી છે તેના બદલે બે ક્રિયા સાથે માનનારા ગંગાચાર્ય તથા તેમના અનુયાયીને દ્વિક્રિયાવાદી નિહ્નવ કહેવાય છે.
ભૂતકાળમાં ઉલુકા નામની નદીના કાંઠે એક ગામ હતું. બીજા કાંઠે ઉલ્લકાતીર નામનું નગર હતું. ત્યાં આચાર્ય મહાગિરિના શિષ્ય ધનગુપ્તસૂરિજી હતા. તેમના પણ શિષ્ય આર્યગંગ હતા. એક વખત આ આર્યગંગ મુનિ શરદઋતુના કાળે પોતાના ગુરુજીને વંદન કરવા નિકળ્યા. માર્ગમાં ઉલુકા નદી હતી. નીચે પાણીમાં ઘણી ઠંડક હતી.
નદી પાર ઉતરતાં માથા ઉપર સૂર્યની ગરમી અને નીચે પગમાં પાણીની ઠંડકનો અનુભવ થયો.
Page #11
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ મોહના ઉદયથી તે વિચારવા લાગ્યા : અહો! સિદ્ધાંતમાં એક જ સમયમાં એક જ ક્રિયાનો અનુભવ થાય એમ કહ્યું છે. પરંતુ મને તો સ્પષ્ટપણે એક સાથે શીતળતા અને ઉષ્ણતા એમ બંન્ને ક્રિયાનો અનુભવ થાય છે તેથી આગમની આ વાત અનુભવથી વિરુદ્ધ છે. પોતાને થયેલો અનુભવ પોતાના ગુરુજીને કહ્યો.
ગુરુજીએ કહ્યું કે, વત્સ ! તું જે બે ક્રિયાનો અનુભવ સાથે કર્યાની વાત કરે છે તે અનુભવાભાસ છે. ક્રમશઃ જ અનુભવ થાય છે. પરંતુ સમય ઘણો બારીકાઇ હોવાથી યુગપદ્ જેવું ભાસે છે. સમય આવલિકા કાળ વિગેરે ઘણો સૂક્ષ્મ હોવાથી ક્રમનો ખ્યાલ આવતો નથી. તથા તેને જાણવામાં પ્રવર્તતુ મન પણ અતિશય ચંચળ છે. તેથી વેગપૂર્વક બોધ થતો હોવાથી યુગપદ્ અનુભવ થયો હોય એમ ભ્રમ થાયછે.
બે ક્રિયામાં ઉપયોગ સાથે હોતો નથી. જીવ ઉપયોગમય છે. આત્માની બધી જ શક્તિ એક જ સમયમાં એક જ વિષયના અનુભવમાં જોડાય છે. બીજી વસ્તુનો અનુભવ તે સમયે થતો નથી. સમયાંતરે થાય છે. માટે ક્ષેત્રથી દૂર દૂર રહેલી પગની અંદર શીતળતા અને માથા ઉપર ઉષ્ણતાની વેદના આ બન્ને સાથે અનુભવાતી નથી.
જેમ કોઇ શક્તિશાળી મનુષ્ય તિક્ષ્ણ અણીદાર શસ્ત્ર વડે કમળની સો પાંખડીઓને વિંધે તો લાગે છે એમ કે મેં એકી સાથે કમળની સો પાંખડીઓ વિધી છે. પરંતુ હકીકત એવી છે કે, ક્રમસર જ પાંખડીઓ વિંધાણી છે. તેની જેમ કાળ અતિશય સૂક્ષ્મ હોવાથી બે ક્રિયા સાથે થઇ હોય એમ લાગે છે. બાકી ક્રમસર જ બન્ને ક્રિયાઓ થાય છે. કાળ સૂક્ષ્મ હોવાથી સમયભેદ જણાતો નથી.
આ વેદનાનો અનુભવ એ મતિજ્ઞાન હોવાથી પ્રથમ સામાન્યપણે વેદનાનું જ્ઞાન થાય, ત્યારબાદ ઇહામાં પ્રવેશ થાય પછી નિર્ણયાત્મક પગની વેદનાનો બોધ થાય. ત્યારબાદ મસ્તકની વેદનાનો અર્થાવગ્રહ થાય. ત્યારબાદ તેના સંબંધી ઇહા અને પછી તે વેદનાનો નિર્ણયાત્મક બોધ થાય આમ આ બંન્ને વેદનાના અનુભવમાં ઘણા સમયનો કાળ જાય છે. માટે યુગપદ્ વેદના નથી. આમ ગુરુ વડે અનેક દૃષ્ટાંતો આપવાપૂર્વક સમજાવવા છતાં તે મુનિ સમજ્યા નહીં. પોતાની શ્રદ્ધા અને પ્રરૂપણા શાસ્ત્રથી વિરુદ્ધ હોવાના કારણે ગુરુજીએ તેઓને સંઘ બહાર મૂક્યા.
શ્રી આર્યગંગે સંઘ બહાર રહીને ક્રિક્રિયાવાદનો પ્રચાર ચાલુ જ રાખ્યો. તેઓ વિહાર કરતાં કરતાં એકવાર રાજગૃહી નગરીના મણીનાગ યક્ષના ચૈત્યમાં આવ્યા. ત્યાં વ્યાખ્યાનમાં ક્રિક્રિયાવાદનું સ્થાપન કર્યું તે સાંભળીને ત્યાં રહેલો યક્ષ કોપિત થઈ ગયો અને ઉપાલંભ આપવા લાગ્યો કે, હે સાધુ ! આ જ ક્ષેત્રમાં પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ એક સમયમાં એક જ ક્રિયાના વેદની પ્રરૂપણા કરી છે તે મેં બરાબર સાંભળી છે અને તમે તેનાથી વિપરીત પ્રરૂપણા કેમ કરો છો? શું તમે પરમાત્માથી પણ વિશેષ જ્ઞાની છો?
TO Gો
Page #12
--------------------------------------------------------------------------
________________
તમારી આ ખોટી પ્રરૂપણાને ત્યજી દો. નહીં તો હું તમારો નાશ કરી નાખીશ. ત્યારે ભયમુક્ત વચનોથી તેને ક્ષોભ થયો અને મિથ્યાત્વ છોડીને ગુરુ પાસે આવીને પ્રાયશ્ચિત્ત કર્યું. શિક્ષા પ્રદાન કરીને તેઓને સંઘમાં સમ્મિલિત કરવામાં આવ્યા. ૬. રોહગુપ્ત (ષડુલક) ઐરાશિક નિહવઃ
ભગવાન શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી પ૪૪ વર્ષે અંતરંજિકાનગરીમાં બૈરાશિક મતનું પ્રવર્તન થયું. તેના પ્રવર્તક રોહગુપ્ત (ડુલક) હતા. જીવ-અજીવ અને નોજીવ આ પ્રકારની ત્રણ રાશિ માનનાર રોહગુપ્તના અનુયાયી ત્રરાશિક નિહ્નવ કહેવાય છે.
એક વખત અંતરંજિકાનગરીમાં બહાર ભૂતગૃહ નામના ચૈત્યમાં શ્રીગુપ્ત નામના આચાર્ય પોતાના શિષ્ય પરિવાર સાથે પધાર્યા હતા. તે નગરીનો રાજા બલશ્રી નામના હતા. તે ગામમાં શ્રી ગુણાચાર્યના સંસારી પક્ષના ભાણેજ રોહગુપ્ત નામના શિષ્ય હતા. તેઓ ગુરુ વંદનાર્થે ત્યાં આવ્યા.
ત્યારે એક પરિવ્રાજક લોઢાના પાટાથી પોતાનું ઉદર બાંધીને હાથમાં જંબુવૃક્ષની શાખા લઇને નગરીમાં ફરતા હતા. લોકો પૂછે કે, આ બંન્ને વસ્તુઓ કેમ રાખો છો ? ત્યારે તેઓ કહેતા હતા કે, અતિશય જ્ઞાન ભરેલું છે તેનાથી મારું પેટ ફાટે છે. તેને રોકવા લોઢાના પાટાથી પેટ બાંધ્યું છે અને આખા જંબુદ્વિપમાં મારો કોઇ પ્રતિવાદી નથી. બધા જ પરવાદીઓ મારાથી શાંત થઇ ગયા છે. તે જણાવવા આ શાખા રાખું છું.
તે નગરીમાં તે લોહપટ્ટબદ્ધોદર પોટશાલના નામે પ્રસિદ્ધિ પામ્યા હતા. રોહગુસે તે નગરીમાં પ્રવેશ કરતાં જ આ ઘોષણા સાંભળી. ત્યારે તેણે તેની સાથે વાદ કરવાનું નક્કી કર્યું અને ગુરુજીને પછી વાત કરી. ત્યારે ગુરુજીએ કહ્યું કે, હે વત્સ ! તેં આ બરાબર નથી કર્યું. તે પરિવ્રાજક સાત ક્રિયાઓમાં પારંગત છે. તે તારાથી બળવાન છે. રોહગુણે કહ્યું કે, હે ગુરુજી ! હવે શું કરવું? આચાર્યે કહ્યું કે, હવે ડરવાની જરૂર નથી. હું તને તેની પ્રતિપક્ષી (વિરોધીની) સાત વિદ્યા આપું છું તેનો તું યથાસમયે ઉપયોગ કરજે. આમ કહીને આચાર્ય તેને પ્રતિપક્ષી સાત વિદ્યાઓ આપી.
૧. વૃશ્ચિક વિદ્યાની સામે મયુરી વિદ્યા ૨. સર્પ વિદ્યાની સામે નકુલી વિદ્યા
વરાહી વિદ્યાની સામે સિંહવિક્વાની વિદ્યા. ૪. મૃગી વિદ્યા (હરણીયાં બનાવવાની વિદ્યા)ની સામે વ્યાઘ્રી (વાઘ બનવાની) વિદ્યા. ૫. મુષક (ઉંદર) બનાવવાની વિદ્યાની સામે બિલાડી બનાવવાની વિદ્યા ૬. કાકવિદ્યાની સામે ઉલકી (ઘુવડ) બનાવવાની વિદ્યા.
૩.
Page #13
--------------------------------------------------------------------------
________________
૭.
પોતાકી વિદ્યા સામે ઉલાવડી વિદ્યા
આ સાત પ્રતિસ્પર્ધી વિદ્યાઓ શીખવાડ્યા પછી તે આચાર્યે ઓઘો (રજોહરણ) મંત્રીને આપ્યો. અને કહ્યું કે, યથોચિત સમયે આ સાત વિદ્યાઓનો પ્રયોગ કરીને પરિવ્રાજકને પરાજિત કરજે. તેનાથી વિશેષ, જરૂર પડે તો આ રજોહરણ ફે૨વજે તેનાથી તે પરિવ્રાજક તને પરાજિત કરી શકશે નહીં.
રોહગુપ્ત આ સાત વિદ્યાઓ શીખીને અને ગુરુજીના આશીર્વાદ લઇને રાજસભામાં ગયા અને વાદવિવાદ માટે ઉદ્યત થયા. સૌ પ્રથમ તે પરિવ્રાજકે જૈનદર્શનને માન્ય એવી રાશિના બે પ્રકાર બતાવ્યા. એક જીવરાશિ અને બીજી અજીવરાશિ. રોહગુપ્તે તુરત જ તેનું ખંડન કરતાં કહ્યું કે, રાશિના ત્રણ પ્રકાર છે. ૧. જીવ, ૨. અજીવ અને ૩. નોજીવ. નારકી તિર્યંચો માનવો આ બધા જીવરાશિ. પરમાણુ ઘટ-પટ આદિ તે અજીવરાશિ અને ગિરોળી વિગેરે જીવોની કપાયેલી પૂંછડી વિગેરે ભાગ તે નોજીવરાશિ.
જેમ અધમ-મધ્યમ અને ઉત્તમ ત્રણ રાશિ છે તેની જેમ, ત્રણ રાશિ ન હોવા છતાં પરિવ્રાજકને હરાવવા ત્રણ રાશિની સ્થાપના કરી. પરિવ્રાજકને નિરુત્તર કર્યો.
પોતાની હાર થવાથી ક્રોધિત થયેલા તે પરિવ્રાજકે એક પછી એક વિદ્યાઓના પ્રયોગો ચાલુ કર્યા. રોહગુપ્તે તેની સામે પ્રતિપક્ષી વિદ્યાઓના પ્રયોગો ચાલુ કર્યા. રોહગુપ્તે તેની સામે પ્રતિપક્ષી વિદ્યાઓનો ઉપયોગ કરી તેની વિદ્યાઓનો નાશ કર્યો.
સૌથી પ્રથમ પરિવ્રાજકે વૃશ્ચિકો (વિંછીઓ) વિધુર્વ્યા. તેનો પ્રતિકા૨ ક૨વા માટે રોહગુપ્તે મયૂરો વિદ્યાના બળે વિકુર્તી તેનો પ્રતિકાર કર્યો. આમ સામસામી એક પછી એક વિદ્યાઓનો પ્રયોગ કરતાં કરતાં પરિવ્રાજકે ગર્દભી વિદ્યાનો પ્રયોગ કર્યો. ત્યારે ગર્દભીને સામે આવતી જોઈને રોહગુપ્તે તેના ઉપર રજોહરણ ફેરવી રજોહરણથી તાડિત કરાયેલી તે ગર્દભી પરિવાજિકની ઉપર મળ-મૂત્ર કરીને ચાલી ગઇ. ત્યારે સભાપતિએ અને સભાસદોએ પરિવ્રાજકને પરાજિત થયેલો જાહે૨ ર્યો. અને નગરની બહાર કાઢી મૂક્યો.
પોટ્ટશાલે (રોહગુપ્તે)પરિવ્રાજકને જિતીને રોહગુપ્તે મકાનમાં આવીને આચાર્યની પાસે સંપૂર્ણ ઘટના અથથી ઇતિ સુધી કહી સંભળાવી. ગુરુજી એવા આચાર્યે કહ્યું કે, ‘‘તું આ રીતે જીત્યો તે સારું થયું.’’ પરંતુ રાશિ જીવ અને અજીવ એમ બે જ છે માટે પરિષદમાં ફરીથી જા અને સ્પષ્ટીકરણ કર કે રાશિ તો બે જ છે. મેં પરિવ્રાજકને જિતવા માટે જ ત્રણની કલ્પના કરી હતી. પણ પરિવ્રાજક મારી કલ્પનાને તોડી શક્યો નહીં. તેથી તે હાર્યો છે. પરંતુ ત્રણ રાશિ નથી. બે જ રાશિ છે. તેનું ખંડન-મંડન આ પ્રમાણે છે. આ પ્રમાણે
કહી આવ.
પરંતુ રોહગુપ્ત પોતાનો પક્ષ છોડવા તૈયાર થતો નથી. ‘‘નોજીવ’’ શબ્દમાં નો શબ્દ દેશનિષેધવાચી
Page #14
--------------------------------------------------------------------------
________________
છે પણ સર્વ નિષેધક નથી. રોહગુપ્ત પોતાના વિચારો બદલવા જ્યારે તૈયાર નથી ત્યારે આચાર્યે પોતે રાજા બલશ્રી પાસે જઇને કહ્યું કે, હે રાજન્ ! મારા શિષ્ય રોહગુપ્તે જૈન સિદ્ધાન્તથી વિપરીત તત્ત્વની સ્થાપના કરીને પરિવ્રાજકને જિત્યો છે. પરિવ્રાજકને જિત્યો તે તો સારું થયું પરંતુ પાછળથી સ્પષ્ટીકરણ કરવું જોઇએ કે ત્રણ રાશિ નથી પણ બે જ રાશિ છે. તે હવે આમ કરવા તૈયાર થતો નથી. અને આ પ્રરૂપણા શાસ્ત્રવિરુદ્ધ થઇ છે. તેથી સત્ય સમજાવવા રાજસભામાં હું જ તેની સાથે વાદ ક૨વા ઇચ્છું છું.
ત્યારે રાજાએ રોહગુપ્તને બોલાવ્યો. ગુરુ-શિષ્યના વાદમાં છ મહિના વ્યતીત થયા. પણ રોહગુપ્ત પોતાનો આગ્રહ છોડવા તૈયાર નથી. ત્યારે અંતે આચાર્યે કહ્યું કે, હે રાજન ! જો વાસ્તવમાં રાશિ ત્રણ હોય તો કુત્રિકાપણથી ત્રીજીરાશિ ‘‘નોજીવ’’ મંગાવો જયાં ત્રણેલોકની સર્વ વસ્તુઓ વેચાતી મળે તેવી દેવાધિષ્ઠિત જેદુકોનો હતી તે કુત્રિકાપણ કહેવાતી હતી. રાજાને સાથે લઇને સર્વલોકો કુત્રિકાપણ નામની દુકાને ગયા. અને ત્યાં જઇને જીવની માગણી કરી ત્યારે શુકાદિ આપ્યા. અજીવની માંગણી કરી ત્યારે પથ્થરના ટુકડા આપ્યા. પરંતુ ‘નોજીવ’ની માંગણી કરતા તે કૃત્રિકા પણ દેવે જીવના ખંડરૂપે કંઇ પણ ન આપ્યું. અને કહ્યું કે નોજીવ નામનો કોઇ પદાર્થ જ નથી.
આ વાત જાણીને રાજાએ તે રોહગુપ્તને હદપારની આજ્ઞા કરી. આચાર્યે તેને શ્રદ્ધાભ્રષ્ટ જાણીને સંઘ બહાર મૂક્યો. ત્યારે તે રોહગુપ્ત અભિમાનપૂર્વક પોતાના મતની પ્રરૂપણા કરતો કરતો વિચરવા લાગ્યો. ભવિષ્યમાં તે જ રોહગુપ્ત કણાદ ઋષિના નામથી પ્રસિદ્ધ થયો અને છેવટે તેણે વૈશેષિકમતની સ્થાપના કરી. ઘણો કાળ સંસારમાં ભટકશે.
૭. ગોષ્ઠામાહિલ-અબદ્ધિક નિહવઃ
પરમાત્મા શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૫૮૪ વર્ષે દશપુરનગરમાં અબદ્ધિક મતનો પ્રારંભ થયો. તેના પ્રવર્તક ગોષ્ઠામાહિલ હતા. જીવની સાથે કર્મ સ્પષ્ટ થાય છે. પરંતુ એક મેક થઈને બદ્ધ થતું નથી. આવી શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરનારા ગોઠામાહિલને તથા તેના અનુયાયી વર્ગને અબદ્ધિક નિહ્નવ કહેવાયા.
દશપુર નામના નગરમાં સોમદેવ નામનો બ્રાહ્મણ હતો. તેની રૂદ્રસોમા નામની પત્ની હતી. રૂદ્રસોમાએ જિનવચનથી પ્રતિબોધ પામીને શ્રાવિકાપણુ અંગીકાર કર્યું. તેને ચૌદ વિદ્યાસ્થાનમાં પારંગત એવો રક્ષિત નામનો પુત્ર હતો.
માતાની પ્રેરણાથી તે રક્ષિત જૈનાચાર્ય તોસલીપુત્ર પાસે પ્રવ્રુજિત થયો.ગુરુ પાસે અગીયાર અંગ ભણીને અને બારમા દૃષ્ટિવાદ નામના અંગનો અભ્યાસ કરવા માટે આર્યવૈરસ્વામી પાસે આવીને નવ પૂર્વ
Page #15
--------------------------------------------------------------------------
________________
અને ચોવીશ યવિકાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ માતાની પ્રેરણાથી તેમના ભાઇ ફલ્યુરક્ષિત પણ દીક્ષિત થયા. ત્યારબાદ તે બંન્ને ભાઇઓ માતા-પિતા પાસે આવ્યા અને પ્રતિબોધ કરીને માતા-પિતાને તથા પોતાના મામા ગોષ્ઠામાહિલને પણ પ્રવ્રજિત કર્યાઅર્થાતુ દીક્ષા આપી.
આ પ્રમાણે તેમનો ગચ્છઘણો મોટો થયો. તેમના ગચ્છમાં ચાર શિષ્યો પ્રધાનતર હતા. ૧. દુર્બલિકા-પુષ્યમિત્ર, ૨. વિંધ્યમુનિ, ૩. ફલ્યુરક્ષિત અને ૪ ગોષ્ઠામાહિલ.
એક વખત મથુરાનગરીમાં માતા-પિતા આદિ આ સંસારમાં કોઇ છે જ નહીં. આવા નાસ્તિકવાદની પ્રરૂપણા કરનારો વાદી પ્રગટ થયો. ત્યારે સંઘે આર્યરક્ષિત આચાર્યને ત્યાં આવવા કહ્યું. પરંતુ આર્યરક્ષિતસૂરિજીની વૃદ્ધાવસ્થા હોવાથી તેઓએ વાદલબ્ધિસંપન્ન એવા ગોષ્ઠામાહિલને ત્યાં મોકલ્યા. ગોષ્ઠામાહિલે વાદીને હરાવ્યા. અને શ્રાવકોએ તેમનું ચાતુર્માસ ત્યાં જ કરાવ્યું. - બીજી બાજુ આર્યરક્ષિતસૂરિજીએ પોતાની પાટે દુર્બલિકાપુષ્પમિત્રને સ્થાપિત કર્યા. તે દુર્બલિકાપુષ્પમિત્ર ગચ્છાધિપતિ બન્યા. આ તથા ગુરુજી શ્રી આર્યરક્ષિતસૂરિજી કાળધર્મ પામ્યા છે. આ બંન્ને સમાચાર સાંભળીને ગોષ્ઠામાહિલને મત્સરભાવ થયો. તેઓ અભિમાનના કારણે દુર્બલિકાપુષ્પમિત્ર પાસે વાચના લેતા ન હતા. પરંતુ વિંધ્યમુનિ પાસેથી બધુ જ સાંભળી લેતા.
એક વખત કર્મપ્રવાદ નામના આઠમા પૂર્વમાં કર્મવિચાર ઉપર દુર્બલિકાપુષ્પમિત્ર વ્યાખ્યાન આપતા હતા. ગોષ્ઠામાહિલ તે વ્યાખ્યાન પાછળથી સાંભળતા હતા. તેમાં કર્મબંધના ત્રણ પ્રકાર આવ્યા. પૃષ્ટ, બદ્ધ, અને બદ્ધસ્કૃષ્ટ.
જીવ વડે બંધાયેલું કર્મ પોતાના આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીરવત્ અને લોહાગ્નિની જેમ એક-મેક થાય છે. આવું સમજાવતા વિધ્યમુનિની પાસે ગોષ્ઠામાહિલ સાંભળી રહ્યા છે. ત્યારે મિથ્યાત્વમોહનો ઉદય થવાથી વિપરીત બુદ્ધિવાળા થઇને કહેવા લાગ્યા કે, વિધ્યમુનિનું આ વ્યાખ્યાન સદોષ છે. કર્મનો જીવની સાથે એકાકાર સંબંધ માનવાથી મોક્ષનો અભાવ જ થશે. તેથી આ સિદ્ધાંત બરાબર નથી. પરંતુ સાપની કાંચળીની જેમ કર્મો જીવની સાથે માત્ર સ્પષ્ટજ થાય છે. બદ્ધ થતા નથી. જેમ સર્પ કાંચળી છોડીને જાય છે તેમ આ જીવ પણ પોતાની સાથે સ્પષ્ટ માત્ર કર્મ છોડીને જાય છે. આવો એક વિવાદ મનમાં શરૂ થયો.
તથા એકવખત નવમા પૂર્વમાં કર્મ સંબંધી વિચારોનો અભ્યાસ કરતા-કરતા તેને બીજો વિવાદ મનમાં જાગ્યો કે, સાધુ સંબંધી કરેમિભંતેના પચ્ચખ્ખાણમાં જાવજીવ પજુવાસામિ આ પાઠ સાંભળતા મનમાં વિવાદ જાગ્યો કે, જો જાવજીવનું જ પચ્ચખાણ કરીશું તો મૃત્યુ બાદ ભોગ ભોગવવાની તમન્ના તીવ્રતર બનશે. માટે આ યાવજીવની અવધિ એ સદોષ વ્યાખ્યાન છે. બીજા ભવમાં ભોગો ભોગવવાની તમન્ના ચાલુ રહે છે. માટે આવું પચ્ચખ્ખાણ કરવું તે સદોષ છે આમ મનમાં બે સ્થાને વિવાદ જાગ્યો. અને તે
TOS ,
Page #16
--------------------------------------------------------------------------
________________
વાત ગુરુજીને કહી. ગુરુજી શ્રી વિંધ્યમુનિએ તે ગોઠામાહિલને સમજાવ્યો કે, જો કંચુકની જેમ કર્મ ઉપર- - ઉપર જ લાગતું હોય તો આત્મપ્રદેશોમાં અંદરના ભાગમાં તથા મધ્યભાગમાં જે વેદના-શારિરીક રોગો થાય છે તે કેમ ઘટશે ? ત્યાં કર્મ તો તમારા મતે તો છે જ નહીં. આ રીતે અંતર્વેદના ઘટશે નહીં. મધ્યવેદના પણ ઘટશે નહીં.
પરંતુ ટી. બી., કેન્સર આદિ રોગોમાં અંતર્વેદના ઘણી જ હોય છે. તે માટે તેના કારણભૂત કર્મતત્ત્વ ત્યાં પણ હોવું જોઇએ. માટે કર્મ આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીરની જેમ તથા લોહાગ્નિની જેમ વ્યાપ્ત છે. પણ ઉપર-ઉપર કંચુકીની જેમ નથી.
આવું સમજાવવા છતાં જ્યારે તે ગોષ્ઠામાહિલ મુનિ માનતા નથી. સાચી વાત સ્વીકારતા નથી ત્યારે તે દુર્બલીકાપુષ્પમિત્ર આચાર્ય તેને બીજા સ્થવિર મુનિઓ પાસે લઇ ગયા. ત્યાં પણ તે ન જ સમજ્યા. પોતાની માન્યતા છોડ્યા વિના અને આલોચના કર્યા વિના જ મૃત્યુ પામ્યા.
૮. શિવભૂતિ મુનિઃ બોટીકદૃષ્ટિ નિહવઃ
પ્રથમના સાત નિહ્નવ દેશવિસંવાદિ નિર્ભવ હતા. કારણ કે તે સર્વે નિહ્નવો એક-એક વિષયમાં જ વિસંવાદવાળા હતા. જ્યારે બોટિક નિહ્નવો (દિગમ્બર પક્ષાનુયાયી) ઘણી ઘણી બાબતમાં વિસંવાદવાળા છે તેથી તેઓને સર્વવિસંવાદિ કહેવાય છે. મહાવીર પરમાત્માના નિર્વાણ બાદ ૬૦૯ વર્ષે રથવીરપુર નગરમાં શિવભૂતિ નામના મુનિથી આ બોટિક દૃષ્ટિવાદ ઉત્પન્ન થયો. તેની હકીકત આ પ્રમાણે છે ઃ
એક વખત આર્યકૃષ્ણ આચાર્ય રથવીરપુરનગરના દીપક નામના ઉદ્યાનમાં પધાર્યા. તે જ નગ૨માં સહસ્રમલ્લ શિવભૂતિ નામનો રાજસેવક રાજ પ્રસાદમાંથી વિલાસ કરીને રાત્રીના બીજા પ્રહરે ઘરે આવતો હતો. તેથી શિવભૂતિની પત્નીએ તેની માતાને તમારો પુત્ર દ૨૨ોજ મોડા જ આવે છે. આવી ફરીયાદ કરી.
ત્યારે માતાએ કહ્યું : બેટા ? આજે તું સુઇ જા. હું જ જાગીશ. અર્ધરાત્રીએ શિવભૂતિ આવ્યા, ત્યારે ક્રોધિત માતાએ દ્વાર ન ખોલતા તે સમયે ‘જ્યાં દ્વાર ખુલ્લા હોય ત્યાં જા.' એમ રોષમાં કહ્યું.
શિવભૂતિ પણ ક્રોધ અને અહંકારથી પ્રેરિત થયો છતો ગામમાં ગયો. ફરતા-ફરતા ઉપાશ્રયના દ્વાર ખુલ્લા જોયા. ત્યાં સાધુઓ કાળગ્રહણ લેવાની ક્રિયા કરતા હતા. તેઓને વંદન કરી વ્રત માંગ્યું-દીક્ષા માંગી પરંતુ આ શિવભૂતિ રાજવલ્લભ છે એમ જાણી તેઓએ વ્રત ન આપ્યું ત્યારે શિવભૂતિએ પોતે જ સ્વયં લોચ કરી દીક્ષા લીધી. સાધુઓએ તેમને સાધુ વેષ આપ્યો.
એક વખત વિહાર કરતા-કરતા ફરીથી ત્યાં જ આવ્યા. ત્યારે રાજા દ્વારા બહુમૂલ્યવાળી રત્નકંબલ રાજાના આગ્રહથી વહોરાવવામાં આવી. સાધનાના માર્ગમાં આ રત્નકંબલ વિઘ્નહેતુ છે એમ સમજીને ગુરુજીએ લેવાની ના કહી છતાં પણ મૂર્છાપૂર્વક તે શિવભૂતિએ તે રત્નકંબલ ગ્રહણ કરી. ગોચરીથી આવીને
Page #17
--------------------------------------------------------------------------
________________
LYS છિલ્ટ LXCTS TO LOGO દરરોજ તે રત્નકંબલની સાર-સંભાળ લે છે. ગુરુજીએ તેને રત્નકંબલમાં મૂછિત થયો છે એમ જાણીને તેની ગેરહાજરીમાં કંબલને ફાડીને નાના-નાના ટુકડા કરીને પગલુંછણીયા બનાવ્યા. જ્યારે તે શિવભૂતિ બહારથી આવ્યા ત્યારે આ હકીકત જાણીને અપાર ગુસ્સાવાળા બન્યા ત્યારે આચાર્યે તેને જિનકલ્પિ સાધુને જઘન્યથી બે અને ઉત્કૃષ્ટથી બાર પ્રકારની ઉપધિ હોય છે. એમ સમજાવીને જિનકલ્પ હાલ વિચ્છેદ ગયો છે, આમ કહ્યું. કારણ તેવું બળ અને સંઘયણ હાલ નથી.
ત્યારે શિવભૂતિએ વિચાર્યું કે, આ કાળે પણ જિનકલ્પ આચરી શકાય છે, ઉચ્છેદ પામતો નથી. અસમર્થ સાધુ માટે ભલે વિચ્છેદ પામો પણ સમર્થને માટે કંઇ વિચ્છેદ પામતું નથી. વસ્ત્ર-પાત્રાદિ રાખવારૂપ પરિગ્રહાત્મક અનર્થથી બચવા તે દોષ નિવારવા જિનકલ્પ લેવાનું મનમાં વિચાર્યું. આગમશાસ્ત્રોમાં પણ મુનિઓને અચલકપરિષહના વિજેતા કહ્યા છે તેથી તેણે વસ્ત્ર-પાત્રનો ત્યાગ કરીને નગ્ન થઈને દિગમ્બર સાધુ પણ સ્વીકાર્યું.
ત્યારે ગુરુએ તેને સમજાવ્યું કે, આગમમાં ત્રણ કારણસર વસ્ત્ર ધારણ કરવાનું કહ્યું છે. ૧. લજ્જા. નિમિત્તે, ૨. જુગુપ્સા નિમિત્તે, ૩. શીતોષ્ણ અને દેશમશકાદિ પરિષદો સહન કરવાના નિમિત્તે. આમ ત્રણ કારણસર વસ્ત્ર ધારણ કરવાનું કહ્યું છે.
એકાંતે સદાકાળ વસ્ત્ર ન રાખતા અનૈકાન્તિક દૃષ્ટિથી ધારણ કરવું. જો કષાય હેતુ હોવાથી એકાંતે પરિગ્રહ માનીને જો વસ્ત્રનો ત્યાગ કરાય તો વસ્ત્ર કરતા પણ દેહ વધારે મમતાનું કારણ છે. દેહ-આહાર વગેરે પણ મમતાનું પ્રધાનતમ કારણ હોવાથી દીક્ષા લેતા જ દેહનો ત્યાગ કરવાનો પ્રસંગ આવશે. દેહનો તો જંગલી પશુ આદિથી રક્ષણ જ કરવાનું હોય છે. તેવી રીતે વસ્ત્ર-પાત્રાદિ તો સાધુને સંયમ પાળવામાં ઘણાં જ ઉપકારી પદાર્થો છે. શીતની પીડાથી સાધુઓની રક્ષા કરે છે. શીતાર્તથી થતાં આર્તધ્યાનને રોકનાર હોવાથી ઉપકારક છે. ઘણી ઠંડી પડે ત્યારે તાપણું કરવું પડે તેમાં અગ્નિકાય અને તૃણાદિના જીવોની હિંસા થાય. વસ્ત્રો રાખવાથી તે હિંસા ન કરવી પડે.
આખી રાત્રી ઘણી ઠંડી પડે તો પણ વસ્ત્રથી શરીર આચ્છાદિત હોય તો નિર્વિઘ્ન સ્વાધ્યાય આદિકર્તવ્ય કરવા લાયક કાર્યો કરવામાં કોઇપણ જાતની બાધા ન આવે. મુહપત્તિ, રજોહરણ અને વસ્ત્ર આ ત્રણે પદાર્થો સંયમમાર્ગમાં ઘણા જ સહાયક દ્રવ્યો છે. પશ્ચાત્કર્મ આદિ દોષોના નિવારણ અર્થે તથા પાત્રમાં ભક્તપાન 'લાવી અન્ય સાધુઓને આપવાથી તેમની સેવા થાય છે.
પાત્રો રાખવા તે તો દાનમય ધર્મનું એક પ્રધાનતમ સાધન છે. હે પરમાત્મા! તમારો કહેલો આવેષ તે તો તીર્થંકરના શિષ્ય તરીકેનું એક પ્રમાણ છે. આપણે આ કાળના જીવો તીર્થંકર પરમાત્મા જેવા ધૃતિ-બળ અને સંઘયણ બળવાળા નથી. હે શિવભૂતિ ! તમારું તે જિનેન્દ્રોની સાથે નિરૂપમ ધૃતિબળ, સંઘયણબળ, ચાર
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રકારના જ્ઞાનનું બળ ઇત્યાદિ ધર્મોથી સાધર્મ નથી. માટે તીર્થકર ભગવંતો કરે તેમ આપણે કરવાનું હોતું નથી. પરંતુ તેઓ કહે તેમ આપણે કરવાનું હોય છે. તો પછી અચલતાનો આટલો બધો આગ્રહ કેમ છે?
| વસ્ત્ર-પાત્રાદિ-રજોહરણ-મુહપત્તિ આદિ ઉપકરણોના અભાવે હે શિવભૂતિ ! તું એષણા સમિતિ આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ તથા વ્યુત્સર્ગસમિતિ, ભાષાસમિતિ વગેરેનું પાલન કરી શકીશ નહીં. આટલું -આટલું સમજાવવા છતાં તે શિવભૂતિએ વસ્ત્રનો સર્વથ ત્યાગ કર્યો. ભાઇને વસ્ત્રનો ત્યાગ કરતા જોઈને તેઓની બહેન ઉત્તરાએ પણ વસ્ત્રનો ત્યાગ કર્યો. પછી તે બહેન ભિક્ષાર્થે ગામમાં ગયાં. ત્યારે એક ગણિકાએ આ જોઇને વિઝાયું કે, આ સ્ત્રીને વસ્ત્ર વિનાની બિભત્સ અવસ્થામાં જોઈને લોકો તેને વિકારક દૃષ્ટિથી જોશે. તેમાં તેને અનર્થ થશે. એમ સમજીને તે ગણિકાએ તેને વસ્ત્રથી ઢાંકી. ઉત્તરાએ આ પ્રસંગ શિવભૂતિ મુનિને કહ્યો. ત્યારે શિવભૂતિએ વિચાર્યું કે, વસ્ત્ર વિનાની સ્ત્રી બિભત્સ અને લજ્જનીય લાગે. તેથી તે શિવભૂતિએ ઉત્તરાને કહ્યું કે, તમે આ વસ્ત્રનો ત્યાગ ન કરો. દેવતાએ જ તમને આ વસ્ત્ર આપ્યું છે.
આ પ્રમાણે આ શિવભૂતિ આઠમા નિતવ થયા. તેમને કૌષ્કિન્ય અને કોટ્ટવીર નામના બે શિષ્યો થયા. તેઓએ વિચાર્યું કે, સર્વોડ્રન્કો વિભાપર્યવેત્ ભવતા સર્વત્ત્વવિકલ્પથી એકવ થાયછે.
આ પ્રમાણે આ બોટિકદૃષ્ટિ (દિગમ્બર પક્ષ) ઉત્પન્ન થયો. ગુરુજી દ્વારા ઘણું સમજાવવા છતાં ન સમજેલ તે શિવભૂતિ અને તેના શિષ્યો કૌષ્કિન્ય અને કોટ્ટવીર વસ્ત્રનો ત્યાગ કરીને દિગંબર મતના સ્થાપક થયા. તથા તેની બહેને ગણિકાએ આપેલ વસ્ત્ર ધારણ કર્યું. આ રીતે આ સર્વે ઉપાશ્રયમાંથી બહાર નીકળી ગયા. તેથી તેમના શિષ્યો બોટિકસંતાનવર્સી બોટિક (દિગમ્બરો) ઉત્પન્ન થયા ઉપસંહાર:
આઠ નિદ્ભવોમાંથી સાત પ્રવચનનિશ્ચય થયા. તેથી તે એકદેશ નિહ્નવ કહેવાય. આ સાતને જિનવચનથી વિરુદ્ધ પ્રરૂપણા કરવાથી પ્રવચનનિહ્નવ કહેવાયા. જ્યારે શબ્દથી દિગંબરોને સમુચ્ચિત કરેલ હોવાથી જુદો ઉલ્લેખ કર્યો નથી.પરંતુ તે સર્વવિષયક નિહ્નવ કહેવાયા.
સાત નિતવોમાંથી જમાલિ, રોહગુપ્ત અને ગોષ્ઠામાહિલ આ ત્રણે પોતાની માન્યતાના આગ્રહને છેવટ સુધી છોડ્યો નથી. અને પોતાના મતનો પ્રચાર પ્રસાર કરતા રહ્યા. તેથી તેઓ વિરાધક બન્યા.
બાકીના ચાર નિહ્નવોએ પોતાની માન્યતાનો આગ્રહ છોડી ભગવાનના શાસનનો સ્વીકાર કર્યો છે. તેથી તેઓ આરાધક બન્યા. બધા જ નિહ્નવો શ્રીમદ્ જિનોક્ત પદાર્થોમાં ઉપર બતાવેલા ન્યાયથી એક એક પદાર્થને ઇચ્છતા ન હતા.
ગોષ્ઠામાહિલને છોડીને બીજા બધા જ નિહ્નવો યાવજીવનાં પચ્ચખ્ખાણ હોય તથા માવજીવ સુધીનું જ સંવર હોય એમ માનતા હતા. જમાલિને છોડીને બીજા બદા નિકૂવો તમેવ વૃતમ્ ! માનતા હતા.
719
Page #19
--------------------------------------------------------------------------
________________
MG -
અને શું શું માનતા ન હતા. આ વિષયનું વર્ણન આ નિતવવાદમાં છે. આ નિતવવાદ પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણસૂરિજીના બનાવેલા શ્રી વિશેષાવશ્યકભાષ્ય ઉપરથી લખ્યો છે. તે ગ્રંથમાં ગાથા ૨૩૦૦થી ૨૬૦૯ ગાથા સુધીમાં આ જ વિષય છે. તેમાં પૂર્વભૂમિકા રૂપે છ ગાથા ૨૨૯૪ થી ૨૨૯૯ સુધીની લીધી છે. તથા ઉત્તરભૂમિકા રૂપે ૨૬૧૦થી ૨૬૨૦એમ અગિયાર ગાથા લીધી છે. આ રીતે ૨૨૯૪ થી ૨૬ ૨૦સુધી કુલ ૩૨૭ ગાથાનો આ નિહ્નવવાદ શ્રીવિશેષાવશ્યકભાષ્ય ઉપરથી બનાવેલ છે.
આ તમામ વાદસ્થાનો છે. એટલે વિવેચન લખવામાં શક્ય બની શકે તેટલી કાળજી રાખીને લખાણ કર્યું છે. છતાં ક્યાંય ઉપયોગશૂન્યતાના કારણે અથવા છબસ્થતાના કારણે કંઇપણ ભૂલચૂક થઇ હોય તો ચતુર્વિધ સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડમ્ આપીને શ્રોતાજનને વિનંતી કરું છું કે, મારી ભૂલ મને ન પણ સમજાય, તમે જરૂર મને જણાવશો તો બીજી આવૃત્તિઓમાં હું તેનો સુધારો કરી લઇશ.
આ લખાણ તૈયાર કર્યા પછી છાપવામાં અમદાવાદ ભરત ગ્રાફીક્સનો સહકાર ઘણો જ રહ્યો છે. જેથી તેઓનો પણ હું આ તકે ખૂબ-ખૂબ આભાર માનવા સહ ધન્યવાદ આપું છું.
પ્રાંતે સૌ કોઇ આ પુસ્તકનો ઉપયોગ કરી શીધ્રાતિશીધ્ર મોક્ષ સુખ પામો એ જ મંગલ મનિષા.
લિ.
ફોન : 0261-2763070 મો. : 09898330835
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા એ-૬૦૨, પાર્થદર્શન કોપ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯
અનુક્રમણિકા
વિષય
પેજ નં.
નિહવવાદની પ્રસ્તાવના..... પ્રથમ નિહવ........ દ્વિતીય નિવ.... તૃતીય નિલવ.... ચતુર્થ નિલવ ........... પંચમ નિલવ... ષષ્ઠમ નિલવ ........... સપ્તમ નિહવ....... અમ નિહવ....... નિહવવાદનો ઉપસંહાર...
.....૧-૫
••••••૬-૩૦ .................૩૮-૫૫
•...૫૬-૦૨
... ૦૩-૯૮
......૯૯-૧૨૦ ...... ..૧૨૧-૧૬૧
•.૧૨-૧૯૦
૧૯૮-૨૪૧ •.૨૪૨-૨૫૩
Page #20
--------------------------------------------------------------------------
________________
મારા અન્ય પ્રકાશનો
શ્રી જૈન ધર્મના મોલિક સિદ્ધાન્ત :- નવકારથી સામાઇય-વયજુત્તો સુધીનાં સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણ-સ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન. સી
શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. ૩. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- પ્રૌઢ બહેનો અને ભાઈઓને ઉપયોગી ચારસો પ્રશ્ન
ઉત્તરોનો સુંદર સંગ્રહ. જેન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ. યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. યોગશતક - સ્વોપજ્ઞટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. યોગદૃષ્ટિ સમુચ્ચય :- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન. પ્રથમકર્મગ્રન્થ (કર્મવિપાક) :- સરળ ગુજરાતી વિવેચન. | દ્વિતીય કર્મગ્રન્થ (કર્મસ્તવ) :- સરળ ગુજરાતી વિવેચન. ૧૦. તૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ) :- સરળ ગુજરાતી વિવેચન.
ચતુર્થ કર્મગ્રન્થ (ષડશીતિ) - સરળ ગુજરાતી વિવેચન. ૧૨. પંચમકર્મગ્રન્થ (શતક) :- પૂજ્યપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. કૃત સો ગાથાના
શતક નામના પાંચમાં કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન.
Page #21
--------------------------------------------------------------------------
________________
15.771
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
છઠ્ઠો કર્મગ્રન્થ (સપ્તતિકા) :- છઠ્ઠા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન.
તત્ત્વાર્થાધિગમસૂત્ર :- સૂત્રોનું સરળ, રોચક સંક્ષિપ્ત વિવેચન.
સમ્યક્ત્વના સડસઠ બોલની સજ્ઝાય :- ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત્વ સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન.
આઠ દૃષ્ટિની સજ્ઝાય :- પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સજ્ઝાયના સરળ ગુજરાતી અર્થો.
1578
સવાસો ગાથાનું સ્તવન :- પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ વિવેચન સાથે.
નવસ્મરણ ઃ- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ.
પૂજા સંગ્રહ સાર્થ :- પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે.
પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે.
શ્રી સમ્યક્ત્વ મૂલ
બારવ્રત ઃ
વિવેચન સાથે બાર વ્રતનું સ્વરૂપ
શ્રી વાસ્તુપૂજા સાર્થ ઃ- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત વાસ્તુપૂજાનું સુંદર-સરળ તથા જૈન વિધિ સહ ગુજરાતી ભાષાંતર.
સ્નાત્રપૂજા સાર્થ :
રત્નાકરાવતારિકા(ભાગ-૧) :- પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨)
રત્નાકરાવતારિકા (ભાગ-૨) :- પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫) રત્નાકરાવતારિકા (ભાગ-૩) :- પરિચ્છેદ ૬-૭-૮. પૂ. રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન.
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૬.
૨૦.
૨૮.
૨૯.
30.
૩૧.
૩૨.
33.
૩૪.
34.
39.
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ :- પૂ. ઉ. શ્રીયશોવિ. મ. કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામ પંકિતઓના વિવેચન અર્થ સાથે.
முகர
અઢાર પાપસ્થાનકની સજ્ઝાય ઃ- અર્થ વિવેચન સાથે.
સમ્મતિ પ્રકરણ :- પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન.
ગણધરવાદ :- ૫૨મારાધ્ય સિદ્ધાન્તપાક્ષિક પૂજ્યપાદ આચાર્ય શ્રી જિનભદ્રગણિ-ક્ષમાશ્રમણજી વિરચિત શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત શ્રી મલધારી હેમચંદ્રાચાર્યજી વિરચિત ટીકાના અનુવાદ રૂપે ‘‘ગણધરવાદ’.
જ્ઞાનસાર અષ્ટક તથા જ્ઞાનમંજરી ઃ- દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત જ્ઞાનમંજરી ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. અમૃતવેલની સજ્ઝાય :- અર્થ સભર સુંદર ગુજરાતી વિવેચન.
યોગસાર ઃ- પાંચ પ્રસ્તાવ ઉપર અર્થ સભર સુંદર-ભાવવાહી ગુજરાતી વિસ્તૃત વિવેચન છે. શ્રી દેવચંદ્રજી મ. કૃત સ્તવન ચોવીશી (ભાગ : ૧-૨) : પ્રથમ ભાગમાં ૧થી ૧૨ ભગવાનના સ્તવનોના ગુજરાતીમાં ભાવવાહી સુંદર અર્થો તેમજ ભાગ ૨માં ૧૩થી૨૪ ભગવાનના સ્તવનોના ગુજરાતી ભાષામાં સુંદર અર્થે લખેલા છે.
કર્મપ્રકૃતિ *- પૂજ્યપાદ્ શ્રી શીવશર્મસૂરિજીકૃત કમ્મપયડી તથા તેનું ગુજરાતી ભાષામાં સરળ વિવેચન. (માત્ર બંધનકરણ)
--
નિહવવાદ :- પૂજ્ય આચાર્યદેવ શ્રી જિનભદ્રગણિકૃત શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત ભગવાન મહાવી૨પ્રભુની વાત ન સ્વીકારનારા નિહ્નવોની માન્યતા તથા ચર્ચા.
અધ્યાત્મ ગીતા :- પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત અધ્યાત્મરસથી ભરેલી ગીતા. ભાવિમાં પ્રકાશિત થનારા ગ્રંથો
disins
૩૪. કર્મપ્રકૃતિ :- પૂજ્યપાદ્ શ્રી શીવશર્મસૂરિજીકૃત કમ્મપયડી તથા તેનું ગુજરાતી ભાષામાં સરળ વિવેચન. (સંક્રમણકરણ આદિબાકીના ત્રણ ભાગો)
Page #23
--------------------------------------------------------------------------
________________
આષાઢાભૂતિજી
જમાલિજી
(અશ્વમિત્રજી
શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત
- લઠ્ઠવવાદ)
આર્યગંગજી
બોટિકજી
રોહગુપ્તજી
ગોષ્ઠામાહિલજી
NSTI
. IT I
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રથમનિલવની પ્રસ્તાવના
૩% શ્રી સિમાડાય નમઃ |
| શ્રી સંઘેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ॥श्री परमोपकारि चरमतीर्थपति श्री महावीरस्वामिने नमः ॥
કાજ શ્રી વિશેષાવશ્યક ભાષ્યાધારિત વ ) તો નિલવવાદ .)
પરમાત્મા શ્રી મહાવીરભગવંતના શાસનમાં વીતરાગ પરમાત્માના વચનને ન માનનારા અને પોતાની મતિ પ્રમાણે તત્ત્વની કલ્પના કરનારા આઠ નિકૂવો થયા છે. નિદ્ભવ એટલે છુપાવવું. પરમાત્માએ કહેલી વાતને ન માનવી. અને તેને છુપાવીને અર્થાત તિરસ્કારીને પોતાની મતિ પ્રમાણે કલ્પના કરવી તેને નિહ્નવ કહેવાય છે.
પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના શાસનમાં આવા પ્રકારના મિથ્યાત્વના ઉદયવાળા આઠ નિલવો થયા છે. જેઓનું સવિસ્તર વર્ણન શ્રી વિશેષાવશ્યક ભાષ્ય નામના ગ્રંથમાં છે. જે ભાષ્યના કર્તા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી છે. તે ગ્રંથ ઉપર એક સ્વોપજ્ઞ ચૂર્ણિ છે. બીજી સંસ્કૃત ભાષામાં કોટ્યાચાર્યજીની ટીકા છે. અને ત્રીજી મલધારિજી હેમચંદ્રાચાર્યજીની બનાવેલી સંસ્કૃત ભાષામાં ટીકા છે.
મલધારિજીની આ ટીકા કંઈક વિસ્તારયુક્ત અર્થવાળી અને રસપ્રદભાષામાં લખાયેલી છે. અને હાલ વર્તમાનકાલે વધારે પઠન-પાઠન યોગ્ય છે. તેથી તે ટીકાનો આ ગુજરાતી અનુવાદ કરાય છે. આ વિશેષાવશ્યકભાષ્યની કુલ ૩૬૦૩ ગાથા છે. તે ગ્રંથમાં (૧) પાંચ જ્ઞાનનો અધિકાર (૨) અગિયાર ગણધર ભગવંતોનો અધિકાર-ગણધરવાદ, (૩) આઠ નિદ્વવોનો અધિકાર અને (૪) સાત નયોનો વિસ્તાર, આ ચાર વિષયો બહુ જ સારી રીતે આ ગ્રંથમાં ચર્ચેલા છે. આ ગ્રંથમાં જેટલો વિસ્તાર છે, તેટલો વિસ્તાર બીજે ક્યાંય હાલ જોવા મળતો નથી. અન્ય અનેક ગ્રંથકર્તાઓ આ ગ્રંથની બહુ જ સાક્ષી આપે છે. એટલે આ ગ્રંથ અવશ્ય ભણવા જેવો છે. તે ઉદ્દેશથી આ વિવેચન લખાય છે.
તે ગ્રંથમાં ગાથા ૧૫૪૯ થી ૨૦૨૪ સુધીમાં ગણધરવાદ છે. જેનું વિવેચન અમે પહેલાં પ્રકાશિત કર્યું છે. અને આ આઠ નિહ્નવોના વાદની ચર્ચા ગાથા નંબર ૨૩૦૦
Page #25
--------------------------------------------------------------------------
________________
નિહ્નવવાદ
૨
થી ૨૬૦૯ સુધીમાં છે. તેમાં પ્રસ્તાવના રૂપે ૨૨૯૪ થી ૨૨૯૯ સુધીની ૬ ગાથાનું વિવેચન લખીને અમે નિહ્નવવાદ સમજવવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તથા અભ્યાસી અને આત્માર્થી શ્રાવક-શ્રાવિકાવર્ગ આ ગ્રન્થનો સારો અભ્યાસ કરશે આવા શુભ આશયથી આ ગ્રન્થનું વિવેચન લખાય છે. શ્રી વિશેષાવશ્યકભાષ્ય ગાથા નંબર ૨૨૯૪ થી ૨૬૦૯ ॥
પરમ પૂજ્ય આર્યરક્ષિતસૂરિજી મહારાજશ્રીએ ચાર અનુયોગો જુદા જુદા કર્યા છે. તેમની પૂર્વે તેમના ગુરુજી શ્રી આર્યવૈરસ્વામિજી સુધી સર્વે પણ શાસ્ત્રોમાં ચારે અનુયોગો સાથે જ હતા. અને સાથે જ સમજાવાતા હતા. પરંતુ પંચમ આરાના પ્રભાવથી કાલદોષના કારણે હાનિ પામતી બુદ્ધિવાળા જીવો વડે આવું શ્રુત ધારણ કરવું અશક્ય લાગવાથી પૂજ્ય આર્યવૈરસ્વામીજીના શિષ્ય શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજશ્રીએ આ ચારે અનુયોગોને ભિન્ન ભિન્ન કર્યા છે. દીર્ઘદષ્ટિવાળા મહાત્માઓ સંઘના હિત માટે આવું કાર્ય કરે છે. આ ગ્રન્થ મુખ્યત્વે દ્રવ્યાનુયોગના વિષયવાળો છે.
તેમાં આલેખાયેલા આઠે નિહ્નવોનું જ્ઞાન આપણને થાય અને આપણે આ વિષયને જાણતા થઇએ તો આવો એકાન્તવાદનો હઠાગ્રહ ન પકડતાં અનેકાન્તવાદી બનીને કંઇક અંશે આત્માનું કલ્યાણ કરી શકીએ એવા શુભ આશયથી મલધારિજીની બનાવેલી ટીકાના આધારે આ ગાથાઓનું આ વિવેચન લખાય છે.
कालियसुयं च इसिभासियाई, तइओ य सूरपन्नत्ती । सव्वो य दिट्टिवाओ, चउत्थओ होइ अणुओगो ॥ २२९४ ॥
जं च महाक प्पसुयं, जाणि अ सेसाणि छेअ सुत्ताणि । चरणक रणाणुओगोत्ति, कालियत्थे उवगयाणि ॥ २२९५ ॥
ગાથાર્થ :- કાલિકશ્રુત - ઋષિભાષિત શ્રુત, - ત્રીજું સૂર્યપ્રજ્ઞપ્તિ શ્રુત અને સર્વ એવો દૃષ્ટિવાદ એમ ચાર અનુયોગ જાણવા.
જે મહાકલ્પ શ્રુત છે તે, તથા જે શેષ છેદશ્રુત છે. તે સર્વે ચરણકરણાનુયોગ સમજવો. આ સર્વે શ્રુત ચરણકરણાનુયોગમાં સમાવિષ્ટ જાણવું. ॥ ૨૨૯૪-૨૨૯૫ ॥
વિવેચન :- અહીં આચારાંગ-સૂયગડાંગ વિગેરે અગિયારે અંગ રૂપ સર્વ પણ શ્રુત જ્ઞાન કાલગ્રહણ કરવા આદિ વિધિપૂર્વક ભણાય છે. તેથી તેને કાલિકશ્રુત કહેવાય છે. આ અનુયોગમાં ઘણું કરીને પ્રાયઃ ચારિત્ર અને ક્રિયા આ બે વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કારણથી પૂજ્ય શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજશ્રી વડે તેનું નામ ચરણકરણાનુયોગ
Page #26
--------------------------------------------------------------------------
________________
નિહ્નવવાદની પ્રસ્તાવના જ પ્રધાનતાએ કર્તવ્યપણે જણાવેલો છે. બાકીના ધર્મકથાદિ ત્રણ અનુયોગો હોવા છતાં પણ ત્યાં જેટલું ચરણકરણાનુયોગનું પ્રધાનતાએ વર્ણન છે તેટલું શેષ યોગનું પ્રધાનતાએ વર્ણન કરવામાં આવ્યું નથી. માટે તેને ચરણકરણાનુયોગ કહેવાય છે.
આ કારણથી અનુયોગ (વ્યાખ્યાન) અને અનુયોગવાનું (એટલે વ્યાખ્યય એવું સૂત્ર) આમ બન્નેનો અભેદ ઉપચાર કરવાથી કાલિકશ્રુતને (અગિયાર અંગવાળા શ્રતને) ચરણકરણાનુયોગ કહેવાય છે. તથા જેમાં મહાત્મા પુરુષોની કથાઓ એટલે કે મહાત્મા પુરુષોનાં ચરિત્રોનું વર્ણન પ્રધાનતાએ છે. તેવાં શાસ્ત્રોનું નામ “ધર્મકથાનુયોગ” રાખીને તેને અલગ કર્યા છે જેમકે જ્ઞાતાધર્મકર્મકથા વિગેરે શાસ્ત્રો ધર્મકથાનું યોગ કહેવાય. તથા જે શાસ્ત્રોમાં ગણિતનો વિષય પ્રધાનતાએ છે તેવાં શાસ્ત્રોને ગણિતાનુયોગ કહીને અલગ કર્યા છે. જેમકે ચંદ્રપ્રજ્ઞપ્તિ-સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરે શાત્રો. તથા જે શાસ્ત્રોમાં દ્રવ્યાનુયોગ (એટલે કે છ દ્રવ્યો તથા તેના ગુણો અને પર્યાયો)નું વર્ણન જેમાં પ્રધાનતાએ છે તે સઘળો દ્રવ્યાનુયોગ કહેવાય છે. આમ ચારે અનુયોગ અલગ અલગ કરીને ભાવિના જીવોના ઉપકાર માટે સુખે સમજાય તે આશયથી આવી વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા કરનાર પૂજય આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી મ. સા. શ્રી હતા.
આ આર્યરક્ષિતસૂરિજી મહારાજશ્રી જ્યારે વૃદ્ધાવસ્થાને પામ્યા અને આસન્ન મૃત્યુ પર્યાયવાળા બન્યા. ત્યારે તેમની માટે યોગ્યજીવને નિમવા માટે ચતુર્વિધ સંઘ સમક્ષ ઘીતેલ અને વાલના ભરેલા ઘડાની પ્રરૂપણા કરીને પોતાની પાટને યોગ્ય જીવનો નિર્ણય કર્યો તેમના શિષ્યવર્ગમાં એક દુર્બલિકાપુષ્પમિત્ર અને બીજા ગોષ્ઠામાહિલ આદિ મહાત્માઓ હતા. ગોષ્ટામાહિલ મુનિ, ગુરુમહારાજ શ્રી આર્યરક્ષિતસૂરિજીને મામાના દીકરા તરીકે ભાઈ થતા હતા. તે ઘણા વિદ્વાન્ હતા. બોલવામાં ચતુરાઈવાળા હતા. એટલે વાદીને જિતવા માટે મથુરાનગરીમાં ગુરુ વડે મોકલાયા હતા. ત્યારે દુર્બલિકાપુષ્પમિત્ર નામના આચાર્યની (પોતાના શિષ્યની) ગણના નાયક તરીકે પૂજય આર્યરક્ષિતસૂરિજી મ. સાહેબે સ્થાપના કરી. ||૨૨૯૪/૨૨૯૫ll
ત્યારબાદ શું થયું ? તે કહે છે - एवं विहियपुहत्तेहिं, रक्खियज्जेहिं पूसमित्तम्मि । उविए गणिम्मि किर, गोट्ठमाहिलो पडिनिवेसेणं ॥ २२९६ ॥ सो मिच्छत्तोदयओ, सत्तमओ निण्हवो समुप्पण्णो । के अन्ने छब्भणिए, पसंगओ निण्हउप्पत्ती ॥ २२९७ ॥
ગાથાર્થ :- આ પ્રમાણે ચારે અનુયોગોનું પૃથક્કરણ કરીને પૂજ્ય આર્ય રક્ષિતસૂરીજી મહારાજશ્રી વડે દુર્બલિકાપુષ્પમિત્ર નામના આચાર્યને ગણના નાયક તરીકે સ્થાપિત
Page #27
--------------------------------------------------------------------------
________________
નિતવવાદ કરાયે છતે અતિશય ગુસ્સામાં આવેલા એવા ગોઠામાહિલ મિથ્યાત્વના ઉદયવાળા થયા. અને સાતમા નિતવ બન્યા.અહીં પ્રશ્ન થાય છે કે બીજા છ નિદ્વવો ક્યા ક્યા થયા? આમ પ્રશ્ન થયે છતે પ્રસંગના વશથી તે સર્વે પણ નિદ્વવોની ઉત્પત્તિ સમજાવાય છે. // ૨૨૯૬l૨૨૯૭ ||
વિવેચન :- પૂજય આર્યરક્ષિતસૂરિજી મહારાજજીને ઘણા શિષ્યો હતા. તેમાં દુર્બલિકાપુષ્પમિત્ર અને ગોઠામાહિલ મુખ્ય હતા. હવે ગુરુ મહારાજશ્રીની જયારે વૃદ્ધાવસ્થા થઈ ત્યારે પોતાની પાટે કોને નીમવો ? તે વિચારથી ઘીથી ભરેલો તેલથી ભરેલો. અને વાલથી ભરેલો ઘડો એક એક શિષ્યને આપ્યો. તેના દ્વારા શિષ્યોની યોગ્યતાનો તેઓશ્રીએ નિર્ણય કર્યો. તે વખતે ગોઠામાહિલ મુનિ બહુ જ વક્તા હતા તેથી, મથુરાનગરીમાં કોઈ અન્યધર્મી એવા વાદીને વાદમાં જિતવા માટે ગુરુજી વડે જ મોકલાવાયા હતા. તેઓ વાદીને જિતને મથુરાનગરીથી નીકળીને પૂજય ગુરુજી શ્રી આર્યરક્ષિતસૂરિજી જ્યાં હતા ત્યાં આવ્યા. તેઓએ સઘળી હકિકત જાણી. મનમાં વિચાર્યું કે વાચાળ અને વ્યાખ્યાનની વિશિષ્ટ શક્તિધારી એવા મને છોડીને મુંગાતુલ્ય (જને કંઈ જ બોલતાં પણ આવડતું નથી) એવા આ ઋષિને દુર્બલિકા પુષ્પમિત્રને) સૂરિજી વડે આચાર્યપદે સ્થાપિત કરાયા. તે ગુરુજી વડે આ તે કેવું કામ કરાયું ? ગુરુજી વડે આ ઘણું જ અઘટિત કામ કરાયું છે. અયોગ્ય વ્યક્તિને આચાર્યપદે સ્થાપિત કરાયા છે. ઘીના ઘડા આદિની વાર્તા લોકો પાસેથી સાંભળીને અતિશય કદાગ્રહવાળી બુદ્ધિ હોવાથી તીવ્ર ગુસ્સાવાળા ગોષ્ઠામાહિલ થયા.
ત્યારે તે ગોઠામાહિલ મિથ્યાત્વના ઉદયવાળા બન્યા. અને કદાગ્રહપૂર્વક પોતાની વાતને જ પ્રસારતા સાતમા નિહ્નવ થયા. ૨૨૯૬/૨૨૯૭ ||
અવતરણ :- અહીં પ્રશ્ન થાય છે કે આ ગોષ્ઠામાઠિલજી સાતમા નિહ્નવ થયા છે. તેઓની પૂર્વે પ્રથમના છ નિતવો ક્યા ક્યા થયા ? ક્યાં ક્યાં થયા ? ક્યા ક્યા વિષયની માન્યતા ન સ્વીકારવાથી થયા. તે અમને સમજાવો. તે તત્ત્વ સમજાવવા માટે હવે નિતવવાદ લખાય છે. આ એક રીતે પ્રસ્તાવના સમજવી. અથવા બીજી રીતે પણ પ્રસ્તાવના આ પ્રમાણે જાણવી.
अहवा चोएइ नयाणुओगनिण्हवणओ कहं गुरवो । न हि निण्हवत्ति, भण्णइ जओ न जंपंति नस्थित्ति ॥ २२९८ ॥ न य मिच्छभावणाए वयंति, जो पुण पयं पि निण्हवइ । मिच्छाभिनिवेसाओ स निण्हवो बहुरयाइव्व ॥ २२९९ ॥
Page #28
--------------------------------------------------------------------------
________________
નિĀવવાદનીપ્રસ્તાવના
ગાથાર્થ :- અથવા કોઇક શિષ્ય પ્રશ્ન કરે છે કે આર્યરક્ષિત સૂરિજી ગુરુભગવંતે નયોના અનુયોગને છુપાવી દીધો.તો તેઓને નિર્ભવ કેમ ન કહેવાય ? “નયોના અનુયોગ જ નથી.” આ પ્રમાણે તેઓ કહેતા નથી. પરંતુ કાળના પ્રભાવથી શિષ્યો તેવા બુદ્ધિશાળી નથી માટે નયોનો અનુયોગ કરાતો નથી. છુપાવાયો છે. અને તે પણ પ્રવચનના હિત માટે જ આમ કર્યું છે. પણ મિથ્યાત્વના અભિનિવેશથી આમ કરાયું નથી. જે આત્મા મિથ્યાત્વના અભિનિવેશથી પરમાત્માએ કહેલા એક પણ પદને ન માને અને છુપાવે તો તે મિથ્યા અભિનિવેશવાળા હોવાથી બહુરત આદિની જેમ નિહ્નવ કહેવાય છે. ।। ૨૨૯૮-૨૨૯૯ ||
૫
વિવેચન - અહીં સ્વાભાવિક પણે જ એક પ્રશ્ન થાય છે કે પૂજ્ય આર્યરક્ષિતસૂરિજી મહારાજશ્રીએ જો નયોના અનુયોગને છુપાવી દીધો હોય તો તેઓને નિર્ભવ કેમ ન કહેવાય ? કારણ કે વીતરાગ ભગવંતે કહેલી કોઈ પણ વાતને જો છુપાવવામાં આવે તો ભગવંતે તેવા જીવને નિહ્નવ કહ્યા છે. તો પૂછ્યું આર્યરક્ષિતસૂરિ મહારાજશ્રી શું નિર્ભવ હતા? આવો પ્રશ્ન કદાચ થાય. તો તેનો ઉત્તર સમજવો કે પૂજ્ય આર્યરક્ષિતસૂરિજી મહારાજે કંઈ માનાદિની બુદ્ધિથી આ કામ કર્યું નથી. પરંતુ વીતરાગ પ્રભુના પ્રવચનના હિત માટે જ ભાવિમાં આવતા વિસ્મરણશીલ કાળને જાણીને ચતુર્વિધ શ્રીસંઘના હિત માટે જ ચાર અનુયોગો છુટા પાડીને પ્રવચનના કલ્યાણ માટે જ આ કામ કર્યું છે છુપાવવાની બુદ્ધિથી કર્યું નથી. માટે નિર્ભવ નથી. પણ શાસનના પ્રભાવક પુરુષ છે.
તેઓશ્રી મિથ્યા અભિનિવેશવાળા ન હતા. અને મિથ્યા અભિનિવેશથી આ કાર્ય કર્યું નથી. પરંતુ વીતરાગ પ્રભુનું પ્રવચન ઝાઝો સમય ટકે અને ભાવિમાં થનારા અલ્પબુદ્ધિવાળા જીવો પણ આ શાસનનો આશ્રય પામીને કલ્યાણ સાધે આવી ઉમદા ભાવનાથી આ કાર્ય ભાવિના હિત માટે જ કર્યું છે. માટે જૈન શાસનના પ્રભાવક થયા છે.
હવે અહીં પ્રશ્ન થાય છે કે તેઓશ્રીએ આ કાર્ય જૈનશાસનની પ્રભાવના માટે જ જો કર્યું છે પરંતુ કોઈ અભિમાનાદિથી આ કાર્ય કર્યું નથી. તથા તેઓશ્રીની દુર્બલિકાપુષ્પમિત્રને આચાર્યપદે સ્થાપન કરવાની કાર્યવાહી જોઇને ગોઠામાહિલ જે મિથ્યા અભિમાનથી સાતમા નિવ થયા. એમ કહ્યું. ત્યાં પ્રશ્ન થાય છે કે
મહાવીર પ્રભુના શાસનમાં બીજા ક્યા ક્યા નિહ્નવો થયા ? અને તેઓએ મહાવીર પ્રભુની કઈ કઈ વાત છુપાવી. તે અમને બરાબર નામ અને પ્રમાણપૂર્વક સમજાવો. || ૨૨૯૮|૨૨૯૯ ||
Page #29
--------------------------------------------------------------------------
________________
બહુરતમત
નિતવવાદ
વવાદનો પ્રારંભ
बहुरय पएस अव्वत्त सामुच्छा दुग तिग अबद्धिआ चेव । एएसिं निग्गमणं वोच्छामि अहाणुपूव्वीए ॥ २३०० ॥
ગાથાર્થ:- બહુરતવાદ, અન્તિમપ્રદેશવાદ, અવ્યક્તવાદ, સમુચ્છેદવાદ, ક્રિયાતવાદ, ઐરાશિકમત અને અબદ્ધકર્મ આમ ભિન્ન ભિન્ન એકાન્ત માન્યતાવાળા. અનુક્રમે આ સાત નિદ્ભવો થયા // ૨૩૦૦ ||
વિવેચન :- પરમાત્માશ્રી મહાવીર સ્વામીના શાસનમાં અનુક્રમે ૭ + ૧= ૮ નિતવો થયા. પરમાત્મા શ્રી વીતરાગ દેવની કહેલી વાતને છુપાવનારા-પોતાની કલ્પેલી એકાન્ત પ્રરૂપણાને જ જોરશોરથી ગાનારા એવા સાત અને એક, એમ આઠ નિતવો થયા. તે આઠે નિતવો ક્યારે થયા ? ક્યા ગામમાં થયા ? ક્યા વિષયના એકાન્તવિચારણાવાળા થયા ? ઇત્યાદિ વર્ણન આ પ્રમાણે છે. (૧) બહુરતમત-શ્રાવસ્તી નગરીમાં જમાલિદ્વારા આ મત થયો. પરમાત્મા શ્રી મહાવીરસ્વામીને
કેવળજ્ઞાન પ્રગટ થયા બાદ ૧૪ વર્ષ પસાર થયાં ત્યારે આ મત પ્રગટ થયો. એક સમયમાં કાર્ય થતું નથી. પણ બહુ સમયમાં જ કાર્ય થાય છે. દીર્ઘકાલમાં જ વસ્તુની ઉત્પત્તિ છે.
આવી પ્રરૂપણા કરનારા જમાલિ આ પ્રથમ નિદ્ભવ થયા. (૨) એકપ્રદેશવાદઃ- ઋષભપુર નગરમાં, શ્રી તિષ્યગુપ્ત નામના આચાર્ય દ્વારા આ મત
થયો. શ્રી મહાવીરસ્વામી પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયા બાદ ૧૬ વર્ષે આ મત પ્રગટ થયો. અન્તિમ એક પ્રદેશમાં જ જીવદ્રવ્ય છે. આમ માનનાર આ બીજા
નિદ્વવ થયા. (૩) અવ્યક્તવાદ :- જેતવિકા નગરીમાં આષાઢભૂતિ મુનિ દ્વારા આ મત થયો.
પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પ્રભુ નિર્વાણ પામ્યા પછી પ્રભુજીના નિર્વાણથી ૨૧૪ વર્ષ વ્યતીત થયે છતે આ મત પ્રગટ થયો. કોણ સંયમી છે અને કોણ અસંયમી છે ? આ વાત આપણે જાણી શકતા નથી. એટલે કોઇએ કોઇને વંદનાદિ વ્યવહાર કરવો નહીં. આવા પ્રકારની દષ્ટિવાળો આ મત તે ત્રીજા નિદ્ભવ થયા.
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નિહ્નવ જમાલિ
બહુરતમત
(૪) સમુચ્છેદવાદ :- મિથિલાનગરીમાં અશ્વમિત્ર નામના મુનિથી આ મત પ્રગટ થયો. પમાત્મા શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૨૨૦ વર્ષો વ્યતીત થયે છતે આ મત થયો. સર્વે પણ વસ્તુઓ ઉત્પન્ન થતાંની સાથે જ બીજા સમયે નાશ જ પામે છે. એક ક્ષણથી વધારે કોઇ પણ વસ્તુ રહેતી નથી. આમ ક્ષણિકવાદ માનનારો આ મત ચોથા નિહ્નવ તરીકે થયો.
(૫) ક્રિયાક્રયવાદ :- ઉલ્લુકાતીર નામના ગામમાં આર્યગંગ નામના આચાર્યથી આ મત પ્રગટ થયો. પરમાત્મા શ્રી મહાવીરસ્વામી પ્રભુ પછી ૨૨૮ વર્ષ ગયે છતે આ મતની ઉત્પત્તિ થઈ. એકસાથે એકજ સમયમાં બે ક્રિયા સાથે હોય છે. નદી ઉતરતાં અર્ધું શરીર પાણીમાં હોવાથી શીતળતા અને અર્ધું શરીર પાણી ઉપર હોવાથી સૂર્યના તાપથી ઉષ્ણતા આમ બે ક્રિયા એકી સાથે આ જીવ અનુભવે છે. માટે બન્ને ક્રિયા સાથે હોય છે આવા પ્રકારનો જે મત તે પાંચમા નિહ્નવની ઉત્પત્તિ જાણવી.
(૬) ત્રરાશિકમત :- અન્તરંજિકા નામની નગરીમાં રોહગુપ્ત નામના મુનિથી આ મત પ્રગટ થયો. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૫૪૪ વર્ષ વ્યતીત થયે છતે આ મતની ઉત્પત્તિ થઈ. (૧) જીવ. (૨) અજીવ અને (૩) નોજીવ આમ ત્રણરાશિની સ્થાપના કરનારો આ મત છઠ્ઠા નિĀવરૂપે થયો.
(૭) અબદ્ધકર્મવાદ :- દશપુરનગરમાં ગોઠામાહિલ નામના મુનિથી આ મત પ્રવર્તો મહાવીર પ્રભુથી ૫૮૪ વર્ષો વ્યતીત થયે છતે આ સાતમા નિહ્નવ થયા. આત્માની સાથે કર્મ સ્પષ્ટ થાય છે. પરંતુ એકમેક થતું નથી. બંધાતું નથી. અર્થાત્ સંયોગમાત્ર પામે છે. આવી માન્યતાવાળો આ મત સાતમા નિહ્નવરૂપે થયો.
આ સાતે નિર્ણવો ક્યારે થયા ? કેવી રીતે થયા ? ઇત્યાદિ સર્વે પણ હકિકત હવે ગ્રંથકારશ્રી સમજાવે છે. ।। ૨૩૦૦ ॥
હવે જે જે વિચારોથી આ સાત નિર્ણવો થયા છે. તે વિગતવાર ગ્રંથકારશ્રી સમજાવે છેबहुरय जमालिपभवा जीवपएसा य तीसगुत्ताओ । अव्वत्ताऽऽसाढाओ, सामुच्छेआऽऽ समित्ताओ ॥ २३०१ ॥ गंगाओ दो किरिया, छलुगा तेरासिआण उप्पत्ती । थेरा य गोट्ठमाहिल पुट्ठमबद्धं परूविंति ॥ २३०२ ॥
Page #31
--------------------------------------------------------------------------
________________
બહુરતમત
નિહ્નવવાદ ગાથાર્થ :- જમાલિ નામના મુનિથી “બહુરત” નો નિતવવાદ થયો. (૧) તિષ્યગુપ્ત નામના આચાર્ય દ્વારા “જીવપ્રદેશ” નામનો નિતવવાદ થયો. (૨) અષાઢાભૂતિ નામના મુનિથી “અવ્યક્તવાદ” નામનો નિહ્નવવાદ થયો. (૩) અમિત્ર નામના આચાર્યથી સામુચ્છેદવાદ નામનો નિતવવાદ શરૂ થયો (૪). / ૨૩૦૧ //
ગંગ નામના મુનિથી “ક્રિક્રિયાવાદ” નામનો નિહ્નવવાદ શરૂ થયો (૫) પડલૂક નામના મુનિથી “ઐરાશિકમત” નામનો નિતવવાદ શરૂ થયો. (૬) અને સ્થવિર એવા શ્રી ગોઠામાહિલ નામના મુનિથી “સ્પષ્ટાબધ્ધકર્મવાદ” આ નામનો નિહ્નવવાદ શરૂ થયો. (૭) આમ જુદા જુદા સાત નિકૂવો થયા. / ૨૩૦૨ ||
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શાસનમાં પરમાત્માની વાતને ન માનનારા અને પોતાની રીતે મનસ્વીપણે શાસ્ત્રના અર્થની પ્રરૂપણા કરનારા મુખ્યત્વે સાત નિદ્વવો થયા. તેનાં નામો તથા તેમના સિદ્ધાન્તો આ પ્રમાણે છે.
(૧) પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન થયા બાદ ૧૪ વર્ષે જમાલિ નામના પ્રભુના શિષ્ય દ્વારા શ્રાવસ્તીનગરીમાં “બહુરત” નામના મતની ઉત્પત્તિ થઈ.
(૨) પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન થયા બાદ ૧૬ વર્ષે તિષ્યગુપ્ત નામના આચાર્યથી ઋષભપુર નામના નગરમાં “જીવપ્રદેશ” નામનો નિહ્નવવાદ શરૂ થયો.
(૩) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૨૧૪ વર્ષે આષાઢાભૂતિ નામના મુનિથી શ્વેતવિકા નગરીમાં “અવ્યક્તવાદ” નામનો નિહ્નવવાદ શરૂ થયો.
(૪) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૨૨૦ વર્ષો ગયે છતે અશમિત્ર નામના આચાર્યશ્રીથી મિથિલાનગરીમાં “સામુચ્છેદવાદ”નામનો નિહ્નવવાદ શરૂ થયો.
(૫) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૨૨૮ વર્ષો ગયે છતે ઉલુકા તીર નામના ગામમાં આર્યગંગનામના આચાર્યશ્રીથી “ક્રિક્રિયાવાદ” નામનો નિહ્નવવાદ શરૂ થયો.
(૬) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૫૪૪ વર્ષો ગયે છતે અંતરંજિકા નામની નગરીમાં “રોહગુપ્ત” નામના મુનિથી “બૈરાશિકમત” આ નામના છઠ્ઠા નિદ્વવની ઉત્પત્તિ થઈ.
(૭) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૫૮૪ વર્ષે ગયે છતે ગોઠામાહિલ
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નિતવ જમાલિ નામના મુનિથી દશપુર નામના નગરમાં “પૃષ્ટ-અબધ્ધકર્મવાદ” નામનો નિહ્નવવાદ શરૂ થયો. || ૨૩૦૧/૨૩૦૨ ||
सावत्थी उसभपूरं सेअम्बिआ मिहिल उल्लुगातीरं । पुरमंतरंजि दसउर, रहवीरपूरं च नयराइं ॥ २३०३ ॥
ગાથાર્થ - (૧)શ્રાવસ્તી નગરી, (૨) ઋષભપૂર (રાજગૃહનગરમાં) (૩) જૈતાબિકા નગરી, (૪) મિથિલાનગરી, (૫) ઉલ્લકાતીર, (૬) અંતરંજિકાનગર, (૭) દશપુર નગરમાં તથા (૮) રથવીરપુરનગરમાં આ નિહ્નવવાદ શરૂ થયા. | ૨૩૦૩ /
વિવેચના :- આ ગાથામાં આ સાતે નિહ્નવો ક્યા ક્યા નગરમાં થયા ? ક્યા નગરમાંથી આ નિદ્વવવાદ શરૂ થયો. તે જણાવવામાં આવ્યું છે.
(૮) આઠમા નિહ્નવ બોટિક થયા. કે જેને દિગંબર કહેવાય છે. તે “રથવીરપુર” નામના નગરમાં થયા. આ નિદ્વવનું પણ વર્ણન કરવામાં આવશે. ગ્રંથના લાઘવ માટે તેમની નગરીનું નામ અહીં લખવામાં આવ્યું છે. પરંતુ ક્યારે આ મત નિકળ્યો અને કોનાથી નિકળ્યો ? વિગેરે હકિકત ગાથા ૨૫૫૦ થી ૨૬૦૮માં લખવામાં આવશે. || ૨૩૦૩ ||
અવતરણ - ભગવાનને કેવળજ્ઞાન થયા પછી અને નિર્વાણ પામ્યા પછી કેટલા કેટલા વર્ષે આ નિર્ભવો થયા ? તેનું કાળમાપ જણાવે છે.
चोद्दस सोलस वासा, चोद्दावीसुत्तरा य दुण्णि सया । अट्ठावीसा य दुवे, पंचेव सया य चोआला ॥ २३०४ ॥ पञ्च सया चुलसीओ, छच्चेव सया नवुत्तरा हुंति । नाणुप्पत्तीए दुवे, उप्पन्ना निव्वुए सेसा ॥ २३०५ ॥
ગાથાર્થ - ૧૪ વર્ષો, ૧૬ વર્ષો, ૨૧૪ વર્ષો, ૨૨૦ વર્ષો, ૨૨૮ વર્ષો, ૫૪૪ વર્ષો, ૫૮૪ વર્ષો. અને ૬૦૯ વર્ષો ગયે છતે આ આઠ નિહ્નવો થયા. તે આઠમાં પ્રથમના બે નિદ્વવો પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્તિ થઈ તેનાથી ૧૪ અને ૧૬ વર્ષો ગયે છતે થયા. તથા બાકીના સર્વે પણ નિવો પરમાત્માના નિર્વાણથી તેટલા વર્ષે થયા છે. //ર૩૦૪ ૨૩૦૫ ||
વિવેચન :- આ ગાથાનો ભાવાર્થ જો કે પૂર્વની ગાથામાં સમજાવાઈ ગયો જ છે. તો પણ એટલું વિશેષ સમજવું કે પ્રથમના બે નિદ્વવ પરમાત્માને કેવળજ્ઞાન પ્રગટ થયા
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૦
બહુરતમત
નિઠવવાદ
પછી અનુક્રમે ૧૪ અને ૧૬ વર્ષે થયા છે. તથા બાકીના બધા જ નિહ્નવો પરમાત્માના નિર્વાણથી તેટલાં તેટલા વર્ષો ગયે છતે થયા છે.
(૧) પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન થયા બાદ ૧૪ વર્ષો ગયે છતે પ્રથમ નિર્ણવ જમાલિ શ્રાવસ્તીનગરીમાં થયા.
(૨) પરમાત્માશ્રી મહાવીરપ્રભુને કેવળજ્ઞાન થયા બાદ ૧૬ વર્ષો ગમે છતે આચાર્ય તિષ્યગુપ્ત નામના નિર્ભવ ઋષભપુર (રાજગૃહી)નગરીમાં થયા.
(૩) પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા બાદ ૨૧૪ વર્ષો ગયે છતે આષાઢભૂતિ નામના ત્રીજા નિહ્નવ શ્વેતવિકાનગરીમાં થયા.
(૪) પરમાત્માશ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા બાદ ૨૨૦ વર્ષો ગયે છતે અશ્વમિત્ર નામના ચોથા નિહ્નવ મિથિલાનગરીમાં થયા.
(૫) ૫૨માત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૨૨૮ વર્ષો ગયે છતે આર્યગંગ નામના નિર્ભવ ઉલ્લુકાતીર નામના ગામમાં થયા.
(૬) ૫રમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૫૪૪ વર્ષો ગયે છતે રોગુપ્ત નામના નિĀવ અંતરંજિકા નામની નગરીમાં થયા.
(૭) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૫૮૪ વર્ષો ગમે છતે ગોઠામાહિલ નામના નિર્ભવ દશપુર નામના ગામમાં થયા. અને
(૮) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૬૦૯ વર્ષો ગમે છતે બોટિક (દિગંબર)નામના નિર્ભવ રથવીરપુર નામની નગરમાં થયા. ॥ ૨૩૦૪|૨૩૦૫ || અવતરણ - હવે એક એક નિર્તવનું સવિસ્તરપણે વર્ણન કહેવાય છે.
चोद्दस वासाणि तया, जिणेण उप्पाडियस्स नाणस्स । तो बहुरयाण दिट्ठी, सावत्थीए समुप्पन्ना ॥ २३०६ ॥
ગાથાર્થ ઃ- પરમાત્માશ્રી મહાવીર પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યાને ૧૪ વર્ષો થયાં હતાં ત્યારે બહુરત નામના નિહ્નવની દૃષ્ટિ શ્રાવસ્તી નગરીમાં ઉત્પન્ન થઈ. II૨૩૦૬॥
વિવેચન :- પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયાને પુરેપુરાં ૧૪ વર્ષો પસાર થયાં હતાં ત્યારે જમાલિ થકી “બહુરત” નામનો નિહ્નવવાદ શરૂ થયો. આ નિહ્નવવાદ શ્રાવસ્તી નામની નગરીમાં શરૂ થયો.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૧
પ્રથમ નિતવ જમાલિ
આ પ્રથમ નિદ્વવ થયા. જમાલિ તેમનું નામ હતું પરમાત્માને કેવલજ્ઞાન પ્રગટ થયા પછી ૧૪ વર્ષો પસાર થયાં હતાં ત્યારે મિથ્યાત્વમોહના ઉદ થી શ્રાવસ્થી નામની નગરીમાં જમાલિથી આ વાદ શરૂ થયો. “બહુરત” નામે આ પ્રથમ નિતવ થયા. પ્રથમ નિહ્નવ તરીકેની દૃષ્ટિ અહિંથી શરૂ થઈ | ૨૩૦૬ |
તે પ્રથમ નિતવની દૃષ્ટિ જે રીતે ઉત્પન્ન થઈ. તે વાત બતાવવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી સંગ્રહાત્મકગાથાથી કહે છે -
जिट्ठा सुदंसण जमालिणोज्ज सावत्थीतिंदुगुज्जाणे । पञ्च सया य सहस्सं, ढंकेण जमालि मोत्तूणं ॥ २३०७ ॥
ગાથાર્થ :- જયેષ્ટા, સુદર્શના, જમાલિ, અનવદ્યા, શ્રાવસ્તી નામની નગરી, તૈન્દુક નામનું ઉદ્યાન, તે ઉદ્યાનમાં પાંચસોહ સાધુ અને એક હજાર સાધ્વીજીઓને ટંક નામના કુંભકાર વડે પ્રતિબોધ કરાયો. ફક્ત એક જમાલિને મુકીને (અર્થાત્ જમાલિનો પ્રતિબોધ થયો નહીં). / ૨૩૦૭ ||
| વિવેચન :- વાતનો સારાંશ આ પ્રમાણે છે કે. પરમાત્માશ્રી મહાવીર પ્રભુની બેનનો પુત્ર (ભાણેજ) જમાલિ નામનો રાજપુત્ર હતો. તેની પત્ની પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની પુત્રી હતી. (તે કાલે મામા-ફઈના પુત્ર-પુત્રીના વ્યવહારો થતા હતા.) જમાલિની પત્ની અને મહાવીર પ્રભુની પુત્રીનું નામ જયેઠા. સુદર્શન અને અનવદ્યાની આમ ત્રણ નામો હતા. પાંચસો પુરુષો સાથે જમાલિએ ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી તેની પત્ની સુદર્શનાએ પણ એક હજાર સ્ત્રીયો સાથે પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કર્યા પછી જમાલિએ અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ જમાલિવડે ભગવાનથી જુદો વિહાર કરવા માટે અનુમતિ મંગાઇ. ભગવાને મૌન ધારણ કરેલું હોવાથી કંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં.
આ પ્રમાણે સ્વતંત્રપણે છુટા પડવાની ભગવાને સમ્મતિ ન આપી હોવા છતાં પણ પાંચસોહ મુનિરાજથી પરિવરેલા તે જમાલિ મુનિ શ્રી મહાવીર પ્રભુ પાસેથી નીકળ્યા. ગામાનુગામ વિચરતા વિચરતા શ્રાવસ્તી નામની નગરીમાં આવ્યા. તે નગરીમાં તૈક નામના ઉદ્યાનમાં કોષ્ટક નામના ચૈત્યમાં આવીને સ્થિર થયા.
લુખ્ખો, સુક્કો અને રસકસ વિનાનો આહાર લેવાથી ત્યાં શ્રાવસ્તી નગરીમાં તે જમાલિને તીવ્ર રોગની પીડા શરૂ થઈ. તેના વડે બેસી શકાતું નથી. કે ઉભા રહી શકાતું નથી. તેથી તેઓએ અન્ય શ્રમણ મુનિઓને કહ્યું કે “મારા માટે જલ્દી જલ્દી સંથારો પાથરો કે જેથી હું તેના ઉપર સુઈ જાઉં.”
Page #35
--------------------------------------------------------------------------
________________
બહુરતમત
નિતવવાદ તે મુનિઓએ સંથારો પાથરવાની શરૂઆત કરી. આ બાજુ અતિશય દાહજ્વરથી પરાભવ પામેલા તે જમાલિમુનિ વડે પુછાયું કે “સંથારો પાથર્યો કે નહીં ? ત્યારે સાધુસંતો વડે સંથારાનો ઘણો ભાગ પથરાઈ ગયેલો હોવાથી થોડો જ ભાગ પાથરવાનો બાકી હોવા છતાં તે મુનિઓ વડે કહેવાયું કે “સંથારો પથરાઈ ગયો છે.” “આપ શયન કરવા માટે પધારો.”
આવું વાક્ય સાંભળીને વેદનાની અતિશય પીડાથી આકુળવ્યાકુલ ચિત્તવાળા તે જમાલિમુનિ શયન કરવા માટે જાય છે. ત્યાં અધું જ સંથારો પથરાયો છે અર્થો પાથરવાનો બાકી છે. આ જોઈને ક્રોધાયમાન થયેલા તે જમાલિને “કરાતું હોય તે કર્યું કહેવાય” આવા પ્રકારનું સિધ્ધાન્તનું વચન સ્મૃતિગોચર હોવા છતાં પણ મિથ્યાત્વમોહના ઉદયથી હવે કહેવાતી યુક્તિઓ દ્વારા વિપરીત વિચારણા થવા લાગી.
તે કાલે ત્યાં વિદ્યમાન એવા બીજા સ્થવિરમુનિઓએ હવે કહેવાતી ઘણી યુક્તિઓ વડે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ આ જમાલિમુનિ કેમે કરી સમજતા નથી. ત્યારે તે મુનિઓ તે જમાલિને છોડીને પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે ગયા. બીજા કેટલાક મુનિઓ તેમની પાસે જ રહ્યા.તથા સુદર્શના નામનાં તેમનાં પત્ની તે સમયે ઢંક નામના કુંભારના ઘરે હતાં. જમાલિ ઉપરના અનુરાગના (પ્રેમના) કારણે સુદર્શનાએ પણ તે જમાલિનો મત સ્વીકાર્યો. તે સુદર્શના પણ શ્રાવક એવા ઢંક નામના કુંભકારને જમાલિનો મત સ્વીકાર કરવા માટે સમજાવવા લાગી.
ટંક નામનો આ કુંભકાર શ્રાવક હતો પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના સિદ્ધાન્તનો પરમ રાગી હતો. તેથી તેણે મનમાં નિર્ણય કર્યો કે આ સુદર્શન પણ પોતાના પતિના અનુરાગથી આ માર્ગને સ્વીકારનારી બની છે. ખરેખર આ સુદર્શના મિથ્યાત્વના ઉદયને પામી છે બીજાં હું કંઈ જાણતો નથી. અવસર આવશે ત્યારે વાત. પરંતુ પરમાત્મા શ્રી મહાવીરપ્રભુની જ વાત સાચી છે.
એક વખત ભટ્ટાના અગ્નિની અંદર માટીનાં વાસણોને ઉપર-નીચે કરીને પકવતા એવા તે કુંભારવડે તે જ પ્રદેશમાં સ્વાધ્યાય કરતાં એવાં સુદર્શના સાધ્વીજીની તરફ એક અંગારો નંખાયો. તેના વડે સુદર્શના સાધ્વીજીના વસ્ત્રનો એક ભાગ દાજયો. તેથી તે સુદર્શના સાધ્વીજી વડે કહેવાયું કે હે શ્રાવક ! તારા વડે મારૂ વસ્ત્ર કેમ બળાયું ? તેથી તે ઢંકકુંભકારવડે કહેવાયું કે “બળાતું હોય તે બળ્યું ન કહેવાય “રામાનં માથ” આવા પ્રકારનો તમારો સિદ્ધાન્ત છે. તેથી કોના વડે તમારૂ વસ્ત્ર ક્યાં બળાયું છે ?
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નિદ્વવ જમાલિ
૧૩ ઇત્યાદિ કુંભકારવડે કહેવાતાં વચનો સાંભળીને લાંબો વિચાર કરીને બોલી કે આ કુંભકારવડે મને સારી પ્રેરણા મળી. સારો બોધ મળ્યો. આમ કહીને પોતાની ભૂલ બદલ મિચ્છામિ દુક્કડું આપીને જમાલિ પાસે જઇને સાચું તત્ત્વ સમજાવે છે.
આ જમાલિ જયારે કેમે કરીને સમજતા નથી. ત્યારે આ સુદર્શના પોતાના સમસ્ત પરિવાર સાથે, તથા બીજા કેટલાક સાધુ મહાત્માઓ પણ જમાલિને એકલા મુકીને પરમાત્મા પાસે ગયા. અને મિચ્છામિ દુક્કડે આપીને પરમાત્માની વાત સ્વીકાર કરનારા બન્યા. અને જમાલિએ તો ઘણા બીજા જીવોને પોતાના મતમાં ભોળવીને પાપની આલોચના કર્યા વિના જ કાલધર્મ પામીને તે જમાલિ કિલ્બિષિક દેવમાં ઉત્પન્ન થયા.
આ જમાલિનું વધારે વિસ્તારથી ચરિત્ર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામના આગમમાંથી જાણી લેવું. જયેષ્ઠા, સુદર્શન અને અનવદ્યાની આ ત્રણે નામો જમાલિની પત્નીનાં નામો છે.
અન્ય આચાર્યો કહે છે કે જયેષ્ઠા એટલે મોટી એવી સુદર્શના ભગવંત શ્રી મહાવીર પ્રભુની બહેન હતી. તેનો પુત્ર જમાલિ હતો. એટલે જમાલિ ભગવાનનો ભાણેજ હતો. અને અનવદ્યાકી એ ભગવાન શ્રી મહાવીર પ્રભુની પુત્રી હતી. અને તે જમાલિની પત્ની હતી.
શ્રાવસ્તી નામની નગરીમાં તૈન્દુક નામના ઉદ્યાનમાં જમાલિ નામના પ્રથમ નિદ્વવની દષ્ટિ ઉત્પન્ન થઈ, ત્યાં પાંચમોહ સાધુઓ અને એક હજાર સાધ્વીજીઓ હતાં. તેમાંથી જે જે સાધુ સાધ્વીજી સ્વયં પોતે બોધ ન પામ્યાં અને જમાલિના મતમાં જ રહ્યાં. તે સર્વને ટંક નામના તે કુંભકારવડે પ્રતિબોધ કરાયો. ફક્ત એક જમાલિ જ ન સમજયા. // ૨૩૦૭ ||
આ પ્રમાણે આ નિર્યુક્તિની ગાથા છે. તેનો સંક્ષિપ્ત અર્થ કહ્યો. હવે જમાલિ વિપરીત બોધના પ્રહણ વડે જે રીતે નિદ્વવ થયા. તે વાતને વિસ્તારથી સ્પષ્ટપણે પ્રગટ કરતાં કહે છે
सक्खं चिय संथारो, न कज्जमाणो कउत्ति मे जम्हा । बेइ जमालि सव्वं, न कज्जमागं कयं तम्हा ॥ २३०८ ॥
ગાથાર્થ :- જમાલિ આ પ્રમાણે બોલે છે કે મને સાક્ષાત્ દેખાય છે કે આ સંથારો પથરાતો છે. પણ પથરાયેલો નથી તેથી સર્વે પણ વસ્તુઓ કરાતી હોય તે કરી છે. આમ ન કહેવાય... (પરંતુ કરાતી હોય તેને કરાતી અને કરી હોય તેને જ કરી કહેવાય). || ૨૩૦૮ ||
Page #37
--------------------------------------------------------------------------
________________
બહુરતમત
નિઠવવાદ
વિવેચન :- શરીરમાં તાવ અતિશય વધારે હોવાથી કંપતા શરીરે જમાલિ શયન માટે સંથારા પાસે આવ્યા અને જોયું તો સંથારો હજુ પથરાતો હતો. પરંતુ પથરાયેલો ન હતો. તે જોઇને તેઓએ કહ્યું કે “યિમાાં ન તમ્, સંસ્તીર્ગમાળો ન સંસ્કૃત:' જે કરાતું હોય તે કર્યું છે આમ ન કહેવાય. તથા જે પથરાતો હોય તે પથરાયો છે આમ ન જ કહેવાય. પરંતુ જે કર્યું હોય તેને જ કર્યું કહેવાય “વિમાળ ન તમ્, વિત્તુ कृतमेव कृतम् "
૧૪
પોતાના આવા વિચારો દઢ થવાના કારણે તેઓએ કહ્યું કે ભગવતીજી આદિ શાસ્ત્રોમાં જે કહ્યું છે કે વનમાળે વૃત્તિ, ત્નિમાળે રિ, વેન્ડ્ઝમાળે વે, જ્ઞાતિ, તત્સર્વ મિથ્યા રૂતિ અભિપ્રાયઃ ॥ ચાલતું હોય તેને ચાલ્યું કહેવાય, ઉદીરણા કરાતી હોય તેને ઉદીરણા કરી કહેવાય અને વેદાતું હોય તેને વેદું કહેવાય. ઇત્યાદિ
વ્યવહાર થાય છે તે સર્વ વ્યવહાર મિથ્યા છે. ખોટો છે આવી પ્રરૂપણા તે કાલે જમાલિએ કરી. અને કહ્યું કે “કરાતુ હોય તેને કરાયું છે આમ માનવામાં ઘણા દોષો આવે છે. તે દોષો કયા ક્યા આવે છે ? તે હવે જણાવાય છે || ૨૩૦૮ ॥
जस्सेह कज्जमाणं कयं ति तेणेह विज्जमाणस्स । करणकिरिया पवन्ना, तहा य बहुदोसपडिवत्ती ॥ २३०९ ॥
ગાથાર્થ :- જે વાદી “કરાતું હોય તેને કરાયું છે” આમ માને છે તેણે વિદ્યમાન પદાર્થની (અર્થાત્ કરાયેલા પદાર્થની) કરણક્રિયા (કરવાની ક્રિયા) સ્વીકારી. તેમ માનવામાં ઘણા દોષો આવે છે. ॥ ૨૩૦૯ |
,,
વિવેચનઃ- જમાલિ કહે છે કે જે વાદીને “કરાતુ હોય તે કર્યું કહેવાય છે.” આવો સ્વીકાર માન્ય છે. તે વાદીને કરાયેલી એવી વિદ્યમાન વસ્તુમાં પણ કરવાની ક્રિયા સ્વીકારેલી થશે સારાંશ કે “કરાતીને જો કરાયેલી છે” આમ જો કહેવાય અને મનાય તો તેનો અર્થ એ થયો કે જે જે વસ્તુ કરાયેલી છે. તે પણ કરાય છે. હવે જો કરાયેલી વસ્તુમાં પણ કરાવા પણાની ક્રિયા માનીએ તો ઘણા દોષો આવે છે તે હવે પછીની ગાથામાં સમજાવાય છે. | ૨૩૦૯ |
“કરાતુ હોય તેને કરાયું છે” આમ માનવામાં બહુ દોષો આવે છે. તે બહુ દોષો આ પ્રમાણે છે.
कयमिह न कज्जमाणं, सब्भावओ चिरंतनघडो व्व ।
अहवा कयं पि कीरइ, किरउ निच्चं न य समत्ती ॥ २३१० ॥
.
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નિર્ભવ જમાલિ
૧૫
ગાથાર્થ :- જે કાર્ય કરાયું હોય તે કરાય છે “આમ ન જ મનાય. કારણ કે તે કાર્ય કરાયેલું હોવાથી સદ્ભૂત છે. વિદ્યમાન છે. પૂર્વકાલમાં કરાયેલા ઘડાની જેમ. અથવા કરાયેલું પણ જો કરાતું જ હોય તો નિત્ય કરાયા જ કરો. ક્યારે ય પણ તેની સમાપ્તિ જ નહી થાય. || ૨૩૧૦ ||
વિવેચન :- “કરાતુ હોય તેને કરાયેલુ છે” વિમાળું વૃતમ્' આમ તમે માનો છો તેનો અર્થ એ થયો કે જે કરાયેલું છે તે પણ કરાય જ છે. વૃતં વિમાળમેવ.
હવે જો જે કાર્ય કરાયેલું છે તે પણ કરાતુ જ હોય તો અનંતકાલ સુધી કરાયા જ કરો. આવો અર્થ થશે. કારણ કે જે કાર્ય કરાયેલું છે અર્થાત્ ત છે. તે તે કાર્ય વિદ્યમાન હોવાથી તમારા કહેવા પ્રમાણે “જો કરાય છે” એટલે કે વિમાળ છે. તો તો ભૂતકાલમાં ઘણા વર્ષો પૂર્વે કરાયેલો ઘટ પણ કરાયા જ કરો. આવો અર્થ થશે. ક્યારેય ક્રિયમાણ પણાની સમાપ્તિ થશે નહીં.
અથવા જો જે કાર્ય કરાયેલુ છે થઈ ચુક્યું જ છે. અર્થાત્ ત છે. તે પણ જો યિમાળ હોય એટલે કે કરાતું હોય તો નિત્ય કરાયા જ કરો, ક્યારેય પણ કાર્યની સમાપ્તિ થશે નહીં. કારણ કે ત પણું તો સદા છે જ તે માટે સદા યિમાળતા જ રહેશે. આવા દોષો તમને આવશે. આમ જમાલિ કહે છે. II ૨૩૧૦ ||
અવતરણ :- કરાતું હોય તેને કરાયું છે આમ માનવામાં શું આટલો એક જ દોષ આવે છે ? તો કહે છે કે ના, એક નહીં પણ ઘણા દોષો આવે છે તે આ પ્રમાણે
किरियावेफल्लं ति य, पूव्वमभूयं च दीसए होंतं ।
दीसइ दीहो य जओ, किरियाकालो घडाईणं ॥ २३११ ॥
ગાથાર્થ :- (૧) ક્રિયાની નિષ્ફળતા; (૨) પૂર્વે ન થયેલું કાર્ય થતું દેખાય છે. (૩) ઘટ વિગેરે કાર્યોનો ક્રિયાકાલ ઘણો દીર્ઘ હોય એમ દેખાય છે. ।। ૨૩૧૧ ||
=
વિવેચન :- જમાલિ પોતાના પક્ષને મજબૂત કરતાં કહે છે કે જે કરાતું હોય તેને કર્યું કહેવાય તો તે કાર્ય ત જ થયું છે. હવે તેને કરાતુ કહેવું તે ઉચિત નથી. જે જે ત હોય તે તો કરાયેલું છે હવે તેને યિમાળ કરાતું માનવું તેમાં ક્રિયાની નિષ્ફળતા જ છે. કારણ કે ત બનાવવા માટે યિા હોય છે. તે કાર્ય જો ત થઈ જ ચુક્યું છે તો તેને યિમાળ કેમ ઘટે ? કાર્ય કરવાની વિમાળતા નિષ્ફળ જ જાય આ એકદોષ કહ્યો (૧)
Page #39
--------------------------------------------------------------------------
________________
બહુરતમત
નિહ્નવવાદ
(૨) હવે કરાતું હોય તેને કરાયુ માનો “વિમાળે તમ્' આમ જો માનો તો જે કાર્ય કરાયેલું છે. તેને જ કરવાની ક્રિયા થાય છે આવો જ અર્થ થાય. આમ માનવાથી પ્રત્યક્ષ વિરોધ આવે. કારણ કે કાર્યના ઉત્પત્તિકાલથી પૂર્વકાલમાં અવિદ્યમાન એવું જ કાર્ય ઉત્પન્ન થતું દેખાય છે તેથી જે કાર્ય કરાય છે. તે કાર્ય કરાયું નથી આમ જ માનવું જોઇએ. અર્થાત્ જે વિમાળ છે તે સત જ હોય છે આમ માનવું જોઇએ તેને બદલે ધૃત માનો છો. આ બીજો દોષ.
૧૬
(૩) જે સમયે કાર્ય કરાય છે આરંભાય છે તે સમયે જ જો કાર્ય થઈ જતું હોય તો એટલે વિમાળ ને ઘૃત માનશો તો અર્થાત્ આરંભ સમયે જ કાર્યની ઉત્પત્તિ થઈ જાય છે આવો જ અર્થ થશે. પરંતુ આમ માનવું તે અયુક્ત છે. કારણ કે ઘટ-પટ આદિ કાર્યોને ઉત્પન્ન થતાં ઘણો લાંબો ક્રિયાકાળ થતો દેખાય છે જો યિમાન તે નૃત જ હોય તો જ્યારે કાર્ય શરૂ કરાય તે સમયે તે કાર્ય પૂર્ણપણે પ્રગટ થયું કહેવાય. પણ આવું જગતમાં દેખાતું નથી. ઘટ-પટ આદિ કોઈ પણ આ કાર્ય કરવામાં ઘણો લાંબો કાળ લાગે છે માટે વિમાનં તમેવ = કરાતું હોય તેને કાર્ય કર્યું માનવું તે ઉચિત નથી જ. ॥ ૨૩૧૧ ||
અવતરણ :- જમાલ કહે છે કે કદાચ તમે આવો બચાવ કરો કે ઘટ-પટ આદિ બનાવવાનો ક્રિયાકાલ ભલે દીર્ઘ હોય પરંતુ ઘટ-પટાદિ કાર્ય તો આરંભ ક્રિયાસમયે જ અથવા શિવક આદિ બનવાના કાલે જ દેખાય છે. આમ કહો તો તે તમારો બચાવ ખોટો છે. કેમ ખોટો છો ? તે આ ગાથામાં હવે જણાવે છે.
नारंभे च्चिय दीसइ न सिवादद्धाए दीसइ तदंते ।
तो न हि किरियाकाले, जुत्तं कज्जं तदंतम्मि ॥ २३१२ ॥
ગાથાર્થ :- આરંભમાં કાર્ય દેખાતું નથી. શિવક આદિના કાળમાં પણ કાર્ય દેખાતું નથી. પરંતુ ક્રિયા કાળના અન્તિમ સમયમાં જ કાર્ય દેખાય છે. તેથી ક્રિયાકાલમાં કાર્ય થઈ ગયું આમ માનવું યોગ્ય નથી. પરંતુ ક્રિયાકાલના અંતે કાર્ય થયું માનવું ઉચિત છે. || ૨૩૧૨ ॥
વિવેચન ઃ- કોઈ પણ કુંભકાર ઘટાદિ કાર્ય બનાવવાનો જ્યારે આરંભ કરે છે ત્યારે (૧) માટી લાવવાના કાળમાં (૨) માટી પળાવાના કાળમાં (૩) માટી મસળવાના કાળમાં (૪) તેના પિંડ બનાવવાના કાળમાં કે (૫) સ્થાન (૬) કોશ. (૭) કુશૂલાદિ બનાવવાના કાળમાં ક્યાંય ઘટકાર્ય દેખાતું નથી.
પ્રશ્ન :- જો આ સઘળા ક્રિયાકાળમાં ઘટકાર્ય દેખાતું નથી તો ઘટાત્મક કાર્ય ક્યાં દેખાય છે ?
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નિહ્નવ જમાલિ
૧૭
ઉત્તર ઃ- તેના અજ્ન્મસમયમાં જ કાર્ય દેખાય છે. ઘણો લાંબો ક્રિયાકાલ સમાપ્ત થાય ત્યારે તેના અન્તિમ સમયમાં જ ઘટકાર્ય થતું દેખાય છે. તેથી ક્રિયાકાલે કાર્ય માનવું ઉચિત નથી. જેમકે સુરતથી પગે ચાલીને વડોદરા જઇએ તો પંદર દિવસ સુધી વડોદરા તરફ જવાની ક્રિયા દેખાય છે. પરંતુ વડોદરા આવેલું દેખાતું નથી. તે વડોદરા તો પંદરમા દિવસે જ આવે છે. તેથી ક્રિયાકાલે કાર્ય માનવું ઉચિત નથી. કારણ કે જે ક્રિયાકાલ છે તે ક્રિયાકાલમાં કાર્ય થયેલું દેખાતું નથી. પરંતુ તે લાંબા ક્રિયાકાલના અન્તિમસમયમાં જ કાર્ય થતું દેખાય છે. માટે તે અન્તિમસમયમાં જ કાર્ય થાય છે. આમ જ માનવું ઉચિત છે. આ વાત સર્વલોકોમાં જાણીતી છે પ્રત્યક્ષસિદ્ધ છે.
સારાંશ કે ક્રિયાકાલે કાર્ય કરાય જ છે પરંતુ કરાયેલું નથી માટે વિમાનં વિમાળમેવ ન તુ ધૃતમ્ = કરાતું હોય તેને કરાતુ જ માનવું જોઈએ પણ કરાયેલું છે આમ માનવું ઉચિત નથી. ક્રિયાકાલ ઘણો લાંબો હોય છે. તેના ચરમસમયે જ તતા આવે છે. માટે ચરમસમયે જ કાર્ય કરાયું છે આમ માનવું જોઇએ.
આ પ્રમાણે જમાલિનો પૂર્વપક્ષ અહીં પૂર્ણ થયો. જમાલિ શું માને છે ? તે વાત સિદ્ધ કરવા માટે જમાલિએ પોતાના તરફની યુક્તિઓ કહી. ॥ ૨૩૧૨ ॥
અવતરણ :- હવે જમાલિના આ કથનની સામે સ્થવિર આચાર્યો શું કહે છે ? તે હવે ગ્રંથકારશ્રી કહે છે
थेराणं मयं नाकयमभावओ कीरए खपुप्फं व ।
अह व अकयं पि कीरइ, कीरउ तो खरविसाणं पि ॥ २३१३ ॥
ગાથાર્થ :- સ્થવિર આચાર્યોનું કહેવું આમ છે કે અવૃત એવું ઘટાદિ કાર્ય કરાતું નથી કારણ કે તે અવિદ્યમાન છે માટે આકાશપુષ્પની જેમ કરાતું નથી. અને જો અદ્ભૂત પણ કરાતું હોય તો ખરવિષાણ પણ કરાઓ કારણ કે તે પણ અમૃત તો છે જ. II૨૩૧૩
=
વિવેચન :- સ્થવિર આચાર્યો એટલે કે શ્રુતજ્ઞાનમાં ઘણા જ વૃદ્ધિ પામેલા અનુભવી ગીતાર્થ મુનિભગવંતો જે છે. તેઓનું જમાલીની સામે કહેવું આમ છે કે અર્થાત્ ખોટી પ્રરૂપણા કરતા જમાલિ પ્રત્યે તેઓ આ પ્રમાણે તેને (જમાલિને) સમજાવે છે કે જે ઘટાદિ કાર્ય અદ્ભુત છે અર્થાત્ અવિદ્યમાન છે.” તે કરાતાં પણ નથી. અસત્ હોવાથી આકાશપુષ્પની જેમ, સારાંશ કે જેમ આકાશનું પુષ્પ અસત્ હોવાથી કરાતું નથી. તેમ માટી લાવવી, માટી પળાવવી, માટી મસળવી ઇત્યાદિ ક્રિયાકાલે જો ઘટકાર્ય વિદ્યમાન ન હોય અને અવિદ્યમાન એવું જ ઘટકાર્ય જો કરાતું હોય તો આકાશપુષ્પ કે ખરશૃંગ
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૮
બહુરતમત
નિઠવવાદ
પણ અવિદ્યમાન છે જ. તે પણ કરાવાં જોઇએ અકૃતવાળું (અવિદ્યમાન પણ) તો બન્નેમાં સમાન જ છે. માટે ધટકાર્ય સર્વથા અમૃત નથી પણ બુદ્ધિથી તેમાં કૃત છે. અને જે કૃત છે. તે જ કરાય છે. ॥ ૨૩૧૩ ॥
અવતરણ : જમાલિ તરફના પૂર્વપક્ષકારે જે દોષો આપ્યા હતા કે “કરાયેલું હોય તે કરાતું હોય” તો એટલે કે જે ત હોય તે વિમાળ હોય તો નિત્ય કરાયા જ કરો. ક્યારે ય કાર્યસમાપ્તિ નહી થાય. ઇત્યાદિ જમાલિ તરફના પક્ષકારે જે કહ્યું હતું. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે
निच्चकिरियाइदोसा, नणु तुल्ला असइ कट्ठतरगा वा । पूव्वमभूयं च न ते दीसइ किं खरविसाणं पि ? ॥ २२१४ ॥
ગાથાર્થ ઃ- અવિદ્યમાનવાળી વસ્તુ થાય છે. આ પક્ષમાં તો નિત્યક્રિયા આદિ દોષો ખરેખર તુલ્ય જ આવે છે એટલું જ નહીં પણ આ દોષો કષ્ટતર થાય છે. જો અભૂત વસ્તુ થતી હોય તો ખવિસાણ પણ થતાં તમને કેમ દેખાતાં નથી ?
વિવેચન :- જે વસ્તુ અવિદ્યમાન હોય તે કરાય છે આમ જો સ્વીકારીએ તો નિત્યક્રિયા આદિ દોષો લાગે છે. આદિ શબ્દથી ક્રિયાની અપરિસમાપ્તિ અને ક્રિયાની નિષ્ફળતા વિગેરે દોષો જણાય છે. આ દોષો તો આપણને બન્નેને તુલ્ય જ જણાય છે. (૧) કરાયેલું હોય તે કરાય છે. તમેવ વિમાળમ્ આવા પ્રકારના અમારા પક્ષમાં તારા વડે જે દોષો અપાયા છે. તે સર્વે (૨) ન કરાયેલું હોય તે કરાય છે અતમેવ યિમાળમ્ આવા પ્રકારના તારા પક્ષમાં પણ દોષો સમાન પણે જ આવે છે. સમાન જ દોષો આવે છે એટલું જ નહીં. પરંતુ તારા પક્ષમાં તો આ દોષો કષ્ટતર રીતે આવે છે કારણ કે
વસ્તુ વિદ્યમાન હોય તેને તો પર્યાયવિશેષ લાવવા દ્વારા અર્થાત્ રૂપાન્તર કરવા પણે ક૨વાપણું ઘટી શકે છે. જેમકે (૧) તું જગ્યા કર. (૨) તું બન્ને પગ સરખા કર. (૩) તુ પીઠ કર. અહીં જગ્યા તો છે જ. પરંતુ ભરેલી છે તે ખાલી કર. આમ રૂપાન્તરથી કરવા પણું ઘટી શકે છે તેવી જ રીતે બે પગ તો છે જ. પરંતુ તે અસ્તવ્યસ્ત છે. તેને સરખા કર.તથા પીઠ સામે છે તે પાછળ કર આમ પર્યાયઆશ્રયી વિદ્યમાનમાં કરવાપણું હાં ઘટી શકે છે. પરંતુ જે વસ્તુ અવિદ્યમાન જ છે અસત્ જ છે. તેમાં આ ન્યાય (કરવાપણું) કોઇ પણ રીતે સંગત થતું નથી. કારણ કે તમે સર્વથા અસત્ માન્યું છે. માટે ખવિષાણની જેમ જે વસ્તુ છે જ નહીં તેમાં કરવાપણું કેમ ઘટી શકે?
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નિર્ભવ જમાલિ
૧૯
જો કારણ કાલે કાર્ય સર્વથા અસત્ હોય અને તે પ્રગટ થતું હોય તો મૃત્પિડમાંથી જેમ ઘટ થાય છે તેમ ખરવિષાણ પણ ઉત્પન્ન થતાં કેમ દેખાતાં નથી. મૃŃિડકાલે જેમ ઘટ અસત્ છે. તેમ ખવિષાણ પણ અસત્ છે. બન્નેની અસત્તા એક સરખી સમાન જ છે.
જો મૃત્પિડમાંથી ખરવિષાણ અસત્ હોવાથી થતાં દેખાતાં નથી. તો ઘટ પણ કારણકાલે તમે અસત્ માનો છો તેથી તે ઘટ પણ થતો ન જ દેખાવો જોઇએ બન્ને સરખા જ અસત્ છે અથવા ક્યારેક મૃત્પિડમાંથી ખવિષાણ થઈ જાય અને ઘટ ન થાય આમ વિપર્યય પણ બનવો જોઈએ પરંતુ આમ બનતું નથી. તેથી માટીમાંથી ઘટ બને છે. તે માટે તે ઘટ ત્યાં સત્તાથી છે જ, અને સત્તાથી છે. તો જ થાય છે. ।।૨૩૧૪૫
અવતરણ :- નૃસ્ટિંડમાંથી ઘટ બનાવવામાં દીર્ઘ ક્રિયાકાલ દેખાય છે. ઘણા કાલ સુધી ઘટ ઉત્પાદનની ક્રિયા કરીએ ત્યારે અન્તિમ સમયે જ ઘટ થતો દેખાય છે આમ જે કહ્યું ત્યાં ગુરુજી ઉત્તર આપે છે કે
पइसमए उप्पन्नाणं परोप्परविलक्खाण सुबहु ।
दीहो किरियाकालो जइ दीसइ किं तत्थ कुंभस्स ।। २३१५ ॥
ગાથાર્થ :- પ્રતિસમયે ઉત્પન્ન થતા પરસ્પર વિલક્ષણ એવા શિવકાદિ અનેક કાર્યોનો લાંબો ક્રિયાકાલ હોય અને તે રીતે અનેક કાર્યોનો લાંબો ક્રિયાકાળ દેખાય તેમાં કુંભને શુ લેવાદેવા છે ? | ૨૩૧૫ ॥
વિવેચન :- મૃત્પિડમાંથી ઘટ બનાવો ત્યારે પ્રતિસમયે ઉત્પન્ન થતાં પરસ્પર અત્યન્ત વિલક્ષણ સ્વરૂપ વાળાં શિવક-સ્થાસ-કોશ-કુશૂલ વિગેરે કરોડો કાર્યોનો ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ એક જ હોવાના કારણે પ્રતિસમયે નવાં નવાં પ્રારંભ કરેલાં અને તે જ સમયે નિષ્ઠા પામેલા એવાં કરોડો કાર્યોનો દીર્ઘ ક્રિયાકાલ દેખાય તો તેમાં ઘટાત્મક કાર્યને શું લેવાદેવા? ઘટાત્મક કાર્ય તો અન્તિમ સમયે જ પ્રારંભાય છે અને અન્તિમસમયે જ સમાપ્ત થાય છે.
ભાવાર્થ : આ પ્રમાણે છે કે (૧) માટી લાવવી. (૨) માટી પલાળવી. (૩) માટીના પિંડા બનાવવા ઇત્યાદિ અનેક કાર્યોનો આ દીર્ઘ કાલ છે તેને તું ઘટની ઉત્પત્તિમાં જ જોડે છે. આવો તારો અભિપ્રાય છે. તેથી તને ઘટની બનાવટમાં દીર્ઘ ક્રિયાકાલ દેખાય છે પરંતુ તારી આ માન્યતા અયુક્ત જ છે. કારણ કે પ્રતિસમયે નવાં નવાં કાર્યો આરંભાય છે અને તે તે કાર્ય તે તે સમયે જ સમાપ્ત થાય છે. કાર્યનો પ્રારંભકાલ અને કાર્યનો નિષ્ઠાકાલ એક જ હોય છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૦ બહુરતમત
નિતવવાદ ઘટાત્મક કાર્ય તો અન્તિમ સમયે જ આરંભાય છે અને ત્યાં જ (અન્તિમ સમયમાં જ) સમાપ્ત થાય છે તેથી આ કાર્યને કરવાનો દીર્ઘક્રિયાકાલ છે જ ક્યાં ! જે કાર્ય જે સમયે આરંભાય છે તે કાર્ય તે સમયે જ સમાપ્ત થાય છે. | ૨૩૧૫ II
અવતરણ:- ઘટ બનાવવાના પૂર્વ સમયોમાં અન્ય અન્ય કાર્ય આરંભાય છે. તેથી તે અન્ય અન્ય પૂર્વકાલનાં કાર્યોના સમયમાં ઘટાત્મક કાર્ય કેમ દેખાતું નથી ? એવા પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કેअन्नारंभे अन्नं किह दीसउ, जह घडो पडारंभे । સિવાવા મો, વિશદ વીણ સો તદ્ધાર ! | ૨૩૨૬ |
ગાથાર્થ - અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય કેમ દેખાય ? જેમ પટાત્મકાર્યના આરંભમાં ઘટાત્મક કાર્ય દેખાતું નથી. તેમ અહીં સમજવું. શિવક-સ્થાસ વિગેરે જે કાર્યો છે તે ઘટાત્મક કાર્ય નથી. તે કારણથી તે શિવક-સ્થાસ આદિ કાર્યોના કાળમાં તે ઘટાત્મક કાર્ય કેમ દેખાય ? ૨૩૧૬ ||
વિવેચન - શીવક-સ્થાસ- કોશ-કુશૂલ વિગેરે અન્ય અન્ય કાર્યોના આરંભકાલે અન્ય એવું ઘટાત્મક કાર્ય કેમ દેખાય ? જેમ પટકાર્યના આરંભકાલે ઘટાત્મક કાર્ય ક્યારેય દેખાતું નથી. તેમ અહીં શિવકાદિના કાલમાં ઘટાત્મક કાર્ય ન જ દેખાય. તો પછી ગાથા ૨૩૧૨ માં તારા વડે આમ કેમ કહેવાય છે કે આરંભમાં ઘટ દેખાતો નથી. શિવક આદિના કાળમાં પણ ઘટ દેખાતો નથી. ફક્ત તે સર્વ ક્રિયાઓના અંતે જ દેખાય છે. આવો પ્રશ્ન તારા વડે કેમ કરાય છે ?
ખરેખર તો અન્તિમ સમયે જ ઘટ આરંભાય છે માટે અન્તિમ સમયે જ દેખાય છે. તેમાં ખોટું શું છે' પૂર્વકાલમાં જે સ્થાસ કોશ. કુશૂલ વિગેરે જે જે કાર્ય કરાય છે. તે તે કંઈ કુંભરૂપ નથી. પરંતુ કુંભથી ભિન્ન જ છે. તેથી તે શિવકાદિના કાલમાં આ ઘટ કેમ દેખાય ? માટે તારાવડે આમ જે કહેવાય છે કે શિવક-સ્થાસ-કોશ આદિના કાળમાં ઘટ કેમ દેખાતો નથી તે તારી અજ્ઞાનતા જ સૂચવે છે. અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય ન જ દેખાય. તે બરાબર ઉચિત જ છે ઘટ તો અંતે જ શરૂ કરાય છે. અને અંતે જ દેખાય છે. | ૨૩૧૬ /
અવતરણ - તમે જે એમ કહ્યું કે ઘટ શરૂ કરાય છે વહેલો. પણ શિવક-સ્થાસ-કોશ-કુશલ આદિ અનેક કાર્યો થયા પછી ઘણા લાંબા કાળે ઘટ દેખાય છે. જે સમયે આરંભાય છે તે સમયે ક્યાં દેખાય છે? આવો કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર આપતાં કહે છે કેअंते च्चिय आरद्धो जइ दीसइ तम्मि चेव को दोसो ? अकयं व संपइ गए कह कीरउ कह व एस्सम्मि ? ॥२३१७ ॥
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નિહ્નવ જમાલિ
૨૧
ગાથાર્થ :- ઘટાત્મક કાર્ય અન્તિમ સમયે જ આરંભાય છે અને અન્તિમ સમયે જ જો દેખાય, તો તેમાં દોષ શું આવે ? અર્થાત્ કંઈ જ દોષ ન આવે, તથા વર્તમાન કાલમાં (ક્રિયમાણ કાળમાં) જો કાર્ય ન કરાતું હોય એટલે કે “અદ્ભુત” રહેતું હોય તો તે વર્તમાન કાળ પસાર થઈ ગયે છતે તથા ભવિષ્યકાળમાં પણ કાર્ય કેમ કરાય ? અને ભવિષ્યકાળમાં પણ કેમ દેખાય ? || ૨૩૧૭ ||
વિવેચન :- દીર્ઘ એવા ક્રિયા કાળના અન્તિમ સમયમાં જ ઘટ કાર્ય પ્રારંભાય છે અને તે જ સમયમાં ઘટકાર્ય સમાપ્ત થાય છે જે સમયે કાર્ય આરંભાય છે તે સમયમાં જ કાર્ય સમાપ્ત થાય છે. ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ એક જ હોય છે. તેથી માટી લાવવાથી માંડીને ઘટ બને ત્યાં સુધીમાં તો હજારો કાર્ય શરૂ કરાય છે અને હજારો કાર્ય સમાપ્ત થાય છે. જો કાર્ય કરવા માટેનો ક્રિયાકાલ વાળો સમય હોય ત્યાં જો કાર્ય ન થાય તો તે સમય વીતી ગયા પછી ક્રિયાત્મક કાળ વિના ભાવિમાં કે ભૂતકાળમાં કાર્ય કેમ થાય ? માટે માટી લાવવાથી માંડીને ઘટ બને ત્યાં સુધીમાં શિવક-સ્થાસ-કોશ-કુશૂલ વિગેરે બનાવવા રૂપે અનેક કાર્યો આરંભાય છે અને તે તે કાર્યો ત્યાં ત્યાં પૂર્ણ પણ થાય છે. ઘટાત્મક કાર્ય તો અન્તિમ સમયે જ આરંભાય છે અને અન્તિમ સમયમાં જ સમાપ્ત થાય છે. ઘટ બને તેની પૂર્વનો કાલ ઘટ બનાવવાનો કાલ જ નથી. શિવકસ્થાસ-કોશ-કુશૂમ આદિ અન્ય કાર્યોનો આરંભકાલ છે અને તે તે કાર્યો ત્યાં ત્યાં સમાપ્ત થાય જ છે તેથી જે કાર્ય કરાતું હોય તેને કર્યું જ કહેવાય.
જ્યાં કાર્ય કરાતું હોય ત્યાં તે સમયમાં જો તે કાર્ય ન થાય તો તે કાર્ય ક્યાં કરાય! શું ક્રિયા પૂરી થાય ત્યારે કરાય ? હવે જો તમે કહો કે હા, ક્રિયા સમાપ્ત થાય ત્યારે કાર્ય કરાય તો આ વાત મિથ્યા છે બરાબર નથી. કારણ કે જો કાર્યને કરનારી ક્રિયા જ્યારે હોય ત્યારે જો કાર્ય ન થાય અને ક્રિયા સમાપ્ત થયા પછી થાય તો ક્રિયા જ કાર્યને રોકનારી છે. એવો અર્થ થાય, જે ક્રિયા દ્વારા કાર્ય કરવાનું છે તે ક્રિયા તો ત્યાં છે જ નહીં તો હવે કાર્ય કેમ થાય ! અને ક્રિયા વિના જ જો કાર્ય થતું હોય તો ક્રિયા સમાપ્ત થયા પછી જેમ ક્રિયાનો અભાવ છે ત્યારે કાર્ય થાય છે. તેમ તમે કહો છો તો ક્રિયા કર્યા પૂર્વે પણ ક્રિયાનો અભાવ તો છે જ. ત્યાં પણ કાર્ય થવું જોઇએ. ક્રિયાનું ન હોવું તો જેમ સમાપ્તિ પછી છે. તેમ પ્રારંભની પૂર્વે પણ છે જ, માટે ક્રિયાના કાલે જ કાર્ય થાય છે.
પ્રશ્ન :- વર્તમાન સમય તે ક્રિયમાણકાલ છે તેના પછીનો જે સમય છે તે કૃતકાલ છે જે સમયે કાર્ય કરવાની ક્રિયા કરાય છે. તે સમયે કાર્ય થતું નથી માટે અદ્ભુત જ કાર્ય કરાય છે પરંતુ ત કાર્ય કરાતું નથી. આમ જો તું પ્રશ્ન કરે તો.
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૨
બહુરતમત
નિતવવાદ ઉત્તર :- આ બાબતમાં અમે તને પૂછીએ છીએ કે કોઈ પણ કાર્ય પોતાની ઉત્પાદક એવી ક્રિયા વડે કરાય છે કે ક્રિયા વિના કરાય છે? જો ક્રિયા વડે કરાતું હોય તો જે સમયમાં તેની ઉત્પાદક ક્રિયા હોય તે સમયમાં જ કાર્ય કરાવું જોઇએ. ક્રિયા અન્યસમયમાં હોય અને કાર્ય અન્ય સમયમાં હોય આમ કેમ બને? માટે આ તારી વાત ઉચિત નથી.
જેમ ખેરના લાકડા ઉપર કુહાડીના ઘા કરાતા હોય તો પલાશનું ઝાડ તુટી જાય આવું કંઈ બનતું નથી. અર્થાત્ જેના ઉપર કુહાડીના ઘા મારવાની ક્રિયા કરાઈ હોય તે ઝાડ જ છેદાય છે તેમ જ સમયમાં ક્રિયાકાલ હોય તે સમયમાં જ કાર્ય કરાય પરંતુ ક્રિયાકાલ વીતી ગયા પછી ન કરાય. ક્રિયાકાલ વીતી ગયા પછી કાર્ય થાય છે. આમ માનવું તે અયુક્તિક છે.
તથા વળી ક્રિયાનો ઉપરમ થાય ત્યારે એટલે કે ક્રિયાની સમાપ્તિ થયા બાદ જો કાર્ય કરાતું હોય પરંતુ ક્રિયા હોય ત્યારે ન કરાતું હોય તો આવું બોલવામાં અને આવું માનવામાં તો કિયા જ કાર્યની ઉત્પત્તિમાં વિઘ્નભૂત બની કહેવાશે. એટલે જ્યાં સુધી ક્રિયા હોય છે. ત્યાં સુધી કાર્ય થતું નથી. ક્રિયા સમાપ્ત થયા પછી જ કાર્ય થાય છે. એનો અર્થ એ થયો કે ક્રિયા એ જ કાર્યની બાધક છે કારણ કે ક્રિયા કાલે કાર્ય આવતું નથી અને જો આ પ્રમાણે હોય તો ક્રિયા વિના જ કાર્ય થાય છે આવો જ અર્થ થયો. આમ જો સ્વીકારાય તો ઘટાદિ કાર્યના અર્થી જીવો વડે માટી લાવવી. માટી પળાવવી, પિંડ બનાવવા, માટીના પિડને ચક્ર ઉપર ગોઠવવા, ચક્રને ભમાવવું ઈત્યાદિ. ક્રિયા કરવાનો સઘળો પણ પુરુષાર્થ નિષ્ફળ જ બનશે.
અને જો ખરેખર આમ જ બનતું હોય એટલે કે ક્રિયાની સમાપ્તિ થાય ત્યારે જ ક્રિયાના અભાવકાળમાં જ કાર્ય બનતું હોય તો મુમુક્ષુ આત્માઓએ તપ સંયમાદિ અનુષ્ઠાન ન કરવું જોઇએ કારણ કે ક્રિયા જ કાર્યની બાધક છે ક્રિયા વિના જ કાર્યની સિદ્ધિ થાય છે. આવો અર્થ થશે. પરંતુ સંસારમાં આવું ક્યાંય દેખાતું નથી. સર્વે પણ લોકો તે તે કાર્યને અનુરૂપ ક્રિયા કરે જ છે. અને તે તે ક્રિયાથી જ કાર્ય થાય છે. માટે ક્રિયાકાલે જ કાર્ય છે. પરંતુ ક્રિયાની સમાપ્તિકાલે કાર્ય થાય છે. આ વાત બરાબર નથી. //ર૩૧થી
અવતરણ ફરીથી કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે (૧) માટી લાવવી, (૨) માટીને પળાવવી માટીને મસળવી. ચક્ર ઉપર માટી મુકવી ચક ચલાવવું. ઈત્યાદિ અનેક ક્રિયાઓ ફરીએ ત્યારે જ ઘટકાર્ય નીપજે છે. તેથી ઘટ બનાવવાનો ઘણો લાંબો કાળ મને તો દેખાય છે. પરંતુ ક્રિયાકાલ અને નિકાલ એકસાથે હોય આમ દેખાતું નથી. અને જે સમયે કાર્ય આરંભાય તે સમયે જ કાર્ય સમાપ્ત થાય. આમ અનુભવાતું નથી. તો આ તમારી વાત કેમ બેસે! આવા પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નિર્ભવ જમાલિ
पइसमयकज्जकोडीनिरवेक्खो घडगयाहिलासो सि । पइसमयकज्जकालं थूलमइ ? घडम्मि लाएसि ॥ २३१८ ॥
૨૩
ગાથાર્થ :- ઘટ બનાવવાના પ્રત્યેક સમયમાં બીજાં કરોડો કાર્યો થાય છે. તેને તું જોતો નથી. કારણ કે તને ઘટ તરફ જ અભિલાષા છે. તથા હે સ્થૂલમતિવાળા શિષ્ય! વચ્ચેના પ્રત્યેક સમયમાં થતાં કાર્યોનો કાલ તું ઘટમાં લગાડે છે (આ જ તારી મોટી ભૂલ છે). II ૨૩૧૮ ||
વિવેચન :- માટી લાવવી, માટી મળાવવી, માટી મસળવી. પિંડ બનાવવા શિવકસ્થાસ-કોશ-કુશૂલ વિગેરે બનાવવા. આમ પ્રતિસમયે નવાં નવાં કાર્ય કરવા રૂપે કરોડો કાર્ય ત્યાં થાય છે. તો પણ તું ઘટગત અભિલાષાવાળો છે. તેથી તે તે કાર્યોને ન જોતો એવો તું તે સઘળો કાળ ઘટ કાર્યમાં જ જોડે છે. વચ્ચેનાં કાર્યોનું તારે પ્રયોજન ન હોવાથી તેની વિવક્ષા કર્યા વિના તે તે કરોડો કાર્યો થતાં હોવા છતાં તું તેને ગણતો નથી. કેમ ગણતો નથી ? તો તેનું એક જ કારણ છે કે તું ઘટની જ અભિલાષાવાળો છે.
તારે ઘડાનું જ પ્રયોજન હોવાથી પ્રધાનતાએ તેની જ વિવક્ષા તારા મગજમાં રહેલી છે. હમણાં ઘટ થશે એમ તને ઘટકાર્યની જ અભિલાષા વર્તે છે. આ કારણથી વચ્ચે વચ્ચે કરોડો કાર્ય થાય છે. તો પણ તે કરોડો કાર્યને ન દેખવાથી હે સ્થૂલ મતિવાળા શિષ્ય ! પ્રતિસમયે થતા કરોડો કાર્યનો જ કાલ છે. તે સઘળો પણ કાલ તું ઘટમાં જ લગાડે છે. “આ સર્વકાલ ઘટ બનાવવામાં જ થયો છે” આમ તું વિચારે છે આ કારણથી તારો આ અભિપ્રાય મિથ્યા અનુભવવાળો છે અર્થાત્ ખોટો છે.
ઘટની ઉત્પત્તિ તો માત્ર એક ચરમ સમયમાં જ થાય છે. તેથી એક સામાયિક જ ઘટોત્પત્તિ છે. અને પૂર્વના ઘણા સમયો બીજા ત્રીજા કાર્યોની ઉત્પત્તિના છે. પરંતુ તું સ્થુલબુદ્ધિવાળો હોવાથી અને ઘટ જ બનાવવાની તીવ્ર અભિલાષાવાળો હોવાથી પૂર્વના સર્વ સમયોને ઘટકાર્યમાં જ જોડે છે. તેથી ઘટની ઉત્પત્તિ બહુસમયના કાળવાળી તને લાગે છે. વચ્ચેના કાર્યોને તું જોતો નથી આમ તારી આ મોટી અજ્ઞાનતા છે.
પ્રશ્ન :- માટીમાંથી ઘટ બનાવતાં પ્રતિસમયે કરોડો કાર્ય ઉત્પન્ન થતાં હોય એવું તો કંઈ જણાતું નથી. તે કરોડોની સંખ્યા વાળાં કાર્યો કોઈ પણ દેખાતાં નથી. માત્ર ઘટ જ થતો દેખાય છે ફક્ત વચ્ચે વચ્ચે શિવક-સ્થાસ-કોશ-કુશૂલ આદિ બે પાંચ કાર્યો થાય છે. પરંતુ કરોડો કાર્ય થતાં હોય એવું તો કંઈ દેખાતું નથી.
ઉત્તર ઃ- સાચી વાત છે પરંતુ શિવક-સ્થાસ-કોશ ઇત્યાદિ જે કાર્યો દેખાય છે. તે સ્થૂલ છે. શિવક પણ તો જ બને છે કે સમયે સમયે કંઈક કામ કરાયું છે તો, ત્યારબાદ
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪ બહુરતમત
નિહ્નવવાદ Dાસ પણ ત્યારે જ બને છે કે શિવક બનાવ્યા પછી પણ સમયે સમયે કંઈક કંઈક કામ કર્યું તો સ્વાસ બન્યું. આમ વચ્ચે વચ્ચે પ્રતિસમયે નવાં નવાં સૂક્ષ્મ કાર્યો કરાય જ છે પરંતુ છબસ્થજીવ સ્પષ્ટપણે તે કાર્યો જાણવા શક્તિમાન નથી.
પરંતુ અનંતસિદ્ધ ભગવંતોને અને કેવલીભગવંતોને આ પ્રતિસમયે થતાં કાર્યોનું જ્ઞાન થાય છે તે નવાં નવા પર્યાયો જે બને છે તે પણ એક જાતનાં કાર્યો જ છે માટે આમ વિચારતાં પ્રતિસમયે નવાં નવાં કરોડો કાર્ય થાય આ વાત સારી રીતે ઘટી શકે છે. | ૨૩૧૮ ||
અવતરણ :- અહીં કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે - को चरमसमयनियमो पढमे च्चिय तो न कीरए कज्जं ? नाकारणं ति कज्जं तं चेवं तम्मि से समए ॥ २३१९ ॥
ગાથાર્થ - જો એકસમયમાં જ કાર્ય કરાતું હોય તો ચરમસમયે જ કાર્ય કરાય એવો નિયમ કેમ ? પ્રથમ સમયે જે કાર્ય કેમ કરાતું નથી ?
ઉત્તર :- કારણ વિના કાર્ય થતું નથી તે કારણે અન્યસમયમાં જ માત્ર છે માટે કાર્ય પણ અન્ય સમયમાં જ થાય છે || ૨૩૧૯ //
વિવેચન :- પ્રત્યેક સમયમાં ભિન્ન ભિન્ન કાર્ય કરાય છે માટે ઘટ નામનું કાર્ય પણ ઘટ બનાવાનો જે કાલ લાગે છે. તેના અન્યસમયમાં જ શરૂ કરાય છે. અને તે જ અન્ય સમયમાં ઘટકાર્ય સમાપ્ત થાય છે. એટલે ઘટ નામનું કાર્ય બનાવવામાં ઘણો લાંબો કાળ ૧ ક્લાક કે બે ક્લાક લાગતા નથી. પરંતુ એક જ સમય લાગે છે અને તે પણ અન્તિમ સમય માત્ર જ જાણવો.
પ્રશ્ન :- જો ઘટ-પટ આદિ કોઈ પણ કાર્ય કરવામાં તે કાર્ય કરવાનો દીર્ધ અર્થાત્ લાંબો એક ક્લાક કે બે ક્લાક વિગેરે પ્રમાણ વાળો દીર્ઘ પ્રમાણ વાળો ક્રિયાકાલ ન સ્વીકારાય અને માત્ર એક સમય જ સ્વીકારાય તો પ્રશ્ન થાય છે કે કોઈ પણ કાર્ય કરવામાં ચરમસમય જ લેવો આવો નિયમ કેમ ? જેમ ચરમસમય એક સમય છે અને ત્યાં જ ઘટ થાય છે. તેમ ઘટ બનાવવાની પ્રક્રિયાના બે કલાકના અસંખ્ય સમયોમાં કોઈ પણ એક સમયમાં અથવા પ્રથમ સંખ્યાવાળા એકસમયમાં જ ઘટ કાર્ય કેમ ન ઉત્પન્ન થાય ? જેમ ચરમ સમયાત્મક એક સમયમાં જ ઘટ થાય છે. તેમ આદ્ય સમયાત્મક એક સમયમાં પણ ઘટ કાર્ય બનવું જોઇએ ?
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નિદ્ધવ જમાલિ
૨૫ જેમ અન્તિમ સમય એક સમયરૂપ છે અને ત્યાં જો ઘટ બને છે. તેમ આઘસમય પણ એક સમયસ્વરૂપ જ છે. ત્યાં પણ તે ઘટ બની જવો જોઈએ. સારાંશ કે જો ઘટાત્મક કાર્ય એક સમયમાં જ બને છે તો અન્તિમ સમયની જેમ આઘ સમય પણ એક સમયસ્વરૂપ જ છે. ત્યાં ઘટાત્મક કાર્ય કેમ નીપજતું નથી ? જો કાર્યને ઉત્પન્ન થવામાં એક જ સમય થાય છે. તો અન્તિમ સમયનો નિયમ શા માટે ? જે કાર્યને પ્રગટ થવામાં એક જ સમય લાગે છે. તો તે કાર્ય બે ક્લાકના કોઈ પણ સમયમાં અર્થાતુ પ્રથમસમયમાં પણ પ્રગટ થઈ જવું જોઈએ ? અન્તિમ સમયની જેમ આઘસમય પણ એક સમયસ્વરૂપ જ છે ત્યાં જ કાર્ય કેમ નથી થતું ? ખરેખર તો ત્યાં પ્રથમસમયમાં જ કરાવું જોઇએ. નિરર્થક બે ક્લાકનો કાળ પસાર કરવાની શી જરૂર છે ? અન્તિમ સમય જેમ એક સમયરૂપ છે તેમ પ્રથમ સમય પણ એક સમયરૂપ જ છે માટે ત્યાં જ કાર્ય થઈ જવું જોઇએ ?
ઉત્તર : તમારો પ્રશ્ન સાચો છે. પરંતુ કારણ વિના કાર્ય થતું નથી અને તે વિવક્ષિત ઘટ બનવાનું કારણ અન્ય સમયમાં જ છે. પ્રથમ સમયમાં કે અન્તિમ સમયથી ઉપાન્તસમય સમય સુધીના સર્વ સમયોમાં કારણતા નથી. તેથી તે સર્વ સમયોમાં ઘટાત્મક કાર્ય કેમ પ્રગટ થાય ? અર્થાત્ તે સર્વ સમયોમાં ઘટાત્મક કાર્ય પ્રગટ થતું નથી.
કોઈ પણ કાર્ય કરવામાં કાર્યકારણ ભાવ અન્વયવ્યતિરેકથી જ ગમ્ય હોય છે. જ્યાં કારણ હોય ત્યાં જ કાર્ય હોય આ અન્વય છે અને જ્યાં કારણ ન હોય ત્યાં કાર્ય પણ ન જ હોય આ વ્યતિરેક છે. ઘટાત્મક કાર્ય ઉત્પન્ન કરવાનું કારણ અન્તિમ સમયમાં જ છે. પૂર્વસમયોમાં નથી માટે ઘટાત્મક કાર્ય પણ અન્તિમ સમયમાં જ થાય છે. માટે ચરમસમય રૂપ એક સમયમાં જ કાર્ય કરાય છે. આ નિયમ બહુ ઉચિત જ છે. તેમાં બીજું કંઈ વિચારવા જેવું છે જ નહીં /૨૩૧૯ ||
હવે આ વાતનો ઉપસંહાર કરતાં ઉપરોક્ત વાતનું તાત્પર્ય સમજાવતાં કહે છે કેतेणेह कज्जमाणं नियमेण कयं, कयं तु भयणिज्जं । किंचिदिह कज्जमाणं, उवरयकिरियं च हुज्जाहि ॥ २३२० ॥
ગાથાર્થ - તેથી અહીં જે સમયમાં જે કાર્ય કરાય છે તે કાર્ય તે સમયમાં જ નિયમ કૃત થાય છે. અને જે કાર્ય કૃત થયેલું હોય છે. તે કાર્ય કરાતું પણ હોય અને કરાતું ન પણ હોય આમ ભજના જાણવી.
Page #49
--------------------------------------------------------------------------
________________
બહુરતમત
નિલવવાદ
પરંતુ કોઇક કાર્ય કરાતું હોય અને કોઇક કાર્ય ઉપરતક્રિયા વાળું હોય છે. અર્થાત્ તે કાર્ય અન્તિમ એક સમયમાં કરાતું છે વિમાળ છે અને તેના પછીના સર્વ સમયોમાં કરાયેલું છે. એટલે ૩પરતવિા વાળું છે. | ૨૩૨૦ ॥
૨૬
વિવેચન :- ઉ૫૨ સમજાવ્યા પ્રમાણે વર્તમાન ક્રિયા ક્ષણમાં જ પ્રગટ થનારૂં તે કાર્ય નિયમા કૃત જ (કરાયેલું) છે. આમ કહેવાય છે જે કાર્ય જે સમયમાં આરંભાય છે. તે કાર્ય તે સમયમાં જ સમાપ્ત થાય છે.
પરંતુ જે કાર્ય નૃત (કરાયેલું) થયું છે તે કાર્ય વિમાળ પણ હોય છે. અને વૃત પણ હોય છે. કાર્ય કરવાના કાલના અન્તિમ એક સમયમાં તે વિમાળ છે. અને ત્યાર પછીના તમામ સમયોમાં તે ત છે. આ રીતે વિકલ્પનીય હોય છે.
સારાંશ એ છે કે જ્યારે ઘટકાર્ય બને છે. ત્યારે તેના અન્તિમ સમયમાં તે કરાયેલું એટલે કૃત થયેલું કાર્ય તે સમયમાં ઘટકાર્ય બનાવવાના ચરમસમયમાં ક્રિયમાણ કહેવાય છે. પરંતુ તેના પછીના સર્વ સમયોમાં તે કાર્ય ઉપરતક્રિયાવાળું બન્યું છતું કૃત જ કહેવાય છે. આગના ભઠ્ઠામાં પકવવા આદિ કાર્ય કર્યા પછીના સર્વસમયોમાં ત એવું તે કાર્ય વિમાળ કહેવાતું નથી. આ રીતે ભજનાવાળું બને છે કારણ કે તે ઘટને બનાવવાની જે ક્રિયા તે સર્વથી સમાપ્ત થઈ ગઈ છે માટે તે પરતવિા વાળું બન્યું છે આમ કહેવાય છે.
સારાંશ કે જે કાર્ય ક્રિયમાણ હોય છે તે કૃત જ કહેવાય છે. પરંતુ જે કૃત હોય છે તે કાર્ય તે એક સમયમાં ક્રિયમાણ પણ છે અને પછીના સર્વ સમયોમાં કૃત પણ છે. આ રીતનો કાર્ય કારણ ભાવ છે. સાચી હક્કિત આ પ્રમાણે છે. II૨૩૨૦ા
તે
આ કાર્યકારણભાવ સામાન્યથી સમજાવીને હવે પ્રસ્તુત એવા જમાલિ દ્વારા
સંથારો પાથરવાની બાબતમાં ઉપરોક્ત સર્વ હકીકત જે સ્થવિર મહાત્માઓએ કહી છે તે યુક્તિ સમૂહને જણાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
जं जत्थ नभोदेसे, अत्थुव्वइ जत्थ जत्थ समयम्मि ।
तं तत्थ तत्थमत्थुयमत्थुव्वंतं पि तं चेव || २३२१ ॥
ગાથાર્થ :- જે જે સંથારો પાથરવા આદિનું કાર્ય જે જે આકાશ પ્રદેશમાં જે જે સમયમાં કરાય છે. તે તે કાર્ય તે તે સમયમાં ત્યાં પાથર્યો જ છે. આમ પણ કહેવાય છે. અને પથરાય છે આમ પણ કહેવાય છે ॥૨૩૨૧ |
વિવેચન :- જમાલિને તાવ અને માથાનો દુઃખાવો એકવખત બહુ જ જોર કરતો હતો ત્યારે જમાલિએ પોતાના શિષ્યોને કહ્યું કે મારે શયન કરવું છે. મારા માટે તમે
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૭
પ્રથમ નિહ્નવ જમાલિ સંથારો પાથરો ત્યારે શિષ્યો સંથારો પાથરવાના કામમાં જોડાયા અડધો ભાગ લગભગ પથરાઈ ગયો હતો. બાકીનો ભાગ હજા પથરાતો હતો પાથરવાની ક્રિયા ચાલુ હતી.ત્યારે જ તેમાંના કેટલાક શિષ્યોએ ગુરુજીને (એટલે કે જમાલિજીને) કહ્યું કે સાહેબ, પધારો સંથારો પથરાઈ ગયો છે. ત્યારે જમાલિ પોતાના સ્થાનથી ઉઠ્યા અને જયાં સંથારો પથરાયો છે ત્યાં આવ્યા. ત્યાં પોતાને શયન કરવું છે તાવની તીવ્રતા પણ છે ત્યાં આવ્યા પછી સંથારો પથરાતો હતો હજુ બધું ઠીકઠાક કરાતું હતું તે જોઈને જમાલિજીએ કહ્યું કે સંથારો પાથર્યો ક્યાં છે ? આ તો હજા પથરાય જ છે ત્યારે શિપ્યપરિવારે કહ્યું કે હે ગુરુજી ! પથરાતા (પાથરવાની ક્રિયા કરાતા) એવા સંથારાને પાથર્યો જ કહેવાય કારણ કે જે જે આકાશપ્રદેશમાં જે જે સમયે તે સંથારો પથરાય છે. તે તે આકાશપ્રદેશમાં તે તે સમયે પથરાયો જ છે, આમ કહેવાય. જે પથરાતો હોય તે પથરાયો પણ કહેવાય અને પથરાતો પણ કહેવાય.
સંપૂર્ણ એવો આ સંથારો જે જે સમયોમાં પથરાય છે તે તે સમયમાં પથરાયો છે આમ પણ કહેવાય અને પથરાય છે આમ પણ કહેવાય આવું મહાવીરપ્રભુનું વચન છે.
શ્ચિયમા તપ , યિમક િવ્ય” જે જે કાર્ય જે જે સમયોમાં કરાતું હોય તે તે કાર્ય તે તે સમયમાં કરાયું છે. આમ પણ કહેવાય અને કરાય છે આમ પણ કહેવાય આ પ્રમાણે મહાવીર પ્રભુનું વચન છે. આમ શિષ્યોએ જમાલિજીને સમજાવ્યા. પરંતુ જમાલિજી આ સર્વ હકિકત ત્યારે સ્વીકારતા નથી.
તેઓ એમ કહે છે કે પથરાતું હોય તેને પથરાતુ જ કહેવાય પણ પથરાયેલું છે. આમ ન કહેવાય અર્થાત્ કરાતું હોય તેને કરાતું જ કહેવાય પણ કર્યું છે આમ ન જ કહેવાય આમ કહીને મહાવીરજીના વચનને જમાલિજી મિથ્થારૂપે જણાવે છે
જમાલિજીનું આ કથન ઉચિત નથી અર્થાતુ અયુક્ત છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુના વચનોના આશયનો તે કાળે તેઓને ખ્યાલ રહ્યો નથી. મિથ્યાત્વમોહના ઉદયથી પોતાની વાતને અતિશય પકડી રાખીને બોલી ઉઠે છે કે કરાતું હોય તેને કરાતું જ કહેવાય પણ કરાયું છે આમ ન કહેવાય
પરંતુ ભગવાનનું વચન ઘણા ઘણા નયોથી ભરેલું છે. સર્વનયસાપેક્ષ વીતરાવચન હોય છે. આ વાતનો ખ્યાલ તે કાલે તેઓશ્રી ભૂલી જાય છે અને હઠાગ્રહમાં આવી જાય છે
પરંતુ ભગવાન શ્રી મહાવીર પ્રભુ “કરાતુ હોય તેને કરાયું પણ નિશ્ચયનયથી જેમ માને છે તેમ “કરાતુ હોય તે હજા કરાયું નથી પણ “વૃત” છે આમ પણ ભગવાન કથંચિત્ વ્યવહાર નયના મત પ્રમાણે પણ માને જ છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
બહુરતમત
નિર્ણવવાદ
પરંતુ ભગવતી આદિ આગમપાઠોમાં “વનમાળે પ્રતિદ્વરિત્નમાળે 'િ આ પ્રમાણેનું વિધાન છે. ત્યાં ચાલતુ હોય તેને ચાલ્યુ કહેવાય. ઉદીરણા કરાતું હોય તેને ઉદીર્યું કહેવાય ઇત્યાદિ આગમ પાઠો નિશ્ચયનયની અપેક્ષાએ છે.
૨૮
એક ગામથી બીજા ગામ જવા નીકળેલો પુરુષ બીજી ગામ નજીક આવે ત્યારે આપણું આ ગામ આવી ગયું જલ્દી કરો. પગ ઉઘાડો આપણે હવે પહોંચી ગયા. આમ ભૂતકાળનો પ્રયોગ કરતો જ હોય છે. માટે કરાતું હોય તેને નિશ્ચયનયની દૃષ્ટિએ કરાયુ આમ પણ કહેવાય જ છે આમ નિશ્ચયનયથી પ્રવર્તેલા વાક્યો બોલાય છે.
તે નિશ્ચયનયની દૃષ્ટિએ “વિમાળે તમ્” = કરાતું હોય તેને કર્યું કહેવાય અને ‘સસ્તીર્થમાળ સંસ્કૃતમ્' પથરાતું હોય તેને પથરાયું છે આમ સર્વ કથન સારી રીતે ઘટી શકે છે.
નિશ્ચયનયનું કથન છે કે જ્યારથી માટી લાવો માટી પલાળો, માટી મસળો, પિંડ બનાવો વિગેરે ઘણી ઘણી પ્રક્રિયા કરો ત્યારે ઘટ બને છે. માટે પ્રથમ સમયથી ઘટ કરવાનો આરંભ જ કરાયો નથી પરંતુ મુનિયન માટી લાવવાનું કામ, તથા मर्दनादीनि માટી પલાળવાનું કામ, માટી મસળવાનું કામ પિંડ બનાવવાનું કામ આમ અપર અપર કાર્યો શરૂ કરાય છે. તે તે સર્વ નાનાં નાનાં સેંકડો કાર્યો કરો ત્યારબાદ અંતિમ સમયે જ ઘટ આરંભાય છે. માટે આવા અસંખ્ય સમયોમાં માટી લાવવાનું, માટી પલાળવાનું, માટી મસળવાનું, પિંડ બનાવવાનું ઇત્યાદિ સેંકડો કાર્યો તે તે વચ્ચેના સમયોમાં આરંભાય છે. અને તે તે કાર્યો તે તે સમયોમાં સમાપ્ત પણ થાય જ છે. તે તે કાર્ય કરવાનો કાલ અને તે તે કાર્ય સમાપ્ત થવાનો કાલ એક જ છે. કાર્ય કાલ અને નિષ્ઠાકાલ એકસ્વરૂપ જ છે. જો આમ ન માનીએ તો ઘણા દોષ આવે.
=
=
તેથી “કરાતું હોય તે કર્યું જ” કહેવાય છે. રસોઇ થતી હોય તો પણ થઈ ગઈ છે. જમીને જાઓ આમ જ કહેવાય છે. માટે આ સંથારો પણ પ્રથમ સમયથી જ આખો સંથારો પાથરવાનો આરંભ કરાયો નથી. પરંતુ પ્રત્યેક સમયોમાં તેના કેટલાક કેટલાક ભાગો પથરાય છે. તે ભાગોમાં જે ભાગ જે સમયે પાથરવા લીધો છે. તે ભાગ તે સમયમાં પથરાતો હોવાથી પથરાયેલો જ કહેવાય છે. પરિપૂર્ણ સંથારો તો ચરમસમયે જ પાથરવા માટે પ્રારંભાય છે અને તે ચરમ સમયમાં જ પથરાઈ જાય છે માટે પથરાતાને પથરાયેલું કહેવાય છે. તેમ કરાતું હોય તેને કર્યું કહેવાય છે.
આ રીતે સર્વે પણ કાર્યો જે સમયે આરંભાય છે તે સમયમાં જ સમાપ્ત થાય છે. આમ નિશ્ચયનયનું કથન છે | ૨૩૨૧ ॥
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૯
પ્રથમ નિહ્નવ જમાલિ
રીત હીરો નમો (ગાથા ૨૩૧૧) ચત્રદ ઘટ બનાવવાનો લાંબો એક-બે ક્લાક જેટલો દીર્ધ ક્રિયાકાલ દેખાય છે. ઇત્યાદિ પૂર્વે (ગાથા ૨૩૧૧માં) જે કંઇક કહેવામાં આવ્યું છે ત્યાં નિશ્ચયનય કહે છે કે
बहुवत्थत्तरणविभिण्ण देस किरियाइ कज्जकोडीणं । मण्णसि दीहं कालं जइ, संथारस्स किं तस्स ॥ २३२२ ॥
ગાથાર્થ - બહુ લાંબા સંથારાના વસ્ત્રને પાથરવાના દેશનો અને ક્રિયાદિ કરોડો કાર્યોનો દીર્ઘ એવો લાંબો કાળ જો તું માને છે તો તેમાં સંથારાને શું લેવાદેવા ? ||૨૩૨રા
વિવેચન - જેમ અમદાવાદથી મુંબઈ જવા માટે ઉપડેલી ટ્રેન ૯/૧૦ ક્લાકે પહોંચે છે. પરંતુ તેમાં જરા સૂક્ષ્મ વિચાર કરો તો સમજાશે કે જે સમયે અમદાવાદનું સ્ટેશન ત્યજે છે તે સમયે જ મણિનગર આરંભાય છે. મુંબઈ આરંભાતુ જ નથી તેથી જ જાગવાને બદલે પાટીયા ઉપર લાંબો થઈને મુસાફર સુઈ જાય છે. અને તે જ વખતે મણિનગર આવે જ છે. ત્યારબાદ જે સમયે વટવા આવવાનું આરંભાય છે ત્યારે વટવા જ આવે છે, મુંબઈ નહીં. તેમ જે સમયે જે કાર્ય માટી લાવવાનું. માટી પલાડવાનું કે માટી મસલવાનું કાર્ય આરંભાય છે તે તે કાર્ય તે તે સમયે જ સમાપ્ત થાય છે. મુંબઈનું કાર્ય તો અંતે જ આરંભાય છે અને તે કાર્ય અંતે જ પૂર્ણ થાય છે.
તેવી જ રીતે માટી લાવવી. માટી પળાવવી. માટી મસળવી ઇત્યાદિ બહુ કાર્યો લાઇનસર આરંભાય છે અને તે તે કાર્ય તે તે સમયમાં સમાપ્ત થાય છે ઘટ બનાવવાનું કામ તો અંતિમ સમયે જ આરંભાય છે અને અંતિમસમયે જ તે કાર્ય સમાપ્ત થાય છે હકીક્ત આમ છે. પરંતુ શિષ્ય અલ્પબુદ્ધિવાળો હોવાથી પ્રતિસમયે કરાતાં ઘણાં કાર્યોનો જે કાળ છે તે ઘટમાં જ લગાડે છે તેથી બે ક્લાકે ઘટ થયો દેખાય છે. પરંતુ ત્યાં સુધીમાં હજારો કાર્યો થયાં છે તે કાર્યોને આ જીવ દેખતો જ નથી. તેની જેમ જે સમયમાં સંથારો પાથરવાની શરૂઆત કરી. તે સમયથી પ્રત્યેક સમયમાં ભિન્ન ભિન્ન દેશમાં અંશે અંશે સંથારો પાથરવાનું કાર્ય આરંભાય છે અને તે તે દેશમાં તેટલો તેટલો સંથારો પાથરવાનું કાર્ય સમાપ્ત પણ થાય જ છે.
આમ અસંખ્ય સમયોમાં અસંખ્યકાર્યો થાય છે. તે સર્વ મળીને દીર્ઘકાળ થાય છે. પરંતુ તેમાં સંથારાને શું આવ્યું ? અર્થાત્ કંઈ જ નહીં. પરિપૂર્ણ સંથારો તો અન્તિમ સમયમાં જ પાથરવા માટે આરંભાય છે અને અન્તિમ સમયે જ તે કાર્ય સમાપ્ત થાય છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૦
બહુરતમત
નિતવવાદ વાસ્તવિક વાત આમ છે કે જે સમયે સંથારો પાથરવાની શરૂઆત કરી છે. તે સમયથી પ્રત્યેક સમયમાં તે સંથારાનો અમુક અમુક ભાગ પથરાવાનો શરૂ કરાય છે. અને તે તે ભાગ તે તે સમયમાં પથરાઈ જ જાય છે. આ રીતે અસંખ્ય સમયોમાં અસંખ્ય કાર્યો થાય છે. આમ પ્રતિસમયમાં કાર્ય થતાં હોવા છતાં ઘટકાર્ય ઉપર જ બંધાઈ છે દૃષ્ટિ જેની એવો જીવ અસંખ્યાત કાર્યોના અસંખ્યાત સમયોને ઘટકાર્યમાં જ જોડે છે. જેથી તે શિષ્યને ઘટ કાર્ય જ બે ક્લાકે થતું દેખાય છે.
જેમ અમદાવાદથી ઉપડેલી ટ્રેન મણીનગર-વટવા-નડીયાદ-વડોદરા-ભરૂચ-સુરતનવસારી-બીલીમોરા-વલસાડ-વાપી વિગેરે અગણિત સ્ટેશનો આવતાં હોવા છતાં મુંબઈ ઉપર જ બંધાઈ છે દૃષ્ટિ જેની એવો જીવ ૯/૧૦ ક્લાકે મુંબઈ આવ્યું આમ જ દેખે છે. વચ્ચે વચ્ચે આવતાં સ્ટેશનોને (કાર્યરૂપે) દેખતો જ નથી. ઊંઘમાં જ પસાર કરે છે. તેમ માટી લાવવી. માટી પલાવવી. માટી મસળવી. કાંકરા કાઢી નાખવા. પિંડો બનાવવો વિગેરે ઘણાં ઘણાં કાર્યો થતાં હોવા છતાં ઘટકાર્ય પ્રત્યે જ બદ્ધદષ્ટિ હોવાથી બન્ને ક્લાક ઘટકાર્યમાં જ આ જીવ જોડે છે પરંતુ સમયે સમયે આવાં બીજાં બીજાં કાર્યો અગણિત થાય છે. તેને આ જીવ જોતો જ નથી.
હકીકતથી તો સમયે સમયે નવાં નવાં કાર્યો આરંભાય છે. અને તે તે આરંભાયેલું તે તે કાર્ય તે તે સમયમાં જ પૂર્ણ થાય છે. આમ સમયે સમયે નવાં નવાં કાર્યો આરંભાતાં હોવાથી અને સમાપ્ત થતાં હોવાથી ઘટાત્મક કાર્ય અન્તિમ સમયે જ શરૂ કરાય છે અને અન્તિમ સમયે જ સમાપ્ત થાય છે.
ઘડો બનાવતાં જોકે દીર્ધકાળ લાગે છે. પરંતુ તેમાં સમયે સમયે ભિન્ન ભિન્ન કરોડો કાર્યો (માટી લાવવી-પળાવવી-મસળવી. પિંડ બનાવવા વિગેરે કાર્યો) થાય છે. તેનો સર્વેનો મળીને દીર્ઘ કાળ થાય છે. પરંતુ ઘટકાર્ય તો માત્ર ચરમસમયે જ આરંભાય છે અને ચરમ સમયે જ સમાપ્ત થાય છે.
- જેમ અમદાવાદથી મુંબઈ જતાં ૧૦ કલાક લાગે છે પરંતુ તેમાં જુદા જુદા કાળે જુદાં જુદાં સ્ટેશનો આવવાનું આરંભાય છે અને તે તે સ્ટેશનો આવી જવાનું કાર્ય થાય જ છે. મુંબઈ આવવાનું કાર્ય તો અન્ત જ આરંભાય છે અને અંતે જ સમાપ્ત થાય છે. તેમ ઘટ કાર્યમાં પણ આગલા સમયમાં સ્થાશ-કોશ-કુશુલ-ઇત્યાદિ અનેક કાર્યો આરંભાય છે. અને તે તે અનેક કાર્ય સમાપ્ત પણ થાય છે ઘટ તો અન્ત જ આરંભાય છે અને અન્ય સમયે જ સમાપ્ત થાય છે, તેમ સંથારાનો આગલો ભાગ-વચ્ચેનો ભાગ પૂર્વસમયોમાં પાથરવાનો શરૂ કરાય છે. અને તે તે ભાગ તે તે સમયોમાં પથરાઈ જ જાય છે. પણ
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નિવ જમાલિ
૩૧ તેમાં આખા સંથારાને શું લેવા દેવા ? આખો સંપૂર્ણ સંથારો તો અન્ય સમયે જ પથરાવાનો શરૂ થાય છે અને અન્ય સમયે જ સમાપ્ત થાય છે. અહીં પણ સંથારાના પ્રારંભથી અન્ત સુધીમાં કરોડો કાર્ય થાય છે. | ૨૩૨૨ |
અવતરણ - શિષ્ય પ્રશ્ન કરે છે આ રીતે પૂર્વ પૂર્વના અસંખ્ય સમયોમાં જો નવાં નવાં જ કાર્યો કરાતાં હોય અને ઘટ તો ચરમ સમયે જ કરાતો હોય તો મને પોતાને સંથારો પાથરવાનો જ દીર્ધકાળ થાય છે આમ કેમ દેખાય છે ?
पइसमयकज्जकोडीविमुहो, संथारयाहिकयकज्जो । पड्समयकज्जकालं, कह संथारम्मि लाएसि ॥ २३२३ ॥
ગાથાર્થ :- પ્રત્યેક સમયમાં થતાં કરોડો કાર્યથી વિમુખ થયેલો એવો તું માત્ર સંથારાના કાર્યને વિશે જ કર્યો છે અભિલાષ જેણે એવો તું પ્રતિસમયે થતા અસંખ્યાત કાર્યોના કાળને સંથારાના જ કાર્યમાં કેમ જોડે છે ? (આ જ તારી મોટી ભૂલ છે.) ૨૩૨૩ ||
વિવેચન - અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ગાડીમાં વચ્ચે વચ્ચે ઘણાં સ્ટેશનો આવે જ છે. પરંતુ મુંબઈ જવા માટેની તે જીવની બદ્ધદષ્ટિ હોવાથી વચ્ચે આવતાં ગામોનું આ જીવને પ્રયોજન ન હોવાથી આ જીવને જણાતાં નથી. (ઉંઘમાં જ પસાર થઈ જાય છે) તે રીતે ઘટ બનાવતી વેળાએ પ્રતિસમયમાં કરોડો કાર્યો થાય છે. પરંતુ તે કાર્યોથી વિમુખ થયેલો એવો આ જીવ પ્રતિસમયમાં થતા કરોડો કાર્યોને અવગણીને તે સઘળોય કાળ ઘટકાર્યમાં જ જોડે છે. તેથી જ ૯-૧૦ ક્લાકે મુંબઈ આવ્યું જેમ દેખાય છે. તેમ બે ત્રણ ક્લાકે ઘડો થયો આમ એક ઘટકાર્ય જ દેખાય છે. અને આ સઘળોય કાળ ઘટકાર્યમાં જ આ જીવ જોડે છે. આ જ તેની મોટી ભૂલ છે. || ૨૩૨૩ છે.
અવતરણ - ઘણા મુનિઓએ જમાલિને સમજાવ્યા. પરંતુ જ્યારે તે જમાલિ ન જ સમજ્યા ત્યારે શું થયું ? તે કહે છે.
सो उज्जुसुयनयमयं, अमुणंतो न पडिवज्जए जाहे । ताहे समणा केइ, उवसंपन्ना जिणं चेव ॥ २३२४ ॥
ગાથાર્થ - ઋજાસૂત્ર નયનો આ મત છે. આમ નહીં જાણતા એવા તે જમાલિ જ્યારે સાધુસંતો વડે સમજાવવા છતાં પણ જ્યારે સાચી વાત નથી સ્વીકારતા ત્યારે કેટલાક શ્રમણ ભેગવંતો તે જમાલિને છોડીને જિનેશ્વર ભગવંત પાસે પહોંચ્યા || ૨૩૨૪ ||
વિવેચન :- માત્ર વર્તમાન કાળના એક સમયનું જ કાર્ય માનવું અને અન્ય અસંખ્ય સમયોના કાર્યને ગૌણ કરવું આ ઋજુસૂત્રનયનો મત છે. આમ આ એક નવિષયક
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૨
બહુરતમત
નિઠવવાદ
વાત છે. આ વાતને ન સમજતા આ જમાલિ જ્યારે અનેક સાધુસંતો વડે સમજાવવા છતાં સમજતા નથી. ઘણો પ્રયત્ન કર્યો પણ જ્યારે તે પ્રયત્ન સફળ ન થયો ત્યારે કેટલાક સાધુસંતો તે જમાલિને છોડીને ભગવાન શ્રીમહાવીર સ્વામી પાસે પહોંચ્યા અર્થાત્ જમાલિની સાથેનો ગુરુશિષ્ય પણાનો સંબંધ ત્યજી પરમાત્માશ્રી મહાવીર પ્રભુ પાસે ગયા || ૨૩૨૪ ॥
पियदंसणा वि पईणोऽणुरागओ तम्मयं चिय पवण्णा । ढकोवहियागणिदड्डवत्थदेसा तयं भणइ ॥ २३२५ ॥
सावय ! संघाडी मे तुमए दत्ति सो वि य तमाह । न तुज्झ उज्झमाणं दड्ढं ति मओ न सिद्धंतो ॥ २३२६ ॥
दड्ढं न डज्झमाणं, जइ विगएऽणागए व का संका ।
काले तयभावाओ संघाडी कम्मि ते दड्ढा ॥ २३२७ ॥
ગાથાર્થ પ્રિયદર્શના પણ પતિના અનુરાગથી તે જમાલિના જ મતને સ્વીકારનારી થઈ. પરંતુ ઢંક નામના શ્રાવક વડે નખાયેલા અગ્નિના કણીયા વડે બળાયું છે વસ્ર જેણીનું એવી તે પ્રિયદર્શના તે ઢંકને કહે છે કે ॥ ૨૩૨૫ ॥
-
હે શ્રાવક ! તારા વડે મારો સાડો બળાયો ત્યારે તે ઢંકશ્રાવક પણ તે પ્રિયદર્શનાને કહે છે કે “બળતું હોય તેને બળ્યું કહેવાય” આ સિદ્ધાન્ત તમને તો માન્ય નથી જ. તો મારો સાડો બળાયો આમ કેમ બોલો છો ? | ૨૩૨૬ ॥
જે સમયે વસ્ર બળાય છે તે સમયે જો દગ્ધ નથી. તો પછી દાહક્રિયા પતી ગયા પછી કે દાહક્રિયા થઈ જ ન હોય ત્યારે અર્થાત્ ભૂતકાળમાં કે ભાવિકાળમાં તો તે દગ્ધ ન જ કહેવાય. તેમાં શંકા શું હોય ? આમ ત્રણેકાળમાં આ સાડી અદગ્ધ જ રહેલી હોવાથી તમારી સાડી મારા વડે ક્યાં બળાઈ છે ? અર્થાત્ બળાઇ જ નથી ॥૨૩૨ણા
વિવેચન :- પરમાત્મા શ્રી મહાવીરપ્રભુની પુત્રી પ્રિયદર્શના આ જમાલિનાં પત્ની હતાં તેથી પોતાના પતિ પ્રત્યેના અનુરાગથી પોતાના પતિની જ વાતને સ્વીકારતાં હતાં. પણ પરમાત્માની વાતને સ્વીકારતાં ન હતાં. તેથી ઢંક નામના શ્રાવકે તે પ્રિયદર્શનાને સમજાવવાનો એક ઉપાય અપનાવ્યો. તે આ પ્રમાણે.
જ્યારે પ્રિયદર્શના સ્વાધ્યાય કરતાં હતાં ત્યારે ભઠ્ઠામાંથી મોટો એક અંગારો લઈને ઢંકશ્રાવક વડે પ્રિયદર્શનાના સાડા ઉપર નખાયો. ત્યારે ઢંકશ્રાવક વડે નખાયેલા અંગારથી બળ્યો છે વસ્રનો એક છેડો જેનો એવાં પ્રિયદર્શના તે ઢંક શ્રાવકને કહે છે કે “તારા
66
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નિહ્નવ જમાલિ
૩૩ વડે મારો સાડો બળાયો” ત્યારે ઢંકશ્રાવક કહે છે કે “બળાતુ વસ્ત્ર દાહક્રિયાકાલે બળેલું કહેવાય નહીં આવો તમારો સિદ્ધાન્ત છે. તો બળાયા પહેલાં મારા વડે બળાતું નથી. અને ભવિષ્યકાળમાં પણ દાહક્રિયા ન હોવાથી બળાતું નથી. અને વર્તમાનકાળે તો તમે બળતાને બળાયુ માનતા જ નથી. આમ ત્રણે કાળે ઉપર કહેલી યુક્તિથી મારા વડે તમારું વસ્ત્ર બળાય જ નથી તો તે આર્યો ? તમારો સાડો મારા વડે ક્યા કાળે બળાયો છે ? કહો તો ખરા કે ત્રણેકાળમાં મારા વડે તમારો સાડો બળાયો જ નથી. તો પછી બળાયો” આમ કેમ બોલો છો ? આ પ્રમાણે કહીને ટંક નામના તે શ્રાવકે પ્રિયદર્શનાને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
| ૨૩૨૫-૨૩૨૬-૨૩૨૭ || અવતરણ - ટંકશ્રાવકે પ્રિયદર્શનાને સમજાવવા આ પ્રમાણે પ્રયત્ન કર્યો કે હું આર્ય! તમે આમ કેમ માનો છો ?
अहवा न डज्झमाणं दड्ढं, दाहकिरियासमत्तीए । किरीयाऽभावे दड्ढं जइ, दड्ढं किं न तेलुक्कं ? ॥ २३२८ ॥
ગાથાર્થ - અથવા જો બળતું હોય તેને બલ્ય ન કહેવાય તો શું દાહક્રિયાની સમાપ્તિ થાય ત્યારે બધું કહેવાય ? અને જો આમ જ હોય તો ત્રણે લોક બળેલાં કેમ ન કહેવાય? | ૨૩૨૮ ||
વિવેચન :- આ જ વાતને ઢંકશ્રાવક પ્રિયદર્શનાને વધારે સ્પષ્ટ કરીને સમજાવતાં કહે છે કે “જો બળતું હોય તેને બળવાની ક્રિયા ચાલુ હોય ત્યારે જે બળ્યું છે આમ ન કહેવાય તો શું બની રહ્યા પછી બળાયું છે. આમ કહેવાય ?
હે પ્રિયદર્શનાજી ! જો તમે કહો કે “હા” વસ્ત્ર પૂરેપૂરૂ બળી રહે ત્યારબાદ જ “દગ્ધ (બળાયું) છે. આમ કહેવાય તો જયારે દાહક્રિયા ચાલતી હતી ત્યારે તો દગ્ધ નથી જ આમ નિશ્ચિત થાય છે. તો બૂમાબુમ કેમ કરો છો કે મારો સાડો બળાયો મારો સાડો બળાયો ! તમારો તો આ સિદ્ધાન્ત જ નથી.
હવે જો બળી રહ્યા પછી બળાયો છે આમ કહો તો દાહક્રિયા સમાપ્ત થયા પછી તો દાહક્રિયા જ રહી નથી કે જેથી બળાયું છે. આમ તમારું કહેવું થાય. પરંતુ તે વાત કેમ સાચી કહેવાય? દાહક્રિયા પતી ગયા પછી જો બળાયું છે આમ કહો તો દાહક્રિયાની સમાપ્તિ પછી દાહક્રિયાના અભાવમાં જ બળાયું છે આવો અર્થ થાય- હવે જો આમ જ હોય તો આ આંખે દેખાતાં સમસ્ત એવાં ત્રણે લોક પણ હાલ દાહક્રિયાના અભાવમાં
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૪ બહુરતમત
નિહ્નવવાદ જ વર્તે છે તેને બળાયાં છે આમ કેમ નથી કહેવાતું ? દાહની ક્રિયાનો અભાવ તો બન્ને સ્થાને તુલ્ય જ છે જેમ સાડાને દાહની ક્રિયા પૂર્ણ થયા પછી દાહની ક્રિયાના અભાવમાં જ દગ્ધ કહો છો. તેમાં ત્રણે ભુવનને પણ દગ્ધ કહોને ! કેમ ત્રણ ભુવનને દગ્ધ માનતા નથી ? દગ્ગક્રિયાનો અભાવ તો બળી ગયેલા સાડામાં અને ત્રણે ભુવનમાં સમાન જ છે. માટે હે પ્રિયદર્શનાજી ! તમે કંઈક સમજો. તમારો આ સિદ્ધાન્ત બરાબર નથી. આ સમજાવવા માટે જ મેં આ અંગારો નાખવાનો પ્રયાસ કર્યો છે. || ૨૩૨૮ |
અવતરણ - ઢક નામના શ્રાવકે આ પ્રયત્ન કર્યો ત્યારબાદ તે પ્રયત્નથી શું થયું? તે કહે છેउज्जुसुयनयमयाओ, वीरजिणिंदवयणावलंबीणं ॥ जुज्जेज्ज डज्जमाणं दहूं, वोत्तुं न तुझं ति ॥ २३२९ ॥
ગાથાર્થ - બળતું હોય તેને બળ્યું છે આમ કહેવાય આ જાસૂત્રનયનો મત હોવાથી વીર પરમાત્માના વચનોનું અવલંબન લેનારાને આ નયની દષ્ટિએ “બળાતું હોય તેને બળાયું છે” આમ કહેવાય અને તે કહી પણ શકે. પરંતુ તે પ્રિયદર્શનાજી ! તમારે તો આમ ન જ કહેવાય ? || ૨૩૨૯ ||
વિવેચન :- ટંકશ્રાવકે અવસર જાણીને પ્રિયદર્શનાજીને સમજાવવાનો વધારે વધારે પ્રયત્ન કર્યો કે સાતે નયોને માનનારા અને યથાસ્થાને જોડનારા એવા શ્રી મહાવીરપ્રભુનો આ સિધ્ધાન્ત છે. તેનું જ અવલંબન (આધાર) લેનારા જે આત્માઓ હોય તે જ આમ બોલી શકે અને માની શકે કે “બળાતું હોય તે બળ્યુ” કહેવાય. કારણ કે સાતે નય માનનારા આત્માઓ જ યથાસ્થાને તેનું મુંજન કરે. તેમાં આ ઋજુસૂત્રનયનો મત છે અર્થાત્ આ નયની દષ્ટિએ “બળતું હોય તેને બળ્યું કહેવાય”. તેથી અમારા જેવા મહાવીર પ્રભુને અનુસરનારા આમ બોલી શકે કે બળાતો સાડો બળાયો આમ બોલી શકે, પરંતુ તમે તો જમાલિજીના મતને અનુસારના છો તેમના મત પ્રમાણે તો બળાતું હોય તેને બળાતું જ કહેવાય. બળાયું છે આમ ન કહેવાય. માટે હે પ્રિયદર્શનાજી ! તમે સાચી વાતને કંઈક સમજો.
કાં તો આખો સાડો બળી રહે એક પણ તંતુ બાકી ન રહે ત્યારે “મારો સાડો કેમ બળાયો” આમ બોલો અથવા આ સિધ્ધાન્તને જતો કરીને કહો કે “બળાતું હોય તેને બળાયું પણ કહેવાય. આમ મહાવીર પ્રભુનો મત સ્વીકારો.
આ પ્રમાણે ઢંકશ્રાવકે પ્રિયદર્શનાજીને સમજાવવાનો ખુલ્લે ખુલ્લો ઘણો ઘણો પ્રયત્ન કયો. || ૨૩૨૯ ||
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રથમ નિવ જમાલિ
૩૫ અવતરણ- બળાતું હોય તેને બળાયું છે આમ માનનારા વાદીને (મહાવીર પ્રભુ આદિ આ માન્યતા માનનારાને) પણ વસ્ત્રનો માત્ર એક છેડો બળે છતે પણ “સાડો બળાયો છે” આવો વ્યવહાર કેમ સ્વીકારાય છે ? આ વાત સ્પષ્ટપણે સમજાવે છે
समए समए जो जो देसोऽगणिभावमेइ डज्झमाणस्स ॥ तं तम्मि डज्झमाणं दड्ढं पि तमेव तत्थेव ॥ २३३० ॥
ગાથાર્થ - સમયે સમયે વસ્ત્રનો જે જે ભાગ બળાય છે તે તે ભાગ તે તે સમયે અગ્નિભાવને (દગ્ધભાવને) પામે જ છે. તેથી તે વસ્ત્ર તે સમયમાં બળાતું હોય તેને તે સમયમાં જ બળાયું છે આમ જરૂર કહેવાય છે | ૨૩૩૦ ||
વિવેચન :- દાહ્ય (બાળવા લાયક) એવા પટાદિવસ્તુનો જે જે ભાગ (એક-બે તત્ત્વ આદિ) જે જે સમયે બળાય છે. તે તે દેશરૂપ એક એક ભાગ છે તે સમયમાં જ બળાતું. પણ કહેવાય છે. અને તેને જ બળાયું છે. એમ પણ તે જ સમયમાં કહેવાય છે. અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ગાડી મુંબઈ નજીક આવે ત્યારે મુંબઈ આવે છે. આમ પણ બોલાય અને મુંબઈ આવી ગયું તૈયાર થઈ જાઓ આમ પણ બોલાય. તેની જેમ બળાતું હોય તેને બળાતું પણ કહેવાય અને બળાયું પણ કહેવાય.
આ રીતે આ વાત તમારે માનવી જોઇએ અને સ્વીકારવી જોઇએ ખરેખર તો તમારા સાડાનો એક દેશભાગ જ મારા વડે અંગારો નાખવા દ્વારા બળાયો છે. આખો સાડો બળાયો નથી. તો પણ તમે આમ જે બોલ્યા કે “મારો સાડો બળાયો” તો આ સિધ્ધાન્ત તમારે સ્વીકારી લેવો જોઈએ. તો જ આમ બોલી શકે.
જે સાડાનો એક દેશભાગ બાળવા છતાં પણ “મારાં સાડો બળાયો” આવું તમે જે બોલો છો તે સાડાના એક દેશભાગમાં પણ સાડાશબ્દનો ઉપચાર કરવાથી ઘટી શકે છે. માટે જેમ એક અંશમાં અંશીનો ઉપચાર કરાય તેમ બળાતાને બળાયું પણ અવશ્ય કહેવાય છે. આ વાત ભગવાન મહાવીરસ્વામિની છે. તે તમારે સ્વીકારી લેવી જોઈએ. આ પ્રમાણે ઢંક નામના શ્રાવકે પ્રિયદર્શનાજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
|| ૨૩૩૦ || અવતરણ - ત્યારબાદ શું થયું? તે કહે છે. नियमेण डज्झमाणं दड्ढं, दड्ढं तु होई भयणिज्जं ॥ किंचिदिह डज्झमाणं, उवरयदाहं च होज्जाहि ॥ २३३१ ॥
Page #59
--------------------------------------------------------------------------
________________
બહુરતમત
નિઠવવાદ
ગાથાર્થ :- જે બળાતું હોય તે અવશ્ય બળાયું જ કહેવાય પરંતુ જે બળાયું હોય (દગ્ધ હોય) તે ભજનાવાળું જાણવું. એટલે કે કંઈક દહ્યમાન (બળાતું) પણ હોય અને કંઇક ઉપરત દાહવાળું (બળાયેલું) પણ હોય ॥ ૨૩૩૧ ||
૩૬
વિવેચના :- જે વસ્તુ જે સમયે બળાતી (દહ્યમાન) હોય તે વસ્તુ તે સમયે બળાઇ (દગ્ધ) છે. આમ નિયમા કહેવાય છે કારણ કે જે સમયે જે કાર્ય આરંભાય છે તે સમયે જ તે ક્રિયા સમાપ્ત થાય છે. માટે દગ્ધમાન તે અવશ્ય દગ્ધ છે જ. બળાતું હોય તે અવશ્ય બળાયેલું છે જ.
પરંતુ જે બળાયેલું છે (અર્થાત્ દગ્ધ છે) તે દહ્યમાન પણ છે અને ઉપરતદાહ (જેની દાહક્રિયા અટકી ગઇ છે તેવું) પણ છે. જે સમયે બળાય છે તે સમયમાં તે દહ્યમાન છે. પછીના સમયોમાં ઉપરતદાહ પણ છે. આમ સમજવું જોઈએ.
આ પ્રમાણેની વિનયપૂર્વકની વાણીથી ઢંક શ્રાવકે પ્રિયદર્શનાજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો આવા પ્રકારનાં હૈયાના ભાવપૂર્વકનાં વચનો વડે ઢંકશ્રાવકે પ્રિયદર્શનાને સમજાવ્યાં અને બીજા કેટલાક સાધુ મહાત્માઓને પણ આ વાત ઢંકશ્રાવકે સમજાવી.
ભગવાન શ્રીમહાવીર પ્રભુ ઉપરના અતિશય અહોભાવ અને બહુમાનના ભાવપૂર્વક ઢંક નામના શ્રાવકે સર્વને પ્રતિબોધ્યા ત્યારે પ્રિયદર્શનાજી અને શેષસાધુસંતો બોલ્યા કે હે આર્ય ! અમે બધા જ તમારા આ સંબોધનને (તમારી આ સમજાવટને) ઇચ્છીએ છીએ, સ્વીકારીએ છીએ. તમારી વાણી ઘણી જ અદ્ભૂત (યથાર્થ) છે. અમે પરમાત્મા પાસે જઈએ છીએ અને અમારી ભૂલની ક્ષમા યાચના કરીને પરમાત્માની આજ્ઞા સ્વીકારીએ છીએ. આ પ્રમાણે ઢંકશ્રાવકની સામે કહીને એકલા જમાલિને ત્યજીને તે સર્વે આત્માઓ (પ્રિયદર્શનાજી અને અન્ય સાધુમહાત્માઓ) શ્રી મહાવીર પરમાત્મા પાસે
આવ્યા. ॥ ૨૩૩૧ ||
અવતરણ- આ જ વાત હવે પછીની ગાથામાં કહે છે.
इच्छामो संबोहणमज्जो ! पियदंसणादओ ढंकं ॥
वोत्तुं जमालिमेक्कं मोत्तुण गया जिणसगासं ॥ २३३२ ॥
ગાથાર્થ :- હે આર્ય ! અમે તમારા સંબોધનને (સમજાવટને) ઇચ્છીએ છીએ. આમ ઢંકશ્રાવકને કહીને તે પ્રિયદર્શનાજી વિગેરે સર્વે જમાલિને એકલાને મુકીને જિનેશ્વર પરમાત્માની પાસે ગયા. (અને ત્યાં જઇને પરમાત્માની વાણીને સ્વીકારનારા થયા.)
Page #60
--------------------------------------------------------------------------
________________
39
પ્રથમ નિતવ જમાલિ
વિવેચન :- ટંકશ્રાવક ઉપાય અપનાવીને વિનયપૂર્વક હૃદયના બહુમાનપૂર્વક પ્રિયદર્શનાજીને સમજાવ્યા અને તેઓની સાથે બીજા કેટલાક સાધુસંતો પણ આ વાતને દીર્ધદષ્ટિથી વિચારવા પૂર્વક સમજયા. ત્યાર પછી શું થયું. તે કહે છે.
પ્રિયદર્શનાજી અને શેષ સાધુસંતોએ ઢંક નામના શ્રાવકને કહ્યું કે હે આર્ય? તમારા દ્વારા કરાયેલા આ સંબોધનને (સમજાવટને) અમે ઇચ્છીએ છીએ સ્વીકારીએ છીએ બહુ જ સારું થયું કે તમારો અમને યોગ થયો. અને તમારી સમજાવટ અમને મળી. અમે બધા હવે ભગવાનના માર્ગે આવ્યા.
તે પ્રિયદર્શનાજી તથા અન્ય સાધુ સંતો ઢક શ્રાવકને આમ કહીને તેમણે આપેલી સમજની અનુમોદના કરીને જમાલિ ન સમજતા હોવાથી તે જમાલિને છોડીને ત્યાંથી વિહાર કરીને પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે આવ્યા. અને પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને વંદના કરીને બનેલી હકીકત કહીને ક્ષમાયાચના કરીને પરમાત્માનો માર્ગ અહોભાવ અને બહુમાનના ભાવપૂર્વક સ્વીકાર્યો || ૨૩૩૨ /
॥ इति बहुरताख्यः प्रथमो जमालिनिह्नवः समाप्तः ॥ આ પ્રમાણે બહુરત નામનો આ પ્રથમ જમાલિ નામનો નિહ્નવ સમાપ્ત થયો
જે પ્રથમ નિકવવાદ સમાન છે
2)
- {TAH (
FAR
E
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૮
એક પ્રદેશવાદ
નિતવવાદ
તીય નિહાળી
હવે બીજ નિતવનું વર્ણન ગ્રંથકારશ્રી કરે છેसोलस वासाणि तया, जिणेण उप्पाडियस्स नाणस्स । जीव पएसियादिट्ठी, तो उसभपूरे समुप्पन्ना ॥ २३३३ ॥ रायगिहे गुणसिलए, वसु चउदसपूव्वि तीसगुत्ते य ।। आमलकप्पा नयरी, मित्तसिरी कूरपिउडाई ॥ २३३४ ॥
ગાથાર્થ :- શ્રી મહાવીર પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયાંને (૧૬) સોળ વર્ષો વીત્યાં હતાં ત્યારે (રાજગૃહી છે બીજુ નામ જેનું એવા) શ્રી ઋષભપુર નામના નગરમાં જીવપ્રાદેશિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ.
રાજગૃહી નામની નગરીમાં ગુણશિલ નામના દૈત્યને વિષે ચૌદપૂર્વધારી એવા વસુ નામના આચાર્ય થયા. તેમના શિષ્ય તિષ્યગુપ્ત છે નામ જેનું એવા સાધુ બીજા નિહ્નવ થયા. તેઓશ્રી વિહાર કરતા કરતા આમલકકલ્પા નામની નગરીમાં પધાર્યા. ત્યાં મિત્રશ્રી નામના શ્રાવકવડે કૂર અને ભાતના દાણા આદિના દાન વડે પ્રતિબોધિત કરાયા. || ૨૩૩૩-૨૩૩૪ ||
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયાંને (૧૬) સોળ વર્ષ પસાર થયાં હતાં ત્યારે રાજગૃહી છે બીજાનામ જેનું એવા ઋષભપૂર નામના નગરમાં વસુ નામના આચાર્યના શિષ્ય એવા તિષ્યગુપ્ત નામના બીજા નિકૂવ થયા. જેઓની જીવપ્રાદેશિકદષ્ટિ હતી (અન્તિમ એક પ્રદેશમાં જ જીવ છે આવી દષ્ટિવાળા બીજા નિદ્ભવ થયા.
કોઈ પણ વસ્તુઓ અન્તિમ પ્રદેશ આવે ત્યારે જ તે વસ્તુ સમાપ્ત થઈ કહેવાય છે. માટે અત્તિમ પ્રદેશમાં જ વસ્તુ છે આવી માન્યતાવાળા બીજા તિષ્યગુપ્ત નામના નિદ્વવ થયા.
જેમકે સેંકડો તજુઓને તાણાવાણા રૂપે ગોઠવવામાં આવે ત્યારે જ એક ધોતી બને છે તેમાં અન્તિમ તનુ જોડવામાં આવે ત્યારે જ સંપૂર્ણ ધોતી બની કહેવાય છે માટે તે અન્તિમતનું એ જ સંપૂર્ણ ધોતી છે. આવી માન્યતા આ બીજા તિષ્યગુપ્ત નિદ્વવની હતી.
Page #62
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત
૩૯
પરમાત્માશ્રી મહાવીરપ્રભુને કેવલજ્ઞાન જ્યારે પ્રગટ થયું. ત્યાર પછી ૧૬ વર્ષો પસાર થયે છતે આ નિર્ભવ થયા. રાજગૃહી છે બીજી નામ જેનું એવા ઋષભપૂર નામના નગરમાં ગુણશિલક નામના ચૈત્યમાં આ નિહ્રવની ઉત્પત્તિ થઈ.
ચૌદ પૂર્વના પરિપૂર્ણ અભ્યાસી એવા વસુનામના આચાર્યના શિષ્ય શ્રી તિષ્યગુપ્ત નામના મુનિરાજથી આમલકકલ્પા નામની નગરીમાં આ દૃષ્ટિ પ્રગટ થઈ.
મિત્રશ્રી નામના શ્રાવક વડે ઘણા જ વિનયપૂર્વક વિનંતિ કરીને પોતાને ઘેર વહોરવા માટે આ મુનિને આમંત્રણ અપાયું જ્યારે તિષ્યગુપ્ત મુનિ વહોરવા માટે આવ્યા. ત્યારે મીઠાઇઓ-દાળ-ભાત-શાક આદિ અનેક પદાર્થોમાંથી દરેક પદાર્થોનો એક એક અન્તિમ કણ તિષ્યગુપ્તમુનિને વહોરાવ્યો.
ત્યારે મુનિ બોલ્યા કે આમ આવા પ્રકારના એક એક દાણામાત્રથી તો ભૂખ શમે નહીં. તમે આ શું કરો છો ? મારી મશ્કરી કરો છો. ત્યારે મિત્રશ્રી શ્રાવક બોલ્યા કે ના સાહેબ, હું તમારી જરા પણ મશ્કરી કરતો નથી. પરંતુ આપશ્રીનો આ સિધ્ધાન્ત છે કે અન્તિમ પ્રદેશમાં જ જીવ છે. અન્તિમ તત્તુમાં જ પટ છે. તેથી મેં તમને અન્તિમ કણ જ આપ્યો છે. હવે જો આ મશ્કરી જ લાગતી હોય તો આ સિદ્ધાન્ત છોડી દો. હકીકતથી અન્તિમતન્તુ પટનો ઉપકારી છે. પણ અન્તિમતન્તુ એ જ સંપૂર્ણ પટ નથી. તથા જેમ અન્તિમ કણ એ આહારપ્રાપ્તિમાં ઉપકારી છે. પણ તે કણ જ સંપૂર્ણ આહાર નથી. તેની જેમ આત્માના અસંખ્યપ્રદેશોમાં અન્તિમ પ્રદેશ તે આત્મદ્રવ્યની પૂર્ણતા રૂપ છે. પણ તે અન્તિમ પ્રદેશ જ સંપૂર્ણ આત્મા નથી આ વાત સમજાવવા માટે જ મેં આ પ્રયોગ કર્યો છે.
ત્યારે તિષ્યગુપ્ત સાચી વાતને સમજ્યા અને પોતાની ભૂલ કબૂલ કરી ક્ષમાયાચના કરી ત્યારે મિત્રશ્રી શ્રાવકે સંપૂર્ણપણે અન્નદાનાદિ કરીને તેમને ભક્તિભાવપૂર્વક આહાર વહોરાવ્યો. આ પ્રમાણે આ બીજા નિહ્નવ થયા || ૨૩૩૩-૨૩૩૪ ||
અવતરણ :- ઉપરોક્ત તિગુપ્ત નિર્ભવની વાત વધારે સ્પષ્ટપણે વિસ્તારથી સમજાવતાં ભાષ્યકાર મહારાજા કહે છે કે
आयप्पवायपुव्वं अहिज्जमाणस्स तीसगुत्तस्स ॥ नयमयमयाणमाणस्स दिट्ठिमोहो समुप्पन्नो ॥ २३३५ ॥
ગાથાર્થ ઃ- આત્મપ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતા એવા તિષ્યગુપ્ત નામના મુનિને નયોના અભિપ્રાયને યથાર્થ રીતે ન જાણવાથી આવા પ્રકારનો દૃષ્ટિમોહ (દૃષ્ટિભ્રમ) થયો. I૨૩૩૫॥
Page #63
--------------------------------------------------------------------------
________________
એક પ્રદેશવાદ
નિહ્નવવાદ
વિવેચન :- આત્મપ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતા એવા તિષ્યગુપ્ત મુનિને આવો આલાવો (સૂત્ર પાઠ) ભણવામાં આવ્યો “ણે અંતે ! નીવપજ્ઞે નીવે ત્તિ વત્તવં સિયા ? નો ફળકે સમઢે । વં રો, તિત્રિ, નાવ વસ, સંવેખ્ખા, અસંવેગ્ગા, મંતે ! નૌવપસા जीवत्ति वत्तव्वं सिया ? नो इणट्ठे समट्ठे, वि णं एगपएसूणे जीवे नो जीवेत्ति वत्तव्वं सिया । से केणं अट्ठेणं ? जम्हा णं कसिणे पडिपुत्रे लोगागासपएसतुल्ले जीवे जीवत्ति वत्तव्वं सिया । સે તેનં અઢેળ ॥''
૪૦
હે ભગવાન ! આ આત્માનો એક આત્મપ્રદેશ એ શું જીવ છે ? પરમાત્મા કહે છે કે ના, આ અર્થ બરાબર નથી અર્થાત્ આત્માનો એક પ્રદેશ એ જીવ નથી. તો શું બે આત્મપ્રદેશો એ જીવ છે ? કે ત્રણ પ્રદેશો તે જીવ છે ? એમ ૧૦ પ્રદેશો એ જીવ છે ? કે સંખ્યાત પ્રદેશો એ જીવ છે ? કે અસંખ્યાત પ્રદેશો એ જીવ છે ?
ભગવાન કહે છે કે તારો આ અર્થ બરાબર નથી. અર્થાત્ આત્માના બે પ્રદેશો એ જીવ નથી. ત્રણ પ્રદેશો એ પણ જીવ નથી. એમ યાવત્ ૧૦ પ્રદેશો એ પણ જીવ નથી. સંખ્યાત પ્રદેશો કે અસંખ્યાતપ્રદેશો એ પણ જીવ નથી જ્યાં સુધી એક પણ આત્મપ્રદેશ ન્યૂન હોય ત્યાં સુધી તે જીવ નથી.
હે પ્રભુ ! તમે ક્યા કારણે આમ સમજાવો છો ? તો પ્રભુ કહે છે કે જે કારણથી સંપૂર્ણ ચૌદ રાજપ્રમાણ જે લોકાકાશ છે તેના પ્રદેશોની સંખ્યાતુલ્ય પ્રદેશોવાળો આ આત્મા છે. આત્મા આવો હોવાથી હું આમ કહું છું.
સારાંશ કે કોઈ પણ વસ્તુનો અન્તિમ પ્રદેશ ન આવે ત્યાં સુધી તે વસ્તુ પરિપૂર્ણ કહેવાતી નથી તેથી આત્માના પણ અસંખ્યાત આત્મપ્રદેશો છે. જ્યાં સુધી એક પણ આત્મપ્રદેશ ઓછો હોય ત્યાં સુધી તે આત્મા આત્મા કહેવાતો નથી. અન્તિમ પ્રદેશ જ્યારે અંદર આવી જાય છે.ગણી લેવામાં આવે છે ત્યારે જ આ પરિપૂર્ણ આત્મા કહેવાય છે. આ અર્થથી હું આમ કહું છું.
આવા પ્રકારનો આત્મપ્રવાદ નામના પૂર્વના પાઠના આલાવાનો અભ્યાસ કરતાં આ પાઠ કોઈ એક નયનો વિષય છે પરંતુ સર્વનયનો વિષય કહેવાતો નથી આમ વસ્તુસ્વરૂપ છે પણ તે વસ્તુસ્વરૂપને ન જાણતા એવા તે તિષ્યગુપ્તને મિથ્યાત્વમોહનો ઉદય થવાથી પોતાની દૃષ્ટિનો વિપર્યાસ થયો. પોતાની દૃષ્ટિ વિપરીત બની. પોતે ઉલટી સમજના આગ્રહી બની ગયા. ॥૨૩૩૫ ||
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૧
દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત
અવતરણ- ઉલટી સમાજના આગ્રહી કેવી રીતે બન્યા? તે કહે છે एगादओ पएसा, नो जीवो, नो पएसहीणो वि । जं तो स जेण पुण्णो, स एव जीवो पएसोत्ति ॥ २३३६ ॥
ગાથાર્થ - એક પ્રદેશ, બે પ્રદેશ આદિ જે પ્રદેશો છે તે જીવ નથી. એમ યાવતુ એક પ્રદેશ હીન હોય તો પણ તે જીવ નથી. જે કારણથી તે સર્વપ્રદેશોથી પરિપૂર્ણ બને એવો જે અન્તિમપ્રદેશ અંદર આવે તે જ જીવ છે.
વિવેચન :- જે કારણથી આત્માનો કોઈ પણ એક આત્મપ્રદેશ તે જીવ નથી. પરિપૂર્ણ નહી હોવાથી, એમ બે આત્મપ્રદેશ કે ત્રણ આત્મપ્રદેશ કે ચાર આત્મપ્રદેશ એ પણ જીવ નથી એમ યાવત્ પાંચ-દશ પચીસ-પચાસ કે સંખ્યાત આત્મપ્રદેશો તે જીવ નથી કારણ કે " મંતે નીવપાસે" ઈત્યાદિ પૂર્વે કહેલા સૂત્રપાઠના આલાવામાં નિષેધ કરેલો છે તે માટે,
એમ કરતાં કરતાં યાવત્ એક આત્મપ્રદેશ પણ ન્યૂન હોય ત્યાં સુધી આ આત્મા આત્મા કહેવાતો નથી. કારણ કે આત્મપ્રવાદ નામના પૂર્વમાં તેનો નિષેધ કરેલો છે માટે.
પરંતુ જ્યારે છેલ્લો અન્તિમ પ્રદેશ આવે છે (ઉમેરાય છે) ત્યારે જ તે ચરમપ્રદેશ આવવાથી આ આત્મા આખો આત્મા (પરિપૂર્ણ આત્મા) બને છે. તે માટે તે અત્તિમ પ્રદેશ આવે ત્યારે જ સાચો જીવ છે. પરંતુ આ અન્તિમ પ્રદેશ જયાં સુધી આવ્યો ન હતો ત્યાં સુધી આખો આત્મા કહેવાતો નથી. માટે અન્તિમ આત્મપ્રદેશ વિના શેષ સઘળા પણ આત્મપ્રદેશો તે આત્મા નથી. પરંતુ અન્તિમ એક આત્મપ્રદેશ તે જ પરિપૂર્ણ આત્માનો પ્રેરક હોવાથી તે અન્તિમ આત્મપ્રદેશ આવે ત્યારે જ આખો આત્મા છે. માટે અન્તિમપ્રદેશ એ જ આખો આત્મા છે. કારણ કે આ સૂત્રના આલાવાનો પાઠ આ પ્રમાણે જ સૂચવે છે. / ૨૩૩૬ /
અવતરણ - ત્યારબાદ શું થયું ? તે ગ્રંથકારશ્રી સમજાવે છે - गुरुणाऽभिहिओ जइ ते पढमपएसो न संमओ जीवो । तो तत्परिणामोच्चिय जीवो कहमंतिम पएसो ॥ २६३७ ॥
ગાથાર્થ :- વસુ નામના ગુરુ એવા આચાર્ય વડે આ તિષ્યગુપ્તને કહેવાયું કે જો આ આત્માનો પ્રથમ પ્રદેશ એ જીવ તરીકે તને માન્ય ન હોય તો અન્તિમ પ્રદેશ પણ તેવા જ પરિણામવાળો હોવાથી જીવ છે આમ કેમ કહેવાય ? ll૨૬૩ળા
Page #65
--------------------------------------------------------------------------
________________
એક પ્રદેશવાદ
નિઠવવાદ
વિવેચન :- તિષ્મગુપ્તની જ્યારે વિપરીત બુદ્ધિ થઈ ત્યારે ગુરુ એવા વસુ નામના આચાર્ય વડે તેઓને સમજાવવાનો પ્રયત્ન કરાયો કે હે તિષ્યગુપ્ત! જો આ આત્માનો પ્રથમ એક પ્રદેશ, દ્વિતીય પ્રદેશ, તૃતીય પ્રદેશ વિગેરે પ્રદેશો જો આત્મા રૂપ નથી. તો અન્તિમ એક પ્રદેશ પણ પ્રથમાદિ પ્રદેશોની જેવો જ હોવાથી અને એક સ્વરૂપ હોવાથી તે અન્તિમ એક પ્રદેશ આત્મારૂપ કેમ હોઇ શકે ?
૪૨
વાતનો સાર એવો છે કે ગુરુજી શ્રી વસુનામના આચાર્યે આ શિષ્ય તિષ્મગુપ્તને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હે તિષ્યગુપ્ત ! આત્માનો પ્રથમ પ્રદેશ જો જીવત૨ીકે માન્ય નથી. (એવી જ રીતે બીજો પ્રદેશ અને ત્રીજો પ્રદેશ વિગેરે પ્રદેશો જો જીવ તરીકે માન્ય નથી.) તો અન્તિમ એક પ્રદેશ પણ જીવ છે આમ ન જ ઘટી શકે. કારણ કે તે અન્તિમ પ્રદેશ પણ પ્રથમાદિ આત્મપ્રદેશના જેવો જ એકત્વ પરિણામવાળો છે.
સારાંશ કે હે તિષ્યગુપ્ત ! તારો માનેલો અન્તિમપ્રદેશ પણ જીવસ્વરૂપ કહેવાશે નહીં. કારણ કે અન્ય સર્વ આત્મપ્રદેશોની સાથે તે અન્તિમપ્રદેશ પણ તુલ્ય પરિણામવાળો છે. પ્રથમાદિ અન્ય આત્મપ્રદેશોની જેમ તે પણ આત્મા કહેવાશે નહીં || ૨૩૩૭ ||
અવતરણ :- આ જ વાતને ગુરુજી વ્યત્યય (વ્યતિરેક) દ્વારા સમજાવે છે કેअहवा स जीवो, कह नाइमोत्ति को वा विसेसहेऊ ते ? અહ પૂળોત્તિ બુદ્ધી, પોકો પૂરળો તા ૫ ૨૩૮ ॥
ગાથાર્થ :- અથવા હે તિષ્યગુપ્ત ! તે અન્તિમ પ્રદેશ જ જીવ છે અને આદિમ આત્મપ્રદેશ જીવ નથી. આમ માનવામાં તારી પાસે વિશેષ કારણભૂત હેતુ શું છે ? કદાચ તું એમ કહે કે અન્તિમપ્રદેશ આત્મતત્ત્વની પૂર્ણતા કરનાર છે આવી તારી બુદ્ધિ થાય તો તે આત્માના એક એક આત્મપ્રદેશો આત્મતત્ત્વની પૂર્ણતા કરનારા છે. ।।૨૩૩૮।।
વિશેષાર્થ :- અથવા હે તિષ્યગુપ્ત ! તે અન્તિમ એક આત્મપ્રદેશ જ તારા વડે જીવ તરીકે કેમ સ્વીકારાય છે ! અને આદિમ એટલે કે પ્રથમ આત્મપ્રદેશ જીવ તરીકે કેમ સ્વીકારાતો નથી ? પ્રથમ, દ્વિતીય, તૃતીય વિગેરે સર્વે પણ આત્મપ્રદેશો આત્મપ્રદેશત્વપણે તુલ્ય છે. તથા અન્તિમ આત્મપ્રદેશ જેમ આત્મતત્ત્વની સમાપ્તિ કરનાર છે. તેમ જ પ્રથમ આત્મપ્રદેશ. અથવા દ્વિતીય આત્મપ્રદેશ અથવા તૃતીય આત્મપ્રદેશ વિગેરે આત્મપ્રદેશો જો ન હોય તો એકલા ચરમ આત્મપ્રદેશથી પણ આત્મતત્ત્વ પૂર્ણ થતુ નથી. માટે સર્વે પણ આત્મપ્રદેશો આત્મતત્ત્વની પૂર્ણતા કરનાર તરીકે સમાન જ છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત
૪૩ અથવા હે તિષ્યગુપ્ત ! તારી પાસે એવો વિશેષ હેતુ શું છે કે અન્તિમ આત્મપ્રદેશ જ આત્મા છે અને પ્રથમાદિ અન્ય આત્મપ્રદેશો આત્મા નથી? હવે કદાચ તું આવો બચાબ કરે કે વિવક્ષિત એવા અસંખ્યાત આત્મપ્રદેશોનો આ આત્મા બનેલો છે. તેમાં અન્તિમ આત્મપ્રદેશ જ તે વિવક્ષિત રાશિનો પૂરક છે. તે માટે અન્તિમ આત્મપ્રદેશ ને જ હું આત્મા માનું છું. આવી તારી બુદ્ધિ કદાચ હોય તો તારી આ વાત અયુક્ત છે. કારણ કે જેમ અન્તિમ આત્મપ્રદેશ એ આત્મતત્ત્વની સમાપ્તિ (પૂર્ણતા) કરનાર છે. તેવી જ રીતે પ્રથમ દ્વિતીય તૃતીય ઇત્યાદિ એક એક આત્મપ્રદેશો પણ તે આત્મતત્ત્વની અસંખ્યાત આત્મપ્રદેશોની સંખ્યાની પૂર્ણતા કરનારા જ છે. કારણ કે પ્રથમાદિ આત્મપ્રદેશોમાંના કોઈ પણ એક-બે આત્મપ્રદેશોને ભેળવ્યા વિના પૂર્ણ આત્મત્ત બનતું જ નથી. માટે અન્તિમ આત્મપ્રદેશની જેમ ઉપાજ્ય સુધીના સર્વે પણ એક એક આત્મપ્રદેશો આત્મતત્ત્વની સમાપ્તિસૂચક છે. માટે તે સર્વેને સમાન જ માનવા જોઈએ. માત્ર એક અન્તિમ આત્મપ્રદેશ જ આત્મતત્ત્વ છે આમ માનવું ઉચિત નથી.
તથા વળી ધારો કે અન્તિમ આત્મપ્રદેશ જ આત્મા હોય તો શું પૂર્વના પ્રથમ આત્મપ્રદેશથી પ્રારંભીને ઉપાજ્ય આત્મપ્રદેશ સુધીના સર્વે પણ આત્મપ્રદેશો લઈ લઈએ તો એકલો અન્તિમ આત્મપ્રદેશ તે આત્મા બનશે ? નહી જ બને. જેમ સેંકડો તખ્તઓનો બનેલા પટમાં ઉપન્ય સુધીના તમામ વસ્તુઓ લઈ લઈએ અને કેવળ અન્તિમ એક જ તનું રાખીએ તો શું તે અન્તિમ તત્ત્વ એકલો પટ કહેવાશે ? નહીં જ કહેવાય તેવી જ રીતે શરીરાચ્છાદન આદિ કાર્ય કરી શકશે ? નહી જ કરી શકે માટે તારી આ વાત બરાબર નથી જ !| ૨૩૩૮ ||
અવતરણ - જો અન્તિમ એક આત્મપ્રદેશ પુરણસ્વરૂપ હોવાથી તેને જ આત્મા માની લઈએ. તો સર્વે પણ આત્મપ્રદેશો આત્મતત્વના પૂરક હોવાથી બધા જ આત્મપ્રદેશોને આત્મા-આત્મા માનવા પડશે. તેથી અનેક આત્મા એક આત્મામાં છે. આવું અનિષ્ટ માનવાની આપત્તિ આવશે. આ વાત સમજાવતાં ગ્રંથકાર શ્રી કહે છે કે -
एवं जीवबहुत्तं पइजीवं सव्वहा व तदभावो । इच्छा विवज्जओ वा, विसमत्तं सव्वसिद्धी वा ॥ २३३९ ॥
ગાથાર્થ - આમ માનવાથી જીવોનું બહુત્વ (એક શરીરમાં જ ઘણા જીવો છે આમ જ) માનવું પડે. પ્રત્યેક જીવમાં જીવબહુત્વ અથવા સર્વથા જીવનો અભાવ જ માનવો પડે. આમ અયુક્તિયુક્ત વસ્તુ માનવામાં પોતાની ઇચ્છા જ પ્રબળ કારણ બનશે. અથવા વિપર્યય પણ થશે. અથવા વિષમત્વ પણ થશે આમ સર્વ દોષોની આપત્તિ આવશે. || ૨૩૩૯ |
Page #67
--------------------------------------------------------------------------
________________
એક પ્રદેશવાદ
નિતવવાદ વિવેચન :- જો અન્તિમ પ્રદેશ એ આખા આત્મતત્ત્વનું પુર્ણ સ્વરૂપ કરનાર છે. આમ માનીને તેને જ આત્મા કહેવામાં આવે. તો તે આત્મપ્રદેશની જેમ પ્રથમ-દ્વિતીયતૃતીય ઇત્યાદિ સર્વ આત્મપ્રદેશો પણ આત્મતત્ત્વના પૂરક હોવાથી એક એક આત્મપ્રદેશને આત્મતત્ત્વ માનવાની આપત્તિ આવે. અને આમ માનવાથી એક જ આત્મામાં અસંખ્ય આત્મપ્રદેશો હોવાથી અને તમારી વિચારધારા પ્રમાણે એકે એક આત્મપ્રદેશ તે સ્વતંત્ર આત્મતત્ત્વ બનવાથી એક જ શરીરમાં અસંખ્ય આત્મતત્ત્વ માનવાની આપત્તિ હે તિષ્યગુણ તમને આવશે.
અથવા કેવળ એકલા અન્તિમ આત્મપ્રદેશમાં જ આત્મતત્ત્વ તું માને છે. તેથી પ્રથમ-દ્વિતીય-તૃતીય આદિ આત્મપ્રદેશો તે અન્તિમ આત્મપ્રદેશ ન હોવાથી અનાત્મા અર્થાત્ અજીવતત્ત્વ થશે. અને જો આટલા બધા અસંખ્ય આત્મપ્રદેશો એ અજીવ જ હોય તો તે પ્રદેશો વિના કેવળ એકલો અન્તિમ આત્મ પ્રદેશ પણ અજીવ પણાને જ પામશે. આમ સર્વ પ્રદેશો અજીવ થવાથી તે જીવમાં જીવનો સર્વથા અભાવ જ સિદ્ધ થશે.
હવે, અન્તિમ પ્રદેશ જેવો છે. તેવા જ પ્રથમાદિ સર્વ આત્મપ્રદેશો છે. આમ સર્વ આત્મપ્રદેશો સમાન હોવા છતાં પણ સર્વ આત્મપ્રદેશોમાં આત્મતત્ત્વની પૂરણતા સરખી હોવા છતાં પણ કેવળ એક અન્તિમ પ્રદેશ જ જીવ છે પણ શેષ આત્મપ્રદેશો જીવ નથી. પણ અજીવ જ છે આમ જો માનવામાં આવશે અને આવો પોતાના મનનો માનેલો હઠાગ્રહ ત્યજવામાં નહી આવે તો રાજાદિની જેમ તમારી પોતાની ઇચ્છા જ પ્રમાણ મનાશે, પણ તર્ક યુક્ત વસ્તુનો સ્વીકાર કર્યો નહીં કહેવાય.
જેમ રાજા સત્તાધીશ માણસ છે તેને જેમ માનવું હોય તેમ માને. તેને કોઈ દબડાવી કે સમજાવી ન શકે તેમ તમારી પોતાની માનેલી આ વાત યુક્તિ વિનાની છે. દોષોથી ભરેલી છે છતાં તમે તમારી ઇચ્છા પ્રમાણે જ માનો તો અહીં તમારી ઇચ્છા જ કારણ અથવા પ્રમાણ બનશે. મનમાં જેમ આવ્યું તેમ માનવાનું રહ્યું. યુક્તિ કે તર્કપૂર્વકની આ વાત રહેતી નથી.
અથવા વિપર્યય નામનો દોષ પણ લાગે. તે આ પ્રમાણે પ્રથમાદિ પ્રદેશો અને અન્તિમ આત્મપ્રદેશ. આ સર્વે સમાન જ છે તો પ્રથમ પ્રદેશ અથવા દ્વિતીયપ્રદેશ તે આત્મતત્ત્વ હોય અને અન્તિમ આત્મપ્રદેશ તે આત્મતત્ત્વ ન હોય આવું પણ કેમ ન બને ? સંખ્યાની પૂરકતા તો બધે સમાન જ છે. માટે આદ્ય આત્મપ્રદેશ એ જ આત્મા હો. અને અન્તિમ આત્મપ્રદેશ તે અજીવ હો. આવી વિપરીત બુદ્ધિ પણ થશે.
અથવા વિષમતા પણ થશે. જેમાં પ્રથમાદિ પ્રદેશો અને અન્તિમ આત્મપ્રદેશ સમાન હોવા છતાં પણ તમારી મનમાની માન્યતાથી કેવલ એક અન્તિમ આત્મપ્રદેશને જ
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૫
દ્વિતીય નિદ્ભવ તિષ્યગુપ્ત આત્મા માનો છો તો આવી માન્યતા પણ કેમ ન થાય કે અસંખ્ય આત્મપ્રદેશોમાં કેટલાક આત્મપ્રદેશો જીવ રૂપ હોય અને કેટલાક આત્મપ્રદેશો અજીવરૂપ હોય આમ વિષમતા પણ હોઈ શકે આવું પણ સિદ્ધ થશે.
અથવા કોઇક જીવમાં કેવળ અન્તિમ પ્રદેશ જ જીવ હોય અને બીજા બધા જ આત્મપ્રદેશો અજીવ હોય. બીજા જીવમાં પ્રથમ પ્રદેશ આત્મા હોય અન્ય સર્વ આત્મપ્રદેશો અજીવ હોય અને ત્રીજા જીવમાં બીજો આત્મપ્રદેશ એ જ આત્મા હોય બાકીના બધા જ આત્મપ્રદેશો અજીવ હોય આવી મનમાની યુક્તિવિનાની સર્વ વિકલ્પોની સિદ્ધિ થશે.
પોત પોતાની ઇચ્છા પ્રમાણે અનિયત સ્વરૂપે સર્વે પક્ષો પણ કહી શકાય જ છે. (૧) અન્તિમ પ્રદેશની જેમ પ્રથમાદિ ગમે તે એક પ્રદેશ આત્મા હોય. અથવા (૨) પ્રથમાદિ કોઈ એક આત્મપ્રદેશ તે આત્મા હોય અને અગ્નિમપ્રદેશ આત્મા ન હોય. (૩) અથવા કોઇક આત્મપ્રદેશો આત્મા હોય અને કોઇક આત્મપ્રદેશો અજીવ જ હોય.
આમ જ બધુ જ અનિયતપણે જ માનવાની આપત્તિ આવશે માટે તારી આ વાત યુક્તિસિદ્ધ નથી. સમ્યગુભાવ વાળી આ વાત નથી. /૨૩૩૯ ||
અવતરણ :- તથા વળી આવો દોષ પણ આવશે કેजं सव्वहा न वीसुं, सव्वेसु वि तं न रेणुतेल्लं व । सेसेसु असब्भूओ जीवो, कहमंतिम पएसे ॥ २३४० ॥
ગાથાર્થ - રેતીના કણીયાઓમાં જેમ તેલ નથી. તેમ સર્વ આત્મપ્રદેશોમાં પણ વિધ્વફપણે તે જીવ સર્વથા નથી જ. સર્વ પ્રદેશોમાં અસદ્ભૂત એવો તે જીવ કેવળ એકલા અન્તિમ આત્મપ્રદેશમાં જીવ કેમ હોઈ શકે ? | ૨૩૪૦ || | વિવેચન - જે એક એક અવયવમાં અંશે પણ ન હોય તે સર્વ અવયવોમાં પણ ન જ હોય. જેમ રેતીના એક એક કણમાં તેલ જો નથી. તો તે રેતીના સર્વ કણોમાં પણ તેલ ન જ હોય. તેમ સર્વ આત્મપ્રદેશોનો સમુદાય એકઠો કરો તો પણ તેમાં આત્મતત્ત્વ ન જ હોય આમ જીવતત્ત્વનો સર્વથા અભાવ જ થશે.
પ્રથમ-દ્વિતીય-તૃતીય આદિ એક એક આત્મપ્રદેશોમાં જો જીવતત્ત્વ ન હોય તો પ્રથમાદિ સર્વ આત્મપ્રદેશોમાં અસત્ (અર્થાત્ અવિદ્યમાન) એવું જીવતત્ત્વ કેવળ એકલા અન્તિમ આત્મપ્રદેશ માત્રમાં કેમ ટપકી પડે ? પ્રથમાદિ અને અન્તિમ આમ સર્વ
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૬
એક પ્રદેશવાદ
નિહ્નવવાદ આત્મપ્રદેશોમાં પરિણામ તુલ્ય (સમાન) જ છે. સર્વે પણ આત્મપ્રદેશો સમાન પરિણામવાળા જ છે. માટે સર્વ આત્મપ્રદેશો સમાન પરિણામવાળા હોવાથી તે પ્રથમાદિ અસંખ્ય આત્મપ્રદેશોમાં જો જીવત્વ ન હોય તો કેવળ એકલા અન્તિમ આત્મપ્રદેશમાં જીવત્વ કેમ સંભવી શકે ? માટે તમારી વાત બરાબર નથી.
અવતરણ - પરના મતની કલ્પના કરીને તેનો પરિહાર કરતાં જણાવે છે કેअह देसओऽवसेसेसु तो वि किह सव्वहंतिमे जुत्तो । अह तम्मि व जो हेऊ, स एव सेसेसु वि समाणो ॥ २३४१ ॥
ગાથાર્થ - હવે જો અન્તિમ આત્મપ્રદેશ વિના શેષ આત્મપ્રદેશોમાં દેશથી જીવ છે. એમ કહેશો તો અંતિમ એક આત્મપ્રદેશમાં સર્વથા જીવ કેવી રીતે ઘટી શકે ? તેમાં સંપૂર્ણ જીવ માનવો કેમ ઉચિત કહેવાય ? અથવા તો તે અન્તિમ આત્મપ્રદેશમાં જો સંપૂર્ણ જીવ હોય અને તેમાં જે હેતુ છે. તે જ હેતુ શેષ સર્વ આત્મપ્રદેશોમાં પણ સંપૂર્ણ આત્મા છે. એમ માનવામાં સમાન જ છે. // ૨૩૪૧ |
વિવેચન - હવે કદાચ કોઈ શિષ્ય આવો બચાવ કરે કે અન્ય આત્મપ્રદેશથી બાકીના શેષ સર્વ આત્મપ્રદેશોમાં પણ આત્મા છે. પણ તે દેશથી જ છે . પરંતુ અન્તિમ આત્મપ્રદેશમાં તે આત્મા સર્વથા છે. આવું કદાચ કોઈ માને તો તે સર્વથા અસિદ્ધ જ છે. અર્થાત્ ખોટું જ છે. ત્યાં ત્ર ૩ત્તરમાદ = તેનો ઉત્તર ગ્રંથકારશ્રી જણાવે છે. જો એક એક આત્મપ્રદેશમાં દેશથી આત્મા છે. આમ માનો જ છો તો અન્તિમ એવા એક આત્મપ્રદેશમાં સર્વથા પરિપૂર્ણ આત્મા આવેલો છે. આમ કેવી રીતે મનાય ? જો અન્તિમ આત્મપ્રદેશમાં જ સંપૂર્ણ આત્મા આવતો હોય તો શેષપ્રદેશોમાં તે દેશથી પણ નથી એમ જ સિદ્ધ થાય. માટે જેમ શેષ પ્રદેશોમાં આત્મા દેશથી છે એમ જો તમે માનો છો તો અન્તિમ એક આત્મપ્રદેશમાં પણ તે આત્મા દેશથી જ છે આમ માનવું જોઈએ. કારણ કે અન્તિમ એક આત્મ પ્રદેશ એ પણ આખા આત્માનો દેશભાગ જ છે. પ્રથમ દ્વિતીય વિગેરે આત્મપ્રદેશોની જેમ અન્તિમ પ્રદેશમાં પણ આ આત્મા દેશથી જ છે. પણ સર્વથા નથી. માટે સર્વથા છે. આ વાત બરાબર નથી.
આમ હોવા છતાં પણ જો અન્તિમ એક આત્મપ્રદેશમાં જ આખો આત્મા છે આમ તમે માનતા જ હો. તો ત્યાં તેમ હોવામાં જે હેતુ છે તે હેતુ પ્રથમાદિ સર્વ શેષ પ્રદેશોમાં પણ સમાન જ છે. કારણ કે જેમ અન્તિમ આત્મપ્રદેશ સંખ્યામાં એક છે. ચૈતન્યગુણ વાળો છે તેના સર્વ ધર્મો પ્રથમાદિ શેષ આત્મપ્રદેશોમાં પણ તુલ્ય જ છે. આમ
Page #70
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત
૪૭
માનવાથી તો અન્તિમ આત્મપ્રદેશની જેમ પ્રત્યેક આત્મપ્રદેશમાં પણ સંપૂર્ણ જીવદ્રવ્યત્વ માનવાની આપત્તિ આવશે. જેથી એક આત્મામાં અસંખ્ય આત્મા માનવા પડશે. માટે તમારી આ વાત બરાબર નથી. ૦૨૩૪૧ ||
અવતરણ :- કદાચ તમારા વડે અન્તિમ આત્મપ્રદેશ વિના પ્રથમાદિ આત્મપ્રદેશોમાં જીવત્વ ન ઇચ્છાય તો અન્ય આત્મપ્રદેશમાં પણ જીવત્વ ઇચ્છશે નહીં ? કેમ, આવો પ્રશ્ન તમે કરતા હો તો ગ્રંથકારશ્રી જણાવે છે કે
नेह पएसत्तणओ, अन्तो जीवो जहाइमपएसो ।
अह सुयम्मि निसिद्धा, सेसा न उ अन्तिमसो ॥ २३४२ ॥
ગાથાર્થ :- અન્ય આત્મપ્રદેશને પણ જીવ કહેવાશે નહીં કારણ કે તે પણ એક પ્રદેશ જ હોવાથી, જેમ આદિમ પ્રદેશ એ જીવ નથી, તેમ. હવે કદાચ આવો પ્રશ્ન કરો કે શાસ્ત્રમાં અન્ત્યપ્રદેશ વિનાના શેષ આત્મપ્રદેશમાં જીવત્વનો નિષેધ કરેલો છે. પરંતુ અન્તિમ આત્મપ્રદેશમાં જીવત્વનો નિષેધ કહેલ નથી.માટે અન્તિમ આત્મપ્રદેશને આત્મા મનાશે. ૫૨૩૪૨॥
વિવેચન :- અહીં અન્તિમ આત્મપ્રદેશને પણ જીવ મનાશે નહીં. કારણ કે તે પણ એક પ્રદેશ માત્ર જ છે. પ્રથમાદિ શેષ પ્રદેશોની જેમ. તમે જેમ પ્રથમાદિ શેષ પ્રદેશોમાં જો જીવત્વ નથી સ્વીકારતા તો શેષ પ્રદેશોની જેમ અન્તિમ આત્મપ્રદેશ પણ એક દેશ હોવાથી આત્મા કહેવાશે નહીં. કારણ કે શેષ આત્મપ્રદેશોની જેમ તે પણ એક આત્મપ્રદેશ જ છે.
કદાચ હવે તમે એમ કહો કે તમારી આ પ્રતિજ્ઞા આગમથી બાધિત છે. ગાથા નં. ૨૩૩૫માં કહેલા સૂત્ર પાઠના આલાવા રૂપ શ્રુતમાં (આગમમાં) જ શેષ એવા પ્રથમાદિ પ્રદેશો જીવ તરીકે નિષેધેલા છે. પરંતુ અન્ય આત્મપ્રદેશને જીવ તરીકે માનવામાં નિષેધ કરેલો નથી. પરંતુ તે અન્તિમ આત્મપ્રદેશને તો જીવ તરીકે માનવાની અનુજ્ઞા આપેલી છે. તો પ્રથમાદિ આત્મપ્રદેશોની જેમ અન્તિમ આત્મપ્રદેશમાં જીવત્વનો નિષેધ અમે કેમ માનીએ ? ત્યાં તો જીવત્વ છે જ. II ૨૩૪૨ ||
અવતરણ:- અર્વોત્તરમાદ =અહીં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે કે
नणु एगोत्ति निसिद्धो, सो वि सुए जइ सुयं पमाणं ते । सुते सव्वपसा, भणिया जीवो न चरिमो ति ॥ २३४३ ॥
Page #71
--------------------------------------------------------------------------
________________
४८ એક પ્રદેશવાદ
નિતવવાદ ગાથાર્થ :- જે અન્તિમ આત્મપ્રદેશ છે તે પણ જીવ તરીકે નિષિદ્ધ જ છે. કારણ કે તે એક છે આ કારણે જ સૂત્રમાં જીવ તરીકે નિષિદ્ધ જ છે. જો તને સૂત્ર જ પ્રમાણ હોય તો સૂત્રમાં જ સર્વપ્રદેશોને જીવ કહ્યો છે પરંતુ કેવળ એકલા ચરમ પ્રદેશને જીવ કહેલ નથી. || ૨૩૪૩ ||
| વિવેચન :- વસુ નામના ગુરુજી તિષ્યગુપ્ત નામના પોતાના શિષ્યને સમજાવે છે કે આ આત્માનો અન્તિમ એવો જ એક પ્રદેશ છે. તે માત્ર ચરિમ આત્મપ્રદેશને જીવ તરીકે શાસ્ત્રમાં નિષિદ્ધ છે. કારણ કે તે એક જ પ્રદેશ છે માટે, જેમ પટનો એક તાર માત્ર તે પટ કહેવાતું નથી. તથા એક તાર માત્ર શરીરાચ્છાદન આદિ ક્રિયા કરી શકતું નથી. માટે પટ કહેવાય નહી. તેમ આત્માનો એક જ ચરિમ આત્મપ્રદેશ તે આત્મા કહેવાય નહીં. ત્યાં આગમમાં જ કહ્યું છે કે “ઈને મને ! નીવપણ નીવેત્તિ વત્તત્રં સિયા ? નો રૂદ્દે સમ” અર્થ :- હે ભગવાન! એક આત્મપ્રદેશ હોય તે જીવપ્રદેશ પણ કહેવાય અને જીવ પણ કહેવાય? ભગવાન ઉત્તર આપે છે કે “આ અર્થ બરાબર નથી” અર્થાત્ જીવપ્રદેશ કહેવાય પણ જીવ છે એમ ન કહેવાય.
ગુરુજી જ હજુ સમજાવે છે કે હે શિષ્ય ! જો તને શ્રુત એટલે કે આગમ જ પ્રમાણ હોય તો અન્ય એવા એક પ્રદેશમાત્રને આત્મા માનવો જોઇએ નહીં. કારણ કે તે આત્મપ્રદેશ સંખ્યામાં એક જ છે તે માટે, પ્રથમ આદિ બીજા આત્મપ્રદેશોની જેમ.
તથા વળી હે શિષ્ય ! જો તું શ્રતને (આગમને) પ્રમાણભૂત માનતો હોય તો સર્વે પણ આત્મપ્રદેશો સાથે લઇએ ત્યારે જ આગમમાં તેને જીવ તરીકે કહેલો છે. પરંતુ કેવળ એકલા ચરિમ આત્મપ્રદેશ માત્રને જીવ તરીકે માનેલો નથી. તે જ આગમપાઠમાં ત્યાં જ કહેલું કે “ગપ્પા જ સિને પવિપુત્રે નો///સપાસ નવે ત્તિ વત્તત્રં શિયા" અર્થ :- જે કારણથી 7 - સંપૂર્ણ પૂરેપૂરા લોકાકાશના પ્રદેશો તુલ્ય પ્રદેશવાળો જીવ છે. આમ સમજવું જોઈએ.”
આ કારણથી શ્રુતને (શાસ્ત્રને અર્થાત્ આગમને) પ્રમાણ તરીકે સ્વીકારતા એવા તારે અન્તિમ એવા માત્ર એક આત્મપ્રદેશને આત્મા તરીકે માનવો જોઈએ નહીં ર૩૪૩
અવતરણ - આ જ વાતને દષ્ટાન્ન આપીને સિદ્ધ કરતાં કહે છેतंतू पटोवयारी, न समत्तपडो य समुदिया ते उ । सव्वे समत्तपडओ, सव्वपएसा तहा जीवो ॥ २३४४ ॥
Page #72
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત
४८ ગાથાર્થ - કોઈ પણ એક તંતુ પટનો ઉપકારી છે પણ તે સમસ્ત પટ નથી જ, સર્વ તંતુઓનો જે સમુદાય તે સમસ્ત તંતુઓના સમુદાયને જ પટ કહેવાય છે. તેવી જ રીતે એક આત્મપ્રદેશ તે જીવ નથી, પરંતુ સર્વ આત્મપ્રદેશોનો સમુદાય તે જ જીવ છે. l/૨૩૪૪ /
વિવેચન :- કોઈ પણ એક તંતુ પટ બનાવવામાં, આ પટ છે એમ કહેવામાં ઉપકારી જરૂર બને છે કારણ કે તે તંતુ વિના સમસ્ત પટ બનતો નથી. પરંતુ તે તન્તુ એકલો “સમસ્ત પટ” કહેવાતો નથી. પરંતુ તખ્તઓ સર્વે સાથે મળીને યથાસ્થાને ગોઠવાયા છતા સમસ્ત એવા પટના વ્યપદેશને પામે છે. તેવી જ રીતે જીવનો કોઈ પણ એક પ્રદેશ તે જીવ કહેવાતો નથી. પરંતુ સર્વે પણ આત્મપ્રદેશો સમુદિત થયા છતા અવશ્ય જીવ છે. આમ કહેવાય છે સારાંશ કે અંશમાત્રને અંશી કહેવાતો નથી. પરંતુ અંશોના સમુદાયને અંશી કહેવાય છે. || ૨૩૪૪ ||
અવતરણ - તમે પૂર્વે જે એમ કહ્યું કે “નયના માર્ગને ન જાણતા એવા કોઈ વાદીનો આ દષ્ટિમોહ છે” (ગાથા ૨૩૩૫). “તો સમસ્ત આત્મપ્રદેશોના સમુદાયને જીવ કહેવાય, પરંતુ અત્તિમ એક આત્મપ્રદેશને જીવ ન કહેવાય “આ ક્યા નયનો મત છે ? આ વાત વ્યક્ત કરતાં કહે છે કે
एवंभूयनयमयं देस-पएसा न वत्थुणो भिन्ना तेणावत्थुत्ति मया कसिणं चिय वत्थुमिढें से ॥ २३४५ ॥ जइ तं पमाणमेवं, कसिणो जीवो अहोवयाराओ । देसे वि सव्वबुद्धी, पवज्ज सेसे वि तो जीवं ॥ २३४६ ॥
ગાથાર્થ :- એવંભૂત નયનો આ મત છે કે દેશ અને પ્રદેશ એ કંઈ વસ્તુથી ભિન્ન નથી. તેથી આવા દેશ-અને પ્રદેશને “અવસ્તુ” જ મનાયા છે (પટનો અન્તિમ એક તાર શરીર આચ્છાદન આદિ કાર્ય કરતું નથી માટે અવસ્તુ છે.) તેથી સંપૂર્ણ વસ્તુ એ જ કાર્યસાધક હોવાથી પારમાર્થિકપણે વસ્તુ છે. આમ તે નયનું માનવું છે. જો તને આ વાત પ્રમાણભૂત લાગતી હોય તો આખા જીવને જીવ માન. (પરંતુ એક અન્તિમ પ્રદેશ માત્રને જીવ છે. આમ ન માન) હવે જો એક અન્તિમ આત્મપ્રદેશ તે પણ જીવનો જ અંશ હોવાથી તું ઉપચાર કરતો હોય અને ઉપચારથી દેશમાં પણ સર્વની બુદ્ધિ કરતો હોય તો શેષ આત્મ પ્રદેશો તે પણ અંશ હોવાથી ત્યાં પણ જીવપણું તું સ્વીકાર. /૨૩૪૫-૨૩૪૬lી.
વિવેચન :- એવંભૂત નામના છેલ્લા નયનો આ મત છે અર્થાત આ નયની દૃષ્ટિ આવી છે કે કોઈ પણ વસ્તુના દેશ કે પ્રદેશ, તે દેશ કે તે પ્રદેશ તે વસ્તુથી ભિન્ન નથી. જો તમે તેને ભિન્નપણે કલ્પના કરો તો તે અવસ્તુ જ થાય છે. કારણ કે દેશ કે પ્રદેશ કાર્યસાધક થતા જ નથી..
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૦ એક પ્રદેશવાદ
નિહ્નવવાદ તપેલીમાં નાનું પણ એક કાણું પડ્યું હોય તો પણ તેમાં રસોઇ થતી નથી. પાણી ભરાતુ નથી. બાકીનો ભાગ અખંડ હોવા છતાં તેને ભંગારમાં જ નાંખવું પડે છે. તેમ આત્માનો અન્તિમ એક પ્રદેશમાત્ર તે આત્મા નથી. જો ચરમપ્રદેશમાત્રને આત્મા માનશો તો તેની જેમ જ પ્રથમાદિસર્વ આત્મપ્રદેશો પણ આત્મા જ મનાશે. તેમ થાય તો એક જ શરીરમાં અસંખ્ય આત્માઓ માનવા પડશે. આ વાત ઉચિત નથી.
તે માટે દેશ અને પ્રદેશની કલ્પના વિનાની સંપૂર્ણ અર્થાત્ પરિપૂર્ણ એવી વસ્તુ તે જ વાસ્તવિક વસ્તુ છે કાર્ય કરનાર હોવાથી તે જ વસ્તુ કહેવાય આવું એવું ભૂત નયને ઇષ્ટ છે તેથી જો તમે એવંભૂતનયની આ વાત માન્ય રાખતા હો તો સઘળો પરિપૂર્ણ એવો જીવ તે જીવ છે. આમ માનો. પરંતુ માત્ર અન્તિમ પ્રદેશાત્મક એક દેશભાગ તે જીવ છે. આમ ન માનો. - હવે તમે ઉપચાર કરતા હો કે જેમ ગામમાં ક્યાંક બે-પાંચ ઘરોમાં આગ લાગી હોય તો પણ તે ગામ બળે છે ગામમાં આગ લાગી છે. આમ બોલાય છે. કપડાનો એક છેડો સળગ્યો હોય તો પણ કપડુ બળે છે મારા કપડામાં આગ લાગી છે આમ અંશમાં અંશીનો ઉપચાર કરાય છે તેવો ઉપચાર કરીને જો તમે અન્તિમ એક પ્રદેશમાત્રને “જીવ છે” આમ કહેતા હો તો એક દેશમાં પણ સમસ્ત વસ્તુનો ઉપચાર થાય છે. તેથી અન્ય એક પ્રદેશમાં જેમ સમસ્ત જીવપણાનો તમે ઉપચાર કરી છે. તો તેની જેમ જ પ્રથમ-દ્વિતીય-તૃતીય વિગેરે આત્મપ્રદેશો પણ દેશ જ હોવાથી ઉપચાર કરીને ત્યાં પણ “આ જીવ છે” આ પ્રમાણે જીવપણું તમે માનો. ન્યાય તો બન્ને સ્થાને સમાન જ હોય છે તમારે પણ બન્ને સ્થાને ન્યાય સમાન જ રાખવો જોઈએ / ૨૩૪૫-૨૩૪૬ |
અવતરણ - ધારો કે ઉપર સમજાવ્યા પ્રમાણે ગુરુજીની કહેલી વાત શિષ્યના હૃદયમાં બરાબર ઉતરી ગઈ છે શિષ્ય સ્વીકારી લીધી છે. તેથી તે વાતનો સ્વીકાર કર્યો છે એમ માનીને આમ કહેવાયું છે કે “એક પ્રદેશમાત્રમાં સમસ્તવસ્તુનો ઉપચાર કરવો યોગ્ય નથી” આ વાતને મજબૂત રીતે જણાવતા ગ્રંથકારશ્રી ફરીથી પણ કહે છે કે,
जत्तो व तदुवयारो, देसूणे न उ पएसमेत्तम्मि । जह तंतूणम्मि पडे पडोवयारो न तंतुम्मि ॥ २३४७ ॥
ગાથાર્થ - અથવા જો તેનો ઉપચાર જ કરવો હોય તો દેશન્યૂન એવી સમસ્ત વસ્તુમાં ઉપચાર કરાય, પરંતુ એક પ્રદેશમાત્રમાં ઉપચાર ન કરાય, જેમ એક-બે-તારા ન્યૂન એવા પટમાં પટનો ઉપચાર કરાય છે. પરંતુ તંતુમાત્રમાં પટનો ઉપચાર કરાતો નથી. | ૨૩૪૭ ||
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૧
દ્વિતીય નિતંવ તિષ્યગુપ્ત
વિવેચન :- ગુરુજી શિષ્યને આ જ વાત બીજી રીતે પણ સમજાવે છે કે તમારે ઉપચાર જ કરવો હોય એટલે કે અન્તિમ આત્મપ્રદેશ તે સંપૂર્ણ આત્મા નથી. તો પણ તેમાં સમસ્ત આત્માનો ઉપચાર કરીને તે અન્તિમ આત્મપ્રદેશ માત્રને તમે “આત્મા છે” આમ કહેતા હો તો પણ માત્ર અન્તિમ પ્રદેશને “જીવ છે” એમ ન કહેવાય. પરંતુ એક અથવા બે આત્મપ્રદેશ ન્યૂન છે જેમાં એવા જીવમાં સમસ્ત જીવનો ઉપચાર કરાય છે.
જેમ એક તાર બે તાર ખેંચાઈ ગયા છે જેના અથવા કાણું પડ્યું છે જેમાં એવા પટમાં પટનો ઉપચાર કરાય છે બે-ચાર તાર નીકળી ગયા હોય તેવા પટથી શરીર આચ્છાદનનું કામ થાય છે માટે ત્યાં હજુ ઉપચાર કરીને સમસ્ત વસ્તુ મનાય છે પરંતુ એક તાર માત્રમાં પટનો ઉપચાર કરાતો નથી. તેવી જ રીતે અન્તિમ એક આત્મપ્રદેશમાં પણ સમસ્ત જીવનો ઉપચાર કરાતો નથી. માટે કંઈક સમજો. અને તમારો હઠાગ્રહ ત્યજી દો અને સાચા માર્ગે આવો. (૨૩૪૭ || અવતરણ - ગુરુજી વડે આ પ્રમાણે સમજાવાય ત્યારબાદ શું થયું. તે હવે કહે છેइय पण्णविओ जाहे, न पवज्जइ सो कओ तओ बज्झो । तत्तो आमलकप्पाए, मित्तसिरिणा सुहोवायं ॥ २३४८ ॥ भक्खण-पाण-वंजण-वत्तावयवलाभिओ भणइ ।। सावय ! विधम्मिया म्हे, कीसत्ति तओ भणइ सड्ढो ॥ २३४९ ॥ नणु तुझं सिद्धंतो पज्जंतावयवमित्तओऽवयवी । जई सच्चमिणं, तो का विहम्मणा मिच्छमिहरा भे ॥ २३५० ॥
ગાથાર્થ - આ પ્રમાણે સમજાવવા છતાં જયારે તે તિષ્યગુપ્ત શિષ્ય કંઈ સ્વીકારતા નથી. ત્યારે તેમને સમુદાયબહાર કરાયા. ત્યારબાદ તે તિષ્યગુપ્ત વિહાર કરતા કરતા આમલકકલ્પા નામની નગરીમાં ગયા. ત્યાં મિત્રથી નામના શ્રાવકવડે સુખપૂર્વકનો ઉપાય અપનાવીને લક્ષ્ય એવાં ભોજન-પાણી-શાક-વસ્ત્ર તૈયાર કરીને અન્તિ અન્તિમ ભાગથી પ્રતિલાલ્યા (અંતિમ અંતિમ દાણા માત્ર વહોરાવ્યા). ત્યારે તે તિષ્યગુપ્ત મુનિ કહે છે કે “તારા વડે એક દાણો આપીને અમારી મશ્કરી માત્ર જ કરાય છે” ત્યારે મિત્રથી શ્રાવક કહે છે કે “ખરેખર તમારો આ સિદ્ધાન્ત જ છે કે પર્યન્તવર્તી એક અવયવ માત્ર જ અવયવી છે. જો તમારી માન્યતા સાચી જ છે તો આમાં કંઈ જ ખોટું કર્યું નથી. અન્યથા જો તમને મારૂ આ કાર્ય મિથ્યા લાગે છે તો તમારૂ સર્વ બોલવું પણ મિથ્યા છે (આ વાત પ્રથમ સ્વીકારો). | ૨૩૪૮-૨૩૪૯-૨૩૫૦ ||
Page #75
--------------------------------------------------------------------------
________________
એક પ્રદેશવાદ
નિભવવાદ
વિવેચન :- આ ત્રણે ગાથાઓના ભાવાર્થ લગભગ ઉપર સમજાવાઈ જ ગયા છે. તો પણ વિશેષપણે કહેવાય છે કે પૂર્વે કહેલી રીતરસમ પ્રમાણે ગુરુજી દ્વારા સમજાવવા છતાં જ્યારે તે તિષ્યગુપ્ત નામના મુનિ ગુરુજીની કંઈ પણ વાત સ્વીકારતા નથી. અને પોતાના અભિપ્રાયમાં મજબૂત જ રહે છે. અને કંઈ પણ સાચો સિદ્ધાન્ત સ્વીકારતા નથી ત્યારે તે મુનિને સમુદાય બહાર કરાયા. ત્યારે તે તિષ્યગુપ્ત મુનિ વિહાર કરતા કરતા “આમલકકલ્પા” નામની નગરીમાં આમ્રસાલ નામના ઉદ્યાનમાં રહ્યા.
૫૨
ત્યાં મિત્રશ્રી નામના મહાવીર પ્રભુના શ્રાવક વડે “આ નિર્ભવ છે” એમ સમજીને તેમને પ્રતિબોધ કરવા માટે જ તેમની પાસે જઇને વહોરવા આવવા માટે નિમંત્રણ આપ્યું.
“હે ગુરુજી ! આજે મારે ઘેર અમુક પ્રસંગ છે. તેથી આપશ્રીએ સ્વયં પોતે જ વહોરવા માટે પધારવું” ત્યારબાદ તે શ્રાવક તો ઘરે ગયા. ત્યાર પછી તે શ્રાવકનો ભારપૂર્વક અતિશય આગ્રહ હોવાના કારણે તે તિષ્યગુપ્ત મુનિ તે શ્રાવકને ઘરે વહોરવા માટે ગયા.
તે કાલે તે તિષ્યગુપ્ત મુનિને ઘરમાં પ્રવેશ કરતા જોઈને ઘણો જ આડંબર અને અહોભાવ બતાવવા પૂર્વક “પધારો પધારો સાહેબ પધારો' આ પ્રમાણેનાં માનવાચક શબ્દો બોલવા પૂર્વક ઘણો જ સંભ્રમ (દેખાવ) કરતા એવા તે શ્રાવકવડે તે મુનિની સમક્ષ ખાવાને કલ્પે તેવાં ભોજન અન્ન-પાન દાળ-શાક અને વાપરી શકાય તેવાં વસ્ર-પાત્ર વિગેરે વસ્તુઓના ઢગલા વિસ્તારાયા. ત્યારબાદ તે દરેક વસ્તુઓમાંથી સર્વ પદાર્થોના અન્તિમ એક એક દાણો ગ્રહણ કરીને વહોરાવ્યા. કપડામાંથી પણ એક તાર ખેંચીને ઓઢવા માટે વહોરાવ્યો. આ પ્રમાણે અનાજના એક એક દાણાથી વહોરાવવાની ક્રિયા કરાઇ.
ત્યારે તે તિષ્યગુપ્ત મુનિ બોલ્યા કે હે શ્રાવક ! તારા વડે અમારી આ રીતે શું મશ્કરી કરાય છે ? ત્યારે અવસર જાણીને તે શ્રાવક તિષ્યગુપ્ત મુનિને કહે છે કે હે ગુરુજી! મેં આમાં ખોટું શું કર્યું છે ? તમારો આ સિદ્ધાન્ત જ છે કે “અન્તિમ અવયવમાં જ સંપૂર્ણ વસ્તુ સ્વરૂપ છે” તો મેં જેનો જેનો એક દાણો વહોરાવ્યો છે તેમાં જ તે સમસ્ત વસ્તુ તમારી પાસે આવી ગઈ. હવે તે આહાર વાપરીને ઉદરપૂર્તિ કરી લો અને સંતોષ માણી લો.
અથવા જો તમને આ વાત સાચી લાગતી ન હોય અને મશ્કરી માત્ર લાગતી હોય તો “તમારૂં બોલેલું બધું મિથ્યા જ થયું ને ! કારણ કે તમારો જ આ સિદ્ધાન્ત છે કે અન્તિમ એક અવયવમાં વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ છે. માટે કાં તો આ અન્તિમ દાણામાત્રના આહારથી તૃપ્તિ કરો. અથવા આ મિથ્યા સિદ્ધાન્તને છોડી દો. આ પ્રમાણે તે મિત્રશ્રી શ્રાવકે સમજાવવાનો પ્રયત્ન માત્ર કર્યો. ॥ ૨૩૪૮-૨૩૪૯-૨૩૫૦ ||
Page #76
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય નિતવ તિષ્યગુપ્ત
૫૩ અવતરણ - તથા વળી મિત્રશ્રી શ્રાવકે આ પ્રમાણે સાચો માર્ગ જણાવ્યો
अंतोऽवयवो न कुणइ, समत्तकज्जं ति जइ न सोऽभिमओ । संववहाराई ए तो तम्मि कओऽवयविगाहो ॥ २३५१ ॥
ગાથાર્થ :- જો આ એક એક અન્તિમ દાણા તમારી સુધા મટાડવાનું સમસ્ત કાર્ય કરતા નથી. આ વાત જો તમને બરાબર સમજાય જ છે કે એક અન્તિમ દાણો કાર્ય કરે છે આ વાત સાચી નથી. તો પછી સમ્યમ્ વ્યવહારથી રહિત એવા તે સિદ્ધાન્તમાં એટલે કે અન્ય એક અવયવમાં સમસ્ત અવયવી માનવાનો આટલો બધો આગ્રહ કેમ રાખો છો ? | ૨૩૫૧ ||
વિવેચના :- જે અન્ય અવયવ એકલો હોય છે. તે સમસ્ત એવા અવયવીથી બની શકે તેવું કોઈ પણ કાર્ય કરી શકતો નથી. જેમ કે ઘટનો કોઈ પણ એક ભાગ જલાધારાદિ કાર્ય કરી શકતું નથી. તથા પટનો કોઈ પણ એક તખ્ત શરીરાચ્છાદન કે શીતત્રાણ આદિ કોઈ પણ કાર્ય કરી શકતું નથી. તે કારણથી માત્ર અન્ય અવયવને સમસ્ત અવયવી દ્રવ્ય મનાય નહીં. જેમ કુંભ (અથવા ઘટ)નો કોઈ પણ એક ભાગ માત્ર જલાધારાદિ કાર્ય કરે નહીં. માટે તેને કુંભ કહેવાય નહીં.
તથા ક્રૂર (રાંધેલો ભાત), બનાવેલી રસોઇ, અને વસ્ત્રાદિનો અનુક્રમે એકદાણીમાત્ર, સુકોમલ એવો ઝીણો ટુકડો, અને એક તખ્ત વિગેરે અવયવ હોવા છતાં પણ સુધા, શાન્તિ, ભૂખનો નાશ, અને ઠંડીથી રક્ષણ ઇત્યાદિ પોત પોતાનું કાર્ય કરવા રૂપ સંતોષ તમને પણ કરતો નથી.
તેથી સમ્યગુવ્યવહારથી રહિત એવા તે અન્તિમ અવયવ માત્રમાં સમસ્ત અવયવી માનવાનો આગ્રહ તમારો જે છે તે કેમ શોભા પામે ? યુક્તિયુક્ત અને સાચો છે એમ કેવી રીતે કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય. માટે કંઈક સત્યને સમજો. |૨૩૫૧ ||
અવતરણ :- આ જ વાતની પ્રમાણતા જણાવતાં કહે છે કે अंतिमतंतू न पडो, तक्कज्जाकरणओ जहा कुंभो । अह तयभावे वि पडो, सो किं न घडो खपुष्पं व ? ॥ २३५२ ॥
ગાથાર્થ - અન્તિમ એક તન્ત તે પટ નથી (આ પ્રતિજ્ઞા), કારણ કે શીતત્રાણાદિ પટનું જે કાર્ય છે તે આ ચરમતનું કરી શકતો નથી (હેતુ), જેમકે કુંભ (ઉદાહરણ), જે જે પટનું કાર્ય ન કરે, તેને પણ જો પટ કહીએ તો તો (વ્યતિરેક વ્યાપ્તિ) ઘટ અથવા આકાશપુષ્પ પણ પટ કેમ ન કહેવાય ? ( આ વ્યતિરેક ઉદાહરણ) || ૨૩૫ર |
Page #77
--------------------------------------------------------------------------
________________
એક પ્રદેશવાદ
નિહ્નવવાદ
વિવેચન :- અન્તિમ તત્તુભાગ તે પટ નથી જ, (આ પ્રતિજ્ઞા સમજવી) કારણ કે તે પટનું શીતત્રાણાદિ જે જે કાર્ય છે તે કાર્ય ચરમ તન્તુ માત્ર કરતો નથી તેથી (આ હેતુ જાણવો). જેમ કે ઘટ (એટલે કે કુંભ-આ ઉદાહરણ જાણવું.)
૫૪
હવે કોઈ પણ એક તન્તુ પટનું કાર્ય (શરીર ઢાંકવું. ઠંડીને રોકવી વિગેરે કાર્ય) કરતું નથી. છતાં પણ જો એક -બે તત્તુને’આ પટ છે “આમ માનશો તો માટીનો ઘટ અથવા આકાશપુષ્પ પણ પટ કેમ ન કહેવાય ? પટનું કાર્ય ન કરવા પણું તો જેવું એક તત્ત્તમાં છે. તેવું જ ઘટમાં અને આકાશ પુષ્પમાં પણ છે જ, માટે અન્તિમ ચરમ અવયવમાં અવયવી માનવો તે વ્યાજબી નથી. || ૨૩૫૨ ||
અવતરણ:- તથા = તથા વળી બીજી યુક્તિ પણ સમજાવે છે. उवलंभ ववहाराभावाओ, नत्थि ते खपुष्पं व । અંતાવયવેવયવી, વિનંતા માવો વાવિ॥ ૨૧૩ ॥
ગાથાર્થ :- તે નસ્થિતમારો માનેલો અન્ય અવયવમાં અવયવી નથી. કારણ કે ઉપલંભ અને વ્યવહારનો અભાવ છે માટે, આકાશપુષ્પની જેમ અન્ય અવયવ માત્રમાં અવયવી માનવો તે વાત કોઈ અનુકુળ દૃષ્ટાન્ત ન હોવાથી ઉચિત નથી. ।।૨૩૫૩॥
વિવેચન :- અન્ય અવયવ માત્રમાં અવયવી છે ‘આવો તમારો માનેલો અવયવી આ સંસારમાં નથી. ઉપલબ્ધિની પ્રાપ્તિ ન હોવાથી.(એટલે કે તેવો કોઈ પણ વ્યવહાર થતો દેખાતો નથી) તથા તેવો વ્યવહાર પણ થતો નથી માટે, આકાશપુષ્પની જેમ, અથવા અન્ય અવયવમાત્ર જ અવયવી છે. કારણ કે અવયવિની સમાપ્તિનું કારણ તે માટે, “આવા પ્રકારના અનુમાનમાં સાધ્યની સિદ્ધિ કરી આપે તેવું કોઈ ઉદાહરણ મળતું નથી. માટે પણ સાધ્યની સિદ્ધિ થતી નથી. સારાંશ કે આ અનુમાન પણ ખોટું જ છે | ૨૩૫૩ ||
અવતરણ :- અન્ય અવયવ માત્રમાં અવયવી દેખાતો નથી. ત્યાં અવયવીનો વ્યવહાર પણ કરાતો નથી અને તેને અનુકુલ કોઈ દેષ્ટાન્ત ન હોવાથી અન્ય અવયવમાત્રમાં અવયવીનું અનુમાન પણ કરાતું નથી. તેથી શું સિદ્ધ થાય છે. તે ગ્રંથકારશ્રી સમજાવે છે કે
पच्चक्खओऽणुमाणादागमओ वा पसिद्धी अत्थाणं । सव्वप्पमाणविसयाईयं मिच्छत्तमेवं भे ॥ २३५४ ॥
ગાથાર્થ :- કોઈ પણ પદાર્થની સિદ્ધિ પ્રત્યક્ષથી, અનુમાનથી અથવા આગમથી થાય છે. પરંતુ અન્ય અવયવ માત્રમાં જ જે અવયવી માનવાનો તમારો મત છે. તે સર્વ પ્રમાણોના વિષયથી બહાર છે. તેના કારણે તે મિથ્યાત્વમાત્ર છે || ૨૩૫૪ ||
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૫
દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત - વિવેચન :- કોઈ પણ પદાર્થની સિદ્ધિ પ્રત્યક્ષાદિ પ્રમાણોવડે થાય છે. કાંતો પ્રત્યક્ષથી વસ્તુ દેખાતી હોય અથવા કોઈ પણ ઇન્દ્રિયથી જણાતી હોય, અથવા વસ્તુ ન દેખાય પણ તે વસ્તુને જણાવનાર કોઈ તેવા પ્રકારનું લિંગ દેખાતું હોય. તો અનુમાનથી વસ્તુ સમજાય.
અથવા જ્ઞાની પુરુષોનાં વચનોની પ્રમાણતાથી એટલે કે આગમથી વસ્તુ સિદ્ધ થાય છે. પરંતુ આ ત્રણ પ્રમાણોમાંના કોઈ પણ પ્રમાણવડે પદાર્થની જો સિદ્ધિ થતી નથી. તો તેનો અર્થ એવો થાય છે કે તે પદાર્થ જ નથી. માટે માત્ર અન્ય અવયવમાં જ અવયવી છે આવા પ્રકારના તમારા પક્ષને સિદ્ધ કરી આપે તેવાં કોઈ પ્રમાણો ન હોવાથી તમારી વાત જ ખોટી છે. આ કારણે તમારૂ કથન સર્વ પ્રમાણોના વિષયથી અતીત છે. તે માટે આભિનિવેશિક મિથ્યાત્વ માત્ર જ છે. તેથી આ વાત ત્યજવા યોગ્ય જ છે એટલે તમે સમજી જાઓ તો સારું છે. || ૨૩૫૪ ||
અવતરણઃ- મિત્રશ્રી નામના શ્રાવક વડે આ પ્રમાણે કહેવાય છતે તે તિષ્યગુપ્ત નામના મુનિએ શું કર્યું ? તે કહે છે
इय चोइय संबुद्धो खामिय पडिलाभिओ पुणो विहिणा । गंतुं गुरुपायमूलं, ससीसपरिसो पडिक्कंतो ॥ २३५५ ॥
ગાથાર્થ :- આ પ્રમાણે પ્રેરણા પામેલા, અને સારી રીતે બોધ પામેલા તે મુનિને મિત્રશ્રી શ્રાવક વડે ખમાવાયા અને વિધિપૂર્વક અન્નપાણી વહોરાવવા દ્વારા પ્રતિલાલ્યા તથા શિષ્ય પરિવાર સાથે ગુરુજીના ચરણકમલમાં જઇને પ્રતિક્રમણ કરીને (સાચા માર્ગે આવીને) વિહાર કરવા લાગ્યા || ૨૩૫૫ //
વિવેચના:- ઉપર સમજાવ્યું તે પ્રમાણે પ્રેરણા પામેલા અને સારી રીતે સમજાવાયેલા એવા આ તિષ્યગુપ્ત મુનિને કર્યા છે પરસ્પર ખમત ખામણાં જેણે એવા મિત્રશ્રી નામના શ્રાવક વડે સંપૂર્ણ અન્નપ્રદાન આદિ કરવા વડે પડિલાભ્યા. યથોચિત આહાર-પાણી આપીને વહોરાવ્યું. ત્યારબાદ આ તિષ્યગુપ્ત મુનિ ગુરુજીના ચરણકમલમાં આવીને પોતાના શિષ્ય પરિવાર સાથે વિધિપૂર્વક ક્ષમાયાચના આદિ કરવાપૂર્વક પ્રતિક્રમણ કર્યું. અને સાચા માર્ગને પામ્યા. ત્યારબાદ પોતાના ગુરુજીની સાથે વિચરવા લાગ્યા. આ પ્રમાણે આ ૨૩ ગાથાના અર્થો આ વાદમાં સમજાવ્યા. || ૨૩૫૫ //
इति जीवप्रदेशवादी तिष्यगुप्तनामा द्वितीयो निह्नवः समाप्त ।
દ્રિતીય નિલવવાદ સમાપ્ત
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૬
અવ્યક્તવાદ
નિતવવાદ
કે તૃતીય નિહવ
હવે ત્રીજા નિહ્નવી વાર્તા કહે છેचउदस दो वाससया तइया सिद्धि गयस्स वीरस्स । तो अव्वत्तयदिट्ठी, सेवलियाए समुप्पण्णा ॥ २३५६ ॥
ગાથાર્થ :- શ્રી મહાવીર પરમાત્માને મોક્ષે ગયા ને બસોહ ચૌદ વર્ષ (૨૧૪ વર્ષ) પસાર થયાં હતાં ત્યારે શ્વેતવિકા નામની નગરીમાં અવ્યક્ત દષ્ટિ ઉત્પન્ન થઈ. (અર્થાત્ તે દૃષ્ટિવાલા નિહ્નવ થયા) ર૩૫૬.
વિવેચન :- પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને નિર્વાણ પામ્યાને બસોહ ચૌદ વર્ષ (૨૧૪ વર્ષ) પસાર થયાં હતાં ત્યારે અવ્યક્ત છે નામ જેનું એવા નિકૂવોની દૃષ્ટિ જેતવિકા નામની નગરીમાં ઉત્પન્ન થઈ. આવી દૃષ્ટિવાળા નિતવ ત્યાં થયા. આ ત્રીજા નિદ્ભવ થયા. || ૨૩૫૬ |
અવતરણ - = આ દષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ ? તે સમજાવે છે सेयविपोलासाढे जोगे, तद्दिवसहिययसूले य । सोहम्मनलिणिगुम्मे, रायगिहे मुरियबलभद्दे ॥ २३५७ ॥
ગાથાર્થ :- ચૈતવિકા નામની નગરીમાં પૌલાષાઢ નામના ચૈત્યમાં આર્યાપાઢ નામના આચાર્યને તે જ દિવસે સૂલની વેદના થવાથી કાલધર્મ પામીને સૌધર્મ નામના દેવલોકમાં નલિનિગુલ્મ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તેમના શિષ્યોને રાજગૃહી નામના નગરમાં મૌર્યવંશમાં જન્મેલા બલભદ્ર નામના રાજાએ પ્રતિબોધિત કર્યા. (સમજાવ્યા). //ર૩૫૭થી
વિવેચન :- શ્રેવિકા નામની નગરીમાં પૌલાષાઢ નામના ચૈત્યમાં આર્યાપાઢ નામના આચાર્ય રહેલા હતા, તેઓને ઘણા જ શિષ્યો હતા. તેમાંથી બહુને અગાઢ જોગમાં પ્રવેશ કરાવ્યો હતો. બીજા કોઈ વાચના આવે તેવા વાચનાચાર્ય ન હોવાથી તેઓ પોતે જ આર્યાષાઢસૂરિજીએ જ વાચનાચાર્યપણું (પણ) સ્વીકાર્યું હતું, તેવા પ્રકારના કર્મના વિપાકોદયના કારણે તે જ દિવસે રાત્રિમાં હૃદયની અંદર ફૂલવેદનાના કારણે
Page #80
--------------------------------------------------------------------------
________________
તૃતીય નિહ્નવ આષાઢાભૂતિ મુનિ
૫૭
કાલધર્મ પામ્યા. અને કાલધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં નિનિગુલ્મ વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા. ગચ્છની અંદર અનેક સાધુ હોવા છતાં કોઈ પણ વડે આ કિકત ન જણાઇ.
ત્યારબાદ અવધિજ્ઞાન વડે પૂર્વભવસંબંધી હકીકત જાણીને જોગમાં પ્રવેશેલા સાધુ મહાત્માઓ ઉપ૨ની અનુકંપાના કારણે મૃત્યુલોકમાં આવીને તે જ શરીરમાં દાખલ થઈને, સવારે ઉઠીને તેમના વડે સાધુ મહાત્માઓને કહેવાયું કે વૈરાત્રિક કાલને ગ્રહણ કરો. (કાલગ્રહણ કરો). જેથી સાધુમહાત્માઓએ તે પ્રમાણે કર્યું. અને શ્રુત જ્ઞાનના ઉદ્દેશા-સમુદ્દેશા અને અનુજ્ઞા વિગેરે તેઓ પાસે કરાયા. આ પ્રમાણે દૈવિક પ્રભાવથી તે દેવવડે તે સાધુઓના કાલભંગાદિ વિઘ્નોનું (દોષોનું) રક્ષણ કરતા (અર્થાત્ સાધુઓને દોષોથી બચાવતાં) જલ્દી જલ્દી જોગ પુરા કરાવ્યા. જોગો પુરાં થતાંની સાથે તુરત જ તે માનવભવના શરીરનો ત્યાગ કરીને દેવલોક તરફ જતા એવા તેમના વડે તે સાધુઓને કહેવાયું કે
સાધુઓ ! તમે મારી ક્ષમા કરજો તમે મને માફ કરજો કારણ કે અસંયમી થયેલા એવા મારા વડે તમારી પાસે મારા આત્માને વંદનાદિ કરાવાયા, તમે બધા ચારિત્રવાળા આત્માઓ. હું તો અમુક દિવસે કાલ કરીને દેવલોકમાં ગયેલો અર્થાત્ દેવ થયેલો છું છતાં તમારા ઉપરની અનુકંપાની બુદ્ધિથી અહીં આવ્યો છું અને તમને બધાંને અગાઢ જોગમાંથી પેલે પાર ઉતાર્યા છે. અર્થાત્ અગાઢજોગ પુરા કરાયા છે. ઇત્યાદિ યથાર્થ વાત કહીને સર્વ સાધુ મહાત્માઓને ખમાવીને પોતાના સ્થાને (દેવલોકમાં) ચાલ્યા ગયા.
ત્યારબાદ તે જોગ કરનારા સાધુઓ તેમના શરીરને પરઠવીને (અગ્નિસંસ્કાર માટે ગૃહસ્થોને આપીને-વોસિરાવીને) વિચરવા લાગ્યા. અહો ! આપણે બધાંએ અવિરતિજીવને ઘણો સમય વંદના કરી. તેથી હવે અન્ય સ્થાનોમાં પણ (બીજા મુનિઓના શરીરમાં)પણ શંકા થાય છે કે કોણ જાણે કોના શરીરમાં રહેલો આત્મા સાચો સાધુ છે ? કે આ દેવની જેમ અસાધુ છે ?
તેથી પરસ્પર વન્દન ન કરવું તે જ શ્રેયસ્કર માર્ગ છે. અન્યથા-જો એમ નહી કરીએ તો અસંયમીને વંદના થઈ જશે. અને મૃષાવાદનો દોષ લાગશે. આ પ્રમાણે તેઓને પોતાના ભારે કર્મોનો ઉદય થવાથી અપરિપક્વ બુદ્ધિવાળા તે સર્વે સાધુઓ અવ્યક્તવાદ નામના મતને સ્વીકારનારા થયા. પરસ્પર એકબીજાને વંદના કરતા નથી.
ત્યારબાદ બીજા સ્થવિર મહાત્માઓએ તેઓને કહ્યુ. જો તમને પરસ્પર સાધુપણાની
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૮ અવ્યક્તવાદ
નિતવવાદ શંકા જ છે. તો જે જીવે “હું દેવ છું” આમ કહ્યું. ત્યાં તમને શંકા કેમ થતી નથી. કે ખરેખર તે દેવ હતો કે અદેવ હતો ? સાધુઓએ આ સમજાવનારા વિરને કહ્યું કે “તેના વડે સ્વયં પોતાના વડે જ કહેવાયું હતું કે” હું દેવ છું અને તેનું દેવ પણાનું સ્વરૂપ જતી વખતે પ્રત્યક્ષપણે અમારા વડે જોવાયું છે. તેથી ત્યાં સંદેહ થતો નથી.
ત્યારબાદ સ્થવિર મુનિએ કહ્યું કે જો આમ જ છે તો જે આ મુનિઓ છે તે પણ પેલા દેવની જેમ જ કહે છે કે “અમે સાધુઓ છીએ” અને સાધુપણાનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય છે તો હવે તેમાં સંદેહ કરવાની જગ્યા જ ક્યાં છે ? કે જેથી તમે પરસ્પર નાના-મોટાને વંદના કરતા નથી.
“સાધુના વચન કરતાં દેવનું વચન વધારે સત્ય છે” આમ કહેવું ઉચિત નથી દેવનું વચન તો ક્યારેક ક્યારેક મશ્કરી આદિ માટે પણ હોય છે. જેથી મિથ્યા પણ હોય છે. પરંતુ સાધુનું વચન ક્યારેય મિથ્યા હોતું નથી. તેઓ મિથ્યાવચન બોલવાથી વિરમેલા
આ પ્રમાણે ઘણી ઘણી યુક્તિઓ વડે સમજાવવા છતાં પણ જ્યારે તેઓ સમજતા જ નથી. ત્યારે સ્થવિર મુનિઓ વડે તેઓને સમુદાયમાંથી દૂર કરીને બહાર કઢાયા. વિહાર કરતા કરતા તેઓ રાજગૃહી નગરીમાં આવ્યા.
ત્યાં મૌર્યવંશમાં ઉત્પન્ન થયેલો બલભદ્ર નામનો રાજા હતો. તે મહાવીર પ્રભુનો પરમ શ્રાવક હતો. તેથી તેના વડે આ વાત જણાઈ કે અવ્યક્તવાદી એવા નિકૂવો આ ગામમાં આવ્યા છે. ગુણશીલક નામના ચૈત્યમાં ઊતર્યા છે. તેથી પોતાના માણસોને મોકલીને તે રાજાવડે તે સાધુઓને રાજદરબારમાં લવાયા. અને આજ્ઞા કરી કે આ સાધુઓને “સુવડાવીને તેના ઉપર સૈન્ય ચલાવો, તેઓને મારી નાખવા માટે જ તેઓ ઉપર સૈન્ય ચલાવવાની આજ્ઞા કરી.”
ત્યારબાદ તેઓને મારી નાખવા માટે જ હાથી અને સૈન્ય લવાયે છતે તે મુનિઓ વડે કહેવાયું કે હે રાજન્ અમે જાણ્યું છે કે તમે મહાવીર પ્રભુના પરમ શ્રાવક છો. તો શ્રમણ એવા અમને આવી રીતે કેમ મારો છો ?
ત્યારે રાજાએ કહ્યું કે “તમારા સિદ્ધાન્ત પ્રમાણે તો કોણ જાણે કે “હું પણ શ્રાવક છું કે શ્રાવક નથી” અને તમે બધા પણ ચોર છો કે દુરાચારી છો કે કષાયી છો કે સાધુ છો ? આ પણ વાત કોણ જાણે છે ? તે સાધુઓ વડે કહેવાયું કે “હે રાજન્ અમે બધા સાધુ જ છીએ. પણ ચોર કે દુરાચારી કે કષાયી નથી.”
Page #82
--------------------------------------------------------------------------
________________
તૃતીય નિહ્નવ આષાઢાભૂતિ મુનિ
૫૯
રાજાએ કહ્યું કે “જો આમ જ છે તો અવ્યક્તવાદિપણાથી નાના-મોટાને યથાયોગ્ય પ્રમાણે વંદના કેમ કરતા નથી. આવા પ્રકારનાં પ્રથમ કડકાઇવાળાં અને પછી કોમળતાવાળાં વચનો વડે તે મુનિઓને રાજાવડે સમજાવાયા.
ત્યારબાદ તે સાધુઓ રાજા વડે સારો બોધ પામ્યા, લજ્જા પામ્યા અને શંકા વિનાના બનીને સાચા માર્ગને પામ્યા. ત્યારબાદ રાજા વડે કહેવાયું કે “તમને સમજાવવા માટે જ (માર્ગમાં લાવવા માટે જ) મારા વડે આ સર્વ (કડકાઇનું નાટક) કરાયું હતું માટે તમે મને ક્ષમા આપો. આ વાર્તા અહીં સમાપ્ત થાય છે. (આ ગાથા નિર્યુક્તિની હોય એમ લાગે છે) || ૨૩૫૭ ||
અવતરણ ઉપર જે સમજાવ્યો તે જ અર્થ હવે ભાષ્યકાર મહારાજા કહે છે
गुरुणा देवी भूएण, समणरूवेण वाइया सीसा ।
सब्भावे परिकहिए, अव्वत्तयदिट्ठिणो जाया ॥ २३५८ ॥
·
ગાથાર્થ :- દેવ થયેલા એવા ગુરુ વડે શ્રમણના રૂપે આવીને શિષ્યોને વાચના આપી સાચી વાત જ્યારે કહી ત્યારે તેમાંથી જ અવ્યક્તવાદની દૃષ્ટિ શરૂ થઈ ॥ ૨૩૫૮ ॥
આ ગાથાનો ભાવાર્થ પૂર્વ ગાથામાં લગભગ સમજાવાઇ ગયો છે. અવતરણ : અવ્યક્ત ર્દષ્ટિવાળા સાધુઓ કેવી રીતે થયા ? તે કહે છે કેको जाणइ कि साहू, देवो वा तो न वंदणिज्जो ति । होज्जाऽसंजयनमणं, होज्ज मुसावायममुगोत्ति ॥ २३५९ ॥
ગાથાર્થ :- કોણ જાણે કે આ સાધુઓમાં ક્યો જીવ દેવ છે અને ક્યો જીવ સાધુ છે ? તેથી પરસ્પર કોઇને પણ વંદના કરવી નહીં. કારણ કે આપણે જાણતા ન હોવાથી અસંયમીને વંદના થઈ જાય. અને સાધુઓમાં “અમુક જીવ” વ્રતી છે. આમ બોલવામાં મૃષાવાદ નામનો દોષ લાગે. ॥ ૨૩૫૯ ||
વિવેચન :- સાધુના વેષને ધારણ કરનારો આ જીવ શું સાધુ હશે કે દેવ હશે ? આ વાત કોણ જાણે. આ બાબતમાં આપણે નિશ્ચય કરી શકતા નથી. કદાચ કોઇક આવો પ્રશ્ન અહીં કરે કે “આ સાધુ જ છે કારણ કે સાધુપણાનો વેશ છે તથા સાધુપણાની સમાચારી પણ પાલે છે માટે” તમારી જેમ જ આ સાધુ છે. આવું જો કોઈ કહે તો તે ન કહેવું કારણ કે આર્યાષાઢ નામના આચાર્ય મરીને દેવ થયેલા. અને જોગ પુરા કરાવવા આ શરીરમા પ્રવેશીને આચાર્ય તરીકેનો બધો જ વ્યવહાર કર્યો છે.
""
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૦
અવ્યક્તવાદ
નિઠવવાદ
તેઓમાં પણ સાધુપણાનો વેશ અને સમાચારીનું પાલન તો દેખાતું જ હતું. તે માટે આપણે સાચુ જાણી શકતા નથી. કે આ શરીરમાં વર્તનારો જીવ સાધુ છે કે દેવ છે? તે માટે પરસ્પર કોઇએ વંદના કરવી નહીં. આમ કહીને કોઇ પરસ્પર વંદના કરતા નથી પરંતુ સંશયવાળા થઇને જ રહે છે. વળી જો વંદના કરીએ તો આર્યાષાઢ મરીને જે દેવ થયેલા તેની જેમ અવિરતિને વંદના થઈ જાય. એક આ દોષ લાગે, અને વળી “આ સાધુઓમાં અમુક જ વ્રતી છે” આમ બોલવામાં મૃષાવાદનો દોષ પણ લાગે આમ બે દોષો લાગુ પડે. માટે વંદન ન કરવું તે જ શ્રેયસ્કર માર્ગ છે. ૫૨૩૫૯॥
અવતરણ : હવે આ પ્રમાણે માનતા સાધુઓને સ્થવિરો તેનો જવાબ કહે છે थेरवयणं जइ परे, संदेहो किं सुरोत्ति साहुत्ति ।
વે તું ન સંા, જિ લેવો ન લેવો ત્તિ ? ॥ ૨૩૬૦ ॥ तेण कहियं ति व मई देवोऽहं रूवदरिसणाओ य । સાધુત્તિ અહં વહિ, સમાળમિ ા સંા ? ॥ ૨૩૬૨ ॥ देवस्स व किं वयणं, सच्चं ति न साहुरूवधारिस्स ।
न परोप्परं पि वन्दह, जं जाणन्ता वि जयउ ति ॥ २३६२ ॥
--
ગાથાર્થ :- સ્થવિરપુરુષોએ આ શંકાશીલ સાધુઓને કહ્યું કે જો તમને આ સર્વે સાધુઓમાં શંકા છે કે શું આ સાધુ છે કે નહીં ? તો આવી જ શંકા તે દેવમાં કેમ ન થઈ ? કે તે દેવ છે કે તે દેવ નથી ? ॥ ૨૩૬૦ II
હવે કદાચ તમારી મતિ આવી થાય કે તે દેવવડે જ કહેવાયું હતું કે હું દેવ છું. અને તેમાં દેવનું રૂપ દેખાતું હતું. તો આ સાધુઓમાં પણ “હું સાધુ છું” એમ તેઓ કહે જ છે અને શ્રમણપણાનું સ્વરૂપ પણ દેખાય જ છે તો કેમ તમે સ્વીકારતા નથી. ।।૨૩૬૧॥
દેવનું વચન સાચું હોય અને સાધુનું વચન સાચું ન હોય આમ કેમ બને ? કે જેથી તમે પરસ્પર નાના-મોટાને વંદના કરતા નથી. તમે જાણો છો કે “આ મુનિ છે” તો પણ વંદનાદિ વ્યવહાર કરતા નથી. આ કેમ ઉચિત કહેવાય ? આવો ઠપકો સ્થવિરાયાચાર્યે આપ્યો || ૨૩૬૨ ||
વિવેચના :- આ ત્રણે ગાથાનો ભાવાર્થ પહેલાં ૨૩૫૭મી ગાથાના વિવેચનમાં કહેવાઇ ગયો છે. એટલે ફરીથી વધારે વિસ્તાર કરવા જેવો નથી.
II૨૩૬૦ થી-૨૩૬૨॥
Page #84
--------------------------------------------------------------------------
________________
તૃતીય નિર્ભવ આષાઢાભૂતિ મુનિ
૬૧
અવતરણૢ :- સ્થવિરમુનિઓએ આ સાધુઓને કહ્યું કે જે તમને પ્રત્યક્ષપણે દેખાતા મુનિયોમાં પણ શંકા છે. તો અતિશય પરોક્ષ એવા જીવ - બન્ધ-મોક્ષ ઇત્યાદિ તત્ત્વોમાં તો આ શંકા સારી રીતે હશે જ. તેથી તો સમ્યક્ત્વનો પણ અભાવ જ થાય. આ વાત સમજાવતાં કહે છે કે
નીવાપયત્વેસુ ય, સુક્કુમ-વ્યવહિય-વિશિદવેનું ।
अच्चंतपरोक्खेसु य किह न जिणाईसु भे संका ॥ २३६३ ॥
ગાથાર્થ :- અતિશય સૂક્ષ્મ અને વ્યવધાનવાળા અને ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા જીવાદિ પદાર્થોમાં, તથા અત્યન્નપરોક્ષ એવા જિનેશ્વર આદિ મહાત્માઓમાં તો તમને શંકા કેમ થતી નથી ? || ૨૩૬૩ ||
વિવેચન :- જીવ-અજીવ આદિ પદાર્થો જે સૂક્ષ્મ છે, વ્યવહિત છે, પૃથ-પૃથક્ સ્વરૂપવાળા છે તેમાં તથા અત્યન્ત પરોક્ષ એવા જિનેશ્વર આદિ મહાત્માઓ થયા છે. તે બાબતમાં તમને શંકા કેમ થતી નથી ? જો આવા પરોક્ષ અને અતીન્દ્રિય પદાર્થોમાં જો તમને પરમ વિશ્વાસ છે તો પ્રત્યક્ષ દેખાતા અને સાધુપણુ પાલન કરતા સાધુઓમાં સાધુતાની શંકા કેમ થાય છે ? માટે તમારો માર્ગ બરાબર નથી. ॥ ૨૩૬૩ II
અવતરણ :- હવે કદાચ તમે સાધુઓ આવી વાત કરો કે જિનેશ્વર પ્રભુના વચનથી જીવાદિ તત્ત્વોમાં તો અમને કંઇ જ શંકા નથી. તો પછી આ વાત અહીં પણ સમાન જ છે. (સાધુપણાનું સ્વરૂપ ધારણ કરનારા આત્માને સાધુ માનવા જોઈએ) આ વાત સમજાવતાં કહે છે કે
तव्वयणाओ व मई, नणु तव्वयणे सुसाहुवित्तोति । આલય-વિહારસમિો, સમળોડ્યું યંગિન્નોત્તિ ॥ ૨૨૬૪ ॥
ગાથાર્થ :- કદાચ હવે આવો બચાવ તમે કરો કે તે જિનેશ્વર પરમાત્માના વચનથી જીવાદિ તત્ત્વોમાં અમને શંકા નથી તો તે સાધુના વચનથી આ સાધુ સાચા છે અને સારા સાધુ છે. આમ માની લો. શંકા કેમ કરો છો ? આલય-વિહાર આદિ સાધુસામાચારીવાળા હોવાથી આ શ્રમણ છે. અને વંદનીય છે આમ પણ જાણો. | ૨૩૬૪ ॥
વિવેચનઃ- સ્થવિર મુનિઓએ શંકાશીલ એવા આ મુનિઓને કહ્યું કે “તેમના વચનથી અર્થાત્ વીતરાગપ્રભુના વચનથી જીવ-અજીવ આદિ તત્ત્વોમાં તો અમને શંકા નથી.” જો આ પ્રમાણે તમે કહો જ છો તો તેમના વચનમાં એટલે વીતરાગ પરમાત્માના વચનમાં આમ પણ છે જ. કે શોભાસ્પદ સાધુપણાનો આચાર જેમનામાં દેખાય છે તે આ જીવ સારા સાધુપણાના આચારવાળો કહેવાય. માટે આ શ્રમણ જ છે એમ સમજીને નિશ્ચયપૂર્વક હૈયાના ભાવપૂર્વક વંદન કરવા યોગ્ય જ છે. તમારે બધા જ સાધુને સાધુ માનીને વંદના કરવી જોઈએ.
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૨ અવ્યક્તવાદ
નિહ્નવવાદ પ્રશ્ન :- અહીં કદાચ તમે આવો પ્રશ્ન કરો કે “આ સાધુઓ સારા સાધુપણાના આચારવાળા જ છે એમ કેવી રીતે જણાય ? તો તેનો ઉત્તર કહે છે.
ઉત્તર :- આલય અને વિહારાદિ સાધુસમાચારીથી યુક્ત છે માટે આ સાધુજ છે. આમ માનવું જોઈએ. શાસ્ત્રમાં સાધુસામાચારી માટે કહ્યું છે કે-ગાથે વિદ્યારે કાળા ચંવમા ય સ વિહિયં નાર્ડ, માસા વેળફg | ૧ આલય-વિહાર-સ્થાનચાલવું ઇત્યાદિ નિમિત્તોથી સુવિહિતપણું જાણવું તથા બોલવાની ભાષા ઉપરથી પણ સુવિહિતપણુ જાણવું. આ પ્રમાણે છબસ્થ એવા આપણે આવાં આવાં લિંગોથી સુસાધુપણ જાણી શકીએ છીએ જે તમારે માનવું જોઈએ. આમ સ્થવિરોએ કહ્યું || ૨૩૬૪ ||
અવતરણ સ્થવિરો બીજી પણ યુક્તિ આ મુનિઓને કહે છે. जहवा जिंणिंदपडिमं जिणगुणरहियं ति जाणमाणा वि । परिणामविसुद्धत्थं वंदह तह किं न साहुं पि ॥ २३६५ ॥ हुज्ज नवा साहुत्तं, जइरूवे नत्थि चेव पडिमाए । सा कीस वंदणिज्जा, जइरूवे कीस पडिसेहो ? ॥ २३६६ ॥
ગાથાર્થ - અથવા તો જિનેશ્વરપ્રભુની પ્રતિભા જિનેશ્વર પ્રભુના ગુણોથી રહિત છે. એમ જાણવા છતાં પણ આત્માના પરિણામની વિશુદ્ધિ માટે પ્રતિમાજીને તમે વંદન તો કરો જ છો. તો પછી સાધુને પણ કેમ ન થાય ? ૨૩૬૫ II
પતિના રૂપમાં (મુનિપણાના વેષધારીમાં) સાધુપણું હોય અથવા ન હોય એમ વિકલ્પમાત્ર જ છે. જયારે પ્રતિમાજીમાં તો પરમાત્માપણું નથી જ. તો પછી પ્રતિમા વંદનીય કેમ ? અને મુનિસ્વરૂપમાં નિષેધ માત્ર કેમ ? || ૨૩૬૬ll
વિવેચન :- બન્ને ગાથાનો અર્થ બહુ જ સુગમ છે તો પણ પ્રથમ ગાથામાં પ્રતિમાજીને વન્દનીય માનવામાં સામ્યપણું કહ્યું છે. જયારે બીજી ગાથામાં પ્રતિમાજી કરતાં સાધુના સ્વરૂપમાં વિશેષતા જણાવી છે. મુનિપણાના સ્વરૂપવાળી વ્યક્તિમાં સાધુપણું હોય અથવા ન હોય એમ બન્ને વિકલ્પો છે. સાધુપણું નથી જ આવો કેવલ એકલો નિષેધ નથી. માત્ર સંદેહાત્મકતા જ છે. જ્યારે પ્રતિમાજીમાં તો વીતરાગત નથી જ. કારણ કે તે જીવ જ નથી. તો અત્યન્ત નિષેધ જ્યાં હોય તે જ વંદનીય હોય તો
જ્યાં સંદેહાત્મકતા હોય તે વંદનીય કેમ ન હોય ? માટે સાધુનું સ્વરૂપ છે જેમાં એવા મુનિમાં વંદનીયતાનો નિષેધ કેમ કરાય ? આ કારણે તમારી માન્યતા બરાબર નથી. | ૨૩૬૫-૨૩૬૬ ||
Page #86
--------------------------------------------------------------------------
________________
તૃતીય નિતવ આષાઢાભૂતિ મુનિ
અવતરણ - પ્રશ્નકાર-અવન્દનીયતા માનનાર પોતાના તરફથી બચાવ કરતાં ઉત્તર કહે છે કેअसंजयजइरूवे, पावाणुमई मई न पडिमाए । नणु देवाणुगयाए, पडिमाए वि हुज्ज सो दोसो ॥ २३६७ ॥
ગાથાર્થ :- હવે કદાચ શિષ્ય આવો પ્રશ્ન કરે કે અવિરતિભાવવાળો દેવ છે જેમાં એવા યતિના સ્વરૂપને વંદન કરવાથી પાપની અનુમતિ લાગે. માટે યતિ હોય તો પણ વંદન ન થાય. પરંતુ પ્રતિમામાં આ દોષ લાગતો નથી. તેનો ઉત્તર એવો છે જે દેવથી અધિષ્ઠિત એવી મૂર્તિમાં પણ અનુમોદનાનો આ દોષ તો છે જ. ||૨૩૬૭ ||
વિવેચન :- કદાચ ઉપરની ચર્ચા સાંભળીને કોઈ શિષ્ય આવો પ્રશ્ન કરે છે. પૂછનારની બુદ્ધિ કદાચ આવી થાય કે અવિરતિ ભાવવાળો દેવ જેમાં પ્રવેશેલો છે એવા મુનિને વંદનાદિ કરતાં તેમાં રહેલા અસંયમ સ્વરૂપ પાપની અનુમતિ લાગે છે. કારણ કે તેમાં અવિરતિ ભાવવાળો દેવ છે, માટે વંદન ન થાય ત્યારે પ્રતિમાજીને વંદન કરવામાં તો તે દોષ લાગતો નથી. કારણ કે તેમાં અવિરતિભાવવાળું કોઈ તત્ત્વ છે જ નહીં. માટે ત્યાં અવિરતિને વંદન કર્યાનો દોષ ન લાગે.
ઉપર પ્રમાણે કદાચ કોઈક પ્રશ્ન કરે તો દેવથી અધિષ્ઠિત સાધુમાં અવિરતિભાવવાળો દેવ જેમ હોઈ શકે છે. આમ તમારું કહેવું છે. તેવી રીતે અવિરતિભાવવાળા દેવથી અધિષ્ઠિત એવી મૂર્તિમાં પણ આ અસંયમની અનુમતિનો દોષ સમાન જ છે. દેવનો સંભવ તો બન્ને સ્થાનો સરખો જ છે તેથી અનુમોદનનો દોષ તો બન્ને સ્થાને લાગે જ છે. માટે આ બચાવ બરાબર નથી જ. || ૨૬૬૭ ||
અવતરણ - હવે પર એવો શિષ્ય આ પ્રમાણે કદાચ કહે, તે શું કહે ? તે આ ગાળામાં જણાવે છે.अह पडिमाए न दोसो, जिणबुद्धीए नमओ विशुद्धस्स । तो जइरूवं नमओ, जइबुद्धीए कहं दोसो ॥ २३६८ ॥
ગાથાર્થ :- જો પ્રતિમાજીમાં જિનેશ્વરપણાની બુદ્ધિ રાખીને નમસ્કાર કરનારા વિશુદ્ધ આત્માને કોઈ દોષ નથી.તો મુનિપણાના રૂપવાળા મુનિને મુનિપણાની બુદ્ધિથી નમસ્કાર કરવામાં દોષ કેમ લાગે ? | ૨૬૩૮ ||
વિશેષાર્થ :- પ્રતિમાજીને ભાવપૂર્વક નમસ્કાર કરવામાં આ દોષ લાગતો નથી. શું કાર્ય કરતાં દોષ લાગતો નથી ? તો ઉત્તરમાં ગુરુજી કહે છે કે “આ તીર્થકર ભગવાન જ છે” આવા પ્રકારની બુદ્ધિ રાખીને નમસ્કાર કરે છે માટે દોષ લાગતો નથી. કેવા
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૪
અવ્યક્તવાદ
નિલવવાદ
જીવને દોષ લાગતો નથી ? તો કહે છે કે વિશુદ્ધ જીવને અર્થાત્ નિર્મળ અધ્યવસાયવાળા જીવને, આખી વાતનો સાર એ છે કે નિર્મળ અધ્યવસાયવાળા અને ભાવથી જિનેશ્વરની પ્રતિમાજીને નમસ્કાર કરનાર આત્માને જિનેશ્વરપણાની બુદ્ધિ હોવાથી કોઈ દોષ લાગતો નથી.
ગુરુજી કહે છે કે જો આમ જ છે તો મુનિપણાની બુદ્ધિ રાખીને મુનિને ભાવથી નમસ્કાર કરનારા વિશુદ્ધ જીવને શું દોષ લાગે કે જેના કારણે તમે બધા પરસ્પર બન્દન કરતા નથી.
ત્યાં વન્દન ન કરનારા સાધુઓમાંથી કોઇક પ્રશ્ન કરે છે કે “હે ગુરુજી ! જો આમ આપણી બુદ્ધિ શુદ્ધ હોય તો પ્રતિમાજીને વંદન કરવામાં દોષ ન લાગતો હોય તો લિંગ માત્રને ધારણ કરનારા એવા પાર્શ્વસ્થાદિ શિથિલાચારી સાધુઓને પણ મુનિપણાની બુદ્ધિ રાખીને જો નમસ્કાર કરવામાં આવે તો પણ કંઈ દોષ લાગે નહીં. આવો જ અર્થ થશે. આવો જો કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન બરાબર નથી પાર્શ્વસ્થાદિ
तदयुक्तम् મુનિઓમાં તો સમ્યગ્દર્શન જેવા પ્રાથમિક ગુણ પણ નથી માટે આ દલીલ બરાબર નથી. સમ્યગ્દર્શનાદિ પ્રાથમિક ગુણોનો પણ તેઓમાં અભાવ જ છે. આ વાત કેવી રીતે જણાય ? તો ગુરુજી કહે છે કે “આનાં વિજ્ઞાìળ” ઇત્યાદિ ગાથામાં કહેલાં મુનિપણાનાં જે લિંગો છે. તે લિંગો તેઓમાં જરા પણ દેખાતાં નથી.
–
=
તેથી પ્રત્યક્ષ દોષવાળા પાર્શ્વસ્થ આદિ મુનિઓને વંદનાદિ વ્યવહાર કરનારા ગૃહસ્થોને સાવઘની અનુમોદના કર્યાનો દોષ લાગે જ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
"जइ चेलं बगलिंगं, जाणंतस्स नमओ हवइ दोसो
નિદ્ધમાં ય નાળ, વંડમાળે ધ્રુવો ોસો ॥ ફ્ ॥”
-
ભાવાર્થ મુનિપણાના વસ્ત્રને ધારણ કરનારા અને (આચાર વિના) બગલાની જેમ ધારણ કરેલા ખોટા આચારવાળાને જાણી બુઝીને નમસ્કાર કરવાથી દોષ લાગે છે તે સાધુ નિર્ધ્વસ પરિણામવાળા છે આમ જાણવા છતાં જો વંદન કરવામાં આવે તો અવશ્ય દોષ લાગે જ છે.
જ્યારે પરમાત્માની પ્રતિમા તો દોષયુક્ત આચરણ વિનાની છે. માટે તેને વંદન કરવામાં સાવઘની અનુજ્ઞા ન હોવાથી કોઈ દોષ લાગતો નથી II ૨૩૬૮ ॥
અવતરણ :- અહીં ફરીથી શિષ્યનો અભિપ્રાય જણાવીને તેની શંકાને દૂર કરતાં ગ્રંથકારશ્રી કહે
છે કે
Page #88
--------------------------------------------------------------------------
________________
તૃતીય નિહ્નવ આષાઢાભૂતિ મુનિ
अह पडिमं पि न वंदह, देवासंकाइ तो न घेत्तव्वा आहारोवहिसज्जा मा देवकया भवेज्ज हु ॥ २३६९ ॥
૬૫
ગાથાર્થ :- હવે કદાચ તમે આવો પ્રશ્ન કરો કે પ્રતિમાજીમાં કદાચ કોઈ અવિરતિ દેવ પ્રવેશ્યો હોય તો આમ શંકા કરીને જો પ્રતિમાજીને વંદના ન કરતા હો તો આહારઉપધિ અને શય્યા વિગેરેમાં કદાચ દેવે પ્રવેશ કર્યો હોય તો આમ દેવકૃતની શંકા થાય તેથી કોઇપણ વસ્તુ ગ્રહણ કરવાનો વ્યવહાર કેમ થાય ? માટે આ પણ તમારી વાત
બરાબર નથી || ૨૩૬૯ ||
વિવેચન :- પ્રતિમાજી પણ કદાચ કોઈ અવિરતિ ભાવવાળા દેવના વસવાટ વાળી હોય તો આમ સમજીને તમે જો પ્રતિમાજીને વંદન ન કરતા હો તો આહાર-વાપરવા લાયક ઉપધિ, અને સૂવા માટેની શય્યા વિગેરે પણ અવિરતિ ભાવવાળા દેવયુક્ત કદાચ હોય તો એમ સમજીને તે પણ તમારે ગ્રહણ કરવા ન જોઈએ- જો આ પ્રમાણે તમે બધે શંકા જ કરશો તો આહારાદિ પણ કદાચ દેવકૃત હોય, આવું પણ કેમ ન બને? તેથી તમારે તો આહાર, ઉપધિ અને શય્યા વિગેરે પણ ગ્રહણ કરવાં ન જોઇએ. ॥ ૨૩૬૯ ||
અવતરણ :- તથા વળી આ પ્રમાણે અતિશય શંકાશીલ સ્વભાવ રાખે છતે સર્વ પણ વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ આવશે :- કેવી રીતે પ્રસંગ આવશે તે વાત સમજાવે છે કેको जाणइ किं भत्तं, किमओ किं पाणयं जलं मज्जं । મિતાનું માળિી, િસો ચીવર હારો ? ॥ ૨૩૭૦ ॥ को जाणइ किं सुद्धं, किमसुद्धं किं सजीवं किं निज्जीवं । વિ ભવવું, મિમાં, પત્તનમાં તો સર્વાં ॥ ૨૩૭૬ ॥
--
ગાથાર્થ :- શું આ ભોજન છે કે કરમીયા છે ? જે આ પાનક છે તે શું જલ છે કે મદિરા છે ? જે આ પદાર્થ દેખાય છે તે શું અલાબું (ચણોઠી) છે કે માણેકરત્ન છે. તથા જે આ દેખાય છે તે શું સાપ છે ? વસ્ત્ર છે ? કે હાર છે ? જે આહાર-સ્થાનાદિ સામગ્રી મળે તે શું શુદ્ધ છે કે અશુદ્ધ છે ? આ વાત કોણ જાણે છે. કઈ વસ્તુ સજીવ છે અને કઈ વસ્તુ અજીવ છે ? કઈ વસ્તુ ભક્ષ્ય છે અને કઈ વસ્તુ અભક્ષ્ય છે ? આ રીતે છદ્મસ્થ જીવને સ્પષ્ટ ન જણાવાથી તમારી દૃષ્ટિએ તો બધું જ અભક્ષ્ય જ પ્રાપ્ત થશે. II૨૩૭૦-૨૩૭૧ ||
વિશેષાર્થ :- જો સાધુ મહાત્મામાં સાધુપણાના ગુણો જણાય છે. છતાં તમે શંકા કરો જ છો. તો તમને સર્વ સ્થાને શંકા જ થશે. જેમ કે તમે જે આહાર લાવો છો અને
Page #89
--------------------------------------------------------------------------
________________
અવ્યક્તવાદ
નિતવવાદ વાપરો છો ત્યાં પણ શું આ આહાર હશે કે કરમીયા જ હશે ? આવી શંકા જ થશે. કારણ કે કેવલજ્ઞાન તો નથી જ અને તમારી દૃષ્ટિએ કેવલજ્ઞાન વિના છબસ્થ આત્માથી પૂર્ણપણે અને નિર્ણયાત્મકભાવે કંઈ જણાય જ નહીં. તો આવી શંકા બધે જ થશે.
નાના મોતી જેવો નાનો દાણો દેખાય છે તે શું અલાબુ (ચણોઠી) છે કે માણેક છે? જે આ ગોળ ગોળ વળેલું જે દેખાય છે. તે શું સાપ છે, વસ્ત્ર છે કે હાર છે? આવી બધે શંકા જ થવાની, કારણ કે કેવલ જ્ઞાન કંઈ છે નહીં. તેના વિના નિર્ણાત્મક જ્ઞાન થાય નહીં. અને તેથી આદાન-પ્રદાનના કોઈ વ્યવહાર તમારે થશે નહી.
ક્યો આહાર શુદ્ધ અને ક્યો આહાર અશુદ્ધ ? આ પણ જણાશે નહી. કઈ વસ્તુ સજીવ છે અને કઈ વસ્તુ અજીવ છે તે પણ છબસ્થ વડે જાણી શકાતી નથી તથા કઈ વસ્તુ ભક્ષ્ય અને કઈ વસ્તુ અભક્ષ્ય છે તે પણ જાણી શકાતું નથી.
આ રીતે ભોજન આદિમાં પણ કરમીયા આદિની શંકા થવી સંભવિત છે. તે શંકા ન અટકવાથી સર્વે પણ વસ્તુ તમને તો અભક્ષ્ય જ પ્રાપ્ત થશે. તથા અલાબુમાં પણ મણિ-માણેકની સમાનતા હોવાથી અને ચીવરાદિમાં સર્પ અને હારની સમાનતા હોવાથી સર્વત્ર ભ્રમ થશે જ તે ભ્રમની અનિવૃત્તિ હોવાથી સર્વે પણ વસ્તુઓ અભોગ્ય જ થશે. (માટે તમારી આ દષ્ટિ બરાબર નથી. કંઈક સમજો) || ૨૩૭૦-૨૩૭૧ ||
અવતરણ - તથા વળી બીજાં પણ આવાં કેટલાંક ઉદાહરણો આપે છે जइणा वि न संवासो, सेओ पमया-कुसील संकाए । होज्ज गिही वि जइत्तिय, तस्सासीसा न दायव्वा ॥ २३७२ ॥ न य सो दिक्खेयव्वो, भव्वोऽभव्वोत्ति जेण को मुणइ । चोरुत्ति चारिउत्ति य, होज्ज व परदारगामित्ति ? ॥ २३७३ ॥ को जाणइ को सीसो, को व गुरू तो न तव्विसेसो वि । गज्झो न चोवएसो, को जाणइ सच्चमलियं ति ॥ २३७४ ॥ किं बहुणा सव्वं चिय, संदिद्धं जिणमयं जिणिंदा य । परलोय-सग्ग-मोक्खा, दिक्खाए किमत्थमारंभो ॥ २३७५ ॥ जह संति जिणवरिंदा, तव्वयणाओ य सव्वपडिवत्ती । तो तव्वयणाउ च्चिय, जइवंदणयं कहं न मयं ॥ २३७६ ॥
Page #90
--------------------------------------------------------------------------
________________
૬૭
તૃતીય નિહ્નવ આષાઢાભૂતિ મુનિ
ગાથાર્થ - મુનિઓની સાથે સહવાસ કરવો તે પણ કલ્યાણકારી નથી. કારણ કે તે મુનિ કુલ્ટા સ્ત્રી હોય અથવા કુશીલ કદાચ હોય તો આવી શંકા જ થશે. તથા ગૃહસ્થ પણ હોય અથવા મુનિ પણ હોઈ શકે ? તે માટે તેમણે “ધર્મલાભ” એવો આશિષ પણ ન આપવો જોઇએ આવી પણ શંકા થાય || ૨૩૭૨ ||
તથા દીક્ષાના અર્થી કોઈ પણ જીવને દીક્ષા ન આપવી. કારણ કે શું તે દીક્ષાને માટે ભવ્ય હશે કે અભવ્ય (અયોગ્ય) હશે ? આ વાત કોણ જાણે ? દીક્ષા લેવા માટે આવેલો જીવ શું આ ચોર હશે કે ચારક હશે (ગુન્હેગાર હશે) કે પદારાગામી હશે? આવી શંકા જ રહેશે | ૨૩૭૩ |
તથા વળી આપણને કોઈને કેવલજ્ઞાન ન હોવાથી કોણ શિષ્ય અને કોણ ગુરુ છે? તથા તે બન્નેમાં શું વિશેષતા છે ? તે પણ આપણા વડે જાણી શકાતી નથી તથા કોઈને ઉપદેશ પણ આપવો જોઈએ નહીં. કારણ કે સાચું શું છે? અને ખોટું શું છે? તે કોણ જાણે છે? સાંભળનાર પણ સાચો છે કે ખોટો છે ? તે પણ કોણ જાણે છે? ર૩૭૪
આ પ્રમાણે બધે શંકા જ થશે. કારણ કે આપણે છઘસ્થ છીએ તેથી બધુ યથાર્થ જાણી શકતા નથી. માટે સર્વત્ર શંકા જ થશે. ઘણું શું કહીએ ? સર્વ ઠેકાણે શંકા જ થશે. જિનેશ્વરના મતમાં, જિનેશ્વર પ્રભુમાં, પરલોકની બાબતમાં સ્વર્ગ-મોક્ષમાં પણ શંકા થશે જ. દીક્ષા લેવાનો અને પાળવાનો આરંભ પણ શા માટે કરવો જોઇએ ? કારણ કે સ્વર્ગ અને મોક્ષ હશે કે નહીં ! તેની પણ શંકા જ રહેશે. | ૨૩૭૫ II - હવે જો જિનેશ્વર ભગવંતો છે. આમ તમે માનો છો તો તેમના વચનથી જ શાસ્ત્રમાં કહેલી સર્વ વસ્તુઓનો પણ તમે સ્વીકાર કરો. તથા તેમના વચનથી જ “મુનિઓને વંદન કરવાનું પણ” સ્વીકાર કરો. આ વ્યવહાર કેમ માનતા નથી ? || ૨૩૭૬ || ' વિશેષાર્થ :- ઉપર કહેલી સર્વે પણ ગાથાઓ ઘણી જ સુગમ છે પરંતુ “ના વિ જ સંવાલો' ઇત્યાદિ ૨૩૭૨ થી ૨૩૭૫ સુધીની ચાર ગાથા વડે તમે જે સ્વીકાર્યું છે તેનો વિરોધ આવશે આમ બતાવાયું છે. અને “નંદ નંતિ નિવરિંવા” ઇત્યાદિ પદોવાળી ૨૩૭૬મી ગાથામાં “જો જિનેશ્વર ભગવંતો થયા જ છે. આ પ્રમાણે તેઓના વચનથી જ સિદ્ધ થાય છે. તો તે જ રીતે તેઓશ્રીના વચનથી જ સ્વર્ગ અને મોક્ષ વિગેરે તત્ત્વોનો જો સ્વીકાર કરો જ છો તો તેમના વચનથી” મુનિને વંદન કરવાનું પણ કેમ નથી સ્વીકારતા ? આ વંદનવ્યવહાર પણ સ્વીકારવો જોઇએ. || ર૩૭૨થી૩૭૬ ||
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૮
અવ્યક્તવાદ
નિતવવાદ અવતરણ - પ == તથા વળી. जइ जिणमयं पमाणं, मुणित्ति तो बज्झकरणपरिसुद्धं । देवं पि वन्दमाणो, विसुद्धभावो विसुद्धो त्ति ॥ २३७७ ॥
ગાથાર્થ :- જો જિનેશ્વરના મતનો તમે સ્વીકાર કરતા હો અને તે પ્રમાણ છે. આમ માનતા હો તો આલયવિહારાદિ બાહ્ય ધર્મક્રિયાથી પરિશુદ્ધ એવા દેવને પણ “આ મુનિ છે” એમ માનીને વંદના કરતાં વિશુદ્ધભાવ વાળો જીવ દોષરહિત હોવાથી નિર્મળ જ કહેવાય છે || ૨૩૭૭ //
વિશેષાર્થ : અવન્દનીક્તાના મતને માનનારા આ સાધુઓને સ્થવિર પુરુષોએ આવી ઘણી ઘણી યુક્તિઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને કહ્યું કે જો તમે જિનેશ્વર પ્રભુનો મત માનતા હો તો “આવો હૃદયનો શુદ્ધ ભાવ રાખીને આલય-વિહારાદિ બાહ્ય સાધુપણાની ક્રિયાથી પરિશુદ્ધ એવા દેવને પણ સાધુપણાની બુદ્ધિએ વંદના કરતાં આ જીવ વિશુદ્ધ ભાવવાળો બને જ છે દોષરહિત નિર્મળ થાય જ છે. આગમમાં જ કહ્યું
"परमरहस्समिसीणं, समत्तगणिपिडगझरियसाराणं ।
પરિમિયં પHIV, નિચ્છયમવર્લ્સવમાdi | ૨ ”
અર્થ :- સમાપ્ત કર્યો છે ગણિપીટકમાં રહેલો સાર જેણે એવા ઋષિ મુનિઓને આ જ પરમસાર છે તથા નિશ્ચય નયનું આલંબન લેનારા મહાત્માઓને તો “આત્માના પરિણામ જ પ્રમાણ છે” માટે બાહ્યથી જે સારૂં મુનિપણું પાલતા હોય તેને “મુનિ” માનવા જોઈએ અને તેને અનુસરતો વ્યવહાર કરવો જોઇએ. કારણ કે આપણા માટે તો આ જ પ્રમાણ છે. | ૨૩૭૭ |
અવતરણ - અથવા = અથવા આ જ વાત ગુરુજી બીજી રીતે પણ સમજાવે છે. जइ वा सो जइरूवो, दिट्ठो तह कित्तिया सुरा अन्ने । तुब्भेहिं दिट्ठपुव्वा, सव्वत्थापच्चओ जं भे ॥ २३७८ ॥
ગાથાર્થ :- જો તે એક દેવ મુનિરૂપે જોવાયો, તેથી બીજા પણ આવા મુનિરૂપે દેવો તમારા વડે કેટલા ભૂતકાળમાં પૂર્વે જોવાયા ? કે જેથી સર્વ ઠેકાણે તમને અવિશ્વાસ કેમ થાય છે ? | ૨૩૭૮ //
વિશેષાર્થ અથવા આર્યાપાઢ જે દેવ થયા હતા અને મુનિના રૂપને ધારણ કરનારા
Page #92
--------------------------------------------------------------------------
________________
તૃતીય નિહ્નવ
૬૯
તરીકે તમારા વડે આ એક જોવાયા. તેવા પ્રકારના બીજા કેટલા દેવો મુનિ રૂપ કરનારા ભૂતકાલમાં તમારા વડે જોવાયા ? કે જેથી એક મુનિને દેવરૂપે જોતાં તમને સવઠકાણે અવિશ્વાસ થયો છે.
ક્યારેક કેમે કરી કોઈક પદાર્થમાં આશ્ચર્યકારી તેવા પ્રકારની વસ્તુ જોયે છતે સર્વ સ્થાનોમાં તેવા પ્રકારનું જ હોવાની આશંકા કરવી ઉચિત નથી. તેથી વ્યવહારનયનો આશ્રય કરીને (આધાર લઈને) તમારે બધાએ અંદરોઅંદર નાના-મોટા પ્રમાણે યથોચિત વિંદન વ્યવહાર કરવો જોઇએ. શાસ્ત્રમાં જ કહ્યું છે કે- નિશ્ચયનયથી ક્યો શ્રમણ ક્યા ભાવમાં વર્તે છે તે જાણવું આપણા જેવા જીવો માટે અતિશય દુષ્કર છે. પરંતુ જે મહાત્મા આપણાથી “પૂર્વકાલમાં મહાવ્રતોમાં સ્થિર થયા છે તેને મોટા માનીને વંદન વ્યવહાર કરવો જોઈએ”
માટે જ જે જે પૂર્વકાલમાં દીક્ષિત થયા હોય તે સર્વે આપણાથી મોટા છે આમ માનીને વંદનવ્યવહારાદિ કરવા જોઈએ” વંદન ન કરવાની તમારી આ દષ્ટિ બરાબર નથી. | | ૨૩૭૮ |
અવતરણ :- આ જ વાતનું વધારે વધારે પુષ્ટિકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે छउमत्थसमयचज्जा, ववहारनयाणुसारिणी सव्वा । तं तहा समायरंतो, सुज्झइ सव्वो वि सुज्झमणो ॥ २३७९ ॥ संवहारो वि बली, जमसुद्धं पि गहियं सुयविहीए । कोवेइ न सव्वण्णू, वंदइ य कयाइ छउमत्थं ॥ २३८० ॥
ગાથાર્થ :- છદ્મસ્થ અવસ્થાના કાળની સર્વે પણ આચરણા વ્યવહાર નયના માર્ગને અનુસરનારી હોય છે. તેથી તે નયવાળી આચરણાને તેવા પ્રકારે આચરતો એવો પણ જીવ શુદ્ધ મનવાળો હોવાથી અવશ્ય શુદ્ધ બને જ છે. | ૨૩૭૯ ||
સમ્યગુ એવો વ્યવહાર પણ ઘણો જ બળવાન છે જે કારણથી કેવલીની દષ્ટિએ અશુદ્ધ એવો પણ આહાર જો શ્રતવિધિથી ગ્રહણ કરાય તો સર્વજ્ઞ ભગવાન્ ક્યારે કોપ કરતા નથી. અને ક્યારેક ક્યારેક પ્રસંગ આવે તો કેવલી આત્મા પણ છદ્મસ્થને વંદના કરે છે | ૨૩૮૦ |
વિશેષાર્થ :- છમસ્થ આત્માએ શ્રુતજ્ઞાનનો ઉપયોગ રાખીને જે આહાર-પાણીઔષધાદિ લાવ્યાં હોય તે સઘળાં કેવળજ્ઞાનીની દૃષ્ટિએ ભલે કદાચ દોષિત હોય તો
Page #93
--------------------------------------------------------------------------
________________
અવ્યક્તવાદ
નિતવવાદ પણ સર્વજ્ઞ ભગવંતો તે આહારાદિ ઉપર કે આહારાદિ લાવનાર ઉપર ક્યારેય કોપ કરતા નથી એટલે કે છદ્મસ્થ જીવોની તે આચરણાને અપ્રમાણ કહેતા નથી. તેમના લાવેલા આહારાદિનો પરિહાર કરતા નથી. તેનો ઉપયોગ કરે છે વાપરે છે. માટે છબસ્થ આત્માઓએ તો વધારે વ્યવહાર નયનો જ સ્વીકાર કરવો જઇએ. અને પરસ્પર નાનામોટા-પ્રમાણે વંદન વ્યવહાર કરવો જોઈએ / ૨૩૭૯-૨૩૮૦ || निच्छयववहारनओगणीयमिह सासणं जिणिंदाणं । एगयरपरिच्चाओ, मिच्छं संकादओ जे य ॥ २३८१ ॥ जह जिणमयं पवज्जह, तो मा ववहार नयमयं मुयह । ववहारपरिच्चाए, तित्थुच्छेओ जओऽवस्सं ॥ २३८२ ॥
ગાથાર્થ - તીર્થકર ભગવંતોનું શાસન નિશ્ચયનય અને વ્યવહારનય એમ બન્ને નયોથી ભરેલું છે. બન્ને નયોમાંથી કોઈ પણ એકનયનો પરિત્યાગ કરવામાં આવે તો અથવા શંકાદિ કંઈ પણ અનિચ્છનીય કરવામાં આવે તો મિથ્યાત્વ લાગે જ. ર૩૮રા
તે કારણથી જો તમે જિનમતને સ્વીકારતા હો તો વ્યવહારનયની વાત પણ સ્વીકાર કરો, પણ વ્યવહારનયનો ત્યાગ ન કરો. કારણ કે વ્યવહારનયનો ત્યાગ કરાય છતે અવશ્ય તીર્થનો પણ ઉચ્છેદ જ થશે || ૨૩૮૧-૨૩૮૨ |
વિશેષાર્થ:- જો તીર્થંકર પરમાત્માનો સિધ્ધાન્ત માન્ય કરવો જ હોય તો વ્યવહારનયનો ત્યાગ ન કરો, જો વ્યવહારનયનો ત્યાગ કરશો તો કેવળ એકલો નિશ્ચયનય માનશો તો તે પણ એકાન્ત માર્ગ હોવાથી મિથ્યાત્વ જ કહેવાશે. અને આમ કરવાથી તીર્થનો એટલે કે ભગવાનના શાસનનો ઉચ્છેદ જ થાય, તથા શંકા-આકાંક્ષા વિગેરે જે દોષો છે તે લાગે જ. તે પણ મિથ્યાત્વ જ કહેવાશે. માટે કંઈક સમજો, આપણે છદ્મસ્થ છીએ. તેથી વ્યવહારનયનો ત્યાગ ન જ કરાય || ૨૩૨૮૧-૨૩૮૨ ||
અવતરણ - આટલું સ્થવિર મુનિઓએ સમજાવ્યું. ત્યારે ત્યાં શું બન્યું ? તે હવે કહે છે :इय ते नासग्गाहं मुयंति, जाहे बहुं पि भण्णंता । ता संघपरिच्चत्ता, रायगिहे निवतिणा नाउं ॥ २३८३ ॥ बलभद्देणग्घाया, भणंति सावय ! वयं तवस्सित्ति । मा कुरु संकमसंकारुहेसु, भणिए भणइ राया ॥ २३८४ ॥
Page #94
--------------------------------------------------------------------------
________________
તૃતીય નિહ્નવ આષાઢાભૂતિ મુનિ
૭૧
ગાથાર્થ ઃ- આ પ્રમાણે સ્થવિર મુનિઓ વડે ઘણી ઘણી યુક્તિઓ આપી આપીને સમજાવવા છતાં પણ જ્યારે તે મુનિઓ પોતાના દુરાગ્રહ ત્યજતા નથી જ, ત્યારે સંધમાંથી બહાર કરાયા. સંઘમાંથી બહાર મુકાયા. આ હકિકત ત્યાંના રાજાવડે જણાઇ
|| ૨૩૮૩ ||
બલભદ્ર રાજાએ આ વાત બરાબર જાણી ત્યાંર પછી તે મુનિઓને બોલાવ્યા. અને પૂછ્યું કે “તમે કોણ છો ?' ત્યારે તે મુનિઓએ કહ્યું કે ‘“સાવય ! વયં તવસ્પિત્તિ'' હે શ્રાવક ! અમે બધા તપસ્વી (સાધુઓ) છીએ. આશંકાના સ્થાનભૂત (આશંકાના આધારભૂત) એવાં અમારામાં તમે શંકા ન કરો. અમે જૈનમુનિઓ જ છીએ. મુનિઓ વડે આમ કહેવાયે છતે રાજા કહે છે કે
को जाणइ के तुब्भे, किं चोरा चारिआ अभिमरति । संजयरूवच्छण्णा, अज्जमहं भे विवाएमि ॥ २३८५ ॥
नाण चरियाहिं नज्जइ, समणोऽसमणो व कीस जाणंतो । તું સાવય ! સંવેદ્ તિ, મણિ નિવો મળરૂ ॥ ૨૨૮૬ ॥
ગાથાર્થ :- કોણ જાણે છે કે તમે કોણ છો ! શું ચોર છો કે ? શું ચારક હશો (ગુન્હેગાર હશો) કે અભિમરક હશો (વ્યભિચારી) પુરુષ હશો ? સંયમવાળા રૂપથી ઢંકાયેલા તમે આવા પણ ચોરાદિ હોઈ શકો છો. તેથી હું તમને સર્વને (ચોરો છો એમ સમજીને) મારી નાખીશ. || ૨૩૮૫ ||
ત્યારે મુનિઓએ રાજાને કહ્યું કે “જ્ઞાન અને સુંદર આચરણ આચરવા વડે શ્રમણ કેવા હોય અને અશ્રમણ કેવા હોય તે તમને જણાય જ છે આ પ્રમાણે જાણતા એવા પણ કે શ્રાવક રાજા ! અમારામાં તમે સંદેહ કેમ કરો છો ! આમ મુનિઓએ કહે છતે રાજા તેઓને કહે છે કે :- || ૨૩૮૬ ||
तुब्भं चिय न परुप्परवीसंभो, साहवोत्ति किह मज्झं ।
नाण चरियाहिं जायइ चोराण वि किं न ता संति ॥ २३८७ ॥ उववत्तिओ भयाओ य पवण्णा सव्वमयसमग्गाहो । निवक्खामियाभिगंतुं गुरुमूलं ते पडिक्कंता ॥ २३८८ ॥
ગાથાર્થ :- તમને પોતાને જ “અમે બધા સાધુ જ છીએ” આવો પરસ્પર વિશ્વાસ નથી. તો આ વિશ્વાસ મને કેમ થાય ? જ્ઞાન અને ત્યાગની આચરણા તો ચોરલોકોને પણ શું
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૨
અવ્યક્તવાદ
નિઠવવાદ
નથી હોતી ? અર્થાત્ હોય જ છે. તો તમે લોકો પણ ચોર હો અને આચરણા આવી કરતા હો. એવું કાં ન બને ? માટે મને તો તમે ચોર જ અથવા ગુન્હેગાર અથવા વ્યભિચારી જ દેખાઓ છો. આમ કહીને યુક્તિથી અને ભય બતાવીને આ પ્રમાણે સર્વની પાસે સર્વશ ૫૨માત્માનો મત સ્વીકાર કરાવાયો. રાજાવડે ખમાવેલા તે સર્વે મુનિઓ ગુરુજીના ચરણકમલમાં જવા માટે નીકળ્યા અને પ્રતિક્રમણ કર્યું તથા પ્રાયશ્ચિત્ત કર્યું. ॥ ૨૩૮૮ ॥
-
વિશેષાર્થ :- ઉ૫૨ કહેલી ૨૩૮૩ થી ૨૩૮૮ સુધીની છએ ગાથાઓ લગભગ સ્પષ્ટ અર્થવાળી છે. તેના અર્થો લગભગ ગાથાર્થમાં જ કહેવાઈ ગયા છે. પરંતુ આટલી વિશેષતા જાણવી કે રાજા બલભદ્ર વડે તે મુનિઓ આ ગામમાં આવ્યા છે” એવું જાણીને તે મુનિઓને બોલાવાયા અને કહેવાયું કે “તમે ચોર છો, તમે ગુન્હેગાર છો, તમે વ્યભિચારી છો.” “આવો પ્રશ્ન કરાયો. ત્યારે તે મુનિઓ કહેવા લાગ્યા કે હે શ્રાવક ! ઇત્યાદિ પાઠથી પૂર્વે કહેલી સઘળી વાત સમજી લેવી કે “અમે સાધુ છીએ” આ પ્રમાણે તેઓએ કહ્યું. ત્યારે રાજાએ તક જોઇને કહ્યું કે તમારામાં જ્ઞાન-અને આચરણા હોવા છતાં પણ જો તમને જ પરસ્પર “અમે સર્વે સાધુ છીએ.” આવો વિશ્વાસ નથી. તો તે તે બે ગુણો વડે “તમે બધા સાધુ જ છો, “આવો વિશ્વાસ મને કેમ થાય ? તથા વળી આવાં કૃત્રિમ જ્ઞાન અને ક્રિયા તો ચોરાદિ લોકોમાં પણ શું નથી હોતાં ? હોય જ છે. તેથી મને તમારા ઉપર વિશ્વાસ નથી. હું તો તમને બધાંને ચોર પરદારિક વિગેરે સમજુ છું તેથી મારવાનો હુક્મ કરૂં છું. ત્યારે તે સાધુઓ સમજયા અને અસદાગ્રહ ત્યજીને સર્વજ્ઞના મતને સ્વીકારનારા બન્યા. ત્યારે રાજાએ પણ ક્ષમા માગીને ખમાવ્યા.
ત્યારબાદ તે સાધુઓ ગુરુજીના ચરણકમલના આશ્રયે ગયા અને ભૂલોનું પ્રાયશ્ચિત્ત કરીને પ્રતિક્રમણ કર્યું ॥ ૨૩૮૩ થી ૨૩૮૮ ॥
इति अव्यक्ताभिधाननामा तृतीयो निह्नवः समाप्तः ॥
તૃતીય નિહ્નવવાદ સમાપ્ત
Page #96
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ નિહ્નવ
अथ चतुर्थवक्तव्यतामाह
ચોથા નિહ્નવનું વર્ણન શરૂ કરે છે. वीसा दो वाससया, तइया सिद्धि गयस्स वीरस्स । सामुच्छेइयदिट्ठी, मिहिलापुरीए समुप्पन्ना ॥ २३८९ ॥
=
ગાથાર્થ :- જ્યારે ભગવાન શ્રીમહાવીરસ્વામી પ્રભુને નિર્વાણ પામ્યાને (૨૨૦) બસોહ અને વીસ વર્ષો પસાર થયાં ત્યારે મિથિલાપુરી નામની નગરીમાં સામુચ્છેદિક નામની દૃષ્ટિ ઉત્પન્ન થઈ || ૨૩૮૯ ॥
વિશેષાર્થ :- ૫૨માત્મા શ્રી મહાવીર પ્રભુજીને નિર્વાણ પામ્યાને બસોહ અને વીસ વર્ષો (૨૨૦ વર્ષો) પસાર થયાં તે કાળે તે આંતરામાં સામુચ્છેદિક દૃષ્ટિ (ક્ષણિકવાદની દૃષ્ટિ) પ્રગટ થઈ આ ચોથા નિહ્નવ વાદની ઉત્પત્તિ થઈ | ૨૩૮૯ ॥
અવતરણ :- જે રીતે આ ક્ષણિકવાદની દૃષ્ટિ ઉત્પન્ન થઈ તે સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છેमिहिलाए लच्छिघरे महगिरि कोडिन्न आसमित्ते य । नेउणियऽणुप्पवाए, रायगिहे खंडरक्खा य ॥ २३९० ॥
ગાથાર્થ ઃ- મિથિલા નામની નગરીમાં લક્ષ્મીગૃહ નામના ચૈત્યમાં માહિગિર નામના સૂરીશ્વરજીના શિષ્ય કૌડિન્ય નામના મહાત્મા પુરુષ હતા. તેમના શિષ્ય “અશ્વમિત્ર” છે નામ જેમનું એવા મુનિમહારાજ “અનુવાદ” નામનું પૂર્વ ભણતા હતા. તે પૂર્વમાં “નૈપુણિક” નામની વસ્તુનો અભ્યાસ કરતા હતા. ત્યારે આ નિહ્નવ થયા. અને રાજગૃહી નગરીમાં ખંડરક્ષક એવા શ્રાવકોએ તેઓને પ્રતિબોધ્યા. ॥ ૨૩૯૦ ॥
વિશેષાર્થ :- ૫૨માત્મા શ્રીમહાવીર પ્રભુને નિર્વાણ પામ્યાને (૨૨૦) બસોહ અને વીસ વર્ષો પસાર થયાં હતાં ત્યારે મિથિલા નામની નગરીમાં લક્ષ્મીગૃહ એ નામના ચૈત્યમાં આચાર્ય મહારાજ શ્રી આર્યમહાગિરિજીના શિષ્ય કૌડિન્ય નામના મહાત્મા બીરાજમાન હતા. ત્યારે તેમના શિષ્ય “અશ્વમિત્ર” છે નામ જેનું એવા આ મુનિ અનુવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતા હતા.
તે પૂર્વમાં નૈપુણિક નામની વસ્તુનો પાઠ કરતા હતા. ત્યારે તે પાઠમાં છિન્નચ્છેદન
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૪
સમુચ્છેદવાદ
નિલવવાદ
કરવાના નયનું નિરૂપણ ચાલતું હતું ત્યારે આવા પ્રકારનો પાઠનો એક આલાવો આવ્યો. તે પાઠ આ પ્રમાણે જાણવો. “પડુપ્પન્નસમયને ડ્વા સર્વે વોિિખ્રાંતિ, વં તાવ વેમાળિયન્તિ, વં વીયાસમક્ષુ વિ વત્તભ્રં" હવે તે પાઠની વિચારણા કરવામાં આવી. “પડુન્નસમયનારા: સર્વેપિ તાવવું વ્યવછેવું પ્રાન્તિ, અર્થ :- વર્તમાન સમયવર્તી સર્વે પણ નારકીના જીવો બીજા જ સમયે વિનાશને પામશે. એમ યાવત્ વૈમાનિક સુધીના સર્વેપણ દંડકવાળા જીવો પ્રતિસમયે વિનાશ પામે છે.” આ જ પ્રમાણે સર્વે પણ દંડકના જીવો દ્વિતીયાદિ સમયોમાં પણ પ્રતિસમયે વિનાશને પામે છે.
આવા પ્રકારના પાઠનું અધ્યયન કરતા કરતા અશ્વમિત્ર મુનિને મનમાં શંકા ઉત્પન્ન થઇ. તે આ પ્રમાણે વર્તમાનકાલના સમયમાં વર્તતા સર્વે પણ નારકીના જીવો અવશ્ય વ્યવચ્છેદને (વિનાશને) પામશે જ. તેથી બીજા સમયે તે જીવ રહેવાના જ નથી. તો સુકૃત કે દુષ્કૃત એવા કર્મના ફલનું વેદન તે જીવ કેવી રીતે પામી શકે ? સર્વે પણ જીવો ક્ષણિકમાત્ર જ છે. ઉત્પન્ન થતાંની સાથે જ બીજા સમયે મૃત્યુ પામે જ છે.
આ પ્રમાણે પોતાની સ્વયં બુદ્ધિથી કલ્પના માત્ર કરીને પ્રરૂપણા કરતા તે અશ્વમિત્ર મુનિ કામ્પિલ્યપુર નગરમાં કે જેનું બીજુ નામ રાજગૃહી નગરી છે ત્યાં ગયા ત્યાં ખંડરક્ષક નામના શ્રાવકો વસતા હતા. તેઓ રાજા તરફથી નક્કી કરાયેલા શૂલ્કને (ટેક્ષને) ઉધરાવનારા હતા. તેઓ દ્વારા જાણવામાં આવ્યું કે- “આપણા ગામમાં આવા નિર્હાવો (ભગવાનની વાતને ન માનનારા) આવ્યા છે. એટલે તેઓને પકડીને માર મારવાનો આરંભ કરાયો.
તેથી ભયભીત થયેલા તે અશ્વમિત્ર આદિ નિર્ણવો વડે કહેવાયું કે “અમે એમ જાણીએ છીએ કે તમે બધા શ્રાવક છો. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના પરમ ઉપાસક છે. તો શા માટે અમને શ્રમણ લોકોને તમે મારો છો ? ત્યારે તે બલભદ્ર આદિ શ્રાવકો વડે કહેવાયું કે “જે દીક્ષિત થયેલા શ્રમણ હતા. તે તો તમારા સિદ્ધાન્ત પ્રમાણે દીક્ષા લેતાંની સાથે જ તે સમયે જ વિનાશ પામી ગયા.તમે તો તેની પછી ઉત્પન્ન થયેલા ચોર આદિ કોઈ અન્ય જાતિના લોકો છો. માટે અમે તમને મારીએ છીએ.
તેથી તે રાજપુરુષો વડે મરાતાં ભયભીત થયેલા એવા તે અશ્વમિત્રાદિ મુનિઓ વડે પોતાનો દુરાગ્રહ તજાયો. અને આ શ્રાવકો વડે જ સમ્યગ્ બોધ પામ્યા. પોતાની માન્યતાની કરેલી ભૂલનું મિચ્છામિ દુક્કડં આપીને ગુરુજીના ચરણ કમલમાં ગયા. (અને આત્મશુદ્ધિને પામ્યા.) આ બન્ને ગાથાઓ નિર્યુક્તિની છે. તેના ઉપર હવે ભાષ્યકાર
મહારાજા વિવેચન કરશે. ॥ ૨૩૯૦ ॥
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૫
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
અવતરણ - નિયુક્તિની આ બન્ને ગાથા ઉપર ભાષ્યકાર મહારાજા કહે છે કે - नेउण मणुप्पवाए अहिज्जओ वत्थुमासमित्तस्स । एगसमयाइवोच्छेय सुत्तओ नासपडिवत्ती ॥ २३९१ ॥ उप्पायाणंतरओ सव्वं चिय सव्वहा विणासित्ति । गुरुवयणमेगनयमयमेयं मिच्छं न सव्वमयं ॥ २३९२ ॥
ગાથાર્થ - અનુવાદ નામના પૂર્વમાં આવેલી નૈપુણિક નામની વસ્તુનો અભ્યાસ કરતા એવા અશ્વમિત્ર નામના મુનિને પૂર્વે કહેલા “એક સમયમાં વસ્તુનો વિચ્છેદ થાય છે એવું કહેનારા સૂત્રનો અભ્યાસ કરતાં કરતાં ઉત્પત્તિની પછી બીજા જ સમયે તે વસ્તુ વિનાશ જ પામે છે” આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ. ૨૩૯૧TI
ઉત્પાદ પછીના અનંતર સમયમાં જ વસ્તુનો સર્વથા વિનાશ થાય છે. આ એકનયનું વચન છે આમ ગુરુજીએ કહ્યું વળી કહ્યું કે આ સર્વનયનું વચન નથી. તો પણ અશ્વમિત્રે માન્ય ન રાખ્યું અને મિથ્યાત્વને પામ્યા. ll૨૩૯રા
વિશેષાર્થ - અનુપ્રવાદ નામનું જે પૂર્વ છે. તેમાં “નૈપુણ” નામની વસ્તુનો અભ્યાસ કરતાં કરતાં અશ્વમિત્ર નામના મુનિને પૂર્વમાં કહેલા “એક સમયમાં વસ્તુ વિનાશ પામે છે” ઇત્યાદિ વિષયને સમજાવતા સૂત્રમાંથી પ્રતિસમયે વસ્તુ નાશ જ પામે છે સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ માત્ર છે. આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ.
વોડર્થ: કહેવાનો ભાવ શું છે ? તો કહે છે કે સર્વે પણ વસ્તુઓ “ઉત્પન્ન થતાંની સાથે જ તેના અનન્તર સમયે સર્વે પણ વસ્તુ વિનાશ પામે છે આવા પ્રકારનો ક્ષણિકવિચારનો બોધ ઉત્પન્ન થયો. પોતાનો આ વિચાર ઘણો મજબૂત થયો.
ત્યારે ગુરુજીએ તેને ઉત્તર આપ્યો (સમજાવવા પ્રયત્ન કર્યો) કે સર્વે પણ વસ્તુઓનું પ્રતિસમયે વિનાશપણું જ છે.તે ક્ષણે ક્ષણે પર્યાયને આશ્રયી વસ્તુ બદલાય જ છે એવા અભિપ્રાયવાળા ઋજાસૂત્ર નયને આશ્રયી આ દષ્ટિ છે. પરંતુ સર્વનયનો આ મત નથી. તેથી કોઈ પણ એક નયને જ માત્ર માની તેનો આગ્રહ રાખવો તે મિથ્યાત્વ માત્ર જ છે. આ પ્રમાણે ગુરુજીએ તે અશ્વમિત્રને સમજાવવા પ્રયત્ન કર્યો. ર૩૯૧-૨૩૯રા.
અવતરણ - ક્યા કારણે આ માન્યતા મિથ્યાત્વ માત્ર છે ? તે સમજાવે છે - न हि सव्वहा विणासोऽद्धापज्जाय मेत्तनासम्मि । सपर पज्जायणंत धम्मणो वत्थुणो जुत्तो ॥ २३९३ ॥
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૬ સમુચ્છેદવાદ
નિતવવાદ ગાથાર્થ - કાળને આશ્રયી પર્યાય માત્રનો નાશ થયે છતે વસ્તુનો સર્વથા નાશ થતો નથી. કારણ કે સ્વ-પર પર્યાયોને આશ્રયી અનંતધર્મવાળી વસ્તુ છે. આમ માનવું ઉચિત છે. || ૨૩૯૩ ||
વિશેષાર્થ - વસ્તુનો સર્વથા વિનાશ થાય છે આમ માનવું તે ઉચિત નથી. શું હોતે છતે આમ માનવું ઉચિત નથી? કાળને આશ્રયી પર્યાય માત્રનો જ નાશ થાય છે માટે, ત્યાં શ્રદ્ધા એટલે નારક આદિ ભાવોનો પ્રથમાદિ સમય, તે જ પર્યાય કહેવાય છે. તે પર્યાય માત્રનો જે નાશ અર્થાતુ તે પર્યાયનું ચાલ્યું જવું. તે હોતે છતે પણ વસ્તુનો સર્વથા નાશ માનવો તે ઉચિત નથી.
કારણ કે વસ્તુ કેવા પ્રકારની છે? “સ્વપર્યાય અને પરપર્યાયને આશ્રયી અનન્ત પર્યાયવાળી છે” આ પ્રમાણે જે સમજાવ્યું. તેનો ભાવાર્થ આમ છે કે “જે સમયે તે નારકાદિ પદાર્થ પ્રથમ સમયના નારકપણે નાશ પામે છે તે જ સમયમાં બીજા સમયના નારકપણે ઉત્પન્ન થાય છે પરંતુ સાથે સાથે દ્રવ્યપણે અવશ્ય ધ્રુવ પણ રહે જ છે.
તેથી જો અદ્ધાપર્યાય માત્રનો (એક સમવર્તિ એવા પર્યાય માત્રનો) નાશ થયે છતે સર્વ એવી તે વસ્તુનો ઉચ્છેદ માનવામાં શું ફળ મળે? કારણ કે અનન્તાનંત પર્યાયવાળી વસ્તુ છે તેનો એક પર્યાયમાત્રનો ઉચ્છેદ થયે છતે સર્વથા તે વસ્તુનો ઉચ્છેદ માનવો આ વાત અત્યન્ત વિરુદ્ધ છે. અર્થાત્ આ વાત તદ્દન ખોટી છે. આમ ગુરુજીએ શિષ્યને સમજાવ્યું ર૩૯૩
અવતરણ - આ બાબતમાં વચ્ચે વચ્ચે શિષ્ય (અ-ક્ષમિત્ર) શંકા કરે છે કે - अह सुत्ताउत्ति मई, सुत्ते नणु सासयंपि निद्दिठं । वत्थु दव्वट्ठाए, असासयं पज्जायट्ठाए ॥ २३९४ ॥
ગાથાર્થ - હવે કદાચ અશ્વમિત્ર આમ કહે કે સૂત્રમાં જ સર્વોપણ વસ્તુઓ ક્ષણિક છે આમ કહેલું છે તેથી હું આમ કહું છું. તો સૂત્રમાં તો વસ્તુને શાશ્વત (ધ્રુવ) પણ કહેલી છે. કારણ કે સર્વે પણ વસ્તુઓ દ્રવ્યાર્થિક નયથી શાશ્વત છે. અને પર્યાયપાર્થિક નયથી અશાશ્વત પણ જરૂર છે. || ૨૩૯૪
વિશેષાર્થ:- ગાથા નંબર ૨૩૯૦ માં કહેલા સૂત્રના પાઠના આલાવાથી “પકુપન્નसमयनेरइया सव्वे वोच्छिज्जिस्संति एवं जाव वेमाणियत्ति, एवं बीयाइसमएस पि વલ્લ” આવા પ્રકારના સૂત્રપાઠની પ્રમાણિકતા હોવાથી પ્રત્યેક સમયોમાં સર્વથા વસ્તુનો વિનાશ થાય છે. આમ અશ્વમિત્રનું કહેવું છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૭૭
તેની સામે ગુરુજી તેમને સમજાવે છે કે “જો તમને સૂત્ર જ વધારે પ્રમાણભૂત છે” આમ લાગતું જ હોય તો સૂત્રમાં જ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ (દ્રવ્યદૃષ્ટિએ) વસ્તુ શાશ્વત છે (ધ્રુવ જરૂર છે) આમ પણ અન્યસ્થાને કહેલું જ છે. અને પર્યાયપણે અશાશ્વત છે. ત્યાં (અને દ્રવ્યપણે શાશ્વત છે) તેનો સાક્ષી પાઠ આ પ્રમાણે છે
નેફ્યાનું મંતે ! ક્રિ સામયા, અસારવા ! ગોયમા સિય સાલા, सिय असासया । છે òળદ્રુળ મંતે ! × વુડ઼ ? ગોયમા, સ્વદયાત્ માસવા, માવજ્રયાત્ અસામત્તિા
“હે ભગવાન્ ! શું નારકીના જીવો શાશ્વત છે કે અશાશ્વત છે ? હે ગૌતમ ! અમુક અપેક્ષાએ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે. હે ભગવાન્ ! કઈ અપેક્ષાએ આપશ્રી આમ કહો છો ? હે ગૌતમ! દ્રવ્યાર્થિક નયથી શાશ્વત, અને ભાવાર્થિકનયથી (એટલે કે પર્યાયાર્થિકનયથી) તે જ વસ્તુ અશાશ્વત પણ છે, આ સૂત્રનો પાઠ સર્વે પણ વસ્તુઓ પર્યાય અપેક્ષાએ ભલે અશાશ્વત પણ જરૂર છે છતાં દ્રવ્ય અપેક્ષાએ શાશ્વત પણ અવશ્ય છે જ. આમ કહે છે તે માટે સર્વે પણ વસ્તુઓ નિત્યાનિત્ય છે. પણ કેવળ એકલું અનિત્ય નથી. I૨૩૯૪]]"
અવતરણ :- અપિ = = તથા વળી.
एत्थ वि न सव्वनासो, समयाइ विसेसणं जओऽभिहियं । इहरा न सव्वनासे, समयाइविसेसणं जुत्तं ॥ २३९५ ॥
को पढमसमयनारगनासे, बितिसमयनारगो नाम ।
न सुरो घडो अभावो, व होइ जइ सव्वहा नासो ॥ २३९६ ॥
ગાથાર્થ :- અહીં પણ વસ્તુનો સર્વથા નાશ નથી. કારણ કે “સમયાદિ વિશેષણ કહેલાં છે” જો આમ ન હોત અને વસ્તુનો સર્વથા જ નાશ હોત તો પ્રથમ સમય આદિ વિશેષણ કેમ યોગ્ય કહેવાય ? || ૨૩૯૫ ||
જો પ્રથમસમયસંબંધી નારકીનો નાશ જ થયો છે તો બીજા સમયનો અને ત્રીજા સમયનો નારકી આમ કેમ કહેવાય ? તેને બદલે જો વસ્તુનો સર્વથા નાશ હોય તો આ દેવ છે. આ ઘટ છે અથવા આ અભાવ છે આમ પણ કેમ ન કહેવાય ? ||૨૩૯૬॥
વિશેષાર્થ :- આ સૂત્રપાઠમાં પણ “પ્રથમ સમયવાળા નારકી વ્યવચ્છેદને પામશે.” આવો પાઠ છે પરંતુ તે સૂત્રપાઠમાં વસ્તુ સર્વથા નાશ પામશે એવો પાઠ દેખાતો નથી. કારણ કે પ્રથમ-દ્વિતીય આદિ વિશેષણ કહેલું છે. તેથી વસ્તુનો સર્વથા નાશ જણાતો
Page #101
--------------------------------------------------------------------------
________________
७८ સમુચ્છેદવાદ
નિર્તવવાદ નથી પરંતુ પ્રથમ સમય સંબંધી એવા નારકીનો બીજા સમયે વિનાશ થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે- જે જીવો પ્રથમ સમયે નારકીપણે ઉત્પન્ન થયા છે તે બીજા સમયે પ્રથમ સમયપણે રહેતા નથી. એટલે પ્રથમ સમય પણે અવશ્ય વિનાશ પામે જ છે.
આ જ પ્રમાણે દ્વિતીય-તૃતીય આદિ સમયે ઉત્પન્ન થયેલા નારકી પણ તે તે સમય પસાર થયે છતે બીજા સમયના નારકીપણે, ત્રીજા સમયના નારકી પણ જરૂર વિનાશ પામે જ છે. પરંતુ સર્વથા વિનાશ પામતા નથી જ. કારણ કે દ્રવ્યાર્થિક પણે અવશ્ય શાશ્વત પણ વર્તે જ છે.
જો વસ્તુનો સર્વથા નાશ થતો હોય તો પ્રથમાદિસમયનું વિશેષણ આપવું નિરર્થક જ થાય. યોગ્ય ન જ કહેવાય.
પ્રશ્ન :- મયુવતમ્ = “પ્રથમાદિ સમય” આવું વિશેષણ કેમ અયુક્ત છે !
ઉત્તર :- જો પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા નારકીનો સર્વથા વિનાશ જ થતો હોય તો હવે તે વસ્તુ છે જ નહીં. તો પછી દ્વિતીય સમય અને તૃતીય સમય વાળી તે વસ્તુ આમ કેમ કહેવાશે ?
જે કોઈ વસ્તુ અવસ્થિત પ્રવ) હોય તેને જ પ્રથમ-દ્વિતીય-તૃતીય સમયમાં ઉત્પન્ન થયેલી આવાં વિશેષણો લાગે. જો વસ્તુનો પ્રથમ સમયે જ સંપૂર્ણપણે નાશ જ થઈ જતો હોય તો તે વસ્તુ બીજા સમયે અંશથી પણ નથી જ તે આ રીતે પ્રથમ સમયે ઉત્પન્ન નારકીનો નિરત્વય નાશ થવાથી સંપૂર્ણ પણે તે વસ્તુ નાશ જ થઈ ગઈ છે. તો હવે તેને “દ્વિતીય સમયોત્પન્ન” નારકી આમ વિશેષણ જોડીને વ્યપદેશ કરવો કેમ ઉચિત ગણાય ?
જો પ્રથમ સમયોત્પન્ન નારકીનો સર્વથા વિનાશ જ થતો હોય તો. બીજા આદિ સમયો સર્વથા વિલક્ષણ હોવાથી તેમાં આ દેવ થયો. અથવા ઘટ થયો. અથવા આનો સર્વથા અભાવ થયો. આમ પણ કેમ ન કહેવાય ?
અને જો બીજા સમયે દેવ-ઘટ-કે અભાવ થતો જ હોય તો આ દ્વિતીયસમયવાળો કે તૃતીયસમયવાળો પદાર્થ નારકી છે આમ ન જ કહેવરાવું જોઇએ. માટે પ્રથમ સમયોત્પન્ન, દ્વિતીયસમયોત્પન્ન, તૃતીયસમયોત્પન્ન આવાં વિશેષણો કથંચિત્ સ્થિર-વસ્તુ હોય એવા નારકાદિમાં જ ઘટે તેથી આ સૂત્રમાં પણ માત્ર પર્યાય આશ્રયી વસ્તુનો નાશ કહેલો છે પરંતુ તે નારકાદિનો સર્વથા ઉચ્છેદ કહેલો નથી. માટે હે અશ્વમિત્ર ! તારા પોતાના અશુભ કર્મના (મિથ્યાત્વ મોહના) વિપાકોદયથી જ ઉત્પન્ન થયેલો તારો આ
Page #102
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૭૯
વ્યામોહ (વિપરીત બોધ) જ માત્ર થયો છે. પરંતુ તારી વાત સાચી નથી. સત્યથી ઘણી વેગળી છે. ।।૨૩૯૫-૨૩૯૬
અવતરણઃ- પર એવા શિષ્ય તરફથી દલિલ રજુ કરાય છે. અને પછી તેનો પરિહાર કરાય છેअहव समाणुप्पत्ती, समाणसंताणओ मई होज्जा ।
को सव्वहा विणासे, संताणो किं व सामण्णं ॥ २३९७ ॥
ગાથાર્થ :- અથવા સમાન-સમાનની ઉત્પત્તિ થતી હોવાથી સમાનની પરંપરા (સંતાન) ચાલે છે. આવી કદાચ શિષ્યની બુદ્ધિ થાય. તો વસ્તુનો સર્વથા નાશ જ્યાં થતો હોય ત્યાં સંતાન એ શું છે. અને સામાન્ય એ શું છે ? અર્થાત્ કંઈ જ નથી ॥ ૨૩૯૭ ॥
વિશેષાર્થ :- આ ચર્ચામાં કદાચ શિષ્યની આવી બુદ્ધિ થાય એટલે કે શિષ્યને કદાચ મનમાં આવો પ્રશ્ન થાય કે “નારકાદિ પદાર્થોમાં નવા નવા સમયે સમાન-સમાન પદાર્થની ઉત્પત્તિ થાય છે તેથી પ્રતિસમયે જીની વસ્તુ સર્વથા નાશ પામે જ છે અને સર્વથા નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. પરંતુ સમાન-સમાન ઉત્પત્તિ હોવાથી જે સમાન એવા પદાર્થની પરંપરા રૂપ સંતાન છે તે સંતાનને આશ્રયી નારકાદિ જીવોમાં કથંચિદ્ ધ્રુવત્વ દેખાય છે જો કથંચિદ્ ધ્રુવત્વ ન માનીએ તો પણ પ્રથમ દ્વિતીયાદિ સમયમાં ઉત્પત્તિ વાળાપણું અને વિનાશીપણું સારી રીતે ઘટી શકે છે. આમ સર્વે પણ વસ્તુઓ સર્વથા ક્ષણિક જ છે. આમ ક્ષણિકવાદીનો પોતાના પક્ષ માટેનો બચાવ છે.”
=
હવે અહીં ગુરુજી ઉત્તર આપે છે કે “જો તમે વસ્તુનો સર્વથા વિનાશ જ થાય છે આમ જ સ્વીકારો છો તો કોનું સંતાન કહેવાય ? અને કોની સાથે સમાન ? આ બધુ સર્વથા યુક્તિ વિનાનું જ કથન છે. કારણ કે વસ્તુનો સંપૂર્ણપણે નિરન્વય રીતે નાશ માને છતે પૂર્વસમયની વસ્તુ સંપૂર્ણ પણે નાશ જ પામી ગઈ હવે કોઈ સ્થિર એવા નારકાદિ પદાર્થો રહ્યા જ નથી. કે જેને આશ્રયી આવું બોલાય કે “આ આની સાથે સમાન છે” “આ આની પરંપરા (સંતાન) છે. આમ કેમ બોલાય ? અર્થાત્ ન જ બોલાય, કારણ કે બન્ને હાજર હોય તો જ સરખામણી કરી શકાય અન્યથા નહીં. માટે સંતાન પણ ઘટશે નહીં. ॥ ૨૩૯૭ ॥
અવતરણ ઃ વિ=તથા વળી બીજી પણ યુક્તિ આ બાબતમાં છે. તે જણાવે છે :संताणिणो न भिण्णो, जइ संताणो न नाम संताणो ।
અન્ન મળો, ન વાળો, ળિો વા નર્ફે ન સંતાળો ॥ ૨૨૧૮ ॥
Page #103
--------------------------------------------------------------------------
________________
સમુચ્છેદવાદ
નિલવવાદ ગાથાર્થ :- જો આ સંતાનને સંતાનિથી ભિન્ન નથી આમ માનશો તો આ સંતાન જેવું કોઈ તત્ત્વ રહેશે નહીં. અને જો સંતાનથી સંતાન ભિન્ન જ છે આમ માનશો તો તેને ક્ષણિક મનાશે નહીં. અને જો ક્ષણિક છે આમ માનશો તો તે સંતાન કહેવાશે નહીં | ૨૩૯૮ ||
| વિશેષાર્થ : - તમે જે સંતાન માન્યું છે. તે સંતાન શું વસ્તુ છે ? આ સંતાન તે સંતાનિથી ભિન્ન છે કે અભિન્ન છે? જો એમ કહો કે સંતાન તે સંતાનિથી ભિન્ન નથી પણ અભિન્ન છે. તો આ સંતાન જેવું કોઈ તત્ત્વ રહશે જ નહીં. કારણ કે તે સંતાન તમે સંતાનિથી અભિન્ન (એકાકાર) માન્યું છે માટે, જેમ સંતાનનું સ્વરૂપ સંતાનથી ભિન્ન નથી. તેમ સંતાન પણ સંતાનિથી ભિન્ન નથી તેથી સંતાન અને સંતાનિ આ બન્ને સર્વથા એક વસ્તુ જ થશે. અને બન્ને ક્ષણિક જ હોવાથી બીજા સમયે કંઇ પણ વસ્તુ રહેશે જ નહીં.
હવે જો સંતાન તે સંતાનિથી ભિન્ન છે આમ માનશો તો ભિન્ન માનેલું તે સંતાન ક્ષણિક મનાશે નહીં. કારણ કે સંતાનિ ક્ષણિક છે આમ માન્યું છે અને સંતાનને તેનાથી ભિન્ન માન્યું. એટલે ક્ષણિક હોવું જોઈએ નહીં. અર્થાત્ અવસ્થિત વસ્તુનો સ્વીકાર થશે.
હવે જો આ સંતાનને પણ ક્ષણિક જ છે. આમ ઇચ્છાય તો આ સંતાન કહેવાશે નહીં. સંતાનની જેમ, તેથી સન્તાન જેવું કોઈ તત્ત્વ જ રહેશે નહીં. પણ સર્વથા સંતાનનો અભાવ જ થશે. તેથી સંતાનના અભાવવાળા પક્ષમાં કહેલા દોષો આવશે.
આ પ્રમાણે સર્વથા વિનાશ સ્વીકારાયે છતે સંતાન જેવું કોઈ તત્ત્વ ઘટતું જ નથી. આમ તત્ત્વ સમજવું || ૨૩૯૮ //
पुव्वाणुगमे समया, हुज्ज न सा सव्वहा विणासम्मि । अह सा न सव्वनासो, तेण समं वा नणु खपुष्पं ॥ २३९९ ॥
ગાથાર્થ - પૂર્વરૂપનો જો અન્વય માનો તો સમાનતા ઘટે, પરંતુ સર્વથા વિનાશ જ માનો તો તે સમાનતા પણ ઘટતી નથી. અને જો તે સમાનતા છે. તો સર્વથા નાશ નથી. અથવા સર્વથા નાશ થવા છતાં પણ જો તેની સાથે તુલ્ય છે. તો આકાશપુષ્પ પણ તુલ્ય છે આમ કેમ ન મનાય ? /૨૩૯૯ ||
વિશેષાર્થ - જ્યારે જ્યારે ઉત્તરક્ષણ આવે, ત્યારે ત્યારે પૂર્વેક્ષણનો કોઈ પણ સ્વરૂપે અન્વય (હોવાપણું) માનવામાં આવે તો જ ત્યાં બન્નેનો અનુપમ મેળ થવાથી પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણની સમાનતા (કે અસમાનતા) વિચારી શકાય.
Page #104
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૮૧ પરંતુ પૂર્વેક્ષણનો સર્વથા નિરન્વયપણે જો વિનાશ જ માનવામાં આવે તો તેની સાથે ઉત્તરક્ષણની સમાનતા ઘટી શકતી નથી. અને જો તે પૂર્વેક્ષણ અને તે ઉત્તરક્ષણ યા બની સમાનતા ઇચ્છાય છે તો તે સ્વરૂપે વસ્તુ કથંચિત્ અવસ્થિત (ધ્રુવ) છે. આ વાત સિદ્ધ થાય છે. તેથી પૂર્વ ક્ષણનો સર્વથા વિનાશ થતો જ નથી. આ વાત સિદ્ધ થાય છે.
જો પૂર્વેક્ષણનો સર્વથા જ વિનાશ થયો હોય. તો એટલે કે સર્વથા અસતું હોય છતાં પણ ઉત્તર ક્ષણની પૂર્વેક્ષણની સાથે સમાનતા ઇચ્છાય તો આકાશપુષ્પની સાથે પણ સમાનતા માનો. જેમ ઉત્તરક્ષણ કાલે પૂર્વેક્ષણ ક્ષણિક હોવાથી નથી છતાં સમાન છે આમ માનો છો. તો પછી તે જ પ્રમાણે ઉત્તરક્ષણ આકાશપુષ્પની સાથે પણ સમાન છે આમ કેમ ન મનાય ? પૂર્વેક્ષણ અને આકાશપુષ્પ આ બન્નેનો ઉત્તરક્ષણમાં અભાવ તો સમાન જ છે. માટે આકાશપુરુષનો જેવો અભાવ છે. તવો પૂર્વેક્ષણનો સર્વથા અભાવ નથી. તેથી શિષ્યની આ દલીલ વ્યાજબી નથી. || ૨૩૯૯ ||
અવતરણ - ફ્રિઝ = તથા વળી-આવો ક્ષણિકવાદ માનવામાં બીજી પણ ઘણા દોષો આવે છે. તે દોષો કહે છે :
अण्णविणासे अण्णं, जइ सरिसं होइ होउ तेलुक्कं । तदसंबद्धं व मइ, सो वि कओ सव्वनासम्मि ॥ २४०० ॥
ગાથાર્થ - અન્યનો વિનાશ થયે છતે પણ જો અન્યની સાથે સમાન માનવામાં આવે તો ત્રણે લોક પણ સમાન થઈ જવાની આપત્તિ આવશે. હવે કદાચ એમ કહેવામાં આવે કે ત્રણ લોક તે પૂર્વેક્ષણની સાથે અસંબંધવાળાં છે આવી શિષ્યની કદાચ મતિ થાય. તો પૂર્વના ક્ષણનો સર્વથા નાશ થયે છતે તેની સાથે પણ તે ઉત્તરક્ષણની સમાનતા કેમ ઘટી શકે છે. ? ૨૪૦૦ના
વિશેષાર્થ :- પૂર્વેક્ષણનો સર્વથા વિનાશ માને છતે ઉત્તરક્ષણની સાથે તેનો કોઈ પણ પ્રકારનો સંબંધ રહેશે નહીં તેથી ઘટથી પટ જેમ સર્વથા ભિન્ન છે. તેમ પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ સર્વથા ભિન્ન થશે. તેથી પૂર્વેક્ષણ એ સર્વથા અન્ય છે. અને ઉત્તરક્ષણ તે પણ સર્વથા અન્ય જ છે. આવો અર્થ થશે.
તેથી સર્વથા ભિન્ન માનેલા એવા પૂર્વેક્ષણનો વિનાશ થયે છતે તેનાથી સર્વથા ભિન્ન એવા ઉત્તરક્ષણની સાથે જો સાદશતા થાય છે આમ જો સ્વીકારાય તો ત્રણે લોકના સર્વે પણ પદાર્થો પૂર્વેક્ષણની સાથે સદશ થઈ જવા જોઈએ. તેની તે જ વસ્તુનો અન્વય ન હોવો જોઈએ આ પ્રમાણે અનન્વયિભાવે તો ત્રણે લોક તુલ્ય જ થવા જોઈએ.
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૨
સમુચ્છેદવાદ
નિહ્નવવાદ હવે કદાચ એમ કહો કે તે ત્રણે લોક પ્રસ્તુત એવા પૂર્વેક્ષણની સાથે દેશ-કાલ-ભાવઆદિ રૂપે વ્યવધાન વાળા હોવાથી સંબંધ વિનાના છે. માટે તેની સાથે (ત્રણે લોકની સાથે) સદશતા નથી. પરંતુ ઉત્તરક્ષણ તો પૂર્વેક્ષણની સાથે સંબંધવાળો છે. માટે તે બન્નેની સદશતા ગણવામાં આવે છે આવી કદાચ શિષ્યની (પૂર્વપક્ષકારની) બુદ્ધિ થાય. તો અમે તમને આટલું જ કહીએ છીએ કે જો પૂર્વેક્ષણનો સર્વથા વિનાશ જ થાય છે તો પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ આ બન્ને સાથે મળતા જ નથી. જોડાતા જ નથી. તેનો સર્વથા નાશ જ જો થાય છે. તો સમાનતા કેવી રીતે ઘટે ! સમાનતા કોઈ પણ રીતે ઘટી શકે નહીં. જો તમે પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણની વચ્ચે સંબંધ સ્વીકારો તો બીજો કોઈ સંબંધ ત્યાં ન ઘટતો હોવાથી અન્વયનો (ધ્રુવદ્રવ્યનો) સ્વીકાર કરવો જ પડશે અને તે અન્વય માનવાથી કથંચિત્ કૃવત્વ આવે જ છે. તે ૨૪૦૦ ||
અવતરણ - મણિ = તથા વળી યુજ ભવનમ્ = અમે તમને પુછીએ છીએ કે રિંગ્સ = શું પુછો છો ? તે હવેની ગાથામાં કહે છે
किह वा सव्वं खणियं, विण्णायं जइ मई सुयाउत्ति । तदसंखसमयसुत्तत्थगहणपरिणामओ जुत्तं ॥ २४०१ ॥ न उ पइसमयविणासे जेणिविक्कक्खरं चिय पयस्स । संखाईयसामइयं, संखेज्जाइं पयं ताई ॥ २४०२ ॥ संखेज्जपयं वक्कं, तदत्थग्गहण परिणामओ हुज्जा । सव्वखण भंगनाणं तदजुत्तं समयनट्ठस्स ॥ २४०३ ॥
ગાથાર્થ - સર્વે પણ વસ્તુઓ ક્ષણિક માત્ર છે આ જ્ઞાન તમે કેવી રીતે કર્યું? આવી મતિ જો શ્રુતથી થઈ. આમ જો કહેશો તો તે શ્રુતજ્ઞાનનો ઉપયોગ તો અસંખ્યાત સમયો સાથે મળીને સૂત્રના અર્થને ગ્રહણ કરવાના પરિણામવાળો છે તેથી અસંખ્ય સમયના કાળવાળો જ ઉપયોગ માનવો ઉચિત છે . ૨૪૦૧ ||
તેથી પ્રતિસમયે વસ્તુ વિનાશી સ્વભાવવાળી છે આ વાત બરાબર લાગતી નથી. જે કારણથી પદમાં આવેલા એક એક અક્ષર પણ અસંખ્યાત સમયો દ્વારા જ બોલાય છે. તથા તેવાં સંખ્યાતા અક્ષરો સાથે મળે ત્યારે પદ થાય છે. અને સંખ્યામાં પદો સાથે મળે ત્યારે એક વાક્ય બને છે. ત્યારબાદ તેના અર્થને ગ્રહણ કરવાનો પરિણામ પ્રગટ થાય છે. અને તેના અર્થને ગ્રહણ કરવાના પરિણામથી જ યથાર્થ અર્થ થાય છે સર્વ વસ્તુઓનો ક્ષણ
Page #106
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૮૩ ભંગવાદ માને છતે બોલતાંની સાથે જ શબ્દનો નાશ થવાથી તે પદોનો અને વાક્યોનો અર્થ કરી શકશે નહીં માટે તે વસ્તુ અયુક્ત છે. ૨૪૦૧-૨૪૦૨-૨૪૦૩ //
વિશેષાર્થ :- અથવા, અમે આપને પુછીએ છીએ કે “સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ છે “આવું” આપે જાણ્યું શી રીતે ? તે તો અમને સમજાવો. કદાચ તમે આવો જવાબ આપો કે અમે શ્રુતજ્ઞાનથી જાણ્યું છે કે સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે. તો આ શ્રુતજ્ઞાનનો ઉપયોગ તો અર્થના બોધરૂપ છે. તે અસંખ્યાત સમયો વડે બનેલો છે. તથા જે સૂત્ર અને અર્થને ગ્રહણ કરવાનો આત્મપરિણામ છે. તેના વડે બનેલો છે. આવા પ્રકારના સૂત્ર અને અર્થને જાણવાના પરિણામ રૂપ ઉપયોગાત્મક શ્રતથી યુક્ત છે. પરંતુ પ્રતિસમયે વિનાશ પામે તેવા જ્ઞાનથી આ બોધ થાય નહીં.
વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે- અસંખ્યાત સમય સુધી જ્યારે ચિત્તની સ્થિરતા હોય ત્યારે જ “સર્વ વસ્તુ સામ્” આ પ્રમાણે જાણી શકાય છે આ જ્ઞાનોપયોગ છે. અને છબસ્થ આત્માને આ ઉપયોગ અંતર્મુહૂર્ત સુધી ચાલે છે ત્યારે જ આત્મા વસ્તુનો બોધ કરે છે. અન્યથા બોધ થતો નથી. જો વસ્તુને પ્રતિસમયે ઉચ્છદવાળી જ માનીએ તો આવા પ્રકારનો શ્રુતજ્ઞાનનો ઉપયોગ ઘટી શકે નહીં. તેનું કારણ આ પ્રમાણે છે.
અહીં હવે કારણ જણાવે છે કે “કોઈ પણ એક પદ ત્રણ-ચાર અક્ષરોનું (અવયવોનું) બનેલું હોય છે. જેમ કે રાવણ, હનુમાનજી તથા ગુફા, પર્વત, દશરથ, વિગેરે કોઈ પણ પદો બે-ત્રણ-ચાર અક્ષરોથી બનેલા હોય છે તેમાંના એક એક અક્ષરને બોલતાં ઉચ્ચારણ કરતાં જે કાલ જાય છે તે અસંખ્યાત સમય પ્રમાણ છે અર્થાત્ તે કાળ સંખ્યાતીત સમય પ્રમાણ = એટલે કે અસંખ્યાત સમયો વડે બનેલો છે. આવા પ્રકારના આ અક્ષરો સંખ્યાતા(બે-ત્રણ-ચાર અને પાંચ વિગેરે) હોય તો જ પદ બને છે. અને સંખ્યાતા પદો વડે જ વાક્ય બને છે. અને આવા પ્રકારના વાક્યના અર્થને ગ્રહણ કરવાનો જે અભિપ્રાય છે આશય છે આ જ્ઞાન અંતર્મુહૂર્ત કાલે થાય છે. અન્તર્મુહૂર્ત કાલના સર્વેક્ષણો સાથે મળીને જ્ઞાનની માત્રા વધતાં વધતાં આ બોધ થાય છે. તે બોધ, ઉત્પન્ન થતાંની સાથે જ નાશ પામતા એવા એક જ સમયવર્તી એવા મનથી થવો શક્ય નથી. માટે ક્ષણિક પણાની વાત સર્વથા અયુક્ત છે || ૨૪૦૧-૨૪૦૨-૨૪૦૩
અવતરણ :- ક્ષણભંગવાદમાં બીજું પણ ઘણું ઘટતું નથી તે દર્શાવે છેઃतित्ती, समो किलामो, सारिक्ख-विवक्ख-पच्चयाईणि । अज्झयणं झाणं, भावणा य का सव्वनासम्मि ॥ २४०४ ॥
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૪
સમુચ્છેદવાદ
નિતવવાદ ગાથાર્થ - તૃપ્તિ, શ્રમ, કલમ (ગ્લાનિ), સાધર્મ, વૈધર્મ, પ્રત્યય (પ્રત્યભિજ્ઞાનાદિ), અધ્યયન,ધ્યાન, અને ભાવના આ સર્વભાવો ક્ષણિકવાદમાં (સર્વનાશમાં) કેમ ઘટી શકે? ૨૪૦૪ ||
વિશેષાર્થ :- (૧) તૃપ્તિ એટલે પ્રાણિ અર્થાત્ સંતોષ થવો તે, (૨) શ્રમ એટલે માર્ગગમન આદિ કાર્યમાં પ્રવર્તેલા જીવને લાગતો થાક અથવા ખેદ તે શ્રમ, (૩) ગ્લાનિ થવી તે કલમ. (૪) સાદેશ્ય એટલે સાધચ્ચે સમાનતા (૫) વૈધર્મ એટલે વિપક્ષ એટલે કે સાધર્મ્સથી સર્વથા જે વિપરીત (૯) પ્રત્યય એટલે પ્રત્યભિજ્ઞાનાદિ (આગળપાછળ અનુસંધાનવાળું જ્ઞાન) અને આદિ શબ્દથી પોતે જ કાંઈને કંઈ વસ્તુ આપી હોય તેનું પાંચ-પચીસ દિવસ પછી પાછું માગવું. જેને અનુમાર્ગણા કહેવાય છે તે. (૭) સ્મરણ-ભૂતકાળમાં બનેલી બીનાને યાદ કરવી. આવાં આવાં બીજાં કાર્યો આદિ શબ્દથી સમજી લેવાં. (૮) અધ્યયન દિવસે દિવસે નવો નવો અભ્યાસ કરવો તે. (૯) ધ્યાન. એટલે કે કોઈ પણ એક આલંબનમાં મનને અતિશય સ્થિર કરવું. (૧૦) ભાવના. વારંવાર પણે અનિત્યત્વ વિગેરેના પ્રકારથી ભવની નિર્ગુણતાની વિચારવા કરવારૂપ.
ક્ષણિકવાદ માનશો તો વસ્તુ ઉત્પન્ન થતાંની સાથે બીજા જ સમયે સર્વનાશ સ્વીકારે છતે આ સર્વે પણ ભાવો કેમ ઘટશે ? વિચાર કરતાં સમજાશે કે ક્ષણો બદલાવા છતાં, સમયે સમયે દ્રવ્યના પર્યાયો બદલાવા છતાં સર્વથા વસ્તુ બદલાઈ જતી નથી. પરંતુ દ્રવ્ય રૂપે વસ્તુ રહે જ છે. માટે દ્રવ્ય પણે સર્વે પણ વસ્તુઓ નિત્ય છે. ધ્રુવ છે અને માત્ર પર્યાયપણે જ અનિત્ય છે. આમ નિત્યાનિત્ય માનવું એ જ ઉચિત છે અને તે જ સત્ય છે યથાર્થ છે. નિત્યાનિત્ય માન્યા વિના ઉપરોક્ત સર્વ ભાવો ઘટશે નહીં. | ૨૪૦૪
અવતરણ :- ક્ષણિકવાદ માનવામાં નહિ આદિ ઉપર કહેલા ભાવો. જે રીતે ઘટતા નથી. તે રીતે સમજાવતાં તેમાં પ્રથમ તૃમિની વાત કહે છે.
अण्णण्णो पइगासं भोत्ता अंते न सो वि का तित्ती ? । गंतादओ वि एवं, इय संववहारवुच्छित्ती ॥ २४०५ ॥
ગાથાર્થ :- ગ્રાસે ગ્રાસે (કોળીયે કોળીએ) ભોજન કરનારો જીવ અન્ય અન્ય હોવાથી છેલ્લા કોળીએ તો તે પણ નથી. માટે તે જીવને તૃપ્તિ કેમ થાય ? ગમનાદિ ક્રિયાઓ પણ આ રીતે કેમ ઘટશે ? તેથી સર્વવ્યવહારોનો ઉચ્છેદ થશે || ૨૪૦૫ ||
વિશેષાર્થ :- “નં! મને” ગ્ર ધાતુ તથા 7 ધાતુ ભોજન અર્થમાં વર્તે
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૫
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ છે. પ્રચત કૃતિ પ્રાસ:= જે ગ્રહણ કરાય, જે ખવાય. ગળાય તે પ્રાસ અર્થાત્ કોળીયો. તેથી કોળીએ કોળીયે ભોજન કરનાર દેવદત્તાદિ કર્તા ક્ષણિક માનવાથી નવા નવા જ આવે છે. જેણે એક કોળીયાનો આહાર કર્યો તે બીજો કોળીયાનો આહર લેતાં લેતાં તો ક્ષણિક હોવાથી કેટલાય જીવો તેમાં બદલાઈ જાય છે. આમ કરતાં કરતાં તે ભોજન ક્રિયાના અંતે જે જીવ છે. તે તો સર્વથા ભોક્તા રહેશે જ નહીં કારણ કે છેલ્લો કોળીયો લેતાં તો ઘણા સમયો જાય છે તેમાં છેલ્લા સમયે આહાર ન પણ હોય. ભોજન ક્રિયા વિશેષ છેલ્લા સમયે ન હોવાથી (હાથ-મુખ ધોવાના કાળે તો) ભોજન ક્રિયા કરનાર દેવદત્ત આદિનો પણ સર્વથા ઉચ્છેદ જ થવાથી ક્ષુધા શાન્તિ થશે નહીં.
આ કારણથી અન્તિમ એવો એક કોળીયો મુખમાં પ્રક્ષેપ કરાયે છતે ભોક્તાને શું તૃપ્તિ થાય ? તથા વળી તે ભોક્તા પણ પ્રતિસમયે બદલાતો હોવાથી નવા નવા કર્તા આવે તેને તો તૃપ્તિ થશે જ નહીં. તો આ તૃપ્તિ કોને થાય ? આ પ્રમાણે ઉપર કહેલાને અનુસારે ગમન કરનારા જીવોમાં પણ એક પગલું ચાલે ત્યાં બીજો જ જીવ આવે, વળી એક પગલું ચાલે ત્યાં નવો જ જીવ આવે. એટલે કોઈ પણ જીવને લાંબુ ચાલવાનું રહેતું જ નથી. તેથી કોઈને પણ પરિશ્રમ (થાક) વિગેરે લાગશે જ નહીં. ઇત્યાદિ દોષો આવશે તે પોત પોતાની બુદ્ધિથી વિચારી લેવા. અને આમ માનવાથી લૌકિક પૈસાની લેવડ-દેવડ તથા કન્યાની લેવડ-દેવડના એમ સમસ્ત વ્યવહારનો વિચ્છેદ જ થવાનો પ્રસંગ આવે ? || ૨૪૦૫ ||
અવતરણ - : પ્રહ- અહીં પરવાદી કહે છે કેजेणं चिय पइगासं, भिन्ना तित्ती अओ चिय विणासो । तित्तीए तित्तस्स य एवं चिय सव्वसंसिद्धी ॥ २४०६ ॥
ગથાર્થ :- જે કારણથી કોળીએ કોળીએ ભિન્ન ભિન્ન તૃપ્તિ થાય છે. આ કારણથી જ અમારા વડે તૃપ્તિનો અને તૃપ્ત એવા જીવનો ક્ષણે ક્ષણે વિનાશ થાય છે. આમ માનવાથી જ સર્વવસ્તુઓની સિદ્ધિ થાય છે. || ૨૪૦૬ .
વિશેષાર્થ :- ક્ષણિકવાદી પોતાનો બચાવ કરતાં કરતાં કહે છે કે આ પ્રમાણે જ કોળીએ કોળીએ ભોક્તા એવો આત્મા ક્ષણિક હોવાથી બદલાય છે. અને અધિક અધિક તૃતિવાળો નવો નવો આત્મા જન્મે છે અને તૃપ્તિ પણ અધિક અધિકરૂપે અન્ય અન્ય જ થાય છે. આ પ્રમાણે તૃપ્તિનો અને તૃપ્ત એવા જીવનો પ્રતિક્ષણે નાશ થાય છે. (બદલાય જ છે.) આમ અમારા વડે મનાય છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૬
સમુચ્છેદવાદ
નિતવવાદ જ્યાં જયાં વિશેષણનો ભેદ થાય. ત્યાં ત્યાં વિશેષ્યનો પણ અવશ્ય ભેદ થાય જ છે. અન્યથા જો વિશેષ્યનો ભેદ ન થાય તો વિશેષણનો ભેદ પણ ઘટે જ નહીં. કદાચ કોઈક વાદી અમને (ક્ષણિકવાદીને) આવો પ્રશ્ન કરે કે પ્રતિક્ષણે વિનાશિપણું માનવાથી તૃપ્તિ આદિનો અયોગ થશે આવું અમારા વડે પહેલાં તમને કહેવાયું જ છે. તો તમારૂ તેવું કથન યુક્ત નથી. કારણ કે “આમ હું કહું છું તેમ ક્ષણિકવાદ માનો તો જ સર્વ કાર્યની સિદ્ધિ થશે. તેના વિના નહીં થાય.
આ પ્રમાણે પ્રતિક્ષણે વસ્તુ વિનાશ પામે જ છે. આમ માનો તો જ સર્વ એવા તૃપ્તિ-શ્રમ-ક્લમ આદિ લોકવ્યવહારની સારી રીતે સિદ્ધિ થાય છે. તેના વિના આ વ્યવહારોની સિદ્ધિ થતી નથી.
રૂમુક્ત મવતિ = ઉપર કહેલી વાતનો સાર આ પ્રમાણે છે કે તૃપ્તિ આદિ વાસનાઓથી વાસિત થયેલો જીવ પૂર્વ પૂર્વ ક્ષણથી ઉત્તર ક્ષણ ક્ષણમાં ત્યાં સુધી જ ઉત્પન્ન થાય છે કે પર્યન્ત ઉત્કર્ષ ભાવવાળી તૃપ્તિ આદિ થાય (ક્ષણે ક્ષણે તૃપ્તિ બદલાતી જાય છે) આ વાત તો જ ઘટે જો પદાર્થોનું ક્ષણિકપણું માનવામાં આવે તો જ. પરંતુ નિત્યપણું જો માનવામાં આવે તો આ તૃપ્તિ આદિ ભાવો ઘટે જ નહીં.
કારણ કે નિત્ય જે વસ્તુ હોય છે તે તો અપમૃત-અનુત્પન્ન અને સ્થિર એક સ્વભાવવાળી હોવાથી સર્વ કાળે એકસરખી સમાન જ તૃપ્તિ આદિ ભાવો રહેશે. અથવા સર્વથા તૃપ્તિ આદિનો અભાવ જ રહેશે. પરંતુ તૃપ્તિ આદિનો વધારો-ઘટાડો નહી ઘટી શકે અને તૃપ્તિ આદિનો વધારો ઘટાડો થાય તો છે જ માટે સર્વે પણ વસ્તુઓ હાનિવૃદ્ધિવાળી હોવાથી ક્ષણિક જ છે. આવા પ્રકારનો ક્ષણિકવાદીનો પૂર્વપક્ષ કહ્યો. l/૨૪૦૬ll
અવતરણ - ગોરમાહિક હવે અહીં ઉત્તર આપે છે - पूव्विल्लसव्वनासे वुड्ढी तित्ती य किंनिमित्ता तो ? । अह सा वि ते अणुवत्तइ, सव्वविणासो कहं जुत्तो ? ॥ २४०७ ॥
ગાથાર્થ - પૂર્વના ક્ષણનો સર્વથા નાશ થયે છતે ઉત્તરોત્તર ક્ષણોમાં જે વૃદ્ધિવાળી તૃપ્તિ થાય છે. તે કહો કે કોના નિમિત્તે થાય છે ? હવે જો તૃપ્તિ આદિ પૂર્વેક્ષણની તૃતિ દ્વારા ઉત્પન્ન થાય છે. આમ જો કહેશો તો તે પૂર્ણક્ષણીય તૃપ્તિ અનુવર્તે છે. આમ નક્કી થાય જ છે. તો સર્વનાશ થયો કેમ કહેવાય ? | ૨૪૦૭ ||
વિશેષાર્થ - જો આ પ્રમાણે હોય અને પૂર્વેક્ષણનો સર્વથા જ વિનાશ થતો હોય તો ઉત્તરોત્તર ક્ષણોમાં તૃપ્તિ આદિની જે વૃદ્ધિ થાય છે. અને વૃદ્ધિ થતાં થતાં પર્યન્ત (ચરમ સમયમાં) ઉત્કર્ષવાળી જે તૃપ્તિ થાય છે. તથા શ્રમાદિ બીજા ભાવોની પણ જે
Page #110
--------------------------------------------------------------------------
________________
८७
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ ઉત્પત્તિ થાય છે તે પૂર્વેક્ષણવાળી તૃપ્તિ તથા શ્રમાદિ તો પૂર્વેક્ષણમાં પદાર્થના નાશની સાથે જ તેનાથી અભિન્ન હોવાથી નાશ પામેલી છે.
હવે જો તમે એમ કહેશો કે તૃપ્તિ આદિ અનુવર્તે છે આવો તમારો કહેવાનો આશય હોય તો પૂર્વ પૂર્વ ક્ષણનો સર્વથા વિનાશ થયો કેમ કહેવાય ? કારણ કે પૂર્વપૂર્વ ક્ષણની જે તૃપ્તિ આદિ હતી. તેનાથી અનર્થાન્તરભૂત અભિન્ન એવી તૃપ્તિ આદિ જે ગુણો દ્વિતીયાદિ સમયોમાં (જે તૃપ્તિ આદિ) ઉત્તર ઉત્તર સમયમાં પણ અનુવર્યા છે માટે સર્વથા ક્ષણિકત્વ રહેતું નથી. | ૨૪૦૭ ||
અવતરણ - સર્વ વસ્તુઓને ક્ષણિક માનવામાં બીજી દૂષણ પણ આવે છે તે કહે છેदिक्खा व सव्वनासे, किमत्थमहवा मइ विभोक्खत्थं । सो जइ नासो सव्वस्स, तो तओ किं व दिक्खाए ॥ २४०८ ॥
ગાથાર્થ :- જો બધી વસ્તુ ક્ષણિક જ છે તો દીક્ષા લેવાની શું જરૂર રહે છે. અથવા વિશેષ મોક્ષ માટે દીક્ષા લેવામાં આવતી હોય તો તે મોક્ષનો પણ સર્વથા નાશ જ થશે. તો જો તે મોક્ષ પણ ક્ષણમાત્ર પછી નાશ જ પામવાનો હોય તો દીક્ષા લેવાથી પણ શું લાભ ? | ૨૪૦૮ |
વિશેષાર્થ :- પદાર્થોનો જો ક્ષણે ક્ષણે સર્વથા નાશ જ થતો હોય તો દીક્ષા પણ શા માટે લેવી ? કારણ કે આ દીક્ષા પણ નિરર્થક જ થશે. કદાચ પર એવો શિષ્ય આમ કહે કે દીક્ષા મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે. માટે દીક્ષા તો આવશ્યક જ છે. આવી પરની કદાચ મતિ હોય તો આ બાબતમાં પણ અમે તમને પૂછીએ છીએ કે “તમારો માનેલો આ મોક્ષ એ પણ નાશરૂપ છે કે અનાશરૂપ છે? તમે જો એમ કહેશો કે સંસારાવસ્થાનો જે નાશ તે મોક્ષ છે. તો તે પ્રાપ્ત થયેલો આ મોક્ષ પણ ક્ષણિક માત્ર જ છે. એટલે નાશ પામવાવાળો છે કે અક્ષણિક એટલેને સદાકાળ રહેવાવાળો છે ?
જો ગ૬ નારો" જો તે મોક્ષ પણ ક્ષણિક જ છે એટલે કે નાશ પામવાવાળો જ છે તો સર્વે પણ જીવોનો સંસાર પણ ક્ષણિક માત્ર જ તમારા અભિપ્રાય પ્રમાણે થશે. તો આપો આપ સર્વેપણ વસ્તુઓનો સ્વાભાવિકપણે જ પોતાના પ્રયત્ન વિના જ તમારા અભિપ્રાય પ્રમાણે મોક્ષ સિદ્ધ જ છે દીક્ષા લેવાનો કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની શી જરૂર છે ? તમારા મતે સર્વે પણ વસ્તુઓ ક્ષણિક હોવાથી સંસાર પણ ક્ષણિક જ છે તેથી બીજા જ સમયે સર્વે પણ જીવોનો આપો આપ મોક્ષ થશે જ. તો દીક્ષા લેવાની કે તપ-જા કરવાની શી જરૂર છે ? અને આટલો બધો પ્રયત્ન કરીને મેળવેલો મોક્ષ પણ જો સમયમાત્ર જ રહેવાનો હોય તો તેવો મોક્ષ મેળવવાથી પણ શું લાભ ? | ૨૪૦૮ ||
Page #111
--------------------------------------------------------------------------
________________
સમુચ્છેદવાદ
નિઠવવાદ
અવતરણ :- હવે કદાચ એમ કહો કે ના, મોક્ષ તો અનાશ રૂપ છે અર્થાત્ નિત્ય છે? તો ત્યાં શું દોષ આવે ? તે કહે છે :
८८
अह निच्चो न खणियं, तो सव्वं अह मई ससंताणो । अहउ ति तओ दिक्खा, निस्संताणस्स मुक्खोति ॥ २४९ ॥
ગાથાર્થ :- હવે જો તમે એમ કહો કે મોક્ષ એ નિત્ય છે પણ ક્ષણિક નથી. તો “સર્વ વસ્તુ ક્ષણિક છે” આવો તમારો સિદ્ધાન્ત કેમ સિદ્ધ થાય? કારણ કે મોક્ષ તો નિત્ય માન્યો, હવે કદાચ તમે એમ કહો કે આ સંસાર જે ક્ષણ પરંપરા રૂપ છે તે સંતાન રૂપ છે. તે સંતાન હણાયું નથી. તેથી દીક્ષા લેવી આવશ્યક છે. જ્યારે આ જીવ નિઃસંતાન બને છે ત્યારે જ મોક્ષ થાય છે. ||૨૪૦૯ ॥
વિશેષાર્થ :- હવે જો મોક્ષ નિત્ય છે તો “સર્વ ક્ષળિમ્' સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ માત્ર છે આ તમારો સિધ્ધાન્ત ક્યાં રહ્યો ? કારણ કે મોક્ષને નિત્ય માનો તો “સર્વ ક્ષણિક છે” આ વાત મોક્ષની સાથે વ્યભિચારવાળી બનશે. એટલે “સર્વભાવો ક્ષણિક છે આ વાત સિદ્ધ થશે નહીં.
હવે કદાચ તમે એમ કહો કે પોતાના આત્માનું જ સંતાન છે. તે હજી હણાયું નથી. એટલે કે વિજ્ઞાન- વેદના- સંજ્ઞા અને સંસ્કાર એ સ્વરૂપ જે પોતાના આત્માનું સંતાન છે પોતાના આત્માની પરંપરા છે તે અહત છે. અર્થાત્ હણાઈ નથી. અને જેનું સંતાન હણાય તેનો જ મોક્ષ થાય. આ કારણથી પોતાના આત્માને નિઃસંતાન બનાવવા માટે દીક્ષા લેવી જરૂરી છે. આવો પ્રશ્ન કદાચ શિષ્ય કરે તો (તેનો ઉત્તર બીજી ગાથામાં ગુરુજી કહે છે.) ॥ ૨૪૦૯ ॥
અવતરણ :- અન્નોત્તરમાદ અહીં ગુરુજી ઉત્તર આપે છે કેछिण्णेणाच्छिण्णेण व, किं संताणेण सव्वनट्ठस्स । किं चाभावीभूयस्स सपरसंताणचिंताए । २४१० ॥
ગાથાર્થ :- સર્વથા નષ્ટ થયેલા પદાર્થને હવે સંતાન છેદાય તો પણ શું ? અને સંતાન ન છેદાય તો પણ શું પ્રયોજન છે ? જે સંતાન સર્વથા અભાવ સ્વરૂપ જ થયું છે તેને આ સ્વતંતાન છે આ પરસંતાન છે આવી ચિંતાથી તો સર્યું ॥ ૨૪૧૦ ||
વિશેષાર્થ :- જે વસ્તુ સર્વથા નાશ પામી જ ગઈ છે સર્વ પ્રકારે વિનાશને જ પામી છે તે વસ્તુને હવે સંતાન હણાય તો પણ શું ? અને કદાચ સંતાન ન હણાય તો પણ
Page #112
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ નિદ્ભવ અથમિત્ર મુનિ
૮૯ શું ? જેથી સંતાનના ઘાત માટે દીક્ષા ગ્રહણ કરવી એ કંઈ આવશ્યક નથી. કારણ કે વસ્તુ પોતે જ ક્ષણિક હોવાથી જો નાશ જ પામી જાય છે તો તેનું સંતાન છેદાય કે ન છેદાય તેનું પ્રયોજન પોતાને તો કંઈ જ રહેતું નથી.
તથા વળી સર્વથા અભાવસ્વરૂપે થયેલા (શૂન્યાત્મક બનેલા) ક્ષણભંગુર હોવાથી સર્વથા નાશ પામી ગયેલા તે પદાર્થનો હવે “આ સ્વસંતાન છે અને આ પર સંતાન છે. આ હણાયો છે અને આ હજુ હણાયો નથી. આવા પ્રકારની ચિન્તા કરવાની શી જરૂર છે ? જ્યાં પોતે તો છે જ નહી ત્યાં આવી વિચારણા પણ કેમ આવે ? કે જેથી તમે જે કહો છો કે “સ્વસંતાન અહત છે. તેથી દીક્ષા લેવી આવશ્યક છે.” આ વાત કેમ બેસે, કેમ સમજાય. તમારું વચન સંગત કેમ થાય ?
જે વસ્તુ ક્ષણિક હોવાથી જ નાશ પામી જ ગઈ છે તેને હવે આ સ્વસંતાન હણાયું નથી. એવો વિચાર પણ કેમ આવે ? | ૨૪૧૦ ||
અવતરણ:- “સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ છે” આવો જે અશ્વમિત્રનો પક્ષ છે તેનું સાધક એવું પરે માનેલું “પ્રમાણ” જણાવીને તેમાં દૂષણ બતાવતા ગ્રંથકારશ્રી કહે છે કે - "
सव्वं पयं व खणियं, पज्जंते नासदरिसणाउत्ति । नणु इत्तोच्चिय, न खणियमंते नासोवलद्धीओ ॥ २४११ ॥
ગાથાર્થ :- સર્વે પણ વસ્તુઓ દુધની જેમ ક્ષણિક છે કારણ કે પર્યન્ત નાશ દેખાય છે માટે, ગુરુજી કહે છે કે ખરેખર આ જ કારણથી ક્ષણિક નથી કારણ કે અંતે જે નાસ દેખાય છે તે માટે. . ૨૪૧૧ ||
વિશેષાર્થ:- “સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે.” આ પ્રતિજ્ઞા જાણવી કારણ કે “પર્યન્ત નાશ દેખાય છે” આ હેતુ જાણવો, “દુધની જેમ” આ ઉદાહરણ સમજવું.
કોઇક વાદી આ ક્ષણિક માનનારાની સામે પ્રશ્ન કરે છે કે “જો સર્વે પણ વસ્તુઓમાં પર્યન્ત જ નાશ દેખાય છે તો પ્રતિક્ષણે વિનાશિપણું માનવામાં શું સિદ્ધ થયું. “કે જેથી તમે સર્વ વસ્તુઓને ક્ષણિક કહો છો ? અર્થાત જો અત્તે જ નાશ પામે છે તો અન્ન ન આવે ત્યાં સુધી વસ્તુ સ્થિર જ રહે છે ? આવો જ અર્થ થાય. તેથી ક્ષણિકપણાની સિદ્ધિ થતી નથી. ઉલટી વસ્તુ દીર્ઘ કાળવર્તી છે આમ સિદ્ધ થાય છે. પ્રશ્ન કરનારાનો આવો આશય છે. - સત્યમ્ - ક્ષણિકવાદી જ કહે છે કે તમારો પ્રશ્ન સત્ય છે. પરંતુ અમારો કહેવાનો આશય આ પ્રમાણે છે :- ચરમસમયે ઘટ-પટ આદિ પદાર્થો જે નાશ દેખાય છે તે
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૦
સમુચ્છેદવાદ
નિહ્નવવાદ નિહેતુક જ નાશ થાય છે. મુદ્ગર આદિ (ઘણ વિગેરે પદાર્થો) ઘડાના નાશનાં કારણો બેસતાં નથી. તે આ પ્રમાણે :
મુદ્રગર આદિ વડે જો ઘડાનો નાશ કરાતો હોય તો ત્યાં ઘડાનો નાશ કરીને શું નવો ઘટ કરાય છે ? કે શું કપાલ કરાય છે ? કે શું તુચ્છ રૂપ અભાવ માત્ર જ કરાય છે ? ઇત્યાદિ ત્રણ પક્ષો પાડીને આ કરાતો વિનાશ તે નિહેતુક જ છે આ વાત અમે પહેલાં અહી જ (ગાથા નંબર ૨૩૯૧માં) બતાવી છે.
આ રીતે આ કરાતો નાશ તમને ભલે દેખાય છે ચરમસમયમાં. પણ નિર્દેતુક હોવાથી આ પ્રગટ થતો નાશ પ્રથમ સમયથી જ છે. જો પ્રથમ સમયથી છે જ, તો તમને ચરમસમયમાં જ દેખાય છે. અન્યથા જો પ્રથમાદિ સમયોમાં આ નાશ ન હોત તો પર્યન્ત એટલે ચરમસમયમાં પણ તે નાશનો અભાવ થવાનો જ પ્રસંગ આવે. માટે પર્યન્ત નાશ દેખાય છે તેથી તે નાશ પ્રથમસમયથી જ હોવો જોઈએ. આ કારણે સર્વે પણ વસ્તુઓ ક્ષણિક માત્ર જ છે. આમ સિદ્ધ થાય છે.
મૂરિયાદ = આચાર્ય મહારાજશ્રી ઉત્તર આપે છે કે
“પર્વજો નાના ” અન્ને જ નાશ દેખાય છે. આવા પ્રકારનો તમારા કહેલા. હેતુમાં અમારા વડે આ પ્રમાણે કહેવાનું શક્ય છે કે શું કહેવાનું શક્ય છે? તો ગુરુજી કહે છે કે આ જ હેતુથી અક્ષણિકની સિદ્ધિ થાય છે” પ્રતિ ક્ષણે વિનાશ પામે તેવી વસ્તુ નથી. અર્થાત્ “વસ્તુ અક્ષણિક છે” આ પ્રતિજ્ઞા થઈ. કારણ કે “અત્તે જ નાશ દેખાય છે માટે, “આ હેતુ થયો. ઘટ-પટ આદિ પદાર્થોની જેમ આ ઉદાહરણ થયું.
આવો પ્રશ્ન પણ ન કરવો કે આ ઉપલબ્ધિ (એટલે કે ચરમ સમયે જ જે નાશ દેખાય છે તે ઉપલબ્ધિ બોધ) બ્રાન્ત જ છે એમ પણ કહેવાય નહીં. કારણ કે જો આ બોધ યુક્તિઓથી બાધિત હોય તો ભ્રાન્ત કહેવાય. પરંતુ યુક્તિઓથી બાધિત નથી. યુક્તિયુક્ત છે. માટે ભ્રાન્ત નથી. પણ યથાર્થ બોધ છે. કારણ કે સર્વે પણ જીવોને સર્વ સ્થાને આમ જ દેખાય છે. મનયા=સર્વ લોકોને વસ્તુનો નાશ અત્તે જ દેખાય છે આ યુક્તિ વડે વાદીની સર્વે પણ યુક્તિઓની બાધા (પીડા) આવતી હોવાથી શૂન્યવાદિની યુક્તિની જેમ આ ક્ષણિક વાદીની યુક્તિઓ પણ બાધિત જ છે. નિરર્થક જ છે. ર૪૧૧ના
અવતરણ - જો પ્રથમ સમયથી જ ક્ષણે ક્ષણે વસ્તુનો વિનાશ થતો હોય તો શું દોષ આવે ? તે સમજાવે છે :
इहराऽइउच्चिय, तओ दीसेज्जंतेव्व कीस व समाणो । सव्वविणासे नासो, दीसइ अंते न सोऽन्नत्थ ॥ २४१२ ॥
Page #114
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૯૧ ગાથાર્થ :- જો પ્રતિ સમયે વસ્તુનો નાશ થતો હોય અને ક્ષણિક જ વસ્તુ હોય તો આદિ સમયથી જ (ચરમસમયે જેવો નાશ દેખાય છે તેવો જ) નાશ કેમ દેખાતો નથી? વસ્તુનો તે નાશ સર્વસમયોમાં સમાન હોવા છતાં પણ અન્તિમસમયમાં જ તે નાશ દેખાય છે માટે તે નાશ અંતે જ છે પણ અન્ય સમયોમાં તે નાશ નથી જ. ૨૪૧રા.
વિશેષાર્થ :- ઈતરથા = એટલે જો ચરમસમયે જ નાશ થતો ન હોય અને ક્ષણિકવાદ પ્રમાણે પ્રતિસમયે જ નાશ થતો હોય તો તે નાશ જેવો ચરમસમયમાં સર્વ સંસારી જીવો દ્વારા પ્રગટ થતો આ નાશ દેખાય છે. તેવો આદિ સમયથી જ એટલે કે પ્રથમસમયમાં દ્વિતીયસમયમાં એમ સર્વ સમયોમાં ઉત્પન્ન થતો આ નાશ સર્વ લોકો વડે કેમ દેખાતો નથી ?
આ નાશ છે સર્વ સમયોમાં = અર્થાતુ પ્રતિસમયમાં આ નાશ છે જ. પરંતુ પર્યન્ત જ આ નાશ દેખાય છે પણ આદિ સમય કે મધ્યસમયોમાં દેખાતો નથી. તેમાં અમે શું કરીએ ? છે તો સર્વસમયોમાં આ નાશ પણ દેખાય છે માત્ર ચરમ સમયમાં, વસ્તુનો આવો સ્વભાવ જ છે આથી વધારે પુંછવું નહીં. આવું જો તમે કહો તો. | પૃષ્ઠ = અમે તમને કહીએ છીએ કે વસ્તુનો અભાવ થવા રૂપ એવો આ નાશ સર્વસમયોમાં સમાન હોતે છતે નિર્વિશેષ સ્વરૂપવાળો છે તો પણ મુદ્દગરાદિ વડે સર્વનાશ કરાયે છતે અન્ત જ દેખાય છે પરંતુ આદિ મધ્ય વિગેરે અન્ય સમયોમાં તે નાશ તમારા વડે દેખાતો નથી. તો આમ થવામાં કારણ શું ? ક્ષણિકવાદ માનવામાં સર્વ સમયોમાં નાશ સરખો હોવા છતાં ચરમસમયે જ નાશ દેખાય. પણ બીજે ક્યાંય તે નાશ ન દેખાય આમ કેમ બને છે ? તેનું કારણ શું ? તે સ્પષ્ટપણે જણાવો.
કોઈ પણ મનફાવે તેવી માન્યતા માનવી અને સામે પ્રશ્નો આવે ત્યારે “પગ પહોળો કરવા” તે ઉચિત માર્ગ નથી. કલ્યાણકરનારો માર્ગ નથી. તમારી વાત જો સાચી જ હોય તો ચરમસમયની જેવો જ નાશ પ્રત્યેકસમયોમાં દેખાવો જોઈએ ? પ્રત્યેક સમયોમાં તેવો નાશ દેખાતો નથી. માટે આ ક્ષણિકપણાની વાત ઉચિત નથી. || ૨૪૧૨ ||
અવતરણ - ચરમસમયમાં કાર્ય થાય છે એટલે નાશ દર્શનરૂપ હેતુ છે. આમ સમજીને દૂષણ કહ્યું. પરંતુ પરમાર્થથી તો પર્યન્ત નાશ દર્શન રૂપ હતું જૈનોની દષ્ટિઓ તો અસિદ્ધ જ છે કારણ કે જૈનોને તો ચરમ સમયમાં પણ તે ઘટપટ આદિ પદાર્થોનો નાશ સ્વીકારાયો નથી. આ વાત સમજાવતાં કહે છે કે :
अंते व सव्वनासो पडिवन्नो केण जदुवलद्धीओ । कप्पेसि खणविणासं, नणु पज्जायंतरं तं पि ॥ २४१३ ॥
Page #115
--------------------------------------------------------------------------
________________
સમુચ્છેદવાદ
નિતવવાદ
ગાથાર્થ :- હે ક્ષણભંગવાદી ! ચરમસમયમાં પણ સર્વથા નાશ કોના વડે સ્વીકારાયો છે. કે જેની ઉપલબ્ધિથી તું તારા માનેલા ક્ષણિકવાદને કલ્પે છે ખરેખર તો તે નાશ પણ પર્યાયન્તરમાત્ર જ છે. પણ સર્વનાશ નથી જ. ॥ ૨૪૧૩ ||
૯૨
વિશેષાર્થ :- અથવા તો કે ક્ષણિકવાદી બૌદ્ધ ! અન્તે એટલે કે ચરમ સમયમાં પણ,= જ્યારે મુદ્ગરાદિ વિનાશક પદાર્થનો યોગ થાય ત્યારે પણ ઘટાદિ પદાર્થનો સર્વથા નાશ તારા પ્રતિવાદી એવા ક્યા જૈન વડે સ્વીકારાયો છે ? કે જે જૈનની માન્યતા (ઉપલબ્ધિ) છે આમ સમજીને જેના દર્શનના (જેના સિધ્ધાન્તના) આલંબને તું તારા પોતાના માનેલા ઘટ-પટાદિના ક્ષણભંગવાદને કલ્પે છે સિદ્ધ કરી લે છે.
કંઇક સમજ, મુદ્ગરાદિના સંનિધાનમાં પણ જૈનો વડે ઘટનો સર્વથા નાશ નથી સ્વીકારાયો કે જેનો દાખલો લઇને તું તારા માનેલા ક્ષણભંગવાદને સિદ્ધ કરી શકે.
પ્રશ્ન :- ઘટના નાશના ચરમસમયે જૈનોએ શું ઘટનો સર્વથા નાશ નથી સ્વીકાર્યો? તો શું માન્યું છે ?
ઉત્તર ઃ- જે અવસ્થામાં ઘટ દેખાતો નથી. ત્યાં પણ કપાલ તો (ઠીકરાં તો) દેખાય જ છે. આથી તત્ = આ સર્વનાશ કેમ કહેવાય ? ખરેખર તો માટી રૂપે અવસ્થિત એવું તે ઘટદ્રવ્ય, ભૂતકાલીન અને ભાવિકાલીન પર્યાયની અપેક્ષાએ પર્યાયાન્તર જ પામ્યું છે. કપાલાદિ (ઠીકરાં આદિ) જે વિશેષ અવસ્થા દેખાય છે તે પર્યાયવિશેષ જ છે. પરંતુ તે અવસ્થામાં પણ ઘટનો સર્વથા નાશ થયો જ નથી. જો સર્વથા નાશ થયો હોય તો માટી રૂપે પણ અભાવ થયેલો હોવો જોઇએ પણ તેમ થતું નથી. જો થતું હોય તો તે ઘટના ઠીકરાં (કપાળ) પણ માટી રૂપે ત્યાં ન હોવાં જોઈએ. ભૂતલ કોરૂ દેખાવું જોઇએ અર્થાત્ “અમૃદ” રૂપે બનવાની આપત્તિ આવે ॥ ૨૪૧૩ ॥
અવતરણ :- અથવા તો માનો કે તમે કહો છો તેમ ઘટનો નાશ થાય ત્યારે સર્વથા ઘટનો નાશ થાય છે આમ ક્ષણિકપણું માની લો અને તેની સિદ્ધિ કદાચ તમે કરો. તો પણ આ ક્ષણિકત્વની સિદ્ધિ સર્વવ્યાપી “સર્વ ક્ષળિમ્' આ સિદ્ધ થતું નથી. તે વાત જણાવતાં કહે છે કે :
जेसिं व न पज्जंते विणासदरिसणमिहंबराईणं । तन्निच्चब्भुवगमओ, सव्वक्खणविणासिमयहाणि ॥ २४१४ ॥
ગાથાર્થ :- જે પદાર્થોમાં પર્યન્તે વિનાશ થવાનું દર્શન થતું નથી તેવાં અંબર (આકાશ) આદિ પદાર્થોનું નિત્યપણું સ્વીકારવાથી સર્વ વસ્તુઓ ક્ષણિક છે આ મતની હાનિ થાય જ છે. || ૨૪૧૪ ||
Page #116
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૯૩
વિશેષાર્થ :- ઘટ-પટ-વિગેરે કેટલાક પદાર્થોનો પર્યન્ત સર્વનાશ (તે પર્યાયનો સર્વથા નાશ) દેખાતો હોવાથી તેનું ઉદાહરણ લઈને પૂર્વકાલીન સર્વ પણ સમયોમાં પ્રતિક્ષણે વસ્તુ વિનાશી જ છે. આ પ્રમાણે તમે સિદ્ધ કદાચ કરી શકો છો. તો પણ અંબરાદિ (આકાશ-કાલ-દિશા વિગેરે કેટલાક પદાર્થોનો પર્યન્તે પણ નાશ થતો હોય તેવું વિનાશનું દર્શન ક્યારેય પણ થતું નથી. કારણ કે આકાશ-કાલ-દિશા આદિ આવા કેટલાક પદાર્થો અનાદિ-અનન્ત છે. તેથી વિનાશ દર્શન ન હોવાથી તે પદાર્થોમાં પ્રસંગ સાધન એવા આ અનુમાનથી પ્રતિસમયનું નશ્વર પણું સિદ્ધ થતું નથી. તેથી તે પદાર્થો નિત્ય હોવાથી નિત્ય જ સ્વીકારવા પડે છે.
અને પદાર્થોનું નિત્યત્વ સ્વીકારે છતે “સર્વ ક્ષખિમ્" આવો વ્યાપ્તિ૫૨ક (એટલે વ્યાપકપણે) જે મત છે તે મત હાનિને પામે છે. તેથી તે સર્વ વસ્તુ ક્ષણિક છે આ વસ્તુ ઘટતી નથી. ૨૪૧૪
અવતરણ :- બીજી પણ અનેક રીતે સ્થવિર આચાર્યો અશ્વમિત્ર મુનિને સમજાવે છે. કેવી રીતે સમજાવે છે ? તે કહે છે ઃ
पज्जायनयमयमिणं, जं सव्वं विगमसंभवसहावं ।
दव्वट्ठियस्स निच्चं, एगयरमयं च मिच्छत्तं ॥ २४१५ ॥
ગાથાર્થ :- પર્યાયાસ્તિનયનો આ મત છે કે જે સર્વેપણ વસ્તુઓ વિનાશ અને ઉત્પત્તિના સ્વભાવવાળી છે. અને દ્રવ્યાધિક નયની દૃષ્ટિએ સર્વે પણ વસ્તુઓ નિત્ય છે. આ બન્ને નયોમાંથી કોઈ પણ એકનયમાત્રનો સ્વીકાર કરવો તે મિથ્યાત્વ જાણવું. ॥ ૨૪૧૫ ॥
વિશેષાર્થ :- સ્થવિર મુનિઓ અશ્વમિત્ર મુનિને સમજાવી રહ્યા છે કે તું જે કહે છે તે માત્ર પર્યાયાર્થિક નયનો એકલાનો મત છે. ત્રણે ભુવનની અંદર રહેલી સર્વે પણ વસ્તુઓ વિનાશ અને ઉત્પત્તિના સ્વભાવવાળી જ છે તથા દ્રવ્ય જ છે અર્થ જેનો એવો જ નય, અર્થાત્ પર્યાયો એ કંઈ પદાર્થ નથી એવો જે નય તે દ્રવ્યાર્થિકનય કહેવાય છે. તે નયની દૃષ્ટિએ તે જ સર્વે પણ વસ્તુઓ નિત્ય (અનાદિ-અનંત) મનાયેલી છે.
આમ હોતે છતે હે અશ્વમિત્ર, તમે પ્રતિક્ષણે વસ્તુ વિનાશ જ પામે છે આ પ્રમાણે જે માનો છો તે એકલા પર્યાયાર્થિકનયનો જ મત છે. અને એકલા પર્યાયાધિક નયના મતને જ સ્વીકારો છો તેથી તે મિથ્યાત્વ જ છે. માટે હે અશ્વમિત્રમુનિ ! તમે આ એકાન્તમતને ત્યજી દો. એમાં જ તમારી ભલાઇ છે. ॥ ૨૪૧૫ |
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૪
સમુચ્છેદવાદ
નિહ્નવવાદ અવતરણ - એકલો પર્યાયાર્થિકનય જ માનવો તે મિથ્યાત્વ છે આમ કેમ કહો છો? તેનો ઉત્તર કહે છે.
जमणंतपज्जयमयं वत्थु, भुवणं व चित्तपरिणामं । ठिइ-विभव-भंगरूवं, निच्चानिच्चाइ तोऽभिमयं ॥ २४१६ ॥
ગાથાર્થ - જે કારણથી સર્વોપણ વસ્તુઓ અનંતપર્યાયમય છે તથા ત્રણે ભુવનની જેમ ચિત્ર-વિચિત્ર પરિણામવાળી વસ્તુઓ છે તે કારણથી સર્વે પણ વસ્તુઓ સ્થિતિ વિભવ અને ભંગ (ધ્રુવ-ઉત્પત્તિ અને વિનાશ) એમ ત્રણ ધર્મમય છે. તેથી નિત્યનિત્ય માનેલી છે. || ૨૪૧૬ |
વિશેષાર્થ - જે કારણથી જગતની તમામ વસ્તુઓ એકાન્ત પર્યાય મય પણ નથી.તથા એકાન્ત દ્રવ્યમય પણ નથી. પરંતુ દ્રવ્ય-પર્યાય એમ ઉભયમય હોય છે. તથા અનન્ત પર્યાયવાળી સઘળી પણ વસ્તુઓ છે તેથી જ સ્થિતિ-ઉત્પાદ અને વિનાશ સ્વરૂપ હોવાથી પૃથ્વી ભવન-વિમાન-દ્વીપ-અને સમુદ્ર આદિ રૂપે ત્રણે ભુવનની સમસ્ત પણ વસ્તુઓ નિત્ય-અનિત્યાદિ રૂપે વિચિત્ર પરિણામવાળી તથા અનેક સ્વરૂપ વાળી છે. આ પ્રમાણે તીર્થકર ભગવંતોએ કેવલજ્ઞાનથી જોએલું છે. અને તેથી તેમ જ કહેલું છે. અને આમ માનેલું છે (આપણે પણ આમ જ માનવું જોઈએ.)
આ કારણથી એકાન્ત વિનશ્વર લક્ષણવાળું એક જ સ્વરૂપ સ્વીકારવું તે મિથ્યાત્વ જ છે. માટે તું મિથ્યાત્વનો ત્યાગ કર આમ વિરોએ અશ્વમિત્ર મુનિને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો.) || ૨૪૧૬ ||
અવતરણ - મા ૪ = તથા વળી બન્ને નયો સાથે માનવા અતિશય જરૂરી છે તે સમજાવતાં કહે છે કે
સુદ-દુમg-વંદ-મુવરવા, ૩મયનયમથાળુવો ગુત્તા ! एगयरपरिच्चाए, सव्वव्ववहारवोच्छित्ती ॥ २४१७ ॥
ગાથાર્થ - બન્ને નયના મતને અનુસરશો તો જ સુખ-દુઃખ બંધ અને મોક્ષ વિગેરે ભાવો સારી રીતે ઘટશે. બન્ને નયોમાંથી કોઈ પણ એક નયનો ત્યાગ કરશો તો સર્વવ્યવહારનો વિચ્છેદ થશે. ૨૪૧૭ ||
વિશેષાર્થ - માષિતાથ gવ રૂતિ = આ ગાથાનો ભાવાર્થ આગલી ગાથામાં સમજાવાઈ ગયો છે છતાં સંક્ષેપથી આ પ્રમાણે છે :
Page #118
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૯૫ સંસારની સર્વે પણ વસ્તુઓ પર્યાયાર્થિકનયથી સમયે સમયે બદલાતી છે અને દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે. આ પ્રમાણે બન્ને નયોના સ્વરૂપવાળી જ સર્વે પણ વસ્તુઓ છે. તેથી જ આખું વિશ્વ નિત્યાનિત્ય છે. દ્રવ્ય-પર્યાયમય છે તેમાંથી કોઈ પણ એક નયને સ્વીકારવો અને બીજા એકનયનો અપલાપ કરવો તે મિથ્યાત્વ જ છે. અને આમ કરવાથી સર્વ વ્યવહારોનો ઉચ્છેદ થાય છે. જેમકે “દેવદત્ત” નામનો એક માણસ છે તે દેવદત્તપણે જન્મથી મરણ સુધી ધ્રુવ છે પરંતુ બાલ્ય-યુવા અને વૃદ્ધાવસ્થાને આશ્રયી ઉત્પાદ-વ્યયવાળો છે આ રીતે સર્વમાં સમજવું. માટે આખુંય આ વિશ્વ ત્રિપદીમય છે સ્યાદ્વાદધર્મ વાળું છે આ પ્રમાણે માનવું અને સમજવું એ જ સમ્યક્ત છે. ૨૪૧૭
અવતરણ - આ બન્ને નયોમાંથી કોઈ પણ એકનય સ્વીકારીએ અને બીજી નયનો જે અપલાપ કરીએ તો સુખ-દુઃખાદિ સમસ્ત વ્યવહારનો અભાવ જ થાય. તે વાતની શંકા કરીને બન્ને નયોથી ભરેલું જગત છે આ વાતને પ્રમાણભૂત કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
न सुहाइ पज्जयमए, नासाओ सव्वहा मयस्सेव । न य दव्वट्ठियपक्खे, निच्चत्तणओ नभस्सेव ॥ २४१८ ॥
ગાથાર્થ - કેવળ એકલો પર્યાયાર્થિક નય માને છત સુખ-દુઃખ વિગેરે ભાવો ઘટતા નથી. કારણ કે ઉત્પત્તિની પછી તુરત જ કેવળ એકલો સર્વથા નાશ જ માન્યો છે માટે, મરેલા માણસની જેમ, તથા કેવળ એકલા દ્રવ્યાર્થિક નયને માને છતે પણ એકાન્ત નિત્ય હોવાથી આકાશની જેમ સુખ-દુઃખાદિ ઘટતાં નથી. માટે બન્ને નયો સાથે જ સ્વીકારવા જોઈએ)
વિશેષાર્થ - કેવળ એકલો પર્યાયાર્થિકનય માને છતે જગતના જીવોમાં સુખ-દુઃખ તથા બન્ધ-મોક્ષ વિગેરે ભાવો ઘટતા નથી. ન્યાયની પરિભાષા પ્રમાણે આ પ્રતિજ્ઞા થઈ. કારણ કે કેવળ એકલો પર્યાયાર્થિક નય જ જો માનવામાં આવે તો વસ્તુ “ઉત્પન્ન થતાંની સાથે જ બીજા જ સમયે સર્વથા નાશ પામતી હોવાથી આ હેતુવાચી પદ જાણવું. મરેલા માણસની જેમ આ ઉદાહરણવાચી પદ જાણવું.
આવી જ રીતે કેવળ એકલો દ્રવ્યાર્થિક નય સ્વીકારે છતે પણ સુખ-દુઃખ અને બંધમોક્ષાદિ ભાવો ઘટતા નથી. કારણ કે એકાન્ત જો દ્રવ્યાર્થિક નય માનવામાં આવે તો એકાન્ત વસ્તુને નિત્ય માનવાથી અવિચલિત રૂપવાળી જ વસ્તુ બને- જે સુખી હોય તે સુખી જ રહે અને જે દુઃખી હોય તે દુઃખી જ રહે આકાશની જેમ, માટે આ બન્ને નયોમાંથી એક એક નય માનીએ અને જો બીજો નય ન માનીએ તો મિથ્યાત્વ જ આવે. તેથી દ્રવ્ય અને પર્યાય એમ ઉભયભાવવાળું જગત છે આમ માનવામાં જ આ સર્વ સુખ
Page #119
--------------------------------------------------------------------------
________________
સમુચ્છેદવાદ
નિતવવાદ દુઃખ-બંધ-મોક્ષ વિગેરે ભાવો સારી રીતે ઘટી શકે છે માટે આ જ પક્ષ ગ્રહણ કરવા લાયક છે. કોઈ પણ નયવાળો કેવળ એક પક્ષ તો દોષોથી જ ભરેલો છે માટે ત્યજવા લાયક જ છે. || ૨૪૧૮ ||
અવતરણ - ફરીથી પણ અશ્વમિત્ર ઉપર અનુકંપા કરતા એવા સ્થવિર મુનિઓ તેમને હિત શિક્ષા આપતાં કહે છે કે
जइ जिणमयं पमाणं, ता मा दव्वट्ठियं परिच्चयसु । सक्कस्स व होइ जओ, तन्नासे सव्वनासो त्ति ॥ २४१९ ॥
ગાથાર્થ - જો તું જિનેશ્વર પ્રભુના મતને પ્રમાણ માનતો હોય તો દ્રવ્યાર્થિક નયનો ત્યાગ ન કર. જે કારણથી દ્રવ્યનો નાશ સ્વીકારે છતે બૌદ્ધ દર્શનની જેમ સર્વવ્યવહારોનો નાશ થશે. || ૨૪૧૯ //
વિશેષાર્થ - પૂર્વે બતાવેલી ગાથા ૨૩૯૦માં આવેલો જે સૂત્રપાઠનો આલાવો “પહુપત્રसमयनेरइया सव्वे वोच्छिज्जिसंति एवं जाव वेमाणियत्ति, एवं बीयसमयाइसुत्ति वत्तव्वं" તેના ભાવાર્થને ન જાણતો હોવા છતાં પણ મિથ્યાત્વમોહના ઉદયથી ચિત્ત વિભ્રમિત હોવાના કારણે પોતે કરેલા મન માન્યા અર્થને જ પ્રમાણ તરીકે જોરશોરથી સ્વીકાર કરતો (પોકારતો) પોતાનો આત્મા જિનવચનની પ્રમાણિતાનો અવલંબી જ છે આમ તે અશ્વમિત્ર! તું માને છે. પરંતુ સાચેસાચ જો તને જિનેશ્વર પ્રભુનો મત પ્રમાણભૂત લાગતો હોય તો જિનમત માનેલો હોવા છતાં પણ કેવલ એકલા પર્યાયાર્થિક નયના વાદી બનીને દ્રવ્યાર્થિક નયનો ત્યાગ તું ન કર. સારાંશ કે દ્રવ્યાર્થિક નયનો અપલાપ ન કર. તેને પણ સ્વીકાર.
કારણ કે દ્રવ્યનો સર્વથા નાશ માને છતે બૌદ્ધદર્શનની જેમ સર્વ વ્યવહારોનો એટલે કે તૃપ્તિ-શ્રમ વિગેરેનો તથા બંધ-મોક્ષ વિગેરેના વ્યવહારનો પણ નાશ થાય છે સંસારના સર્વ વ્યવહારોનો વિલોપ થાય છે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ ઘટતું નથી. માટે આવું ઉલટુ ન માન. બન્ને નયને સાપેક્ષપણે સ્વીકાર કર | ૨૪૧૯ |
અવતરણ - ઇત્યાદિ અનેક યુક્તિઓના પ્રવાહથી સમજાવવા છતાં પણ આ અશ્વમિત્ર જયારે પોતાના વિચારોમાંથી પાછા કરતા નથી અને સ્થવિરોએ કહેલું કંઈ પણ સ્વીકારતા નથી. ત્યારે ત્યાં શું થયું ? તે હવે કહે છે
इय पण्णविओ वि जओ, न पवज्जइ सो कओ तओ बज्झो । । विहरंतो रायगिहे, नाउं तो खंडरक्खेहिं ॥ २४२० ॥
Page #120
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
गहिओ सीसेहिं समं, एएऽहिमरत्ति जंपमाणेहिं । संजयवेसच्छण्णा, सज्जं सव्वे समाणेह ॥ २४२१ ॥
ગાથાર્થ :- આ પ્રમાણે સમજાવવા છતાં જ્યારે તે અશ્વમિત્ર મુનિ સ્થવિરોની વાત સ્વીકારતા નથી. ત્યારે તે મુનિને (તેમના શિષ્ય પરિવાર સાથે) સંઘ બહાર કરાયા. વિહાર કરતા કરતા રાજગૃહી નગરીમાં આવ્યા. અહીં (નિકૂવો) આવ્યા છે. એવું ખંડરક્ષકો વડે (ત તે સ્થાનોનું રક્ષણ કરનારા નાયકો વડે) જણાયું || ૨૪૨૦ ||
શિષ્યોની સાથે અમિત્રને પકડવામાં આવ્યા. “તમે બધા અભિમરક (ચોર છો; દુષ્ટ માણસો છો, ઘાતકી છો,) તથા સંયમના વેશથી ઢંકાયેલા (ચોર વિગેરે) છો. જલ્દી જલ્દી તે સર્વને તમે અહીં લાવો (એવી રાજ આજ્ઞા થઈ). ર૪૨૦-૨૪૨૧
વિશેષાર્થ :- જયારે સ્થવિર ગુરુજીએ અમિત્ર મુનિને (તેમના પરિવાર સાથે) ઘણું ઘણું સમજાવ્યા. પરંતુ જયારે તે મુનિ સ્થવિરોની વાત નથી જ સ્વીકારતા. ત્યારે સ્થવિર મુનિઓએ તે અશ્વમિત્ર મુનિને (પરિવાર સાથે) સંઘ બહાર કર્યા તેઓ ત્યાંથી નીકળીને વિહાર કરતા કરતા રાજગૃહી નગરીમાં આવ્યા. તે રાજગૃહી નગરીમાં ત્યાંના ખંડરક્ષક (પૃથ્વીનું રક્ષણ કરવા માટે નિમાયેલા પુરુષો) વડે શિષ્યો સાથે પકડવામાં આવ્યા. તમે બધા ચોર છો ઇત્યાદિ આવેશ વાળાં વચનો બોલવા પૂર્વક પકડવામાં આવ્યા. તમે સાધુના વેશથી ઢંકાયેલા ચોર લોકો છો. એમ બોલતા બોલતા જલ્દી જલ્દી સર્વને (રાજા પાસે) લાવવામાં આવ્યા. || ૨૪૨૦-૨૪૨૧ ||
अम्हे सावय ! जयओ, कत्थुप्पन्ना कहिं च पव्वइया । अमगत्थ बेंति सड्ढा, ते वोच्छिण्णा तया चेव ॥ २४२२ ॥ तुब्भे तव्वेसधरा, भणिए भयओ सकारणं च त्ति । पडिवण्णा गुरुमूलं, गंतूण तओ पडिक्कन्ता ॥ २४२३ ॥
ગાથાર્થ - અશ્વમિત્ર વિગેરે મુનિઓ બોલ્યા કે હે શ્રાવક ! અમે બધા યતિઓ (મુનિઓ) છીએ, ત્યારે ખંડરક્ષકોએ કહ્યું કે તમે ક્યાં જન્મેલા છો? ક્યાં દીક્ષિત થયેલા છો ! ત્યારે તેઓએ કહ્યું કે અમુકસ્થાને જન્મેલા છીએ અને અમુકકાલે દીક્ષા લીધેલી છે ત્યારે તે શ્રાવકો બોલ્યા કે તમે જે વર્ષો પૂર્વે જન્મ્યા હતા અને દીક્ષિત થયા હતા.તે તો તમારા મત પ્રમાણે તે કાલે જ વિચ્છેદ પામી ગયા. માટે તમે તેના વેશને ધારણા કરનારા કોઈ ચોર લોકો છો. આમ કહેવાયું છતે ભય બતાવવા પૂર્વક તથા યુક્તિપૂર્વકનાં વચનો બોલીને સમજાવાયા. તે સર્વે ગુરુના ચરણ કમલમાં આવ્યા. ત્યાં જઈને પ્રતિક્રમણ કરીને પાપથી પાછા ફરનારા બન્યા. || ૨૪૨૨-૨૪૨૩ છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૯૮ સમુચ્છેદવાદ
નિલવવાદ વિશેષાર્થ - આ ગાથાઓનો ભાવાર્થ લગભગ ગાથાર્થમાં જ આવી ગયો છે. છતાં વિશેષ ભાવાર્થ આ પ્રમાણે છે કે તે ખંડરક્ષકો શ્રાવક હતા તેથી તે શ્રાવકો વડે પૂર્વે કહેલાં કડવાં અને પછી કહેલાં મીઠાં, વચનો કહેવાય છતે ભયભીત બનાવીને તથા યુક્તિપૂર્વક તત્ત્વ સમજાવીને માર્ગે લાવવાનો પ્રયત્ન કરાયો.
અનુશાસન રૂપ (હિત શિખામણ સ્વરૂપ) તે વચનને સાંભળીને તે અમિત્ર વિગેરે નિહ્નવ સાધુઓ પણ ભગવાનના માર્ગને સ્વીકારનારા બન્યા. ૨૪૨૨-૨૪૨૩ /
ચતુર્થ નિહ્નવવાદ સમાપ્ત
ને
૯
IIIME
BEEEElu EER
:
Page #122
--------------------------------------------------------------------------
________________
પંચમ નિહ્નવ
અથ પદ્મમવવક્તવ્યતામિધિન્નુરાહ- હવે પાંચમા નિહ્નવનું સ્વરૂપ સમજાવવાની ઇચ્છાવાળા ગુરુજી કહે છેઃ
अट्ठावीसा दो वाससया, तइया सिद्धिं गयस्स वीरस्स । दो किरियाणं दिट्ठी, उल्लुगतीरे समुप्पण्णा ॥ २४२४ ॥
ગાથાર્થ :- શ્રીમહાવીર પરમાત્માને મોક્ષે ગયાને ૨૨૮ વર્ષો પસાર થયાં હતાં ત્યારે ઉલ્લુકાનામની નદીનાકાંઠે બે ક્રિયાની દૃષ્ટિવાળા પાંચમા નિહ્નવ થયા. ॥ ૨૪૨૪ ॥
વિવેચન :- પરમાત્મા શ્રીમહાવીર પ્રભુને નિર્વાણ પામ્યાને(૨૨૮) બસોહ અઠ્ઠાવીસ વર્ષો પસાર થયાં હતાં ત્યારે ઉલ્લુકા નામની નદીના કાંઠે “એકી સાથે બે ક્રિયા હોય છે આવી દૃષ્ટિવાળા નિહ્નવોની ઉત્પત્તિ થઈ (જેની વિશેષ હકિકત આગલી ગાથાઓમાં સમજાવાય છે). ॥ ૨૪૨૪ ॥
અવતરણ :- આ દૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ ? તે સમજાવે છે.
नइखेडजनवयुग महगिरि धणगुत्त अज्जगंगे य ।
किरिया दो रायगिहे, महातवोतीरमणिनाए ॥ २४२५ ॥
ગાથાર્થ :- ઉલ્લુકા નામની નદીની પાસે ધૂળના ઢગલાઓથી ઢંકાયેલું ઉલ્લુકાતીર નામનું નગર હતું. ત્યાં આર્ય મહાગિરિજીના શિષ્ય પૂજ્ય ધનગુપ્ત નામના સુરીજી હતા. તેમના પણ શિષ્ય આર્યગંગ નામના આચાર્ય હતા. તેઓએ એક જ સમયમાં બે ક્રિયા હોય છે આવી ઉત્સૂત્ર પ્રરૂપણા કરી, ત્યાં મહાતપસ્તીર નામના કોઈ એક સ્થાનમાં “મણિનાગ” એ નામનું ચૈત્ય હતું ત્યાં આ દૃષ્ટિવાળા નિહ્રવની ઉત્પત્તિ થઈ. ॥ ૨૪૨૫ ॥
વિવેચન ઃ- ઉલ્લુકા નામની જે નદી, તેના દ્વારા ઓળખાતો જે દેશ તે દેશ પણ ઉલ્લુકા કહેવાતો હતો.(જેમ સાબરમતી નામની નદી અમદાવાદ શહેરની પાસે વહે છે તેથી તે નદીની પાસે વસેલા ગામનું નામ પણ સાબરમતી ગામ કહેવાય છે. અથવા બનાસ નામની નદી જ્યાં વહે છે તે દેશનું નામ પણ બનાસકાંઠા કહેવાય છે તેમ અહીં સમજવું.)
તે ઉલ્લુકા નામની નદીના કાંઠે એક બાજુ ધૂળોના ઢગલાઓથી વીંટલાયેલું એક નગરવિશેષ સ્વરૂપ ખેટ સ્થાન (ખાડાખૈયા વાળું એક સ્થાન) હતું. જ્યારે બીજી બાજુ
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૦ કિયાદ્રયવાદ
નિહ્નવવાદ ઉલ્લકાતીર નામનું ગામ હતું અન્ય આચાર્યો કહે છે કે આ જ ઉલ્લકાતીર નામનું જે ગામ છે તે જ ધુળોના ઢગલાઓથી વીંટળાયેલું હોવાથી ખેટસ્થાન કહેવાતું હતું.
ત્યાં પૂજય આર્યમહાગીરિજીના શિષ્ય ધનગુપ્તસૂરિજી નામના મહાત્મા થયા હતા. તેમના પણ શિષ્ય આર્યગંગ નામના આચાર્ય ત્યાં હતા આ આચાર્ય ઉલુકા નદીના પૂર્વદિશાના કિનારા ઉપર હતા. અને તેમના આચાર્ય (ધનગુપ્તસૂરિજી) નદીના પશ્ચિમ કિનારા ઉપર હતા. તે કારણથી એક કાળે શરદઋતુના સમયે સૂરિજીને (ધનગુપ્તસૂરિજીને). વંદન કરવા માટે જતા એવા આર્યગંગ નામના મુનિ નદીને પસાર કરતા હતા.
તે આચાર્ય મહારાજાએ માથા ઉપરના કેશનો લોચ કરેલ હોવાથી ટાલવાળા હતા. તેથી તેમની માથાની આ ટાલ, ઉપર પડતી સૂર્યની ઉષ્ણતાદ્વારા બળે છે. અને તેમના શરીરનો નીચેના પગનો ભાગ નદીના શીતળ પાણી વડે શીતળતાને અનુભવે છે. તેથી આવા અવસરે કેમે કરીને મિથ્યાત્વમોહનીય કર્મનો ઉદય થવાથી આ મહાત્મા આવા પ્રકારના વિચારે ચઢ્યા : ||
અહો સિદ્ધાન્તમાં એક સાથે બે ક્રિયાના અનુભવનો નિષેધ કરેલો છે. પરંતુ હું તો એક જ સમયમાં શીતળતા અને ઉષ્ણતા આમ બન્ને ક્રિયાને અનુભવું છું.
આ કારણથી મને પોતાને બન્ને ક્રિયાઓનો એકસાથે અનુભવ થાય છે. તેથી “ભગવાનનું એકી સાથે એક સમયમાં બે ક્રિયાઓનો અનુભવ ન હોય” આવું વચન અનુભવથી વિરૂદ્ધ છે. તેથી આગમમાં કહેલું આ વચન શોભાને પામતું નથી. અર્થાત્ નિર્દોષ નથી પણ દોષિત છે.
આવો મનમાં પાકો વિચાર કરીને ગુરુજીને કહ્યો. ત્યારે ગુરુજી વડે હવે કહેવાતી યુક્તિઓથી તેઓને સમજાવવા ઘણો પ્રયત્ન કરાયો. પરંતુ આ આર્યગંગસૂરિજી પોતાના આગ્રહમાં બંધાયેલી બુદ્ધિ વાળા હોવાથી ગુરુજીનું કંઈ પણ વચન જ્યારે સ્વીકારતા નથી. ત્યારે સમુદાયમાંથી દૂર કરીને સમુદાય બહાર કરાયા.
સમુદાય બહાર કરાયેલા તે મુનિ વિચરતા વિચરતા રાજગૃહ નામના નગરમાં આવ્યા. તે નગરમાં “મહાતપસ્વીર” એ નામના પ્રશ્નવણમાં (કોઈ એક સ્થાનમાં). મણિનાગ નામનું નાગનું એક ચૈત્ય હતું. તેની સમીપમાં ઉતર્યા. અને ત્યાં રહેલા આર્યગંગમુનિ સભાસમક્ષ એકી સાથે બે ક્રિયાઓના વેદનની (પોતાના અનુભવ પ્રમાણે). જોરશોરથી પ્રરૂપણા કરવા લાગ્યા.
તે સાંભળીને ત્યાં રહેલો મણિનાગ કોપાયમાન થયો. અને તે આર્યગંગ નામના આચાર્યને કહેવા લાગ્યો કે “અરે દુષ્ટ શિક્ષક! ખોટુ ખોટુ સમજાવનારા છે આર્યગંગસૂરિજી!
૨.
છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
પંચમ નિર્ભવ આર્યગંગ આચાર્ય
૧૦૧
તમે આવી મિથ્યા પ્રરૂપણા કેમ કરો છો ? કારણ કે આ જ ભૂમિ ઉપર સમવસરેલા શ્રીમદ્ વર્ધમાનસ્વામી વડે એકકાળે એક જ ક્રિયાનું વેદન હોય આવી પ્રરૂપણા કરાઇ છે. તે વાત અહીં રહેલા મારા વડે બરાબર સંભળાઈ છે. તો શું તમે તેમનાથી પણ અધિક શક્તિવાળા પ્રરૂપક છો ? કે જેથી આ પ્રમાણે એકીસાથે બે ક્રિયા હોય આવું ક્રિયાદ્બયનું સંવેદન લોકોને જણાવો છો ?
તેથી આ ખોટી પ્રરૂપણાનો ત્યાગ કરો.જો તમે આ ખોટી પ્રરૂપણાને નહીં છોડો તો હું તમને મારી નાખીશ. આ પ્રમાણે તે મણિનાગ વડે કહેવાયેલાં ભય ઉત્પન્ન કરે તેવાં વાક્યો તથા યુક્તિ પૂર્વક સમજાવી શકાય તેવાં વાક્યો વડે આ આર્યગંગને ઘણા ઘણા સમજાવવા પ્રયત્ન કર્યો. ત્યારે આ આર્યગંગાચાર્ય કંઇક સમજ્યા.
આ આચાર્ય પ્રતિબોધ પામ્યા.મિચ્છામિ દુક્કડં આપીને ગુરુજીના ચરણકમલમાં જઇને પોતાની ભૂલનું પ્રતિક્રમણ કર્યું ॥ ૨૪૨૫ ॥
અવતરણ :- અન્ન મામ્ = હવે ઉપરોક્ત નિયુક્તિની ગાથા ઉપર ભાષ્યકાર મહાત્મા સમજાવે
છે ઃ
नइमुल्लुगमुत्तरओ सरए सीयजलमज्जगंगस्स । सुराभितत्तसिरसो, सीओसिण वेयणोभयओ ॥ २४२६ ॥ लग्गोऽयमसग्गाहो, जुगवं उभयकिरिओवओगो त्ति । जं दोवि समयमेव य सीओसिणवेयणाओ मे ॥ २४२७ ॥
ગાથાર્થ :- બન્ને ગાથાઓના અર્થ ઉપર કહ્યા પ્રમાણે સમજાવાઈ ગયા છે. છતાં સંક્ષેપમાં આ પ્રમાણે છે. શીતળ જળ વાળી એવી ઉલ્લુકા નદીને ઉતરતાં શરદ ઋતુમાં સૂર્યથી તપેલું છે મસ્તક જેનું એવા શ્રીઆર્યગંગને શીતળતા અને ઉષ્ણતા એમ બન્ને પણ વેદનાઓ એકીસાથે થઈ. II૨૪૨૬॥
આ અવસરે આવા પ્રકારનો ખોટો આગ્રહ લાગ્યો કે એકી સાથે બે ક્રિયાનો ઉપયોગ પણ જીવને થાય છે. કારણ કે મને જ શીતળતા અને ઉષ્ણતા એમ બન્ને ક્રિયાઓનો સાથે જ અનુભવ થાય છે. ૨૪૨૭ I
વિવેચન :- આ બંન્ને ગાથાઓનો ભાવાર્થ લગભગ સમજાવાઇ ગયો છે. ઉલ્લુકા નદીને ઉતરતાં આર્યગંગ નામના આચાર્યમહારાજશ્રીને નીચે પગના તળીયા વિગેરે ભાગોમાં નદીના શીતળ જળના સંયોગના કારણે શીતળતાનો અનુભવ થાય છે. અને
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ક્રિયાદ્રયવાદ
નિતવવાદ માથા ઉપર ઉગ્ર એવા સૂર્યના તાપના આલિંગનથી ઉષ્ણતાનો અનુભવ થાય છે આમ બે પ્રકારની વેદનાનો અનુભવ થતો હોવાથી આર્યગંગ આચાર્યના મનમાં આવા પ્રકારનો મિથ્યા આગ્રહ (અસદાગ્રહ) બંધાયો કે “એકી સાથે બે ક્રિયાનું સંવેદન કરવાનો ઉપયોગ જીવને હોય છે.” જે કારણથી મને શીતળતા અને ઉષ્ણતા એમ બન્ને ક્રિયા સમકાલે જ અનુભવાય છે. તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે :
૨એકી સાથે ઉભયક્રિયાનું સંવેદન હોય છે આ પ્રતિજ્ઞા, “અનુભવસિદ્ધ હોવાથી” આ હેતુ, “મને પગમાં અને માથામાં થયેલી શીતળતા અને ઉષ્ણતાની ક્રિયાના સંવેદનની જેમ. આ ઉદાહરણ, આ પ્રમાણે શ્રી આર્યગંગાચાર્યે બે ક્રિયાનો સાથે અનુભવ હોય છે. આવો અભિપ્રાય મનમાં પાકો કર્યો. ૨૪૨૬-૨૪૨૭ી
અવતરણ - આ પ્રમાણે આર્યગંગમુનિ વડે કહેવાય છતે શું બન્યું? તે કહે છેઃतरतमजोगेणायं गुरूणाऽभिहिओ तुमं न लक्खेसि । समयाइसुहुमयाओ मणोऽतिचलसुहुमयाओ य ॥ २४२८ ॥
ગાથાર્થ - ગુરુજી વડે કહેવાયું કે સમય અને આવાલિકા વિગેરે કાળ અતિશય સૂક્ષ્મ હોવાથી તથા મન અતિશય ચંચળ તથા સૂક્ષ્મ હોવાથી ક્રમસર થતો એવો આ અનુભવ તારા વડે ક્રમસર જણાતો નથી. યુગપદપણે જે જણાય છે તે ભ્રમમાત્ર છે) ૨૪૨૮
વિવેચન - શ્રી આર્યગંગ આચાર્ય બે ક્રિયા એક સાથે થાય છે આવી ઉસૂત્ર પ્રરૂપણા કરી ત્યારે ગુરુજી વડે કહેવાયું કે “એકી સાથે બે ક્રિયા કરવાનો અનુભવ તારા વડે જે ગવાય છે તે તરતમતાના યોગ વડે અનુક્રમે જ થાય છે એકસાથે થતો નથી. પરંતુ આ કાર્યનો ક્રમ હોવા છતાં પણ તું તેને જાણી શકતો નથી. કારણ કે સમય આવલિકા વિગેરે કાલ અતિશય સૂક્ષ્મ હોવાથી તથા મન અતિશય ચંચલ હોવાથી અને અતિશય આશુસંચારિ (વેગપૂર્વ દોડતું) હોવાથી. તેનો ભેદ જાણી શકાતો નથી. આ રીતે વિચાર કરતાં “અનુભવસિદ્ધત્વા" આ હેતુ પક્ષમાં ન વર્તતો હોવાથી અસિદ્ધ હેત્વાભાસ થાય છે. તેથી હેતુ જ ખોટો છે. || ૨૪૨૮ ||
અવતરણ - આ પ્રમાણે ગંગમુનિનો હેતુ જ ખોટો છે. તે જ વાત અર્થાત હેતુની અસિદ્ધિ જ સમજાવે છે :
सुहुमासुचरं चित्तं, इंदियदेसेण जेण जं कालं । संबज्झइ तं तम्मत्तनाणहेउ त्ति नो तेण ॥ २४२९ ॥
Page #126
--------------------------------------------------------------------------
________________
પંચમ નિતવ આર્યગંગ આચાર્ય
૧૦૩ उवलभए किरियाओ जुगवं दो दूरभिन्नदेसओ । पाय-सिरोगयसीउण्ह वेयणाणुभवरूवाओ ॥ २४३० ॥
ગાથાર્થ :- ચિત્ત (મન) અતિશય સૂક્ષ્મ ઇન્દ્રિય છે અને આશુ સંચારિ પણ છે (વગયુક્ત ગતિવાળું પણ છે) માટે જે કાળે ઇન્દ્રિયના દેશભૂત ભાગની સાથે તે મન જોડાય છે તે કાળે તેટલા જ માત્ર વિષયનું ગ્રાહક મન થાય છે. (પણ સર્વભાવોનું ગ્રાહક મન થતું નથી.) તે કારણથી દૂર દૂર અને ભિન્ન ભિન્ન દેશ સંબંધી બે ક્રિયાઓ એકી સાથે આ જીવ કરતો નથી. માટે પગ અને મસ્તક સંબંઘી શીત અને ઉષ્ણ વેદનાનો અનુભવ કરવા સ્વરૂપ બે ક્રિયાઓ એકી સાથે સંભવતી નથી. ર૪૨૯-૨૪૩૦ના
વિવેચન - ચિત્ત એટલે કે મન અત્યન્તસૂક્ષ્મ વસ્તુ છે તથા આશુ સંચારી છે (જલ્દી જલ્દી દોડનારૂ છે). તેથી જે કાળે આ મન જે ઇન્દ્રિયના જે ભાગમાં જોડાયું હોય છે. તે કાળે માત્ર તે જ ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન કરી શકે છે. અન્ય વિષયનું જ્ઞાન કરતું નથી. | સ્પર્શેન્દ્રિય આદિ જે દ્રવ્ય ઇન્દ્રિયના ભાગ સાથે તેનો સંબંધ હોય છે. તે ઇન્દ્રિય જન્ય શીતાદિ સ્પર્શના વિષયનું અથવા ઉષ્ણાદિ સ્પર્શના વિષયનું જ્ઞાન કરવામાં આ મન કરણ બને છે પરંતુ જે ઇન્દ્રિયની સાથે સ્વયં તે મન જોડાતું નથી. તે કાળે તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનનું કારણ મન બનતું નથી
જે કારણથી આમ છે. તે કારણથી કોઈ પણ જીવ દૂર દૂર દેશમાં રહેલી અને ભિન્ન ભિન્ન દેશમાં રહેલી બે ક્રિયાઓને એકી સાથે જાણતો નથી. જાણી શકતો નથી. આ બે ક્રિયાઓ કેવી હોય છે? પગ અને માથુ આમ ભિન્ન ભિન્ન જે બે અંગ છે. તેમાંથી શીત અને ઉષ્ણવેદનાનો અનુભવ (પગમાં જલનો સ્પર્શ હોવાથી શીતવેદના અને માથામાં સુર્યનો તાપ હોવાથી ઉષ્ણવેદના) આમ આવા પ્રકારની બન્ને વેદનાનો અનુભવ એકીસાથે આ જીવ કરી શકતો નથી.
તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે (૧) અહીં પગ તથા મસ્તકમાં થતી અનુક્રમે શીતવેદના અને ઉષ્ણવેદના આ બન્ને એકીસાથે અનુભવાતી નથી. અર્થાત્ બન્નેનું સાથે સંવેદન થતું નથી. આ પ્રતિજ્ઞા થઈ. (૨) કારણ કે બન્નેનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. આ હેતુ થયો તથા (૩) વિધ્યાચલ અને હિમાલયના શિખરના સ્પર્શની બન્ને ક્રિયાની જેમ. આ ઉદાહરણ થયું.
આ પ્રમાણે અનુમાન થતું હોવાથી આ અનુમાનમાં જે “અનુભવસિદ્ધત્વાત” આવો જે હેતુ છે તે પક્ષવર્તી નહિ હોવાથી અસિદ્ધ હેત્વાભાસ થાય છે. તેનાથી “એકી સાથે
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ક્રિયાદ્રયવાદ
નિહ્નવવાદ બે ક્રિયા હોય છે” આ સાધ્ય સિદ્ધ થતું નથી. કારણ કે અનુભવસિદ્ઘત્વાન્ આ હેતુ પગ અને મસ્તકની વેદના રૂપ પક્ષમાં વર્તતો નથી. તથા સ્થવિર મુનિઓ આ આર્યગંગને સમજાવવા માટે બીજી દલીલ પણ કહે છે II ૨૪૨૯-૨૪૩૦ /
उवओगमओ जीवो, उवउज्जइ जेण जम्मि जं कालं । सो तम्मओवओगो, होइ जहिंदोवओगम्मि ॥ २४३१ ॥
ગાથાર્થ - આ જીવ ઉપયોગમય છે. જેથી કરીને જે કાલે જે વિષયમાં તે જીવ ઉપયોગમય બને છે તે કાળે તે જ વિષયની સાથે તન્મય ઉપયોગવાળો થાય છે. જેમ ઇન્દ્રનો ઉપયોગ હોય ત્યારે તેની સાથે જ એકાકાર બને છે માટે એકી સાથે બે ઉપયોગ હોતા નથી) II ૨૪૩૧ //
વિવેચન :- કેવળ એટલે ફક્ત ઉપયોગથી જ બનેલો તે ઉપયોગમય કહેવાય છે. તેથી તે આ જીવ જે કોઈ સ્પર્શનેન્દ્રિયાદિ કોઈ પણ કારણભૂત એવા ઇન્દ્રિયના એકભાગ વડે શીતળતા-ઉષ્ણતા આદિ કોઈ પણ એક વિષય જાણવામાં જે કાળે જોડાય છે. તે કાલે તન્મય ઉપયોગવાળો બને છે. શીતાદિ જે વિષય જાણવામાં આ જીવ ઉપયોગવાળો બને છે. તે વિષયની સાથે તન્મય ઉપયોગવાળો જ અર્થાત્ એકાકાર ઉપયોગવાળો જ હોય છે. પરંતુ અન્યથા - બીજામાં પણ ઉપયોગ હોય આવું બનતું નથી.
આ બાબતમાં શાસ્ત્રકારમહર્ષિ સુંદર એક ઉદાહરણ કહે છે કે જેમ ઇંદ્રના ઉપયોગમાં વર્તતો માણવક (મનુષ્ય) ઇન્દમય ઉપયોગવાળો જ થાય છે. પરંતુ બીજા કોઈ પણ વિષયના ઉપયોગવાળો બનતો નથી. ઉપર સમજાવેલી વાતનો સાર એ છે કે
એકકાળે એક જ વિષયમાં જીવ ઉપયોગવાળો બને છે પરંતુ બીજા વિષયના ઉપયોગવાળો બનતો નથી. તે માટે એકી સાથે બે ઉપયોગ માનવામાં પૂર્વે કહેલા સાંકર્ય આદિ દોષો લાગવાનો પ્રસંગ આવશે. તેથી એકીસાથે બે ક્રિયાના ઉપયોગનો અનુભવ અસિદ્ધ જ છે (ખોટો જ છે). માટે આ વાત સાચી નથી. || ર૪૩૧ /
અવતરણ - કોઈ પણ એક વિષયના ઉપયોગ વાળો જીવ બીજા વિષયના બીજા ઉપયોગમાં પણ જોડાતો હોય? તે સમજાવે છે.
सो तदुवओगेमेत्तोवउत्तसत्ति त्ति तस्समं चेव ।। अत्यंतरोवओगं जाउ, कहं केण वंसेण ॥ २४३२ ॥
Page #128
--------------------------------------------------------------------------
________________
પંચમ નિર્ભવ આર્યગંગ આચાર્ય
૧૦૫
ગાથાર્થ :- તે વિવક્ષિત એવો જીવ તે વિક્ષિત એવા એક જ વિષયના ઉપયોગની શક્તિવાળો છે. તેથી તેના સમાન કાળમાં જ બીજા વિષયના ઉપયોગને કેમ પામે ? અથવા ક્યા અંશવડે બીજા વિષયના ઉપયોગમાં જોડાય ? અર્થાત બીજા વિષયનો ઉપયોગ તે કાળે હોતો નથી. ॥ ૨૪૩૨ ||
વિવેચન :- તે વિક્ષિત એવો જીવ તે વિવક્ષિત એવા એક જ અર્થના ઉપયોગ વાળો હોય છે. તે જ જીવ તે જ માત્ર વિવક્ષિત વિષયના ઉપયોગવાળો થયો છતો ત્યાં જ નિષ્ઠાને (અંતને) પામે છે શક્તિ જેની એવો તે જીવ તે વિવક્ષિત એક જ વિષયના ઉપયોગમાં રહેવાની શક્તિવાળો છે. આ કારણથી તેના સમાન કાળમાં બીજા અર્થાન્તરના ઉપયોગમાં કેવી રીતે જાય ? કોઈ પણ રીતે અર્થાન્તરના ઉપયોગમાં ન જાય. સાંકર્યાદિ દોષો આવે.
તથા વળી આ જીવ પોતાના સર્વ આત્મપ્રદેશો વડે એક જ વિષયના ઉપયોગમાં જોડાયો છે. તે જીવનો કોઈ પણ ભાગ બાકી રહ્યો નથી. સર્વ આત્મપ્રદેશો મળીને એક ઉપયોગમાં જોડાય છે તેથી તેિન વ્હેન અંગેન બાકી રહેલા ક્યા ભાગ વડે તે જીવ બીજા વિષયના ઉપયોગમાં જોડાય ? સર્વ આત્મપ્રદેશોનો સાથે મળીને એક જ ઉપયોગકાળ પ્રવર્તે છે. તેથી કોઈ અંશ બાકી છે જ નહીં કે તે જ જીવ બાકીના બીજા અંશવડે બીજા વિષયના ઉપયોગમાં જોડાય.
=
સર્વ આત્મપ્રદેશોનો સાથે મળીને એક જ ઉપયોગ હોય છે. તેથી એકકાળે પગભાગથી અને મસ્તકના ભાગથી એમ જુદા જુદા બે ઉપયોગ ભેગા હોતા નથી. ક્રમવર્તી જ હોય છે. ।। ૨૪૩૨ ||
---
અવતરણ : કદાચ આર્યગંગ આવો પ્રશ્ન કરે કે જો સમાનકાળમાં બે ક્રિયાનો ઉપયોગ ન જ થતો હોય તો મને તેવો અનુભવ કેમ થાય છે? આવી શિષ્યની શંકાનો ગુરુ ઉત્તર કહે છે . समयाइ सुहुमयाओ, मन्नसि जुगवं च भिन्नापि । उप्पलदलसयवहं व, जह व तदलायचक्कं ति ॥ २४३३ ॥
ગાથાર્થ :- સમય-આવલિકા વિગેરે કાળ ઘણો સૂક્ષ્મ હોવાથી ભિન્ન ભિન્ન કાળમાં કાર્ય થયેલાં હોય તો પણ તું તેને યુગપદ્ સમજે છે જેમ કે કમળની સો પાંખડીઓને વિંધવાની જેમ, તથા ઉંબાડીયાના ચક્રાવાની જેમ, ॥ ૨૪૩૩ ||
વિવેચન :- સમય -આવલિકા-ઘડી વિગેરે જે કાળના ભેદો છે તે કાલકૃત વિભાગો અતિશય સૂક્ષ્મ હોવાથી ભિન્ન ભિન્ન કાળમાં પ્રવર્તેલું ક્રિયાક્રયનું સંવેદન કમળનાં સો
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ક્રિયાયવાદ
નિહ્નવવાદ પાંદડાં વિધવાના ઉદાહરણે અથવા ઉંબાડીયાના ચક્રાવાની જેમ યુગપતું પ્રવર્તી હોય એમ લાગે છે. પરંતુ તે યુગપદ્ નથી ક્રમસર જ છે.
જેમ ઉપર-નીચે ગોઠવેલ કમળની સો પાંખડીયોને અતિશય તીક્ષ્ણ અણીદાર સૂચિ દ્વારા વિધવાનું કામ કરનાર શક્તિશાળી જુવાન માણસ વડે સમકાલે જ વિંધાય છે આમ અનુભવાય છે. પરંતુ ઉપર ઉપરની કમળની પાંખીઓ વિંધાયા વિના નીચે નીચેની કમળની પાંખડીઓ વિંધાવી શક્ય નથી. પરંતુ વિધવાનું કામ કરનાર કર્તા “મેં એકી સાથે કમળની સો પાંખડીઓને વિંધી નાખી” એમ મનમાં માને છે અને બોલે છે કારણ કે તે પાંખડીઓને વિધવામાં થતા કાળનો ભેદ ઘણો જ સૂક્ષ્મ હોવાથી દુર્લક્ષ્ય છે.
અથવા બીજા એક ઉદાહરણ લઇએ કે પ્રસિદ્ધ એવું ઉંબાડીયું જલ્દી જલ્દી ગોળ ગોળ ફેરવીએ તો ચારે દિશામાં કાલભેદથી ફરતું હોવા છતાં ભમવાના કાળનો જે ભેદ છે તે ભેદ સૂક્ષ્મ હોવાથી દુઃખે સમજાય તેવો છે. તેથી નિરન્તરપણે જ ભમતું દેખાય છે વચ્ચેનો ગેપ જાણી શકાતો નથી. તેની જેમ અહીં પણ શીતની વેદના અને ઉષ્ણતાની વેદનાની ક્રિયાના અનુભવ વચ્ચે કાલભેદ હોવા છતાં પણ તે કાલભેદ ઘણો સૂક્ષ્મ હોવાથી દુઃખે દુઃખે સમજાય તેવો છે. તેથી એકીસાથે તે અનુભવને તમે માણો છો. એમ તમને લાગે છે પરંતુ હકીકતથી તેમ નથી. તેની જેમ અહીં પણ કાળભેદ છે. પરંતુ સૂક્ષ્મ હોવાથી અગમ્ય છે. | ૨૪૩૩ |
અવતરણ :- મન પણ મસ્તક અને પગ વિગેરે ભાગોની સાથે એટલે કે સ્પર્શેન્દ્રિયના અંશો સાથે તથા બીજી ઇન્દ્રિયો સાથે એકી સાથે સંબંધ પામતું નથી. પરંતુ ક્રમસર જ સંબંધ પામે છે. પરંતુ આ મન આશુસંચારિ(ઝડપી ફરતું) હોવાથી તથા સૂક્ષ્મ હોવાથી તેના દોડવાનો ક્રમ જાણી શકાતો નથી આ વાત સમજાવતાં કહે છે કે -
चित्तं पि नेंदियाई समेइ सममह य खिप्पचारित्ति । समयंव सुक्क सक्कुलि दसणे सव्वोवलद्धित्ति ॥ २४३४ ॥
ગાથાર્થ : ચિત્ત (મન) પણ સર્વ ઇન્દ્રિયોની સાથે એક કાલે જોડાતું નથી જ. પરંતુ ક્ષિપ્રચારી છે. તેથી ભ્રમ થાય છે જેમકે સુકી એવી જલેબી ખાવામાં બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ સાથે હોય તેમ લાગે છે. ૨૪૩૪ ||
વિવેચન - મન પણ બધી જ ઇન્દ્રિયોની સાથે એકી સાથે જોડાતું નથી. તથા અધ્યાહારથી તે પણ સમજી લેવું કે પગ અને મસ્તક સ્વરૂપ સ્પર્શનેન્દ્રિયના બન્ને અંશો સાથે પણ એકી સાથે મન જોડાતું નથી પરંતુ ક્રમસર જ જોડાય છે છતાં આ મન આશુ
Page #130
--------------------------------------------------------------------------
________________
પંચમ નિતવ આર્યગંગ આચાર્ય
૧૦૭ સંચારી છે. ઘણા જ વેગે વેગે તે મન દોડે છે એથી કરીને આપણને એવો ભ્રમ થાય છે કે મારું મન તો બધી જ ઇન્દ્રિયની સાથે એકી સાથે જોડાય છે. આ વાત સમજાવવા માટે બે દષ્ટાન્તો ગ્રંથકારશ્રી આપે છે.
“સમર્થ a" આવો જે પાઠ ગાથામાં છે ત્યાં સમન્ આ શબ્દ પૂર્વાર્ધનો અર્થ કરતાં “મન આશુ સંચારી છે. તેથી સર્વ ઇન્દ્રિયોની સાથે જાણે એકીસાથે જોડાયેલું હોય તેમ લાગે છે.” આ અર્થ કરવામાં જોડેલો જ છે. સમન્ શબ્દ એકવાર આ અર્થ કરવામાં લઈ લેવામાં આવ્યો છે તો પણ માતૃજ્યા પુનરપિ યોજતે- આવૃત્તિ કરવા વડે બીજીવાર પણ જોડાય છે.
તથા વા એવો મૂળગાથામાં કહેલો શબ્દ યથા ના અર્થમાં છે. અને યથા શબ્દ નો અર્થ ગુજરાતી ભાષામાં “જેમકે” આવો એમ દષ્ટાન્ત જણાવવાના અર્થમાં થાય છે. તેથી તે દષ્ટાન્ત જ સમજાવાય છે.
જેમ કે “સુકી જલેબી ખાવામાં” જલેબીમાં રહેલા રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દ આ પાંચે ગુણોની ઉપલબ્ધિ (પાંચે ગુણોનો અનુભવ) એકી સાથે થતો હોય એમ લાગે છે. તેમ આ ઉદાહરણમાં મન પણ મસ્તક અને પગ વિગેરે સ્પર્શેન્દ્રિયના અંશભૂત બન્ને ભાગોની સાથે અથવા બીજી ઇન્દ્રિયોની સાથે અનુક્રમે જ જોડાય છે તો પણ એકી સાથે જોડાયુ હોય તેમ લાગે છે.
ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે. અહી લાંબી અને સુકી જલેબી ખાતાં કોઈને પણ સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય તો સાથે વપરાતી હોય તે સમજાય તેમ છે. કારણ કે મુખમાં આ બન્ને ઇન્દ્રિયો છે જ. પરંતુ લાંબી શબ્દ લખ્યો છે. એટલે આખી જલેબી એકી સાથે મુખમાં જાય નહી. અડધી મુખમાં હોય અને અડધી બહાર હોય એટલે ચક્ષુથી દેખી પણ શકાય. માટે રૂપજ્ઞાન પણ સાથે જ થાય છે આમ લાંબી લખવાનું કારણ લાગે છે.
તે જલેબીની ગબ્ધને ધ્રાણેન્દ્રિયથી સુંઘતાં સાથે સાથે ગન્ધનું જ્ઞાન પણ થતું હોય એમ લાગે છે. તેના રસનો (મીઠાસનો) જીભ વડે આસ્વાદ કરતાં રસનું જ્ઞાન પણ થાય છે. તથા તેના સ્પર્શનું જ્ઞાન તો ત્યાં રહેલી સ્પર્શેન્દ્રિય વડે થતું જ હોય એમ અનુભવાય જ છે. તથા ચાવવાની ક્રિયા કરતાં કરતાં સુકી જલેબી હોવાથી ખાખરાની જેમ ઉત્પન્ન થયેલો બડબડ શબ્દ પણ સંભળાય જ છે તેથી શબ્દજ્ઞાન પણ થતું હોય એમ લાગે છે. - આ પાંચે ઇન્દ્રિયો દ્વારા પાંચ પ્રકારનાં (વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દ સંબંધી) જ્ઞાનો ક્રમસર જ ઉત્પન્ન થાય છે. એકી સાથે ઉત્પન્ન થતાં જ નથી. કારણ કે ક્ષયોપશમભાવ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ક્રિયાયવાદ
નિહ્નવવાદ છે ક્ષાયિકભાવ નથી. જો ક્રમસર થતાં ન હોય તો અન્યથા થતાં હોય તો સાંકર્ય આદિ દોષો આવે. એકકાલે એકજ્ઞાનમાં બીજા જ્ઞાન અંતર્ગત થઈ જાય. તથા મતિજ્ઞાનાદિના ઉપયોગકાળે પણ અવધિજ્ઞાન વિગેરે બીજાં જ્ઞાનોનો ઉપયોગ હોવાનું આવી જાય. તથા ઘટ-પટ આદિ વિવલિત કોઈ પણ એક પદાર્થની વિચારણા કરતા હોઇએ ત્યારે અનન્તા એવા બીજા અર્થના વિકલ્પો વિચારવાનો પ્રસંગ થઈ જાય. ન વેતતિ =પણ આવું બનતું નથી. તેથી આ પાંચ ઇન્દ્રિયોથી થનારા જ્ઞાનો ક્રમસર જ થાય છે. છતાં જાણકાર એમ માને છે કે “મને આ બધા જ્ઞાનો એકી સાથે થાય છે... કારણ કે તે બધાં જ્ઞાનો થવામાં વચ્ચે જતો કાળ સમય-આવલિકા વિગેરે ભેદો ઘણા સૂક્ષ્મ છે. એટલે તેનો ભેદ આપણા વડે જાણી શકાતો નથી.
ઉપરના દૃષ્ટાન્તની જેમ અહીયાં પણ મસ્તક અને પગ વિગેરે સ્પર્શનેન્દ્રિયના દેશભાગોની સાથે અથવા બીજી બીજી ઇન્દ્રિયોની સાથે ક્રમસર સંબંધવાળું એવું મન છે. તો પણ જ્ઞાન કરનાર આત્મા એકી સાથે જાણે મન બધી જ ઇન્દ્રિયોની સાથે જોડાયેલું છે તેમ બધા જ વિષયોને સાથે જાણે છે એમ માની લે છે પરંતુ તાત્ત્વિક રીતે આમ બનતું નથી. કારણ કે મનનો “આશુ સંચારી” આવો સ્વભાવ જ છે.
અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “એકી સાથે જ્ઞાનની અનુત્પત્તિ થવી તે જ મનનું લિંગ છે” ન્યાય ભાષ્ય સૂત્ર ૧-૧-૧૬માં આ પ્રમાણે કહ્યું છે.
જો સર્વ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન એકીસાથે જ ઉત્પન્ન થતું હોત તો અનુક્રમે જોડાવા વાળા મનનો તેમાં સંચાર થવો દુર્લભ બનત. તેથી એક જ સ્પર્શેન્દ્રિય માત્રના વ્યવહારકાલે પણ શીતવેદનાના ઉપયોગથી ઉષ્ણવેદનાના ઉપયોગ રૂપ બીજો ઉપયોગ ઉત્પન્ન કરવામાં તે મનનો સંચાર સુલભ કેમ બને ? કાલ સૂક્ષ્મ હોવાથી અને મન આશુસંચારી હોવાથી મનનો સંચાર કેમ જાણી શકાય ? અર્થાત્ આ જ્ઞાન ક્રમસર હોવા છતાં તેનો ક્રમ જાણી શકાતો નથી.
એટલે મન આશુ સંચારી હોવાથી આવો ભ્રમ થાય છે મનનો સંચાર વેગવાળો હોવાથી જણાતો નથી. તેથી જ શીતવેદના અને ઉષ્ણવેદના એમ બન્ને ક્રિયાના ઉપયોગના વિષમતાવાળા અધ્યવસાયો એકીસાથે થાય છે. આ હકીકત સાચી નથી. પરંતુ આ સંચારી હોવાથી આવા પ્રકારનો જીવને ભ્રમ થાય છે. ૨૪૩૪ છે.
અવતરણ - તિવાહક આ જ વાત ગુરુજી આપણને સમજાવે છેसव्वेदियोवलंभे जइ, संचारो मणस्स दुल्लक्खो । एगिदिओवओगंतरम्मि किह होउ सुलक्खो ? ॥ २४३५ ॥
Page #132
--------------------------------------------------------------------------
________________
પંચમ નિતવ આર્યગંગ આચાર્ય
૧૦૯ ગાથાર્થ :- સર્વ ઇન્દ્રિયોના ઉપયોગમાં પણ મનનો સંચાર જે થાય છે તે વેગવાળી ગતિ યુક્ત હોવાથી જાણી શકાતો નથી. તો પછી એક જ સ્પર્શેન્દ્રિયમાં એકભાગના ઉપયોગથી બીજા ભાગના ઉપયોગમાં મનનો સંચાર જાણવો સુલક્ષ્ય કેમ હોય? અર્થાત્ મનનો ભેદ જાણી શકાતો નથી. || ૨૪૩૫ ||
વિવેચનઃ-મન એટલું બધું વેગથી દોડે છે કે તેનો ક્રમ જાણી શકાતો નથી. આ કારણથી મન જુદી જુદી ઇન્દ્રિયો સાથે ક્રમસર જ જોડાય છે. એકી સાથે જોડાતું નથી. છતાં “આશુ સંચારિ” હોવાથી જાણી શકાતું નથી. તેમ આ જ મન સ્પર્શેન્દ્રિયના બન્ને ભાગોની સાથે પણ ક્રમસર જ જોડાય છે. પણ તે ભેદ આપણા વડે જાણી શકાતો નથી. / ૨૪૩૫ //
અવતરણઃ- જે આ વાત બરાબર નહીં સમજો અને એમ માનશો કે એક વિષયમાં જોડાયેલું પણ મન તે જ કાલે એકીસાથે બીજા વિષયમાં પણ જોડાય છે. આમ માનશો તો શું દોષ આવે છે ? તે દોષ સમજાવે છે.
अन्नविणिउत्तमण्णं, विणिओगं लहइ जइ मणो तेणं । इथि पि ट्ठियं पुरओ किमण्णचित्तो न लक्खेइ ? ॥ २४३६ ॥
ગાથાર્થ - કોઈ પણ અન્યના વિષયમાં જોડાયેલું એવું મન તે જ કાળે જો અન્યના વિષયના ઉપયોગને પામતું હોય તો અન્ય વિષયના ઉપયોગવાળો એવો જીવ સામે જ ઉભેલા હાથીને પણ કેમ જાણતો નથી ? || ૨૪૩૬ /
વિવેચન :- શીતવેદના આદિ અન્ય વિષયમાં ઉપયોગ પામેલું એવું મન જો વિવક્ષિત વસ્તુથી અન્ય ઉષ્ણવેદના આદિ વિષયમાં ઉપયોગ પામતું હોય અન્ય વિષયને જો જાણી શકતું હોય તો અન્ય વિષયના ઉપયોગવાળું છે ચિત્ત જેનું એવો દેવદત્ત આદિ જીવ સામે ઉભેલા હાથી આદિને પણ ન દેખે આવું કેમ બનતું હશે? અને આવું અવશ્ય બને જ છે કે જે આત્મા જે વિષયના ઉપયોગમાં લીન હોય તે જીવને તે કાળે બીજો કોઈ પણ વિષય જ્ઞાનમાં પ્રકાશિત થતો નથી. બે સ્થાનોમાં એકી સાથે ધ્યાન રહેતું નથી તે કારણથી કોઈ પણ એક વિષયના ઉપયોગમાં લીન થયેલું એવું મન અન્ય ઉપયોગના વિષયને તે કાલે જાણતું નથી. // ૨૪૩૬ /
અવતરણ - જો એક વિષયના ઉપભોગકાળે બીજી વિષયનો ઉપયોગ પણ હોય. તો આમ પણ કેમ નથી સ્વીકારાતું? શું? તે કહે છે.
विणिओगन्तरलाभे व किंथ नियमेण तो समं चेव । पइवत्थुमसंखेज्जाऽणंता वा जं न विणिओगा ॥ २४३७ ॥
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ક્રિયાયવાદ
નિહ્નવવાદ ગાથાર્થ :- જે વિવક્ષિત વસ્તુનો એક ઉપયોગ હોય ત્યારે જો બીજી વસ્તુનો પણ ઉપયોગ હોય આવું જ જો માનવામાં આવે તો બે જ વિષયના ઉપયોગની બે જ ક્રિયા સાથે હોય ? આવો નિયમ કરવાની શી જરૂર ? પ્રત્યેક વસ્તુવાર અસંખ્યાતા અથવા અનંતા ભિન્ન ભિન્ન ઉપયોગો પણ સાથે હોય આવું પણ કેમ ન બને ? અર્થાત્ આવું પણ માનવું જોઈએ || ૨૪૩૭ ||
વિવેચન :- જો એક ઉપયોગના કાલે પણ બીજા બીજા વિષયના ઉપયોગ હોય છે. આ પ્રમાણે જો મનાય તો “બે ક્રિયાના બે ઉપયોગ જ એકસાથે હોય આવો નિયમ કરવાની શું જરૂર ? કારણ કે પ્રત્યેક વસ્તુમાં અસંખ્યાતા અથવા અનંતા વિષયના ઉપયોગો પણ સાથે જ હોય છે આમ પણ કેમ નથી ઇચ્છતું ? આમ પણ માનવું જોઇએ?
ઉપર કહેલી વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે જે શીત વેદનાના ઉપયોગ કાળે ઉષ્ણવેદનાનો પણ ઉપયોગ ઇચ્છાય જ છે તો આવી બે ક્રિયામાં બે જ ઉપયોગ સાથે હોય આવો નિયમ રાખવાની શી જરૂર ? તેને બદલે અસંખ્યાતા અને અનંતા વિષયના ઉપયોગો પ્રત્યેક વસ્તુ સંબંધી એકી સાથે હોય આવું પણ કેમ ન મનાય ? જેમ એક કાલે એક વિષયના ઉપયોગની સાથે બીજા વિષયનો ઉપયોગ પણ હોય તેમ તમે માનો છો તો બહુ ઉપયોગો પણ સાથે હોય એમ પણ માનોને ? બે જ ઉપયોગ સાથે હોય આવો નિયમ કેમ કરાય ?
અહીં (રાગો અવિન્ને સંવિન્ને યાવિ પન્નવે નટુ ગાથા-૭૬૦) આ સૂત્રપાઠમાં એક જ પદાર્થમાં સમકાળે અવધિજ્ઞાન હોય તો ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ઉપયોગો, અને બાકીનાં જ્ઞાનો હોય તો એકીસાથે અનંતા ઉપયોગો પણ કેમ ન હોય? અર્થાત્ બે ઉપયોગને બદલે સંખ્યાત અથવા અસંખ્યાત વિષયના ઉપયોગ પણ હોવા જોઈએ ? પણ આમ બનતું નથી માટે બે ક્રિયાના વિષયનો ઉપયોગ સાથે હોતો નથી |૨૪૩૭ ||"
અવતરણ - પર એવા શિષ્ય તરફથી પ્રશ્ન ઉઠાવીને ઉત્તર આપતાં શિષ્યની વાતનો પરિહાર કરતાં પ્રથકારશ્રી કહે છે કે -
बहु-बहुविहाइगहणे, नणूवओग बहुया सुएऽभिहिआ । तमणेगग्गहणं चिय, उवओगाणेगया नत्थि ॥ २४३८ ॥
ગાથાર્થ - બહુ-બહુવિધ વિગેરે ભેદો બતાવતાં એકીસાથે એકજ જીવને અનેક ઉપયોગો હોય છે. આમ તો શાસ્ત્રમાં જ કહેલું છે, માટે મારી માન્યતા બરાબર જ છે
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૧
પંચમ નિદ્વવ આર્યગંગ આચાર્ય આમ શિષ્ય કહે છે ગુરુજી કહે છે કે તે અનેકપર્યાયોનું કથન છે પરંતુ ઉપયોગની અનેકતા શાસ્ત્રોમાં ક્યાંય કહી નથી. II ૨૪૩૮ - વિવેચન :- કોઈક શિષ્ય પોતાના પક્ષનો બચાવ કરતાં ગુરુજીને કહે છે કે મતિજ્ઞાનના ૩૩૬ ભેદોમાં બહુ-બહુવિધ-પ્રિ-અનિશ્ચિત અસંદિગ્ધ- ધ્રુવ તથા આ છ ભેદો સેતર (બીજા પ્રતિપક્ષી છ ભેદો સાથે) બાર ભેદ તેવા પ્રકારની વસ્તુને ગ્રહણ કરવામાં એટલે કે જાણવામાં – અર્થાત્ જ્ઞાન કરવામાં અહીં જૈન શાસ્ત્રોમાં જ એક વિષયમાં ઉપયોગની બહુલતા હોય છે આ પ્રમાણે શ્રુતમાં = શાસ્ત્રમાં જ કહ્યું છે તેથી હું કહું છું તેમ માનવાથી એક સમયમાં ઉપયોગ બહુલતા આવશે તો સિદ્ધસાધન જ થશે શાસ્ત્રમાં જેમ કહ્યું છે તેમ જ તેની સિદ્ધિ થશે. પરંતુ કોઈ સિદ્ધાન્ત વિરુદ્ધ નહી જ થાય તો તેમાં શું દોષ છે ? આ પ્રમાણે શિષ્ય વડે કહેવાય છતે હવે ગુરુજી ઉત્તર આપે છે કે -
ઉત્તર :- તે બહુ-અબહુ વિગેરે જે ભેદોનું કથન કહ્યું છે. તે વસ્તુના અનેક પર્યાયોને આશ્રયી સામાન્ય માત્ર સ્વરૂપે જાણવા પણું જ્ઞાનમાં કહ્યું છે. તેથી ઉપયોગની યોગ્યતા માત્ર રહેલી છે આમ કથન છે પરંતુ એક વસ્તુમાં ઉપયોગની બહુલતા તો ક્યાંય કહેલી નથી. અને હોય પણ નહીં. માટે ક્રમે ક્રમે જ ઉપયોગનું હોવાપણું છે. માટે તમારો આ બચાવ ઉચિત નથી. | ૨૪૩૮ ||
અવતરણ - તે જ્ઞાનમાં ગાથા ૨૪૩૮ના ઉત્તરાર્ધમાં તમmi n એવો જે પાઠ છે તેથી એક ઉપયોગમાં અનેકધર્મનું ગ્રહણ કહેલું જ છે આવો પાઠનું આલંબન લઈને કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે -
समकमणेगग्गहणं जइ सीओसिणदुगम्मि को दोसो । केण व भणियं दोसो, उवओगदुगे वियारोऽयं ॥ २४३९ ॥
ગાથાર્થ - ઉપરોક્ત પાઠના આધારે એક સાથે અનેક ધર્મનું ગ્રહણ સાથે થાય છે આવું તમે કહો છો. તો પછી શીત અને ઉષ્ણતા એમ બે ધર્મ સાથે જણાય તેમાં ક્યાં દોષ રહ્યો ? એક ઉપયોગમાં સામાન્યપણે અનેક અર્થો જણાય એમાં દોષ છે એવું કોના વડે કહેવાયું છે ? (એમાં અનેક દોષો છે એમ અમે કહેતા નથી.) પરંતુ બે ઉપયોગ સાથે માનવામાં દોષ છે આમ અમારું કહેવું છે || ૨૪૩૯ ||
વિવેચન :- કોઈક શિષ્ય પૂર્વપક્ષવાદી ગુરુજીની સામે આવો પ્રશ્ન કરે છે કે તે આચાર્ય ? એકી સાથે અનેક અર્થોનું ગ્રહણ સાથે થાય છે. આવું તો તમારા વડે પણ સ્વીકારાય છે. અનુજ્ઞા કરાય છે. તો પછી એક સમયમાં એકી સાથે શીત અને ઉષ્ણ બે ધર્મનું ગ્રહણ સાથે માનવામાં શું દોષ છે ? જેથી આર્યગંગ મુનિની માન્યતાને તમે દૂષિત જ કેમ કહ્યા કરો છો ?
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧ ૨ ક્રિયાઢયવાદ
નિહ્નવવાદ ઉત્તર :- સૂરિ મહારાજશ્રી તેનો ઉત્તર આપે છે કે “એકી સાથે અનેક ધર્મનું ગ્રહણ કરવામાં દોષ છે. આવું કોના વડે કહેવાયું છે? અમે અનેક ધર્મનું ગ્રહણ કરવામાં દોષ કહેતા જ નથી. પરંતુ કંઈક વાત વિસ્તારથી સમજો કે “વસ્તુનો બોધ બે રીતે થાય છે (૧) સામાન્ય રૂપે અને (૨) વિશેષ રૂપે. ત્યાં સામાન્ય રૂપે સેના-વન-ગ્રામ-નગરઆદિ પદાર્થોની જેમ અનેક અર્થો (પદાર્થો) સામાન્યપણે જણાય છે. તેમાં અમે નિષેધ કરતા નથી. તેમ અનેક ધર્મનું સામાન્ય માત્ર રૂપે ગ્રહણ થાય છે. પરંતુ વિશેષરૂપે અનેક વસ્તુનું ગ્રહણ એકીસાથે હોતું નથી આ વિષયનો વિચાર કરાય છે. વિશેષ ધર્મ જાણવામાં બે ઉપયોગ સાથે પ્રવર્તતા નથી. તે વિશેષ ધર્મને જાણવા સ્વરૂપ ઉપયોગ તો એકકાળે એક જ હોય છે પરંતુ અનેક ઉપયોગ એકીસાથે એક સમયમાં હોતા નથી. આમ અમારા વડે વિશેષ ધર્મ જાણવાના રૂપે બે ઉપયોગનો નિષેધ કરાય છે. ર૪૩૯
અવતરણ - ફરીથી શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરુજી ઉત્તર આપે છે પર એવા શિષ્યના પ્રશ્નને રજુકરીને ઉત્તર આપતાં કહે છે કે
समयमणेगग्गहणे एगाणेगोपओग भेओ को ? सामण्ण मेगजोगो, खंधावारोवओगोव्व ॥ २४४० ॥ खंधारोऽयं सामण्णमेत्तमेवगोओगया समयं । पइवत्थुविभागो, पुण जो सोऽणेगोवओगत्ति ॥ २४४१ ॥
ગાથાર્થ - એકી સાથે અનેક અર્થનું યુગપપણે જો પ્રહણ થાય છે. તો એક અને અનેક ઉપયોગનો ભેદ શું છે? કે જેથી તમે એમ સમજાવો છો કે ઉપયોગની અનેકતા એકીસાથે હોતી નથી. તેનો ઉત્તર આ પ્રમાણે છે કે જે સામાન્યોપયોગ છે તે એકોપયોગ કહેવાય છે જેમકે આ સ્કંધાવાર (છાવણી) છે આ સામાન્યમાત્રને ગ્રહણ કરનારો એક ઉપયોગ છે. પરંતુ પ્રત્યેક વસ્તુવાર વિભાગવાળો જે બોધ તે અનેક ઉપયોગ કહેવાય છે. (તે એકસમયમાં થતો નથી.) ૨૪૪૦-૨૪૪૧||
વિવેચન :- “એકી સાથે અનેક અર્થ ગ્રહણ કરાય છે” આમ સ્વીકારવામાં એક અને અનેક જાણવા સ્વરૂપ ઉપયોગનો ભેદ શું છે ! તે તો સમજાવો કે જેથી “ઉપયોગની અનેકતા સાથે હોતી નથી પણ સામાન્ય એક ઉપયોગ હોય છે. આવું જે તમે કહો છો તે વાત અમને સમજાય.
મત્રોત્તરમાદ = ઉપરના પ્રશ્નનો અહીં ઉત્તર કહેવામાં આવે છે કે જે સામાન્ય ઉપયોગ છે તે એકોપયોગ કહેવાય છે. જેમકે “આ છાવણી છે. આ સૈન્ય છે. અથવા
Page #136
--------------------------------------------------------------------------
________________
પંચમ નિહ્નવ આર્યગંગ આચાર્ય
૧૧૩ તો આ એક મોટી સભા છે.” આ દષ્ટાન્ત જાણવું. આ જ અનુમાનને વધારે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે :
સામે ઉભેલા અનેક સૈનિકો વિગેરેને સમુચ્ચયપણે જે આમ દેખવામાં આવે કે “આ એક અંધાવાર (છાવણી) છે. સૈનિકો છે. અથવા તો આ જૈનસંઘ છે આ પ્રમાણે જે સામાન્યપણે ઉપયોગ છે. તે સામાન્યમાત્રને જાણનારો ઉપયોગ તે સામાન્યોપયોગ કહેવાય છે. તેને જ એકોપયોગતા પણ કહેવાય છે. આવો સામાન્ય ઉપયોગ અનેકના વિષયવાળો એક સમયમાં હોય છે. પરંતુ અનેકના વિષયવાળો વિશેષપયોગ એક સમયમાં હોતો નથી.
પરંતુ જે વસ્તુવાર ભિન્ન ભિન્ન જે બોધ તે વિશેષોપયોગ જેમ કે “આ છાવણી છે. પરંતુ તેમાં આ જમણી બાજ) જે છે તે હાથીઓ છે. આ (ડાબી બાજુમાં) છે તે ઘોડાઓ છે તથા આ (સામે જે દેખાય છે તે) રથદળ છે તથા આ જ પાછળ દેખાય છે તે) પાયદળ છે. તેવી જ રીતે આ ખગ્ન (તરવારો છે અથવા તરવારધારી) છે. તથા આ ભાલાં છે (ભાલાં નામનું શસ્ત્ર છે અથવા ભાલાને ધારણ કરનારા છે)તેવી જ રીતે આ મસ્તકનું રક્ષણ કરનારા મુગુટવાળા છે અને આ શરીરનું રક્ષણ કરનારા બખરવાળા છે. તથા આ પટ (વસ્ત્રાદિ) છે. અને આ કુટિકા (ઝુંપડી) છે. આ દવાઓ છે આ પતાકાઓ છે. આ ઢક્કા નામનું વાજીંત્ર છે. અને શંખ નામનું વાજીંત્ર છે. તથા આ કાહલ નામનું વાજીત્ર છે. તેવી જ રીતે આ કરભ (ઉંટ વિગેરે) છે અને આ રાસભ (ગધેડા) વિગેરે પશુઓ છે. આવા પ્રકારનો વિભાગવાળો ભેદ પૂર્વકનો જે અધ્યવસાય છે. તે અનેકોપયોગ કહેવાય છે. આવા પ્રકારનો આ અનેકોપયોગ અર્થાત્ વિશેષોપયોગ એક સમયમાં અનેક વિષયનો સાથે થતો નથી. ૨૪૪૦-૨૪૪૧ ||
અવતરણ - આ જ પ્રમાણે એકોપયોગ અને અનેકોપયોગ એમ બે પ્રકારના ઉપયોગમાં તમારા વડે એકીસાથે કોનો નિષેધ કરાય છે ? તે સમજવે છે :
तेच्चिय न संति समयं, सामण्णाणेगगहणमविरुद्धं । एगमणेगं पि तयं, तम्हा सामण्णभावेणं ॥ २४४२ ॥
ગાથાર્થ :- અનેક એવા વિશેષો જ એક સમયમાં એક સાથે જણાતા નથી. આટલો જ નિષેધ અમારા વડે કરાય છે. પરંતુ સામાન્યપણે અનેકનું ગ્રહણ એકી સાથે થાય તેમાં કંઈ વિરોધ નથી. કારણ કે તે અનેક વિષયવાળું ગ્રહણ હોવા છતાં પણ સામાન્યભાવે એકરૂપ જ છે. ૨૪૪રા
વિવેચન : - તે અનેક ઉપયોગો જ એકીસાથે એક સમયમાં હોતા નથી આટલો જ અમારા વડે નિષેધ કરાય છે. પરંતુ સામાન્ય પણે અનેક પદાર્થોનું એકી સાથે ગ્રહણ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ક્રિયાદ્રયવાદ
નિહ્નવવાદ થાય તેમાં કંઈ અઘટિત નથી. તેથી એકી સાથે અને (ઘણા) ઉપયોગનો નિષેધ કરીને અમારા વડે શું કહેવાય છે ? તે જણાવે છે કે “આ છાવણી છે. આ ગામ છે ઇત્યાદિના ઉપયોગ કાળે એકી સાથે અનેક વિષયોનું સામાન્ય પણે અર્થગ્રહણ થાય આ વાત અમારા વડે સ્વીકારાઈ જ છે. તે વિષયમાં અમે નિષેધ કરતા નથી આ બોધ અનેક અર્થને અર્થાત્ અનેક વિષયને ગ્રહણ કરનાર હોવા છતાં પણ તાત્ત્વિક રીતે એક જ અર્થને ગ્રહણ કરનાર છે કારણ કે તે સામાન્યરૂપે જ ગ્રહણ થાય છે માટે,
ઉપરોક્ત વાતનો સાર આ પ્રમાણે છે” અનેક અર્થોનું ગ્રહણ એક સમયમાં જરૂર થાય છે એમ અમારા વડે પણ સ્વીકારાય છે. પરંતુ તે સામાન્ય રૂપને આશ્રયીને થાય છે વિશેષરૂપને આશ્રયી જે અનેકવિષયનું ગ્રહણ છે તે એકીસાથે એક સમયમાં થતું નથી. આવા પ્રકારનો આ વિશેષોપયોગનો જ નિષેધ અમારા વડે કરાય છે.
એક જ કાળે એક જ વિશેષનો ઉપયોગ આ જીવને થાય છે. તેથી ઘણા વિશેષોનો ઉપયોગ એકકાળે અમારા વડે નિષેધાય છે. ૫૨૪૪૨ા
અવતરણ :- આ જ હકિકત પ્રસ્તુત વિષયમાં સમજાવતાં કહે છે કેउसिणेयं सीयेयं न विभागो नोवयोगदुगमिट्ठं । होज्ज समं दुगगहणं, सामण्णं वेयणा मे ति ॥ २४४३ ॥
ગાથાર્થ :- આ ઉષ્ણવેદના થાય છે. અને આ શીતવેદના થાય છે. આ પ્રમાણે બન્ને વેદનાનો વિભાગ એકસમયમાં એકીસાથે થતો નથી. આ પ્રમાણે બે વિષયના ઉપયોગનો અમારા વડે નિષેધ કરાય છે. પરંતુ સામાન્યપણે “આ વેદના માત્ર છે” એ રૂપે બન્નેનું સામાન્યપણે ગ્રહણ સાથે જરૂર થઇ શકે છે. ॥ ૨૪૪૩ ॥
વિવેચન :- “આ અહીં ઉષ્ણવેદના છે. અને આ અહીં શીતવેદના છે." આ પ્રમાણે જે આ વિભાગવાર વેદનાનો અનુભવ છે. ભેદપૂર્વકનો વેદનાનો જે અનુભવ છે. તે જ અમારા વડે સ્વીકારાતો નથી. શીતવેદના અને ઉષ્ણવેદના એમ વિશેષ પણે એકસાથે બે વેદનાનું જે ગ્રહણ છે. તે જ અમારા વડે નિષેધાય છે. આ જ કારણે તે વિશેષધર્મને જાણવા રૂપે બે વિષયના બે ઉપયોગો એકીસાથે એક સમયમાં હોતા નથી.આટલો જ અમારા વડે નિષેધ કરાય છે.
કદાચ અહીં આવો પ્રશ્ન થાય કે શું એકીસાથે એક જ સમયમાં બે વસ્તુનું ગ્રહણ સર્વથા નથી જ સ્વીકારાતું ? તો આવા પ્રશ્નના ઉત્તરમાં સમજવું કે ના, એવું નથી ? તો તેનું કારણ એ છે કે શું એકીસાથે બે વસ્તુનું ગ્રહણ શું વિશેષસ્વરૂપે થાય છે ? તો
Page #138
--------------------------------------------------------------------------
________________
પંચમ નિહ્નવ આર્યગંગ આચાર્ય
૧૧૫
ના, વિશેષરૂપે સાથે ગ્રહણ થતું નથી. પણ સામાન્યરૂપે બે વસ્તુનું સાથે પણ ગ્રહણ થાય છે. તે કેવી રીતે થાય છે ? આવો કદાચ પ્રશ્ન થાય તો કહે છે કે “વેના મે મમ વર્તતે' મને વેદના હાલ વર્તે છે. આમ વેદના માત્ર સ્વરૂપે બન્નેનું સાથે ગ્રહણ થાય છે. પરંતુ શીતવેદના અને ઉષ્ણવેદના એમ વિશેષસ્વરૂપે બે વેદનાનો અનુભવ એકીસાથે થતો નથી. કારણ કે એકી સાથે બે ઉપયોગ હોતા નથી. તેમ માનવામાં ઘણા દોષો આવે છે. આ વાત પૂર્વે સમજાવેલી છે ||૨૪૪૩ II
અવતરણ :- જે સમયે વેદના માત્રને ગ્રહણ કરનારૂં સામાન્ય જ્ઞાન માત્ર જ થાય છે. ત્યારે જ શીત અને ઉષ્ણ એમ વેદના વિશેષનું પણ જ્ઞાન કેમ ઇચ્છતું નથી ? તો તેનો ઉત્તર સમજાવે છે કેઃजं सामण्णविसेसा, विलक्खणा तन्निबंधणं जं च ।
नाणं जं च विभिन्ना, सुदूरओवग्गहाऽवाया ॥ २४४४ ॥
जं च विसेसन्नाणं, सामन्नन्नाण पूव्वयमवस्सं ।
तो सामण्णविसेसन्नाणाई नेगसमयम्मि ॥ २४४५ ॥
ગાથાર્થ :- જે કારણથી સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાન બન્ને વિલક્ષણ (ભિન્ન ભિન્ન જાતિવાળાં) છે. કારણ કે તેના કારણભૂત જે જ્ઞાન છે. તે એક અવગ્રહાત્મક છે અને બીજું અપાયાત્મક છે. માટે આ બન્ને સુદૂરમ્ = અત્યન્ત ભિન્ન છે ।।૨૪૪૪ા
જે વિશેષજ્ઞાન થાય છે. તે સામાન્યજ્ઞાનપૂર્વક જ અવશ્ય થાય છે. તે કારણથી સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાન આ બન્ને જ્ઞાનો એકી સાથે એક જ સમયમાં થઈ શકતાં નથી. ૨૪૪૫ ||
વિવેચન :- આ કારણથી સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાન આ બન્ને જ્ઞાનો એક જ સમયમાં એકી સાથે ક્યારેય પણ થતાં નથી.આ પ્રમાણે ગાથા નં. ૨૪૪૫ ના અન્યપદની સાથે સંબંધ જોડવો.
બન્ને જ્ઞાનો સાથે કેમ થતાં નથી ? આવા પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે જે કારણથી સામાન્ય અને વિશેષ આ બન્ને પરસ્પર વિલક્ષણ છે એટલે કે ભિન્ન ભિન્ન જાતિના આ બન્ને જ્ઞાનો છે. આ કારણથી તે બન્ને જ્ઞાનો એક જ કાલે તે સાથે સાથે કેમ પ્રતિભાસિત થાય ? અર્થાત્ સાથે પ્રતિભાસિત ન જ થાય. અને જો સાથે જણાય તો બન્ને જ્ઞાનો એકરૂપ થઈ જવાની આપત્તિ આવે. જેમ સામાન્ય અને સામાન્યનું સ્વરૂપ એકમેક છે તેમ, અથવા જેમ વિશેષ અને વિશેષનું સ્વરૂપ એકમેક છે તેમ સામાન્ય અને વિશેષ આ બન્ને એકસ્વરૂપવાળાં થઈ જાય.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ક્રિયાક્રયવાદ
નિતવવાદ પ્રશ્ન :- અહીં કદાચ આવો પ્રશ્ન થાય કે તે સામાન્ય અને વિશેષ આ બન્ને સાથે સ્પષ્ટપણે ભલે કદાચ ન દેખાય ? તો પણ તે બન્ને જ્ઞાનો તો એકી સાથે થઈ શકે તો ખરાને ? આવો કદાચ તમે પ્રશ્ન કરો તો :
ઉત્તર :- સર્વ પણ જ્ઞાન તેના નિબંધવાળું (કારણવાળું જ) છે. તેથી સામાન્ય અને વિશેષના પ્રતિભાસ વિના તે બને જ્ઞાન કેમ ઉત્પન્ન થાય ? આ બન્ને ધર્મો અલગ અલગ વિષયવાળા હોવાથી તે બન્ને જ્ઞાનો પણ ભિન્ન ભિન્ન થવાં જોઈએ.
પ્રશ્ન :- સામાન્યનું અને વિશેષનું એમ બન્નેનું પણ જ્ઞાન તો એકસ્વરૂપ જ છે. તો તે બન્ને જ્ઞાન જ્ઞાનસ્વરૂપે એક જ હોવાથી સાથે સાથે પણ થશે જ. તેમાં શું હરકત છે ?
ઉત્તર :- આ પ્રશ્ન અયુક્ત જ છે. કારણ કે સામાન્ય બોધ અને વિશેષબોધ આ બન્ને જ્ઞાનો અનુક્રમે અવગ્રહસ્વરૂપ અને અપાયસ્વરૂપ છે. તે માટે સુદૂર = અત્યન્ત ભિન્ન છે તે બન્ને જ્ઞાનો સમકાલે કેમ થાય ? કારણ કે જે વિશેષગ્રાહક જ્ઞાન છે તે અવશ્ય પૂર્વકાલમાં સામાન્યવિષયનું જ્ઞાન થયું હોય તો જ થાય તેમ છે એટલે કે સામાન્ય ગ્રાહક જ્ઞાનપૂર્વક જ વિશેષગ્રાહક જ્ઞાન થાય છે.
આ જ વાત વિશેષાવશ્યકભાષ્યમાં પૂર્વે કહેવાઈ છે કે “અવગ્રહ થયા વિના ઈહા થતી નથી.” અનીહિત = ઇહા થયા વિના અપાય થતો નથી. ઇત્યાદિ વચનોની પ્રમાણતા હોવાથી. આ કારણથી સામાન્ય જ્ઞાન અને વિશેષજ્ઞાન પૂર્વાપરપણે હોય છે. પરંતુ તે બન્નેનો એકી સાથે યોગ કેમ સંભવે ? અર્થાત્ આ બન્ને જ્ઞાનો એકી સાથે થતાં નથી જ. || ૨૪૪૪-૨૪૪૫ ||
અવતરણ -ફરીથી શિષ્ય પ્રશ્ન કરે છે :होज्ज न विलक्खणाई, समयं सामण्ण-भेयनाणाई । बहुयाण को विरोहो, समयम्मि विसेसनाणाणं ॥ २४४६ ॥
ગાથાર્થ :- સામાન્ય જ્ઞાન અને વિશેષજ્ઞાન આ બન્ને જ્ઞાનો અત્યન્ત વિલક્ષણ હોવાથી એકી સાથે ભલે ન હો. પરંતુ ઘણાં એવાં વિશેષજ્ઞાનો તો પરસ્પર સમાન હોવાથી એક સમયમાં હોય તો તેમાં શું વિરોધ છે ?
વિવેચન :- પ્રશ્ન કરનાર વાદી આચાર્ય મહારાજશ્રીને પ્રશ્ન કરે છે કે હે આચાર્ય! જો સામાન્ય અને વિશેષજ્ઞાન આ બન્ને જ્ઞાનો પરસ્પર વિલક્ષણ હોવાથી સાથે ન થતાં હોય તો ભલે તેમ હો. કે સામાન્ય વેદના માત્રને ગ્રહણ કરનારૂં જે સામાન્યજ્ઞાન છે
Page #140
--------------------------------------------------------------------------
________________
પંચમ નિતવ આર્યગંગ આચાર્ય
૧૧૭ તે અને શીતવેદના તથા ઉષ્ણવેદના વિગેરેને ગ્રહણ કરનારૂં જે વિશેષજ્ઞાન છે તે ભેદજ્ઞાન સ્વરૂપ છે માટે આ બન્ને જ્ઞાનો સુદૂર હોવાથી તથા વિલક્ષણ હોવાથી એક સાથે ભલે ન થાઓ પરંતુ શીતવેદના અને ઉષ્ણવેદના વિગેરે બધાં વિશેષજ્ઞાનો જ છે. જો તે બધાં જ્ઞાનો પરસ્પર સમાન હોવાથી આવાં વિશેષજ્ઞાનો તો અતિશય ઘણાં પણ એકીસાથે થાય તેમાં શું વિરોધ છે ? કારણ કે વિશેષજ્ઞાનો ભલે સુબહુ હોય તો પણ વિશેષ જ્ઞાન રૂપે” તુલ્ય હોવાથી વિલક્ષણતાનો અભાવ છે. માટે ઘણાં વિશેષજ્ઞાનો સાથે થાય તો શું વિરોધ આવે ? જેથી શીતવેદના અને ઉષ્ણવેદનાના વિશેષજ્ઞાનો એક સાથે થાય તેમાં શું વિરોધ આવે ? તે માટે ગંગ ઋષિનું જે કહેવું છે. તે પરસ્પર વિશેષજ્ઞાનોમાં વિરોધ કેમ આવે? તેવાં બે જ્ઞાનોનું સાથે હોવાનો નિષેધ કેમ કરાય છે? સામાન્ય જ્ઞાન અને વિશેષજ્ઞાન ભલે સાથે ન હો. પરંતુ બે અથવા ઘણાં વિશેષજ્ઞાનો સાથે હોય તેમાં શું વિરોધ આવે ? કે જેથી તમે ગંગઋષિના મતનો શા માટે નિષેધ કરો છો ? આવો પ્રશ્ન કોઈક શિષ્ય ગુરુજીને પૂછે છે. ll૨૪૪૬ |
અવતરણ - મોરાહક અહીં હવે ગુરુજી તેનો ઉત્તર કહે છે. लक्खणभेयाउच्चिय, सामण्णं च जमणेगविसयं ति । तमघेत्तुं न विसेसन्नाणाइं, तेण समयम्मि ॥ २४४७ ॥ तो सामन्नग्गहणाणंतरमीहियमवेइ तब्भेयं । इय सामन्नविसेसावेक्खो जायंतिमो भेओ ॥ २४४८ ॥
ગાથાર્થ - જે કારણથી સામાન્ય અનેક વિષયવાળું જ્ઞાન છે. તેને ગ્રહણ કર્યા વિના તે જ સમયમાં ઘણી વિશેષતાનો બોધ થતો નથી. બન્નેનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે તે માટે || ૨૪૪૭ ||
તે કારણથી સામાન્યનો બોધ થયા પછી અનંતરપણે પ્રથમ ઇહા થાય છે. ત્યારબાદ તેના ભેદોને જણાવતો અપાય થાય છે. આમ સામાન્ય અને વિશેષની ધારા ચાલે છે. થાવત્ અન્તિમ ભેદ આવે ત્યાં સુધી | ૨૪૪૮ ||
વિવેચના :- ઉપર સમજાવ્યા પ્રમાણે એક જ કાલમાં એકી સાથે ઘણાં વિશેષજ્ઞાનો પણ થતાં નથી. કારણ કે શીતવેદના અને ઉષ્ણવેદના આદિ વિશેષ ધર્મોનું જે સ્વરૂપ છે. તે પરસ્પર વિલક્ષણવાળું છે અર્થાત્ ભિન્ન ભિન્ન લક્ષણવાળું છે. તેથી એટલે કે ભિન્ન ભિન્ન લક્ષણ વાળું સ્વરૂપ હોવાથી તેને ગ્રહણ કરનારા જ્ઞાનો પણ એકીસાથે થતાં નથી.
Page #141
--------------------------------------------------------------------------
________________
ક્રિયાયવાદ
નિઠવવાદ
કારણ કે સામાન્ય જે છે તે અનેક વિષયવાળું છે. સામાન્યમાં અનેક વિશેષોનો આધાર છે. સંભવ છે. આ કારણથી તે સામાન્યને ગ્રહણ કર્યા વિના વિશેષજ્ઞાનની ઉત્પત્તિ કંઈ થતી નથી. આ કારણથી એકી સાથે અનેક વિશેષજ્ઞાનો પણ થતાં નથી.
૧૧૮
ઉપર કહેલી વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે : “સૌથી પ્રથમ વેદના સામાન્યને આ જીવ ગ્રહણ કરે છે જેને અર્થાવગ્રહ કહેવાય છે. ત્યાર બાદ ઇહામાં પ્રવેશ કરે છે. ઇહા એટલે વિચારણામાં પ્રવેશ કરે છે. જે ત્યાં છે. તેના અન્વયધર્મોનો સ્વીકાર અને વ્યતિરેક ધર્મોનો તિરસ્કાર કરવા પૂર્વક વિચારણા કરે છે. ત્યાર બાદ આ વિચારણા કર્યા પછી બન્ને પગમાં થતી જે વેદના છે. તે શીતવેદના છે આમ વેદનાના વિશેષ નિશ્ચયને કરે છે. જેને અપાય કહેવાય છે. આ જ પ્રમાણે મસ્તક ઉપર પણ પ્રથમ વેદના સામાન્યને જ ગ્રહણ કરે છે. જેને અર્થાવગ્રહ કહેવાય છે. ત્યારબાદ ઇહામાં પ્રવેશ કરે છે. ત્યાં અન્વય-વ્યતિરેક ધર્મોના ગ્રહણ અને ત્યાગ પૂર્વક ઉષ્ણવેદનાના નિર્ણય તરફ આગળ વધે છે. આવી વિચારણા કરવા સ્વરૂપ ઇહા કરીને આ ઉષ્ણવેદના જ છે. આવો પાકો નિર્ણય કરવા સ્વરૂપ અપાય કરે છે
ઘટવિશેષનું જ્ઞાન થયા પછી એટલે કે ઘટનો એક અપાય થયા પછી તુરત જ સીધે સીધો “આ પટ છે.” એવો પટનો અપાય થતો નથી. કારણ કે પટના અપાયના આધારભૂત એવું સામાન્ય ગ્રહણ કરાયા વિના પટનું વિશેષજ્ઞાન ઉત્પન્ન થતું જ નથી. આ કારણથી ઘટનું વિશેષ અપાયાત્મક જ્ઞાન થયા પછી પણ પટસંબંધી જ્ઞાનનો સામાન્ય ગ્રહણ રૂપ અર્થાવગ્રહ જ થાય છે. ત્યારબાદ પટના જ્ઞાન સંબંધી ઇહા થવા દ્વારા કાળાન્તરે પટનો અપાય થાય છે.
“કાદો અવાઓ ય' વિશેષાવશ્યભાષ્યની ગાથા ૧૭૮ માં કહેલા ક્રમ પૂર્વક ઘટ અથવા પટ વિગેરે પદાર્થોનું વિશેષ જ્ઞાન થાય છે આ પ્રમાણે જ વિશેષજ્ઞાનની ઉત્પત્તિ શાસ્ત્રમાં કહી છે. અર્થાત્ અર્વાવગ્રહ અને ઇહા થવાપૂર્વક જ અપાયજ્ઞાન થાય
છે.
આમ હોતે છતે કોઈ પણ એક વિશેષજ્ઞાન થયા પછી અનન્ત૨પણે બીજું વિશેષજ્ઞાન થતું નથી જ, જો ક્રમસર પણ વિશેષજ્ઞાન પછી વિશેષજ્ઞાન ન જ થતું હોય તો એકી સાથે બે વિશેષજ્ઞાનો થવાની વાત તો રહેતી જ નથી. પરંતુ અનેકવિશેષોના આશ્રયવાળું જે સામાન્યજ્ઞાન સ્વીકારાયું છે અને જેને અર્થાવગ્રહ કહેવાય છે. તે જ પ્રથમ થાય છે. તેના પછી ઇહા અને ત્યારબાદ જ વિશેષધર્મના નિર્ણયરૂપ અપાય થાય છે.
આ પ્રમાણે પૂર્વકાલમાં સામાન્યધર્મનું ગ્રહણ કરવા રૂપ અવગ્રહ અને ત્યારબાદ ઇહા કર્યા વિના વિશેષધર્મના જ્ઞાનરૂપ અપાય ક્યારેય થતો નથી જ.
Page #142
--------------------------------------------------------------------------
________________
પંચમ નિર્ભવ આર્યગંગ આચાર્ય
૧૧૯
આ પ્રમાણે સામાન્યના ગ્રહણ વિના વિશેષનું જ્ઞાન થતું નથી જ, તે કારણથી “આમ પ્રથમ સામાન્યનું ગ્રહણ કર્યા પછી કૃતિક્ ઇહા થાય છે. એટલે કે તે સામાન્યના ભેદધર્મની વિચારણા ચાલે છે. શું આ પદાર્થ ઘટત્વાદિ સામાન્યધર્મના આશ્રયવાળો ઘટાદિ પદાર્થ વિશેષ છે ? કે પટત્વાદિ ધર્મના આશ્રયવાળો પટાદિ પદાર્થ વિશેષ છે ? આવી વિચારણા કરવા સ્વરૂપ ઇહા પ્રવર્તે છે.
=
ત્યારબાદ “આ ઘટ જ છે. પણ પટ નથી જ” આવા પ્રકારનો નિશ્ચય કરવારૂપ अवै અપાય થાય છે. ત્યાર બાદ તે ઘટના પણ ઉત્તર ભેદોના જ્ઞાનની અપેક્ષાએ “આ ઘટ છે.” એવો જે અપાય થયો છે તે પણ સામાન્યપણાને પામે છે. તેથી તે જ્ઞાન અપાય હોવા છતાં પાછળ આવતી ઇહાની અપેક્ષાએ અવગ્રહ જ કહેવાય છે.
=
તે ગ્રહણ કરાયે છતે આ જીવ ઇહામાં પ્રવેશ કરે છે કે શું આ તાંબાનો ઘટ છે કે આ રજતનો ઘટ છે ? ત્યારબાદ તેમાંથી તેનો નિર્ણય કરે છે એટલે કે અપાય થાય છે. આ પ્રમાણે સામાન્ય અને વિશેષની અપેક્ષા ત્યાં સુધી કરવી કે જ્યાં સુધી જાણનારા જીવની તમન્ના પુરી થાય અર્થાત્ અન્તિમ ભેદ આવે કે જેની પછી હવે ઇહા પ્રવર્તવાની ન હોય.
ઉપર સમજાવ્યા પ્રમાણે જે ક્યાંય ઘણા વિશેષજ્ઞાનોની એકી સાથે પ્રવૃત્તિ જ સંભવતી નથી. સર્વવિશેષોનું સામાન્યપણે અર્થાવગ્રહકાલે જ ગ્રહણ થાય છે. જેમ કે “આ સેના છે. આ વન છે ઇત્યાદિ” પરન્તુ એકી સાથે ઘણા વિશેષધર્મોનો ઉપયોગ ક્યારેય થતો નથી. તેમ હોવાથી શીતવેદનાનો અનુભવ અને ઉષ્ણવેદનાનો અનુભવ ભિન્ન ભિન્ન કાલમાં જ થાય છે.
આ કારણે શીત અને ઉષ્ણવેદના એમ બે ક્રિયાનું સાથે સમકાલે સંવેદન થવાનો આપનો જે અભિપ્રાય છે તે ભ્રમમાત્ર જ છે. સર્વથા મિથ્યાજ્ઞાન માત્ર જ છે.
|| ૨૪૪૭-૨૪૪૮ ||
અવતરણ :- ઉપર કહેલી સેંકડો યુક્તિઓ વડે આર્યગંગને સમજાવવા છતાં તેઓ પોતાના માનેલા આગ્રહને ત્યજતા નથી જ, ત્યારે શું થયું ? તે કહે છેઃ
.
इय पण्णविओ वि, जओ, न पवज्जइ तो तओ कओ बज्झो । तो रायगिहे समयं किरियाओ दो परूवंतो ॥ २४४९ ॥ मणिनागेणाररुद्धो, भओववत्तिओ पडिबोहिओ वोत्तुं । इच्छामो गुरुमूलं, गंतूण तओ पडिक्कंतो ॥ २४५० ॥
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ક્રિયાયવાદ
નિતવવાદ ગાથાર્થ :- આ પ્રમાણે સ્થવિર મુનિઓ વડે સમજાવવા છતાં પણ જયારે આર્યગંગ ગુરુજીની વાત સ્વીકારતા નથી. ત્યારે ગુરુ વડે સંઘમાંથી તે આર્યગંગને બહાર કરાયા | ૨૪૪૯ //
ત્યારબાદ મણિનાગ નામના નાગકુમાર વડે ભય અને યુક્તિથી પ્રતિબોધિત કરાયા. અને તે આર્યગંગ કહેવા લાગ્યા કે હું ગુરુજીના ચરણકમલમાં જવા ઇચ્છું છું. અને ત્યાં જઈને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કર્યું | ૨૪૫૦ ||
વિવેચન :- આ પ્રમાણે સ્થવિર મુનિઓ વડે આ આર્યગંગને ઘણું ઘણું સમજાવાયું. પરંતુ તે કોઈ પણ રીતે સમજતા જ નથી. ગુરુજીની વાતને સ્વીકારતા જ નથી. ત્યારે તે આર્યગંગને સ્થવિર મુનિઓએ સંઘાડા બાહર કર્યા. તેમનાથી બહાર કરાયેલા અને પોતાના વિચારમાં પુરેપૂરા સ્થિર એવા આ આર્યગંગ વિચરતા વિચરતા રાજગૃહી નગરીમાં આવ્યા. ત્યાં મહાતપસ્વીર આવા નામવાળું એક પ્રશ્રવણ (એટલે કે વિશિષ્ટ ધર્મસ્થાન) હતું. ત્યાં મણિનાગ નામના નાગકુમારનું ચૈત્ય હતું તેની સમીપમાં આ આર્યગંગ મુનિ ઉતર્યા.
ત્યાં સભાને ભેગા કરીને બે ક્રિયા સાથે હોય છે. આવી ભગવાનના વચનોથી વિરૂદ્ધ દેશના આપવાની જોરશોરથી શરૂઆત કરી. તે સાંભળીને મણિનાગ નામના નાગકુમાર દેવ તેમના ઉપર કોપાયમાન થયા અને પ્રગટ ઉભા રહીને બોલ્યા કે દુષ્ટ શિક્ષા આપનાર કે દુષ્ટશિક્ષક ? તમે લોકોને આવું ખોટું કેમ સમજાવો છો ? આ જ પ્રદેશમાં સમવસરેલા ભગવાન શ્રીમહાવીરસ્વામી પરમાત્મા વડે એકસમયમાં એક જ ક્રિયાનું સંવેદન કહેવાયું છે. તે વાત અહીં રહેલા મારા વડે પણ સંભળાઈ છે. શું તમે તેમના કરતાં પણ વધારે જ્ઞાની પાક્યા છો. કે જે તમે આ પ્રમાણે એક જ સમયમાં ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ બે ક્રિયાનું પ્રતિપાદન કરો છો ?
તેથી આ ખોટી પ્રરૂપણાનો ત્યાગ કરો. અન્યથા હું તમારો સર્વથા વિનાશ કરીશ ઇત્યાદિ તે નાગવડે કહેવાયેલાં ભયજનક અને યુક્તિવાળાં વચનો વડે આ આર્યગંગને પ્રતિબોધ કરાયો. પ્રતિબોધ પામેલા તે આર્યગંગ ગુરુજીના ચરણકમલમાં જઈને મિચ્છા મિ દુક્કડ આપીને પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યા. | ૨૪૪૯-૨૪૫૦ ||
इति गङ्गाख्यः पञ्चमो निन्हवः समाप्तः
મ નિતવવાદ સમાપ્ત
Page #144
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિહ્નવ
અવતરણ - હવે છઠ્ઠા નિવનું વર્ણન કહેવાની ઇચ્છા વાળા ગુરુજી કહે છે કે - पंच सया चोयाला, तइया सिद्धि गयस्स वीरस्स ।
पुरिमंतरंजियाए, तेरासियादिठ्ठि उप्पन्ना ॥ २४५१ ॥ - ગાથાર્થ :- શ્રી મહાવીર પરમાત્માને મોક્ષે ગયાને પાંચસો રુમાલીસ (૫૪૪) વર્ષો પસાર થયાં હતાં ત્યારે અંતરંજિકા નામની નગરીમાં ત્રિરાશિની દૃષ્ટિ (તેવી દષ્ટિવાળા છઠ્ઠા નિહ્નવની) ઉત્પત્તિ થઈ ll૨૪૫૧.
વિવેચન :- ગાથાના અર્થ ઉપરથી ભાવાર્થ બહુ જ સુગમ છે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ જયારે નિર્વાણ પામ્યા. ત્યારથી (૫૪૪) પાંચસોહ અને ચુમ્માલીસ વર્ષો પસાર થયાં ત્યારે એ અવસરમાં અંતરંજિકા નામની નગરીમાં જીવ અજીવ અને નોજીવ એમ ત્રિરાશિવાળા મતની ઉત્પત્તિ થઈ I૨૪૫૫
અવતરણ - સચમુત્પન્ન- કેવી રીતે ઉત્પન્ન થઈ ? તે કહે છે - पुरिमंतरंजि भूयगिह बलसिरि सिरिगुत्त रोहगुत्ते य । परिवायपोट्टसाले, घोसणपडिसेहणा वाए ॥ २४५२ ॥
ગાથાર્થ - અંતરંજિકા નામની નગરીમાં ભૂતગૃહ નામના ચૈત્યમાં શ્રીગુપ્ત નામના આચાર્ય હતા. તે ગામમાં બલશ્રી નામનો રાજા હતો ત્યારે રોહગુપ્ત નામનો આ ગુરુજીનો એક શિષ્ય બીજા ગામમાં હતો. તે રોહગુપ્ત ગુરુજીને વંદન કરવા માટે અંતરંજિકા નગરીમાં આવ્યો અને ત્યાં એક પરિવ્રાજક વડે લોઢાના પાટાવડે પેટને બાંધીને અને હાથમાં જંબૂવૃક્ષની શાખા રાખીને “મને વાદમાં જીતે એવો કોઈ જ્ઞાની આ ગામમાં નથી આવી ઘોષણા કરાઇ. અને રોહગુપ્ત વડે તેનો પ્રતિષેધ કરાયો. || ૨૪પર ||
વિવેચન :- આ નિદ્વવની આખી વાતનો સંગ્રહ કરનારી આ ગાથા છે. આ ગાથાનો અર્થ કથાનકથી કરવા જેવો છે. તે કથાનક આ પ્રમાણે છે.
અન્તરંજિકા નામની એક નગરી હતી. તે નગરીના બહારના ભાગમાં “ભૂતગૃહ” નામનું એક ચૈત્ય હતું. તે ચૈત્યમાં શ્રીગુપ્ત નામના આચાર્ય મહારાજશ્રી રહેલા હતા.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ત્રિરાશિકમત
નિતવવાદ તથા તે જ નગરીમાં બલશ્રી નામનો રાજા હતો. શ્રીગુપ્તસૂરિજી નામના આ આચાર્ય મહારાજશ્રીને રોહગુપ્ત નામનો એક શિષ્ય હતો કે જે બીજા ગામમાં રહેલો હતો. તેથી આ રોહગુમ મુનિ ગુરુજીને વંદન કરવા માટે અંતરંજિકા નગરીમાં આવ્યો.
તે કાલે તે ગામમાં એક પરિવ્રાજક લોઢાના પાટા વડે પોતાના પેટને બાંધીને અને હાથમાં ગ્રહણ કરેલી જંબૂવૃક્ષની શાખાની સાથે નગરીમાં ફરતો હતો. લોકો વડે તેને પુછાયું કે આ શું છે? પેટે લોખંડનો પાટો બાંધીને અને હાથમાં જંબૂવૃક્ષની શાખા લઈને કેમ ફરો છો ?
ત્યારે તે પરિવ્રાજક કહે છે કે- મારું પેટ ઘણા જ્ઞાનથી ભરપૂર ભરાયું છે એટલે કદાચ ફાટી જાય, તુટી જાય, કાણાં પડી જશે એવા આશયથી લોખંડના પાટાવડે મેં આ પેટને બાંધ્યું છે. તથા આખા આ જંબૂદ્વીપમાં મારી સામે વાદ કરે એવો પ્રતિવાદી કોઈ નથી. આ અર્થ લોકોને જણાવવા માટે મેં જંબૂવૃક્ષની શાખા ગ્રહણ કરી છે. (૧) લોખંડનો પાટો અને (૨) જંબૂવૃક્ષની શાખા હાથમાં હોવાથી આ બન્નેના કારણે લોકોમાં તેનું “પોટ્ટશાલ” આવું નામ પડી ગયું.
ત્યાં આ નગરીમાં પ્રવેશ કરતા એવા રોહગુપ્ત વડે “આ પડહ જોવાયો, પરિવ્રાજક દ્વારા કરાતી ઉદ્ઘોષણા આ રોહગુપ્ત નામના મુનિવડે જોવાઇ. સંભળાઈ. ત્યારે “હું (રોહગુપ્ત મુનિ) તે પરિવ્રાજકની સાથે વાદ કરીશ” એમ કહીને ગુરુજીને પુછ્યા વિના જ તે રોહગુપ્ત મુનિ વડે આ પડહ અટકાવાયો. આ વાતની જાહેરાતને રોકી અને હું તે પરિવ્રાજક સાથે વાદ કરીશ આવી ઘોષણા કરી.
ગુરુજીની પાસે આવીને ઇરિયાવહિયં કરતા પાપોની આલોચના કરતા એવા તે રોહગુપ્ત મુનિ વડે આ સઘળી હકિકત ગુરુજીને કહેવાઈ આચાર્ય મહાત્માવડે તે રોહગુપ્ત મુનિને કહેવાયું કે “તારા વડે આ કાર્ય સારૂ કરાયું નથી.” તે વાદી પરિવ્રાજક કદાચ વાદમાં તારાવડે જિતાય તો પણ (મેલી) વિદ્યાઓમાં અતિશય પ્રવીણ હોવાથી તે વિઘાઓ (વિકુર્વવા) દ્વારા જિતવા માટે તૈયાર થાય તેમ છે તે પરિવ્રાજકમાં આ સાત વિદ્યાઓ અતિશય ફૂરાયમાન છે. ર૪૫ર ||
અવતરણ - તે સાત વિઘાઓ કઈ કઈ ? તે કહે છે. विच्छू य सप्पे मूसग मिगी वराही य काग पोयाई । एयाहिं विज्जाहिं सो य परिवायगो कूसलो ॥ २४५३ ॥ ગાથાર્થ - વિંછી, સર્પ, મૂષક (ઉંદર) હરણ, તથા વરાહ (ભૂંડડુક્કર) કાગડા
Page #146
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિતવ રોહગુખ મુનિ
૧૨૩ બનાવવાની વિદ્યા તથા પોતાકી નામનું એક પ્રકારનું પક્ષી આ પ્રમાણે સાત પ્રકારનાં રૂપો બનાવવાની કલા પડે આ પરિવ્રાજક તે બાબતમાં ઘણો જ ઘણો હોંશિયાર છે. (કુશળ છે) || ૨૪૫૩ ||
વિવેચન :- વિર્દૂ ય એટલે વિછીની વિદુર્વણા કરવાની પ્રધાનતાવાળી જે વિદ્યા તે (૧) સતિ= સર્પ વિદુર્વણા કરવાની પ્રધાનતાવાળી વિદ્યા ૨, મૂષક (ઉંદર) વિદુર્વણા કરવાની પ્રધાનતાવાળી કળા, ૩. આ જ પ્રમાણે હરણ-હરણીનાં રૂપો બનાવીને ઉપઘાત કરવાની પ્રધાનતાવાળી કળા ૪, એ જ પ્રમાણે વરાહી = ભુંડડુક્કર બનાવવાની કળા, વા પોયરૂં ય = કાગડા બનાવવાની કળા ૬, અને પોતાકી નામનાં પક્ષીઓ બનાવવાની કલા ૭. (પોતાકી એ નામનાં પક્ષિઓ જાણવા).
આ સાત પ્રકારની વિદ્યાઓમાં આ પરિવ્રાજક ઘણો ઘણો કુશળ છે આ સાત પ્રકારની વિદ્યાઓની વિકર્વણા કરવા દ્વારા બીજાને હરાવવામાં) ઘણો જ કુશળ છે. ત્યારે રોહગુપ્ત મુનિવડે ગુરુજીને કહેવાયું કે હે ગુરુજી ! જો આમ છે તો હવે ક્યાંય પણ ભાગી જવાનું શું શક્ય છે ? મારા વડે તે પડહ નિવારાયો છે. જે થવાનું હશે તે ભલે થાય. પણ હવે મારાથી આ વાદમાંથી પાછું ફરાય તેમ તો નથી જ. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે જો એમ જ છે. તો ભણતાંની સાથે જ, બોલતાંની સાથે જ સિદ્ધ થાય એવી તેની વિદ્યાનો નાશ કરનારી એવી તેની વિરોધિની આ સાત વિદ્યા (કે જે તેણે પ્રાપ્ત કરેલી વિદ્યાઓની) પ્રતિપક્ષી (વિરોધિની) વિદ્યાઓ છે. તે તું ગ્રહણ કર. (કે જેથી તારી હાર ન થાય) તે વિદ્યાઓ હું તને શિખવાડું. ||૨૪૫૩ll
અવતરણ - તે કઈ વિદ્યાઓ છે ? તે કહે છે ? मोरी नऊली बिडाली, वग्घी सिंही य उलुगि उवाई । एआओ विज्जाओ, गिण्ह परिव्वायगमहणीओ ॥ २४५४ ॥
ગાથાર્થ - મોર, નોળીયા, બીલાડી, વાઘ, સિંહ, ઉલૂક તથા ઉલાબક બનાવવાની પ્રધાનતાવાળી વિદ્યા, પરિવ્રાજકની વિદ્યાઓનું મથન કરનારી (વિનાશ કરનારી) તેના પ્રતિપક્ષભૂત એવી આ સાત વિદ્યાઓ તું ગ્રહણ કર કે જેથી તારી હાર ન થાય.).
| | ૨૪૫૪ll વિવેચન :- (૧) વિંછીના પ્રતિપક્ષભૂત મોર બનાવવાની વિદ્યા, (૨) સર્પના, પ્રતિપક્ષભૂત નોળીયા બનાવવાની વિદ્યા, (૩) ઉંદરની સામે બિલાડી બનાવવાની વિદ્યા, (૪) આ જ પ્રમાણે હરણની સામે વાઘ બનાવવાની વિદ્યા, (૫) વરાહ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ઐરાશિકમત
નિહ્નવવાદ બનાવવાની સામે સિંહ વિકુર્વણાની વિદ્યા, (૬) કાગડા બનાવવાની વિદ્યા સામે ઉલૂકી (ઘુવડ બનાવવાની) કળા, અને (૭) પોતાકી નામનું પક્ષી બનાવવાની કળાની સામે ઉલાબક નામનું તેનું વિરોધીપક્ષી બનાવવાની કલા.
પરિવ્રાજકની શક્તિઓનું મંથન કરનારી. તેને શક્તિઓનો પરાભવ કરનારી તેની વિદ્યાઓની વિરોધી એવી આ સાત વિદ્યાઓ તું ગ્રહણ કર. આ પ્રમાણે ગુરુજી વડે કહેવાયે છતે રોગુપ્તમુનિ તે સાત પ્રતિસ્પર્ધી વિદ્યાઓને ગુરુજી પાસેથી ગ્રહણ કરે છે. તથા રોહરણ વિશેષ મંત્રીને આચાર્ય વડે તેને અપાયો. અને કહેવાયું કે આ ઉપર કહેલી સાત મેલી વિદ્યાઓ વિના કોઇ પણ તેના વડે ક્ષુદ્ર વિદ્યાઓ દ્વારા કરાયેલા ઉપસર્ગનો બીજોકોઈ સમૂહ આવી પડે. તો તે ઉપસર્ગોના નિવારણ માટે તેના મસ્તક ઉપર આ રજોહરણ ફેરવવું. તે રજોહરણના પ્રતાપે તું ઇન્દ્ર જેવા દેવો વડે પણ ન જીતાય તેવો થઇશ. તો માનવમાત્ર એવા પરિવ્રાજકની તો શું તાકાત છે કે તને તે જીતી શકે ? અર્થાત્ તું અજેય થઇશ.
ત્યારબાદ તે રોગુપ્ત મુનિ રાજ્યસભામાં ગયા. ત્યાં જઇને તેનાવડે કહેવાયું કે અરે ભિખારી એવો આ પરિવ્રાજક શું જાણે છે ? આ જ પરિવ્રાજક તેને જે ઠીક લાગે તેવો પૂર્વપક્ષ ભલે કરે. હું તેને બરાબર નિરૂત્તર કરીશ. તેથી પરિવ્રાજકે મનમાં વિચાર્યું કે આ (જૈન સાધુઓ) ઘણા નિપુણ (હોંશિયાર- ચકોર) હોય છે તેથી તેઓને માન્ય એવો જે પક્ષ છે તે હું સ્વીકારૂં કે જેથી તેનું ખંડન કરવાને આ રોહગુપ્તમુનિ શક્તિમાન ન થાય.
આમ વિચારીને આ પદ્વ્રિાજક વડે કહેવાયું કે “આ સંસારમાં જીવ અને અજીવ આમ બે જ રાશિ છે તેમ જ સર્વને દેખાય છે શુભ અને અશુભ રાશિની જેમ બે જ પ્રકારની રાશિ છે. ત્યારબાદ તે રોગુપ્ત મુનિ વડે તે પરિવ્રાજકની બુદ્ધિનો પરાભવ કરવા માટે પોતાને માન્ય હતો એવો પણ આ બે રાશિનો પક્ષ ન સ્વીકારાયો અને તેનું ખંડન કરાયુ.
કેવી રીતે ખંડન કરાયું ? તો કહેવાય છે કે હે પવ્રિાજક ! તારો આ હેતુ અસિદ્ધહેત્વાભાસ છે. તું કહે છે તેનાથી ઉલટું સંસારમાં દેખાય છે. તે માટે તારી વાત મિથ્યા છે (૧) જીવ. (૨) અજીવ અને (૩) નોજીવ આમ ત્રણ પ્રકારની રાશિ આ સંસારમાં દેખાય છે.
ત્યાં નરક-તિર્યંચ વિગેરે જે દેખાય છે તે જીવરાશિ છે. અને પરમાણુ તથા ઘટપટ વિગેરે જે પદાર્થો દેખાય છે તે અજીવરાશિ છે તથા ગિરોળીનાં પુછડાં વિગેરે જે પદાર્થો દેખાય છે તે નોજીવ છે આ કારણે જીવ અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિ
Page #148
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિર્ભવ રોહગુપ્ત મુનિ
૧૨૫
પદાર્થો આ સંસારમાં છે. તેમ જ દેખાય છે માટે. અધમ-મધ્યમ અને ઉત્તમાદિ ત્રણ રાશિની જેમ. ઇત્યાદિ યુક્તિઓ વડે પ્રશ્ન અને ઉત્તર વિનાના કરાયેલા એવા તે પદ્વ્રિાજક આ રોહગુપ્ત દ્વારા જિતાયા.
ત્યારબાદ હારવાના કારણે ગુસ્સે થયેલો આ પરિવ્રાજક રોહગુપ્તના વિનાશ માટે વિંછીઓ છોડે છે તેથી રોહગુપ્તમુનિ તેના પ્રતિપક્ષભૂત મયુરી વિદ્યાવડે મોરોની વિકુર્વણા કરીને મોરોને છોડે છે મોરો વડે તે વિંછીઓ હણાયે છતે આ પરિવ્રાજક સર્પો વિક્ર્વીને છોડે છે.
રોહગુપ્ત સર્પોના વિનાશ માટે તેનો પ્રતિપક્ષી નોળીયાઓને બનાવીને છોડે છે આ પ્રમાણે પરિવ્રાજક જ્યારે ઉંદરોને વિક્ર્વે છે. ત્યારે તેના નાશ માટે રોગુપ્ત મુનિ બિલાડાઓને છોડે છે. પરિવ્રાજક ત્યારબાદ અનુક્રમે હરણીયાંને છોડે છે ત્યારે રોગુપ્ત મુનિ વાઘ બનાવીને છોડે છે. આ પ્રમાણે ભુંડની સામે સિંહ, કાગડાની સામે ઉલૂકોને (ધુવડને) તથા પોતાકી નામનાં પક્ષીઓની સામે ઉલાબક નામનાં તેનાં વિરોધી પક્ષીઓ બનાવીને છોડે છે. આ રીતે આવી વિદ્યા દ્વારા આ બન્નેની લડાઈ ચાલે છે.
જ્યારે રોગુપ્ત કોઈ પણ રીતે હાર પામતો નથી ત્યારે પરિવ્રાજકે ક્રોધે ભરાઇને ગર્દભી (ગધેડી) છોડી. તેને આવતી જોઇને રોહગુપ્ત મુનિએ તેના જ મસ્તક ઉપર રજોહરણ ભમાવીને તે રજોહરણ વડે જ તાડન કરાઇ છતી તે ગર્દભી પરિવ્રાજકની ઉપર મૂત્ર અને વિષ્ટાનો ઉત્સર્ગ કરીને આ ગધેડી ત્યાંથી ચાલી ગઇ.
ત્યારબાદ સભાપતિ વડે (રાજા વડે), સભ્યો વડે, અને સમસ્ત લોકો વડે નિન્દા કરાતા આ પરિવ્રાજકને નગરમાંથી બહાર કઢાયો. ત્યારપછી શું થયું ! તે હવે ભાષ્યકાર મહારાજા પોતે જ કહે છે. ॥ ૨૪૫૪ ॥
जेऊण पोइसालं, छलूओ भणइ गुरूमूलमागंतुं ।
वायम्मि मए विजिओ, सुणह जहा सो सामज्झे ॥ २४५५ ॥ राशिदुगगहियपक्खो, तइयं नोजीवरासिमादाय । गिहकोकिलाइपुच्छच्छेओदाहरणओऽभिहिए ॥ २४५६ ॥
ગાથાર્થ :- પોટ્ટસાલ (નામના) તે પદ્વ્રિાજકને જિતીને ડુલૂક (રોહગુપ્ત છે નામ જેનું એવો તે ષડુલૂક) ગુરુજીના ચરણ કમળમાં આવીને કહે છે “વાદવિવાદમાં મારા વડે તે પદ્વ્રિાજક જે રીતે રાજસભાની વચ્ચે જિતાયો છે” તે હે ગુરુજી ! તમે સાંભળો
॥૨૪૫૫॥
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ઐરાશિકમત
નિહ્નવવાદ જીવ અને અજીવ આ પ્રમાણે બે રાશિને ગ્રહણ કરીને તેવા પક્ષવાળો થયેલો આ પરિવ્રાજક નો જીવ નામની ત્રીજી રાશિની સ્થાપના કરીને ગિરોળીના પુંછડાના છેદના ઉદાહરણથી સમજાવાયે છતે મારા વડે તે પરિવ્રાજક જિતાયો. || ૨૪૫૬ //
વિવેચન :- પોટ્ટસાલ નામના આ પરિવ્રાજકને જિીને ગુરુજીના ચરણકમળમાં આવીને (ષડુલૂક આવું છે બીજું નામ જેનું એવા) આ રોહગુપ્ત વડે કહેવાયું કે “રાજા વિગેરે સમસ્ત સભાની અંદર જ અધમ એવો તે પરિવ્રાજક મારા વડે જિતાયો” તે તમે બરાબર સાવધાનીપૂર્વક સાંભળો. હું કહું છું રોહગુપ્તમુનિ ગુરુજીને કહે છે કે તે હું કહું છું. તમે સાંભળો. જીવ અને અજીવ એ જ રાશિ આ સંસારમાં છે. આવો ગ્રહણ કર્યો છે પક્ષ જેણે એવો તે પરિવ્રાજક “વાદમાં મારા વડે જિતાયો” આ પ્રમાણે પૂર્વના વાક્યની સાથે સંબંધ જોડવો.
શું કરી ને ? મારા વડે તે વાદી જિતાયો ? તો જીવની રાશિનો ત્રીજો પક્ષ રચીને તે વાદી મારા વડે જિતાયો. ક્યા દષ્ટાન્તથી આ ત્રીજાપક્ષની મેં સ્થાપના કરી ? આવું જાણવું હોય તો ગિરોળી આદિના પુંછડાને જ છેદેલું હોવાથી તેના રચ્છેદનું ઉદાહરણ આપીને મારા વડે આ પરિવ્રાજક રાજસભામાં જિતાયો, આ પ્રમાણે રોહગુપ્ત મુનિવડે કહેવાય છતે ગુરુજી કહે છે || ૨૪૫૫-૨૪૫૬ ||
भणइ गुरु सुठ्ठ कयं किं पुण जेउण कीस नाभिहियं । अयमवसिद्धंतो णे तइओ नोजीवरासित्ति ॥ २४५७ ॥ एवं गए वि गंतुं परिसामज्झम्मि भणसु नायं णे । सिद्धंतो किंतु मए बुद्धि परिभूय सो समिओ ॥ २४५८ ॥ बहुसो स भण्णमाणो गुरूणा, पडिभणइ किमवसिद्धंतो । जइ नाम जीवदेसो, नोजीवो हुज्ज को दोसो ॥२४५९ ॥
ગાથાર્થ - ગુરુજીએ શિષ્યને કહ્યું કે “વાદીને વાદમાં જિતાયો” આ કામ તારાવડે સારું કરાયું. પરંતુ વાદીને જીત્યા પછી આ પ્રમાણે કેમ ન કહેવાયું કે “નોજીવ નામનો ત્રીજો પક્ષ મેં જે કહ્યો. તે અમારી દૃષ્ટિએ અપસિદ્ધાન્ત (ખોટો સિદ્ધાન્ત) છે. પરંતુ આ વાદીની બુદ્ધિનો પરાભવ કરીને તેને માત્ર શાન્ત કરવા માટે જ મારા વડે કહેવાયો છે. /૨૪૫૭-૨૪૫૮ ||
ગુરુજી વડે બહુવાર સમજાવવા છતાં તે રોહગુપ્તમુનિ પ્રત્યુત્તર આપે છે કે “આ
Page #150
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિર્ભવ રોહગુપ્ત મુનિ
૧૨૭
બાબતમાં અપસિદ્ધાન્ત શું છે ? અર્થાત્ અપસિદ્ધાન્ત કંઈ છે જ નહિ. મારો સિદ્ધાન્ત સંપૂર્ણપણે સાચો જ છે. કારણ કે તે પુંછડી એ જીવનો એક દેશભાગ છે તેથી નોજીવ જ છે. આમ માનવામાં અને કહેવામાં શું દોષ છે ? ।। ૨૪૫૯ ॥
વિવેચન :- ગુરુજી રોગુપ્તમુનિને કહે છે કે “રાજસભામાં વાદની અંદર વાદીને તારા વડે જે જિતાયો” તે ઘણું સારૂં જ કામ કરાયું છે પરંતુ ત્યાંથી ઉભા થતા તારા વડે અન્તે આમ કેમ ન કહેવાયું કે “નોજીવ નામનો આ ત્રીજો પક્ષ એ અમારા માટે તો ખોટો જ સિદ્ધાન્ત છે.” સાચું નથી. જીવ અને અજીવ આમ બે જ રાશિ અમારા સિદ્ધાન્તમાં ભગવાને કહેલી છે. માત્ર તે પરિવ્રાજકને જિતવા માટે જ મેં કલ્પના કરીને આ ત્રણ રાશિની વાત કરી હતી. ખોટી રીતે રજુ કરાયેલી આ ત્રિરાશિની વાત તે પરિવ્રાજક તોડી શક્યો નથી. માટે તે હાર્યો છે. ૫રમાર્થથી તો બે રાશિ જ છે. આટલું સભામાં જઇને તું કહી આવ.
સભા પુરી થયાને આટલો કાળ ગયો છે. તો પણ રહીસહી તે સભાની મધ્યે જઇને તું કહી આવ. ત્રણ રાશિવાળી વાત એ અમારો સિદ્ધાન્ત નથી. અમારા માટે તો અપસિદ્ધાન્ત જ છે. (ઉત્સૂત્ર જ છે). પરંતુ તે પરિવ્રાજક જે છે. તેની બુદ્ધિનો પરાભવ કરવા માટે મારા વડે આ કલ્પના કરાઇ હતી. તેને અભિમાનમાંથી છોડાવવો હતો એટલે મેં આ કલ્પના કરેલી છે બાકી બે રાશિવાળો પક્ષ જ સાચો છે. આટલું તું રાજસભામાં બોલી આવ-કહીને આવ.
આમ ગુરુજી વડે વારંવાર-અનેકવાર કહેવાયું તો પણ તે રોહગુપ્ત રાજસભામાં જઇને ક્ષમા તો માગતો નથી જ, પરંતુ પોતાના કહેલા સિદ્ધાન્તમાં મજબૂત બનીને ગુરુજીની સામે પ્રત્યુત્તર કરે છે કે
“રાજસભામાં મેં જે કંઈ કહ્યું તે કંઇ જ અપસિદ્ધાન્ત નથી” સાચો જ સિદ્ધાન્ત છે કારણ કે નોજીવ નામની ત્રીજી રાશિ સ્વીકારવામાં જો કોઈ દોષ હોત તો આ અપસિદ્ધાન્ત થાત. પરંતુ આમ નથી. અર્થાત્ કોઈ દોષ નથી જ. મારો આ સિદ્ધાન્ત સાચો જ છે.
કેમ દોષ નથી ! ગિરોળીના પુંછડા આદિ ભાગને જીવના એકભાગને નોજીવ તરીકે સ્વીકારાય તો તેમાં શું દોષ આવે ? અંશમાત્ર હોવાથી નોજીવ કહેવાય. તેમાં કોઈ પણ દોષ અમને દેખાતો નથી. તો અપસિદ્ધાન્તત્વ નામના દોષને દૂર કરવા માટે મને ત્યાં જવાની પ્રેરણા શા માટે તમે આપો છો ? આ સિદ્ધાન્ત સો ટચના સોના જેવો સાચો જ છે કંઈ જ ખોટું નથી. આ પ્રમાણે રોહગુપ્તે ગુરુજીને કહ્યું ॥ ૨૪૫૮-૨૪૫૯ ॥
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ઐરાશિકમત
નિહ્નવવાદ અવતરણ - ક્યા કારણે મારી માન્યતામાં દોષ નથી ? તે સહગુમ ગુરુજીને સમજાવે છે जं देसनिसेहपरो, नोसद्दो जीवदव्वदेसो य । गिहकोइलाइपुच्छं, विलक्खणं तेण नोजीवो ॥ २४६० ॥
ગાથાર્થ :- “નોનીવ" આ શબ્દમાં જે નો શબ્દ છે તે જીવના એક દેશનો (એક ભાગનો) નિષેધ સૂચક છે ગિરોળીનું પુછડું વિગેરે અંગો તે કંઈ આખી ગિરોળી નથી. તે કારણથી તે નો જીવ કહેવાય છે. તે ૨૪૬૦ ||
વિવેચનઃ- જે કારણથી “નોનીવ” આ શબ્દમાં જે નો એવો શબ્દ છે તે દેશનિષેધપરક = કંઈક અંશ માત્રનો નિષેધ કરનાર છે. પરંતુ સર્વથા નિષેધ વાચક નથી એટલે કે નોનીવ આ શબ્દનો અર્થ એવો થાય છે કે જીવનો એક દેશમાત્ર છે. પરંતુ આખો જીવ નથી. એવો અર્થ થાય છે.
પ્રશ્ન :- ભલે, નોશબ્દ દેશનિષેધ વાચી ભલે હો, પરંતુ ગિરોળીનું પુછડું જીવનો એક અંશ રૂપ ન પણ હોય આવું કેમ ન બને ?
ઉત્તર :- ઉપર પ્રમાણેની શંકા કદાચ કોઈને થાય ? તો તેનો ઉત્તર આપતાં કહે છે કે- ગિરોળીનું પુંછડું જીવ નામના દ્રવ્યનો એકભાગ છે. આદિ શબ્દથી છેદાયેલા કપાયેલા પુરુષનો હાથ અથવા કપાયેલો પગ એ પણ એક દેશમાત્ર હોવાથી નો જીવ જ કહેવાય છે. પ્રશ્ન :- તે ગિરોળીનું પુંછડું વિગેરે એક એક અંગ કેવાં છે?
ઉત્તર :- વિલક્ષણ છે. અર્થાતુ જીવ પણ નથી અને અજીવ પણ નથી. આ બન્નેથી વિલક્ષણ છે માટે “નોજીવ” છે. આમ કહેવામાં કોઈ દોષ નથી. અહીં અર્થ કરવામાં “બીવાળો ખ્યા” આટલો શબ્દ અધ્યાહારથી લાવવો તે આ પ્રમાણે કે ગિરોળી આદિનું પુછડું “જીવ” છે એમ કહેવાનું શક્ય નથી. તે પુછડું આખી કાયા કરતાં વિલક્ષણ છે. એટલે કે તે પુછડું એ પુછડું માત્ર છે પણ આખી ગિરોળી નથી માટે જીવ તરીકે તેનો વ્યપદેશ થાય નહીં.
તથા અજીવ” છે આમ પણ કહેવાય નહીં. કારણ કે ફુરણાદિ (હલાવવુંપટપટાવવું) ઇત્યાદિ ધર્મો તે પુંછડામાં પણ દેખાય છે તે માટે અજીવ છે. આમ પણ કહેવાય નહીં અજીવથી પણ વિલક્ષણ છે તે માટે.
જે કારણથી જીવના લક્ષણથી અને અજીવના લક્ષણથી વિલક્ષણ છે. તે માટે તે પુંછડું “નોજીવ” છે. આમ જ કહેવાય છે. તે ૨૪૬૦ |
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૯
ષષ્ઠમ નિદ્ધવ રોહગુખ મુનિ
અવતરણ - સિદ્ધાન્તમાં પણ ધમસ્તિકાય વિગેરે દ્રવ્યોના દશ ભેદ કર્યા હોવાથી “દેશને” જીદો સમજાવેલો છે. તે રીતે નોજીવ પણ છે જ. તે કેવી રીતે છે ? તે સમજાવે છે :
धम्माइदसविहादेसओ य, देसो वि जं पिहुं वत्थु । अपि हुब्भूओ किं पुण छिन्नं गिहकोलियापुच्छं ॥ २४६१ ॥ इच्छइ जीवपएसं, नोजीवं जं च समभिरूढो वि । तेण त्थि तओ समए घडदेशो नोघडो जह वा ॥ २४६२ ॥
ગાથાર્થ - ધર્માસ્તિકાયના દશ પ્રકાર (ભદો) કહેલા હોવાથી તેનો દેશ ભાગ પણ અપૃથકભૂત હોવા છતાં પણ પૃથક વસ્તુ રૂપે કહેલ છે. તો પછી છેદાયેલું ગિરોલીનું પુંછડું તો ભિન્ન ભેદરૂપ છે જ, તેને ભિન્ન કહેવામાં શું વાંધો ?
સમભિરૂઢ નય પણ આ પ્રમાણે ઇચ્છે જ છે કે જીવનો એક એક પ્રદેશ પણ નોજીવા છે જ, તે કારણથી શાસ્ત્રમાં પણ નોજીવ કહેલો જ છે. જેમકે ઘડાનો એકદેશ તે નોઘટ કહેવાય જ છે. | ૨૪૬૧-૨૪૬૨ |
વિવેચન :- ગાથામાં લખેલો ન શબ્દ (પ્રાકૃત ભાષામાં ય શબ્દ) ભિન્ન ક્રમવાચી છે. તથા “તો વિ" શબ્દમાં કહેલો મા શબ્દ પણ ભિન્ન ક્રમવાચી હોવાથી આવો અર્થ કરવો કે
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સંબંધી અપૃથભૂત એવો (એટલે એકમેકતાને પામેલો એવો) પણ જે દેશભાગ છે. તે “પિÉ વલ્થ" પૃથક એક વસ્તુ છે. આમ સિદ્ધાન્તમાં ભિન્ન વસ્તુ તરીકે અપેક્ષા વિશેષથી જો કહેલ છે. (અહીં પતિઃ શબ્દ મૂલગાથામાં નથી. અધ્યાહારથી લાવવાનો છે.) તો પછી જે પુંછડું છેદાયેલું છે પોતાના આત્માથી પૃથભૂત બનેલું છે તેવું ગિરોળીનું પુંછડું ભિન્ન વસ્તુ કેમ ન કહેવાય ? અર્થાત્ ભિન્ન વસ્તુ જ કહેવાય. આ કારણથી તે પુછડું જીવથી છેદાયેલું છે અલગ થયેલું છે માટે જીવ નથી. સાથે સાથે ફુરણા (કંપન ક્રિયા) આદિ હોવાથી અજીવ કરતાં વિલક્ષણ પણ છે માટે અજીવ પણ નથી તેથી સામર્થ્યથી તેને “નોજીવ” કહેવાય છે
સંપૂર્ણ જીવ પણ નથી. તથા સંપૂર્ણ અજીવ પણ નથી. માટે જીવનો જ એક ભાગ હોવાથી નોજીવ જ છે. આમ કહેવાય છે.
પ્રશ્ન :- સિદ્ધાન્તમાં વળી ક્યા વચનથી આ નોજીવ પૃથગુ વસ્તુ તરીકે કહ્યો છે? તે સમજાવવા માટે વચન ક્યું ?
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ત્રિરાશિકમત
નિતવવાદ 1 ઉત્તર - ધર્માસ્તિકાય આદિ અમૂર્ત એવા અજીવના દશ પ્રકારોનો આદેશ હોવાથી દશવિધત્વનું કથન કરેલું હોવાથી ઉપરોક્ત વાતનો સાર આ પ્રમાણે છે :
અજીવદ્રવ્યની પ્રરૂપણા કરતા એવા પરમ મુનિ પુરુષો વડે કહેવાયું છે કે “અજીવો બે પ્રકારના છે એક રૂપી અજીવ, અને બીજા અરૂપી અજીવ, ત્યાં જે રૂપી અજીવ છે તે ચાર પ્રકારે છે સ્કંધ, દેશ, પ્રદેશ, અને પરમાણુ પુદ્ગલો આ પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદો જાણવા. હવે અરૂપી અજીવના દશ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે
(૧) ધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાયનો દેશ, (૩) ધર્માસ્તિકાયનો પ્રદેશ. આ જ પ્રમાણે અધર્માસ્તિકાયના પણ ત્રણ ભેદ છે તથા આકાશાસ્તિકાયના પણ ત્રણ ભેદો છે. એમ કુલ ૩૮૩ = ૯ ભેદ થયા તથા અદ્ધાસમય (કાળ) નો એક ભેદ આમ કુલ ૧૦ ભેદ અરૂપિ અજીવના છે.
આ પાઠમાં ધર્માસ્તિકાયાદિના દસ ભેદો કહેલા હોવાથી તેના દેશભાગને ભિન્ન ભેદ તરીકે સમજાવેલો છે. જો કે ધર્માસ્તિકાયાદિનો જે દેશભાગ છે તે ક્યારેય ધર્માસ્તિકાયાદિ મૂળભૂત દ્રવ્યથી અલગ થયો નથી. અને થશે પણ નહીં. તો પણ અલગ ભેદ તરીકે કહ્યો છે. તેના વિના દશવિધત્વ થાય જ નહીં.
આ પ્રમાણે ધર્માસ્તિકાયાદિનો જે એક દેશભાગ છે તેને ધર્માસ્તિકાયાદિથી અપૃથભૂત (અભિન્ન-એકાકાર) હોવા છતાં પણ તેને પૃથગુ ભેદ તરીકે કહેવાય છે. તો પછી ગિરોળીનું પુછડું વિગેરે પદાર્થ તો છેદાયેલું હોવાથી જીવથી પૃથભૂત જ છે તો તેને ભિન્નવસ્તુ માનવી એ સાચો અને સારો જ માર્ગ છે. આ કારણથી આ પુંછડું તે પરિપૂર્ણ જીવ પણ નથી. અને પરિપૂર્ણ અજીવ પણ નથી. આ બન્નેથી વિલક્ષણ છે તે માટે “નોજીવ છે.” આમ કહેવાય છે. આમ કહેવામાં કંઈ ખોટું નથી.
જે કારણથી સમભિરૂઢનય આમ માને છે કે જીવનો જે એકદેશભાગ છે તે નો જીવ કહેવાય છે તે કારણથી તે આ પુંછડું નોજીવ છે જ. આ પ્રમાણે સિદ્ધાન્તમાં પણ કહેલું જ છે આ કંઈ મારા એકલા વડે કહેવાતું નથી.
અનુયોગ દ્વારા નામના આગમમાં પ્રમાણદ્વારની અંતર્ગત નય અને પ્રમાણની વિચારણા કરતાં ગ્રંથકારવડે જ કહેવાયું છે કે “સમભિરૂઢ નામનો નય શબ્દનામના નયને કહે છે કે જો તું કર્મધારય સમાસ કરીને અર્થ કરતો હોય તો આમ કહે છે કે “તે આખું દ્રવ્ય જીવ છે પણ તેનો જે પ્રદેશ છે તે નો જીવ છે” આ પાઠમાં આત્માના એક પ્રદેશાત્મક એકદેશને “નોજીવ છે. આમ સ્પષ્ટ કહેલ છે જ. જેમકે ઘડાનો એક ભાગ (કાંઠલો વિગેરે) તે નોઘટ કહેવાય છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિર્ભવ રોહગુપ્ત મુનિ
૧૩૧
તેથી “નોજીવ” નામની ત્રીજી રાશિ છે જ, યુક્તિદ્વારા અને આગમ દ્વારા સિદ્ધ થાય જ છે તે માટે, જીવ અજીવ આદિ ઉભયપદાર્થની જેમ આ ત્રીજી રાશિ પણ છે. આ પ્રમાણે રોહગુપ્તે ગુરુજીની સામે નોજીવ નામની ત્રીજીવસ્તુની નિર્ભયપણે સિદ્ધિ કરી.
||૨૪૬૧-૨૪૬૨ ||
અવતરણ :- તે આ પ્રમાણે લૂક વડે (રોહગુપ્ત મુનિ વડે) કહેવાયે છતે ગુરૂ મહારાજશ્રી તેને પ્રત્યુત્તર કહે છે કે
अह ते सुयं पमाणं तो रासी तेसु तेसु सुत्तेसु ।
दो जीवाजीवाणं न सुए नोजीवरासित्ति ॥ २४६३ ॥
ગાથાર્થ :- હે રોગુપ્ત ! જો તને શ્રુત (સૂત્ર) જ વધારે પ્રમાણ છે. આમ લાગે જ છે. તો તે તે આગમસૂત્રોમાં પણ જીવ અને અજીવ એમ બે જ રાશિ બતાવેલ છે. પરંતુ નોજીવ નામની ત્રીજી રાશિ ક્યાંય બતાવેલી નથી. (માટે પણ તારી વાત બરાબર નથી.) ॥ ૨૪૬૩ ||
વિવેચન ઃધમ્માનવિહાવેત્તઓ વ" ઇત્યાદિ જણાવેલા સૂત્રપાઠથી હે રોહગુપ્ત મુનિ ! તું સૂત્રને પ્રમાણ માનવાવાળો છે તો ખરેખર સાચે જ તને સૂત્રની જ વધારે પ્રમાણતા લાગતી હોય તો તે તે આગમસૂત્રોમાં જીવ અને અજીવ એમ બે જ રાશિ જણાવેલી છે. (પરંતુ ક્યાંય નોજીવ સાથે ત્રણ રાશિ બતાવેલી નથી.) ત્યાં ઠાણાંગસૂત્રનો પાઠ આ પ્રમાણે છે ‘‘તુવે રાક્ષી પદ્મત્તા, તં નહીં- નીવા ચેવ, અનીવા ચેવ ।'' જીવોની બે જ રાશિ ભગવન્તે કહેલી છે. તે આ પ્રમાણે (૧) જીવરાશિ અને (૨) અજીવરાશિ, તથા અનુયોગ દ્વારસૂત્રમાં પણ કહ્યું છે કે “વિજ્ઞા નું મત્તે । વળ્યા પન્નત્તા ? ગોયમા! વિા પન્નત્તા, તે ના-પીવ∞ા ય, અનીવડ્વા યૂ'
તથા વળી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે “ખીવા ચેવ અનીવા ય, સ તોડ્ વિવાહિÇ' ઇત્યાદિ અન્ય સૂત્રોમાં પણ આ પ્રમાણે છે બે રાશિનો જ ઉલ્લેખ મળે છે. પરંતુ ત્રણ રાશિનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી.
નોરાશિ નામનો ત્રીજો પક્ષ તો શ્રુતમાં ક્યાંય કહેલો મળતો નથી. તેથી તે ત્રીજી રાશિ હોવાની જે પ્રરૂપણા તું કરે છે. તે શ્રુતની આશાતના છે. તે કેમ ન કહેવાય ? ધર્માસ્તિકાયાદિનો જે દેશભાગ છે. તે દેશભાગ ધર્માસ્તિકાયાદિથી કંઇ ભિન્ન નથી. વિવક્ષા માત્રથી સમજાવવા માટે જ તેનું ભિન્નભેદ તરીકે ઉપાદાન કરેલું છે. માટે તારી આ કલ્પના બરાબર નથી સૂત્રવિરૂધ્ધ જ છે. ||૨૪૬૩ ॥
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ઐરાશિકમત
નિહ્નવવાદ અવતરણ :- આ જ પ્રમાણે પુચ્છાદિ પણ ગિરોળી આદિ જીવદ્રવ્યથી અભિન્ન જ છે.તે પુચ્છાદિ તે ગિરોળીની સાથે સંબંધવાળાં હોવાથી, તેથી તે પુચ્છાદિ પણ જીવ જ છે. નોજીવ નથી જ આ વાત સમજાવતાં સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે :
गिहकोलियाइपुच्छे, छिन्नेवि तदंतरालसंबंधो । सुत्तेऽभिहिओ, सुहुमामुत्तत्तणओ तदग्गहणं ॥ २४६४ ॥
ગાથાર્થ - ગિરોળી આદિનું પુંછડું છેદાયે છતે પણ તેના અંતરાલમાં આત્મપ્રદેશોનો સંબંધ હોય છે આ પ્રમાણે સૂત્રમાં કહેલું જ છે. માત્ર સૂક્ષ્મ હોવાથી અને જીવ પ્રદેશો અમૂર્ત હોવાથી તેનું ગ્રહણ થતું નથી. // ૨૪૬૪ || - વિવેચન :- ગિરોળી આદિ પ્રાણીઓનાં પુંછડાં આદિ અવયવ છરી આદિ શસ્ત્ર વડે છેદાયે છતે પણ તે ગિરોળીનું જે સ્થાન અને પુંછડા આદિ છેદાયેલા અવયવનું જે સ્થાન, તે બન્નેના અંતરાલમાં એટલે કે વચગાળાના ક્ષેત્રમાં ત્યાં તેના જીવપ્રદેશોનો સંબંધ (સંયોગ) તે અંતરાલ સમ્બન્ધમાં પણ હોય જ છે. આમ આગમસૂત્રમાં કહેલ છે. ત્યાં ભગવતીજી સૂત્રનો પાઠ આ પ્રમાણે છે :
अह भंते ! कुम्मा कुम्मावलिया, गोहा गोहावलिया, गोणे गोणावलिया, मणुसे मणुसावलिया, महिसे महिसावलिया, एएसि णं दुहा वा, तिहा वा, असंखेज्जहा वा, छिनाणं जे अन्तरा, ते वि णं तेहिं जीवपएसेहिं फुडा ? हंता फुडा ।
पुरिसे णं भंते ? अन्तरे हत्थेण वा, पाएण वा, अंगुलियाए वा कट्टेण वा, किलिंचेण वा,आमुसमाणे वा, संमुसमाणे वा, आलिहमाणे वा, विलिहमाणे वा, अण्णयरेण वा, तिक्खेणं सत्थजाएणं, आछिंदमाणे वा, विछिंदमाणे वा, अगणिकाएणं समोदुहमाणे तेसिं जीवपएसाणं, किंचि बाहं वा, विबाहं वा, उप्पाएइ, विच्छेयं वा करेइ ? । नो इणढे समठे । नो खलु તત્થ સત્યે સંવમ” કૃતિ
ભગવતીજી સૂત્રના આ પાઠનો અર્થ આ પ્રમાણે છે.
અર્થ - હે ભગવંત ! કાચબા, કાચબાની પંક્તિ, ચંદનાદિ ઘો, તેની પંક્તિ, બળદ, બળદની જાતિ, મનુષ્ય તથા મનુષ્યની પંક્તિ, મહિષ અથવા મહિષની પંક્તિ, આ બધા જીવો બે પ્રકારના પણ છે. ત્રણ પ્રકારના પણ છે. અસંખ્યાત ભેટવાળા પણ છે. તેને છેદો ત્યારે વચ્ચેના અંતરાલ ભાગમાં જે ક્ષેત્ર છે તે ક્ષેત્ર તે જીવપ્રદેશો વડે સ્કૃષ્ટ છે કે અસ્પષ્ટ છે ?
Page #156
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિહ્નવ રોહગુપ્ત મુનિ
૧૩૩ ઉત્તર :- હે ભગવન્! પુરુષના આંતરામાં, હાથના આંતરામાં, પગના આંતરામાં, આંગલીના આંતરામાં, લાકડા વડે અથવા લોખંડ વડે અથવા પરસ્પર કંઇક ઘસાયે છતે અથવા વિશેષ ઘસાયે છતે આલેખન કરાવે છતે અથવા વિલંબન કરાયે છતે, અન્યતર કોઇ પણ તિક્ષ્મતર શસ્ત્ર વડે છેદાયે છતે ભેદાયે છતે, અગ્નિકાય વડે દાહ કરાય છતે વચ્ચે રહેલા તે આત્મપ્રદેશોને શું કંઈક પીડા અથવા વિશેષ પીડા ઉત્પન્ન થાય છે ? કે તે પ્રદેશોનો વિનાશ જ થાય છે ? પરમાત્મા કહે છે કે, આ અર્થ બરાબર નથી. પોલાણમાં રહેલા તે આત્મપ્રદેશોમાં શસ્ત્ર ચાલી શકતું નથી. ઇત્યાદિ.
પ્રશ્ન :- જો ખરેખર ભગવતીજી સૂત્રમાં જ આ પ્રમાણે આત્મપ્રદેશોનો તેના અંતરાલમાં સંબંધ જણાવેલો જ છે. તો તેના અન્તરાલમાં રહેલા એવા તે આત્મપ્રદેશો દેખાતા કેમ નથી ?
ઉત્તર :- તેનો ઉત્તર ગ્રંથકારશ્રી ગાથામાં જ કહે છે કે (૧) સૂક્ષ્મ હોવાથી, આ કામણશરીર અતિશય સૂક્ષ્મ છે માટે તે આત્મપ્રદેશો દેખાતા નથી તથા (૨) આત્મપ્રદેશો અમૂર્ત હોવાથી અન્તરાલમાં રહેલા એવા તે આત્મપ્રદેશો હોવા છતાં પણ તે આત્મપ્રદેશોનું ગ્રહણ થતું નથી. દેખાતા નથી. || ૨૪૬૪ ||
અવતરણ - પ્રશ્ન - જેમ શરીરમાં તથા પુંછડા આદિ ભાગોમાં ફુરણા આદિ લિંગો દ્વારા જીવપ્રદેશ છે આમ ગ્રહણ કરાય છે. તેવી જ રીતે શરીર અને પુછડાના અંતરાલમાં તે આત્મપ્રદેશો હોવા છતાં પણ કેમ દેખાતા નથી ? તે હવે જણાવે છે :
गज्झा मुत्तिगयाओ, नागासे जह पईवरस्सीओ । न य से होइ विवाहा, जीवस्स भवन्तराले व्व ॥ २४६५ ॥
ગાથાર્થ - દીપકની અગ્નિમાં રહેલાં જયોતનાં કિરણો મૂર્તિમાન હોવાથી ગ્રાહ્ય બને છે. પરંતુ આકાશમાં ગયેલાં કિરણો ગ્રાહ્ય બનતાં નથી તેમ (શરીરની સાથેના આત્મપ્રદેશો દેખાય છે, પરંતુ) ભવના અંતરાલમાં રહેલા જીવના પ્રદેશો દેખાતા પણ નથી. અને તેને વિબાધા (પીડા) પણ થતી નથી. ર૪૬પા
વિવેચન - જેમ પૃથ્વી ભીંત-વરંડો અને અંધકાર વિગેરે વસ્તુઓ મૂર્તિના યોગવાળા હોવાથી (અર્થાત્ વર્ણાદિભાવવાળા હોવાથી) મૂર્તિ કહેવાય છે. તથા જેમ દીપકની અગ્નિમાં રહેલા કિરણો મૂર્તિમાન પદાર્થ હોવાથી મૂર્તિ કહેવાય છે. ફક્ત તે જ કિરણો આકાશમાં વ્યાપ્ત થયાં હોય તો ગ્રહણ થતાં નથી. તેવી જ રીતે આ જીવ પણ શરીરઘારી હોય ત્યારે ભાષણ-ઉચ્છવાસ-નિઃશ્વાસ-દાવન-વલ્બન-અને ફુરણ વિગેરે ક્રિયાઓ વડે
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ઐરાશિકમત
નિતવવાદ ગ્રહણ થાય છે, પરંતુ અંતરાલમાં રહેલા જીવપ્રદેશો શરીરવાળા ન હોવાથી ગ્રહણ થતા નથી ૨૪૬પણી
અવતરણ - જે કારણથી આમ છે તે કારણથી શું નક્કી થયું તે જણાવે છે. देहरहियं न गिण्हइ, निरतिसओ नातिसुहुमदेहं व । न य से होइ विबाहा, दीवस्स भवन्तरालोव्व ॥२४६६॥
ગાળંથઃ- શરીર વિનાનો (વિગ્રહગતિમાં જતો) જીવ અતિશયવાળું જ્ઞાન જેને નથી એવા છે કાયના જીવ વડે જણાતો નથી, અથવા તૈજસ કાર્યણ એવા સૂક્ષ્મ શરીરવાળો જીવ દેખાતો નથી. જેમ એક ભવથી બીજા ભવમાં જતા જીવને વિગ્રહગતિમાં ઔદારિકાદિ શરીર ન હોવાથી) પીડા થતી નથી (તેમ છેદાયેલા શરીર અને પુંછડા ની વચ્ચેનો જીવ અમૂર્ત હોવાથી દેખાતો નથી અને પીડા પામતો નથી. ૨૪૬૬ll)
વિવેચન :- જ્યાં જ્યાં દેહ (શરીર) ન હોય ત્યાં ત્યાં જીવનાં લક્ષણો જણાતાં ન હોવાથી દેહરહિત મુક્ત આત્માને, અથવા દાયેલા પુંછડાવાળા અંતરાલવર્તી જીવને અતિશય જ્ઞાન વિનાનો છદ્મસ્થ જીવ એટલે કે કેવળજ્ઞાન અને કેવળદર્શન જેવા વિશિષ્ટ અતિશયોથી રહિત એવો છદ્મસ્ય જીવ જાણી શકતો નથી. તે આત્મપ્રદેશોને જોઈ શકતો નથી.
તે આત્માના અન્તરાયવર્તી આત્મપ્રદેશોમાં હમણાં જ કહેલા સિદ્ધાન્ત સંબંધી સૂત્રમાં કહેલી યુક્તિ વડે ભાલા-તરવાર અને છરી આદિ શસ્ત્રો વડે છેદવાની અથવા અગ્નિ વડે બાળવાની તથા પાણી વડે ભીંજવવાની ક્રિયા કરાય તો પણ તેને વિશેષ બાધા અથવા કોઈ પણ જાતની પીડા થઈ શકતી નથી. જેમ એક ભવથી બીજા ભવમાં જતા જીવને કાર્મણ શરીર હોવા છતાં પણ તે શરીર ઘણું જ સૂક્ષ્મ હોવાથી ત્યાં પીડા થતી નથી. તેમ અહીં પણ સમજવું . ૨૪૬૬ ||
અવતરણ - પ્રશ્ન - ગિરોળી આદિ જીવનો છેદાયેલા પુંછડા આદિ અવયવવાળો ભાગ નમઃ કપાઈ ગયો છે. અર્થાત્ સર્વથા અલગ થઈ ગયો છે. તેથી સર્વથા ભિન્ન થયેલ હોવાથી નોજીવ છે આમ કેમ ન કહેવાય? જેમ ઘટ નામના પદાર્થથી જુદો પડેલો કપાવાથી પૃથભૂત થયેલો અને શેરીમાં રખડતો પડેલો ઘડાનો એક ટુકડો ઘટનો એક ભાગ હોવાથી જેમ નોઘટ કહેવાય છે. તેમ આ નોજીવ કહીએ તો શું દોષ આવે? ગુરુજી કહે છે કે આ વાત અયુક્ત જ છે. તે કેમ અયુક્ત છે ? તે હવે કહે છે. दव्वामूत्तत्ताकयभावा दविकारदरिसणाओ य । अविणास कारणाहि य नभसोव्व न खंडसो नासो ॥ २४६७ ॥
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૫
ષષ્ઠમ નિદ્ધવ રોહગુખ મુનિ
ગાથાર્થ - જીવદ્રવ્યનો ખંડ ખંડ નાશ થતો નથી. કારણ કે (૧) દ્રવ્ય અમૂર્ત હોવાથી, (૨) એકૃત્રિમ હોવાથી અર્થાત્ નિત્ય હોવાથી, (૩) વિકારી ભાવોનું દર્શન નથી માટે, (૪) તથા વિનાશનાં કારણ નથી માટે, આકાશદ્રવ્યની જેમ જીવદ્રવ્યમાં ખંડ ખંડ નાશ થતો નથી. II ૨૪૬૬ ||
વિવેચન :- જીવદ્રવ્યમાં ખંડ ખંડ વિભાગ થતો જ નથી. એટલે આત્માના ખંડવારા ટુકડા થતા જ નથી. કે જેથી ગિરોલીના કપાયેલા ભાગમાં આત્માનો એક ટુકડો રહે એમ મનાય. માટે આવું બનતું જ નથી. કારણ કે (૧) આ આત્મા એ અમૂર્તદ્રવ્ય હોવાથી જેમ આકાશ એ અમૂર્તદ્રવ્ય હોવાથી ખંડ ખંડ ટુકડા થતા નથી. તેમ આત્માના પણ ખંડ ખંડ ટુકડા થતા નથી. તથા (૨) અકૃતક હોવાથી :- કૃત્રિમ દ્રવ્ય ન હોવાથી જેમ લાડવો તે કૃત્રિમ દ્રવ્ય છે. માટે તેના વિભાગો થાય છે. પરંતુ આકાશ એ કૃત્રિમ દ્રવ્ય નથી. માટે તેના વિભાગો થતા નથી તેમ આ આત્મા પણ કૃત્રિમ દ્રવ્ય નથી. પણ અકૃત્રિમ દ્રવ્ય છે. માટે તેના ખંડ ખંડ ટુકડા થતા નથી. (૩) વિકારદર્શનનો અભાવ હોવાથી, જેમ ઘડો ફુટે નાશ પામે ત્યારે તેના વિકાર રૂપ કપાલાદિ દેખાય છે તેમ આત્માના ટુકડા થતા હોય તો તેના વિખરાયેલાં અંગો (ટુકડા) દેખાવા જોઈએ. પણ તે દેખાતા નથી. માટે આત્મા ખંડ ખંડ વિભાગ પામતો નથી. (૪) આત્માના વિનાશનું કોઈ કારણ નથી માટે, વિનાશનાં જે કારણો છે જેમ કે (૧) અગ્નિ કે જે વસ્તુને બાળી નાખે છે (૨) શસ્ત્ર કે જે વસ્તુના ટુકડે ટુકડા કરી નાખે છે એવાં કોઈ શસ્ત્રો આત્મા ઉપર ચાલતાં નથી.
આ પ્રમાણે આ ચાર હેતુઓ છે સર્વ હતુઓમાં આકાશનું દષ્ટાન્ત જાણવું આ રીતે આત્મા ખંડ ખંડ વિભક્ત થતો જ નથી કે જેથી ગિરોળીના પુંછડામાં નોજીવ (જીવનો એક ટુકડો) હોય એમ કહી શકાય? અર્થાત્ અંશ-અંશી ભાવ છે જ નહીં ર૪૬ળા
અવતરણ - જીવનો ખંડ ખંડ નાશ થાય છે કાચના ટુકડાની જેમ જીવના ટુકડા થાય છે. આમ માનવામાં ઘણા દોષો આવે છે. તે કહે છે:
नासे य सव्वनासो, जीवस्स नासो य जिणमयच्चाओ । तत्तो य अणिमुक्खो, दिक्खावेफल्लदोसा य ॥ २४६८ ॥
ગાથાર્થઃ- જે ખંડ ખંડ નાશ માનીએ તો આખા જીવનો નાશ થાય છે. આમ માનવું પડે અને જીવ દ્રવ્યનો સર્વથા નાશ માને છતે જિનના મતનો ત્યાગ કરવો પડે. તેમ માનવાથી મોક્ષનો અભાવ થાય.તથા દીક્ષા આદિની નિષ્ફળતા પણ આવે ૨૪૬૮ ||
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ઐરાશિકમત
નિહ્નવવાદ - વિવેચન :- શસ્ત્રચ્છેદ આદિ દ્વારા જીવનો જો ટુકડા ટુકડાવાર નાશ થતો હોય તો ક્યારેક તેનો સર્વથા નાશ પણ થવાની આપત્તિ આવશે. તે આ પ્રમાણે જે જે વસ્તુનો ખંડ ખંડ નાશ થાય છે. તેનો સર્વથા નાશ પણ આ સંસારમાં થાય જ છે. જેમ કે ઘટપટ. ઘટ-પટનો ટુકડા ટુક્કા કરીને નાશ થાય છે. તેથી કાલાન્તરે આખો ઘટ નાશ પામી જાય અને ટુકડા કચરાપેટીમાં નાખી દેવા પડે, તથા પટના ટુકડા થતાં તેને પણ કચરા પેટીમાં જ નાખવા પડે તેમ જીવદ્રવ્યનો પણ ખંડ-ખંડ નાશ જો થતો હોય તો આ જેવદ્રવ્ય ખંડ ખંડ થતાં સર્વથા નાશ પણ પામે આવું પણ બને આમ માનવું પડે છે બરાબર નથી કારણ કે જીવદ્રવ્યને તત્ત્વાર્થ આદિ ગ્રન્થોમાં અનાદિ-નિત્ય માનેલું છે અને જ્ઞાનીઓએ તેમ જ કહેલું છે.
પ્રશ્ન :- પ્રવતુ પતલી = જીવનો ખંડ ખંડ નાશ માનો. એમાં શું દોષ છે ખંડ ખંડ નાશ પણ થાય આમ માનવામાં અમારૂં તો કંઈ જાતુ નથી. અમને તો કંઈ નુકશાન થતું નથી. તેથી એમ જ માનો ને ?
ઉત્તર :- તે વાત ઉચિત નથી કારણ કે ટુકડા ટુકડા થતાં જીવનો સર્વથા નાશ થાય છે આમ માનવું પડે. જીવદ્રવ્યનો સર્વથા નાશ માનવો તે યોગ્ય નથી. કારણ કે આમ માનવા જતાં જિનેશ્વર પ્રભુના મતનો ત્યાગ જ કરવો પડે. આ માન્યતા સ્વીકારતાં જિનમતનો ત્યાગ જ થાય.કારણ કે જિનમતમાં ચાર વસ્તુનો સર્વથા નાશ, અને અસત્ વસ્તુનો સર્વથા નવો ઉત્પાદ નિષેધેલો છે. તેનો સૂત્રપાઠ આ પ્રમાણે છે.
"जीवा णं भंते ! किं वड्ढति, हायंति अवट्ठिया ? गोयमा, नो वड्ढंति, नो हायंति, अवड्ढिया एव"
ભગવાન ! શું જીવો વધે છે શું જીવો ઘટે છે? કે શું જીવો અવસ્થિત જ છે ? હે ગૌતમ્ ! જીવો વધતા પણ નથી, જીવો ઘટતા પણ નથી. પણ જીવો અવસ્થિત છે. (નિયત સંખ્યામાં જ રહે છે.).
આ કારણથી જીવનો સર્વથા નાશ સ્વીકારે છતે જિનમતનો ત્યાગ જ થાય. અને આમ જીવદ્રવ્યનો નાશ માને છતે કાળાન્તરે સર્વજીવ દ્રવ્યોનો નાશ થયે થતે મોક્ષનો પણ અભાવ જ માનવો પડે. કારણ કે જયારે સર્વ જીવોનો નાશ થયો ત્યારે મોક્ષમાં જનાર કોઈ ન હોવાથી મોક્ષનો પણ નાશ જ થયો. અને જો મોક્ષનો પણ નાશ થતો હોય તો દીક્ષા ગ્રહણ કરવી ઇત્યાદિ કષ્ટકારી અનુષ્ઠાન કરવાનું પણ નિષ્ફળ જ થાય અને આમ માનતાં સર્વે પણ જીવોનો નાશ માને છતે સંસારની શૂન્યતા માનવાની પણ આપત્તિ આવે.
Page #160
--------------------------------------------------------------------------
________________
પમ નિતવ રોહગુપ્ત મુનિ
૧૩૭ તથા જીવનો સર્વથા નાશ થયે છતે કરાયેલા શુભાશુભ કર્મોનો પણ આપોઆપ નાશ જ થાય આમ થવાથી કૃતનાશ-અકૃત આગમ ઇત્યાદિ દોષો લાગવાનો પ્રસંગ પણ આવે માટે જીવનો ખંડ-ખંડ નાશ થતો નથી.
પ્રશ્નઃ- ગીરોળી વિગેરે પદાર્થોમાં પુછડા આદિ ભાગોનો નાશ થાય છે. પૃથભૂત થતો હોવાથી ખંડ-ખંડ વાર નાશ થાય જ છે. અને તેમ દેખાય જ છે. તો તેમ ખંડ ખંડ નાશ માનવામાં શું દોષ આવે ?
ઉત્તર :- ઉપરની વાત અયુક્ત (અયોગ્ય) જ છે. ઔદારિક શરીર કે જે પૌગલિક છે. તેનો જ ખંડ ખંડ નાશ થાય છે પરંતુ તેમાં રહેલા જીવનો ખંડ ખંડ નાશ થતો નથી જ. કારણ કે તે જીવ તો અમૂર્ત હોવાથી કોઈના પણ વડે ખંડ ખંડ કરવો શક્ય નથી. જેમ આકાશના ખંડ ખંડ થતા નથી. જેમ જીવના પણ ખંડ ખંડ થતા નથી. ૨૪૬૮
અવતરણ :- આ બાબતમાં પર એવા શિષ્યના અભિપ્રાયની શંકા કરીને તેની વાતને દૂષિત કરતા ગ્રન્થકારશ્રી કહે છે કે -
अह खंधो इव संघाय-भेयधम्मा स तो वि सव्वेसि । अवरोप्परसंकरओ सुहाइगुणसंकरो पत्तो ॥ २४६९ ॥
ગાથાર્થ :- હવે કદાચ કોઈ વાદી જીવદ્રવ્યને પુદગલસ્કંધની જેમ સંઘાત અને ભેદ ધર્મવાળો છે આમ માને તો તે પણ ઉચિત નથી. કારણ કે એમ માનવામાં સર્વેનો પરસ્પર સંકર થાય. અને સુખદુઃખાદિ ગુણોનો પણ સંકર થવાની આપત્તિ આવે. માટે આ માર્ગ ઉચિત નથી. II ૨૪૬૯ ||
વિવેચન :- હવે પુગલના સ્કંધો-ખુરશી-ટેબલ-પલંગ વિગેરે પદાર્થો અવયવવાળા હોવાથી જેમ તેના અવયવોનો સંઘાત (યથાસ્થાને ગોઠવવા પણું) અને ભેદ (અવયવોનું વિખેરવા પણું) થાય છે. તેની જેમ જીવના પ્રદેશોનો પણ સંઘાત-વિઘાત થાય છેઆમ જો સ્વીકારવામાં આવે. તો વિવલિત એક પુદ્ગલ સ્કંધમાં બીજા પુદ્ગલોનો સ્કંધ (બીજો સ્કંધનો ટુકડો) લાવીને સંબંધ કરાય છે એક પાટીયાની સાથે બીજું પાટીયું જોડાય છે તેમ તથા તેનો ટુકડો કાપીને બીજે સંધાય છે તેમ જીવનો પણ એક ટુકડો બીજ જીવ સાથે જોડાય છે અને બીજા જીવનો ટુકડો ત્યાંથી છુટો પાડીને ત્રીજા જીવની સાથે જોડાય છે. આવા પ્રકારના સંઘાત અને ભેદ ધર્મવાળા જીવો છે આમ જ માનવું પડે. જે ઉચિત નથી. જીવના આવા ખંડ ખંડ વિભાગો થતા નથી.
પ્રશ્ન :- તથા ખંડ ખંડ નાશ થવા છતાં પણ નવા નવા ટુકડા જોડાતા રહેશે માટે જેમ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ત્રિરાશિકમત
નિહ્નવવાદ ભેદ થાય છે. તેમ સંઘાત પણ થશે. જેથી જીવનો સર્વથા નાશ નહીં થાય. આમ કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે.
ઉત્તર :- આવી કલ્પના કરવી તે ઉચિત નથી. કારણ કે તેમ માનવામાં દૂષણ આવે છે. તો વ સલૅહિં =એમ માનશો તો પણ સમસ્ત લોકમાં રહેલા જીવોનો પરસ્પર ટુકડા સંધાવાથી પરસ્પર શંકર થઇ જશે સુખ-દુઃખાદિ ગુણોના સંવેદનનો પણ શંકર જ થશે.
ઉપરની વાતનો સાર એ છે કે - શુભ અથવા અશુભ કર્મોથી યુક્ત એવો જીવનો એક ટુકડો બીજા જીવની સાથે જોડાય અને બીજા જીવનો ટુકડો તે જીવની સાથે જોડાય ત્યારે તે પ્રથમ જીવના સુખાદિ ગુણો પણ અન્યજીવમાં પ્રવેશ પામે અને અન્યજીવન સુખાદિ ગુણો તે વિવલિત જીવમાં પ્રવેશ પામે. આમ થાય તો સર્વે પણ જીવોમાં પુદ્ગલ દ્રવ્યની જેમ જ ટુકડાઓ સંધાવાથી સુખ-દુઃખાદિ ગુણોનો પણ શંકર થવાની આપત્તિ આવે.
તથા એક જીવને કૃતનાશ દોષ આવે. કારણ કે તેણે પોતે કરેલું જે કર્મ છે તેનો ટુકડો જ્યાં સંધાશે. ત્યાં ગયો. પણ તેને પોતાને ભોગવવાનું ન રહ્યું. માટે કૃતનાશ દોષ આવ્યો. તથા બીજા જીવે તેવું કર્મ કર્યું ન હતું. છતાં તેમાં જે ટુકડો આવ્યો તે નવું કર્મ લઇએ આવ્યો. એટલે પોતે ન કરેલું એવું કર્મ તેને ભોગવવાનો અવસર આવ્યો આમ અકૃતાગમ નામનો દોષ આવ્યો ઇત્યાદિ ઘણા દોષો આવે છે. તેથી જીવનો ખંડ ખંડ નાશ થાય છે આ માન્યતા વ્યાજબી નથી ૨૪૬૯ ||
અવતરણ:- ઘરનો (એટલે કે પ્રશ્ન કરનારનો) બીજું પણ અભિપ્રાય લખીને તેમાં પણ દૂષણ આપે છે. તે વાત સમજાવે છે:
अह अविमुक्को वि तओ, नोजीवो तो पइप्पएसं ते । जीवम्मि ते असंखेज्जा, नोजीवा नत्थि जीवो ते ॥ २४७० ॥
ગાથાર્થ - હવે જો જીવના ખંડખંડ ટુકડા થાય છે આમ કદાચ તું ન માને પણ અવિમુક્ત એટલે અખંડ જેવદ્રવ્ય છે. આમ માનીશ તો ત્યાં એક એક ભાગને નોજીવ કહેવાથી સર્વે પણ પ્રદેશો તારી દષ્ટિએ તો નો જીવ જ થઈ જશે. એટલે એક જીવમાં અસંખ્યાતા નોજીવો છે. પણ જીવદ્રવ્ય નથી આવો અર્થ થશે. ? | ૨૪૭૦ ||
વિવેચન :- હવે જો ઉપર સમજાવ્યા પ્રમાણે જીવનો છેદ થતો ન હોય અને છેદ માનવામાં આ દોષના ભયથી જીવનો છેદ થાય છે. આ વાત કદાચ તમે ન માનશો. અને અવિભક્ત એટલે કે “અખંડ જેવદ્રવ્ય” છે. જેનો એક પણ ટુકડો છુટો પડ્યો નથી. છુટો પડતો નથી. અને છુટો પડશે નહીં. આવું અખંડ જીવદ્રવ્ય છે. આમ જો તમે માનશો તથા જીવની સાથે સંબંધવાળા (એટલે કે જોડાયેલા) એવા ટુકડાને (હાથ પગ માથું- પેટ વિગેરે
Page #162
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિહ્નવ રોહગુપ્ત મુનિ
૧૩૯
ભાગોને)તો ધર્માસ્તિકાયકાયાદિની જેમ નોજીવ છે આમ જો સ્વીકારાય તો આ એક જીવના જેટલા આત્મપ્રદેશો છે. તેટલા તમામ આત્મપ્રદેશો ટુકડા જ હોવાથી બધા જ નોજીવ જ થશે. એટલે કે એક આત્મામાં અસંખ્યાતા નોજીવોનો જ ઢગલો થશે. જીવદ્રવ્ય જેવું કંઇ રહેશે જ નહીં.
તથા જીવદ્રવ્યના સર્વપ્રદેશો જેમ નોજીવ જ બનશે અને જીવદ્રવ્ય મૂળ તો રહેશે જ નહીં. તેની જેમ અજીવદ્રવ્યમાં પણ બધા જ પરમાણુઓ નોઅજીવ જ બનશે. પણ અજીવદ્રવ્ય જેવું કંઇ રહેશે જ નહી. આવા ઘણા દોષો આવશે. ॥ ૨૪૭૦ ॥
અવતરણ :- “નોજીવ” માનવામાં બીજી પણ દુષણ આવે છે તે સમજાવે છે. एवमजीवा वि पइप्पएसभेएण नोअजीवत्ति । नत्थि अजीवा केइ कयरे ते तिन्नि रासित्ति ॥ २४७१ ॥
ગાથાર્થ :- આ પ્રમાણે અજીવમાં પણ પ્રત્યેક પ્રદેશે પ્રદેશે પ્રદેશના ભેદથી “નોઅજીવ”
--
જ સિદ્ધ થશે. પણ અજીવ મૂલદ્રવ્ય રહેશે નહીં. તો ત્રણ રાશિ ક્યાંથી સિદ્ધ થશે ? બે જ રાશિ થશે. ॥ ૨૪૭૧ ||
વિવેચન :- આ જ પ્રમાણે અજીવ એવા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના તથા દૃયણુક-ત્ર્યણુકઆદિ પુદ્ગલના સ્કંધો તથા ઘટ-પટાદિ પદાર્થોના પણ પ્રત્યેક પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી અને અજીવદ્રવ્યનો એક દેશ હોવાથી નોઅજીવ જ કહેવાશે જેમ ઘટના એકદેશને નોટ કહેવાય છે તેમ. આ રીતે અજીવ નામનું કોઈ દ્રવ્ય રહેશે જ નહીં પરમાણુઓ જે છે તે પુદ્ગલાસ્તિકાય નામના અજીવદ્રવ્યના એક એક અંશ હોવાથી સર્વ પરમાણુઓ નોઅજીવ જ કહેવાશે. તેથી ત્રણ રાશિ કેવી રીતે થશે ? તારા વડે રાજસભામાં ત્રણ રાશિ કેવી રીતે સિદ્ધ કરાઇ. વાસ્તવિક વિચાર કરીએ તો ઉપર સમજાવેલા ન્યાય પ્રમાણે નોજીવ અને નોઅજીવ એમ બે રાશિ જ થાય છે તેથી તારી માન્યતામાં ઘણા દોષો આવતા હોવાથી જીવ છેદાતો જ નથી. આ વાત નક્કી થાય છે. અને ખરેખર તે જ વાત સાચી છે, માટે તારે પણ તેને જ સ્વીકારવી જોઈએ. ॥ ૨૪૭૧ ||
અવતરણ :- આ જીવ ભલે છેદાયો હોય તો પણ નોજીવની સિદ્ધિ થતી નથી. આ વાત સમજાવતાં કહે છે કે ઃ
च्छिन्नो व होउ जीवो, कह सो तल्लक्खणो वि नोजीवो ? अह एवमजीवस्स वि देसो तो नोअजीवोत्ति ॥ २४७२ ॥ एवं पि रासओ ते न तिन्नि, चत्तारि संपसज्जंति । जीवा तहा अजीवा नोजीवा नोअजीवा य ॥ २४७३ ॥
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ત્રિરાશિકમત
નિહ્નવવાદ ગાથાર્થ :- છેદાયેલો એવો પણ જીવ, જીવના લક્ષણોથી યુક્ત છે તેથી તેને નોજીવ કેમ કહેવાય ? આ જ પ્રમાણે અજીવદ્રવ્યનો જે એકદેશ હોય તે અજીવના લક્ષણથી યુક્ત છે તો પછી તેને નોઅજીવ કેમ કહેવાય ? ll૨૪૭૨ //
છતાં જો આમ કહેશો તો ત્રણ રાશિ થતી નથી. પણ ચારરાશિ થાય છે (૧) જીવ. (૨) અજીવ (૩) નોજીવ(૪) નોઅજીવ // ૨૪૭૩ II
વિવેચન - પુંછડા આદિ કોઈ અવયવના છેદવડે છેદાયેલો ભલે ગિરોળીનો જીવ હોય તો પણ ફુરણા-કંપન આદિ જીવનાં લક્ષણો તેમાં છે જેને તેવો આ પુંછડીનો ભાગ પણ જીવના લક્ષણવાળો હોવા છતાં પણ નોજીવ ક્યા કારણે કહેવાય ? જીવનું જ પુંછડું છે જીવની થતી કંપનક્રિયા તેમાં છે તો શા માટે જીવ છે એમ ન કહેવાય ?
ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે - આખી ગિરોળી હોય ત્યારે પણ ફુરણા આદિ જીવનાં લક્ષણો તેમાં ઘટે છે માટે જ જીવ કહેવાય છે. તેની જેમ છેદાયેલા તેના અવયવમાં (પુંછડા આદિ ભાગોમાં) પણ તે જ ફુરણાદિ લક્ષણો સ્પષ્ટ દેખાય જ છે. આ કારણથી જીવનાં લક્ષણોથી યુક્ત હોવા છતાં પણ શા માટે તમે તેને જીવ નથી કહેતા ? અને નોજીવની કલ્પના કેમ કરો છો ? ફુરણા-કંપના- ચેતના વિગેરે જીવનાં જે જે લક્ષણો છે તે તે લક્ષણો છેદાયેલા પુંછમાં પણ છે પછી શા માટે તેને જીવ ન કહેવાય અને નોજીવ કહેવાની પાછળ કારણ શું ?
હવે પુંછડા આદિ અવયવોમાં ફુરણા આદિ જીવનાં લક્ષણો હોવા છતાં પણ જો તમે નો જીવ જ માનશો. અને પોતાનો આવો આગ્રહ જો તમે નહીં છોડો તો અજીવ એવા ઘટ-પટાદિ પદાર્થોનો પણ કાંઠલો આદિ કોઈ પણ દેશભાગ નોઅજીવ પણ કહેવાશે જ. જેમ તમે જીવના એકદેશભૂત પુંછડાને નોજીવ માન્યો. તેની જેમ ઘટનો એકદેશભૂત જે કાંઠલો-ઠીકરી વિગેરે પણ અજીવનો એકદેશ હોવાથી નોઅજીવ જ કહેવાશે. આમ નોઅજીવ પણ માનવું જોઇએ જ.
શિષ્ય :- ભલે એમ હો. જીવનો એકદેશ પુંછ જેમ હું નોજીવ કહું છું. તેમ ઘટાદિ અજીવનો એકદેશ કોઠલો વિગેરે ભાગોને હું નોઅજીવ પણ માનીશ. એમ માનવામાં મારૂં કંઈ જતું નથી. એમ માનવામાં મને કંઈ જ નુકશાન નથી ભલે એમ હો.
ઉત્તર - ગુરુજી કહે છે કે તારી આ વાત બરાબર નથી. કારણ કે તારા વડે ત્રણ રાશિ મનાય છે જીવ અજીવ અને નોજીવ. તે ત્રણ રાશિ આમ માનવાથી નહી ઘટે. પરંતુ ચાર રાશિ માનવાની આપત્તિ તને આવશે (૧) જીવ. (૨) અજીવ (૩) નો જીવ અને (૪) નોઅજીવ માટે ત્રિરાશિની સિદ્ધિ થતી નથી. ૨૪૭૨-૨૪૭૩ |
Page #164
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિદ્ધવ રોહગુખ મુનિ
૧૪૧ અવતરણ - અહીં પરશિષ્યનો જે બચાવે છે. તે બચાવ કહીને પોતાના પક્ષમાં આવો બચાવ સમાન જ છે તે સમજવે છેઃअह ते अजीवदेसो अजीवसामण्ण जाइलिङ्गोत्ति । भिन्नो वि अजीवोच्चिय, न जीवदेसो वि किं जीवो ॥ २४७४ ॥
ગાથાર્થ - હવે જો તું આમ કહે કે અજીવ એવા ઘટપટના ટુકડા (કાંઠલો) વિગેરે અજીવના જે દેશભાગો છે. તે અજીવની સાથે સમાન જતિ અને સમાનસિંગ વાળા પદાર્થો છે. માટે ભિન્ન હોવા છતાં પણ અજીવ જ છે પરંતુ નોઅજીવ નથી. તો જીવનો દેશ પણ જીવ જ છે. આમ પણ તું કેમ વિચારતો નથી. || ૨૪૭૪ ||
વિવેચન - હવે જે તે ઘટ- અથવા પટ વિગેરે અજીવ દ્રવ્ય અર્થાતુ પુદ્ગલાસ્તિકાયના સ્કંધનો એકદેશભાગ પૃથભૂત હોય તો પણ અજીવ જ કહેવાય છે. માટે ઘટના ભાંગેલા ટુકડાને તમે અજીવ જ કહો છો. તથા કપડાના ફાટેલા ટુકડાઓને પણ તમે અજીવ જ કહો છો પણ નોઅજીવ કહેતા નથી.કારણ કે ઘટ હોય કે ઘટનો એકદેશ (કાંઠલો કે ઠીકરી) હોય પટ હોય કે પટનો એકદેશ હોય. આ સર્વે અજીવની સાથે સમાન છે જાતિ અને લિંગ જેનાં એવાં આ સર્વે દ્રવ્યો અજીવ જ કહેવાય છે.
ઘટમાં, ઠીકરામાં, પટમાં કે પટના ટુકડામાં અજીવત્વજાતિ સમાન છે અને પુલ્લિગ આદિ લિંગ પણ સમાન છે આ બધા અજીવના ધર્મો અજીવમાં અને તેના એકદેશમાં સમાન જ છે. તેથી અજીવનો દેશભાગ પણ અજીવ જ કહેવાય. પણ નોઅજીવ ન કહેવાય.
જો તું આવું સમજે છે કે ઘટ અને ઘટનો એકદેશ આ બન્ને સમાનજાતિ અને સમાન લિંગ હોવાથી અજીવ જ કહેવાય તો જીવનો એકદેશભાગ (પુંછડુ વિગેરે પણ) જીવ જ છે આમ કેમ ન કહેવાય ? કારણ કે તે પુંછડાવાળો ભાગ અથવા હાથ-પગવાળો પણ ભાગ મૂલ જેવદ્રવ્યની સાથે સમાનાતિવાળો છે અને સમાનલિંગવાળો છે માટે આવો દુરાગ્રહ ત્યજી દેવો જોઈએ ૨૪૭૪ ||
અવતરણ - ૨૪૭૪ ની ગાથાના ચોથા પદમાં કહેલા અર્થને પ્રમાણ દ્વારા દરો કરતાં સમજવે
छिन्नगिहकोलिया वि हु, जीवो तल्लक्षणेहि सयलोव्व । अह देसोत्ति न जीवो, अजीवदेसोत्ति नोऽजीवो ॥ २४७५ ॥
ગાથાર્થ - છેદાયેલી (અર્થાતું જેનું પુંછડું કયાઈ ગયું છે) એવી પણ ગિરોળી જીવ જ છે. જીવનાં લક્ષણો સુધા-તૃષા આદિ તેમાં હોવાથી જેમ ન છેદાયેલી ગિરોળી હોય
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ત્રિરાશિકમત
નિહ્નવવાદ છે તેમ. હવે જો તમે એવો પ્રશ્ન કરો કે આ છેદાયેલી ગિરોળી એ આનો ભાગ નથી પણ એકદેશભાગ છે માટે જીવ નથી અને નોજીવ છે. તો એ જ પ્રમાણે અજીવનો એક ટુકડો નોઅજીવ પણ કહેવાશે. જેથી ચાર રાશિ થશે. પણ ત્રણ રાશિ નહી થાય. ll૨૪૭૫ા.
વિવેચન :- આખી ગિરોલી તો જીવ છે જ. પરંતુ તેનું કપાયેલું પુંછડું અને કપાયેલો શેષભાગ આ બન્ને ભાગો પણ જીવ જ છે. ન્યાયની પરિભાષા પ્રમાણે આ પ્રતિજ્ઞા થઈ. તેને સિદ્ધ કરવા માટે હેતુ કહે છે કે તાવમguોર્દિ = તેનાં એટલે કે જીવનમાં જે જે લક્ષણો છે. તે તે તેમાં છે માટે, હુરણા ચેતના-પીડાનો અનુભવ થવો ઇત્યાદિ જીવના ધર્મો ત્યાં છે માટે, જેમ સકલ એટલે પરિપૂર્ણ અર્થાતુ ન છેદાયેલી ગિરોળીનો જીવ એ જીવ જ છે તેમ આ છેદાયેલી ગિરોળી પણ ફુરણા આદિ જીવનાં લિંગો હોવાથી જીવ જ છે. પણ નોજીવ નથી
જો ગિરોળીનું પૂંછડું કે શેષભાગ રૂપ તેનો અવયવ તે દેશભાગ છે. પરંતુ આખી ગિરોળી નથી એમ માનીને “જીવ નથી” આવી કલ્પના કરાય. કારણ કે સંપૂર્ણ જીવ હોય તો જીવ કહેવાય આમ સમજીને જો આ ભાગને સંપૂર્ણ જીવ નથી માટે જીવ નથી અર્થાત્ નોજીવ છે આમ જો કહેવાય. તો અજીવ એવા ઘટ-પટાદિનો જે એક દેશભાગ (કાંઠલો-ઠીકરી વિગેરે) છે તેને પણ અજીવ નથી આમ જ કહેવું પડશે અર્થાત્ નોઅજીવ એમ જ કલ્પના કરવી પડશે કારણ કે સંપૂર્ણ ઘટ હોય તો જ અજીવ કહેવાય. પણ આ સંપૂર્ણ ઘટ નથી. માટે નોઘટ જ માનવો પડશે. પરંતુ આ પ્રમાણે ક્યાંય કહેવાતું નથી
આ કારણથી આ ઘટનો ટુકડો તે નોઅજીવ જ કહેવાશે પરંતુ અજીવ છે એમ નહીં કહેવાય. તેમ થયે છતે કુલ ચાર રાશિ માનવાનો પ્રસંગ આવશે. પણ ત્રણરાશિ થશે નહીં. ૨૪૭૫ છે.
અવતરણ - ગાથા - ૨૪૯૨માં રોહગુલમુનિએ જે એમ કહ્યું કે “જીવનો નાનો ટુકડો એ નોજીવ છે એમ સમભિરૂઢનય માને છે” તે બાબતમાં ગુરુજી ઉત્તર આપતાં કહે છે કે :
नोजीवं ति न जीवदण्णं देसमिह समभिरूढो वि । इच्छइ बेइ समासं, जेण समाणाहिगरणं सो ॥ २४७६ ॥ जीवे य से पएसे जीवपएसे स एव नोजीवो । इच्छइ न य जीवदलं, तुमं व गिहकोलियापुच्छं ॥ २४७७ ॥ न य रासिभेयमिच्छइ, तुमं व नोजीवमिच्छमाणो वि । अन्नो वि नओ नेच्छइ जीवाजीवाहियं किं पि ॥ २४७८ ॥
Page #166
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિર્ભવ રોહગુપ્ત મુનિ
૧૪૩
ગાથાર્થ :- જીવનો એક ભાગ તે સંપૂર્ણ જીવ નથી. માટે નોજીવ કહેવાય પરંતુ નોજીવ નામની ત્રીજી રાશિ છે. આમ તો સમભિરૂઢ નય પણ ઇચ્છતો નથી. માનતો નથી જે કારણથી તે નય સમાનાધિકરણ સમાસ ઇચ્છે છે. II ૨૪૭૬ ॥
સંપૂર્ણ જીવ એ જીવ છે. અને તેનો એક પ્રદેશ તે આખો જીવ નથી. માટે નોજીવ છે આમ સમભિરૂઢ નય માને છે. પરંતુ ગિરોળીનું પૂંછડું એ નોજીવ છે. એમ આ નય તારી જેમ સ્વતંત્ર નોજીવની રાશિ માનતો નથી ॥ ૨૪૭૭ ॥
આ નય અપેક્ષાએ નોજીવને ઇચ્છતો હોવા છતાં તારી જેમ ત્રીજી રાશિને (રાશિભેદને) ઇચ્છતો નથી. (સ્વીકારતો નથી.) બીજા પણ નયો જીવ અને અજીવથી અધિક કંઈ પણ માનતા નથી ॥ ૨૪૭૮ ||
વિવેચન :- અહીં “નીને ય સે પહ્તે મે પક્ષે બોનીવે" આવા પ્રકારનો અનુયોગદ્વારમાં કહેલો જ સૂત્રનો આલાવો (પાઠ ) છે. ત્યાં સમભિરૂઢ નય પણ નોજીવ એમ ઇચ્છતો નથી. “આ ટુકડો નોજીવ છે એમ સમભિરૂઢ નય પણ સ્વીકારતો નથી. કોને નથી સ્વીકારતો ? તો કહે છે કે દેશભાગને, ક્યા દેશભાગને સમભિરૂઢ નય નોજીવ તરીકે નથી સ્વીકારતો ? તે નય તો કહે છે કે “જીવ દ્રવ્યથી ભિન્ન થયેલા દેશને “આ નોજીવ છે” આમ સમભિરૂઢ નય પણ સ્વીકારતો નથી. પરંતુ તે ટુકડો જીવથી અભિન્ન હોય તો તે અંશને સંપૂર્ણ જીવ નથી. એમ સમજીને તે ભાગને સંપૂર્ણ જીવ નથી માટે નોજીવ છે એમ કર્મધારય સમાસથી માને છે. આ વાત કેવી રીતે સમજાય? તો કહે છે કે જે કારણથી દેશ અને દેશી આ બન્ને ભાવો વચ્ચે કર્મધારય નામનો સમાનાધિકરણ સમાસ જ થાય છે એમ આ નય માને છે. પરંતુ નૈગમાદિ નયોની જેમ તત્પુરુષ સમાસ આ નય સ્વીકારતો નથી અને સમાનાધિકરણ સમાસ નીલોપલાદિ પદોની જેમ વિશેષણ વિશેષ્ય વાચી પદોનો જ હોય છે અને તે અભેદ જ ઇચ્છે છે જેમ નીલુ એવું કમલ આમ બોલીએ ત્યાં નીલાપણું જ્યાં છે ત્યાં જ કમલપણું છે અને જ્યાં કમલપણું છે ત્યાં જ નીલાપણું છે આમ અભેદ જ છે આ કારણથી સમભિરૂઢનય જીવથી અભિન્ન એવો એક ભાગ તે આખો જીવ નથી આમ સમજીને “નોજીવ” છે એમ કહે છે પરંતુ સ્વતંત્રપણે નોજીવ કહેતો નથી. તેથી ત્રણ રાશિની સિદ્ધિ કેમ થાય? અર્થાત્ ત્રણરાશિની કલ્પના કરવી જોઈએ નહીં. આવી ત્રણ રાશિની કલ્પના કરવી તે કલ્પના તે મિથ્યાત્વ જ છે.
હવેની ગાથામાં સમભિરૂઢ નયે માનેલો તે સમાનાધિકરણવાળો કર્મધા૨ય સમાસ સમજાવે છે ‘નીવશ્ચાસૌ પ્રવેશશ્ચ" જીવ સ્વરૂપ એવો જે આ પ્રદેશ (ટુકડો) તે જીવપ્રદેશ તે જ નોજીવ છે અર્થાત્ જીવથી અભિન્ન એવો જે પ્રદેશ તે નોજીવ. આ પ્રમાણે સમ ભિરૂઢનય ઇચ્છે છે માને છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ઐરાશિકમત
નિહ્નવવાદ સમભિરૂઢ “નોજીવ” માને છતે પણ જેમ તું જીવ અને અજીવની બે રાશિથી અલગ- ભિન્ન એવી નોજીવ નામની ત્રીજી રાશિ માને છે તેમ આ નય સ્વીકારતો નથી. પરંતુ અભિન્નભાવે રહેલો એક પ્રદેશ કે એકદેશ તે આખો જીવ નથી. માટે નો જીવ કહેવાય. આમ માને છે સારાંશ કે જીવ અને અજીવ નામની બે જ રાશિ આ નય પણ માને છે કારણ કે નોજીવ એટલે જીવદ્રવ્યનો એક અંશ તે અંશીથી જુદો નથી. માટે નોજીવ એ આ બન્ને રાશિમાં જ અંતર્ભત થાય છે.
તથા આ સમભિરૂઢ નય વિના શેષ નૈગમાદિનયો પણ જીવ અને અજીવથી અલગ અધિક નો જીવ જેવી કોઈ વસ્તુ માનતા નથી. તેથી તારો આ કોઈ નવો જ કલ્પેલો માર્ગ છે ૨૪૭૬-૨૪૭૭-૨૪૭૮ ||
અવતરણ - ગુરુજી શિષ્યનો પણ સ્વીકારીને પણ શિષ્યને સમજાવતાં કહે છે કે - इच्छउ व समभिरूढो, देसं नोजीवमेगनइयं तु । मिच्छत्तं, सम्मत्तं, सव्वनयमयोवरोहेणं ॥ २४७९ ॥ तं जह सव्वनयमयं जिणमयमिच्छसि पवज्ज दो रासी । पयविप्पडिवत्तीए वि मिच्छत्तं किं नु रासीसु ॥ २४८० ॥
ગાથાર્થ - અથવા સમભિરૂઢનય ભલે ભિન્ન થયેલા એક ભાગને નોજીવ છે એમ માને તો પણ એકનય હોવાથી મિથ્યાત્વ જ છે સમ્યક્ત તો સર્વનયમય એવું વચન જે હોય છે તે જ કહેવાય છે. || ૨૪૭૯ //
તથા જો તું સર્વનયના મતવાળા જૈનમતને ઇચ્છતો હોય તો બે રાશિ સ્વીકાર કર. કારણ કે એકપદ માત્રની પણ વિપ્રતિપત્તિ કરવી (ભગવાનની વાણીથી એક પદનો પણ ઉલટો સ્વીકાર કરવો) તે મિથ્યાત્વ જ છે તો પછી આવા પ્રકારની સ્વતંત્રપણે ત્રણ રાશિની કલ્પના કરવી તેમાં તો મિથ્યાત્વ હોય જ છે. || ૨૪૮૦ ||
વિવેચન - અથવા તે રોહગુપ્તમુનિ ! તું જેમ માને છે તેમ સમભિરૂઢ નય પણ જીવથી ભિન્ન થયેલા એવા પણ દેશને તેનો દેશભાગ છે. એમ સમજીને “નોજીવ” છે. આમ ભલે માને, તો પણ તે એકનય માત્રનું માનવું છે. તેથી શાક્યના મતની જેમ (બૌદ્ધના મતની જેમ) એક નયાશ્રિત હોવાથી મિથ્યાત્વ છે. આ કારણથી તેને પ્રમાણ તરીકે માનવું જોઈએ નહીં.
કારણ કે સમ્પર્વ તો સર્વનયોને સ્વીકારવાથી જ હોય છે તે કારણથી જો તું સર્વનયોને માન્ય એવો જિનમતને સ્વીકારવાને ઇચ્છતો હોય તો જીવ અને અજીવ
Page #168
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિતવ રોહગુપ્ત મુનિ
૧૪૫ લક્ષણવાળી બે જ રાશિને સ્વીકાર કર. અન્યથા એટલે કે જો તું બેરાશિ નહીં માને અને ત્રણરાશિ છે આમ જ સ્વીકારીશ તો મિથ્યાત્વ દોષ લાગશે.
શાસ્ત્રોમાં જ કહ્યું છે કે “સૂત્રમાં જણાવેલા એકપદને અથવા એક” અક્ષરમાત્રને પણ જે ન માને તે જીવ સૂત્રમાં કહેતું શેષ સઘળુંય માનતો હોય છતાં પણ મિથ્યાષ્ટિ જ કહેવાય છે માટે આવા પ્રકારનું પરમાત્માનું વચન હોવાથી એક પદ માત્રના વિવાદમાં પણ જો મિથ્યાત્વ આવે છે. તો પછી સકલ રાશિમાં વિવાદ કરવાથી તો તે મિથ્યાત્વ કેમ ન લાગે ? તે માટે કંઈક સમજ. અને આ મિથ્યા આગ્રહ ત્યજી દે. ||૨૪૭૯-૨૪૮૦
અવતરણ:- આ પ્રમાણે ઘણી ઘણી યુક્તિઓ વડે ગુરુજીએ સમાવવા છતાં જ્યારે રાહગુમ મુનિ ન સમજ્યા ત્યારે આગળ ઉપર રોહગુમ મુનિમાં શું થયું ? તે કહે છે :
एवं तु भण्णमाणो न पवज्जइ सो जओ तओ गुरुणा । चिंतियमणंतं पणो, नासिहिई मा बहुं लोगं ॥ २४८१ ॥ तो णं रायसभाए, निगिण्हामि बहुलोगपच्चक्खं । बहुजणनाओऽवसिओ, होही अग्गेज्झपक्खोत्ति ॥ २४८२ ॥
ગાથાર્થ :- આ પ્રમાણે ઘણું સમજાવવા છતાં જ્યારે તે રોહગુપ્ત મુનિ કોઈપણ રીતે સમજતા નથી ત્યારે ગુરુવડે આવો મનમાં વિચાર કરાયો કે આ જીવ માર્ગથી ભ્રષ્ટ થયેલો છે. (તે તો ભલે સમજતો નથી જ. પરંતુ) ઘણા લોકોને માર્ગથી ભ્રષ્ટ ન કરે તે માટે તેને રાજયસભામાં જ ઘણા લોકોની સમક્ષ વાદમાં નિગ્રહ કરૂં (હરાવું.) ઘણા લોકો વડે જણાશે કે આ રોહગુપ્ત મુનિ, ગુરુવડે વાદમાં જિતાયેલો છે. માટે અગ્રાહ્ય વચન વાળો છે. આપણે તેનું વચન સ્વીકારવા જેવું નથી. (જેથી અન્ય લોકો આવા મિથ્યામાર્ગને ન પામે.) | ૨૪૮૧-૨૪૮૨ |
વિવેચન :- આ ગાથાઓ ઘણી સુગમ છે તો પણ ભાવાર્થ આ પ્રમાણે છે ગુરુજી દ્વારા ઘણું ઘણું સમાવવા છતાં પણ આ રોહગુપ્ત મુનિ જ્યારે કંઈ સાચુ તત્ત્વ સમજતા જ નથી. ત્યારે ગુરુજીએ મનમાં આવો પાકો નિર્ણય કર્યો કે “રાજ્યસભામાં રાજા અને પ્રજાની સમક્ષ આ શિષ્યને વાદ કરીને જિતવા જેવો છે કે જેથી દુનિયાના બીજા લોકો તેના મિથ્યામાર્ગમાં ફસાય નહીં. અને કદાચ રાજયસભામાં હાર ખાય તો કદાચ માર્ગમાં પણ આવે. આવો વિચાર કરીને બહુલોકોની સમક્ષ રાજયસભામાં હું તેને વાદવિવાદમાં તેના ભલા માટે જિતું. આવો મનમાં વિચાર કરીને તેને અગ્રાહ્યવચન વચનવાળો બનાવું. આવો મનમાં પાકો વિચાર કર્યો. ૨૪૮૧-૨૪૮૨ા.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ઐરાશિકમત
નિતવવાદ બન્ને ગાથાઓના અર્થ બહુ જ સુગમ છે. પરંતુ ૨૪૮૨મી ગાથાનો જે ઉત્તરાર્ધ છે તેનો અર્થ આવો ખોલવો કે “હું રાજસભામાં જાઉં અને આ રોગની સામે વાદ કરૂં. અને રાજસભામાં મારા વડે તે જિતાય. તો જગતના બધા જ લોકો જાણે કે આ રોહગુપ્ત ગુરુની સાથે તમારી સાથે)વાદમાં હાર્યો છે. મેં તેને જીત્યો છે. એટલે સર્વ ઠેકાણે તે અગ્રાહ્ય વચનવાળો બનશે. કોઈ તેની વાત બહું સાંભળશે નહીં. કોઈ તેની વાત જલ્દી માનશે નહીં. જેથી મિથ્યા પ્રરૂપણા થતી અટકશે. એમ સમજીને રાજયસભામાં રાજાની સમક્ષ વાદ કરવાનો મનમાં નિર્ણય કરે છે. ll૨૪૮૧-૨૪૮રા
तो बलसिरिनिवपुरओ, वायं नाओवणीयमग्गाणं । कुणमाणाणमईया सीसाऽऽयरियाण छम्मासा ॥ २४८३ ॥ एक्को वि नावसिज्जइ जाहे, तो भणइ नरवई नाहं । सत्तो सोउं सीयंति, रज्जकज्जाणि मे भयवं ॥ २४८४ ॥
ગાથાર્થ - ત્યારે બલશ્રી નામના રાજાની સમક્ષ રાજ્યસભામાં જ વાદ ગોઠવાયો. ત્યારબાદ ન્યાય પૂર્વક જ રજુ કરાયો છે. માર્ગ જેના વડે એવા ગુરુ અને શિષ્યને રાજસભામાં વાદ કરતાં કરતાં છ માસ પસાર થયા, છતાં તે ગુરુ અને શિષ્ય આ બન્નેમાંથી જયારે એક પણ વિરામ પામતા નથી. ત્યારે રાજા તે બન્નેને રાજયસભામાં જ કહે છે કે “હું તમારો બન્નેનો વાદ સાંભળવાને શક્તિમાન નથી.” કારણ કે તે ભગવાન્ મારાં રાજયનાં બીજાં ઘણાં કાર્યો સીદાય છે. ૨૪૮૩-૨૪૮૪ - વિવેચન - રામોવીયમvi = વસ્તુનું યથાર્થ સંવેદન (જ્ઞાન) પ્રાપ્ત કરાય જેના વડે તે ન્યાય, પ્રાસંગિક પદાર્થની સિદ્ધિ કરનારૂં જે વાક્ય તે પ્રમાણ, જે પ્રમાણ રજુ કરવાથી સામે આવેલો સઘળો પણ તર્કનો માર્ગ સમાપ્તિને પામે તે ન્યાયોપનીમાર્ગ કહેવાય છે. આવા પ્રકારના તે રોહગુપ્તશિષ્ય અને ગુરુજી શ્રી શ્રીગુસૂરિજીને આ વાદ કરતાં કરતાં છ મહીના ગયા. ત્યારે રાજાએ કહ્યું કે, મારાં રાજયનાં બીજાં ઘણાં કામો સીદાય છે માટે તમારો બન્નેનો વાદ હું સાંભળવાને સમર્થ નથી. ત્યારે હવે આ ગુરુજી શ્રીગુપ્ત આચાર્ય શું કહે છે? તે હવે પછીની ગાથામાં આપણે સાંભળીએ ||૨૪૮૩-૨૪૮૪ |
गुरुणाऽभिहिओ भवओ, सुणावणथमियमेत्तियं भणियं । जइ सि न सत्तो सोउं, तो निग्गिण्हामि णं कल्लं ॥ २४८५ ॥
Page #170
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિહ્નવ
૧૪૭ ગાથાર્થ - ગુરુજી વડે કહેવાયું કે હે રાજન્ તમને આ વાદ સંભાળવવા માટે જ મારા વડે આટલો બધો સમય લગાડાયો. પરંતુ જો તમારી આ વાદ સાંભળવાની શક્તિ જ નથી. તો હું આવતી કાલે જ આ શિષ્યને જિતને વાદ સમાપ્ત કરીશ. ll૧૪૮પ
અવતરણ - ત્યારબાદ બીજા દિવસે શું થયું ? તે હવે જણાવે છે. बीयदिणे बेइ गुरु नरिंद ! जं मेइणीए सब्भूयं । तं कुत्तियावणे सव्वमत्थि सव्वप्पतीयमित्यं ॥ २४८६ ॥ . तं कुत्तियावणसूरो नोजीवं देइ जइ, न सो नत्थि । अह भणइ नत्थि, तो नत्थि किंव हेउप्पबंधेणं ॥ २४८७ ॥
ગાથાર્થ - બીજા દિવસે ગુરુજીએ જ રાજ્યસભામાં જ કહ્યું કે હે રાજનું ! આ પૃથ્વી ઉપર જે કોઈ વસ્તુ વિદ્યમાન હોય છે તે સર્વ પણ વસ્તુઓ કૃત્રિકા પણ નામની દુકાનનો સ્વામી દેવ આપે જ છે. તેથી જો તે દેવ નો જીવ આપે તો તે નોજીવ નથી એમ નહીં અર્થાત્ છે. અને જો તે દેવ કહે કે નોજીવ નામની કોઈ વસ્તુ મારી પાસે નથી. તો સમજી લેવું કે “નોજીવ” નથી જ. (માટે તેનાથી જ નિર્ણય થઈ જશે) ઘણા હેતુઓ એટલે દલીલો અને ઉદાહરણોની હારમાળા જણાવવાની શી જરૂર છે ? ૨૪૮૬૨૪૮૭ |
વિવેચન : બીજા દિવસે શ્રીગુસૂરિજી નામવાળા ગુરુજીએ કહ્યું કે હે રાજન્ ! આ પૃથ્વી ઉપર જે કોઈ વસ્તુ વિદ્યમાન હોય તે સર્વ વસ્તુઓ “કુત્રિકાપણ” નામની દુકાનમાં હોય જ છે આ વાત સર્વલોકોને અને આપને પણ જાણીતી છે. તે કાળે દેવો ચલાવે તેવી દુકાનો હતી. અને જે જગતમાં હોય તે વસ્તુ તે દુકાનમાં મળતી. તેથી તે દુકાનને “કુત્રિકાપણ” કહેવાતી. કારણ કે એટલે સ્વર્ગલોક-પાતાલ લોક અને મૃત્યુલોક આમ ત્તિ = આ ત્રણ લોકનું જે ત્રિક તે કુત્રિવં = કહેવાતું “તારાથ્થાત્ તવ્યપદેશ:" = જે જેમાં રહે તેને તે નામ વાળો કહેવાય જેમ કે ગુજરાતમાં રહે તે ગુજરાતી. મારવાડમાં રહે તે મારવાડી “ત્રણે લોકમાં રહેનારા જીવો પણ વિ જ કહેવાય. સુત્રિમ આપત્તિ વ્યવહાતિ યત્ર કે સ કૃત્રિલાપ :” “ત્રણે લોકની સમસ્ત વસ્તુઓની લેવડ-દેવડ કરવાનો વ્યવહાર થાય છે જે હાટમાં (જે દુકાનમાં) તે હાટ- અર્થાત્ તે દુકાન કુત્રિકાપણ કહેવાય છે.
અથવા થાતુ-ગીવ-મૂન નક્ષ: ગિ: ગતિ વિર્ષ = ધાતુઓ જીવો અને મૂળીયાં આ લક્ષણવાળા ત્રણવસ્તુઓથી જે જન્મે છે તે નિ કહેવાય છે. સૌ નિમાપતિ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ઐરાશિકમત
નિતવવાદ વ્યવહાતિ યત્ર છે તે સુત્રાપ: = પૃથ્વી ઉપર આ ત્રણે વસ્તુની લેવડ દેવડ થાય છે જે હાટમાં (જે દુકાનમાં) તે હાટ અર્થાત્ તે દુકાન કુત્રિકાપણ કહેવાય છે.
હે રાજન ! આ રાજયમાં આવી કુત્રિકા પણ નામની દુકાન છે કે જ્યાં કોઈક વાણીયાને મન્નાદિવડે આરાધન કરાયેલો એટલે કે સિદ્ધ થયેલો એવો વ્યંતરદેવ ખરીદ કરનારા લોકોને જે જોઇએ તે સર્વ પણ ઇષ્ટવસ્તુઓ ક્યાંયથી પણ લાવીને આપે છે. તેની મૂલ કિંમત રૂપ દ્રવ્ય તે વેપારી જ ગ્રહણ કરે છે આવી દેવાધિષ્ઠિત દુકાન છે. કે જેને કુત્રિકાપણ કહેવાય છે.
બીજા કેટલાક આચાર્યો એમ પણ કહે છે કે વાણીયા વિનાની કેવળ દેવોથી જ અધિષ્ઠિત એવી દુકાનો હતી કે જેને કુત્રિકાપણ કહેવાય છે અને તેમાં વેચાયેલા માલનું મૂલદ્રવ્ય (કિંમત) પણ વ્યંતરદેવો જ લે છે મનુષ્યો નહી. આમ મતાન્તર જાણવો.
આવા પ્રકારની આ કુત્રિકાપણ નામની દુકાનો અમુક ચોક્સ પ્રતિનિયત સ્થાનોમાં ઉજ્જયિણી અને ભરૂચ નગરી આદિ વિશિષ્ટ સ્થાનોમાં જ ક્યાંક કેટલીક હતી આવું આગમમાં કહેલું છે. એટલે આચાર્યશ્રી શ્રીગુપ્તમુનિજીએ બલશ્રી રાજાને આ પ્રમાણે કહ્યું //૪૮૬-૨૪૮૭
तं मग्गिज्जउ मुल्लेण, सव्ववत्थूणि कित्थ कालेण । રૂય રોડ, ત્તિ પવ, નહિ-પરૂવાડુિં-પરિસાર્દિર૪૮૮ / सिरिगुत्तेणं छलुगो छम्मास विकड्ढिउण वाए जिओ । आहरण कुत्तियावण चोयालसएण पुच्छाणं ॥ २४८९ ॥
ગાથાર્થ સૂરિજીએ કહ્યું કે મૂલ્ય આપીને સર્વવસ્તુઓ આ દુકાનમાં માગો. કાલવિલંબ કરવાની શું જરૂર છે ? “ભલે એમ હો” આ પ્રમાણે રાજાએ (બલશ્રીએ) તથા પ્રતિવાદીએ (રોહગુએ) અને સર્વપર્ષદાએ આ વાત સ્વીકારી. આ પ્રમાણે શ્રીગુણાચાર્ય મહારાજશ્રી વડે આ ષડલુક (રોહગુપ્ત:) મુનિ છ મહીના પસાર થયા ત્યારે વાદમાં જિતાયો. ત્યારબાદ કુત્રિકા પણ દુકાનમાં ૧૪૪ પ્રશ્નો પૂછવાથી (૧૪૪ વસ્તુઓ માંગવાથી) પણ જિતાયો. | ૨૪૮૮- ૨૪૮૯ /
વિવેચન :- શ્રીગુસૂરિજીએ કહ્યું કે અહીં દેવાધિષ્ઠિત દુકાનો છે. આ જગતમાં જે વસ્તુ હોય છે તે તમામ વસ્તુ નાણુ આપવાથી દેવ આપે જ છે. તેથી આપણે આ દુકાન ઉપર જઇને આ વસ્તુ માગીએ. જો તે કુત્રિકાપણ દુકાનનો અધિષ્ઠાયક દેવ નોજીવ માગે
Page #172
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિતવ રોહગુખ મુનિ
૧૪૯ છતે જીવ અને અજીવથી ભિન્ન એવો નોજીવ નામનો કોઈ પણ પદાર્થ આપે તો આ નોજીવ નથી. એમ નહીં પણ અવશ્ય છે જ આમ નિર્વિવાદે વસ્તુ સિદ્ધ થાય.
તથા વળી જો આ દેવ એમ જ કહે કે જીવ અને અજીવથી જાદો એવો નો જીવ નામનો કોઈ પણ પદાર્થ મારી પાસે નથી તો વિવાદ વિના જ નક્કી થાય છે કે આ નોજીવ નામનો કોઈ પદાર્થ નથી આપણે આ કુત્રિકા પણ નામની દુકાનથી જ નિર્ણય કરીએ નિરર્થક તમારા રાજ્યના કામકાજમાં વિક્ષેપ કરનારા અને ક્લેશને જ આપનારા એવા તર્ક અને ઉદાહરણો આપી આપીને અનુમાન બતાવવાના ઘણા પ્રયાસ કરવા વડે હવે સર્યું.
આ પ્રમાણે ગુરુજીવડે કહેવાય છતે તથા બલશ્રી રાજાવડે અને પ્રતિવાદી એવા રોહગુપ્ત વડે અને સર્વ સભાખંડ વડે કહેવાયું કે હા, આ વાત યુક્તિથી યુક્ત છે માટે આમ જ હો. આમ સર્વે લોકોએ આ વાત સ્વીકારી ત્યારે શ્રીગુમ આચાર્યવડે પડુલૂક એવો રોહગુપ્ત પ્રથમ છ માસના વાદમાં પરાભૂત કરીને ત્યાર બાદ કુત્રિકાપણ નામની દેવાધિષ્ઠિત દુકાનમાં જે હવે કહેવાતી પૃથ્વી પાણી અગ્નિ આદિ ઘણી વસ્તુઓ મંગાઈ. તે તે વસ્તુવિષયક ૧૪૪ પ્રશ્નો માત્ર લેનારા આચાર્યશ્રીએ રાજાએ અને રોહગુપ્ત તથા પ્રજાજનોએ કર્યા તે દુકાનદારોએ જે વસ્તુ હતી તે આપી. ન હતી તે ન આપી. આ વાત આગળી ગાથામાં સ્પષ્ટ કરે છે. અહીં મૂલગાથામાં “વોયાતHM" શબ્દનો અર્થ ૧૪૪ થાય છે. ત્યાં સો એવો અર્થ પૂર્વમાં હોવા છતાં તેના વાચક રીતે શત શબ્દ પાછળ આપ્યો છે અને ચુંમાલીસ અર્થ પાછળ હોવા છતાં વોયાત શબ્દ જે પૂર્વમાં આપ્યો છે તે પ્રાકૃતભાષાની શૈલી હોવાથી શ્લોકરચનાના છંદની રચનાનો ભંગ ન થઈ જાય તે માટે તેને અનુસરવાથી તથા આર્મસ્વરૂપ હોવાથી વ્યત્યયથી નિર્દેશ કર્યો છે. વોયાત શબ્દ પૂર્વમાં અને સત્ય શબ્દ પાછળ કહ્યો છે. |૨૪૮૮-૨૪૮૯ ||
અવતરણ - કુત્રિકાપણ દુકાનમાં ૧૪૪ પ્રશ્નો પુછીને વસ્તુઓ જે માગી તે ૧૪૪ પ્રશ્નો કેવી રીતે કર્યા તે જણાવે છે :
भूजलजलणानिलनह कालदिसाऽऽया मणो य दव्वाइं । भण्णंति नवेयाइं सत्तरस गुणा इमे अण्णे ॥ २४९० ॥ रूव-रस-गंध-फासा संखा, परिमाणमहमह पुहुत्तं च । संजोगविभागपराऽपरत्तबुद्धी सुहं दुहं दुक्खं ॥ २४९१ ॥ इच्छा दोस पयत्ता, एत्तो कम्मं तयं च पंचविहं । उक्खेवण-वखेवण-पसारणाऽकुंचणं गमणं ॥ २४९२ ॥
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ઐરાશિકમત
નિહ્નવવાદ सत्ता सामण्णं पिय सामण्ण-विसेसया विसेसो य । समवाओ य पयत्था छ छत्तीसं सप्पभेया य ॥ २४९३ ॥ पगईए अगारेण य, नोगारोभय निसेहओ सव्वे । गुणिआ चोयालसयं पुच्छाणं पुच्छिओ देवो ॥ २४९४ ॥
ગાથાર્થ - પૃથ્વી-પાણી, અગ્નિ-પવન આકાશ-કાલ-દિશા આત્મા અને મન એમ કુલ નવ દ્રવ્યો છે. આમ અત્યાચાર્યો કહે છે તથા આ હવે કહેવાતા એવા ગુણો ૧૭ છે તે દ્રવ્યથી અન્ય છે. | ૨૪૯૦ ||
રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ = મહત્ત્વ, પૃથક્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ અને દુઃખ, ઇચ્છા, દ્વેષ તથા પ્રયત્ન આ પ્રમાણે ગુણો ૧૭ જાણવા. આ ગુણો પછી કર્મ (ક્રિયા) તે પાંચ પ્રકારે છે ૧. ઉલ્લેપણ, ૨. પ્રક્ષેપણ, ૩. પ્રસારણ, ૪. આકુંચન, ૫. ગમન આમ ક્રિયા પાંચ પ્રકારની જાણવી. ૨૪૯રા
સામાન્ય ત્રણ પ્રકારનું છે (૧) સત્તા, (૨) સામાન્ય, (૩) સામાન્યવિશેષ તથા ૧ વિશેષ, અને ૧ સમવાય એમ કુલ ૯+૧+૫+૩+૧+૧=૩૬ તત્ત્વો છે. આ પ્રમાણે મૂલ ભેદો ૬ અને તેના ઉત્તરભેદો ૩૬ છે. || ૨૪૯૦ થી ૨૪૯૩ ||
આ ૩૬ ભેદોના પ્રકૃતિરૂપે (મૂલભેદ રૂપે), તથા અકારની સાથે તથા નોકારની સાથે, તથા ઉભયનિષેધની સાથે કરવાથી સર્વે મળીને ૧૪૪ પ્રતિભેદો થાય છે. આટલા પ્રશ્નો કુત્રિકાપણાની દુકાનમાં જઈને ત્યાંના દેવને પૂછીએ. | ૨૪૯૪ ||
વિવેચન :- અહીં દ્રવ્ય ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ અને સમવાય એમ કુલ મૂલભૂત છ પદાર્થો છે. તે રોહગુણવડે આ મૂલ છ પદાર્થો કલ્પાયા છે તેથી તેનું નામ પડલૂક એવા નામથી બોલાવાય છે. ત્યાં પ્રથમભેદ જે દ્રવ્ય છે તેના નવ ભેદો છે. કેવી રીતે નવ ભેદો છે. તે ગુરુજી કહે છે કે (૧) પૃથ્વી (૨) જલ, (૩) અગ્નિ (૪) વાયુ, (૫) આકાશ. (૬) કાલ. (૭) દિશા. (૮) આત્મા અને (૯) મન આ નવ દ્રવ્યો છે. એમ રોહગુપ્ત માને છે.
ગુણો કુલ ૧૭ છે. તે આ પ્રમાણે છે (૧) રૂ૫. (૨) રસ. (૩) ગંધ, (૪) સ્પર્શ, (૫) સંખ્યા. (૬) પરિમાણ એટલે મહત્ત્વ, (૭) પૃથક્વ, (૮) સંયોગ. (૯) વિભાગ, (૧૦) પરત્વ (૧૧) અપરત્વ, (૧૨) બુદ્ધિ, (૧૩) સુખ. (૧૪) દુઃખ (૧૫) ઇચ્છા, (૧૬) દેપ અને (૧૭) પ્રયત્ન આ પ્રમાણે ગુણો ૧૭ જાણવા.
હવે કર્મ એટલે ક્રિયા પાંચ પ્રકારની છે (૧) ઉëપણ (૨) અવક્ષેપણ. (૩) આકુંચન.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૧
ષષ્ઠમ નિદ્ધવ રોહગુપ્ત મુનિ (૪) પ્રસારણ. (૫) ગમન. હવે સામાન્ય ત્રણ પ્રકારનું છે. (૧) સત્તા, (૨) સામાન્ય, (૩) સામાન્ય વિશેષ. ત્યાં દ્રવ્ય ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં “આ સત્ છે” “આ સત્ છે” એવી બુદ્ધિનું જ કારણ છે તે સત્તા નામનું પ્રથમ સામાન્ય છે.
તેની અપેક્ષાએ જે નાની જાતિ તે બીજું સામાન્ય, જેમ કે દ્રવ્યત્વ તથા ગુણત્વ. આ અવાજોર જે સામાન્ય છે તે બીજુ તથા પૃથ્વીત્વ, જલત્વ આદિ અને કૃષ્ણત્વ નીલત્વ ઈત્યાદિ જે અવાન્તરથી પણ અવાન્તર સામાન્ય છે (પેટાભેદ રૂપ જે સામાન્ય છે.) તે સામાન્યવિશેષ એમ ત્રણ પ્રકારનું સામાન્ય છે.
અન્ય આચાર્યો આ રીતે પણ (બીજી રીતે પણ) ત્રણ પ્રકારનું સામાન્ય જણાવે છે. (૧) અવિકલ્પ નામનું મહાસામાન્ય તથા (૨) ત્રણ પદાર્થમાં રહેનારૂં અને સદ-સદ બુદ્ધિનું જે કારણભૂત એવું સામાન્ય તે સત્તા નામનું બીજાં સામાન્ય અને (૩) દ્રવ્યત્વ - ગુણત્વ આદિ જે સામાન્ય છે તે સામાન્યવિશેષ નામનું ત્રીજાં સામાન્ય જાણવું.
તથા વળી અન્ય આચાર્યો એમ પણ કહે છે કે મહાસામાન્ય અને સત્તા સામાન્યમાં વ્યત્યય છે એટલે કે ઉપર જે સમજાવવામાં આવ્યું છે તેનાથી જ વિપરીત અર્થ કરવો. દ્રવ્ય-ગુણ અને કર્મ એમ ત્રણ પદાર્થમાં રહેનાર અને સદ્ સત્ એવી બુદ્ધિનું જે કારણ તે સામાન્ય, અને અવિકલ્પભાવવાળી જે છે તે સત્તા, તથા દ્રવ્યત્વ આદિ જે પેટાજાતિ છે તે સામાન્ય વિશેષ આમ સામાન્યના ત્રણ ભેદો જાણવા. અન્યત્વ એટલે છેલ્લામાં છેલ્લી જે વિશેષતા તે વિશેષ એક જ પ્રકારનો છે એવી જ રીતે સમવાય નામનો પદાર્થ પણ એક જ છે.
આ પ્રમાણે આ દ્રવ્ય-ગુણ-સામાન્ય વિશેષ અને સમવાય એમ મૂલભૂત ૬ પદાર્થો છે. તેના અનુક્રમે ૯+૧૭+૫+૩+૧+૧=૩૬ ઉત્તરભેદો છે. નવ દ્રવ્યો, સત્તર ગુણો, પાંચ ક્રિયા, ત્રણ સામાન્ય, ૧ વિશેષ અને ૧ સમવાય સર્વ મેળવીએ તો ૩૬ વિકલ્પો થાય છે.
આ છત્રીસે ભેદોને પ્રકૃતિરૂપે (મૂલરૂપે) કારની સાથે, તથા નોકારની સાથે, તથા ઉભયનિષેધ એટલે નોકાર અને અકારની સાથે એમ બન્નેની સાથે જોડતાં ચાર પ્રકાર કરતાં ૩૬X૪ = ૧૪૪ એમ કુલ એકસોહ ચુમ્માલીસ પ્રશ્નો થાય છે.
તે આ પ્રમાણે :- (૧) તમે મને “કૃથિવી દિ" પૃથ્વી આપો ? આ પ્રકૃતિ (મૂલભેદ)ની સાથેનો પ્રશ્ન. (૨) તથા નગ્ન અવ્યયનો લોપ થઈને તેની જગ્યાએ જે
આવ્યો તે ગવારની સાથે સંયોગવાળો જે પ્રશ્ન તે બીજો ભેદ જેમ કે “મથિવી દિ' તથા નોની સાથે સંયોગ પામેલી પ્રકૃતિનો ત્રીજો પ્રશ્ન જેમ કે “નોવૃથિવી
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ઐરાશિકમત
નિઠવવાદ
વેન્નિ' તથા નોાર અને અાર લક્ષણ વાળાં જે ઉભયપદો, તેની સાથે પ્રકૃતિ (મૂલશબ્દ) જોડીને જે પ્રશ્ન થાય તે ચોથો પ્રશ્ન. તેનાથી દેવને પુછીએ તો નોઅપૃથિવી વેહિ ।
આ પ્રમાણે જેમ પૃથ્વીસંબંધી ચાર પ્રશ્નો દેવને પૂછી શકાય તેમ જલાદિ ૩૬ તત્ત્વોમાં આ પ્રમાણે (૧) મૂલપ્રકૃતિરૂપે (૩) અકારના પ્રશ્ર્લેષ સાથે. (૩) નોવ્હારના સંબંધ સાથે અને (૪) નોવાર અાર સાથે એમ ચારે પ્રકારે દેવને પ્રશ્ન પુછી શકાય છે ? અને જે વસ્તુ હોય છે તે વસ્તુ દેવ મૂલ્ય દ્વારા આપે જ છે. માટે તેના દ્વારા આ પ્રશ્નનો નિકાલ થવો શક્ય છે. આ અભિપ્રાયથી જ મૂલગાથામાં કહ્યું છે કે આ છત્રીસે ભેદને ચા૨વડે ગુણશો તો ૧૪૪ પ્રશ્નો થશે.
પ્રશ્ન :- હે દેવ તમે મને પૃથિવી આપો આ તો પૃથિવી તત્વની દેવની પાસે યાચના થઈ કહેવાય? તેને પ્રશ્ન કેમ કહેવાય ?
ઉત્તર ઃ- તમારી વાત સાચી છે. પરંતુ હે દેવ ! તમે મને પૃથિવી આપો આમ યાચના કરવા દ્વારા જો હોય તો દેવ આપવાનો જ છે. અને જો ન હોય તો દેવ આપવાનો નથી જ. એમ યાચના દ્વારા પૃથિવી આદિ તત્ત્વોનું અસ્તિત્વ જ આ દેવને પૂછાય છે. તેથી નોજીવની જ્યારે તમે યાચના કરશો ત્યારે જો જીવ અજીવથી ભિન્ન એવું નોજીવ જેવું કોઇ તત્ત્વ હશે તો આ દેવ અવશ્ય આપશે જ. અને જો દેવ આવું કોઈ તત્ત્વ આપે તો નોજીવ જેવી ત્રીજી રાશિ છે જ આમ સાબિત થાય. અન્યથા એટલે કે જો દેવ નોજીવ જેવો કોઈ પદાર્થ ન જ આપે. તો તે નથી જ એમ નક્કી થાય.
તેથી દેવ પાસે નોજીવની યાચના કરવા દ્વારા પ્રશ્ન જ કરવાનો છે આમાં કોઈ બીજો દોષ નથી. આમ આચાર્યશ્રીએ રાજાને કહ્યું. રાજાએ પ્રતિવાદીએ અને અન્ય સભાજનોએ આ વાત ઘણી જ ઉચિત છે એમ સમજીને સ્વીકારી ।।૨૪૯૦થી૨૪૯૩॥
અવતરણ : આ સર્વેએ સાથે મળીને દેવની પાસે કુત્રિકાપણની દુકાને કેવી રીતે પ્રશ્નો કર્યા ? ઇત્યાદિ વિષય દિશામાત્રરૂપે જણાવવા સારૂં પૃથિવીલક્ષણવાળા પ્રથમભેદને આશ્રયી કહે છેઃपुढवित्ति देइ ले देसोवि समाणजाइलिङ्गोत्ति । पुढवित्ति सोऽपुढव देहि त्ति देइ तोयाई ॥ २४९५ ॥
"
ગાથાર્થ :- દેવની પાસે “તમે મને પૃથિવી આપો. આવી જ્યારે પાચના કરાઇ. ત્યારે દેવે તે પૃથિવીનો એક દેશભાગ (ટુકડો) આપ્યો. આ દેશભાગ પણ સમાનાતિ અને સમાનલિંગ હોવાથી પૃથિવી જ કહેવાય. હવે જ્યારે “અપૃથિવી રેફ્રિ" આમ અપૃથ્વીની યાચના કરાઇ. ત્યારે પાણી અગ્નિ વિગેરે તે દેવ આપે છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિર્ભવ રોહગુપ્ત મુનિ
૧૫૩
વિવેચન :- કુત્રિકાપણ નામની દુકાનમાં દેવ પાસે પૃથિવીની યાચના કરે છે ત્યારે તે દેવ માટીનો ટુકડો આપે છે.
પ્રશ્ન :- અહીં કોઈક શિષ્ય આવો પ્રશ્ન કરે છે કે તમારી આ વાત અપ્રસ્તુત છે. અનુચિત છે. કારણ કે અન્ય વસ્તુ માગી હોય ત્યારે અન્ય વસ્તુ આપવી તે કેમ યોગ્ય કહેવાય ?
:
ઉત્તર ઃ- આવો પ્રશ્ન કરવો નહીં. કારણ કે માટીના ટુકડા રૂપ જે આ (લેષુટુકડો) છે તે પૃથિવી જ છે. પૃથિવીત્વ નામની જે જાતિ તે જેમ પૃથિવીમાં છે તેમ ટુકડામાં પણ પૃથિવીત્વ છે. અને પૃથિવી જેમ સ્ત્રીલિંગ છે તેમ આ લેણુ ટુકડો પણ પૃથિવી હોવાથી સ્ત્રીલિંગ જ છે. આ ટુકડામાં પૃથિવીત્વ જાતિ તથા સ્ત્રીલિંગપણું સમાનપણે વર્તે છે તેથી આ ટુકડાને પણ પૃથિવી જ કહેવાય. આવો વ્યવહાર કરવો. જેમ રત્નની પ્રભા તે પૃથિવી છે તેમ આ ટુકડો પણ પૃથિવી જ છે.
ત્યારબાદ તે કૃત્રિમપણના દેવ પાસે “અપૃથિવી રેફ્રિ" અપૃથ્વી આપો આવી માગણી કરી ત્યારે તે દેવ પાણી વિગેરે પદાર્થો આપે છે. આમ બે ચાયના સમજાવી. હવે ત્રીજી-ચોથી યાચના આગલી ગાથામાં સમજાવે છે. ૫૨૪૯૫ ॥
અવતરણ:- જ્યારે તે જ દેવ પાસે “નોવૃથિવી યાતિ:” મને તમે નોપૃથિવી આપો. આવી યાચના કરાઈ. ત્યારે શું આપે છે ? તે કહે છે :
देहपडिसेहपक्खे, नोपुढवीं देइ लेट्ठदेसं सो । लेट्ठदव्वावेक्खो, कीरइ देसोवयारो से ॥ २४९६ ॥
इहरा पुढवि च्चिय, सो लेट्ठव्व समाणजाईलक्खणओ । लेट्ठदलं ति व देसो, जइ तो लेट्टु वि भूदेसो ॥ २४९७ ॥
ગાથાર્થ :- નો શબ્દ દેશનિષેધવાચી તરીકે લઇએ તો નોપૃથ્વી કહેતાંની સાથે તે દેવ લેરુનો જ દેશ આપે છે. કારણ કે લેટુ દ્રવ્યની અપેક્ષાએ તેમાં દેશનો ઉપચાર કરાયો છે. જો એમ ન સમજીએ તો ૫રમાર્થથી લેરુની જેમ સમાન જાતિ અને સમાનલિંગ હોવાથી તે લેરુના દેશને પણ પૃથ્વીજ કહેવાય છે. તેથી લેટુ દ્રવ્યની અપેક્ષાએ તેમાં દેશનો ઉપચાર કરાયો છે અન્યથા અથવા તે લેટુ પણ પૃથ્વી જ છે. જેમ લેણુ છે તેવુ જ સમાન જાતિ અને સમાન લક્ષણ હોવાથી તે લેરુ જેમ લેરુ છે તેમ પૃથ્વી પણ છે. લેટુનો એક ભાગ એ જેમ લેરુ કહેવાય છે. તેમ લેરુ પોતે પણ પૃથ્વીનો જ દેશભાગ હોવાથી પૃથ્વી જ કહેવાય છે. ૨૪૯૬-૨૪૯૭ ॥
Page #177
--------------------------------------------------------------------------
________________
ઐરાશિકમત
નિહ્નવવાદ
વિવેચના :- જ્યારે નોશબ્દ દેશનિષેધવાચી લઇએ ત્યારે “નોપૃથ્વી રેફ્રિ" આમ યાચના કરાયે છતે સમસ્ત પૃથ્વીપણે ઉપચાર કરાયેલા લેટુનો જ એકદેશ આપે છે. ત્યારે લેરુ પણ પૃથ્વીનો એક અંશ હોવાથી જાણે સમસ્ત પૃથ્વી જ છે એમ ઉપચાર કરીને તેનો જ એક ટુકડો તે લેહુદેશ એ જ નોપૃથ્વી છે આમ માનીને તે દેવ લેટુનો ખંડ જ આપે છે.
૧૫૪
પ્રશ્ન :- જ્યારે નોપૃથ્વીની યાચના કરવામાં આવી ત્યારે નોશબ્દ દેશનિષેધવાચી માનીને નોપૃથ્વી એટલે પૃથ્વીનો જ ટુકડો અર્થાત્ પૃથ્વીનો જ દેશભાગ ગ્રહણ કરાવો જોઇએ. પરંતુ લેટુનો જે દેશભાગ છે. તે તો પૃથ્વીના દેશનો પણ દેશભાગ થયો. માટે તે ન ગ્રહણ કરાવો જોઇએ. તે ભાગ પૃથ્વીના દેશનો પણ દેશ છે પણ પૃથ્વીનો દેશ નથી. તેથી જ્યારે નોપૃથ્વીની યાચના કરવામાં આવી ત્યારે તે દેવ લેટુનો દેશ કેમ આપે છે ?
ઉત્તર ઃ- લેટુ એ પણ પૃથ્વીદ્રવ્ય જ છે. આમ સમજીને તે લેટુનો જ એકદેશ તે પૃથ્વીનો જ દેશ છે એમ દેશોપચાર કરવામાં આવે છે. સારાંશ આવો છે કે લેરુ પણ ઉપર સમજાવેલી યુક્તિથી અનંત પરમાણુઓનો પિંડ હોવાથી “સંપૂર્ણ એવી એક પૃથિવી જ છે.” આવો ઉપચાર કરવામાં આવે છે. તેથી લેરુનો જે ભાગ તે પૃથ્વીનો જ ભાગ મનાય છે. બીજી રીતે વિચારીએ તો લેરુ જેમ પૃથિવી જ છે તેની જેમ સમાનજાતિ અને સમાનલિંગ હોવાથી લેટુનો દેશ પણ પૃથ્વી જ છે.
અહીં વચ્ચે શિષ્યના તરફથી શંકા ઉઠાવીને તેને દૂર કરતાં ગ્રંથકર્તાશ્રી કહે છે કેઃહે શિષ્ય ! તું લેટુનો દેશ જ આ છે. તે લેટુનો જ ખંડ માત્ર છે. તેથી સમાનજાતિ અને સમાનલિંગ હોવા છતાં પણ તેને લેટુનો ખંડ જ કહેવાય પણ પૃથ્વી નથી કહેવાતી. આવું તું સમજે છે તે બરાબર નથી. જો એમ જ હોય તો લેરુ તે પૃથ્વીનો દેશ જ છે પણ જો પૃથ્વી નથી જ આમ જ એકાન્તે માનવામાં આવે તો પહેલીવારના પ્રશ્નમાં નોપૃથ્વીની જ્યારે યાચના કરી ત્યારે લેણુને જ પૃથ્વી તરીકે માનીને લેરુના દેશને જ પૃથ્વીનો દેશ કલ્પ્યો હતો તે તારા અભિપ્રાય પ્રમાણે તો ન ઘટે કારણ કે તે લેટુ પણ પૃથ્વીનો દલ (અંશ) હોવાથી પૃથ્વી ન કહેવાય. જેમ લેટુનો દેશ પૃથ્વી નથી મનાતો તેમ :
સારાંશ કે લેરુ તે પૃથ્વીનો દેશ હોવા છતાં ઉપચારે તેને જ પૃથ્વી કહેવાય છે. આમ માનીને તો લેરુના દેશને પણ પૃથ્વીનો દેશ જ કહેવાય છે. અને દેવ તે જ આપે છે તે લેટુનો દેશ જ “નોપૃથ્વી” છે બીજું કંઇ નથી. ॥ ૨૪૯૬-૨૪૯૭ ॥
Page #178
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિદ્ધવ રોહગુપ્ત મુનિ
૧૫૫ અવતરણ - લેખનો દેશ જરૂર છે. પરંતુ પૃથ્વી નથી. આમ જ માનો ને? આવો કોઈ પ્રશ્ન કરે તો તે અયુક્ત જ છે. કેવી રીતે તે અયુક્ત છે. આ વાત સમજાવતાં કહે છે કે :
देहि भुवं तो भणिए, सव्वाणेया न यावि सा सव्वा । सक्का, सक्केण वि याणेउं किमुयावसेसेणं ॥ २४९८ ॥
ગાથાર્થ :- “મને પૃથ્વી આપો” આમ માગણી કરે છતે ખરેખર તે દેવે સમસ્ત પૃથ્વીખંડ જ લાવીને આપવો જોઈએ. પરંતુ શક્તિશાળી એવા શક્રેન્દ્ર વડે પણ તે સમસ્ત પૃથ્વી લાવી શકાય તેમ નથી. તો બીજા સામાન્ય દેવ તો તે સકલ પૃથ્વી ક્યાંથી આપી જ શકે ? || ૨૪૯૮ || - વિવેચન :- જો લેછુ એ જ પૃથ્વી છે આમ ન જ માનીએ તો જ્યારે યાચકે દેવ પાસે “મૂર્વ દિ" આવી માગણી કરી ત્યારે સમસ્ત એવાં ત્રણે ભૂવનમય પૃથિવી જ લાવીને આપવી જોઇએ (પણ એક લેખું ન આપવું જોઈએ. કારણ કે લેણુ એ પૃથ્વી નથી જ એમ જ તમે માન્યું છે માટે). પરંતુ તે સકલ એવી પૃથ્વી ઇન્દ્ર મહારાજા વડે પણ લાવવી શક્ય નથી. તો પછી કુત્રિકાપણના અધિષ્ઠાયક દેવાદિ માત્ર વડે તો સમસ્ત પૃથ્વી શું લવાય ? (માટે પૃથ્વી કહેવાથી પૃથ્વીનો એક ભાગ જ લેવો જોઈએ તેથી નોપૃથ્વી કહેવાથી લેણુંનો ટુકડો એ જ અર્થ કરવો જોઇએ તે દાખલા સાથે બીજી ગાથામાં સિદ્ધ કરવામાં આવે છે.) ર૪૯૮ |
અવતરણ પ્રેરક પ્રશ્ન કરનાર) કંઈક નજીક આવે છતે દાન આપવા દ્વારા સૂરિ મહારાજ પ્રસ્તુત અર્થના નિર્ણયને વધારે સ્પષ્ટતાથી સમજાવે છે :
जह घटमाणय भणिए, न हि सव्वाणयण संभवो किन्तु ॥ देसाईविसिटुं चिय, तमत्थवसओ समप्पेइ ॥ २४९९ ॥ पुढवित्ति तहा भणिए, तदेगदेसे वि पगरणवसाओ। लेझुम्मि जायइ मई, जहा तहा लेङदेसे वि ॥ २५०० ॥
ગાથાર્થ - જેમ “તું ઘટ લાવ” આમ કહે છતે સકલઘટ લાવવાનો સંભવ નથી. પરંતુ દેશાદિથી વિશિષ્ટ એવો કોઈ પણ એક ઘટ જ લાવવાનો હોય છે. આમ અર્થવશથી સાંભળનાર જેમ સમજે જ છે. તેવી જ રીતે “તું પૃથ્વી લાવ” આમ કહે છતે પણ પ્રકરણના વશથી તે પૃથ્વીનો એકદેશ એવો લેણું જ લાવવા માટેની લેણુમાં જ બુદ્ધિ થાય છે તે જ રીતે લેણુ દેશમાં પણ પૃથિવીનો અંશ માનવામાં આવે છે. ||૨૪૯૯-૨૫૦૦
Page #179
--------------------------------------------------------------------------
________________
૧પ૬ ઐરાશિકમત
નિતવવાદ | વિવેચન - આમ સામાન્યથી “તું ઘટ લાવ.” આવું જ કહેવામાં આવે તો શબ્દાર્થ પ્રમાણે તો કોઈ વિશિષ્ટ ઘટ લાવવાનો ઉલ્લેખ કર્યો નથી. તેથી જગદ્વર્તી સર્વ ઘટ લાવવા જોઈએ. પરંતુ તે સર્વ ઘટનું આનયન શક્ય નથી પરંતુ પર એવા શબ્દથી વાચ્ય એવા સકલ ઘટનું આનયન શક્ય ન હોવાથી તેવું કહેનારને સર્વઘટ લાવવાનું પ્રાય: પ્રયોજન પણ ન સંભવતું હોવાથી અર્થના વશથી સામર્થ્યથી જ નિયત દેશ અને નિયત કાલાદિથી અવચ્છિન્ન એવો કોઈ વિશિષ્ટ એવો એક ઘટ જ સમજાય છે તેને જ લાવીને કહેનારને સમપિત કરાય છે.
તેવી જ રીતે અહીં “પૃથ્વી દિ' આમ કહે છતે સમસ્ત એવી પૃથ્વી માગવી અને લાવવી શક્ય ન હોવાથી તથા પ્રાયઃ તેવું પ્રયોજન પણ વક્તાને ન હોવાથી પૃથ્વીનો એક ટુકડો જેમ કે લેખું, તેને જ પૃથ્વી છે આમ માનીને કોઈ પણ વિશિષ્ટ એવો લેણું જ લાવવાનો અભિપ્રાય તે દેવના મનમાં થાય છે એટલે કે લેણું સમર્પણ કરવાની બુદ્ધિ તે દેવને થાય છે કારણ કે દેવને મનમાં આવો વિચાર પ્રકરણના વશથી અવશ્ય સૂઝે છે કે :
પૃથ્વી મંગાવનાર આ જીવને સમસ્ત ત્રણ ભુવનાત્મક પૃથ્વીની જરૂર નથી તથા લાવી પણ ન શકાય. પરંતુ તેના એકદેશભૂત એવા લેણુનું જ પ્રયોજન છે તે જ મારે લાવીને આપવું જોઈએ. આમ પ્રકરણના વશથી આપોઆપ સમજાય જ છે.
હવે મૂલ પ્રસ્તુત વાત સમજાવે છે કે “પૃથ્વી દિ' આમ કહે છત ઉપર કહેલા ન્યાય પ્રમાણે સમસ્ત બ્રહ્માંડ રૂપ પૃથ્વી આપવા-લેવાની નથી. પરંતુ તેના એકદશભૂત લેણું જ મારે આપવાનું છે અને તે જ વસ્તુ આ સામેનો જીવ માગે છે.આવી બુદ્ધિ જેમ થાય છે તે જ પ્રકારે “નોપૃથ્વી દિ' આમ કહે ત્યારે તે જ પૃથ્વીના એક ખંડરૂપ તેના એક-દેશને જ આપવા-લેવાની બુદ્ધિ થાય છે. આમ જ સમજવું જોઈએ ર૪૯૯૨૫૦૦ગા.
અવતરણ - “આ પુતિદિના જે ભારિ” ૨૪૯૭ ગાથામાં તમારા વડે પહેલાં તેનો જે એકદેશ હોય તે પૃથ્વી છે. એમ કહેવાયું હતું અને હવે નોવૃથિવી છે. આમ કેમ કહેવાય છે ! તેવી શંકા કરીને ઉત્તર આપતાં કહે છે કે :
लेहुदव्वावेक्खाए, तह वि तद्देसभावओ तम्मि । उवयारो नोपुढवी, पुढविच्चिय जाइलक्खणओ ॥ २५०१ ॥ ગાથાર્થ - લેણુ એ એક દ્રવ્યવિશેષ જ છે આમ માનીને તેના એક દેશભાગમાં
Page #180
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિહ્નવ રોહગુખ મુનિ
૧૫૭ નોપૃથ્વી પણાનો ઉપચાર કરાય છે વાસ્તવિકપણે તો તેમાં પૃથ્વીની જાતિ અને પૃથ્વીનું લક્ષણ હોવાથી પૃથ્વી જ છે. || ૨૫૦૧ ||
વિવેચન - જો કે લેણુનો એકદેશ એ પૃથ્વી જ છે તો પણ તે લેણુના એકદેશમાં નોપૃથિવી પણાનો ઉપચાર જ કરાય છે. ક્યા કારણે આ ઉપચાર કરાય છે? તો જણાવે છે કે “લેણુ” એ પૂર્વે કહેલા ન્યાયથી “પૃથ્વી” જ છે. એટલે દેશ હોવા છતાં પણ તેમાં પૃથિવીપણું જ આરોપિત કરાયું છે. તેની અપેક્ષાએ આમ બોલાય છે.
આમ કેમ બોલાય છે ? આવો પ્રશ્ન કદાચ થાય તો તેનો ઉત્તર એ છે કે “તદ્માવતઃ” લેણુ નામના દ્રવ્યનો એક ભાગ હોવાથી. વાસ્તવિકપણે જો વિચાર કરીએ તો આ લેણુ એ પૃથ્વીદ્રવ્ય જ છે તેની અપેક્ષાએ તેના એકદેશ ભાગમાં નોપૃથ્વી આવા પ્રકારનો ઉપચાર કરાય છે. પરમાર્થથી વિચારીએ તો આ લેણુના એકદેશરૂપ જે નોપૃથ્વી છે તે પૃથ્વી જ છે કારણ કે પૃથ્વીની સાથે તેની સમાન જતિ અને સમાન લિંગ છે તે માટે, આ પૃથ્વી જ છે આમ કોણ ન માને ? અમારા વડે પણ પૂર્વે કહેવાયું જ છે કે પૃથ્વીનો એકદેશ તે પૃથ્વી જ છે અને આજે આ વાત ફરીથી વારંવાર યાદ કરાવાય છે માટે પૃથ્વીનો જે એકદેશ છે કે જેને નોપૃથ્વી કહેવાય છે. તે પૃથ્વી જ છે. ને ૨૫૦૧ ||
અવતરણ - નો શબ્દ અને અક્ષર શબ્દ આમ આ બન્નેનો નિષેધવાળો ચોથો પક્ષ લઇને અર્થ સમાવે છે. :
पडिसेहदुगं पगई, गमेइ जं तेण नोअपुढवित्ति । भणिए पुढवित्ति गई, देशनिसेहे वि तद्देसो ॥ २५०२ ॥
ગાથાર્થ :- જ્યાં બે નિષેધ હોય ત્યાં મૂલ પ્રકૃતિ અર્થ જણાવે છે. તે કારણથી “ોગપૃથ્વી” આમ કહે છતે પૃથ્વી જ અર્થ જણાય છે તથા નોશબ્દ દેશનિષેધવાચી રાખીએ તો પણ જલાદિ રૂપ દેશનો જ નિષેધ થાય છે. એ ૨૫૦૦ II
| વિવેચન : - “ નગી પ્રવૃત્તિની મતિ ” નિષેધવાચક એવા બે નગ્ન જો સાથે હોય તો પ્રસ્તુત એવા મૂલ અર્થને જ જણાવે છે આવું જ્ઞાનીઓનું વચન હોવાથી નોર અને વાર એ સ્વરૂપ બે નિષેધવાચક નકાર આવવાથી મૂલ પ્રકૃતિગત જે અર્થ છે તે જ અર્થની સુચવણી થાય છે તે શબ્દ મૂલ અર્થને જ જણાવે છે જેમકે તે માણસ આવો અનાચારી નથી અહીં બે નકાર હોવાથી સદાચારી છે આવો અર્થ નીકલે જ છે તેમ નોપૃથ્વી નથી એટલે પૃથ્વી છે જ. આવો અર્થ થાય છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૮
નિહ્નવવાદ તે કારણથી “રોગપૃથ્વી” આ શબ્દમાં નો શબ્દ સર્વથા નિષેધ વાચક તરીકે ગ્રહણ કરીએ એટલે નોઝપૃથ્વી શબ્દથી પૃથિવીનો જ અર્થ જણાય છે. પૃથિવીની જ પ્રતિપત્તિ થાય છે. તથા દેશનિષેધ અર્થમાં નો શબ્દ ગ્રહણ કરાયે છતે ઉત્તરપદમાં રહેલા જલાદિ સ્વરૂપ અપૃથિવી શબ્દ જ સંભળાય છે તેથી દેશનિષેધક નો શબ્દ હોતે છતે જલાદિ સ્વરૂપ પૃથ્વીનો એકદેશ જ હવે આપે છે. આવો અર્થ થાય છે. || ૨૫૦૨ //
અવતરણ - પ્રસ્તુત અર્થનું તાત્પર્ય અર્થ સમજાવે છે :उवयाराओ तिविहं, भुवमभुवं नोभुवं च सो देइ । निच्छयओ भुवमभुवं, तह सावयवाई सव्वाइं ॥ २५०३ ॥
ગાથાર્થ - ઉપચારથી એટલે કે વ્યવહારનયથી તે દેવ પૃથ્વીને, અપૃથ્વીને, અને નોપૃથ્વીને આપે છે પરંતુ નિશ્ચયનયથી તો પૃથ્વી અને અપૃથ્વી એમ બે જ વસ્તુનું દાન સંભવે છે. તથા વ્યવહારનયથી સર્વે પણ વસ્તુઓ સાવયવી છે | ૨૫૦૩ /
વિવેચન - તે કુત્રિકાપણ નામની દુકાનના અધિષ્ઠાયક દેવની પાસે વસ્તુની માગણી કરાયે છતે તે દેવ ત્રણ પ્રકારની વસ્તુ આપે છે. ચોથો જે નોકબૂ = વાળો પક્ષ છે. તે પ્રથમપક્ષમાં જ અંતર્ભત થઈ જાય છે. ત્યાં પૂ એટલે લેણુ અને અમૂર્વ એટલે જલાદિ, નો પૂર્વ એટલે ભૂમિનો એક ભાગ એમ દેવ ત્રણ પ્રકારની વસ્તુ આપે છે. આ વાત ઉપચારથી એટલે કે વ્યવહારનયને આશ્રયી જાણવી. કારણ કે તે વ્યવહારનય દેશ અને દેશિના વ્યવહારને માને છે. પરંતુ નિશ્ચયનય આવો દેશ અને દેશિનો વ્યવહાર સ્વીકારતો નથી.
આ કારણે વ્યવહારનયની દષ્ટિએ અમૂ અને નમૂ એમ ત્રણ પ્રકાર હોય છે. પરંતુ નિશ્ચયનયની દૃષ્ટિએ અને આમ બે જ વસ્તુ હોય છે. અને તે દેવ બે જ વસ્તુ આપે છે ત્રીજી નોભૂપલ વાળી વસ્તુ દેશ અને દેશિનો વ્યવહાર જયાં હોય ત્યાં જ ઘટે છે. નિશ્ચયનય તે વાત સ્વીકારતો નથી. અર્થાત્ દેશ-દેશીના વ્યવહારને સ્વીકારતો નથી.
અમે અહીં સુધી જે કંઈ સમજાવ્યું તે ખૂનનનનન (ગાથા નં. ૨૪૯૦)માં કહેલા ૩૬ પદાર્થો પૈકી એક પૃથ્વીનો જ દાખલો આપીને સમજાવ્યું છે. બાકીનાં જલાદિ શેષ વસ્તુઓને આશ્રયી ઉપરોક્ત નીતિ-રીતિ પ્રમાણે તમારે સમજી લેવું. તે આ પ્રમાણે છે
જલાદિ વસ્તુઓને આશ્રયી સર્વોપણ વસ્તુઓ સાવયવી છે ફક્ત કેવળ એકલી પૃથ્વી જ દેવ આપતો નથી. પરંતુ જલાદિ શેષ વસ્તુઓ પણ ચાર પ્રકારે આપે છે (૧)
Page #182
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિદ્ધવ રોહગુપ્ત મુનિ
૧૫૯ પ્રકૃતિરૂપે, (૨) અક્ષર સાથે (૩) નોકર સાથે (૪) નઝર સાથે. આમ ચારે પ્રકારે યાચના કરાએ છતે વ્યવહાર નયના મતે તે દેવ ઉપર સમજાવેલી વિધિ પ્રમાણે ત્રણ પ્રકારે વસ્તુ આપે છે. કેમ ત્રણ પ્રકારે આપે છે ? આવો કોઈ પ્રશ્ન કરે તો આ નય કહે છે કે આ સર્વે પણ વસ્તુઓ સાવયવી છે. દેશભાગવાળી છે આ કારણથી જેમ પૃથ્વી. અપૃથ્વી હોય છે તેમ નોપૃથ્વી એટલે પૃથ્વીનો એક અંશ પણ હોય છે. આ જ રીતે જલાદિમાં પણ જલ-અજલ-નોજલ અને નોઅજલ એમ ચાર પ્રકાર થાય છે. આ કારણથી દેશના વિષયવાળો દાનનો ત્રીજો પ્રકાર પણ હોય છે.
પરંતુ નિશ્ચયનયના મતે દેશ-શિવ્યવહાર ન હોવાથી આ જલાદિ સર્વે પણ પદાર્થો બે જ પ્રકારવાળા હોય છે જલ અને અજલ. તેજ અને અતેજ આ પ્રમાણે વસ્તુને સાવયવી માનો તો ત્રણ પ્રકાર હોવાથી વસ્તુ ત્રણ જાતની મનાય છે જેથી યથોક્ત રીતિને વ્યવહારનયથી દાન ત્રણ પ્રકારે સંભવી શકે છે પરંતુ નિશ્ચયનયથી બે પ્રકારે જ દાન હોય છે. આ વાત આગળની ગાથામાં સમજાવાય છે || ૨૫૦૩ ||
અવતરણ:- નિશ્ચયનયની દષ્ટિએ વસ્તુ નિરવયવી જ છે તેથી જીવ અને અજીવ એમ બે જ પ્રકારે દાન સંભવી શકે છે. પણ નોજીવ કે નોઅજીવ એવો ભેદ ઘટતો નથી.
जीवमजीवं दाउं, नोजीवं जाइओ पुणरजीवं । देइ चरिमम्मि जीवं, न उ नोजीवं स जीवदलं ॥ २५०४ ॥
ગાથાર્થ :- દેવ જીવ અને અજીવ એ જ રાશિ આપવાને સમર્થ છે. ત્યારે નોજીવની યાચના કરીએ ત્યારે અજીવ જ આપે છે અને ચોથા ભાગોમાં નોઅજીવની યાચના કરીએ ત્યારે જીવ જ આપે છે માટે જીવનો ટુકડો તેનો જીવ છે. એમ આ નય માનતો નથી. આમ આ નયની દષ્ટિએ બે જ રાશિ સંભવે છે. તે ૨૫૦૪ ||
વિવેચન : - “નવં દિ" આમ માગે છતે તે દેવ શુક-સારિકાદિ (પોપટ-મેના વિગેરે) પક્ષીઓને આપે છે અને નવું રે આ પ્રમાણે તે દેવ પાસે માગણી કરાયે છતે અજીવ એવા પત્થરના ટુકડા આદિ વસ્તુ આપે છે અને જ્યારે “નોની ફેદિઆ પ્રમાણે નોજીવની યાચના કરવામાં આવે ત્યારે અજીવ એવા પત્થરના ટુકડા જ દેવ આપે છે. નોશબ્દ સર્વથા નિષેધવાચી હોવાથી.
તથા ચરમ એવો ચોથો પ્રશ્ન કરાવે છતે નોમનવની યાચના કરાઈ ત્યારે શુકાદિ (પોપટ-મેના વિગેરે) જીવ જ આપે છે કારણ કે નિષેધ વાચક બે નગુ સાથે થાય તો મૂલભૂત પ્રકૃત અર્થ જ થાય છે કારણકે નોશબ્દ સર્વથા નિષેધવાચક છે.
પરંતુ તે કુત્રિકાપણ નામની દુકાન ચલાવનારો દેવ નોજીવની યાચના કરી ત્યારે
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ઐરાશિકમત
નિઠવવાદ
જીવદ્રવ્યનો એકાદ-બે ટુકડા ક્યાંય આપતો નથી. તેથી જીવ અને અજીવ એમ બે જ રાશિ છે. ત્રીજી રાશિ નથી. ત્રીજી રાશિ માનવી તે ખરવિષાણતુલ્ય છે ।।૨૫૦૪ અવતરણ :- ત્યારબાદ શું થયું ? તે હવે કહે છે :
तो निग्गहिओ छलुओ, गुरु वि सक्कारमुत्तमं पत्तो । धिधिक्कारोवहओ, छलुओ वि सभाहिं निच्छूढो । २५०५ ॥
ગાથાર્થ ::- ત્યારબાદ ષડુલૂક (રોહગુપ્ત) જિતાયો. ગુરુજીનો ગામ લોકો વડે ઘણો સત્કાર કરાયો. અત્યન્ત ધિક્કારને પામેલા તે ષડુલૂકને સભામાંથી બહાર કઢાયો ॥ ૨૫૦૫ II
વિવેચન :- તે કુત્રિકાપણ નામની દુકાનના માલિક એવા દેવ વડે જીવથી જુદો એવો નોજીવ નામનો કોઈ પણ પદાર્થ ન અપાયો. ત્યારે ષડુલૂક જીતાયો. ગુરુજી શ્રીગુપ્ત આચાર્ય પણ રાજા દ્વારા અને લોકો દ્વારા ઘણો ઉત્તમ સત્કાર પામ્યા. ડુલૂક પણ ગુરુજીનો પ્રત્યનીક બનવાથી (ગુરુજીનો વિરોધી બનવાથી) લોકો દ્વારા અપાયેલા ધિક્કારથી દબાયેલા એવા તેને રાજ્ય સભામાંથી બહાર કઢાયો. ચારે બાજુ ઘણા જ ધિક્કારને પામ્યો લોકોએ ઘણો જ તિરસ્કાર કર્યો. ॥ ૨૫૦૫ ||
અવતરણ :- ત્યારબાદ શું થયું ? તે કહે છે :
वाए पराजिओ सो, निव्विसओ कारिओ नरिंदेण । घोसावियं च नयरे, जयइ जिणो वद्धमाणो ति ।। २५०६ ॥ तेणाभिनिवेसाओ समइ विगप्पियपयत्थमादाय ।
વસેયિં પળીય, પાયમĪમોરૢિ ॥ ૨૧૦૭ ॥
ગાથાર્થ :- વાદમાં પરાભવ પામેલો (હારેલો) તે રોહગુપ્ત રાજાવડે દેશબહાર મૂકાયો. અને નગરમાં ઉદ્ઘોષણા કરાઇ કે શ્રી વર્ધમાન જિનેશ્વર પ્રભુ જય પામે છે ॥ ૨૫૦૬ II
તથા તે રોહગુપ્ત વડે અભિનિવેશ (અતિશય આગ્રહ)પૂર્વક પોતાની બુદ્ધિ પ્રમાણે પદાર્થોની કલ્પના કરીને વૈશેષિક મતની રચના કરાઈ જે મત અન્ય અન્ય શબ્દો વડે વિસ્તારિત કરાયો. ॥ ૨૫૦૭ II
વિશેષિત :- ગુરુજી શ્રીગુપ્ત આચાર્ય દ્વારા રાજ્યસભામાં હાર પામેલા તે રોહગુપ્તમુનિને રાજાવડે દેશપારનો હુકમ કરાયો. અને જોરદાર વાગતા એવા પડહ દ્વારા સમસ્ત નગરમાં ઉદ્ઘોષણા કરાઇ કે શ્રીમહાવીર પ્રભુ જય પામે છે.” “શ્રીમહાવીર પ્રભુજીનું શાસન જય પામે છે” તથા વાદમાં જિતાયેલા એવા તે રોહગુપ્તના માથા ઉપર શિષ્યના આવા બેકાબુ વર્તન વડે ઉગી બનેલા ગુરુજી વડે મોઢાના ગળફા નાખવાનું રાખ ભરેલું ચપ્પણીયું (કોડીયું) ફોડાવ્યું. તેથી રાખ વડે ખરડાયેલા શરીરવાળા એવા તેના વડે
Page #184
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ નિદ્ધવ રોહગુખ મુનિ
૧૬૧ પોતાના બંધાયેલા આગ્રહના વશથી પોતાની સ્વતંત્ર બુદ્ધિ પ્રમાણે દ્રવ્ય-ગુણ-કર્મ આદિ પદાર્થોને આશ્રયી વૈશેષિક મતની પ્રરૂપણા કરાઈ.
તથા ત્યાં તે રોહગુપ્તના જ વિચારવાળા તેના અન્ય અન્ય શિષ્યો વડે તે મતનું સ્થાપન કરાયું આ વૈશેષિક દર્શન વધારે વધારે ખ્યાતિને પમાડાયું. મિથ્યાત્વમાં વધારો કરાયો. || ૨૫૦૬-૨૫૦૭ ||
અવતરણ :- આ વક્રતા રખાવનારનું નામ તો વાસ્તવિક “રોહગુપ્ત” જ હતું. તો આ ગ્રન્થરચનામાં વારંવાર “ધડુલૂક આવું નામ કેમ કહેવાયું?
नामेण रोहगुत्तो, गोत्तेणालप्पए स चोलूओ । दव्वाइ छप्पयत्थोवएसणाओ छलुओत्ति ॥ २५०८ ॥
ગાથાર્થ :- આ મુનિ નામથી તો તે રોહગુપ્ત જ નામવાળા હતા. પરંતુ તે દ્રવ્યાદિ છ પદાર્થોનો જ ઉપદેશ કરનાર હોવાથી પડુલૂક એવા નામે કહેવાયા. || ૨૫૦૮ //
વિવેચન :- નામવડે આ રોહગુપ્ત મુનિ હતા. પરંતુ ઉલૂક નામના ગોત્રમાં ઉત્પન્ન થયેલા હોવાથી આ ઉલૂક એના નામે પ્રસિદ્ધિને પામ્યા. દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ અને સમવાય લક્ષણવાળા છ પદાર્થોની પ્રરૂપણા કરવા વડે છ પદાર્થો જ છે પ્રધાનપણે જેની બુદ્ધિમાં એવો આ રોહગુપ્ત ઉલૂક. તે પડુલૂક આ પ્રમાણે પ્રસિદ્ધિને પામ્યો. આ પ્રમાણે આ રોહગુપ્ત નામનો છઠ્ઠો નિતવ સમાપ્ત થયો. | ૨૫૦૮ /
॥ इति रोहगुप्तनामा षष्ठनिह्नवः समाप्तः ॥
પમ નિતવવાદ સમામ રે
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૨
અબદ્ધ કર્મવાદ
નિલવવાદ
શક સપ્તમ નિહર
અવતરણ - મા સમધિ હવે સાતમા નિધવની વાત કહે છે :पंच सया चुलसीया, तइया सिद्धि गयस्स वीरस्स । तो अबद्धियदिट्ठी, दसउरनयरे समुप्पन्ना ॥ २५०९ ॥
ગાથાર્થ - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને મોક્ષે ગયાને પાંચસોહ અને ચોર્યાસી (૫૮૪) વર્ષો પસાર થયાં હતાં ત્યારે દશપુર નામના નગરમાં આ સાતમા નિતવની ઉત્પત્તિ થઈ. જેનું વર્ણન હવે પછીની ગાથાઓમાં કરાય છે. || ૨૫૦૯ ||
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પરમાત્માને મોક્ષની પ્રાપ્તિ કર્યાને પાંચસોહ અને ચોર્યાસી (૫૮૪) વર્ષો પસાર થયાં હતાં ત્યારે દશપુર નામના ગામમાં આ સાતમા નિદ્વવની ઉત્પત્તિ થઈ. જેનું વર્ણન હવે પછીની ગાથાઓમાં કરવામાં આવે છે. || ૨૫૦૯ ||.
અવતરણ:- આ દ્રષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ ? તે જણાવે છે - दसउरनयरुच्छुघरे, अज्जरक्खिय पूसमित्ततिगयं च ।। गोठ्ठामाहिल नवमट्ठमेसु पुच्छा य विज्झस्स ॥ २५१० ॥
ગાથાર્થ - દશપુર નામના નગરમાં ઇશુગૃહ નામના સ્થાનમાં આર્યરક્ષિતસૂરિજી મ. શ્રી હતા. તેમને પુષ્પમિત્ર વિગેરે ત્રણ શિષ્યો થયા. તથા એક ગોષ્ઠમાહિલ નામના શિષ્ય હતા. તેઓને કર્મપ્રવાદ નામના આઠમા અને પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વનું વ્યાખ્યાન કરાતું હતું. ત્યારે કંઈક વિવાદ થયો. જે વિધ્યમુનિને પૂછાયો. || ૨૫૧૦ |
વિવેચન - ગાથાર્થ પ્રમાણે ઘણો સુગમ છે ગોઠામાહિલ નામના પૂજય આર્યરક્ષિત સૂરિજીના શિષ્ય આઠમા કર્મપ્રવાદ નામના પૂર્વનો અને નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતા હતા. તે આર્યરક્ષિતસૂરિજી ગુરુજીને ધૃતપુષ્પમિત્ર, વપુષ્પમિત્ર અને દુર્બલિકાપુષ્યમિત્ર નામના ત્રણ શિષ્યો હતા. ત્યાં પૂર્વનો અભ્યાસ કરતા ગોષ્ઠમાહિલને વિવાદ થયો. જે તેઓએ વિધ્યમુનિને જણાવ્યો. || ૨૫૧૦ ||
Page #186
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિતવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૬૩ અવતરણ - આ વિષય ઉપર ભાષ્યકાર મહારાજા કહે છે :सोऊण कालधम्मं, गुरुणो गच्छम्मि पूसमित्तं च । ठवियं गुरूणा किल, गोट्ठमाहिलो मच्छरियभावो ॥ २५११ ॥
ગાથાર્થ - ગુરુજીનો કાલધર્મ સાંભળીને તથા ગચ્છમાં દુર્બલિકાપુષ્પમિત્રની સ્થાપના ગુરુજી વડે કરાઈ છે આ જાણીને ગોઠામાહિલ માત્સર્યભાવને પામ્યા. મેં ૨૫૧૧ ||
વિવેચન :- હવે કહેવાની સર્વે પણ ગાથાઓનો ભાવાર્થ આર્યરક્ષિતસૂરિજીની કથાથી જ જાણી લેવો. તે કથા બહુ જ વિસ્તારથી મૂલ આવશ્યકસૂત્રથી જાણવી. સંક્ષેપથી અહીં પણ કંઈક કહેવાય છે. તે આ પ્રમાણે છે :- દશપૂર નામનું નગર હતું. ત્યાં સોમદેવ નામનો બ્રાહ્મણ હતો. તેને રુદ્રસોમા નામની ભાર્યા હતી. તે દ્રોમાં જિનેશ્વર પ્રભુના વચનોમાં ઘણા જ પ્રતિબદ્ધવાળી હતી એટલે પરમ શ્રાવિકા હતી. તે પતિ-પત્નીને ચૌદ વિદ્યાનાં સ્થાનોનો ભંડાર એવો રક્ષિત નામે પુત્ર હતો. માતા દ્વારા ઘણી જ પ્રેરણા પામેલા તે રક્ષિતે તોસલિપુત્ર નામના આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગો તથા દષ્ટિવાદ નામનું બારમું અંગ જેટલું ગુરુજી પાસે હતું. તેટલું સઘળુંય તેણે ગ્રહણ કર્યું.
બાકીનું કેટલુંક શ્રુત પૂજય આર્યર્વરસ્વામીની પાસેથી ભણ્યા. એમ યાવતુ નવ પૂર્વ સમાપ્ત કર્યા તથા ૨૪ યવિકોનો અભ્યાસ કર્યો. આ આર્યરક્ષિતસૂરિજીના ભાઈ કે જેનું નામ ફલ્યુરક્ષિત છે. તેને માતા વડે મહારાજજીને બોલાવવા માટે મોકલાવાયા. ત્યાં આર્યરક્ષિતસૂરીજી વડે ફલ્યુરક્ષિતને દીક્ષા અપાઈ. ત્યારપછી બન્ને ભાઈઓ માતા-પિતા પાસે આવ્યા.
ત્યારબાદ આર્યરક્ષિતસૂરિજી વડે પોતાનાં માતા-પિતાને તથા મામા ગોઠામાહિલ વિગેરે પોતાના સ્વજન વર્ગને પ્રતિબોધીને દીક્ષા અપાઈ. આ પ્રમાણે બીજા પણ ઘણાને દીક્ષા આપતાં આપતાં પૂજય આર્યરક્ષિતસૂરિજીનો મોટો સમુદાય થયો. તે ગચ્છમાં દુર્બલિકાપુષ્પમિત્ર-વૃતપુષ્પમિત્ર અને વસ્ત્રપુષ્પમિત્ર એમ ત્રણ પુષ્પમિત્રો હતા.
ત્યાં દુર્બલિકા પુષ્પમિત્ર વડે નવ પૂર્વે ભણાયાં. આ સમુદાયમાં ચાર પ્રધાનતર પુરુષો હતા. તે આ પ્રમાણે (૧) દુર્બલિકા પુષ્પમિત્ર. (૨) વિભ્ય. (૩) ફલ્યુરક્ષિત. (૪) ગોષ્ઠામાહિલ. ત્યાં આચાર્ય મહારાજશ્રી વડે દુર્બલિકાપુષ્પમિત્ર દ્વારા વિલ્યમુનિને વાચના અપાવાઈ. તેવા પ્રકારની વાચનાને આપતા એવા તે દુર્બાલિકા પુષ્પમિત્રને વધારે સમય ન રહેવાથી પુનરાવર્તનનો અભાવ થવાથી પોતાને પ્રાપ્ત થયેલું નવમું પૂર્વ ભુલાવા લાગ્યું.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૪
અબદ્ધ કર્મવાદ
નિĀવવાદ
તેથી પૂજ્ય આર્યરક્ષિતસૂરિ મહારાજે વિચાર્યું કે આવા વિદ્વાન એવા પણ આ દુર્બાલિકાપુષ્પમિત્રને આ રીતે જો સૂત્રાર્થની વિસ્મૃતિ થાય છે. તો શેષ જીવોને તો વધારે જ દુર્ધર આ સૂત્રાર્થ થશે. બાકીના જીવોને તો બાકીનાં સૂત્રોનો સૂત્રાર્થ અતિશય દુષ્કર થશે. આમ મનમાં વિચારીને પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે દ્રવ્યાનુયોગ-ચરણકરણાનુયોગગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચાર અનુયોગો પૃથક્ કરીને વ્યવસ્થાપિત કર્યા.
નયોના પણ ઘણા ભેદ પ્રભેદો હતા. તે બધા વિભાગોને સંક્ષિપ્ત કર્યા જેમકે ૭ નયના ૭૦૦ ભેદ હતા. તે ૭૦૦ ભેદ. ભંડારીને ૭ ભેદ રાખ્યા. એક કાળે વિહાર કરતા તે આર્યરક્ષિતસૂરિજી મહારાજ મથુરાનગરીમાં પધાર્યા ત્યાં ભૂતગુફા નામના સ્થાનમાં વ્યન્તરગૃહ નામના ઘરમાં ઉતર્યા.
બીજી બાજુ શક્રેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં પૂજ્ય શ્રી સીમંધર સ્વામી તીર્થંકર ભગવાનની પાસે નિગોદનું સ્વરૂપ સાંભળીને વિસ્મિત થયો છતો પૂછવા લાગ્યો કે હે ભગવન્ ભરતક્ષેત્રમાં હાલ અતિશય સૂક્ષ્મ એવા આ સૂક્ષ્મનિગોદના સ્વરૂપને કોઈ શું જાણે છે? અને શું કોઈ પ્રરૂપણા કરીને સમજાવી શકે ? તેવા કોઈ મહાત્મા છે ?
ત્યારે ભગવાન વડે કહેવાયું કે હે ઇન્દ્ર ! ભરત ક્ષેત્રમાં શ્રી આર્યરક્ષિતસૂરિજી નિગોદનું સ્વરૂપ આવું જ સમજાવવામાં સમર્થ છે આ વાત ભગવાન પાસેથી સાંભળીને વિસ્મય (આશ્ચર્ય) કૌતુક અને હાર્દિક ભક્તિ અને બહુમાનના સમૂહવડે ભરપૂર ભરેલા હૃદયવાળા ઇન્દ્ર મહારાજા ઘરડા બ્રાહ્મણનું રૂપ કરીને બધા જ સાધુઓ ગોચરી લેવા આદિના કાર્યો માટે બહાર ગયા હતા ત્યારે આર્યરક્ષિતસૂરિજીની પાસે આવ્યા.
ત્યારબાદ તે ઇન્દ્રમહારાજા વડે આર્યરક્ષિતસૂરિજીને વંદના કરીને પૂછાયું કે, હે ભગવાન્ ! મને મોટો રોગ વર્તે છે. તેથી હું ઘણો પીડાઉં છુ માટે અનશન કરવા માટે ઇચ્છા રાખું છું. તેથી આપશ્રી કહો કે મારૂં આયુષ્ય કેટલું છે ?
ત્યારબાદ યવિકોને વિષે આ નામના શાસ્ત્રોમાં આયુષ્યની શ્રેણીમાં ઉપયોગ મુકીને સૂરિમહારાજ વડે જણાયું કે આ જીવ મનુષ્ય પણ નથી તથા વ્યન્તરાદિ સામાન્ય દેવ પણ નથી. પરંતુ બે સાગરોપમની સ્થિતિવાળો સૌધર્માધિપતિ શક્રેન્દ્ર છે. ત્યારબાદ વૃદ્ધાવસ્થા હોવાથી નીચે રહેલા હાથ વડે પોતાની બન્ને આંખો ઊંચી કરીને બરાબર નિરીક્ષણ કરીને કહ્યું કે તમે શક્રેન્દ્ર છો.
આમ ગુરુજીએ કહે છતે અતિશય ખુશ ખુશાલ થયેલા એવા ઇન્દ્ર મહારાજા વડે શ્રીસીમંધરસ્વામી તીર્થંકર પરમાત્મા પાસે જે નિગોદનું સ્વરૂપ સાંભળ્યું હતું તે સઘળી હકીકત જણાવી. ત્યારબાદ ભગવાન પાસે ઇન્દ્ર મહારાજાએ નિગોદનું જે સ્વરૂપ સાંભળ્યું હતું. તે સઘળુંય સ્વરૂપ આ ગુરુજીએ પણ કહ્યું.
Page #188
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિહ્નવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૬૫
ત્યારબાદ ઇન્દ્ર મહારાજા વડે નિગોદના જીવો પૂછાયા. સૂરિ મહારાજ વડે વિસ્તારથી તે સમજાવાયા. તેથી ખુશ થયેલા મનવાળા ઇન્દ્ર મહારાજા વડે “હવે હું જાઉં છું” આમ કહેવાયું. ત્યારે ગુરુજી વડે કહેવાયું કે એક ક્ષણવાર ઉભા રહો. અમારા સાધુઓ હમણાં આવે જ છે. તે આવે ત્યાં સુધી અહીં રહો. જેથી તમને જોવા વડે આ કાળે પણ દેવોનું આગમન છે આમ જાણીને તેઓની (આ શાસનમાં વધારે વધારે) સ્થિરતા થાય.
ત્યારબાદ ઇન્દ્રમહારાજા વડે કહેવાયું કે હે ભગવન્ ! હું એમ જ કરું છું. ફક્ત મારૂં જે સ્વાભાવિક સ્વરૂપ છે. તે જોઈને અલ્પબળવાળા જીવો નિયાણું કરશે તેથી ગુરુવડે કહેવાયું કે તો તમારા આગમનને સૂચવનારૂં કંઇક ચિહ્ન કરીને જાઓ.
તે કારણથી તે ઉપાશ્રયનું દ્વાર બીજી દિશામાં કરીને ઇન્દ્ર મહારાજા ગયા. બહારથી પાછા આવેલા તે મુનિઓ વડે બારણાનું અન્યથાપણું જાણીને વિસ્મય પામેલા તે શિષ્યો વડે પુછાયું ત્યારે ગુરુજી વડે બધી જ યથાર્થ હકિકત કહેવાઈ.
ફરી વિચરતા વિચરતા તે શ્રીઆર્યરક્ષિતસૂરિજી મહારાજા દશપૂર નગરમાં આવ્યા. બીજી બાજુ મથુરાનગરીમાં માતા-પિતા આદિ કંઈ છે જ નહી. આ પ્રમાણે પ્રરૂપણા કરતો એક વાદી આવ્યો. ત્યાં બીજો કોઈ તેની સામે વાદ કરે તેવો પ્રતિવાદી ન હોવાથી આ કાળે પૂજ્ય આર્યરક્ષિતસૂરિજી યુગપ્રધાન છે એમ સમજીને તેમની સમીપે પ્રસ્તુત · હકિકત જણાવવા માટે શ્રીસંધવડે સાધુઓનો થોડોક સમુદાય મોકલાયો.
તે શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજ અતિશય વયોવૃદ્ધ હોવાથી જવાને અસમર્થ છે માટે તથા ગોઠામાહિલ વાદલબ્ધિમાં સંપન્ન છે અર્થાત્ પહોંચેલો જીવ છે. એમ સમજીને ગોષ્ઠામાહિલને કહેવાયું. ત્યાં જઇને તે ગોદામાહિલે તે વાદીનો વિજય પ્રાપ્ત કર્યો. ત્યારબાદ શ્રાવકો વડે આ ગોષ્ઠમાહિલનું ત્યાં જ ચાતુર્માસ કરાવાયું.
આ બાજુ પૂજ્યશ્રી આર્યરક્ષિતસૂરિજી વડે પોતાની પાટે દુર્બલિકા પુષ્પમિત્રને સ્થાપન કરવાનો વિચાર કરાયો. આ કારણથી સકલ શ્રીસંધને બેસાડીને સૂરિમહારાજે આ પ્રમાણે સંબોધન કર્યું. તે સંબોધન આ પ્રમાણે છે :
ત્રણ ઘડા ભરાયા છે. એક વાલનો ભરેલો છે બીજો તેલનો ભરેલો છે અને ત્રીજો ઘડો ઘીનો ભરેલો છે. તે ત્રણે ઘડાને અવળા મુખવાળા કરે છતે વાલ બધા જ નીકળી જાય છે. તેલ ઘણું નીકળી જાય છે પણ થોડુંક ઘડામાં રહે છે, જ્યારે ઘી તો ઘણું ઘણું ઘડામાં જ ચોટેલું રહે છે.
આ પ્રમાણે દુર્બલિકા પુષ્પમિત્રને સામે હું સૂત્રાર્થને આશ્રયી વાલના ઘટની તુલ્ય છે. મારામાં રહેલું તે સમસ્ત સૂત્ર અને અર્થ તેના વડે ગ્રહણ કરાયાં છે. ફલ્ગુરક્ષિતને આશ્રયી
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૬
અબદ્ધ કર્મવાદ
નિઠવવાદ હું તૈલના ઘટ જેવો બન્યો છું. મારામાં રહેલા સર્વ સૂત્ર અને સર્વ અર્થ તે ફલ્ગુરક્ષિતવડે ગ્રહણ કરાયા નથી. તથા ગોઠામાહિલ પ્રત્યે હું ધીના ઘટ તુલ્ય છું. ઘણા ઘણા સૂત્રાર્થ હ મારી પાસે જ છે તેણે ગ્રહણ કર્યા નથી. આ કારણથી મારી પાસે રહેલા સમસ્ત સૂત્ર અને અર્થને ધારણ કરનાર હોવાથી દુર્બલિકાપુષ્પમિત્ર જ તમારા બધાંના સૂરિ હો.
ત્યારબાદ અમે પણ એમ જ ઇચ્છિએ છીએ એમ કહીને તે સર્વ વડે આ વચન સ્વીકારાયું આચાર્ય મહારાજશ્રી વડે દુર્બલિકા પુષ્પમિત્રને પણ કહેવાયું કે “મેં જેવું વર્તન ફલ્લુરક્ષિત પ્રત્યે અને ગોઠામાહિલ પ્રત્યે રાખ્યું છે તેવું જ તમારે પણ વર્તવું. આમ હિતશિક્ષા આપી."
તથા ગચ્છને (પોતાના સમસ્ત સમુદાયને) પણ કહ્યું કે તમારા વડે મારી સાથે જેવું વર્તન કરાયું છે તેવું જ વર્તન આ મહાત્મા સાથે પણ કરવું. તમે મારૂં કામ કર્યું હોય કે તમે મારૂં કામ ન કર્યું હોય તો પણ હું રોષાયમાન થતો ન હતો બધું જ ચલાવી લેતો હતો. પરંતુ આ નવા મહાત્મા કદાચ ન પણ સહી શકે. તેથી તમારે વધારે સારા વિનયપૂર્વક વર્તવું. ઇત્યાદિ બન્ને પક્ષે હિતશિખામણ આપીને ભક્ત પરિક્ષા અણસણ કરીને સૂરિમહારાજ દેવલોકમાં પધાર્યા.
ગોષ્ઠામાહિલે આ વાત સાંભળી કે “ગુરુજી પરલોક સિધાવ્યા.” તેથી મથુરાથી આવેલા એવા તેના વડે પુછાયું કે સૂરિ મહારાજા વડે પોતાના પદે ગણધર તરીકે કોને નિમાયા ? તેથી વાલ-તેલ અને ઘી વિગેરેની પ્રરૂપણાની હકિકત લોક પાસેથી સાંભળી. તે સાંભળીને અતિશય દુ:ખી થયેલા આ ગોખામાહિલ ભિન્ન ઉપાશ્રયમાં સ્થિર થઈને દુર્બલિકાપુષ્પમિત્રના ઉપાશ્રયમાં તેમની ચર્ચા જાણવા માટે આવ્યા.
તે સર્વ મુનિઓ વડે તેમનો વિનય કરાયો. અને કહેવાયું કે તમે આ જ ઉપાશ્રયમાં રહો. શા માટે જુદા ઉતર્યા છો ? પણ આ વાત ગોષ્ઠામાહિલ જરા પણ ઇચ્છતા નથી.
ભિન્ન ઉપાશ્રયમાં રહેલા એવા ગોઠામાહિલ દુર્બલિકા પુષ્પમિત્રના અપવાદ (દોષો) જોવા માત્રવડે જ સાધુઓને ચડાવે છે. પરંતુ તે સાધુઓને ચડાવવામાં સફળતાને પામી ચડાવી શકતા નથી. પોતાને મનમાં અભિમાન હોવાથી દુર્બલિકા પુષ્પમિત્ર પાસે કંઈ પણ વાત સાંભળતા નથી. પરંતુ વ્યાખ્યાનની મંડલીમાં ગયેલા અને ગુરુજીએ કહેલી વાતનું તત્ત્વચિંતન કરતા એવા વિસ્થ્ય મુનિ પાસેથી બધુ જ સાંભળે છે.
એક વખત આઠમા અને નવમા પૂર્વમાં કર્મપ્રવાદ અને પ્રત્યખ્યાન પ્રવાદ નામના બે પૂર્વમાં આગ્રહવિશેષના કારણે વિવાદ થયો અને હવે જણાવાતી નીતિપ્રમાણે તે ગોઠામાહિલ નિર્ભવ થયા.
Page #190
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિતવ ગોષ્ઠામાહિલ મુનિ
- ૧૬૭ હવે પ્રસ્તુત ગાથાના અક્ષરાર્થને અનુસરાય છે. કાલ એટલે કે મરણ, તેનો જે ધર્મ એટલે કે પર્યાય તે કાલધર્મ, ગુરુજી શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજનો તે કાલધર્મ સાંભળીને તથા દુર્બલિકાપુષ્પમિત્રને ગચ્છમાં અધિપતિપદે નિમાયા છે. આ વાત જાણીને ગોઇમાહિલને ઇષ્યભાવ ઉત્પન્ન થયો. ૨૫૧૧૫
અવતરણ - તે ઈષ્યભાવે આવું કામ કર્યું શું કર્યું? તે કહે છે वीसु वसहीए ठिओ, छिद्दनेसणपरो य स कयाए । विझस्स सुणइ पासेऽणुभासमाणस्स वक्खाणं ॥ २५१२ ॥
ગાથાર્થ :- આ ગોષ્ઠામાહિલ જુદી વસતિમાં રહ્યા. ગુરુજીનાં છિદ્રોને જ દેખવામાં તત્પર એવા તે ગોઠામાહિલ ગુરુજીના વ્યાખ્યાનનું અનુભાષણ કરતા એવા વિધ્ય મુનિ પાસે ગુરુજીએ કહેલું વ્યાખ્યાન સાંભળે છે || ૨૫૧૨ //
વિવેચન - ગુરુજી શ્રી દુર્બલિકાપુષ્પમિત્રથી ભિન્ન વસતિમાં ઉતરેલા એવા આ ગોષ્ઠામાહિલ માત્ર છિદ્રો એવામાં જ વધારે તત્પર હતા. તેઓ ગુરુજીના વ્યાખ્યાનનું અનુભાષણ કરનારા (ફરીથી બીજાને સમજાવનારા) એવા વિધ્યમુનિની પાસે આવતા હતા અને ગુરુજીએ કહેલી વાત વિધ્યમુનિ પાસે સાંભળતા હતા. (તમાં પણ ક્યાં શું ભૂલો છે તે જ શોધવાની તેમની દૃષ્ટિ હતી). I૨૫૧૨ ||
અવતરણ - તતઃ શિન્- ત્યારબાદ શું બન્યું? તે કહે છે. कम्मप्पवायपुव्वे, बद्धं पुढें निकाइयं कम्मं । जीवपएसेहिं समं सूईकलावोवमाणाओ ॥ २५१३ ॥
ગાથાર્થ - દુર્બલિકાપુષ્પમિત્ર આ પ્રમાણે વ્યાખ્યાન કરતા હતા કે કર્મપ્રવાદ નામના આઠમા પૂર્વમાં (૧) બદ્ધ (૨) બદ્ધ અને સ્પષ્ટ તથા (૩) નિકાચિત એમ ત્રણ પ્રકારનું કર્મ આત્માના આત્મ પ્રદેશોની સાથે લાગેલું હોય છે અને તે કર્મ સોયોના સમૂહની ઉપમાવાળું જાણવું || ૨૫૧૩ ||
વિવેચન :- શ્રી કર્મપ્રવાદ નામના આઠમા પૂર્વમાં કર્મના વિચારનો પ્રસંગ હતો ત્યાં શ્રીદુર્બલિકાપુષ્પમિત્ર (નુતનાચાર્ય મહારાજશ્રી) આ પ્રમાણે વ્યાખ્યાન કરતા હતા કે “આત્મપ્રદેશોની સાથે બદ્ધમાત્ર જ કર્મ હોય છે. જેમકે અકષાય (૧૧-૧૨-૧૩ મા ગુઠાણા વાળા) જે જીવો છે. તેઓને કષાય ન હોવાથી તેઓ ઇર્યાપથિક જે બંધ કરે છે તે માત્ર આત્મપ્રદેશોની સાથે એક સમય જ રહે છે. કાલાન્તરની સ્થિતિને (બીજત્રીજા સમયની સ્થિતિને) પામીને તે કર્મ આત્મપ્રદેશોથી વિખુટુ પડી જાય છે. જેમ સુકી ભીંત ઉપર પડેલા લોટની મુઠીની જેમ.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૮ અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ બીજાં કર્મ ઋષ્ટ હોય છે. અમૂલ ગાથામાં પુરું શબ્દ જો કે છે. પરંતુ તેની સાથે આગળ લખેલા સદ્ધ શબ્દનો અન્વય કરવો) એટલે બીજા પ્રકારનું કર્મ બદ્ધ ધૃષ્ટ હોય છે ત્યાં પ્રથમ વર્ટ થયું એટલે જીવપ્રદેશોની સાથે બંધાયું. અર્થાત્ સંયોગમાત્રને પામ્યું. પાછળથી પૂર્ણ = આત્મપ્રદેશોની સાથે એકમેક કરાયું જે કર્મ આવા પ્રકારનું બદ્ધસ્કૃષ્ટ હોય છે. તે કર્મ ઘણા લાંબા કાળે આત્મપ્રદેશોથી છુટુ પડે છે. ભીના લેપવાળી દિવાલ ઉપર તેલ-ઘી આદિ ચીકણા પદાર્થની સાથેના લોટની જેમ.
તેનાથી ત્રીજા ભેદવાળું કર્મ નિકાચિત જાણવું. આ ત્રીજા ભેદમાં પણ બદ્ધ અને સ્કૃષ્ટ શબ્દો જોડી દેવા. તેથી બદ્ધ-સ્કૃષ્ટ અને નિકાચિત એવું જે કર્મ તે ત્રીજો ભેદ જાણવો. ત્યાં જે કર્મ બદ્ધસ્કૃષ્ટ થયું છે. આત્મપ્રદેશો સાથે બંધાયું છે. એકાકાર થયું છે અને અતિશય ગાઢતર અધ્યવસાય વડે બાંધેલું હોવાથી અપવર્તન આદિ કરણો માટે જે અસાધ્ય હોય તેવા કર્મને નિકાચિત કર્મ કહેવાય છે. આવા પ્રકારનું જે કર્મ બદ્ધ-સ્કૃષ્ટ અને નિકાચિત હોય છે. તે કર્મ કાલાન્તરે પણ વિપાકોદયથી અનુભવ્યા વિના પ્રાયઃ વિનાશ પામતું નથી. અત્યન્ત ગાઢતરપણે બંધાયેલું છે માટે. ભીની ભીની બનેલી દિવાલ ઉપર આલિંગિત કીડીઓની હારમાળાની જેમ.
આ ત્રણે પ્રકારનો બન્ધ સોયના સમૂહની ઉપમાથી સમજી લેવો દોરી માત્રથી વીંટાયેલી સોયોની ઉપમાવાળું જે કર્મ તે બદ્ધ કર્મ જાણવું. લોખંડના પાટાથી બંધાયેલી સોયોના સમૂહ સરખું જે કર્મ તે બદ્ધ સૃષ્ટ કર્મ જાણવું. અને અગ્નિથી તપાવેલી અને ઘણના ઘાથી કુટી કુટીને એકાકાર કરેલી સોયોના સમૂહ સરખું જે કર્મ તે ત્રીજું બદ્ધ સ્કૃષ્ટ નિકાચિત કર્મ જાણવું. || ૨૫૧૩ उव्वट्टणमुक्केरो, संथोभो खवणमणुभवो वावि । अणिकाइयम्मि कम्मे, णिकाइए पायमणुभवणं ॥ २५१४ ॥
ગાથાર્થ - અપવર્તન, ઉદ્વર્તન, સંક્રમ, ક્ષપણા, અને અનુભવ આ સધળા પણ વ્યવહારો અનિકાચિત કર્મમાં થાય છે. પરંતુ નિકાચિત કર્મમાં તો પ્રાયઃ કેવળ એક અનુભવન જ હોય છે. || ૨૫૧૪ ||
વિવેચન :- અનિકાચિત કર્મ અને નિકાચિત કર્મ આ બન્નેમાં શું વિશેષતા છે? તે આ ગાળામાં સમજાવે છે.
અહીં કર્મના વિષયમાં કુલ આઠ કરણો લાગુ પડે છે. બાંધેલા કર્મોમાં સારા-નરસા અધ્યવસાય પ્રમાણે જે ફેરફારો થાય તેને કરણ કહેવાય છે. ત્યાં કર્મપ્રકૃતિ (કમ્મપડિ) નામના ગ્રંથમાં કુલ ૮ કરણો જણાવ્યાં છે (૧) બંધન (૨) સંક્રમણ (૩) ઉદ્વર્તન (૪)
Page #192
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિહ્નવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૬૯
અપવર્તના, (૫) ઉદીરણા, (૬) ઉપશમના. (૭) નિત્તિ અને (૮) નિકાયના. આ પ્રમાણે કુલ આઠ કરણો જાણવાં.
ત્યાં અનિકાચિત કર્મમાં સ્થિતિ આદિને (સ્થિતિને અને રસને) તોડવાં. ઘટાડવાં તે અપવર્તનાકરણ કહેવાય છે તથા તે= સ્થિતિ આદિનું (સ્થિતિ તથા રસનું ) જે વધારવું તે ઉર્તનાકરણ કહેવાય છે. તથા અસાતા આદિ કર્મોનું સાતા આદિમાં જે નાખવું તે સંક્રમ કહેવાય છે. તથા બીજા કર્મમાં નાખેલા તે કર્મ પરમાણુઓને પ્રદેશોદયથી ભોગવીને જે નિકાલ કરવો. તે ક્ષપણા કહેવાય છે. તથા કર્મપ્રકૃતિઓને પોતાના સ્વરૂપે વિપાકથી જે ભોગવવી તે અનુભવ અર્થાત્ ઉદય કહેવાય છે.
આ ઉર્તના-અવવર્તના સંક્રમ-ક્ષપણા તથા ઉદય વિગેરે જે સમજાવ્યાં તે તો બાકીનાના ઉપલક્ષણ રૂપ સમજવાં. તેથી ઉદીરણા ઉપશમના નિત્તિ અને નિકાયના આદિ પણ સર્વે કરણો અનિકાચિત એવા કર્મમાં પ્રવર્તે છે પરંતુ નિકાચિત એવા કર્મમાં તો પ્રાયઃ વિપાકોદયથી વેદન જ હોય છે. પરંતુ અપવર્તના આદિ અન્ય કરણો લાગુ પડતાં નથી. આ પ્રમાણે નિકાચિત અને અનિકાચિતમાં તફાવત સમજવો.
“આચરણ કરેલા ઉત્કૃષ્ટ તપવાળા મહાત્માઓને ઉત્કૃષ્ટ અધ્યવસાયના બલથી નિકાચિત એવા પણ કર્મમાં ક્યારેક અપવર્તના આદિ કરણોની પ્રવૃત્તિ થાય છે.” તે માટે મૂલગાથામાં પ્રાયઃ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. || ૨૫૧૪ ||
सोउं भणइ सदोसं, वक्खाणमिणं ति पावइ जओ भे । मोक्खाभावो जीवप्पएस कम्माविभागाओ ॥ २५१५ ॥
ગાથાર્થ ઃ- વિન્ધ મુનિની પાસે શેષ સાધુઓને અભ્યાસ કરાવાતા આ વિષયને સાંભળીને ગોખામાહિલ કહે છે “આ વ્યાખ્યાન સદોષ છે. અર્થાત્ દોષિત છે. જો આમ હોય તો મોક્ષનો અભાવ જ થાય. કારણ કે આત્મપ્રદેશો અને કર્મોનો અવિભાગ જ છે. || ૨૫૧૫ ||
વિવેચન :- વિન્ધ્યમુનિ શિષ્યોને આ પ્રમાણે તત્ત્વ સમજાવતા હતા કે આત્મપ્રદેશોની સાથે કર્મ ક્ષીર નીરના ન્યાયે તથા વહ્નિથી તપેલા અયોગોલકના ન્યાયે સંબંધવાળું છે આત્મપ્રદેશોની સાથે એકમેક થયેલું છે આવું વ્યાખ્યાન વિન્ધ્યમુનિ શિષ્યોને સમજાવતા હતા ત્યારે આ વ્યાખ્યાન સાંભળીને તેવા પ્રકારના તીવ્ર મોહનીય કર્મના ઉદયને લીધે પોતાના અભિપ્રાયમાં અતિશય આગ્રહ રાખવા પૂર્વક વિવાદ પામેલા ગોઠામાહિલ કહેવા લાગ્યા કે:
તમારૂં કરાયેલું આ વ્યાખ્યાન સદોષ છે. જો આમ જ વ્યાખ્યાન કરાય કે “આત્મા
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૦ અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ અને કર્મ અત્યન્ત એકમેક થયેલાં છે.” તો તમારા સિદ્ધાન્ત પ્રમાણે મોક્ષનો અભાવ જ થાય. કારણ કે આત્મપ્રદેશોની સાથે કર્મોનો અવિભાગ પણે તાદાત્મ રૂપે એકમેક થઈને કર્મો રહેલાં છેઆમ જો માનીએ તો મોક્ષ થશે જ નહીં. આ પ્રમાણે અહીંથી ગોષ્ટામાહિલની નવી દષ્ટિ પ્રગટ થઈ. | ૨૫૧૫ ||
અવતરણ - ગોખમાહિલે એકાને માનેલી વાતને પ્રમાણપૂર્વક રજૂ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે न हि कम्मं जीवाओ, अवेइ अविभागओ पएसोव्व । तदणवगमादमुक्खो , जुत्तमिणं तेण वक्खाणं ॥ २५१६ ॥
ગાથાર્થ - કર્મ એ જીવથી દૂર થતું નથી. જીવના પ્રદેશ રાશિની જેમ અવિભાગવાળું હોવાથી અને તે કર્મ દૂર ન થવાથી મોક્ષનો અભાવ જ થશે. તેથી આ વ્યાખ્યાન બરાબર નથી પણ) મારૂં હવે કહેવાતું વ્યાખ્યાન બરાબર છે (જે હવે પછીની ગાથામાં સમજાવશે) | ૨૫૧૬ ||
વિવેચન - કર્મ ક્યારે ય પણ જીવથી ભિન્ન થતું નથી. ન્યાયની પરિભાષા પ્રમાણે આ પ્રતિજ્ઞા થઈ. હવે હેત કહે છે. આત્મા અને કર્મ પરમાણુઓનો વદ્ધિ અને અયોગોલકની જેમ અત્યન્ત અવિભાગ (અભેદ) છે તે માટે, હવે દષ્ટાન્ત જણાવે છે - જેમ આત્માના પ્રદેશોની રાશિ આત્માથી જેમ અભિન્ન છે તેનો ભેદ થતો નથી તેમ. આ ઉદાહરણ જાણવું. આ સંસારમાં જે વસ્તુ જેનાથી અભેદ પણે રહેલી હોય છે. તે વસ્તુ તેનાથી ભિન્ન થતી નથી.” જીવ અને કર્મનો પણ અવિભાગ (અભેદ) તમારા વડે મનાય છે તેથી તે કર્મ આત્માથી ક્યારેય ભિન્ન થતું નથી. (આ વ્યાપ્તિ જાણવી.)
આ પ્રમાણે તે કર્મનો જીવથી અનપગમ (અવિયોગ) થવાથી સદાકાળ આ જીવ સકર્મક રહેવાથી મોક્ષનો અભાવ થશે. માટે હે વિધ્ય મુનિ ! તમારું વ્યાખ્યાન દોષિત છે પણ મારું હવે કહેવાતું આ વ્યાખ્યાન કરવું બહુ જ ઉચિત છે. || ૨૫૧૬ ||
અવતરણ - ગોખમાહિલનું તે વ્યાખ્યાન શું છે ? કે જેમાં તેઓને દોષ દેખાતો નથી. તે વ્યાખ્યાન જણાવે છે -
पुट्ठो जहा अबद्धो, कंचुइणं कंचुओ समन्नेइ । एवं पुट्ठमबद्धं, जीवं कम्मं समन्नेइ ॥ २५१७ ॥
ગાથાર્થ - જેમ કંચુક (કાંચળી) સર્પની ચારે બાજુ લાગેલી છે. તેમ માત્ર પૃષ્ટ પણ અબદ્ધ (એકમેક ન થયેલા) એવાં કર્મ જીવની ચારે બાજુ લાગેલાં છે. ૨૫૧ણા
વિવેચન :- જેમ પૃષ્ટ એટલે કે સ્પર્શમાત્રથી સંયુક્ત પણ ક્ષીરનીરના ન્યાયે એકમેક
Page #194
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિધવ ગોમાહિલ મુનિ
૧૭૧ નહીં થયેલી એવી સર્પની કાંચળી જેમ સર્પને વિટ છે. તેમ પૃષ્ટમાત્ર એવું કર્મ પણ સર્પને વીંટાતી કાંચળીની જેમ સ્પર્શમાત્રથી સંયુક્ત એવાં અને અબદ્ધ અર્થાત્ વદ્ધિ અને લોખંડની જેમ અલોલીભૂત એવાં (એટલે કે એકમેક નહીં થયેલા એવાં) આ કર્મ જીવને વીંટાય છે આ પ્રમાણે કાંચળીની જેમ કર્મ ચારે તરફ વીંટાયેલ હોવાથી જેમ સર્પ કાંચળી ઉતારે તેમ આ આત્મા પણ કર્મોનો નાશ કરીને મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. માટે કર્મ આત્માને કાંચળીની જેમ માત્ર સ્પર્શેલું છે પણ એકમેક થયેલું નથી. અર્થાત્ ઋષ્ટ છે પણ બદ્ધ નથી. ll૨૫૧ણા.
અવતરણ - કર્મપ્રવાદ નામના આઠમાં પૂર્વના વિચારમાં જે વિવાદ હતો તે જણાવી હવે પ્રત્યાખ્યાન પ્રવાદ નામના નવમા પૂર્વ સંબંધી વિવાદને સમજવતાં કહે છે કે :
सोऊण भन्नमाणं, पच्चक्खाणं पुणो नवमपुवे । सो जावज्जीवावहियं, तिविहं तिविहेण साहूणं ॥ २५१८ ॥
ગાથાર્થ - સાધુઓ વડે ત્રિવિધ ત્રિવિધ યાવજ્જવા સુધીની અવધિવાળું પચ્ચશ્માણ કરાતું સાંભળીને નવમા પૂર્વમાં તે ગોઠામાહિલ વિવાદને પામ્યા. || ૨૫૧૮ |
વિવેચન - કર્મપ્રવાદ નામના આઠમા પૂર્વમાં આત્માની સાથે કર્મ ઉપર ઉપરથી કાંચળીની જેમ ઋષ્ટ છે પણ બદ્ધ નથી આમ એક વિવાદ પૂર્વની ગાથામાં સમજાવ્યો. હવે આ ગાથામાં એક વખત પ્રત્યાખ્યાન પ્રવાદ નામના નવમા પૂર્વમાં “પિ મને! સામાં સવ્ય રાવળ્યું નો પડ્યહમ ગાવળીવાઈ' ઇત્યાદિ સૂત્રપાઠ ભણતાં ભણતાં સાધુ મહાત્માઓને માવજીવ સુધીની અવધિવાળું અપાતું પચ્ચક્મણ વિધ્યમુનિની પાસે વિચારણા કરતાં કરતાં સાંભળે છે. ત્યારે મનમાં ગોઠામાહિલને આવો નવો વિચાર આવે છે | ૨૫૧૮ |
અવતરણ - “માવજીવનો પાઠ સાંભળીને તે ગોષ્ઠા માહિલ શું કરે છે ? તે કહે છે :जंपइ पच्चक्खाणं, अपरिमाणाए होइ सेयं तु । जेसिं तुः परिमाणं, तं दुळं आससा होइ ॥ २५१९ ॥
ગાથાર્થ - ગોષ્ઠામાહિલ કહે છે કે કોઈ પણ પચ્ચખ્ખાણ અપરિમાણ તરીકે (એટલે કે કાલમર્યાદા વિના) જ કહેવું જોઇએ. તો જ તે શ્રેયસ્કર થાય. જે આત્માઓને પરિમાણવાળું પચ્ચખ્ખાણ છે. તે આશંસાવાળું હોવાથી દોષિત છે. ૨૫૧૯
| વિવેચન :- ગોઠામાહિલ વિશ્વમુનિને તથા તેમની પાસે અભ્યાસ કરતા તમામ મુનિઓને કહે છે કે “સર્વે પણ પચ્ચખાણો તો અપરિમાણપણે એટલે કે અવધિરહિત
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૨ અબદ્ધ કર્મવાદ
નિદ્વવવાદ પણે જ કરાતું હોય તો જ કલ્યાણનો હેતુ હોવાથી શ્રેયર અર્થાત્ આત્માના કલ્યાણને કરનારું બને છે. જેઓના વ્યાખ્યાનમાં પચ્ચશ્માણ માવજીવાદિના કાળમર્યાદાવાળું જ કહેવાય છે. સમજાવાય છે. તેઓના મતે આ પચ્ચક્માણ કાળમર્યાદાવાળું હોવાથી આ કાળસીમા પુરી થયા પછી તે તે વસ્તુનો ઉપભોગ કરી શકાશે આવી આશંસાનો દોષ તેમાં રહે છે. માટે આશંસાના દોષથી દુષ્ટ હોવાથી આવા પ્રકારનું આ પચ્ચશ્માણ કરવું તે દોષયુક્ત છે નિર્દોષ નથી. / ૨૫૧૯ |
અવતરણ - ગ7 માધ્યમ્ - આ ગાથા ઉપર ભાષ્યકાર મહારાજ કહે છે :आसंसा जा पुण्णे सेविस्सामित्ति दुसियं तीए । जेण सुयम्मि वि भणियं, परिणामासुद्धिसुद्धं तु ॥ २५२० ॥
ગાથાર્થ - થાવજીવના પચ્ચર્માણમાં આશંસા છે. કારણ કે જ્યારે આ પચ્ચક્ષ્મણનો કાળ સંપૂર્ણ થાય ત્યારે હું તે વસ્તુને સેવીશ. આમ આવી ભાવના રહેલી હોવાથી દૂષિત છે. જે કારણથી શાસ્ત્રમાં આવું કહેવું છે કે જો પરિણામની અશુદ્ધિ હોય તો પચ્ચખ્ખાણ અશુદ્ધ જ કહેવાય . ૨૫૨૦ || | વિવેચન - વાવજીવનું પચ્ચખ્ખાણ કરવામાં આવે તેમાં આશંસા (ભવિષ્યમાં તે વિષય સેવવાની બુદ્ધિ) હોવાથી આ પચ્ચખ્ખાણ દુષિત છે ત્યાં પ્રશ્ન થાય છે કે માવજીવનું પચ્ચશ્માણ કરવામાં કેવી રીતે આશંસા થાય? તેનો ઉત્તર એ છે કે, આવા પ્રકારના વિષયભોગના જે પરિણામ છે તે જ મોટો દોષ છે.
પ્રશ્ન :- તે કેવા પ્રકારનો પરિણામ છે ? હું માવજીવનું જ પચ્ચક્માણ કરું છું તેથી પચ્ચશ્માણ સમાપ્ત થયે છતે પરભવમાં “દેવલોકાદિના ભવમાં સુરાંગનાદિની સાથે સંભોગાદિ ભોગસુખોને હું ભોગવીશ.” આવા પ્રકારના અધ્યવસાય સ્વરૂપ જે આશંસા છે તે આશંસા વડે પચ્ચખ્ખાણ દુષિત થાય છે.
કેમ દુષિત થાય છે ? તો શાસ્ત્રમાં પણ એટલે કે આગમમાં પણ કહ્યું છે કે - દુષ્ટપરિણામ સ્વરૂપ અશુદ્ધિવાળુ હોવાથી તે પચ્ચખ્ખાણ અશુદ્ધ છે. આગમનો સાક્ષિપાઠ આ પ્રમાણે છે
सोही सद्दहणा जाणणा य, विणएऽणुभासणा चेव । अणुपालणा विसोही, भावविसोही भवे छट्ठी ॥ १ ॥
ગાથાર્થ - (૧) શુદ્ધિ, (૨) શ્રદ્ધા, (૩) જાણપણું (૪) વિનય, (૫) અનુભાષણ અને અનુપાલન. તથા (૬) વિશુદ્ધિ એટલે કે છઠ્ઠી ભાવવિશુદ્ધિ જાણવી. આમ છ શુદ્ધિ
Page #196
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૭૩ સમજવી. ત્યાં પચ્ચખાણ એ સર્વજ્ઞ ભગવંતોએ જણાવેલ છે. ઈત્યાદિ સૂત્રપાઠોમાં શ્રદ્ધા આદિનું વ્યાખ્યાન કરાવે છતે ભાવવિશુદ્ધિ એમ છઠ્ઠા ભાગનું જે વ્યાખ્યાન છે. તે પ્રસ્તુત વિષયમાં ઉપયોગી છે. માટે તે દર્શાવાય છે.
रागेण व दोसेण व, परिणामेन व न दृसियं जं तु । तं खलु पच्चक्खाणं, भावविशुद्धं मुणेयव्वं ॥ १ ॥
ગાથાર્થ - રાગથી, દ્વેષથી, કે અધ્યવસાય સ્થાનથી જે પચ્ચકખાણ દૂષિત ન હોય તે જ પચ્ચશ્માણ ભાવવિશુદ્ધ પચ્ચક્કાણ છે આમ સમજવું.
આ પ્રમાણે વિવાદને પામેલા એવા ગોઠામાહિલ વડે જે પૂર્વપક્ષ કરાયો હતો તેનો વિધ્યમુનિએ ગુરુપાસે જઇને દુર્બલિકાપુષ્પમિત્રને નિવેદિત કર્યો ગુરુજી શ્રી દુર્બલિકા પુષ્પમિત્ર વડે ઉત્તરપક્ષભૂત સર્વ પણ ઉત્તર તે વિધ્ય મુનિને કહેવાયો. તે વિધ્યમુનિ વડે પણ ગોઇમાહિલ પાસે જઈને ગુરુજી વડે કહેવાયેલો સર્વ પણ ઉત્તર યથાસ્થિત કહેવાયો.
પરંતુ તે ગોઠામાહિલ મિથ્યા અભિમાનયુક્ત હોવાથી અતિશય આવેશવાળા છે. જ્યારે તે કંઈ પણ સાચી વાત સ્વીકારતા નથી. ત્યારે ગુરુજી દુબલિકાપુષ્પમિત્ર પોતે જાતે સ્વયં સામે આવીને ગોઠામાહિલને સમજાવે છે . ૨૫૨૦ ||
અવતરણ :- તિવેલ આ જ વાત ગ્રંથકારશ્રી કહે છે. विझपरिपुच्छियगुरूवएसकहियं पि न पडिवन्नो सो । जाहे, ताहे गुरुणा सयमुत्तो पूसमित्तेणं ॥ २५२१ ॥
ગાથાર્થ - વિધ્ય નામના મુનિ વડે ગુરુજી શ્રી દુબલિકા પુષ્પમિત્રને પુછાયું તેઓએ સાચી વાતનું કથન કર્યું. તો પણ તે ગોઠામાહિલ જ્યારે માનતા નથી. ત્યારે ગુરુજી દુર્બલિકાપુખ્ત મિત્ર સ્વયં પોતે આવીને તેમને સમજાવે છે . ૨૫૧ |
વિવેચન - ગાથાના અર્થ પ્રમાણે સુગમ છે. વિધ્ય નામના મુનિ કે જે સાધુઓને ભણાવતા હતા કે સાવઘયોગનાં પચ્ચખાણ માવજીવનાં જ કરાય. કારણ કે મૃત્યુ બાદ આ જીવ ક્યાં જાય તે નક્કી નથી અને ભવોપગ્રાહી કર્મો ભવાન્તર થવાના કારણે ઉદયમાં આવે તેથી ચારિત્રમોહનીય કર્મ પણ ઉદયમાં આવે. આ આત્મા શુદ્ધિબુદ્ધિ વાળો હોય નહીં. માટે જ્ઞાનીઓએ જે કહ્યું છે તે માવજીવ સુધીનું જ પચ્ચકખાણ આપણાથી કરાય. તેમાં પરભવના સુખની કંઈ જ આશા કે ઇચ્છા નથી. પરંતુ પરભવ આપણા હાથમાં નથી. તેથી માવજીવ સુધીમાં જ પચ્ચકખાણ કરાય.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૪ અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ ' આમ વિધ્યમુનિ સમજાવતા હતા. તો પણ ગોઠામાહિલે શંકા કરી એટલે વાસ્તવિક વાતનો પરમાર્થ જાણવા માટે વડીલ ગુરુજી શ્રી દુર્બલિકાપુષ્પમિત્રને વિધ્યમુનિએ પૂછ્યું. ગુરુજીએ યથાર્થ ઉપદેશપૂર્વક સમજાવ્યું. તે સઘળી વાત આવીને વિધ્યમુનિએ ગોષ્ઠામાહિલને કહી. પરંતુ ગોઠામાહિલ તે વાત સ્વીકારતા નથી. ત્યારે ગુરુજી શ્રી દુર્બલિકાપુષ્પમિત્ર પોતે જ આવીને તે ગોઇમાહિલને સમજાવે છે.
પરંતુ તે ગોષ્ઠામાહિલ જ્યારે યથાર્થ અર્થ નથી જ સ્વીકારતા. ગુરુજીએ કહ્યું કે આયુષ્ય પૂર્ણ થાય પછી આ જીવ ક્યાં જાય તે નિશ્ચિત નથી. અને મૃત્યુ પછી શુદ્ધિબુદ્ધિ બરાબર હોય એવો નિયમ નથી. માટે જ્ઞાનીઓએ માવજીવ સુધીનાં જ પચ્ચશ્માણ કરવાનું કહ્યું છે. આ બાબતમાં કંઈ પરભવના સુખની કામના નથી. માટે માવજીવનું વિધાન જ બરાબર છે. આમ ગુરુજી વડે સમજાવાયા. પણ તેઓએ ન સ્વીકાર્યું છે ૨૫૨૧ ||.
અવતરણ - ગુરુજી વડે આવીને શું સમજવાવું? તે કહે છે :किं कंचुओव्व कम्मं, पइपएसमह जीवपज्जते । पइदेसं सव्वगयं, तदंतरालाणवत्थाओ ॥ २५२२ ॥ अह जीवबर्हि तो नाणुवत्तए तं भवंतरालम्मि । तदनुगमाभावाओ, बज्झंगमलोव्व सुव्वत्तं ॥ २५२३ ॥ एवं सव्वविमुक्खो, निकारणउव्व सव्वसंसारो । भवमुक्काणं च पुणो संसरणमओ अणासासो ॥ २५२४ ॥
ગાથાર્થ - ગુરુજી ગોઇમાહિલને સમજાવે છે કે જે તમે કંચુકની જેમ આત્મા ઉપર કર્મ સ્પર્શેલાં જ માત્ર છે પરંતુ બંધાયાં નથી. આવું તમારા વડે જે કહેવાય છે તો તે બાબત આપણે વિચારણા કરીએ. તે આ પ્રમાણે :- શું આ કર્મ કંચુકની જેમ જીવને સ્પર્શેલું પ્રત્યેક પ્રદેશમાં રહેલું છે કે જીવના પર્યન્તભાગમાં જ રહેલું છે અને તેને સ્પષ્ટ કહેવાય છે ?
જે પ્રતિપ્રદેશે રહેલું હોવાથી ઋષ્ટ તરીકે મનાતું હોય તો આ જીવમાં કર્મ સર્વત્ર વ્યાપ્ત થશે. આકાશની જેમ. સર્વત્ર વ્યાપ્ત કેમ થશે ? તો તે જીવનો જે અંતરાલભાગ વચ્ચે વચ્ચેનો ભાગ) છે. તે પણ કર્મથી અવ્યાપ્ત ન રહેવાથી. કર્મ વિનાનો કોઈ પણ ભાગ શેષ ન રહેવાથી કર્મ સર્વ પ્રદેશોમાં રહેલું જ છે આમ સિદ્ધ થશે જ. પ્રત્યેક આત્મપ્રદેશોમાં કર્મ વર્તત છતે કોઈ પણ મધ્યભાગ બાકી રહેતો જ નથી. કે જેથી કર્મનું ત્યાં અસર્વગતત્વ સિદ્ધ થાય.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૫
સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ
આ કારણથી આકાશની જેમ જ કર્મની સાથે આ જીવનું સર્વપ્રદેશોમાં વ્યાપ્તપણું માનવાથી જીવમાં તે કર્મનું સર્વવ્યાપિપણું સિદ્ધ જ થાય છે. આમ હોતે છતે આ કંચુકનું દાત્ત સાધ્યવિકલ હોવાથી (કાંચળી તેવી ન હોવાથી) અસંબંધ જ પ્રાપ્ત થશે. કારણ કે કર્મ આત્માના સર્વપ્રદેશોમાં સ્પર્શેલું હોય છે. તેવું સાધ્ય કંચુકીના ઉદાહરણમાં નથી એટલે દષ્ટાન્ત ખોટું થશે.
હવે જો બીજો વિકલ્પ ગ્રહણ કરો કે “આ કર્મ જીવના અન્તિમ અન્તિમ પ્રદેશોમાં જ કંચુકની જેમ ઉપર ઉપર જ રહેલું છે તેથી આ કર્મ ઋષ્ટ છે આમ કહેવાય છે.” આમ જો કહો તો એક ભવથી બીજા ભવમાં જતી વેળાએ વિગ્રહ ગતિમાં તે કર્મ સાથે આવશે નહીં. કારણ કે ચામડીના છેડે એટલે કે ઉપર ઉપર જ તે કર્મ રહેલું છે. તેથી ચામડી છોડીને જીવ જાય છે તે માટે ચામડીની ઉપર રહેલા મેલની જેમ તે કર્મને પણ છોડીને જ જીવ પરભવમાં જશે. ચામડી ઉપરના બાહ્યમેલની જેમ તે કર્મ પણ ભવાન્તરમાં અનુગમન પામશે નહીં. આ વાત અત્યન્ત સુવ્યક્ત જ છે. બાળકોમાં પણ જાણીતી છે.
હવે કદાચ તમે એમ કહો કે સારૂ. એમ જ હો. ભવાન્તરમાં જતા જીવની સાથે કર્મની અનુવૃત્તિ હોતી નથી. એમ જ માની લઇએ તો શું દોષ આવશે ? જે એમ જ માનીએ તો કર્મની અનુવૃત્તિ સાથે હોતી નથી આમ જ જો માનીએ તો મૃત્યુ પામે ત્યારે સર્વે પણ જીવોનો વિશેષપણે મોક્ષ જ થાય એટલે કે સંસારનો અભાવ જ થાય. કારણ કે સંસારનું કારણ જે કર્મ હતું તે જ સાથે આવ્યું નહીં માટે. - હવે જો કારણભૂત એવા કર્મ વિના પણ જન્મમરણરૂપ આ સંસાર હોય છે આમ જો સ્વીકારાય તો વ્રત-તપ-બ્રહ્મચર્ય આદિ કષ્ટકારી જે અનુષ્ઠાનો કરાય છે. તે સર્વ જીવોને પણ સંસાર જ રહેશે. કર્મ ન હોવાથી. અને જો આ સંસાર નિષ્કારણ જ છે આમ જ જે માનવામાં આવે તો ભવથી મુક્ત થયેલા સિદ્ધભગવંતોને પણ ફરીથી ક્યારેક સંસાર આવી પણ જાય. આવું બનશે. કારણ કે વિના કારણે પણ કર્મ આવે છે, આમ માન્યું તેથી આમ બનશે. અને જો આમ જ બનતું હોય તો મુક્તિમાં પણ અવિશ્વાસ થવાનો પ્રસંગ આવશે. - સારાંશ કે જે મોક્ષે ગયા પછી પણ આ જીવને ક્યારેક ક્યારેક સંસાર લાગુ પડતો હોય તો મોક્ષે જવાનો કોઈ અર્થ જ રહેશે નહીં તેથી મુક્તિનાં કારણ જે તપ-જપ આદિ છે તેનું સેવન પણ નિષ્ફળતાને જ પામશે. ૨૫૨૨-૨૫૨૩-૨૫૨૪ /
અવતરણ - ચામડીની ઉપર ઉપર જ કર્મ છે. આમ માનવામાં બીજા પણ ઘણા દોષો આવે છે. તે હવે જણાવે છે :
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૬ અબદ્ધ કર્મવાદ
નિદ્વવવાદ देहंतो जा वियणा, कम्माभावम्मि किं निमित्ता सा ? निकारणा वा जइ, तो सिद्धो वि न वेयणारहिओ ॥ २५२५ ॥ जइ बज्झनिमित्ता सा, तदभावे सा न हुज्ज तो अंतो । दिट्ठा य सा सुबहुसो, बाहिं निव्वेयणस्सावि ॥ २५२६ ॥ जइ वा विभिन्नदेसं पि, वेयणं फुणइ कम्ममेवं तो । कहमण्णसरीरगयं, न वेयणं कुणइ अण्णस्स ? ॥ २५२७ ॥
ગાથાર્થ - જો કાંચળીની જેમ કર્મ બહાર બહાર જ હોય તો દેહની અંદરના આત્મપ્રદેશોમાં જે વેદના થાય છે. તે વેદના કર્મના અભાવમાં કોના નિમિત્તે તે થાય છે ? જો નિષ્કારણ જ તે વેદના થતી હોય તો સિદ્ધના જીવોને પણ તે વેદના થશે. તેથી સિદ્ધના જીવો પણ વેદનારહિત છે. આમ નહીં જ કહી શકાય. | ૨૫૨૫ /
જો બાહ્યવેદનાનું જે નિમિત્ત છે. તેનાથી જ અંતર્વેદના પણ થાય છે. આમ જ કહેશો તો જયાં તે બાલાવેદના ન હોય તેવા જીવને તે અંતર્વેદના પણ ન જ હોવી જોઈએ. પરંતુ બહારની વેદના જેને નથી તેવા જીવોને પણ તે અંતર્વેદના ઘણી જ થતી હોય છે. આમ પ્રત્યક્ષ દેખાય છે. II ૨૫૨૬ II
અથવા હવે જો એમ કહો કે ભિન્ન દેશમાં રહેલું એવું પણ કર્મ ભિન્ન દેશના આત્મપ્રદેશોમાં વેદના ઉત્પન્ન કરે છે. આમ જો કહેશો તો અન્ય જીવના શરીરમાં રહેતું કર્મ અન્ય જીવના શરીરમાં પણ કેમ વેદના ન ઉત્પન્ન કરે ? અર્થાત કરશે જ. આવુ માનવાનો પ્રસંગ આવશે કારણ કે ભિન્નત્વ બન્ને સ્થાને તુલ્ય જ છે. તે ૨૫૨૭ ||
વિવેચન :- જેમ નાગનો કંચુક નાગના શરીરની ઉપર ઉપર જ હોય છે. અંદર તે કંચુક (કાંચળી) હોતી નથી. તેની જેમ કર્મ પણ શરીરના ઉપર ઉપરના અન્તિમ ભાગમાં જે જે આત્મપ્રદેશો છે. તેમાં જ હોય છે. વચ્ચેના કે અતિશય અંદરના આત્મપ્રદેશોમાં તે કર્મ હોતું નથી. આમ જો કહેશો તો દેહની અંદર કે દેહની મધ્યમાં કે દેહના અતિશય અંદરના ભાગમાં શળની પીડા કે નાળની પીડા કે કેન્સર, ટી.બી. વિગેરે રોગોની પીડા અંદરના ભાગમાં કેમ થાય છે? જ્યાં અન્તિમ આત્મપ્રદેશોમાં કર્મ છે. ત્યાં જ પીડા થવી જોઇએ. પરંતુ મધ્યભાગ કે અતિશય અંદરના ભાગમાં પીડા ન થવી જોઈએ. કારણ કે તેવી પીડા થવાના કારણ ભૂત એવા કર્મનો ત્યાં તો અભાવ જ છે.
હવે કદાચ તમે એમ કહો કે ભલે મધ્યભાગમાં કે અંદરના ભાગમાં પીડા થવાના કારણભૂત કર્મ નથી. તો પણ નિષ્કારણ એવી પણ વેદના દેહની અંદરના ભાગમાં થાય
Page #200
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિધવ ગોઠામાહિલ મુનિ
૧૭૭ છે. આમ જો સ્વીકારશો તો સિદ્ધ પરમાત્મા પણ વેદનારહિત કહેવાશે નહીં. કારણ કે નિષ્કારતા ત્યાં પણ સમાન જ છે. અવિશેષિત જ છે માટે ત્યાં પણ કર્મ નથી છતાં પણ વેદના થવાની આપત્તિ આવશે.
હવે કદાચ તમે આવો બચાવ કરશો કે જયાં બહાર વેદના થવાનું નિમિત્ત હોય ત્યાં જ તે અન્તર્વેદના પણ થાય. સિદ્ધ પરમાત્માને બાહ્ય વેદના થવાનું કારણ કર્મ અને શરીર જે છે તે બન્ને નથી. તેથી તેઓને વેદના થતી નથી. બહાર થતી વેદનાનું નિમિત્ત જે લાકડી આદિના ઘા, તેનાથી ઉત્પન્ન થતી વેદના બહાર પણ થાય અને અંદર પણ થાય. આમ જો તમારો કહેવાનો અભિપ્રાય હોય તો લાકડીના ઘા આદિ બહારની વેદનાનાં કારણો જયાં ન હોય એટલે કે લાકડી આદિના ઘાથી ઉત્પન્ન થતી બહારની વેદનાનો જયાં જ્યાં વિરહ હોય ત્યાં ત્યાં અંતર્વેદના પણ ન જ થવી જોઇએ. જેને જેને બહારની વેદના ન હોય તેને તેને અંદરની વેદના પણ ન જ હોવી જોઈએ. આવું માનવું પડશે.
પ્રશ્નકાર :- હા એમ જ માનોને. એમ માનવામાં શું દોષ આવે ? જેને બહારની વેદના હોય તેને જ અંદર વેદના પણ હોય ?
ઉત્તર :- તમારી આ વાત વ્યાજબી નથી. લાકડીના પ્રહાર આદિ બાહ્ય વેદનાનાં નિમિત્તો ન હોય તો પણ શૂળ-કેન્સર-ટી.બી. આદિથી થયેલી અન્તર્વેદના ઘણા જીવોને ઘણી જ હોય પણ છે.
પ્રશ્ન :- કેવલ એકલી અન્તર્વેદના ક્યા જીવો હોય છે ?
ઉત્તર :બહારથી વેદના વિનાનો જીવ એટલે કે લાકડી આદિના ઘાતથી ઉત્પન્ન થયેલી જે બહારની વેદના છે. તે વેદનાથી સર્વથા રહિત એવા જીવને પણ આ શુળની વેદના કેન્સરની વેદના, અને ટીબી આદિની વેદના સંસારમાં જોવાય જ છે. ' જો આવો નિયમ હોત કે બહારની લાકડી આદિના ઘાથી ઉત્પન્ન થયેલી વેદના હોય ત્યારે જ અન્તર્વેદના પ્રગટ થતી હોય તો તો તમારી કલ્પના સંગત થાય. પરંતુ આમ બનતું નથી કારણ કે સંસારમાં આવા અનુભવો પણ થાય છે અને નજરે પણ દેખાય છે કે બહાર શરીર ઉપર વેદના નહોય તો પણ યથોક્ત એવી અન્તર્વેદના થતી હોય તેવું થાય છે. પેટ દુખતું હોય. માથું દુખતું હોય આમ દેખાય જ છે. તેથી તે તે અંદર થતી વેદનાના કારણે તે વેદનાના કારણભૂત એવું કર્મ પણ અંદરના આત્મપ્રદેશોમાં હોવું જોઈએ. આ અમારો પક્ષ (અમારી જ વાત) વધારે સિદ્ધ થાય છે. ' હવે કદાચ તમે એવો બચાવ કરો કે બહાર બહારની ચામડીની ઉપર ઉપર રહેલું કર્મ શરીરની બહારના ભાગમાં, શરીરના મધ્યભાગમાં કે શરીરના અતિશય અંદરના
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૮
અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ ભાગમાં પણ વેદના ઉત્પન્ન કરે. પરંતુ શરીરની મધ્યમાં કે અતિશય અંદરના ભાગમાં કર્મ નથી. માત્ર ઉપર વર્તતું કર્મ જ ઉપર અંદર અને મધ્યમાં સર્વત્ર વેદના કરે છે. આવું કદાચ શિષ્ય કહે. તો તે શિષ્યની વાત ઉચિત નથી. કારણ કે જો આવો સ્વીકાર કરવામાં આવે તો એટલે કે બહાર બહારના ભિન્ન દેશમાં રહેલું એવું કર્મ અન્યત્ર એટલે કે જ્યાં કર્મ નથી ત્યાં મધ્યભાગમાં તથા અતિશય અંદરના ભાગમાં પણ શૂલાદિની પીડા ઉત્પન્ન કરે છે આમ જો માનવામાં આવે તો અન્ય વ્યક્તિના શરીરમાં રહેલું કર્મ અન્ય એવા યજ્ઞદત્તાદિને પણ વેદના ન જ કરે આવું કેમ મનાય ? અર્થાત્ જેમ શરીરની ઉપર ઉપર રહેલું કર્મ જ્યાં કર્મ નથી તેવા અંદરના આત્મપ્રદેશોને પણ જો શૂલાદિની પીડા કરે છે. આમ માનીએ તો દેવદત્તમાં રહેલું કર્મ યજ્ઞદત્તના શરીરમાં પણ વેદના ઉત્પન્ન કરે છે આવો જ અર્થ થાય. કારણ કે દેશાન્તરપણું તો બન્નેમાં સમાન જ છે.
જેવું દેવદત્તના શરીરમાં રહેલું કર્મ, કર્મથી અવ્યાપ્ત એવા અંદરના આત્મપ્રદેશમાં શૂલાદિની પીડા કરે છે. તેવી જ પીડા દેવદત્તમાં રહેલું કર્મ યજ્ઞદત્તના શરીરમાં ક૨શે જ. ન્યાય તો બન્ને સ્થાને સમાન જ છે દેશાન્તરપણું તો બન્નેમાં સમાન જ છે. માટે તમારી આ વાત યોગ્ય લાગતી નથી. અર્થાત્ યુક્તિયુક્ત નથી. ॥ ૨૫૨૫-૨૫૨૬
૨૬૨૭ ॥
અવતરણ :- આ વિષયમાં પરના અભિપ્રાયની શંકા કરીને તેનો પરિહાર કરતાં કહે છે કેઃअह तं संचरइ मई, न बर्हि तो कंचुगोव्व निच्चत्थं । जं च जुगवं पि वियणा, सव्वम्मि वि दीसई देहे ॥ २५२८ ॥
ગાથાર્થ :- હવે કદાચ તમે એમ કહો કે કર્મનું સંચરણ (ગમન) થાય છે. બહારના ભાગમાં રહેલું કર્મ મધ્યમાં અને અંદરમાં ગમન કરે છે. આમ જો કહેશો તો કંચુકની જેમ બહાર જ નિત્ય રહે છે આ વાત ઘટશે નહીં તથા વળી વેદના તો અંદર અને બહાર સર્વપ્રદેશોમાં શરીરની અંદર એકીસાથે દેખાય છે માટે પ્રથમ કર્મ બહાર હતું અને પછી અંદર ગયું આ વાત પણ સંગત થતી નથી. ॥ ૨૫૨૮ ॥
વિવેચન :- હવે કદાચ તમે આવા પ્રકારનો બચાવ કરો કે દેવદત્તના શરીરના ઉપરિભાગમાં રહેનારૂં દેવદત્ત સંબંધી કર્મ દેવદત્તના જ શરીરની અંદર અને દેવદત્તના જ શરીરના મધ્યમાં ગમન કરે છે. પરંતુ યજ્ઞદત્તના કે અન્યના શીરાન્તરમાં પ્રવેશ કરતું નથી. આવો જો બચાવ કરો તો એટલે કે કર્મના આધારભૂત જે શરીર છે તેમાં જ કર્મ ફરે છે પરંતુ શરીરાન્તરમાં એટલે કે અન્યના શરીરમાં ગમન કરતું નથી આવો પ્રશ્ન કદાચ કરો તો.
Page #202
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૭૯ ઉત્તર :- અહીં ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર કહેવાય છે કે તો સર્પની કાંચળીની જેમ તે કર્મ પણ બહાર જ નિત્ય રહો જેમ સર્પની કાંચલી બહાર બહાર જ સદા હોય છે તે કાંચળી ક્યારેય પણ અંદર જતી નથી. તેમ કર્મ પણ બહાર બહાર જ હો. અંદર કર્મનું ગમન કેમ થાય ? બહાર સ્થિર નિત્ય કર્મ હોવું જોઇએ. - જો કર્મ ક્યારેક બહાર, ક્યારેક અંદર, અને ક્યારેક તે કર્મ મધ્યમાં હોય છે. આમ માનવાથી “ નિત્ય તિતિ" કર્મ ઉપર ઉપરના ભાગમાં કાંચળીની જેમ નિત્ય રહે છે. આવા પ્રકારનો જે તમારો સિદ્ધાન્ત (મત) છે. તે રહેતો નથી. નિયમ ન ઘટતો હોવાથી આવો નિયમ તો ઉડી જ જાય છે. એક દોષ ઉપર કહ્યા પ્રમાણે આવે છે. - તથા બીજો દોષ એમ પણ આવે છે કે જો કર્મનું સંચરણ થાય છે. આમ માનીએ તો જયાં કર્મ આવ્યું હોય ત્યાં જ વેદના આપવી જોઈએ. બીજા ભાગમાં વેદના ન થવી જોઈએ. કર્મની અન્ય અન્ય સ્થાને ગતિ સ્વીકારવાથી ક્રમસર અન્ય અન્ય સ્થાને વેદના થવી જોઈએ. પરંતુ આમ થતું દેખાતું નથી. લાકડીનો ઘા પડે ત્યારે અંદર અને બહાર એમ સર્વ સ્થાનોમાં એકસાથે જ વેદના દેખાય છે.
તે કારણથી કર્મનું ગમનાગમન સંભવતું નથી. પરંતુ સર્વ આત્મપ્રદેશોમાં કર્મતત્ત્વ છે જ સર્વ પ્રદેશોમાં કર્મ બંધાય છે. આમ નક્કી થાય છે. || ૨૫૨૮ || અવતરણ - કર્મનું સંચરણ (ગમનાગમન) માનવામાં બીજું પણ દૂષણ આવે જ છે તે આ પ્રમાણે છે:न भवंतरमण्णेइ य, सरीरसंचारओ तदनिलोव्व । चलियं निज्जरियं चिय, भणियमकम्मं च जं समए ॥ २५२९ ॥
ગાથાર્થ - જો કર્મને સંચરણશીલ માનીએ તો જીવની સાથે ભવાન્તરમાં જનાર થશે નહીં. કારણ કે શરીરમાં જ તેનું સંચારણ હોવાથી શ્વાસોશ્વાસ વિગેરે વાયુની જેમ, શાસ્ત્રોમાં કર્મને જે ચલિત કહેવામાં આવ્યું છે તે ચલિત એટલે નિર્જરા પામતું કહેલું છે ચલિત એટલે આ જીવ કર્મ વિનાનો થઈ શકે છે. આમ આગમ શાસ્ત્રોમાં કહ્યું છે. ૨પરલા
વિવેચન - જો કર્મ શરીરની ઉપર જ બંધાય છે. અને પછી અંદરના ભાગમાં તથા મધ્યના ભાગમાં સંચારણ કરે છે આમ જો માનીએ તો ભવાન્તરમાં સાથે આવનારું તે કર્મ બનશે નહીં. એટલે કે ભવાન્તરમાં જતા જીવની સાથે તે કર્મનું અનુગમન ઘટશે નહીં. શરીરમાં જ ફરવાના સ્વભાવવાળું તે કર્મ હોવાથી. શ્વાસોશ્વાસવાળા વાયુની જેમ અથવા રૂધીર આદિ ધાતુઓની જેમ.
અહીં શરીરની બહાર (ઉપરના ભાગમાં) અને અંદર (અંદરના ભાગમાં) જે દોડાદોડી કરે છે તે ભવાન્તરમાં સાથે આવતું નથી. જેમ શ્વાસોશ્વાસ શરીરની અંદર ઉપર-નીચે જાય છે તેથી તે ભવાન્તરમાં સાથે આવતો નથી. તથા રૂધિર આદિ ધાતુઓ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૦
અબદ્ધ કર્મવાદ નિહ્નવવાદ પણ શરીરની અંદર અને ઉ૫૨ નીચે ગમનાગમન કરે છે. પણ ભવાન્તરમાં સાથે આવતું નથી. તેમ કર્મ પણ ભવાન્તરમાં સાથે આવનાર બનશે નહીં.
પ્રશ્ન :- “ચનમાળે વૃત્તિ' આવા પ્રકારનું શાસ્ત્રવચન હોવાથી કર્મમાં ચલનક્રિયા કહેલી જ છે. ચલન એટલે સંચારણ એવો જ અર્થ થાય છે. તો પછી કર્મમાં સંચારણનો નિષેધ તમારા વડે કેમ કરાય છે ?
ઉત્તર :- આવો કોઇ પ્રશ્ન કરે તો પ્રશ્ન જ અયુક્ત છે. કારણ કે શાસ્રના અભિપ્રાય શું છે ? તેનો આ પ્રશ્નકારને ખ્યાલ નથી માટે જ આવો પ્રશ્ન કરે છે. અને તે સર્વથા ખોટો જ છે. શાસ્ત્રમાં તો “નેડું” નાવ વેમાળિય્ ચતિયં નીવાડ જમ્મ નિષ્નર' આવા પ્રકારનું વચન હોવાથી “નિીર્થમાળ નિીળમ્” આવા પ્રકારના આગમપાઠના આધારે જે સમયે જે કર્મ નિર્જરા પામ્યું અર્થાત્ ક્ષય પામ્યું. આમ કહેલું છે તે કર્મ તે સમયે ક્ષય પામ્યું અર્થાત્ તે કર્મ અકર્મપણાને પામ્યું આત્માથી છૂટુ પડી ગયું અર્થાત્ કાર્યણવર્ગણા જ બની ગઈ તેથી પુદ્ગલ દ્રવ્ય માત્ર બનવાથી મધ્યમાં ગયું હોય તો પણ તે કર્મસ્વરૂપે ન હોવાથી વેદનાને ઉત્પન્ન કરી શકતું નથી.
જે વસ્તુ કર્મ રૂપે નથી હોતી તે વસ્તુ જીવને વેદના ઉત્પન્ન કરી શકતી નથી. જેમ કે આકાશ. અથવા પરમાણુસ્વરૂપ પુદ્ગલ દ્રવ્ય. આ પદાર્થો કર્મસ્વરૂપ ન હોવાથી જીવને જેમ પીડા કરતા નથી. તેમ કર્મ પણ નિર્જરા પામ્યું છતું અકર્મરૂપ બન્યું છતું કાર્પણ વર્ગણા સ્વરૂપ બન્યું છઠ્ઠું જીવને વેદના કરવામાં અસમર્થ છે. તેથી આ પ્રમાણે અનેક દોષો વડે આ ગોષ્ઠામાહિલની વિચારણા દુષ્ટ હોવાથી કર્મનું શરીરની અંદર ગમનાગમન માનવું તે અયુક્ત જ છે. I૨૫૨૯લા
અવતરણ :- આત્મપ્રદેશોમાં ઉપરની જેમ મધ્યમાં પણ કર્મ છે આ વાત સિદ્ધ કરવા માટે પ્રમાણ જણાવતાં પ્રકારશ્રી જણાવે છે કે :
अंतो वि अत्थि कम्मं, वियणासब्भावओ तयाएव्व । मिच्छत्ताईपच्चय, सब्भावाओ य सव्वत्थ ।। २५३० ॥
ગાથાર્થ ઃ- શરીરના અંદરના ભાગમાં પણ કર્મ છે જ. વેદના હોવાથી, જેમ ત્વચાની ઉપ૨ કર્મ છે તેમ અંદર પણ છે. તથા મિથ્યાત્વ આદિ નિમિત્તોનો અંદર પણ સદ્ભાવ હોવાથી કર્મ સર્વ પ્રદેશોમાં છે. (માત્ર ઉપર ઉપર જ છે આમ નથી) ॥ ૨૫૩૦ II
વિવેચન ઃ- “શરીરની અંદર પણ કર્મ છે. “આ પ્રતિજ્ઞાવાળું વાક્ય થયું.” “શરીરની અંદર પણ વેદના હોવાથી” “આ હેતુવાચી વાક્ય થયું. “ત્વચાના છેડાની જેમ” આ દૃષ્ટાન્ત સમજવું.
Page #204
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિદ્ધવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૮૧ અહીં જયાં જયાં વેદનાનો (શૂલાદિ પીડાનો) સદ્ભાવ છે. ત્યાં ત્યાં તે પીડાના કારણભૂત એવું કર્મ અવશ્ય છે જ. જેમ ત્વચાના છેડે પીડા થાય છે માટે કર્મ છે આમ કહો છો તેમ ત્વચાની અંદર પણ પીડા થાય છે માટે ત્વચાની અંદર પણ કર્મ હોવું જ જોઈએ.
તથા વળી મિથ્યાત્વ આદિ નિમિત્તો વડે કર્મ બંધાય છે અને તે મિથ્યાત્વ આદિ કર્મબંધના હેતુઓ જીવમાં જેવા બહારના પ્રદેશોમાં વર્તે છે તેવા જ તે હેતુઓ અંદરના પ્રદેશોમાં પણ અવશ્ય વર્તે જ છે. તથા તે મિથ્યાત્વ આદિ હેતુઓ જેવા અંદરના પ્રદેશોમાં છે તેવા જ બહારના પ્રદેશોમાં પણ અવશ્ય છે જ. કારણ કે તે મિથ્યાત્વાદિ ભાવો આત્માના અધ્યવસાય સ્વરૂપ છે. અને અધ્યવસાય તો જીવના સમસ્ત પ્રદેશગત જ હોય છે.
તે કારણથી મિથ્યાત્વ આદિ કર્મબંધના હેતુઓ જીવમાં સર્વપ્રદેશોમાં છે તેથી તેના કાર્યભૂત એવું કર્મ પણ તે સર્વપ્રદેશોમાં છે જ. પરંતુ એકલું બહાર બહારના જ ઉપર ઉપરના પ્રદેશોમાં જ તે કર્મ હોય આવું નથી.
તે કારણથી “અગ્નિ અને લોઢાની જેમ” તથા “દૂધ અને પાણીની જેમ” જીવની સાથે અવિભાગપણે (એકાકારપણે) કર્મ રહેલું છે. આવો ભગવાને કહેલો સાચો પક્ષ હે ગોઠામાજિલ તું સ્વીકાર. અને મિથ્યા અભિમાનનો ત્યાગ કર. || ૨૫૩૦ ||
અવતરણ - કોઈ શિષ્ય આવો પ્રશ્ન ગુરુજીને પૂછે છે કે જે જીવન અને કર્મનો સંબંધ અવિભાગ જ છે. સર્વથા એકાકાર જ છે. તો તેનો વિયોગ ક્યારેય થશે નહીં તેથી કોઈનો ક્યારેય મોક્ષ થશે જ નહીં. આવું દુષણ આવશે જે મેં પહેલાં કહેલું છે. તેનો ઉત્તર આપતાં ગુરુજી કહે છે કે -
अविभागत्थस्स वि से, विमोयणं कंचणोवलाणं व । नाण-किरियाहिं कीरइ, मिच्छत्ताईहिं चायाणं ॥ २५३१ ॥
ગાથાર્થ :- જીવ અને કર્મ કંચન અને ઉપલની જેમ અવિભાગે (એકાકારપણે) રહ્યા હોવા છતાં પણ જ્ઞાન અને ક્રિયા વડે તેનું વિભાજન થઈ શકે છે અને મિથ્યાત્વાદિ બંધ હેતુઓ વડે આદાન (ગ્રહણ) પણ થઈ શકે છે. || ૨૫૩૧ ||
વિવેચન - તે કર્મનો જીવની સાથે કંચન અને ઉપલની જેમ અવિભાગે (એકાકાર પણે) સંબંધ હોવા છતાં પણ જ્ઞાન અને ક્રિયા વડે તેનું વિભાજન પણ થઈ શકે છે. જેમ મિથ્યાત્વ આદિ બન્ધ હેતુઓ વડે કર્મનું ગ્રહણ થાય છે. એટલે કે જીવની સાથે સંયોગ કરી શકાય છે તેવી જ રીતે વિયોગ પણ થઈ શકે છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૨ અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ ભાવાર્થ આ પ્રમાણે છે :- અહીં જીવનું અવસ્થાન (જીવનું રહેવું) બે પ્રકારે હોય છે (૧) એક આકાશની સાથે અને (૨) બીજુ કર્મની સાથે. ત્યાં આકાશની સાથે જે આ આત્માનું અવિભાગે અવસ્થાન છે. તે ક્યારેય વિયોગ પામતું નથી. સર્વકાલે આકાશની સાથે જીવનો સંયોગ હોય જ છે. માટે આ પ્રથમભેદ જાણવો.
પરંતુ કર્મની સાથે આ જીવનું અવિભાગપણે જે અવસ્થાન છે. તે પણ બે પ્રકારનું છે. (૧) અનન્ત. (૨) સાન્ત. ત્યાં અભવ્ય જીવોનું કર્મની સાથે જે અવસ્થાન છે. તે ક્યારેય વિયોગ પામતું નથી. માટે અનંત છે પરંતુ ભવ્યજીવોનું કર્મોની સાથે જે અવસ્થાન છે તે અવસ્થાન તેવા પ્રકારના જ્ઞાન-દર્શન-ચરિત્ર અને તપ વિગેરે સામગ્રી હોતે છતે વિયોગ પામી શકે તેવું અવસ્થાન છે. જેમ કંચન અને ઉપલ (સોનું અને માટી)નો સંયોગ અનાદિ કાળનો સ્વાભાવિક હોવા છતાં પણ વતિ તથા તેવા પ્રકારની ઔષધિ આદિ સામગ્રી હોતે છતે વિયોગ થઈ શકે છે તેમ જો તેવા પ્રકારની જ્ઞાનાદિ ગુણોની સામગ્રી ન હોય તો ભવ્યજીવોને પણ કર્મનો સંયોગ ક્યારેય પણ નિવર્તન પામતો નથી.
“નો વેવ vi મસિદ્ધિવિહિપ નો અવિસ્મર” (ક્યારેય પણ આ લોક ભવ્યજીવોથી વિરહિત હશે નહીં) આવા પ્રકારનું શાસ્ત્રવચન પ્રમાણ હોવાથી. બધા જ ભવ્યો મોક્ષે જાય જ આવું ક્યારેય બનવાનું નથી જ.
પ્રશ્ન :- જો કેટલાક ભવ્યજીવો એવા છે કે ક્યારેય મોક્ષે જવાના જ નથી. તો તેને ભવ્ય કેમ કહેવાય ? અભવ્યમાં અને આવા પ્રકારના ભવ્યમાં શું તફાવત ?
ઉત્તર :- યોગ્યતા માત્રથી જ તેને ભવ્ય કહેવાય છે જેમ કે પ્રતિમા આદિ પર્યાય બનવાને યોગ્ય એવા પણ તેવા પ્રકારના લાકડા અને પત્થર આદિ પદાર્થોમાં તેવા પ્રકારની પ્રતિમા બનાવવાની સામગ્રી (ઓજાર અથવા સુથાર વિગેરે) ન મળે તો કેટલાક લાકડામાં અને પત્થરમાં તેવા પ્રકારની મૂર્તિ બનવાનો અયોગ હોય છે તો પણ યોગ્યતા તો છે જ આમ જેમ કહેવાય છે તેમ અહીં સમજવું. ઘણા વિસ્તારવડે સર્યું. પ્રથમ ગણધર વાદમાં જ આ અર્થ વિસ્તારથી કહેવાયેલો છે.
તે કારણથી તમે જે ઉપર કહ્યું કે “કર્મ જીવથી વિયોગ નથી પામતું જીવ અને કર્મ અરસ-પરસ એકમેક થઈને રહેલા છે.” આ તમારી વાત અનૈકાન્તિક છે અર્થાત વ્યભિચારવાળી વાત છે. ઉપાયો દ્વારા જેનો વિભાગ થતો નજરે દેખાય છે તેવા ક્ષીરનીર અને કંચન ઉપલની સાથે પણ આ હેતુ વ્યભિચારવાળો છે. માટે જીવ અને કર્મનો વિભાગ થઈ શકે છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિદ્ધવ ગોઠામાહિલ મુનિ
૧૮૩ પ્રશ્ન :- પ્રસ્તુત એવો જીવ અને કર્મનો જે એકમેક સંબંધ છે. તે ક્યા ક્યા ઉપાયો વડે દૂર કરી શકાય છે ?
ઉત્તર - પૂર્વે અમે કહ્યું જ છે કે “જ્ઞાન-દર્શન-ચરિત્ર અને તપ ઇત્યાદિની સાધના વડે આ સંબંધ દૂર કરી શકાય છે. મિથ્યાત્વાદિ બંધ હેતુઓ વડે જીવ અને કર્મનો સંયોગ જો કરાય છે. અર્થાત્ તે સંયોગ કૃત્રિમ છે. તો મિથ્યાત્વાદિના પ્રતિપક્ષભૂત એવા સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યગ્દરિત્ર ઇત્યાદિ ગુણોના આસેવન વડે તે જીવ અને કર્મના સંયોગનો વિયોગ પણ અવશ્ય કરી શકાય છે.
આ કારણથી તે સમ્યક્તાદિ ગુણો વડે તે કર્મના સંયોગનો વિયોગ થાય આ વાત યુક્ત જ છે. જેમ અન્નપાન ભોજન આદિ જો અધિક માત્રાએ થયાં હોય તો અજીર્ણ થાય છે અને તેના પ્રતિપક્ષ ભૂત લંઘન આદિ દ્વારા અજીર્ણનો વિયોગ પણ થઈ શકે છે તેમ અહી સમજવું જીવ અને કર્મનો સંયોગ ભલે અનાદિનો છે પરંતુ તે સંયોગ અનંતકાલ રહે જ એવો નિયમ નથી. | ૨૫૩૧ ||
અવતરણ - અદેવાદિમાં દેવાદિની બુદ્ધિ કરવા પૂર્વક નમન વંદન આદિ ક્રિયાઓ દ્વારા તથા હિંસા આદિ ક્રિયાઓ દ્વારા જે જીવન કર્મની સાથે સંયોગ થાય છે આમ જે ઈચ્છાય છે તો દયાદાન-શીયલપાલન સમિતિ ગુમિ આદિ ધર્મક્રિયાઓ દ્વારા તે જીવનો કર્મની સાથે વિયોગ પણ અવશ્ય થાય જ છે. આમ પણ કેમ ઈચ્છતું નથી. આવી શંકા કરીને ઉત્તર આપતાં કહે છે કેकह वादाणे किरियासाफल्लं, नेह तब्विघायम्मि । किं पुरिसगारसझं तस्सेवासज्झमेगंतो ॥ २५३२ ॥ असुभो तिव्वाईओ जह परिणामो तदज्जणेऽभिमओ । तह तव्विहो च्चिय सुभो कि नेट्ठो तविओगे वि ? ॥ २५३३ ॥
ગાથાર્થ :- અથવા કર્મના આદાનમાં (કર્યગ્રહણમાં) ક્રિયાનું સફળપણું માનવું અને કર્મનો નાશ કરવામાં ક્રિયાનું નિષ્ફળપણું માનવું આમ કેમ મનાય ? તથા પાપનો બંધ કરવો તે પુરુષાર્થથી સાધ્ય છે આમ માનવું અને તે જ કર્મોની નિર્જરા કરવી તે પુરુષાર્થથી અસાધ્ય જ છે આમ એકાન્ત માનવું આ વાત કેમ સંગત થાય ll૨૫૩
તે કર્મને બાંધવામાં તીવ્રાદિ ભેદવાળો અશુભ આત્મપરિણામ જેવી રીતે તારાવડે કારણ તરીકે મનાયો છે. તેવી જ રીતે તે કર્મોનો વિયોગ કરવામાં પણ તેવા પ્રકારનો શુભ પરિણામ જ કારણ તરીકે કેમ નથી ઇચ્છતો ? | ૨૫૩૩ ||
વિવેચન - આ ગાથામાં લખેલો વા શબ્દ નવી નવી યુક્તિઓના સમુચ્ચય માટે
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૪ અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ અથવા કર્મને ગ્રહણ કરવામાં હિંસા-જૂઠ-ચોરી-મૈથુન ઇત્યાદિ ક્રિયાઓનું સફળપણું તારા વડે સ્વીકારાય છે અર્થાતુ આવી પાપવાળી ક્રિયાઓ કરવાથી કર્મ બંધાય છે આમ જો તું માને છે તો પછી દયા - દાન - તપ બ્રહ્મચર્ય આદિની ક્રિયાઓને તે પાપના વિનાશમાં કારણ તરીકે કેમ નથી સ્વીકારતો ?
પાપ બાંધવાની ક્રિયાઓથી જો પાપ બંધાય છે આમ તું માને છે તો પાપને તોડવાની ક્રિયાઓથી પાપ તુટે પણ છે. આમ પણ તું કેમ નથી માનતો ? ન્યાય તો સર્વત્ર સમાન જ હોય છે આમ મનગમતું માનવામાં તો રાજાની આજ્ઞા જ સમર્થ બને છે પણ કોઈ યુક્તિ સંગત થતી નથી.
તથા વળી આમ માનવામાં અમે તને પૂછીએ છીએ કે પાપસ્થાનકમાં વ્યાપ્ત એવા પુરુષાર્થથી કર્મોનું ગ્રહણ જો ઇચ્છાય છે. તો સંયમાદિના (સંયમ-સમિતિ અને ગુપ્તિ આદિના) પાલન વડે તે જ કર્મોની નિર્જરા કરવી તે અસાધ્ય જ છે. આમ કેમ મનાય છે? આ તો તમારી મનમાની ચેષ્ટા થઈ મનમાં જે ઠીક લાગ્યું તે સ્વીકારી લીધું. પરંતુ તમારૂં આ માનવું યુક્તિપૂર્વકનું નથી.
તે કારણથી જેમ કર્મના અર્જનમાં (કર્મ બાંધવામાં) તીવ્ર-મદ-મજતર આદિ ભેદવાળો અશુભ આત્મપરિણામ તમે કારણ માનો જ છો તો તે જ પ્રકારે તેનો તીવ્રમદ-મન્દતર એવો શુભ આત્મપરિણામ કર્મ તોડવામાં પણ કારણ માનવો જોઈએ.
આ શુભ પરિણામ તે અશુભ પરિણામનો પ્રતિપક્ષી હોવાથી બંધને બદલે તેના પ્રતિપક્ષભૂત કર્મના વિનાશમાં કારણ સ્વીકારવો જ જોઈએ. વાસ્તવિકપણે તો આ જ વાત ન્યાયસંપન્ન હોવાથી સ્વીકારવી જ જોઈએ.
તેથી જીવની સાથે અવિભાગે (એકાકારપણે) રહેલા પણ કર્મોનો વિયોગ અવશ્ય થાય જ છે આ વાત સિદ્ધ થઈ માટે મોક્ષ છે. આમ નક્કી થાય છે. આ પ્રમાણે કર્મના સંબંધના વિચારોના વિષયવાળા વિવાદો સમાપ્ત થયા. || ૨૫૩૨-૨૫૩૩ /
અવતરણ - હવે પચ્ચાસના વિષયમાં તે વિવાદને સમજવતાં ગ્રંથકારશ્રી કહે છે. किमपरिमाणं सत्ती अणागयद्धा अहापरिच्छेओ ? जइ जावदत्थि सत्ती तो नणु सच्चेव परिमाणं ॥ २५३४ ॥ सत्तिकिरियाणुमेओ कालो सूरकिरियाणुमेओव्व । नणु अपरिमाणहाणी आशंसा चेव तदवत्था ॥ २५३५ ॥
Page #208
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિદ્ધવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૮૫ ગાથાર્થ - અપરિમાણ એટલે શું? (૧) શક્તિ (૨) અનાગતાદ્ધા (ભાવિનો કાળ) કે (૩) અપરિચ્છેદ (અમાપ) આ ત્રણ અર્થ સંભવી શકે છે. તમે આ ત્રણમાંથી ક્યો અર્થ કરો છો ? જો શક્તિ અર્થ કરો તો જયાં સુધી મારી શક્તિ છે ત્યાં સુધીમાં જ પચ્ચક્કાણ આવો અર્થ કરીએ તો તે શક્તિ પરિમાણ રૂપ થઈ (પણ અપરિમાણ ન રહ્યું) | ૨૫૩૪ ||
સૂર્યની ક્રિયાથી જેમ કાળનું અનુમાન કરાય છે તેમ શક્તિ અને ક્રિયાથી કાળનું અનુમાન કરાય છે. તેથી અપરિમાણપણાની હાનિ થાય છે. તથા આશંસા નામનો દોષ તો તેવો ને તેવો જ વર્તે છે. | ૨૫૩૫ |
વિવેચન :- હંમેશાં પચ્ચખ્ખાણ તો પરિમાણ વિનાનું કરાય (માપ બાંધ્યા વિના કરાય) તો જ શ્રેયસ્કર કહેવાય. આવું કોઈક શિષ્ય પ્રશ્ન કરે. તો તેને ગુરુજી આ ગાથામાં ઉત્તર આપે છે કે “અપરિમાણ એવું પચ્ચક્કાણ હોવું જોઈએ. આમ જે કહો છો ત્યાં “અપરિમાણ” એટલે શું ? “અપરિમાણ શબ્દનો અર્થ તમે શું કરો છો ? (૧) શું શક્તિ અર્થ કરો છો ? કે (૨) અનાગતાદ્ધા (ભાવિનોકાળ) આવો અર્થ કરો છો કે (૩) અપરિચ્છેદ (અમાપકાળનું પચ્ચક્ઝાણ) આમ ત્રણ અર્થો થઈ શકે છે. તમે આ ત્રણ અર્થોમાંથી ક્યા અર્થમાં અપરિમાણ શબ્દનો પ્રયોગ કરો છો ?
(૧) જો પરિણા આ શબ્દનો આવો અર્થ કરાય કે જ્યાં સુધી મારી શક્તિ હશે ત્યાં સુધી હું આ પચ્ચખાણ કરું છું એટલે કે ત્યાં સુધી તે દોષ હું સેવીશ નહીં. આવો અર્થ જો અપરિમાણ શબ્દનો કરાય તો તે શક્તિ એ જ પરિમાણ થયું કહેવાય. તેથી તો તમે જેનો નિષેધ કરો છો. તેનું જ વિધાન કર્યું કહેવાશે, કારણ કે “જયાં સુધી મારી શક્તિ છે ત્યાં સુધી આ દોષ હું નહીં એવું. આવા પ્રકારની શક્તિ ક્રિયા દ્વારા પચ્ચક્કાણની અવધિભૂત કાળનું જ અનુમાન થાય છે. અર્થાત્ જેટલા કાળ સુધી મારી ત્યાગની શક્તિ છે. તેટલા કાળ સુધી હું આ વસ્તુ નહીં એવું “ આમ જ અર્થ થાય છે જેમ સૂર્યાદિની ગતિક્રિયા વડે સમય-આવલિકા વિગેરે કાલનું અનુમાન કરાય છે તેમ અહીં પણ શક્તિ ક્રિયા વડે પચ્ચક્માણની અવધિનો કાળ જ મપાય છે.
હવે કદાચ તમે એમ કહો કે ભલે એમ જ હો. અર્થાતુ પાણની અવધિથી કાળ જ મપાય છે. તો તેમ માનવામાં શું દોષ આવે ? તો તમારો આ પ્રશ્ન ખોટો છે. કારણ કે તેમ કરવા જતાં તમે ધારણ કરેલો એટલે કે પ્રતિજ્ઞા કરેલા “અપરિમાણ વાળા પક્ષની હાનિ થાય. કારણ કે મારી શક્તિ હોય અને કરી શકાય ત્યાં સુધી જ હું પચ્ચખાણ કરું છું. આમ કરવાથી શક્તિ અને ક્રિયા દ્વારા અનુમાન કરાયેલા કાળનું
Page #209
--------------------------------------------------------------------------
________________
અબદ્ધ કર્મવાદ
નિભવવાદ
આ
રીતે આ પચ્ચક્ખાણ પરિમિત કાળનું જ થયું
૧૮૬
પરિમાણ સ્વયં પોતે જ સ્વીકાર્યું. કહેવાય. અપરિમાણ રહેતું જ નથી.
તથા મારી શક્તિ હોય ત્યાં સુધી મારે પચ્ચક્ખાણ આમ પચ્ચક્ખાણ કરવાથી શક્તિનું કોઈ વિશિષ્ટ માપ ન હોવાથી અપરિમાણ જ થયું આવો અર્થ જો કરાય તો પણ આશંસા દોષ તો તેવોને તેવો જ ઉભો રહે છે. મનમાં આવો ભાવ રહે જ છે
કે મારી શક્તિ પુરી થશે ત્યાર પછીના કાળે આ વસ્તુનો હું ઉપભોગ કરીશ. આમ આશંસા તો તેવીને તેવી જ જીવંત જ રહે છે માટે આવા દોષો તમને આવશે. || ૨૫૩૪-૨૫૩૫ ||
અવતરણ :- “અપરિમાણ” શબ્દનો અર્થ યથાશક્તિ જે કરીએ તો તમને ફક્ત તમારા પક્ષની હાનિ થાય છે એટલો જ દોષ આવે છે એમ નથી. પરંતુ બીજા પણ દોષો આવે છે. તે દોષો ક્યા કયા આવે છે ? આ વાત જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે.
जह न वयभंगदोसो, मयस्स तह जीवओ वि सेवाए । वय भंग निब्भयाओ, पच्चक्खाणाणवत्था य ।। २५३६ ॥ एत्तिय मेत्ती सत्तित्ति, नाइयारो न यावि पच्छित्तं । न य सव्वव्वयनियमो, एगेण वि संजयत्तत्ति ।। २५३७ ॥
ગાથાર્થ :- જો શક્તિ માત્ર અર્થ કરીએ તો મર્યા પછી દેવલોકમાં ભોગો ભોગવતાં જેમ દોષ નથી લાગતો તેમ મર્યા પહેલાં જીવતાં જીવતાં કામભોગાદિનું સેવન કરે તો પણ વ્રત ભંગનો દોષ લાગશે નહીં. (૨) વ્રતના ભંગથી આ જીવ નિર્ભય થશે (૩) પચ્ચક્ખાણની કોઈ સીમા જ નહીં રહે “આટલી જ મારી શક્તિ છે.” આવો બચાવ કરીને દોષો સેવશે. ત્યારે કોઈ અતિચાર લાગશે નહીં. (૪) તથા કોઇ પ્રાયશ્ચિત્ત આવશે નહીં. (૫) સર્વ વ્રત પાલવાનો નિયમ રહેશે નહીં. (૬) એક વ્રત માત્ર પાળવાથી પણ સાધુ કહેવાશે. II૨૫૩૬-૨૫૩૭ના
વિવેચના :- જો અરમાળ શબ્દનો શક્તિ અર્થ કરવામાં આવે. તો એટલે કે જ્યાં સુધી ત્યાગની મારી શક્તિ હોય ત્યાં સુધી જ મારે આ પચ્ચક્ખાણ છે. આવો અર્થ જો કરવામાં આવે તો નીચે મુજબ ઘણા દોષો આવે છે. જો કાળની મર્યાદા ન કરવામાં આવે અને માત્ર શક્તિ અર્થ જ કરીએ તો આવા દોષો આવે છે.
(૧) જેમ અમારા જૈન સાધુઓના મતે યાવજ્જીવનું જ પચ્ચક્ખાણ હોય છે કારણ કે મર્યા પછી કઇ ગતિમાં જશું તે નક્કી નથી. વળી ત્યાં વ્રત પળાય અથવા ન પણ
Page #210
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૮૭ પળાય તે નિયત નથી માટે “યાવજીવનું જ વ્રત આપવામાં આવે છે. તેથી તે જીવ મર્યા પછી દેવલોકાદિમાં જાય અને દેવાંગનાઓ સાથે કામ ક્રીડા આદિ કરે તો પણ તેના વ્રતનિયમનો ભંગ થતો નથી. કારણ કે માવજીવનાં જ પચ્ચખ્ખાણ કર્યા હતાં. તેમ તમારા મતે તો જીવતાં આવતાં પણ મૃત્યુ પામ્યા પહેલાં પણ કોઈ સાધુ કોઈ સ્ત્રી આદિની સાથે) કામભોગાદિનું સેવન કરે તો પણ “આટલી જ મારી શક્તિ છે. હવે નથી.” એમ કહીને દોષો સેવશે તો પણ વ્રત ભંગ થયો ગણાશે નહીં કારણ કે મારી આટલી જ શક્તિ હતી. એટલે હવે હું ભોગોને ભોગવું છું ઇત્યાદિ વિચારવાળા જીવને જીવવા છતાં ભોગોનું આસેવન કરે તો પણ તમારા મતે દોષો લાગશે નહીં. કારણ કે “મારી આટલી જ શક્તિ હતી” એમ સમજીને વિષય સેવન આદિ કર્યું છે.
આવો અર્થ થશે. જૈન શાસનમાં આવું ક્યાંય જોવાયું પણ નથી. અને મનાયું પણ નથી. જૈન શાસનની આવી પ્રણાલિકા ક્યાંય દેખાતી નથી. . (૨) તથા વળી પ્રત્યાખ્યાન અનવસ્થા નામનો બીજો દોષ પણ આવશે. “આટલી જ મારી શક્તિ છે” આવા બહાના નીચે તો ગમે ત્યારે વ્રત છોડી દેશે. કારણ કે વ્રતના ભંગનો ભય જ નહીં રહે. આવો જ આ જીવ બચાવ કરશે કે મારી શક્તિ આટલી જ હતી. એટલે વારંવાર ભોગોને ભોગવશે અને વારંવાર (કામ પતી જાય પછી) પચ્ચખ્ખાણ કરશે. એટલે વ્રત પાળવાની કોઈ સીમા જ નહીં રહે. જયારે મન ન માને ત્યારે વ્રત ત્યજી શકાય આવો અર્થ થશે જે અર્થ ઉચિત નથી.
(૩) તથા વળી વ્રતોના ભંગમાં અતિચાર દોષો લાગે છે. શ્રાવકના ૧૨ વ્રતના ૧૨૪ અતિચારો છે. તથા તે અતિચારો (દોષો) સેવવામાં પ્રાયશ્ચિત્ત આવે છે. કોઈ પણ એક વ્રતનો ભંગ થાય તો અંશે અંશે સર્વ પણ વ્રતનો ભંગ થાય છે. અને સર્વવ્રત નિરતિચારપણે પાળવાં જોઈએ. “આવી જે શાસ્ત્રકાર ભગવંતોએ બતાવેલી રૂઢ મર્યાદા છે. તે મર્યાદા તમારા અભિપ્રાય પ્રમાણે તો રહેતી જ નથી. આવા બધા દોષો આવે છે. આ વાત સમજાવતાં શાસકાર ભગવંત સયુક્તિક જણાવે છે કે -
(૪) પતાવતી પર્વ મમ વિત?આટલી જ મારી શક્તિ છે આવું બહાનું લઈને આવા વિચારોના કારણે ગમે ત્યારે આ જીવ પચ્ચખ્ખાણ છોડી દે. અને દોષ સેવે તો પણ તે સાધુને તમારા અભિપ્રાય પ્રમાણે તો કોઈ પણ અતિચાર કે દોષ લાગશે નહીં કોઈ પણ જાતનો વ્રત ભંગ થશે નહીં.
આવો વ્રત ભંગ કરવા છતાં કોઈ પ્રાયશ્ચિત્ત પણ આવશે નહીં. કારણ કે મારી આટલી જ શક્તિ છે આમ કહીને તે જીવ છૂટ લઇ લેશે.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૮
અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ
(૫) સર્વ વ્રત પાળવાનો નિયમ પણ રહેશે નહીં. શક્તિનું જ આલંબન લઇને વ્રતપાળનાર કહેશે કે મારી તો આટલી જ શક્તિ છે. એટલે કોઇક સાધુ એક વ્રત પાળશે. કોઇક બે વ્રત પાળશે. કોઇક ત્રણ વ્રત પાળશે. પણ પાંચે મહાવ્રત પાળવાનો નિયમ રહેશે નહીં.
(૬) જો ખરેખર આમ જ હોય તો એક વ્રત માત્ર પાળવાથી પણ આ જીવ સાધુ કહેવાશે. આ રીતે જૈન દર્શનથી ઘણું જ વિરુદ્ધ થશે. જેથી આ તમારી વાત બરાબર નથી. ।। ૨૫૩૬-૨૫૩૭ ॥
અવતરણ :- અમિાન શબ્દનો અર્થ શક્તિ તમે ન કરો અને સર્વ પણ ભવિષ્યકાળ ‘“સર્વાંગિનાવતા તા” આવા અર્થવાળો બીજો પક્ષ જો કહો તે પણ ઉચિત નથી. આ વાત જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે ઃ
अहवा सव्वाणागयकालग्गहणं मयं अपरिमाणं । तेणापुण्णपइण्णो मओ वि भग्गवओ नाम ॥ २५३८ ॥ सिद्धो वि संजओ च्चिय, सव्वाणागयद्धसंवरधरोत्ति । उत्तरगुणसंवरणाभावो च्चिय सव्वहा चेव ॥ २५३९ ॥
ગાથાર્થ :- અથવા અરમાળ શબ્દનો અર્થ જો ભાવિના સર્વ કાળનું ગ્રહણ કરવાનું માનશો તો અપૂર્ણ પ્રતિજ્ઞાવાળો તે જીવ મૃત્યુ પામશે ત્યારે વ્રતભંગ જ થશે. સિદ્ધ પરમાત્મા પણ તમારા મતે સાધુ જ કહેવાશે. કારણ કે તે સિદ્ધ ભગવંતો તો સર્વભાવિકાલના સંવરને ધારણ કરનારા જ છે. તથા ઉત્તરગુણ સંવરણનો (પોરિષી સાઢ પોરિષી એકાશન બીયાસણ આયંબીલ આદિનો) સર્વથા સર્વકાળમાટે અભાવ જ થશે. આવા દોષો આવશે. ॥ ૨૫૩૮-૨૫૩૯ ॥
વિવેચન :- ઉપરની ગાથા નં. ૨૫૩૬ અને ૨૫૩૭માં કહેલા દોષો જાણીને હવે કદાચ તમે અરિમાળ શબ્દનો અર્થ શક્તિ ન કરો પણ સર્વ એવો ભાવિકાળ આવો અર્થ અપરિમાણ શબ્દનો કરો તો એટલે કે હું જે વ્રત લઉં છું તે સર્વ પણ ભાવિકાળમાં પાળીશ. આ વ્રત ક્યારેય પણ છોડીશ નહીં આવો જો અર્થ કરશો તો આ જીવ મૃત્યુ પામ્યા બાદ દેવલોકાદિમાં જાય અને ત્યાં પાંચે ઇન્દ્રિયોના ભોગોને સેવે. ત્યારે આ સાધુ વ્રતભંગ વાળા જ બનશે. કારણ કે પોતાની કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી. કારણ કે પ્રતિજ્ઞા તો એવી કરી હતી કે ભાવિના અપરિમિત સર્વકાળ સુધી હું આ નિયમ પાળીશ અને દેવલોકમાં જઇને આ જીવ ભોગો તો ભોગવે જ છે એટલે વ્રતભંગનો દોષ લાગશે.
Page #212
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૮૯ તથા વળી સિદ્ધ પરમાત્મા પણ સાધુ જ કહેવાશે. કારણ કે તેમણે જયારે આ ભવમાં દીક્ષા લીધી ત્યારે જ ભાવિના સર્વ અનાગતકાલ સુધી હું આ વ્રત પાળીશ. એવી પ્રતિજ્ઞા કરી છે તેથી મોક્ષે જવા છતાં પણ આ વ્રતનો નિયમ ચાલુ જ રહેશે એટલે ત્યાં પણ તે આત્માને સાધુ જ કહેવાશે. જે બરાબર નથી. કારણ કે શાસ્ત્રોમાં તો “સિદ્ધ નો સંગા, નો પ્રસંગg, નો સંગ " આવુ શાસ્ત્રવચન હોવાથી સિદ્ધ પરમાત્માને “સાધુ પણ ન કહેવાય. અસાધુપણ ન કહેવાય અને સંયતાસંયત પણ ન કહેવાય આવુ શાસ્ત્ર વચન છે.
તથા વળી બીજો પણ દોષ આવે છે તે ક્યો દોષ આવે છે? આવું જો કોઈ પુછે તો કહે છે કે ઉત્તરગુણસંવરણનો (નાના નાના કાળનાં જે પચ્ચખાણો છે તેનો) સર્વથા અભાવ જ થશે.
નવકારશી પૌરષી-સાઢપોરિસી. પુરિમઢ ઇત્યાદિ કાળનાં પચ્ચખ્ખાણો તથા એકાસણુ, બેસણુ, આયંબિલ, ઉપવાસ-છઠ્ઠ-અઠ્ઠમ ઇત્યાદિ નાનાં-મોટાં કોઈ પણ પચ્ચક્કાણો તમારા મતે ઘટશે નહીં. કારણ કે જો સપરિમાણ શબ્દનો અર્થ “યાવદ્ ભાવિકાલ તાવ આવો અનંતકાળ જ અર્થ કરીએ તો ઉપરનાં સર્વ અલ્પકાળવાળાં પચ્ચખાણો સંભવશે નહીં. સર્વ પ્રકારનાં આ પચ્ચખાણોનો તો લોપ જ થઈ જશે. આ અર્થ પણ ઉચિત નથી. ર૫૩૮-૨૫૩૯
અવતરણ - હવે “મોર” આવો ત્રીજો પક્ષ જે લેવામાં આવે તો દોષ આવે જ છે. તે બતાવતાં કહે છે કે :
अपरिच्छेए वि समाण एस दोसो जओ सए तेणं । वय भंग भयाच्चिय जावज्जीवं ति निद्दिढं ॥ २५४० ॥
ગાથાર્થ - અપરિચ્છેદ રૂપ અપરિમાણ સ્વીકારવામાં પણ જે કારણથી શાસ્ત્રોમાં સમાન જ દોષ કહેલો છે. તે કારણથી વ્રત ભંગ થવાના ભયથી જ “પાવવજજીવનું” પચ્ચખ્ખાણ શાસ્ત્રકારોએ કહેલું છે. || ૨૫૪૦ ||
| વિવેચના:- હવે મા શબ્દનો અર્થ ગરિકે જો કરો તો છે એટલે અંત ન હોવો. અર્થાત્ અનંત આવો અર્થ થાય. તેથી ભાવિના સર્વ કાળ સુધીનું પચ્ચખ્ખાણ આવો અર્થ થાય. આવો અર્થ થવાથી સર્વ અનાગત કાળના પચ્ચક્માણમાં જે દોષ પૂર્વે કહ્યો. તે જ દોષ અહીં લાગે. બન્ને પક્ષના અર્થ સરખા જ છે. તેથી દોષ પણ સમાન જ આવે. તે આ પ્રમાણે -
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૦ અબદ્ધ કર્મવાદ
નિતવવાદ કાલના અપરિચ્છેદવાળું એટલે કે કાળની સીમા વિનાનું પચ્ચક્માણ કરીએ તો શું એક ઘડી જેટલો કિંચિત કાલ રાહ જોઇને પછી પચ્ચક્માણ પાળવું. કે સર્વભાવિકાળ સુધીનું પચ્ચખ્ખાણ સમજવું ? આવા બે પ્રશ્નો થશે ? ત્યાં જો પ્રથમપક્ષ લઈએ તો અનવસ્થા દોષ આવે. કારણ કે કોઈ માપ તો કર્યું જ નથી. તેથી જેમ એક ઘડી પચ્ચખાણ કરાય. તેમ ક્યારેક બે ઘડી સુધીનું પણ પચ્ચશ્માણ થાય તથા ક્યારેક ત્રણ ઘડી સુધીનું પણ પચ્ચક્માણ થાય. આમ અનવસ્થા જ રહેશે. કોઈ નિયત કાળમર્યાદા રહેશે નહીં. કોણે ક્યારે પચ્છખાણ પાળવું તેનો નિયમ રહેશે નહી.
હવે જે બીજો પક્ષ લેવામાં આવે તો મૃત્યુ પામ્યા બાદ દેવલોકાદિમાં ગયા પછી ત્યાં ભોગોને ભોગવતાં વ્રતભંગ જ થાય. કારણ કે ભાવિના સર્વકાળનું પચ્ચક્માણ કર્યું હતું અને ભોગો ભોગવ્યા. એટલે કે વ્રતભંગ જ થયો. તથા સિદ્ધના જીવને પણ સાધુપણુ આવશે કારણ કે ભાવિના અનંતકાળનું આ પચ્ચક્માણ કર્યું છે એટલે સિદ્ધ અવસ્થા પામવા છતાં આ પચ્ચક્માણ ચાલું જ રહેશે. જેથી સિદ્ધને પણ સાધુ અવસ્થા ચાલુ જ રહેશે.
તથા ઉત્તરગુણોનો અને સંવરણનો અભાવ. એ દોષ પણ આવશે. ભાવિના થાવત્કાલનું પચ્ચખ્ખાણ કરેલ હોવાથી પૌરષિ-સાઢપૌરિષી પુરિમઢ-એકાસણ-આયંબિલઅને ઉપવાસ આદિ ઉત્તરગુણ સ્વરૂપ તપ કરવાનો રહેશે જ નહીં. આ ઉત્તરગુણનો અભાવ નામનો દોષ આવશે. તથા બહુ આગારો વાળ લીધેલું પચ્ચખ્ખાણ ભોજન કર્યા પછી સંક્ષેપીને અલ્પ આગારવાળું કરવું તે સંવરણ. તેનો પણ અભાવ જ થશે.કારણ કે ભાવિ એવા અનંતકાળનું જ પચ્ચખાણ હોવાથી સંક્ષેપવાનું રહેતું જ નથી. આવા આવા ઘણા દોષો આ પક્ષમાં લાગશે.
તે કારણથી અપરિમાણ પચ્ચખાણ કરવામાં આવા આવા દોષો સંભવતા હોવાથી લીધેલા વ્રતનો ભંગ થશે એવા ભયથી આ ત્રણે પક્ષો ત્યજીને આગમમાં આમ કહેલું છે કે સવં સાવળ્યું નો પર્વવામિ ના વળવા આ પ્રમાણે સાધુ મહાત્માઓને આ ચાલુ શરીરમાં જીવ આવે ત્યાં સુધીનું જ પચ્ચખાણ આ આત્મા કરે છે. તેથી પરિમાણ વાળું જ પચ્ચખ્ખાણ કહેલું છે. તેથી અપરિમાણનો આગ્રહ છોડી દો. આ પ્રમાણે પચ્ચક્માણ માવજીવનું એટલે ચાલુ ભવ સમાપ્ત થાય ત્યાં સુધીનું જ કરાવાય છે. ll૨૫૪ના
અવતરણ :- કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે કે જે સપરિમાણ (કાળના માપવાળું) પચ્ચાર કરીશું તો આશંસા લક્ષણવાળો દોષ આવશે. જ્યારે આ પચ્ચાસ સમાપ્ત થશે ત્યારે હું આ વસ્તુનો ઉપભોગ કરીશ. આવી ખાવા-પીવાની જે ઈચ્છા તે આશંસા. તે દોષવાળું આ પચ્ચસ્માણ થશે.) ત્યાં સમજવે છે :
Page #214
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૯૧ नासंसा सेविस्सामि, किंतु मा मे मयस्स वयभंगो । होही, सुरेसु को वा वयावगासो विमुक्कस्स ॥ २५४१ ॥
ગાથાર્થ:- વ્રતનો કાળ સમાપ્ત થાય ત્યારે હું ભાગો ભોગવીશ એવી આશંસાપૂર્વક જીવો વતો ગ્રહણ કરતા નથી. પરંતુ મૃત્યુ થયા બાદ મારો જીવ જે ગતિમાં જાય ત્યાં આ ભવના પચ્ચખ્ખાણનું સ્મરણ પણ રહેતું ન હોવાથી ભોગોમાં અવશ્ય જોડાય જ છે. ત્યારે મારા લીધેલા વ્રતનો ભંગ થઈ જાય તે ભંગ ન થાય. તે માટે માવજીવનું પચ્ચખ્ખાણ છે. દેવલોકમાં અવિરતિ જ હોવાથી વ્રતભંગના ભયથી માવજીવનાં પચ્ચખાણ કરાવાય છે કદાચ વ્રત પાલન કરતાં કરતાં જીવ મુક્તિપદ પામે ત્યાં પણ વ્રત પાળવાનો અવકાશ જ ક્યાં છે ? તે માટે માવજીવનું જ પચ્ચખ્ખાણ કરાવાય છે. |૨૫૪૧||
વિવેચન :- કદાચ અહીં કોઈ શિષ્ય આવો પ્રશ્ન કરે કે “યાવજીવ”નું જ પચ્ચખ્ખાણ હોય છે આવું તમે સમજાવો છો તો ત્યાં પણ મૃત્યુ થયા બાદ દેવલોકમાં જઈને હું ભોગોને ભોગવીશ આવી આશંસા થશે. તેથી આ પચ્ચખ્ખાણ આશંસા નામના દોષવાળું જ બનશે. પરંતુ આવો પ્રશ્ન કરવો તે ઉચિત નથી. કારણ કે પચ્ચખાણ કરનાર કોઈ પણ જીવ મૃત્યુ બાદ હું ભોગોને ભોગવીશ આવા પરિણામપૂર્વક ભોગોની ઇચ્છાપૂર્વક પચ્ચખ્ખાણ કરતું જ નથી. પરંતુ મૃત્યુ બાદ આ જીવ દેવલોકાદિમાં ઉત્પન્ન થાય. ત્યાં પૂર્વભવના સંસ્કાર રહેતા ન હોવાથી અવિરતિના ઉદયથી આ જીવ અવશ્ય ભોગોને ભોગવે જ છે. તેથી ત્યાં ગયા પછી મારા વ્રતનિયમનો ભંગ ન થઈ જાય. એવા ભયથી મારા વ્રતમાં કોઈ દોષ ન આવે આવા શુભ અધ્યવસાયના કારણે જ “યાવજીવ”નાં જ પચ્ચક્માણ કરાવાય છે. ત્યાં આશંસા ક્યાં આવી ?
આ ચાલુ ભવમાં વિરતિને આવરણ કરનાર ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ અવશ્ય હોવાથી પચ્ચક્માણ કરવાં, વસ્તુનો ત્યાગ કરવો તે સ્વાધીન છે. પરંતુ મૃત્યુ બાદ આ જીવ દેવલોકમાં જાય ત્યાં અવશ્ય ચારિત્રમોહનીય કર્મનો ઉદય જ હોવાથી (અને ક્ષયોપશમભાવ ન હોવાથી). આ જીવ પરાધીન છે. આ કારણે જ જેટલી શક્યતા છે તેટલા જ કાળના નિયમવાળું એટલે કે માવજીવનું જ પચ્ચક્માણ કરાવાય છે. બીજા ભવમાં ગયા પછી અવરતિનો ઉદય થવાથી વ્રતપાલનની શક્યતા ન હોવાથી પચ્ચક્માણ કરાવાતાં નથી. પણ પરભવમાં જઇને ભોગવવાની આશંસાના કારણે માવજીવનો નિયમ કરાવાતો નથી. તેથી આશંસા દોષ કેમ લાગે ? માટે માવજીવનાં પચ્ચખ્ખાણ કરવામાં આશંસાદોષ સંભવતો જ નથી.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૨
અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ પ્રશ્ન :- વ્રત લેનાર આ જીવે આવા પ્રકારના વ્રતભંગના ભયથી શા માટે ડરવું જોઈએ ? કારણ કે આવા પ્રકારનાં વ્રત લેનારો જીવ અને સારી રીતે પાળનારો જીવ તો અવશ્ય મોક્ષમાં જ જવાનો છે અને ત્યાં કામ ભોગો ન હોવાથી વ્રતભંગ થવાનો સંભવ જ નથી. તો પછી વ્રત લેનારા તે જીવને આટલી બધી આકુળવ્યાકુળતા કેમ?
ઉત્તર :- ઉપરનો પ્રશ્ન જ અનુચિત છે કારણ કે વર્તમાન કાળે પાંચમો આરો હોવાથી મુક્તિગમન જ નથી મહાવિદેહ ક્ષેત્રમાં પણ દીક્ષા લેનારા સર્વે જીવોનું મુક્તિ ગમન સંભવતું નથી માટે માવજીવનાં પચ્ચશ્માણ કરવાં તે જ ઉચિત છે.
પ્રશ્ન :- હવે કદાચ આવો પ્રશ્ન કરવામાં આવે કે કોઈક જીવ વ્રત પાલન કરતાં કરતાં મુક્તિમાં જાય. તો પણ ત્યાં ભાંગોનો અવકાશ ન હોવાથી મારૂ માનેલું “અપરિમાણવાળું” (એટલે કે કાળના માપ વિનાનું પચ્ચક્ઝાણ) ગ્રહણ કરાય તો પણ મુક્તાવસ્થામાં પણ મહાવ્રતનું પાલન શક્ય હોવાથી અપરિમાણવાળું પચ્ચક્કાણ કરવું જ વધારે ઉચિત છે. સફળતાવાળુ છે. તેથી શા માટે માવજીવના પરિમાણવાળું પચ્ચખાણ કરવું જોઈએ ?
ઉત્તર :- વ્રત પાલન કરતાં કરતાં જે જીવ મુક્તિપદ પ્રાપ્ત કરે તેવા મુક્તિ પામેલા નિચ્છિતાર્થ થયેલા (જનાં સર્વ ઇષ્ટ સિદ્ધ થઈ ગયાં છે તેવા) આ જીવને હવે વ્રતપાલનનો અવકાશ કેવી રીતે રહે? હવે વ્રતોની સફળતા શું ? જે કાર્ય કરવું હતું તે કાર્ય તો થઈ જ ગયું છે. હવે કંઈ સાધવાનું તો શેષ જ નથી તેથી જ મુક્તિગામી જીવોને આશ્રયીને પણ અપરિમાણવાળુ પચ્ચક્માણ કરવું ઉચિત નથી.
તે આ પ્રમાણે બહુ જ સમજુ જીવ હોય કે ભોળો જીવ હોય આમ બન્ને પ્રકારના જીવોને સામે રાખીને કોઈ પણ વ્યક્તિની અપેક્ષા વિના સામાન્ય માત્રથી જ “પરિમાન” પચ્ચખાણ કરવામાં જે જે દૂષણો હતાં તે કહ્યાં. હવે પછીની ગાથામાં વિશેષ સમજનારા અભિન્ન (પંડિત) પુરુષો પ્રત્યે વિશેષે નિર્ણય કરીને વધારે દૂષણ સમજાવતાં કહે છે ||૨૫૪૧.
અવતરણ - કંઈક વિશેષાને આશ્રયી વધારે દૂષણ સમજાવતાં કહે છે - जो पुणरव्वयभावं मुणमाणोऽवस्सभाविनं भणइ । वयमपरिमाणमेवं, पच्चक्खं सो मुसावाई ॥ २५४२ ॥
ગાથાર્થ - ભાવિમાં અવશ્ય આવનારા અવિરતિભાવને જાણતો હોવા છતાં પણ તે જીવ “અપરિમાણવાળું” પચ્ચક્માણ કરે છે તે જીવ સાક્ષાત્ મૃષાવાદી છે રપ૪રા
Page #216
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિદ્ધવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૯૩ વિવેચન :- જે આત્મા કંઈક ભણેલો છે શાસ્ત્રોના અભ્યાસથી સંસ્કારિત મતિવાળો થયેલો છે આવો પંડિતપુરુષ વ્રતોને ગ્રહણ કરે છે. તે પુરુષ કંઈક જાણકાર હોવાથી મનમાં સમજે જ છે કે “જે આત્મા સારામાં સારૂ વ્રત પાળે તે આ કાળે અવશ્ય દેવલોકમાં જ જય.” આવું જ જાણે છે તથા દેવલોકમાં અવશ્ય અવિરતિભાવ જ આવવાનો છે. આમ જાણવા છતાં પણ જે જીવ અપરિમાણવાળું (માવજીવના માપથી રહિત) પચ્ચક્માણ કરે છે. આ પ્રમાણે અપરિમાણવાળા પચ્ચખાણને બોલતો અને સ્વીકારતો તે જીવ સાક્ષાત્ મૃષાવાદી જ છે કારણ કે બોલે છે કંઈ, અને કરે છે કંઈ બોલે છે અપરિમાણવાળુ પચ્ચખ્ખાણ, અને આચરે છે માવજીવ સુધીનું જ પચ્ચખ્ખાણ માટે મૃષાવાદી છે. તેથી આ માર્ગ પણ ઉચિત નથી. મેં ૨૫૪૨ /.
અવતરણ - તથા વળી भावो पच्चक्खाणं, सो जइ मरणपरओ वि तो भग्गं । अह नत्थि न निद्दिस्सइ, जावज्जीवं ति तो कीस ? ॥ २५४३ ॥
ગાથાર્થ - ભાવ એટલે માનસિક વિરતિનો પરિણામ તે પચ્ચક્કાણ કહેવાય છે. હવે જો તે પચ્ચખ્ખાણ મૃત્યુ પછીનું પણ (એટલે કે અપરિમિત કાળનું) કરવામાં આવે તો વ્રતભંગ જ થાય અને જો આવું અપરિમિત કાળવાળું નથી તો પછી વચનથી પણ વાવજીવ કેમ નથી સ્વીકારતા ? માવજીવનું પચ્ચકખાણ બોલવામાં શું વિરોધ છે ? I૫૪૩
વિવેચન - અહીં ભાવથી એટલે કે માનસિક વિરતિનો જે પરિણામ છે તેને પચ્ચશ્માણ કહેવાય છે. તે આવુ પચ્ચખ્ખાણ કરનારા જીવને માવજીવ સુધીનું (આ ભવમાં આ શરીરમાં આ જીવ જીવે ત્યાં સુધીનું) જ છે કે મૃત્યુ પછી પણ આ વ્રત સદા પાળવાનું જ હોય છે? આમ બે પક્ષો છે કહો તમે ક્યો પક્ષ કહેવા માગો છો ?
જો બીજો પક્ષ કહેવા માગતા હો તો એટલે કે મૃત્યુ પછી પણ વિષયોનો ત્યાગ વાળું અપરિમિત કાળનું જ મારે પચ્ચશ્માણ છે. આમ જે કહો તો તે જીવનું પચ્ચક્કાણ અવશ્ય ભગ્ન જ બને છે કારણ કે આ કાળે વ્રત પાલન કરનારા જીવો મોક્ષે જતા નથી પણ નિયમા દેવગતિમાં જ જાય છે અને ત્યાં ભોગોના સેવનથી અવશ્ય વ્રતભંગ થાય જ છે માટે આ પક્ષ બરાબર નથી. - હવે જો પ્રથમ પક્ષ કહેતા હો તો એટલે કે પાવજીવ સુધીનું જ પચ્ચખાણ છે તો પછી “જાવક્નીવ' આમ સ્પષ્ટ શબ્દોથી પરિમાણ બોલવામાં શું તકલીફ છે ? શા માટે માવજીવમ્ ન બોલાય ? જેથી મનમાં જુદુ અને વચનમાં જુદુ આવો ભેદ રાખવાની શી જરૂર ? સ્પષ્ટ શબ્દોથી યાવન્નીવં કહેવામાં કંઈ દોષ નથી ૨૪૫૩
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૪ અબદ્ધ કર્મવાદ
નિતવવાદ અવતરણ - જે હૈયાનો ભાવ ભિન્ન હોય અને પચ્ચક્ષ્મણના શબ્દો ભિન્ન બોલાય તો આમ બોલવામાં કેવળ એક માયા (કપટ) જ કારણ દેખાય છે આ વાત સમજાવતાં કહે છે કે -
जइ अन्नहेव भावो, चेययओ वयणमन्नहा माया । किं वाऽभिहिए दोसो, भावाओ किं वओ गुरुयं ॥ २५४४ ॥
ગાથાર્થ - જો હૈયાના ભાવ અન્યથા હોય અને વિચાર કરતાં વચન અન્યથા જો બોલાતું હોય તો સ્પષ્ટ માયા જ છે. આમ જાણવું. અથવા “યાવજીવં” આમ બોલવામાં શું કોઈ દોષ છે? અથવા શું ભાવ કરતાં પણ વચન વધારે પ્રધાન છે? ll૨૫૪૪
વિવેચન :- દુઃખની વાત છે કે “જે ચિત્તમાં પચ્ચખ્ખાણ કરવાનો પરિણામ માવજીવની અવધિવાળો જ છે અને વચન યાવજીવની અવધિના પરિમાણ રહિત જ જો બોલાતું હોય તો આવી વિચારણા કરતા જીવનું મન કેવળ માયામય જ છે. આમ નક્કી થાય છે. તેવા માયામય પચ્ચક્કાણનું બીજું કંઈ ફળ-પ્રાપ્ત થતું નથી કારણ કે વિચારો અન્યથા છે અને ભાષણ અન્યથા છે. માટે માયા જ માત્ર છે તેવા પચ્ચખ્ખાણથી કર્મનિર્જરા થતી નથી.
અથવા તો અમે તમને પ્રશ્ન કરીએ છીએ કે જો તમારો યાવજ્જવ સુધી જ પચ્ચખ્ખાણ કરવાનો હૈયાનો ભાવ છે તો તેમ માવજીવનું હું પચ્ચખ્ખાણ કરું છું આમ બોલવામાં શું તમને કોઈ દોષ દેખાય છે કે જેના કારણે વચનથી “પાવજીવ” આમ નથી બોલતા ?
અથવા તો હૈયાના ભાવ કરતાં પણ વચન વધારે પ્રમાણભૂત દેખો છો કે જેથી હૈયાનો ભાવ અન્યથા હોવા છતાં પણ વચન અન્યથા કહો છો ? તમારી આ વાત અતિશય અયુક્ત છે કારણ કે આગમમાં તો હૈયાના ભાવની જ વધારે પ્રમાણિકતા કહેલી છે. હૈયાના ભાવ જેટલી વચનની પ્રમાણતા કહેલી નથી. ૨૫૪૪ /.
અવતરણ - એવું ક્યું આગમ છે કે જ્યાં વચનની પ્રમાણતા કરતાં હૈયાના ભાવની પ્રમાણતા અધિક કહેલી હોય ? આવો કદાચ પ્રશ્ન થાય તો તે સમજાવે છે -
अन्नत्थ निवडिए वंजणम्मि जो खलु मणोगओ भावो । तं खलु पच्चक्खाणं, न पमाणं वंजणछलना ॥ २५४५ ॥
ગાથાર્થ - વ્યંજનો (પચ્ચક્માણનો પાઠ) અન્યથા બોલાયે છતે પણ જે મનોગત પચ્ચખ્ખાણનો ભાવ છે તે જ પચ્ચખ્ખાણ આવે છે. પરંતુ વ્યંજનોની અલના તે પ્રમાણભૂત ગણાતી નથી. | ૨૫૪૫ /
Page #218
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિદ્ધવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૯૫ વિવેચન :- કોઈ પચ્ચક્કાણ કરનારા જીવે તિવિહારનું પચ્ચક્માણ કરવાનો મનમાં વિચાર કર્યો અને પચ્ચક્કાણ આપનારા ગુરુજી આદિ વડીલ પાસે પચ્ચશ્માણ માગ્યું.
ત્યાં પચ્ચખાણ આપનાર વડીલ અધિકતર સંયમ પાળવામાં જ આકર્ષાયેલા એવા ચિત્તવાલા હોવાથી “ચઉવિહારનું” પચ્ચશ્માણ બોલાઈ ગયું અને પચ્ચક્કાણ લેનારે પણ પચ્ચખામિ આમ કહી દીધું. આવા પ્રકારના વ્યંજનો (શબ્દો) બોલાઈ ગયા.
આ પ્રમાણે માનસિક ભાવના અનુસરણ કરતાં ભિન્ન પ્રકારનાં (તિવિહારને બદલે ચોવિહારના) વ્યંજનો શબ્દોનું ઉચ્ચારણ થવા છતાં ચોવિહારના વિષયવાળા શબ્દોનું સમુચ્ચારણ થવા છતાં પણ પચ્ચક્કાણના વિષયની અનેક પ્રકારની સૂક્ષ્મ વિવક્ષા કર્યા વિના પચ્ચખ્ખાણ કરનારાના આત્માનો જે મનોગત ભાવ છે તે જ પચ્ચખ્ખાણ પ્રમાણ ગણાય છે. સારાંશ કે પચ્ચખ્ખાણ કરનારા આત્માનો વિવક્ષિત પચ્ચખ્ખાણના વિષયવાળો મનોગત જે ભાવ છે તે જ પ્રમાણ જણાય છે.
પરંતુ ઉચ્ચારણ કરાયેલા વ્યંજનો = શબ્દો તે પ્રમાણ ગણાતા નથી. કોઈ કદાચ પ્રશ્ન કરે કે પચ્ચકખાણ આપનારાના બોલાયેલા શબ્દોને કેમ પ્રમાણ ગણાતા નથી? તો શાસ્ત્રકાર ભગવંત કહે છે કે જે કારણથી અલના એટલેકે તે વ્યંજનો જે ભિન્ન બોલાયા છે. તે છલમાત્ર (ભૂલ માત્ર) થઈ છે. તેથી તે પ્રમાણ ગણાતું નથી. કારણ કે આ વ્યંજનો પચ્ચક્માણ કરનારાના હાર્દિક ભાવને અનુસાર પ્રવર્તેલા નથી. માટે વ્યંજનો તે અપ્રમાણ છે.
આ પ્રમાણે આગમશાસ્ત્રોમાં પણ વચનની અપ્રમાણના જણાવેલી હોવાથી જ પચ્ચક્માણ કરનારા એવા તારો માનસિક ભાવ વાવજીવની અવધિવાળો જ હોય તો વચનો પણ તેવાં જ પાવજીવનું મારે પદ્માણ આમ જ બોલવું જોઈએ.
ખાલી ખાલી મિથ્યા આગ્રહવડે શું લાભ ? | ૨૪૪૫ /
અવતરણ - આ પ્રમાણે ઘણી ઘણી યુક્તિઓ વડે સમજાવવા છતાં પણ આ ગોઝમાહિલ જ્યારે કેમે કરી સાચી વાત સ્વીકારતા નથી. ત્યારે ત્યાં શું થયું? તે હવે કહે છે :
इय पण्णविओ वि, न सो जाहे सद्दहइ पूसमित्तेणं । अन्नगणत्थेरेहि य काउं तो संघसमवायं ॥ २५४६ ॥ आहूय देवयं वेइ, जाणमाणोवि पच्चयनिमित्तं । वच्च जिणिदं पुच्छसु गयाऽऽगया सा परिकहेइ ॥ २५४७ ॥ ગાથાર્થ - આ પ્રમાણે સમજાવવા છતાં પણ જ્યારે તે ગોઠામાહિલ આ વચનની
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૬ અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ શ્રદ્ધા કરતા નથી. ત્યારે પુષ્પમિત્ર આચાર્ય તે જ ગચ્છમાં રહેલા એવા અન્ય બહુશ્રુત સ્થવિરો પાસે ગોઠામાહિલને લઈ ગયા. ત્યારબાદ સંઘનો સમુદાય ભેગો કરાયો. || ૨૫૪૬ ||
ચતુર્વિધ શ્રી સંઘ પ્રસ્તુત અર્થ જાણતો હોવા છતાં પણ સર્વ જીવોને વિશ્વાસ ઉત્પન્ન થાય તેટલા માટે જ દેવને બોલાવીને કહ્યું કે તું જિનેશ્વર પ્રભુની પાસે જા. અને આ પ્રશ્ન પૂછી લાવ. તે દેવ જિનેશ્વરપ્રભુ પાસે ગયો અને પાછો આવ્યો, આવ્યા પછી તે શ્રીસંઘને વાત કહે છે :- li૨૫૪૭થા
વિવેચન :- આ પ્રમાણે અનેક પ્રકારની યુક્તિઓ વડે સમજાવવા છતાં પણ જયારે આ ગોષ્ઠામાહિલ કંઈ પણ શ્રદ્ધા કરતા નથી. ત્યારે પુષ્પમિત્ર આચાર્ય મહારાજશ્રી વડે ગચ્છમાં રહેલા અન્ય શ્રુતસ્થવિરો પાસે આ ગોઠામાજિલને લઈ જવાયા.
ત્યારબાદ તે સંઘમાં જે સ્થવિર મુનિઓ હતા. તેઓ પાસે ગોઠામાહિલને લઈ જવાયા તેઓ વડે કહેવાયું કે આ પુષ્પમિત્ર આચાર્ય જે કહે છે તે બરાબર જ છે આમ તે જ વિષયની પ્રરૂપણા કરાઈ. પૂજય આર્યરક્ષિત સૂરિજી મહારાજ વડે પણ આમ જ કહેવાયું હતું. જરા પણ હીનાધિક આ બાબતમાં નથી. આમ સ્થવિરોએ સમજાવ્યું.
ત્યારબાદ ગોઠામાહિલ વડે કહેવાયું કે તમે ઋષિમુનિઓ શું જાણો ? તમને બરાબર ખબર નથી.
પારમાર્થિક પણે તો તીર્થંકરભગવંતોએ તેમ કહ્યું છે કે “જેમ હું કહું છું તેમ ત્યારબાદ સ્થવિર પુરુષો વડે કહેવાયું કે તું મિથ્યા અભિમાન ન કર. તથા તીર્થકર પરમાત્માની આશાતના ન કર. તું ખરેખર કંઈ જ જાણતો નથી. ત્યારબાદ તે સર્વની વચ્ચે વિવાદ થયે છતે તે સર્વ સમુદાયવડે સંઘ ભેગો કરાયો.
સર્વ સંઘ વડે દેવને બોલાવવા માટે કાયોત્સર્ગ કરાયો ત્યારબાદ ભદ્રિકસ્વભાવવાળો કોઈક દેવ ત્યાં આવ્યો તે દેવ કહેવા લાગ્યો કે શ્રીસંઘ મને આજ્ઞા કરો કે મારે શું કામ કરવાનું છે? ત્યારે શ્રીસંઘે પ્રસ્તુત અર્થ સંઘ પોતે જાણતો હોવા છતાં પણ સર્વજીવોને વિશ્વાસ ઉત્પન્ન થાય તેટલા માટે જ શ્રીસંઘે કહ્યું કે “હે દેવ ! તું મહાવિદેહમાં જઈને તીર્થંકર પરમાત્માને પુછ કે દુર્બલિકાપુષ્પમિત્ર વિગેરે શ્રીસંઘ જે કહે છે તે સાચુ છું કે ગોઇમાહિલ જે કહે છે તે સાચું છે?
ત્યારબાદ તે દેવવડે કહેવાયું કે “મહાવિદેહ ક્ષેત્રમાં જઈને પાછા આવવામાં મને ગમનાગમનમાં જે વિપ્નો આવે તેના વિનાશ માટે મારા ઉપર અનુગ્રહ કરીને તમે ત્યાં સુધી કાયોત્સર્ગ કરો.જેથી નિર્વિબે હું મહાવિદેહમાં જઇને પરમાત્માને પુછીને પાછો આવું.
Page #220
--------------------------------------------------------------------------
________________
સપ્તમ નિહ્નવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૯૭
ત્યારબાદ શ્રીસંઘવડે પણ તેમ જ કરાયું. તે દેવ મહાવિદેહમાં ગયો ભગવન્તને પુછીને પાછો આવ્યો અને શ્રીસંઘને તથા દુર્બલિકાપુષ્પ મિત્રને અને ગોઠામાહિલને કહે છે. ॥ ૨૫૪૬-૨૫૪૭ ||
संघो सम्मावाई, गुरूपुरोगोत्ति जिणवरो भाइ । इयरो मिच्छावाई, सत्तमओ निह्नवोऽयं ति ॥ २५४८ ॥
एईसं सामत्थं, कत्तो गंजुं जिणिदमूलम्मि ।
बेइ कडपूयणाए, संघेण तओ कओ बज्झो ॥ २५४९ ॥
ગાથાર્થ :- ગુરુજી છે આગળ જેમાં એવો શ્રી સંઘ સમ્યગ્વાદી છે. બીજો મિથ્યાવાદી છે અને તે સાતમો નિર્ભવ છે. આમ જિનેશ્વર પ્રભુ કહે છે | ૨૫૪૮ ॥
ત્યારે ગોઠામાહિલ કહે છે કે આ દેવની જિનેશ્વર પરમાત્મા પાસે જવાની અને ત્યાં જઇને પાછા આવવાની શક્તિ જ ક્યાં છે ? આ દેવ તો કઠપૂતળી સમાન છે. આમ જ્યારે ગોહામાહિલ નથી સમજતા. ત્યારે સંઘ વડે તેઓને સંઘની બહાર કરાયા. || ૨૫૪૯ ||
વિવેચન :- મહાવિદેહ ક્ષેત્રમાં બીરાજમાન શ્રીતીર્થંકર પરમાત્મા આ પ્રમાણે કહે છે કે “દુર્બલિકા પુષ્પમિત્ર પૂર્વકનો શ્રીસંઘ જે કહે છે તે સમ્યગ્યાદી (સાચું કહેનાર) છે અને ગોઠામાહિલ મિથ્યાવાદી છે આ ગોષ્ઠામાહિલ સાતમા નિર્ભવ છે.” તે આ સાંભળીને ગોષ્ઠમાહિલ કહે છે કે ખરેખર આ દેવ અલ્પઋદ્ધિવાળો જ છે. કઠપુતળી તુલ્ય છે. આ દેવની તીર્થંકર પરમાત્મા પાસે મહાવિદેહ ક્ષેત્રમાં જવાની અને પાછા આવવાની શક્તિ ક્યાંથી હોય ?
આ પ્રમાણે શ્રીસંઘવડે સમજાવવા છતાં પણ આ ગોષ્ઠામાહિલ જ્યારે કંઈ નથી જ સ્વીકારતા ત્યારે સંઘવડે તેને બોલાવીને સંઘ બહાર કરાયા. પોતાના કરેલા અપરાધની ક્ષમા માગ્યા વિના જ તે ગોઠામાહિલ કાલધર્મ પામ્યા || ૨૫૪૮-૨૫૪૯ ॥
॥ इति गोष्ठामाहिलनामा सप्तमो निह्नवः समाप्तः ॥ આ પ્રમાણે ગોઠામાહિલ નામના આ સાતમા નિર્ભવ સમાપ્ત થયા.
સપ્તમ નિતવવાદ સમાપ્ત
Page #221
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ
અવતરણ :- તે આ પ્રમાણે દેશવિસંવાદી (અમુક અમુક અંશને જ નહી માનનારા) એવા સાત નિહ્નવો સમજાવ્યા. હવે સર્વવિસંવાદી એવા (અનેક પ્રકારે પરમાત્માની વાતને ન માનનારા) અને ૨૩૦૦મી. ગાથામાં વ શબ્દથી સંગૃહીત એવા આઠમા બોટિક (દિગંબર) એ નામના આઠમા નિહ્નવને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે :
छव्वाससयाइं नवुत्तराई, सिद्धि गयस्स वीरस्स ।
तो बोहियाण दिट्ठी, रहवीरपुरे समुप्पण्णा ॥ २५५० ॥
ગાથાર્થ :- શ્રી મહાવીર પરમાત્માને મોક્ષે ગયાને છસોહ અને નવ (૬૦૯) વર્ષ ગયે છતે ૨થવીરપુર નગરમાં બોટિકોની (દિગંબરોની) દૃષ્ટિ ઉત્પન્ન થઈ. ।।૨૫૫ગા
વિવેચન :- ગાથા ઉપરથી જ અર્થ સમજાય તેવો છે પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ નિર્વાણ પામ્યા પછી (૬૦૯) છસોહ અને નવ વર્ષ પસાર થયાં ત્યારે રથવીરપુર નામના નગરમાં બોટિકોની (દિગંબરોની) દૃષ્ટિ પ્રગટ થઈ. તેની વધારે વિગત આગલી ગાથામાં આવે જ છે. || ૨૫૫૦ ॥
અવતરણ :- બોટિકોની ઉત્પત્તિને જણાવતી બે ગાથા કહે છે :रथवीरपुरं नगरं, दीवगमुज्जाणमज्जकण्हे य ।
सिवभूइस्सुवहिम्मि पुच्छा थेराण कहणा य ॥। २५५१ ॥ बोडियसिवभूईओ, बोडियलिंगस्स होइ उप्पत्ती । જોડિન્ન-જોવીરા, પરંપરાાસમુપ્પન્ના ॥ ૨૫૧૨ ॥
ગાથાર્થ :- ૨થવી૨પુર નામનું નગર હતું ત્યાં દીપક નામનું ઉઘાન હતું. શિવભૂતિએ ઉપધિને વિષે પ્રશ્ન કર્યો સ્થવિરોએ તેનો ઉત્તર કહ્યો. ત્યારબાદ બોટિક એવા શિવભૂતિ થકી બોટિકલિંગની ઉત્પત્તિ થઈ. કૌડ઼િન્ય અને કોટ્ટવીર નામના ગુરુ તથા શિષ્યોથી પરંપરા પ્રગટ થઈ | ૨૫૫૧-૨૫૫૨ ॥
વિવેચન : આઠમા દિગંબર નામના નિĀવની ઉત્પત્તિ ક્યાં થઈ ? કેવી રીતે થઈ? તે હવે સમજાવે છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૧૯૯
રથવીરપુર નામનું નગર હતું. તે ગામની બહાર દીપક નામનું ઉઘાન હતું. ત્યાં તે ઉદ્યાનમાં આર્યકૃષ્ણ નામના આચાર્ય મહારાજ પધાર્યા. તે જ નગરમાં હજાર મલ્લ તુલ્ય શિવભૂતિ નામનો એક રાજસેવક હતો. રાજાની કૃપાથી તે શિવભૂતિ મોજ શોખ અને ઘણા વિલાસોને કરતો છતો નગરની મધ્યમાં ભટકે છે. રાત્રિના બે પ્રહર ગયે છતે (અડધી રાત પસાર થયા પછી) ઘરે જાય છે. તેથી આ શિવભૂતિની પત્ની શિવભૂતિની માતાને કહે છે કે તમારા પુત્રથી તો હું કંટાળી ગઈ છું. આ તમારા પુત્ર રાત્રિની વેલાએ ક્યારેય પણ સમયસર ઘરે આવતા નથી. તેથી ઉજાગરા વડે અને ભૂખવડે દ૨૨ોજ હું પીડાતી રહું છું.
તે સાંભળીને તે સાસુ વડે કહેવાયું કે હે પુત્રી ? જો આમ છે તો આજે તું સુઈ જા. હું જ સ્વયં જાગીશ. તેથી તે વધુ વડે તેમ જ કરાયું. અને ઇતર એવી સાસુ જાગતી હતી ત્યારે બે પ્રહર રાત્રિ પસાર થયે છતે આવીને વસુભૂતિ વડે કહેવાયું કે “બારણું ઉઘાડો.’
તે અવાજ સાંભળીને કોપાયમાન થયેલી માતા વડે કહેવાયું કે હે દુષ્ટ કામ કરનારા પુત્ર ? આટલી મોડી વેળા થયે છતે જ્યાં બારણાં ઉઘાડાં હોય ત્યાં તું જા. આ પ્રમાણે તારી પાછળ લાગેલી કોઈ વ્યક્તિ મરશે નહીં.
આવાં વચન સાંભળીને ક્રોધ અને અહંકાર વડે ધમધમેલો (પ્રેરાયેલો) એવો આ શિવભૂતિ ત્યાંથી નીકળ્યો. ફરતાં ફરતાં ઉઘાડાં છે બારણાં જેનાં એવો સાધુનો ઉપાશ્રય જોયો. ત્યાં તે ઉપાશ્રયમાં સાધુઓ કાલગ્રહણ કરતા હતા. તે શિવભૂતિએ ત્યાં જઇને તેમને વંદન કરીને તેમની પાસે વ્રતની (દીક્ષાની) માગણી કરી.
આ શિવભૂતિ રાજાનો પ્રીતિપાત્ર માણસ છે તેથી, તથા દીક્ષા માટે તેની માતા આદિ પરિવાર વડે સમ્મતિ અપાયેલી નથી માટે આપણે તેને દીક્ષા આપવી તે ઉચિત નથી. એમ સમજીને દીક્ષા ન આપી.
ત્યારબાદ મોઢાના ગળફા થુંકવાની કુંડીમાંથી રાખ લઇને તેણે પોતે સ્વયં માથાના વાળનો લોચ કર્યો. સાધુઓ દ્વારા અવસર જોઇને લિંગ (સાધુવેશ) અપાયો. સર્વે પણ મુનિઓએ બીજા ગામમાં વિહાર કર્યો કાળાન્તરે ફરીથી તે જ ગામમાં આવ્યા.
ત્યાં રાજા વડે શિવભૂતિને બહુમૂલ્યવાળું કંબલરત્ન વહોરાવાયું. ત્યારબાદ આચાર્ય મહારાજ વડે શિવભૂતિને કહેવાયું કે હે શિવભૂતિ ! તને અને બીજા સાધુઓને વિહારના માર્ગ આદિ સ્થાનોમાં અનર્થના કારણભૂત એવા આ કંબલરત્નને ગ્રહણ કરવા વડે શું ફાયદો છે ? ત્યજી દે. અથવા વાપરી નાખ, પણ તેનો સંગ્રહ કરવો સારો નહીં.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૦ દિગમ્બર અવસ્થા
નિતવવાદ ત્યારબાદ ગુરુજીની તે કંબલરત્ન રાખવામાં સમ્મતિ ન હોવા છતાં પણ સંતાડીને મૂર્છાથી તે કંબલ ધારણ કરાઈ. ગોચરી ચર્યામાંથી આવીને દરરોજ તે કંબલરત્નને આ જીવ તપાસી લે છે. પરંતુ ક્યારેય તે કાંબળ રત્નનો ઉપયોગ આ શિવભૂતિ કરતા નથી.
આ કારણથી આ શિવભૂતિ આ કાંબલરત્નમાં મોહિત થયો છે. એમ જાણીને ગુરુજી વડે તેને પુછડ્યા વિના જ તે બહાર ગયો હતો ત્યારે તે કાંબળરત્નને ફાડીને તેના ટુકડા ટુકડા કરીને પગ લુંછવાના રૂમાલ રૂપે બધા જ સાધુઓને તે ટુકડા અપાયા. ત્યારબાદ જાણી છે બધી હકિકત જેણે એવો તે શિવભૂતિ કષાયયુક્ત વિપરીત પરિણામવાળો થયો.
એક દિવસ સૂરિ મહારાજ જિનકાલ્પિક મુનિઓનું વર્ણન કરતા હતા. તે આ પ્રમાણે :जिणकप्पिया य दुविहा, पाणिपाया पडिग्गह धरा य । पाउरणमपाउरणा, इक्किक्का ते भवे दुविहा ॥ १ ॥ दुग-तिग चउक्क पणगं नव दस एक्कारसेव बारसगं । एए अट्ठ विगप्पा, जिणकप्पे होंति उवहिस्स ॥ २ ॥
અર્થ - જિનકલ્પી જીવો બે પ્રકારના હોય છે પાણિપાત્રવાળા (હાથમાં જ ભોજન કરનારા) અને પાત્રધારી. આ બન્ને પણ બે પ્રકારના હોય છે. વસ્ત્રવાળા અને વસ્ત્રવિનાના I/૧ / બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દશ, અગિયાર અને બાર વસ્તુઓ રાખનારા એમ કુલ આઠ પ્રકારના મુનિઓ જિનકલ્પમાં હોય છે. રા/
ભાવાર્થ આ પ્રમાણે છે. કેટલાક જિનકલ્પિક મુનિઓને રજોહરણ અને મુહપત્તિ એમ બે જ વસ્તુ હોય છે. અન્ય કોઈને વસ્ત્રની સાથે ત્રણ વસ્તુ હોય છે કોઈ-કોઈ જિનકલ્પિક મુનિઓને બે વસ્ત્ર સાથે ચાર વસ્તુ પણ હોય છે કોઈ જિનકલ્પિક મુનિને ત્રણ વસ્ત્ર સાથે પાંચ વસ્તુ પણ હોય છે.
તે કેટલાક જિનકલ્પિક મુનિઓને રજોહરણ અને મુહપત્તિની સાથે :पत्तं पत्ताबंधो, पायट्ठवणं च पायकेसरिया । पडलाइं रयत्ताणं च, गोच्छओ पायनिज्जोओ ॥ १ ॥
આ શ્લોકમાં કહ્યા પ્રમાણે સાત પ્રકારનાં પાત્રોનો સંબંધ હોય છે. તેમાં રજોહરણ અને મુહપત્તિ ઉમેરતા એમ કુલ નવ પ્રકારની વસ્તુઓના યોગવાળા પણ જિનકલ્પિક મુનિઓ હોય છે. તેની સાથે સાથે એકવર્સ રાખનારા મુનિઓ દશ વસ્તુવાળા, બે વસ્ત્ર રાખનારા મુનિઓ અગિયાર વસ્તુવાળા, અને ત્રણ વસ્ત્ર રાખનારા મુનિઓ બાર વસ્તુઓ રાખનારા મુનિઓ એમ કુલ આઠ પ્રકારના જિનકલ્પિક મુનિઓ હોય છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૦૧ આ પાઠ અને તેનો અર્થ આચાર્ય મહારાજશ્રી આર્યકૃષ્ણજી શિષ્યોને સમજાવતા હતા. તે સાંભળીને શિવભૂતિ મુનિ વડે ગુરુજીને કહેવાયું કે હે ગુરુજી! અત્યારે આ કાલે ઔધિક અને ઔપગ્રહિક (સામાન્યપણે અનેક અથવા સહાયકારીપણે અનેક પ્રકારની) ઉપધિ કેમ રખાતી હશે ? તે પ્રભુએ કહેલો આવો સુંદર જિનકલ્પ જ શા માટે સ્વીકાર નથી કરાતો ? - ત્યારબાદ ગુરુજી વડે કહેવાયું કે જંબુસ્વામી મોક્ષે ગયા ત્યારથી સંઘયણ આદિ વિશિષ્ટ બળની સામગ્રીના અભાવે આ માર્ગ વિચ્છેદ પામ્યો છે. હાલ વર્તમાનકાળે તે જિનકલ્પ આદરવો શક્ય નથી. - ત્યારબાદ શિવભૂતિ વડે કહેવાયું કે “હું જીવતે છતે તે જિનકલ્પ વિચ્છેદ પામ્યો કેમ કહેવાય ? હું પોતે જ તે જિનકલ્પ સ્વીકારી બતાવું. પારમાર્થિક રીતિએ તો પરલોકના અર્થી જીવે તે જિનકલ્પ જ આદરવો જોઇએ. કષાય-ભય અને મૂછદિના હેતુ ભૂત એવા અને અનર્થકારી એવા વસ્ત્ર-પાત્ર આદિના પરિગ્રહને રાખવા વડે સર્યું ? અને આ જ કારણથી જૈનશાસ્ત્રોમાં મુનિઓ માટે નિષ્પરિગ્રહત્વ જ (કોઈ પણ જાતનો પરિગ્રહ જ નહીં) આમ જ કહેલું છે. અને “ખુદ તીર્થકર ભગવંતો પણ અચેલક જ હતા. તેથી અચલકતા જ (એટલે કે વસ્ત્રરહિતતા જ અર્થાત્ નગ્નતા જ) રાખવી સુંદર કહેવાય.”
ત્યારબાદ ગુરુજી વડે કહેવાયું કે “જો આમ જ છે તો શરીર હોતે છતે તે શરીરસંબંધી કષાય-ભય અને મૂછદિ દોષો કોઈ કોઈ મુનિઓમાં સંભવે છે. તેથી તે કાયા પણ વ્રતગ્રહણ કરતી વેળાએ વ્રતગ્રહણ કર્યા પછી તુરત જ ત્યજવા લાયક બનશે (અર્થાત્ આપઘાત કરીને મૃત્યુ જ પામવાનું રહેશે). માટે આ તારો કરેલો અર્થ બરાબર નથી.
પરંતુ સૂત્રમાં જે નિષ્પરિગ્રહત્વ કહ્યું છે તેનો અર્થ ધર્મનાં ઉપકરણોમાં પણ મૂછ ન કરવી આમ મૂર્છાના અભાવને જ નિષ્પરિગ્રહત્વ જાણવું. પરંતુ સર્વથા ધર્મ ઉપકરણોનો પણ ત્યાગ કરવો તે નિષ્પરિગ્રહત્વ ન સમજવું. આવો ગુરુજી એ ખુલાસો કર્યો.
| જિનેશ્વર ભગવંતો પણ સર્વથા અચેલક ન હતા. “ત્રે વિ ફૂલે નિમાયા બિનવા ડબ્બી” સર્વે પણ જિનેશ્વર ભગવંતો એક દેવદૂષ્ય વસ્ત્ર સાથે જ દીક્ષિત થયા છે.” આ પ્રમાણેનું શાસ્ત્રકારનું વચન છે.
આ પ્રમાણે તે ગુરુજી વડે, તથા સ્થવિર મુનિઓ વડે ઉપર કહ્યા પ્રમાણેની અને હવે કહેવાતી દલીલો દ્વારા તે શિવભૂતિને સમજાવવા છતાં પણ તેવા પ્રકારના કષાયમોહનીય કર્મ તથા મિથ્યાત્વમોહનીય વિગેરે કર્મના ઉદયથી આ શિવભૂતિ પોતાના હઠાગ્રહથી પાછા ફર્યા નહીં. પરંતુ વસ્ત્રોનો ત્યાગ કરીને (નગ્ન બનીને) ત્યાંથી નીકળ્યા.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૨ દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ ત્યારબાદ ગામની બહાર ઉદ્યાનમાં વ્યવસ્થિત થયા. ત્યાં તે શિવભૂતિ મુનિની ઉત્તરા નામની બહેન વન્દન માટે આવી. વસ્ત્ર વિનાના પોતાના તે ભાઈને જોઇને પોતે પણ તેમના જ માર્ગને અનુસરવાની ઇચ્છા વાળી થઈ છતી સ્વયં પોતે પણ વસ્ત્રોનો ત્યાગ કરનારી બની.
ત્યારબાદ નગ્ન એવાં તે સાધ્વીજી ભિક્ષા માટે નગરની અંદર પ્રવેશ્યાં. એક ગણિકા વડે તે સાધ્વીજીને જોવાયાં ત્યાર પછી આ રીતે વસ્ત્ર વિનાનાં અને બીભત્સ દેખાતાં આ સાધ્વીજીને જોઇને “સંસારી લોકો અમારા ઉપર (વેશ્યાઓ ઉપર) વૈરાગી ન બની જાય” એવા આશયથી આ સાધ્વીજી વસ્ત્ર ઇચ્છતા નથી તો પણ તે વેશ્યાએ તે સાધ્વીજીને વસ્ત્ર પહેરાવ્યું-ઓઢાડ્યું.
આ સઘળી હકિકત તે સાધ્વીજી વડે શિવભૂતિ મુનિને કહેવાઈ. તેથી આ શિવભૂતિ મુનિ વડે “વસ્ત્ર વિનાની સ્ત્રી અત્યન્ત બીભત્સ અને અતિશય લજ્જનીય બને છે.” એમ વિચારીને આ સાધ્વીજીને કહેવાયું કે “હવે આ વસ્ત્રને તમે તમારા શરીર ઉપર રહેવા દો. તમારે આ વસ્ત્ર ત્યજવું નહીં તમને આ વસ્ત્ર દેવોએ આપેલું છે. આમ કહીને સ્ત્રીવર્ગને વસવાળા રહેવાનો વ્યવહાર ચાલુ રાખ્યો.
ત્યાર બાદ તે શિવભૂતિ મુનિને કૌન્ડિન્ય અને કોફ્ટવીર નામવાળા બે શિષ્યો તેમની પાસે દીક્ષિત થયા. આ રીતે દિગંબર મતની ઉત્પત્તિ થઈ.
ગાથાના પદોના અર્થો આ પ્રમાણે છે કૌષ્કિન્ય અને કોટ્ટવીર છે નામ જેઓનાં એવા આ શિષ્યો થયા “સર્વે પણ દ્વન્દ સમાસ વિવેક્ષાથી એકવચન પણ થાય છે.” આવો નિયમ હોવાથી વીડિચ વીર થયું છે. તે કૌષ્કિન્ય અને કોફ્ટવીર નામના બન્નેને પરસ્પર સ્પર્શેલી એવી આચાર્ય અને શિષ્યોના સંબંધને આશ્રયીને બોટિકદષ્ટિ (દિગંબરપણાની દષ્ટિ) ઉત્પન્ન થઈ. (આમ કેટલાક ખુટતા શબ્દો અધ્યાહારથી લઈને અર્થ કરવો). આ પ્રમાણે બોટિકની (દિગંબરની) ઉત્પત્તિ સમજાવી. ર૫૫૧-૨૫પરા
અવતરણ - હવે ભાષ્યકાર મહારાજ કહે છે કે - उवहि विभागं सोउं, सिवभूई अज्जकण्हगुरुमूले । નિપપ્પયાફિયા", મરૂ ગુરૂં “લીસ નેયા”િ | રબર છે "जिणकप्पोऽणुचरिज्जइ ?" वोच्छिन्नो त्ति भणिए पुणो भणइ । तदसत्तस्सोच्छिज्जउ, वुच्छिज्जइ किं समत्थस्स ॥२५५४ ॥
ગાથાર્થ - ઉપધિના વિભાગ (૨-૩-૪-૫-૯-૧૦-૧૧ અને ૧૨ એમ આઠ પ્રકારની
Page #226
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિતવ શિવભૂતિ મુનિ
૨૦૩ ઉપધિના વિભાગ) સાંભળીને તથા આચાર્યશ્રી આર્યકૃષ્ણની પાસે જિનકલ્પિક મુનિઓનું સ્વરૂપ સાંભળીને શિવભૂતિ મુનિ પોતાના ગુરુજીને કહે છે કે “આવા પ્રકારનો આ જિનકલ્પ અત્યારે કેમ આચરણ નથી કરાતો? ત્યારે ગુરુજી કહે છે કે હાલ તે માર્ગ વિચ્છેદ પામ્યો છે. આમ ગુરુજી દ્વારા કહેવાય છતે શિવભૂતિ ફરીથી કહે છે કે “અશક્ત
જીવોને આશ્રયી તે માર્ગ ભલે વિચ્છેદે પામ્યો હોય. પરંતુ સમર્થને આશ્રયી તો કેમ વિચ્છેદ પામે ? (અર્થાત્ ચાલુ જ રહેવો જોઈએ.) || ૨૫૫૩-૨૫૫૪ |
વિવેચન :- શાસ્ત્રમાં આવતા ઉપધિના વિભાગો (૨-૩-૪ વિગેરે) સાંભળીને શિવભૂતિને મનમાં શંકા થઈ અને ગુરુજી શ્રી આર્યકૃષ્ણ આચાર્યને તેઓએ પૂછ્યું.
આ કાળે આવો જિનકલ્પ કેમ સ્વીકારાતો નથી ? ત્યારે ગુરુજીએ કહ્યું કે શરીરમાં સંઘયણ આદિનું બળ તેટલું ન હોવાથી વર્તમાનકાળે આ માર્ગ વિચ્છેદ પામ્યો છે. ત્યારે શિવભૂતિ બોલ્યા કે “હું હોતે છતે તે જિનકલ્પ વિચ્છેદ પામ્યો” કેમ કહેવાય ? હું જ તે જિનકલ્પ આચરીને બતાવીશ કે હજુ આ કાળે પણ કોઈ કોઈ જીવો આ માર્ગ આચરી શકે છે.
આમ કહીને તેઓએ આ માર્ગનો પ્રારંભ કર્યો છે. ર૫૫૩-૨૫૫૪ || पूव्वमणापुच्छच्छिण्ण, कंबल कसाय कलुसिओ चेव । સો વે પરિફિકે, સાથે-મુછા-મામાં છે રહ૫ છે दोसा जओ सुबहुया, सुए य भणियमपरिग्गहत्तं ति । जमचेला य जिणिंदा, तदभिहिओ जं च जिणकप्पो ॥ २५५६ ॥ जं च जियाचेलपरिसहो, मुणी जं च तीहिं ठाणेहिं । वत्थं धरिज्ज नेगंतओ, तओऽचेलया सेया ॥ २५५७ ॥
ગાથાર્થ - પહેલાં ગુરુજીને પૂછ્યા વિના જ વસ્ત્રનો ત્યાગ કરીને કષાયથી કલુષિત થયેલો તે શિવભૂતિ ગુરુજીને કહે છે કે પરિગ્રહ રાખવાથી કષાય થાય, મૂછ થાય, તથા ભય આદિ બીજા પણ ઘણા દોષો થાય. | ૨૫૫૫ /
આ પ્રમાણે પરિગ્રહ (વસ્ત્રાદિ) રાખવાથી ઘણા ઘણા દોષો થાય છે. માટે જ શાસ્ત્રમાં સાધુને અપરિગ્રહપણું જ કહેવું છે (એટલે કે વસ્ત્ર પણ ન રાખવું જોઇએ). જે કારણથી તીર્થકર ભગવંતો પણ અચેલક જ હતા તથા જે કારણથી જિલકલ્પ પણ (અચેલક જ) કહેલો છે. તે જ સ્વીકારવો જોઇએ. / ૨૫૫૬ .
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૪ દિગમ્બર અવસ્થા
નિતવવાદ આ પ્રમાણે જિત્યો છે અચેલક પરિષહ જેણે એવો સાધુ ત્રણ કારણોસર જ વસ્ત્ર ધારણ કરે છે. પરંતુ એકાન્ત સદા વસ્ત્ર પહેરવું જ જોઈએ આવો નિયમ નથી. તે કારણથી અચેલકતા જ શ્રેયસ્કર છે. || ૨૫૫૭ II
વિવેચન - આમ તો આ બધી ગાથાઓ સુગમ છે. તેનો અર્થ લગભગ ૨૫૫૧૨૫૫રના વિવેચનમાં કહેવાઈ જ ગયો છે. તો પણ સામાન્યથી અર્થ આ પ્રમાણે છે
ગુરુજી આદિ વડીલોને પૂછ્યા વિના જ તે શિવભૂતિએ કંબલનો (વસ્ત્રનો) ત્યાગ કરીને નગ્ન બનીને ગુરુની સામે દલીલો ચાલુ કરી મિથ્યાત્વમોહના ઉદયના કારણે અનંતાનુબંધી કષાયને પરવશ થયેલા તે શિવભૂતિ ગુરુજીને કહે છે કે
પરિગ્રહ (વસ્ત્રાદિ) રાખવાથી કષાય થાય. તથા વસ્ત્રાદિની મમતા થાય. તથા કોઈ વસ્ત્રાદિ લઈ જશે એમ સમજીને ભયાદિ પણ થાય. માટે વસ્ત્ર ન જ રાખવું જોઈએ. વસનો મુનિપણામાં ત્યાગ ન કરવો જોઈએ. કારણ કે પરિગ્રહ (વસ્ત્રાદિ) રાખવાથી ઘણા ઘણા દોષો આવે છે. માટે વસ્ત્ર ત્યજી દેવું જોઈએ અને નગ્નતા જ વધારે ઉપકાર કરનારી છે. તે જ સ્વીકારવી જોઈએ.
તથા વળી ખુદ તીર્થકર ભગવંતો જેઓ સંયમમાર્ગનું પ્રતિપાદન કરનારા છે તેઓ અલક જ હોય છે. માટે અચેલક થવું અને જિનકલ્પ આદરવો એ જ કલ્યાણકારી માર્ગ
(
9
આગમશાસ્ત્રોમાં પણ “નતાનપરિષદો નિઃ” આ પ્રમાણે આગમશાસ્ત્રોમાં કહેલું છે. જિતાચલપરિષહત્વ તો જ આવે જો આ જીવ ત્યક્ત વસ્ત્રવાળો બને તો જ. તે માટે જૈન શાસ્ત્રોમાં વસ્ત્ર ત્યજીને નગ્ન જ બનવાનું કહ્યું છે. માત્ર ત્રણ કારણોસર વસ્ત્ર ધારણ કરવાનું જણાવ્યું છે પરંતુ એકાન્ત સદા વસ્ત્ર પહેરવું જ જોઈએ આમ કહ્યું નથી. તે આગમ પાઠ આ પ્રમાણે છે. “તિર્દિ હાર્દિ વલ્થ ઇન્નિા, રિવત્તિયં, હુાંછત્તાં પરીવત્તિ' ત્યાં ફ્રી એટલે લજા અથવા સંયમ, તે છે નિમિત્ત જે ધારણ કરવામાં તે હરિવત્તિયં કહેવાય છે. (૧) દુર્ગછા એટલે જાગુપ્તા-લોકનિન્દા, તે છે નિમિત્ત જેમાં તે દુર્ગછાવત્તિયં કહેવાય છે. ૨. તથા પરીષહ સહન કરવા શીત-ઉષ્ણ-દંશમશક વિગેરે પરીષહો સહન કરવાનું નિમિત્ત છે જેમાં તે પરીષહવત્તિયં ૩ કહેવાય છે.
આ પ્રમાણે ઉપર કહેલાં ત્રણ કારણસર જ વસ્ત્રો ધારણ કરાય છે. પરંતુ આવા કારણ વિના સદાને માટે વસ્ત્ર ધારણ કરવું તે ઉચિત માર્ગ નથી. તેથી અચલકતા જ કલ્યાણ કરનારી છે. આમ શિવભૂતિ મુનિએ ગુરુજીની સામે કહ્યું.
|| ૨૫૫૫-૨૫૬-૨૫૫૭ ||
Page #228
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૦૫ અવતરણ - હવે તેની સામે ઉત્તરપલ ગ્રંથકારશ્રી શરૂ કરે છે :गुरुणाऽभिहिओ जड़ जं कसाय हेऊ परिग्गहो सो ते । तो सो देहोच्चिय, ते कसाय उप्पत्तिहेउ त्ति ॥ २५५८ ॥
ગાથાર્થ - ગુરુજી વડે શિવભૂતિને કહેવાયું કે જે જે કષાયનો હેતુ હોય છે. તે તે પરિગ્રહ જ કહેવાય. તો આ શરીર પણ કષાયની ઉત્પત્તિનો હેતુ જ છે. તેથી તેને પણ પરિગ્રહ જ કહેવાશે. | ૨૫૫૮ છે.
વિવેચન :- ગુરુજી શ્રી આર્યકૃષ્ણ વડે કહેવાયું કે હે શિવભૂતિ ! જો ખરેખર જે જે કષાયનાં કારણો હોય તે તે સઘળી પણ વસ્તુ તારી દૃષ્ટિએ પરિગ્રહ જ લાગતો હોય તો તે એકાન્તમાર્ગ મુમુક્ષુ જીવોએ છોડી દેવો જોઈએ. કારણ કે પોતાનો જે દેહ છે તે જ પોતાના આત્મામાં કષાયોની ઉત્પત્તિનું કારણ છે. તે માટે શરીર તે પણ પરિગ્રહ જ થશે. અને દીક્ષા લેતાંની સાથે જ તે દેહ ત્યજવા લાયક કહેવાશે.
આ પ્રમાણે જે હોય તો અપરિગ્રહી થનારા આત્માને દીક્ષા લેતાંની સાથે જ દેહનો ત્યાગ કરવો પડશે જેથી પરિગ્રહની વાત જ રહેતી નથી. આવો અર્થ થશે. પરંતુ તે બરાબર નથી. | ૨૫૫૮ ||
અવતરણ - શું કેવળ એકલો દેહ જ પરિગ્રહ કહેવાશે એમ નહીં પણ વ્યાપકપણે સર્વે પણ વસ્તુ કષાય હેતુ હોવાથી પરિગ્રહ જ કહેવાશે. તે વાત સમજાવતાં કહે છે કે -
अत्थि व किं किंचि जए, जस्स व तस्स व कसायबीयं जं । वत्थु न होज्ज ?, एवं धम्मो वि तुमे न घेतव्वो ॥ २५५९ ॥ जेण कसायनिमित्तं जिणो वि गोसाल-संगमाइणं । धम्मो धम्मपरा वि य, पडिणीयाणं जिणमयं च ॥ २५६० ॥
ગાથાર્થ - અથવા આ જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે વસ્તુ જેને તેને પણ કષાયનું કારણ ન જ બનતું હોય ? સર્વે પણ વસ્તુઓ કોઈકને તો કષાયનું કારણ બને જ છે. અને આમ વિચારીએ તો ધર્મ પણ કરવા જેવો રહેશે નહીં (કારણ કે તે પણ કોઈકને તો કષાયનું કારણ બને જ છે.) અરે, ખુદ તીર્થંકર ભગવાન પણ ગોશાળાને તથા સંગમ આદિ દેવોને કષાયનું નિમિત્ત બન્યા જ હતા. || ૨૫૫૯ II
તેથી તે પણ ત્યજવા લાયક બનશે તથા ધર્મ, ધર્મપરાયણ સાધુસંતો તથા જિનેશ્વર પ્રભુનો મત, આ સર્વે વસ્તુઓ પણ પ્રત્યેનીક આત્માઓને તો કષાયનું નિમિત્ત બને જ છે. તેથી શું તે બધુ ત્યજવા લાયક કહેવાશે ? નહીં જ કહેવાય. તેમ અહીં પણ સમજવું. || ૨૫૬૦ ||
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૬ દિગમ્બર અવસ્થા
નિતવવાદ વિવેચન :- આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે વસ્તુ જેને તેને કષાયનું કારણ ન જ બને ? જો તું આવો જ આગ્રહ રાખીશ કે જેને તેને (અર્થાત્ કોઈને) પણ કષાયનું કારણ બને તે ન ગ્રહણ કરવા લાયક જ કહેવાય. જો આમ માનીશ તો શ્રત અને ચારિત્રના (જ્ઞાન-અને આચરણાના) ભેદથી ભિન્ન એવો ધર્મ પણ તારે સ્વીકારવા લાયક રહેશે નહીં. કારણ કે તે ધર્મ પણ કોઈકને તો કષાયનું કારણ બને જ છે.
વીતરાગ ભગવતે જણાવેલો ધર્મ તો દૂર રહો. પરંતુ ખુદ વીતરાગ ભગવંત મહાવીરસ્વામી પોતે જ ત્રણ ભુવનના બન્યું હોવા છતાં તથા નિષ્કારણ વાત્સલ્યભાવના સમુદ્ર હોવા છતાં પણ ગોશાળાને તથા સંગમ આદિ ઉપસર્ગ કરનારા જીવોને કષાયનું નિમિત્ત થયા જ હતા. વીતરાગ પરમાત્મા ત્રિભુવન બન્યું હોવા છતાં પણ જે ભારેકર્મી જીવો હોય છે તેવા જીવોને તેઓની પોતાની પ્રકૃતિથી જ ભગવાન ઉપર પણ દ્વેષભાવ થાય જ છે. તેથી જ જો આમ જ માનીશું તો વીતરાગ ભગવંતે કહેલો ધર્મ, તેમના કહેલા ધર્મને આચરવામાં જ એકનિષ્ઠાવાળા સાધુમહાત્માઓ, તથા દ્વાદશાંગી સ્વરૂપ જિનમત (જિનેશ્વર પરમાત્માએ બતાવેલો શ્રતધર્મ) આ સર્વે પણ ભાવો, ભારે કર્મી જીવોને એટલે કે દુઃખના જ એક સ્વરૂપાત્મક દીર્ઘભવ ભ્રમણાવાળા પ્રત્યેનીક જીવોને (નિહ્નવોને) કષાયનું નિમિત્ત બને જ છે. તેથી તે ધર્મ પણ ત્યજવા લાયક જ બની જશે. તથા સાધુસંતો અને જિનસિદ્ધાન્ત ઇત્યાદિ ઉપકારીભાવો પણ ત્યજવા લાયક જ બની જશે. અને આવું માનવું તે યુક્તિયુક્ત નથી.
તેથી “જે જે કષાયનું કારણ હોય તે તે ત્યજવા લાયક જ હોય” આ વાત અનૈકાન્તિક છે. નિશ્ચિત નથી. ઉપકારી ભાવો પણ અપકારી જીવોને કષાયહેતુ બને છે. તેથી તે ઉપકારી ભાવો ત્યજવા લાયક ગણાતા નથી. માટે આ બાબતનો સૂક્ષ્મતાથી તું વિચાર કર. ૨૫૫૯-૨૫૬૦ ||
અવતરણ - હવે આ દોષને દૂર કરવાની ઇચ્છાવાળા એવા પરના (શિવભૂતિના) અભિપ્રાયની શંકા કરીને પરિહાર કરતાં કહે છે.
अह ते न मोक्खसाहणमईए गंथो कसायहेऊ वि । वत्थाइ मोक्खसाहणमईए सुद्धं कहं गंथो ? ॥ २५६१ ॥
ગાથાર્થ - જો તે દેહ વિગેરે પદાર્થો મોક્ષના સાધન છે એમ સમજીને કષાય હેતુ હોવા છતાં પણ જો તે પરિગ્રહ સ્વરૂપ નથી ગણાતા. તો પછી વસ-પાત્રાદિ શુદ્ધ ઉપકરણો પણ મોક્ષનાં સાધન છે એવી મતિથી જો ગ્રહણ કરાય તો તેને ગાંઠરૂપ (પરિગ્રહસ્વરૂપ) કેમ ગણાય ? અર્થાતુ ન જ ગણાય. / ૨૫૬૧
Page #230
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૦૭ વિવેચન :- ગુરુજી કહે છે કે હે શિવભૂતિ ! જો તું હવે આમ કહે કે શરીર આદિ (આદિ શબ્દથી ઇન્દ્રિયો વિગેરે પદાર્થો) કષાયના હેતુ હોવા છતાં પણ ગાંઠરૂપ ન કહેવાય એટલે કે પરિગ્રહ રૂપે ન કહેવાય ! કારણ કે મોક્ષનાં સાધન છે આવા પ્રકારની બુદ્ધિથી તે ગ્રહણ કરાય છે માટે,
આમ જો તું કહે તો વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણો પણ શુદ્ધ (એટલે કે સાધુને કલ્પે તેવાં) જ અર્થાત્ એષણીય હોય તે જ મોક્ષનાં સાધન છે આવી બુદ્ધિ રાખવા પૂર્વક ગ્રહણ કરાય તો તે વસ્ત્ર-પાત્રાદિને ગાંઠ કેમ કહેવાય ? અર્થાત્ કેમ કરીને પણ તેને ગાંઠ ન જ કહેવાય. ન્યાય તો સર્વ સ્થાને સમાનજ પ્રવર્તે માટે વસ-પાત્રાદિ રાખવાં તે કષાય હેતુ હોવાથી પરિગ્રહરૂપ છે. આમ કહેવું તે જરાપણ ઉચિત નથી. યુક્તિસિદ્ધ નથી. ૨૫૬II
मुच्छाहेऊ गंथो जइ तो देहाइओ कहमगंथो ? । मुच्छावओ, कई वा गंथो, वत्थादसंगस्स ॥ २५६२ ॥ अह देहाहाराइसु न मोक्खसाहणमईए ते मुच्छा । का मोक्खसाहणेसुं मुच्छा वत्थाइएसुं तो ? ॥ २५६३ ॥ अह कुणसि थुल्लवत्थाइएसुं मुच्छं धुवं सरीरे वि । अक्केज्जदुल्लभयरे काहिसि मुच्छं विसेसेणं ॥ २५६४ ॥
ગાથાર્થ:- જો વસ્ત્ર-પાત્રાદિ મૂછનો હેતુ છે માટે ગ્રંથિ રૂપ છે. (રાગ દ્વેષની ગાંઠ રૂપ છે.) હે શિવભૂતિ ! આમ જો તું કહીશ તો મૂછવાળા એવા તને શરીરાદિ અગ્રંથ રૂપ કેમ કહેવાશે ? અથવા અનાસક્ત આત્માને શરીર તથા વસ્ત્રાદિ ગ્રંથિરૂપ કેમ કહેવાય. || ૨૫૬૨ //
હવે જો તું એમ કહે કે શરીરાદિ સાચવવામાં અને આહારાદિ ગ્રહણ કરવામાં તે શરીરાદિ તથા આહારાદિ મોક્ષનાં સાધન છે આવી બુદ્ધિ હોવાથી મૂછ નથી. તો મોક્ષના જ સાધનભૂત એવા વસ્ત્ર અને પાત્ર આદિ પદાર્થો પ્રત્યે મૂછ કેમ હોય ? અર્થાત્ ન જ હોય. ૨૫૫૬૩
હે શિવભૂતિ ! જો તું સ્થૂલ એવા વસ્ત્ર-પાત્રાદિને વિષે મૂછ છે એમ કહે છે. તો જે બજારમાંથી ખરીદી ન શકાય તેવા અને અતિશય દુર્લભતર એવા શરીરને વિષે તો તું વિશેષે મૂછ કરીશ. (એટલે દેહાદિને પણ પરિગ્રહ જ માનવો પડશે.) ૨૫૬૪
વિવેચન - આ સર્વે ગાથાઓ જો કે સુગમ છે. તો પણ કંઇક સમજાવાય છે. જે વસ્ત્ર-પાત્રાદિ રાખવાં તે મૂછ હેતુ છે. માટે પરિગ્રહ કહેવાતો હોય અને પરિગ્રહ
Page #231
--------------------------------------------------------------------------
________________
દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ
૨૦૮
હોવાથી ત્યજવાલાયક ગણાતો હોય તો મૂર્છાવાળા જીવને તો હવે કહેવાતી યુક્તિઓ વડે દેહ અને આહારાદિ તો વિશેષે કરીને મૂર્છાનો હેતુ હોવાથી અગ્રન્થિ (અપરિગ્રહ) છે આમ કેમ કહેવાય ? પરંતુ વિશેષ મૂર્છા હેતુ હોવાથી ગ્રન્થ જ (પરિગ્રહ જ) કહેવાશે. તેથી વસ્ર-પાત્રાદિ કરતાં સૌથી પ્રથમ દેહ અને આહારાદિનો પણ ત્યાગ કરવો જોઈએ.
અથવા મમત્વ અને મૂર્છાથી રહિત હોવાના કારણે આસક્તિ વિનાના સાધુને વસ્ત્રપાત્રાદિ રાખવામાં તારા વડે ગ્રન્થિ (રાદ્વેષની ગાંઠ) કેમ કહેવાય છે ? આ વસ્રપાત્રાદિ રાખવાં તેને ગ્રન્થિ છે આમ કેમ મનાય છે ? તેવા પ્રકારના સાધુને તે વસ્ત્રપાત્રાદિ ગાંઠરૂપ બનતા પણ નથી. અને કહેવાતા પણ નથી. પરંતુ સંયમમાં સહાયક માનવા જોઈએ.
હવે કદાચ તું એમ કહે કે દેહ અને આહારાદિ લેવામાં તને મૂર્છા નથી. એમ દેખાતુ હોય. કારણ કે તે આહારાદિ અને દેહાદિ મોક્ષના સાધન તરીકે જ ગ્રહણ કરાય છે બીજી કોઈ મોહક બુદ્ધિથી દેહાદિ અને આહારાદિ ગ્રહણ કરાતાં નથી આમ જો તું કહે છે. અને માને જ છે. તો વસ્ર-પાત્રાદિ પણ મોક્ષના સાધન તરીકે જ સાધુમહાત્માઓ રાખે છે. આમ મોક્ષની સાધનતાપણું સમાન હોવા છતાં પણ વસ-પાત્રાદિમાં તને ક્યાં મૂર્છા દેખાય છે ? અર્થાત્ મૂર્છા છે જ નહીં. માત્ર શરીરના સાધન તરીકે જ તેનો ઉપયોગ કરાય છે. માટે અપરિગ્રહતા જ કહેવાય.
હવે જો તને વસ્ર-પાત્રાદિમાં નીચેનાં ૬ કારણોસર મૂર્છા જ દેખાતી હોય. (૧) સ્થૂલ દ્રવ્ય છે અને આત્માથી ભિન્ન પદાર્થ છે એકાકારતા નથી. (૨) ક્ષણમાત્રમાં જ અગ્નિ દ્વારા નાશ કરી શકાય તેવાં વસ્ર-પાત્રાદિ છે. (૩) ચોરાદિ વડે ચોરીને લઈ જઇ શકાય તેવાં છે. (૪) ફરીથી ગૃહસ્થો પાસેથી મેળવવાં સુલભ છે. શરીર એટલું સુલભ નથી. (૫) કેટલાક દિવસો પછી વાપરતાં વાપરતાં જ ફુટી-તુટી જઇને નાશ જ પામનારાં છે. (૬) શરીર કરતાં અત્યન્ત અસાર છે. (બીકિંમતી છે) આમ આવા પ્રકારના છ કારણોસર બહુ મહત્ત્વનાં નથી. છતાં જો તને તેના ઉપર મૂર્છા થાય છે આમ જ દેખાય છે અને આ કારણે જ તું નગ્નતાને આગળ કરે છે તો શરીર ઉપર તો વિશેષે જ મૂર્છા થશે.
ક્યા કારણે શરીર ઉપર વિશેષ મૂર્છા થશે ? તો તેનો ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે અનુમત્તે । અક્રય હોવાથી (ખરીદી શકાય તેવું ન હોવાથી) અને દુર્લભતર હોવાથી શરીર ઉપર તો વિશેષ મૂર્છા થશે જ. કારણ કે આ શરીર ધન દ્વારા ક્યાંયથી પ્ય નથી. (ખરીદી શકાતું નથી. ક્રય વડે લભ્ય નથી. (પૈસા આપવાથી
Page #232
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૦૯ વસ્ત્રાદિની જેમ શરીર ખરીદી શકાતું નથી.) આ કારણથી જ વસ્ત્રાદિથી શરીર એ ઘણું જ દુર્લભતર છે.
તથા (૧) શરીર તે જો કે આત્માથી ભિન્ન પદાર્થ છે તો પણ વસ્ત્રાદિની અપેક્ષાએ અન્તરંગ પદાર્થ છે (૨) વસ્ત્રાદિ કરતાં આ શરીર ઘણા દિવસ રહેનાર છે. (૩) શરીર તે વસ્ત્રાદિ કરતાં વિશિષ્ટતર કાર્ય કરનાર છે ઇત્યાદિ. કારણોને લીધે શરીર ઉપર તું વિશેષ મૂછને કરીશ. માટે મૂછના કારણે જો વસનો ત્યાગ કરીને નગ્નતા સ્વીકારાતી હોય તો વસ્ત્ર કરતાં પણ દેહનો જ ત્યાગ પ્રથમ કરવો જોઇએ. કારણ કે તે વિશેષ મૂછનું કારણ છે.
પ્રશ્ન :- હવે કદાચ દિગંબરપક્ષવાળા આવો પ્રશ્ન કરે કે દેહાદિ માત્રમાં જે મૂછ છે તે ઘણી જ અલ્પ મૂછ છે. વસ્ત્રાદિ પરિગ્રહ ઉપરની જે મૂછ છે તે અતિશય ઘણી મૂછ છે. તેથી દેહાદિની જ માત્ર મૂછ હોતે છતે પણ તે મૂછ અલ્પમાત્રાવાળી હોવાથી નગ્ન સાધુઓ (અર્થાત્ દિગંબર સાધુઓ) અવશ્ય સિદ્ધિપદને પામશે. પરંતુ તમે શ્વેતાંબર સાધુઓ વસ્ત્રાદિ ઘણી વસ્તુઓ રાખતા હોવાથી બહુ પરિગ્રહવાળા છો તેથી તમે સિદ્ધિ પદને નહીં જ પામો. બહુ જ પરિગ્રહવાળા હોવાથી.
ઉત્તર :- દિગંબરે ઉપર કહેલી દલીલ બરાબર નથી. કારણ કે વસ્ત્રાદિ રાખે તે વધારે પરિગ્રહવાળા અને નગ્ન રહે તે અલ્પપરિગ્રહવાળા છે. આ વાત સર્વથા ખોટી છે / ૨૫૬૨-૨૫૬૩-રપ૬૪ |
वत्थाइगंथरहिया, देहाऽऽहाराइमित्तमुच्छाए । तिरिय-सबरादओ नणु, हवंति निरओवगा बहुसो ॥ २५६५ ॥ अपरिग्गहा वि परसंतिएसु, मुच्छा-कसाय-दोसेहिं । अविणिग्गहियप्पाणो, कम्ममलमणंतमज्जति ॥ २५६६ ॥ देहत्थवत्थ-मल्लाऽणुलेवणाऽऽभरणधारिणो केइ । उवसग्गाइसु मुणओ निस्संगा केवलमुर्विति ॥ २५६७ ॥
ગાથાર્થ - તિર્યંચો તથા ભિલ્લ વિગેરે હલકી જાતિના મનુષ્યો વસ્ત્રાદિ પરિગ્રહથી રહિત હોવા છતાં પણ શરીર અને આહારાદિની મૂછ વડે ખરેખર બહુજ વાર નરકમાં ઉત્પન્ન થનારા બને જ છે. તે ૨૫૬૫ ||
તિર્યંચો તથા ભિલ્લ આદિ હલકી પ્રકૃતિવાળા લોકો અર્થાતુ અનિગ્રહભૂત છે આત્મા જેનો એવા તે લોકો ધનાદિનો બહુ પરિગ્રહ ન હોવા છતાં પણ (એટલે
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૦ દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ અપરિગ્રહવાળા હોવા છતાં પણ) પારકાની સંપત્તિ આદિ ઉપર મૂછ કષાયાદિ દોષો વડે અનંતા એવા કર્મમલને ઉત્પન્ન કરે છે. ર૫૬૬ll
ઉપસર્નાદિ આવે ત્યારે જ દેહને ટકાવવા માટે જ વસ્ત્ર-માળા-અનુપાલન તથા આભરણ વિગેરે ધારણ કરવા છતાં પણ કેટલાક મુનિઓ નિસંગ (નિર્મોહી) રહ્યા છતા કેવલજ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત કરનારા બને છે || ૨૫૬૭ |
વિવેચન :- તિર્યંચો (પશુ-પક્ષીઓ) તથા ભિલ્લ વિગેરે લોકો સામાન્યથી અલ્પ પરિગ્રહવાળા જ હોય છે. તથા ઢેઢ-કોળી-રબારી વિગેરે શેષ મનુષ્યો પણ મહાદરિદ્રતાથી પીડાયેલા, ક્લિષ્ટ મનવાળા, તેવા પ્રકારનો વિશિષ્ટ નથી પરિગ્રહ જેને તેવા મનુષ્યો પણ આત્માનો નિગ્રહ જેણે નથી કર્યો એવા જીવો લોભાદિ કષાયોના સમૂહને પરવશ થયા છતા પોતે દરિદ્ર હોવા છતાં પણ પારકાના વૈભવોને દેખીને તેના ઉપર મૂછ અને કષાયાદિ દોષો સેવીને અનન્ત કર્મલને બાંધનારા બને છે.
ઉપર કહેલા જીવો અલ્પ પરિગ્રહવાળા છે. પરંતુ કાષાયિક ચિત્ત વડે ઘણાં ચીકણાં કર્મો બાંધે છે તથા બહુવાર નરકમાં જવાના અતિથિ બને છે પણ તમારા સિદ્ધાન્ત પ્રમાણે તો તેઓ વસ્ત્રાદિ રાખતા નથી એટલે નગ્ન જ હોય છે તે માટે તુરત જ મુક્તિ પ્રાપ્ત કરનારા બની જવા જોઈએ. પરંતુ આમ બનતું નથી. - તથા બીજા કેટલાક મહામુનિઓ કોઈ કોઈ મનુષ્યો વડે ઉપસર્નાદિ આવશે. નગ્ન શરીર જોઈને ઘણાં ઉપસર્ગો કરશે. એવી બુદ્ધિ રાખીને શરીર ઉપર ઢાંકેલાં મહામૂલ્યવાળાં વસ્ત્રો હોય તથા આભરણો-માળા-વિલેપન આદિ હોય તો પણ પરિણામની ધારા સર્વસંગથી મુક્ત છે જેની એવા તથા નિગ્રહવાળો થયો છે આત્મા જેનો એવા તથા જિત્યા છે લોભ આદિ કષાય રૂપી શત્રુઓ જેણે એવા તે મુનિઓ નિર્મળ કેવળજ્ઞાન રૂપ પ્રકાશ પ્રાપ્ત કરીને ભરત મહારાજા આદિની જેમ સિદ્ધિપદને પ્રાપ્ત કરે જ છે.
સારાંશ કે વસ્ત્રાદિ વિનાના લગભગ નગ્નપ્રાય દેખાતા ભિલ્લ લોકો અને તિર્યંચો નરકમાં ડુબી જાય છે અને લોકો અમને ઉપસર્ગ કરે તો અમારા કર્મો તુટે એવી બુદ્ધિથી શરીર ઉપર અલંકારાદિની શોભા કરનારા મુનિઓ નિર્લેપ દશાવાળા જ રહે છે તે શરીરની શોભાવાળા હોવા છતાં પણ સંસાર તરે છે.
તે કારણથી જેનો આત્મા પોતાને વશ નથી એવા અને ભારે કર્મી આત્માઓનું આ નગ્નપણે મુક્તિ પ્રાપ્તિમાં અકિંચિકર છે. (નિષ્ફળ જ છે.) આમ જાણવું. || ૨૫૬૫-૨૫૬૬-૨૫૬૭ ||
Page #234
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિર્ભવ શિવભૂતિ મુનિ
૨૧૧
અવતરણ :- ભયનું કારણ હોવાથી વસ્ત્રો છોડવા લાયક છે આમ જે ઉપર દિગંબર તરફથી કહેવામાં આવ્યું છે. ત્યાં ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં જણાવે છે કે :
जइ भयहेऊ गंथो, तो नाणाईण तदुवघाईहिं । भयमिह ताइं गंथो, देहस्स य सावयाईहिं ॥ २५६८ ॥
अह मोक्खसाहणमईए, नो भयहेऊ वि ताणि ते गंथो । वत्थाइ मोक्खसाहणमईए सुद्धं कहं गंथो ? ॥ २५६९ ॥
ગાથાર્થ :- જો એમ કહો કે જે જે ભયનો હેતુ હોય તે તે ગ્રંથિ છે (રાગ-દ્વેષનું કારણ છે) તો જ્ઞાનાદિ આત્મગુણોનો પણ તેના ઉપઘાતક એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોથી ભય છે જ. તેથી તે ગુણોનો સંગ્રહ કરવો તે પણ ગ્રન્થિ કહેવાશે. તથા શ્વાપદાદિપ્રાણીઓથી દેહ પણ ભયહેતુ છે તેથી દેહ રાખવો તે પણ ગ્રન્થિ કહેવાશે ॥ ૨૫૬૮ ॥
હવે જો તું એવો વિચાર કરે કે ભયનો હેતુ હોવા છતાં પણ દેહ એ મોક્ષનું સાધન છે. આવી બુદ્ધિથી તે જ્ઞાનાદિ ગુણોનો સંગ્રહ કરવો કે દેહની રક્ષા કરવી તે ગ્રન્થિ કહેવાતી નથી તો પછી મોક્ષનું સાધન છે આવી બુદ્ધિથી શુદ્ધ એવાં વસ્ત્રાદિ જો રખાય તો તેને ગ્રન્થિ કેમ કહેવાય ? ||૨૫૬૯ી
--
વિવેચન :- જે જે ભયહેતુ હોય (ચોરાઇ જવાનો ભય, લુંટાઇ જવાનો ભય, બળી જવાનો ભય ઇત્યાદિ ભયનું કારણ જ્યાં જ્યાં હોય (વસ્ત્રાદિ રાખવામાં આવાં કારણો છે માટે) ત્યાં ત્યાં રાગ અને દ્વેષની ગ્રન્થિ થાય. આમ કહીને હે દિગંબર શિવભૂતિ! જો તું વસ્રો ત્યજી નગ્ન થવામાં ઉપર મુજબ દલીલ કરે છે તો જ્ઞાન-દર્શન-ચારિત્ર ઇત્યાદિ આત્મગુણોનો પણ તેનો ઉપઘાત કરનારાં જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને બન્ને પ્રકારનું મોહનીય કર્મ ઇત્યાદિ થકી સદા ભય રહે જ છે તે માટે સદાને માટે વસ્ત્રની જેમ આ ગુણો પણ ત્યજવા જેવા જ છે આમ માનવું પડશે.
તથા દેહ (શરીર) છે તો શ્વાપદ આદિ પ્રાણઘાતક પ્રાણીઓથી સદા ભય રહે જ છે તે માટે દીક્ષા લેતાંની સાથે જ ભય હેતુ હોવાથી દેહનો પણ ત્યાગ જ કરવો જોઇએ અન્યથા તે પણ ગ્રન્થિ જ (પરિગ્રહ જ) કહેવાશે.
હવે જો કદાચ તું આવો બચાવ કરે કે જ્ઞાનાદિ આત્મગુણોને સાચવવામાં તથા દેહને સાચવવામાં ભય હેતુ હોવા છતાં પણ મોક્ષનાં સાધનો છે. માટે તેને તો સાચવવાં જ જોઇએ આવો જો તું બચાવ કરે તો શુદ્ધ એવાં વસ્ત્ર-પાત્રાદિ-પણ સંયમી જીવન જીવવામાં મોક્ષનાં સાધન માત્ર જ છે. આવી બુદ્ધિ રાખીને જો તેને સાચવવામાં આવે
Page #235
--------------------------------------------------------------------------
________________
દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ
૨૧૨
તો ગ્રન્થિ (પરિગ્રહ) કેમ કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય. આ બાબત તું સૂક્ષ્મદૃષ્ટિથી
વિચાર. ॥ ૨૫૬૮-૨૫૬૯ ||
અવતરણ :- ગાથા નં. ૨૫૫૫ના ઉત્તરાર્ધમાં જે આમ કહેવામાં આવ્યું કે “પળિો ભાવમુ-ભવાયા ત્તિ” વસ્ત્રાદિ રાખવાં તે પરિગ્રહ છે. કષાય હેતુ છે. મૂર્છા હેતુ છે અને ભયાદિનું કારણ છે ત્યાં તે ગાથામાં આવિ શબ્દથી હે શિવભૂતિ ! તે સંગ્રહીત કરેલી જે આવી દલીલ છે કે વસ્ત્રાદિ ચોરાઇ જશે-લુંટાઈ જશે ઇત્યાદિ વિચારો આવે તેટલા માટે તેનું સંરક્ષણ કરવાનું મન થાય તે સંરક્ષણાનુંબંધી રૌદ્રધ્યાનનું કારણ બને માટે તે વસ્ત્ર-પાત્રાદિ રાખવાં જોઇએ નહીં ત્યજવાં જ જોઇએ આવી દલીલ જો તું કરે તો તે દલીલનો પરિહાર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે :
सारक्खणाणुबंधो, रोद्दज्झाणं ति ते मई हुज्जा । तुल्ल मियं देहाइसु, पसत्थमिह तं तहावि ॥ २५७० ॥
जे जत्तिया पगारा, लोए भयहेअवो अविरयाणं । ते चेव य विरयाणं, पसत्थ भावाण मोक्खाय ।। २५७१ ॥
ગાથાર્થ :- વસ્રાદિ હોય તો તેને સાચવવાના પરિણામ સ્વરૂપ સંરક્ષણાનુબંધી નામનું રૌદ્રધ્યાન આવી જાય માટે વસ્રાદિ ન રાખવાં જોઇએ. આવી જો તું દલીલ કરતો હોય તો શરીરાદિ (શરીર-જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણો) સાચવવામાં પણ રૌદ્રધ્યાન થવાનો દોષ તો તુલ્ય જ છે. માટે તે પણ ન રાખવાં જોઈએ હવે કદાચ તું એમ કહે કે દેહાદિ (શરીર-જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણો) તો મોક્ષનું પ્રબળતર સાધન છે માટે જયણાપૂર્વક તેનું સંરક્ષણ કરવું તે રૌદ્રધ્યાન ન કહેવાય પરંતુ તે સંરક્ષણ તો પ્રશસ્ત છે માટે કરવા જેવું છે તો તેવું સંરક્ષણ અહીં પણ (વસ્રાદિ રાખવામાં પણ) મોક્ષની સાધનારૂપે તુલ્ય જ છે. ॥ ૨૫૭૦ |
તથા આ લોકમાં અવિરતિ જીવોને જે જે અને જેટલા જેટલા ભયનાં કારણો છે. તે તે અને તેટલા તેટલા ભાવો પ્રશસ્ત ભાવવાળા વિરતિધર મહાત્માઓને મોક્ષનું કારણ બને જ છે. ॥ ૨૫૭૧ ॥
વિવેચન :- અહીં જૈન આગમશાસ્રોમાં રૌદ્રધ્યાન ચાર પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે “બ્સે જિતં રોદ્દન્સાનું ? ોદ્દન્તાને ચદ્દેિ પન્નત્તે, તું બહા-હિંસાનુબંધી, મોસાળુવંધી, તેયાબંધી, સાવલળાનુબંધી” તે રૌદ્રધ્યાન શું છે ? તે ચાર પ્રકારે છે હિંસાનુબંધી મૃષાનુબંધી સ્તેયાનુબંધી તથા સંરક્ષણાનુબંધી ત્યાં (૧) હિંસાનો એટલે કે પ્રાણીઓના વધનો જ અનુબન્ધ એટલે કે નિરન્તર સતત વિચારો વર્તે છે જ્યાં તે હિંસાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે. (૨) મૃષા એટલે જુઠુ બોલવું તેના જ સતત વિચારો
Page #236
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિતવ શિવભૂતિ મુનિ
૨૧૩ વર્તે છે જયાં તે મૃષાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે. (૩) સ્નેય એટલે ચોરી કરવી તેના જ સતત વિચારો વર્તે છે જ્યાં તે તેયાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે. તથા (૪) સંરક્ષણના વિચારો એટલે કે ચોર આદિથી (ચોરથી, રાજાથી, ભાગીદારોથી, અને કુટુંબીઓ આદિથી) પોતાના ધનના સંરક્ષણની સતત ચિંતા-વિચારણા કરવી તે સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે.
આ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન એ રૌદ્રધ્યાનનો ચોથો ભેદ છે. વસ્ત્ર અને પાત્રાદિ પૌલિક સામગ્રી જો રાખે તો આ સંરક્ષણાનુબંધી નામનું રૌદ્રધ્યાન થવાનાં કારણો હોવાથી અવશ્ય રૌદ્રધ્યાન થાય જ છે. તે માટે વસ્ત્ર-પાત્ર રાખવાં તે રૌદ્રધ્યાનનું કારણ બને છતે દુર્ગતિનું કારણ બને જ છે તે માટે સાધુ થનાર જીવે જેમ શસ્ત્રાદિ રખાતાં નથી. તેમ વસ્ત્ર-પાત્રાદિ પણ રાખવાં જોઈએ નહીં આવી દલીલ હે શિવભૂતિ ! તું કદાચ કરે.
તો મૂર્ખ ! ઉપર કહેલી યુક્તિ પ્રમાણે તો દેહાદિમાં પણ રૌદ્રધ્યાન થવાની આપત્તિ સમાન જ આવશે. કારણ કે જેમ વસ્ત્રો ચોરાઈ જાય. આગથી બળી જય લુંટાઈ જાય એવા ભયથી જો ન રખાતાં હોય અને નગ્નતા સ્વીકારાતી હોય તો શરીરાદિમાં પણ પાણીનો, અગ્નિનો, શારીરિક મેલનો, શ્વાપદોનો, સર્પનો, વિષનો, અને કાંટા આદિ લાગવાનો ભય તો રહે જ છે. સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન તો ત્યાં પણ રહ્યું જ છે. આ કારણથી વસ્ત્ર-પાત્રની જેમ શરીરાદિનો (શરીર જ્ઞાન-દર્શન અને ચારિત્રનાં સાધનોનો) પણ દીક્ષા લેતાંની સાથે જ ત્યાગ કરવો જોઇએ. આવી આપત્તિ તમને આવશે.
પ્રશ્ન :- અહીં કદાચ હે શિવભૂતિ ! તું આવો બચાવ કરે કે દેહાદિ (શરીર-જ્ઞાનદર્શનચારિત્રાદિ) તો મોક્ષની સાધનાનું અંગ છે (કારણ છે) તે માટે જયણા પૂર્વક તેનું સંરક્ષણ કરવું તે તો પ્રશંસનીય છે. પણ દોષ માટે થતું નથી. રૌદ્રધ્યાન કહેવાતું નથી.
ઉત્તર :- તો, જો આમ છે તો તે જ રીતે જૈન આગમશાસ્ત્રોમાં કહેલી નીતિ-રીતિ મુજબ જયણા સાચવવા પૂર્વક વસ્ત્ર-પાત્રાદિ રાખવામાં પણ સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન કેમ કહેવાય ? અર્થાત તેને પણ પ્રશસ્ત ધ્યાન કેમ ન કહેવાય ? આ કારણથી જેમ શરીર અને જ્ઞાનાદિ ગુણો ત્યાય નથી. તેની જેમ જ વસ-પાત્રાદિ પણ ત્યાજય કેમ બને? અર્થાત્ ત્યાજય બનતાં નથી જ.
પ્રશ્ન :- હવે કદાચ હે શિવભૂતિ ! તું આવો બચાવ કરે કે વસ્ત્ર પાત્ર રાખવાં તે પરિગ્રહ છે મૂછદિ (મૂછ અને કષાયાદિ)નું કારણ છે. અને મૂછદિ દોષો થવાના
Page #237
--------------------------------------------------------------------------
________________
દિગમ્બર અવસ્થા
નિર્તવવાદ
૨૧૪
કારણે ભવમાં ભમાડવાનું પણ કારણ છે. આ વાત જગતમાં અતિશય પ્રસિદ્ધ છે. આ ઘણી જાણીતી વાત છે તેથી જો સાધુ વસ્ર-પાત્રાદિનો પરિગ્રહ રાખે તો તે મૂર્છાદિદોષો કેમ ન થાય ? અર્થાત્ થાય જ. તે માટે સાધુએ વસ્ર-પાત્રાદિ પૌદ્ગલિક પદાર્થો ન રાખવાં જોઇએ ? પણ નગ્ન જ રહેવું જોઇએ તથા કરપાત્રી જ બનવું જોઈએ.
ઉત્તર ઃ- આ સંસારમાં શયન-પાન-ભોજન-અવસ્થાનમન-વચન અને કાયાની ચેષ્ટા વિગેરે ભાવો અવિરતિ જીવોના (અપ્રશસ્ત અધ્યવસાય વાળા અસંયમી જીવોના આ સર્વે ભાવો) લોકમાં ભયના હેતુઓ કહેવાય છે તે જ શયન-પાનાદિ સર્વે પણ ભાવો પ્રશસ્ત અધ્યવસાયવાળા એવા સાધુસંતોને મોક્ષને માટે જ થાય છે. અસંયમી જીવો ઉપરોક્ત સર્વવસ્તુઓને મોહથી સ્વીકારે છે અને મોહપૂર્વક સેવન કરે છે જ્યારે સાધુસંતો તે જ સર્વ વસ્તુઓને નિર્મોહ ભાવે અને સંયમની રક્ષા અર્થે સેવે છે. પણ મોહથી નહી. માટે જ તે વસ્તુઓ તેઓને મોક્ષ માટે જ થાય છે જો મોહથી વસ્ત્ર-પાત્રાદિ રાખતા હોત તો રેશમી અને ભભકાદાર વસ્રો કેમ ન રાખત ? ગૃહસ્થની જેમ સોના-ચાંદીનાં પાત્રો કેમ ન રાખત ? માટે મોહથી રાખતા નથી. પરંતુ જયણા માટે અને વિકારોને રોકવા માટે વસ્ર-પાત્રાદિ રાખે છે તે માટે મોક્ષનું જ કારણ બને છે પણ મોહનું કારણ બનતા નથી.
તે કારણથી મૂલથી ઉચ્છેદ કર્યો છે લોભાદિ કષાયોનો અને ભયમોહનીયાદિ દોષોને જેણે એવા સાધુસંતોને વસ્ર-પાત્રાદિ સ્વીકારવા છતાં પણ સામાન્ય ગૃહસ્થ માણસની જેમ તારો કહેલો ભયનો કે મોહનો કે વિકારોનો કોઈ દોષ લાગતો નથી. II૨૫૭૦-૨૫૭૧૦
અવતરણ :- જો વસ્ત્રાદિ રાખવાં તે ગ્રન્થિ છે. મૂર્છાદિનાં હેતુ હાવાથી કનકાદિની જેમ (સુવર્ણ આદિની જેમ) આ પ્રમાણે અનુમાન કરવા વડે અને હેતુ તથા દેષ્ટાન્ત માત્ર રજી કરવા વડે વસ્ત્રાદિનું ગ્રન્થિ પણું તું સિદ્ધ કરતો હોય તો તો અમે પણ તે હેતુ અને દેષ્ટાન્ત જણાવવા દ્વારા કનકાદિનું અગ્રન્થિપણું પણ સાધી શકીએ છીએ તે આ પ્રમાણેઃ
आहारोव्व न गंथो, देहत्थं ति विस घायण ट्ठाए ।
.
कणगं पितहा जुवई, धम्मं ते वासिणी मेत्ति ॥ २५७२ ॥
ગાથાર્થ :- કનક (સુવર્ણ) તથા યુવતિ (પત્ની) મારી (ધર્મ દ્વારા અન્નેવાસી બનેલી) આ બન્ને વસ્તુઓ પણ ગ્રન્થિરૂપ નથી. દેહને ઉપકારી હોવાથી તથા વિષનો ઘાતક હોવાથી, આહારની જેમ આ અનુમાન છે ॥ ૨૫૭૨ ॥
વિવેચન :- જો અનુમાન માત્ર રજુ કરવાથી વસ્ત્ર અને પાત્રને તું પરિગ્રહ તરીકે સિદ્ધ
-
કરતો હોય તો તેવા અનુમાન માત્રથી તો કંચન અને કામિની પણ અપરિગ્રહ જ છે. આવું
Page #238
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિતવ શિવભૂતિ મુનિ
૨૧૫ અમે પણ સિદ્ધ કરી શકીએ છીએ. તે આ પ્રમાણે :- કંચન અને કામિની આ બન્ને પદાર્થો ગાંઠરૂપ નથી. કારણ કે પત્ની તે પુરીષના શરીરની સારસંભાળ કરનાર હોવાથી જરૂરી છે. અને કંચન જે છે તે વિષનો ઘાત કરનાર હોવાથી જરૂરી છે. આહારની જેમ આવાં બન્ને અનુમાન થઈ શકે છે.
પલ્લી : (પ્રતિજ્ઞા), રેઢાર્થતંત્ત (હાયોગન) (હેતુ),મહાવત્ ઉદાહરણ. તથા જીન ૧ પ્રસ્થ, (પ્રતિજ્ઞા) વિષપાતવાન્ હતુ) માદારવત્ (ઉદાહરણ)
ઉપર મુજબ બન્ને અનુમાન થઈ શકે છે. ટીકાના પદોના અર્થ આ પ્રમાણે છે. કનક અને મારા નાત-જાતના રીત રીવાજ મુજબ મને પ્રાપ્ત થયેલી. મારી સાથે રહેનારી મારી પત્ની, આ બન્ને તત્ત્વોને સ્વીકારતાં મને ગ્રન્થિ (ગાંઠ)રૂપ બનતાં નથી. (ન્યાયની ભાષામાં આ પ્રતિજ્ઞા થઈ).
રેઢાર્થત્યાત્ આ હેતુ છે. દેહનો ઉપકાર કરનાર છે મારા શરીરને સાચવનાર છે આ હેતુ થયો. આહારની જેમ, આ ઉદાહરણ થયું.
પ્રશ્ન :- પત્ની તો શરીર સાચવવામાં ઉપકારી છે આ વાત જાણીતી છે પરંતુ કનક કેવી રીતે દેહને ઉપકારી છે ? તે સમજાવો
ઉત્તર :- કનક તે વિષનો ઘાત કરનાર છે માટે પુરુષાદિને ઉપકાર કરનાર છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે :
विसधाय-रसायन-मडगल-च्छविनए पयाहिणावत्ते । गुरुए अ डझकुठे, अट्ठ सुवण्णे गुणा होति ॥ १ ॥
સુવર્ણમાં આઠ ગુણો છે. (૧) વિષઘાત. (૨) રસાયણતા. (૩) માંગલિકતા. (૪) કાન્તિમત્તા, (૫) નીતિમત્તા, (૬) પ્રદક્ષિણાવર્તતા, (૭) ગુરુતા (મોટાઈ), (૮) અને દિગ્ધદુષ્ટતા.
કનક અને યુવતિ વિગેરે ગાંઠ કહેવાતાં નથી. દેહને ઉપકારી હોવાથી આહારની જેમ આવા પ્રકારનું અનુમાન થઈ શકે છે. ૨૫૭૨ //
અવતરણ - જે ખરેખર આમ જ છે. તો ગ્રન્થ અને અગ્રન્થના વિભાગની વાત જ સમાપ્ત થાય છે. કારણ કે ગ્રન્થ તરીકે અતિશય પ્રસિદ્ધ એવા પણ કનકાદિને તમારા વડે અગ્રન્થ તરીકે સિદ્ધ કરાય છે. અને અગ્રન્થ તરીકે મને માન્ય એવા શરીરાદિને “ઃ પ્રજ: રૂપાયાવિહેતુત્વત, નરવા” આવું અનુમાન કરીને તમે તેને ગ્રન્થ તરીકે સિદ્ધ કરો છો. તેથી મને તો આ વિષયમાં કંઈ સમજ જ પડતી નથી કે ગ્રન્થ શું? અને અગ્રન્થ શું? તેથી હવે તમે જ સમજવો કે ગ્રન્થ શું છે ? અને અગ્રન્થ શું છે ? આ પ્રમાણે સાચું તત્ત્વ જાણવાની જિજ્ઞાસાવાળા બનેલા અને તેથી જ કંઈક નજીક આવેલા
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૬
દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ
શિષ્યને પર એવા તેના તરફના વચનની શંકા કરવાપૂર્વક ગ્રન્થ અને અગ્રન્થનો વિભાગ સમજાવતા એવા ગુરુજી કહે છે કેઃ
तम्हा किमत्थि वत्थं, गंथोऽगंथो व सव्वहा लोए । गंथोऽगंथो व मओ, मुच्छममुच्छाहिं निच्छयओ ॥ २५७३ ॥
वत्थाइ तेण जं जं, संजमसाहणमरागदोसस्स । तं तमपरिग्गहोच्चिय, परिग्गहो जं तदुवधाई ॥ २५७२ ॥
ગાથાર્થ :- તેથી આ લોકમાં એવી કઈ વસ્તુ છે કે જે વસ્તુ એકાન્તે ગ્રન્થરૂપ જ હોય અને અગ્રન્થરૂપ જ હોય ? તેથી જ્યાં મૂર્છા થાય અને અમૂર્છા થાય તે કારણથી જ નિશ્ચયનયની દૃષ્ટિએ ગ્રન્થ અને અગ્રન્થ કહેલા છે || ૨૫૭૩ ||
જે મહાત્માને રાગ અને દ્વેષ નથી તે મહાત્માને વસ્રાદિ જે જે સંયમનાં સાધન છે તે તે અપરિગ્રહ જ છે. અને જે જે સંયમનો ઉપઘાત કરનાર છે તે તે પરિગ્રહ જ છે. || ૨૫૭૪ ||
વિવેચન :- તેથી હે શિવભૂતિ ! આ સંસારમાં એવી તે કઈ વસ્તુ છે કે જે પોતાના સ્વરૂપે એકાન્તે ગ્રન્થરૂપ જ હોય ? અથવા એકાન્તે પોતાના સ્વરૂપે અગ્રન્થરૂપ જ હોય? આવી કોઈ પણ વસ્તુ એકાન્તે ગ્રન્થરૂપ કે એકાન્તે અગ્રન્થરૂપ નથી. તે કારણથી “મુ પદ્દિો યુત્તો, રૂફ વુાં મહેસિળા” આવા પ્રકારનું શાસ્રવચન હોવાથી જ્યાં જ્યાં વસ્રપાત્ર-દેહ-આહાર અને કનકાદિ પદાર્થો ઉપર મૂર્છા થાય છે તે તે વસ્તુ ૫૨માર્થથી એટલે કે નિશ્ચયનયથી ગ્રન્થ જ છે અને જ્યાં જ્યાં રાગાદિ થતા નથી ત્યાં ત્યાં તે અગ્રન્થ છે.
આ જ વાતને વધારે સ્પષ્ટ કરતાં કહે છે કેઃ- તે કારણથી રાગ અને દ્વેષ જેને નથી એવા મહાત્માને વસ્ત્ર-પાત્ર-આહાર આદિ જે જે સંયમના સાધન તરીકે છે તે વસ્તુઓ આ મહાત્મા રાખે તો પણ તે તે અપરિગ્રહ જ છે અને જે જે વસ્તુઓ સંયમની ઘાતક છે. તે તે વસ્તુઓ કનક-સ્રી આદિ પરિગ્રહ જ છે. આમ આ વાતનું રહસ્ય છે ॥
૨૫૭૩-૨૫૭૪ ||
અવતરણ :- પરના તરફથી પ્રશ્ન કરીને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ઃकिं संजमोवयारं करेइ, वत्थाई जइ मई, सु I સીયત્તાનું તાળું, નતળ-તયાળ સત્તાનું ॥ ૨૭ ॥ तह निसि चाउक्कालं, सज्झाणज्झाणसाहणमिसीणं । મહિ-મહિયા-વાસો-મા,-યાવાનિમિત્તે ૪ ॥ ૨૭૬ ॥
Page #240
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૧૭ मयसंवरुज्जणत्थं, गिलाणपाणोवगारि वाभिमयं । मुहपत्तियाइ चेवं, परूवणिज्जं जहाजोगं ॥ २५७७ ॥
ગાથાર્થ - વસ્ત્રાદિ (વસ્ત્ર અને પાત્ર) સંયમી જીવનમાં શું ઉપકાર કરે છે ! આવો જો પ્રશ્ન થતો હોય તો તેનો ઉત્તર સાંભળ (૧) શીતાર્ત (ઠંડીથી પીડાયેલા) સાધુઓનું ત્રાણ (રક્ષા) કરે છે. (૨) અગ્નિકાય અને તૃણગત જીવોની ત્રાણ (રક્ષા) કરે છે ૨૫૭૫ II
(૩) તથા રાત્રિમાં ચાર કાલગ્રહણ કરાય છે. (૪) મહાત્માઓને સુખે સુખે સ્વાધ્યાય અને ધ્યાનની સાધના થાય છે. (૫) મણિ (હિમના કણીયા), મહિકા (ધૂમસ), વાસ (વરસાદ), ઉસ (ઝાકળ), રજ (કંઈક લાલ ધૂળ) આદિની રક્ષાના નિમિત્તે વસ્ત્ર ધારણ કરાય છે. | ૨૫૭૬ /
(૬) તથા મૃત્યુ પામેલા સાધુને ઢાંકવા માટે, (૭) મૃતક શરીરને પરઠવવા માટે, (૮) માંદા સાધુના પ્રાણોના ઉપકાર માટે તે વસ્ત્ર રાખવાનું મનાયેલું છે. આ જ પ્રમાણે મુહપત્તી તથા રજોહરણાદિ પણ સંયમના ઉપકારી અંગો છે તે યથાયોગ્ય રીતે શાસ્ત્રને અનુસારે સમજી લેવું. પણ આ સર્વે વસ્તુઓ મૂછપૂર્વક રખાતી નથી. ર૫૭૭થી
વિવેચન - વસ્ત્રાદિ સંયમમાં શું ઉપકાર કરે છે? આવો પ્રશ્ન છે શિવભૂતિ ! ધારો કે તને થાય. તો વસ્ત્રાદિથી સંયમમાં શું શું ઉપકાર થાય છે તે અમારા વડે તને કહેવાય છે તે તું સાવધાન થઈને સાંભળ :
(૧) સુતરના બનાવેલા કે ઉનના બનાવેલા વસ્ત્રો દ્વારા ઠંડીથી પીડાયેલા સાધુઓની રક્ષા કરાય છે. એટલે કે આર્તધ્યાન થવાની સંભવનું જ અપહરણ કરાય છે. (૨) તથા તાપણું કરીને ઠંડી ઉડાડવી પડત તેમાં અગ્નિકાયના જીવો અને ઘાસ આદિમાં વનસ્પતિકાયના જીવોની હિંસા થાત તે ન થાય. આ રીતે અગ્નિકાય અને વનસ્પતિકાય આદિ જીવોની રક્ષાનું પણ કારણ છે. ઉપરની વાતનો ભાવાર્થ એવો છે કે જો વસ્ત્રાદિ સાધુએ ન રાખ્યાં હોત તો ઠંડીથી પીડાયેલા સાધુઓ છાણાં આદિનો અગ્નિ કરત અથવા ઘાસ-લાકડાં આદિનો અગ્નિ કરત. તે કરવામાં તેમાં રહેલા વનસ્પતિકાય તથા કોઈ કોઈ ત્રસકાય જીવોનો ઉપઘાત અવશ્ય થાત જ, વસ્ત્રો વડે શરીર ઢાંકવાથી ઠંડી રોકી શકાય છે તેથી આ હિંસા કરવાથી બચી જવાય છે. આ રીતે અગ્નિકાય તથા તૃણાદિના જ્વલન વિના પણ ઠંડીની પીડા દૂર થઈ શકે છે. તેથી તે તે જીવોની રક્ષા થાય છે. તે ૨૫૭૫ ||
તથા (૩) “નવડ વોલ, ગહન્ને તિયં તુ વાઘબં” આવા પ્રકારનું શાસ્ત્રીય વચન હોવાથી સમસ્ત રાત્રિ જાગરણ કરતા સાધુએ ઉત્કૃષ્ટથી ચાર કાલગ્રહણ લેવા જોઇએ અને જઘન્યથી ત્રણ કાલગ્રહણ કરવાં જોઈએ હિમના કણીયા પડતા હોય ત્યારે તે ઋષિ મહાત્માઓને ચાર કાલગ્રહણ લેવાં આવું શાસ્ત્રકાર મહર્ષિઓનું વચન હોવાથી
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૮ દિગમ્બર અવસ્થા
નિતવવાદ તે કાળે વસ્ત્ર સાધુને અતિશય ઉપયોગી થાય છે તથા (૪) વસ્ત્રથી આચ્છાદિત શરીરવાળા સાધુસંતો નિર્વિને સ્વાધ્યાય અને ધ્યાનની સાધના કરી શકે છે. કારણ કે જે ઠંડીની પીડા હતી તે દૂર થાય છે તે માટે વસ્ત્રધારણ જરૂરી છે (૫) મદિ એટલે મહાવાયુ દ્વારા ઉડાયેલી સચિત્ત એવી જે રજ, તે આકાશમાંથી પડતી હોય ત્યારે તે જીવોની રક્ષાના નિમિત્તે શરીરને આચ્છાદિત કરે તેવાં અને આ પૃથ્વીકાયજીવોની રક્ષા થાય તેવાં વસ્ત્રોની આવશ્યકતા રહે જ છે.
તથા (૬) મહિલા = ધુમ્મસ (૭) વાસ (વરસાદ) (૮) ૩૪ (આકાશમાંથી પડતી ઝાકળ) એટલે કે કંઈક લાલ એવી આકાશમાંથી પડતી સચિત્ત એવી રજ. મરિ શબ્દ ગાથામાં છે ત્યારું = તેથી શરીર ઉપર પડતું દીપક આદિ સચિત્ત વસ્તુઓનું તેજ વિગેરે પદાર્થો જાણી લેવા.
આ સર્વેમાં રહેલા જે એકેન્દ્રિયાદિ જીવો છે. તેઓની રક્ષા કરવાના નિમિત્તે મુનિઓને વસ્ત્ર ધારણ કરવાનું હોય છે. | ૨૫૭૬ /
(૧) તથા જે સાધુ કાળ કરી જાય. (કાલધર્મ પામે) તે મૃતક શરીરને ઢાંકવાને માટે વસ્ત્ર રાખવામાં આવે છે. (૨) તથા તે મૃતક શરીરનું સટ્ટાયા = કરવા એટલે શમશાન ભૂમિ ઉપર લઈ જવા માટે શ્વેત (ધોળું) ઉજ્વળ એવા વસ્ત્રથી મૃતકશરીરને ઢાંકીને લઈ જવું આવી મર્યાદા હોવાથી વસ્ત્ર હોય છે. તથા (૩) જે સાધુ માંદા હોય રોગી હોય તાવ આવ્યો હોય તેવા મુનિઓના પ્રાણોને ઉપકાર કરનારું છે આમ પરમગીતાર્થ મહાત્માઓએ જાણેલું છે. આ રીતે સાધુને નિર્મોહભાવે વસ્ત્ર ઉપકારી છે તથા મુહપત્તી અને રજોહરણ વિગેરે પદાર્થો પણ શાસ્ત્રને અનુસારે સંયમના ઉપકારી છે તે સમજી લેવું. કલ્પભાષ્યાદિ ગ્રન્થોમાં કહ્યું છે કે :
कप्पा आयप्पमाणा, अड्ढाइज्जाय वित्थडा हत्था । दो चेव सोत्तिया, उन्नियो य तइओ मुणेयव्वो ॥ १ ॥ तणगहणानलसेवा, निवारणा धम्मसुक्कज्झाणहा । दिलृ कप्पग्गहणं गिलाणमरणट्ठया चेव ॥ २ ॥ संपाइयरयरेणु पमज्जणा वयंति मुहपत्ति । नामं मुहं च बंधइ तीए वसहि पमज्जंतो ॥ ३ ॥ आयाणे निक्खेवे, ठाण निसीए तुयट्टसंकोए । पुव्वं पमज्जणा लिंगा चेव रयहरणं ॥ ४ ॥ वेउव्वऽवायडे वाइए हिए खद्धपजणणे चेव । तेसिं अणुग्गहणवा लिंगुदया य पट्टो उ ॥ ५ ॥
Page #242
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિતવ શિવભૂતિ મુનિ
૨૧૯ અર્થ :- વસ્ત્રો પોતાની ઉંચાઇ પ્રમાણેનાં, તથા અઢી હાથ વિસ્તારવાળાં બે વસ્ત્રો સુતરનાં અને ત્રીજા વસ્ત્ર ઉનનું (કાંમળી) આમ ત્રણ વસ્ત્રો જાણવાં. || ૧ ||
(જ્યારે શીયાલામાં ઘણી જ ઠંડી પડે ત્યારે તાપણું કરવા માટે તૃણગ્રહણ અને અગ્નિસેવા લેવી પડે, તે) તૃણગ્રહણ અને અગ્નિ સેવા ન લેવી પડે તેટલા માટે અર્થાત્ તે સેવાના નિવારણ અર્થે, તથા ધર્મધ્યાન અને શુક્તધ્યાન ધરવા માટે તથા ગ્લાન (માંદા) સાધુ માટે તથા મૃત્યુ પામેલા (કાલધર્મ પામેલા) સાધુના શરીરને સ્મશાન ભૂમિમાં લઈ જવા માટે વસ્ત્રનું ગ્રહણ શાસ્ત્રોમાં કહ્યું છે (૨)
આકાશમાંથી પડતાં સંપાતિક રજ રેણુની પ્રમાર્જના (રક્ષાના) અર્થે મુખ આડી મુહપત્તિ રાખવાનું જ્ઞાની પુરુષો કહે છે તથા વસતિની પ્રાર્થના કરતો સાધુ તેના વડે (મુહપત્તિ વડે) નાસિકાને અને મુખને બાંધે એમ જ્ઞાની પુરુષો કહે છે || ૩ ||
વસ્તુઓ લેવામાં, મુકવામાં, તથા ઉભા રહેવામાં, બેસવામાં, શયન કરવામાંશરીરનો સંકોચ કરવામાં, આવાં કાર્યો કરતાં પહેલાં પ્રાર્થનાના અર્થે તથા સાધુપણાના લિંગને ધારણ કરવાના અર્થે રજોહરણ રાખવાનું પણ શાસ્ત્રોમાં કહ્યું છે. | ૪ ||
તથા પુરુષચિહ્ન વિકૃત થયું હોય, અનાવૃત્ત (ખુલ્લુ) હોય ત્યારે, વાતિક બન્યુ હોય (વિકારી ભાવવાળું બન્યું હોય, ત્યારે, સ્ત્રી આદિ ભોગ્ય વસ્તુને દેખે ત્યારે થતા લિંગના ઉદયને રોક્વા માટે પુરુષવર્ગે ચોલપટ્ટો પહેરવો જોઇએ | ૫ |
આ પાંચે શ્લોકમાં પાંચમા શ્લોકમાં કેટલાક શબ્દો અપ્રચલિત શબ્દો છે તેથી ટીકાકારશ્રી તેના અર્થો ખોલે છે. પ્રજનન = એટલે પુરુષચિહ્ન, વૈળેિ = એટલે વિકાર વાળુ થયું હોય ત્યારે, પ્રવૃત્ત = ઢાંકેલું ન હોય ત્યારે અર્થાત્ ખુલ્લું શરીર હોય ત્યારે, વધારે વિકારી થાય તે રોકવા માટે દિયા ગૃહwગનને = હૃદયમાં ભોગબુદ્ધિની તીવ્રતા વર્તતી હોય ત્યારે સ્તબ્ધ બન્યું તે કારણે, તથા ભોગ્યપાત્ર એવી સ્ત્રી દેખે છતે વિશેષ વિકારી થયું હોય ત્યારે તે લિંગના ઉદયને (વિશેષ વિકારીભાવને) રોકવા માટે પુરૂષવર્ગે ચોલપટ્ટો પહેરવો જ જોઈએ | ૫ | ૨૫૭૫-૨૫૭૬-૨૫૭૭
આ પ્રમાણે આ પાંચ શ્લોકમાં વસ્ત્રની જરૂરિયાત જણાવી. હવે પાત્રની તથા માત્રકની જરૂરિયાત સમજાવે છે -
संसत्तसत्तु-गोरस-पाणयपाणीयपाणरक्खणत्थं । परिगलण- पाणधायण-पच्छाकम्माइयाणं च ॥ २५७८ ॥ परिहारत्थं पत्तं, गिलाण-बालदुवग्गहत्थं च । दाणमयधम्मसाहण समया चेवं परुप्परओ ॥ २५७९ ॥
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૦ દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ ગાથાર્થ - સંસ્કૃત (ઢીલી વસ્તુ) સાથવો, તથા દહી-દૂધ આદિ ગોરસ, દ્રાક્ષાદિનું પાણી, તથા પીવા યોગ્ય છાસ- આ વિગેરે પદાર્થો નીચે પડવાથી થતી જીવોની હિંસા, તે રોકવા માટે તેવા જીવોના પાણોની રક્ષા નિમિત્તે સાધુએ પાત્ર રાખવાં જોઇએ તથા પાશ્ચાત્ય કર્મનો પરિહાર કરવા માટે અને બાલ-ગ્લાન મુનિના અનુગ્રહ માટે પાત્ર રાખવાં જોઇએ. દાનમય ધર્મનું સાધન પાત્ર છે માટે પણ પાત્ર રાખવાં જોઇએ. પાત્ર રાખવાથી પરસ્પર સમતા રહે આહારાદિ કરવામાં ધીરજ રહે તે માટે પણ પાત્ર રાખવા જોઇએ / ૨૫૭૮-૨૫૭૯ ||
વિવેચન :- સંજીવતું (ઢીલી વસ્તુને મિશ્ર કરેલી વસ્તુ) સ(સાથળો અથવા દાળ-ભાત), બોરસ = (દહીં દૂધ વિગેરે પ્રવાહી પદાર્થો) દ્રાક્ષણિપાન = દ્રાક્ષ વિગેરેનાં પાણી) પનીયર = પીવા લાયક છાસ-ચા વિગેરે પદાર્થો ઢોલાઈ જવાથી થતી જીવોની જે હિંસા, તેને રોકવા માટે સાધુએ પાત્ર રાખવાં જોઇએ.
જો પાત્ર ન રાખવામાં આવે તો સાથવો-દહી-દૂધ વિગેરે કેટલાક પ્રવાહી પદાર્થો હાથમાં જ ગ્રહણ કરાયા છતા અનાભોગાદિના કારણે પડી જાય. ઢોળાઈ જાય. શરીર ઉપર પણ રેલા ચાલે તેનાથી જીવની ઘણી હિંસા થાય, તે પ્રાણવધ રોકવા માટે પાત્ર રાખવાં જરૂરી છે.
પાત્ર હોતે છતે શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ તે પાત્રો યથાસ્થાને રખાય અને ખાવા-પીવા લાયક વસ્તુ જો તેમાં રાખીને ખાય, લેવડ-દેવડ કરી શકાય છે કારણથી આવી પ્રક્રિયા પાત્ર વડે જ થાય. તેના દ્વારા નીચે ન ઢળવાથી અન્ય જીવહિંસાથી બચી શકાય જો પાત્ર રાખવામાં ન આવે અને બે હાથ ભેગા કરીને હથેળીમાં જ આહાર લેવામાં આવે તો તે હથેળીમાં ગ્રહણ કરાયેલાં ઘી-દૂધ-દહીં ઢોળાઈ જાય. નીચે ગળી જાય તેમાં કંથવા-કીડા-મકોડા આદિ જીવાત થાય. અને તે જીવોની હિંસા થાય તે રોકવી જરૂરી છે.
તથા ભાજનને (આહારના આધારભૂત હાથ વિગેરે અંગોને) ધોવા આદિની ક્રિયા કરવા વડે પાશ્ચાત્કર્મ વિગેરે દોષો લાગે સાધુપણાની આચરણા કલુષિત થાય. આવા દોષો ન લાગે તે માટે જગદ્ગુરુ વડે (મહાત્માઓ વડે) પાત્ર રાખવાનું વિધાન સ્વીકારાયું છે.
તથા ગ્લાનમુનિ (માંદા સાધુ) બાલ મુનિ; દુર્બળ મુનિ, અને વૃદ્ધ મુનિ, આદિ મહાત્મા માટે અન્ય સાધુ હાથમાં આહાર લાવી શકે નહીં અને લઈ જઈ શકે પણ નહીં. તે માટે સર્વ જીવોના અનુગ્રહ અર્થે પાત્ર રાખવાનું મહાત્માઓએ સ્વીકારેલું છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૨૧ 1 પાત્ર હોતે છતે ગૃહસ્થોના ઘરેથી પથ્ય એવાં ભોજન પાણી વિગેરે લાવીને ગ્લાન અને બાલ એવા મુનિઓનો અનુગ્રહ કરાય છે જે ત્યાં પાત્ર ન હોત તો આ અનુગ્રહ કરી શકાતી નહીં. કારણ કે સાધનભૂત જો પાત્રાદિ ન હોય તો કોઈ પણ એક મુનિ વડે બીજા મુનિને ભોજન - પાણી આદિની સામગ્રીનું આદાન-પ્રદાન કરી શકાય નહીં માટે સંયમી આત્માઓએ સંયમી જીવનમાં સંયમ અને જીવરક્ષા સાચવવા માટે પાત્ર રાખવાં આવશ્યક છે.
તથા “સમય રેવ પu૨૩ = પરસ્પર સમતા રહે છે. પાત્ર હોતે છતે લબ્ધિવાળા કે લબ્ધિવિનાના મહાત્માઓને તથા શક્તિશાળી કે શક્તિહીન મહાત્માઓને, પોતાની સાથે રહેવા વાળા સાધુસંતોને તથા બહારગામથી વિહાર કરીને આવેલા મહેમાન તુલ્ય સાધુસંતોને આમ સર્વે પણ સાધુભગવંતોને આહાર-પાણીની બાબતમાં પરમ સમતા રહે છે તથા યોગ્ય અને ઉચિત માત્રાએ જ આહાર લેવાથી સ્વાસ્થ પણ સારું રહે તે આશયથી પણ પાત્ર રાખવાં આવશ્યક છે.
પાત્ર હોતે છતે લબ્ધિવાળા મહાત્મા તે પાત્રમાં ભોજન પાણી લાવીને અન્ય સાધુને (લબ્ધિ વિનાના સાધુને) આપી શકે છે. આ પ્રમાણે સમર્થ સાધુ અસમર્થ સાધુને અને
જ્યાં વસવાટ કરવા માટે નવા મુનિ મહાત્મા પધાર્યા હોય તેવા મહેમાનતુલ્ય સાધુને ત્યાં રહેલા સાધુ આહાર-પાણી આપી શકે તે માટે પાત્ર આવશ્યક છે.
આ પ્રમાણે સર્વ સાધુઓને સંયમનો નિર્વાહ સુખે સુખે થાય તે માટે પાત્ર જરૂરી વસ્તુ છે જો પાત્ર ન હોય તો આ વ્યવહાર શક્ય નથી. આ પ્રમાણે પાત્રના ગ્રહણમાં જેમ ગુણો સમજાવ્યા છે. તેને અનુસાર માત્રકમાં પણ સમજી લેવું. માત્રક પણ મળમૂત્રના નિસર્ગ માટે તેટલું જ જરૂરી છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે :
छक्कायरक्खणवा, पायग्गहणं जिणेहिं पन्नत्तं । जे अ गुणा संभोए, हवंति ते पायग्गहणे वि ॥ १ ॥ अतरंत-बाल-वुड्डा सेहा एसा गुरु असुहवग्गा । साहारणुग्गहा, अलद्धिकारणा पायगहणं तु ॥ २ ॥ आयरिए य गिलाणे, पाहुणए दुल्लहे सहसदाणे । संसत्त भत्तपाणे, मात्तगपरिभोगणुण्णा उ ॥ ३ ॥
ગાથાર્થ :- છ કાય જીવોની રક્ષા માટે પાત્ર રાખવાનું શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલું છે. આહાર ગ્રહણમાં જે ગુણો છે તે જ ગુણો પાત્ર ગ્રહણમાં પણ છે || ૧ ||
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૨
દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ અશક્તિમાન સાધુ, બાલસાધુ, વૃદ્ધ સાધુ, નવા દીક્ષિત સાધુ ગુરુ ભગવંત, તથા સુધા વિગેરે સહન ન કરી શકે તેવા અશક્તિમંત સાધુ, હોયતો, તેવા સાધુના આહારપાણી લાવવા અને તેને આપવા માટે પાત્ર રાખવાં સાધુ માટે જરૂરી છે. | ૨ //
આચાર્ય મહારાજશ્રી માટે, માંદા સાધુની સેવા માટે, મહેમાન રૂપ નવા સાધુ પોતાના ઉપાશ્રયમાં આવ્યા હોય ત્યારે, તથા આહાર-પાણી મળવાં દુર્લભ હોય ત્યારે, ઉતાવળે ઉતાવળે આહાર-પાણી લેવાનાં હોય ત્યારે, તથા રસવાળો પ્રવાહી પદાર્થ ભોજન-પાણી રૂપે લેવાનો હોય ત્યારે, પાત્રની જરૂરિયાત અવશ્ય હોય જ છે. તથા મળ-મૂત્રાદિ પરઠવવાના સ્થાને માત્રની (પરઠવવા લાયક પદાર્થ રાખવા માટેનું એક સાધન) પણ અવશ્ય જરૂરી હોય છે આ વાત પણ સાથે જ સમજી લેવી. II ૨૫૭૮૨૫૭૯ ||
અવતરણ:- “T યમદ્વિત્ત” સૂત્રમાં અપરિગ્રહ પણે કહેલું છે. આવું જે પૂર્વ(ગાથા ને ૨૫૫૯) માં દિગંબરે કહ્યું હતું ત્યાં ઉત્તર આપતાં ગુરુજી જણાવે છે કે -
अपरिग्गहया सुत्तेत्ति जा य मुच्छा परिग्गहोऽभिमओ । सव्वदव्वेसु न सा कायव्वा सुत्तसब्भावो ॥ २५८० ॥
ગાથાર્થ - સૂત્રમાં જે અપરિગ્રહતા કહી છે. તે મૂછને પરિગ્રહ કહેલો છે. તેથી સર્વદ્રવ્યો પ્રત્યે તે મૂછ કરવા જેવી નથી આમ સૂત્રનો ભાવાર્થ છે. II ૨૫૮૦ ||
વિવેચન :- “વ્યામો પર વેરમ” સર્વ એવા પરિગ્રહથી મારે વિરમણ છે. ઇત્યાદિ સૂત્ર પાઠ વડે સાધુના જીવનમાં જે અપરિગ્રહતા કહેલી છે. આમ છે શિવભૂતિ ! તારા વડે જે દલીલ કરાય છે. ત્યાં પણ મૂછને જ પરિગ્રહતા તીર્થંકર ભગવંતોએ કહેલી છે પરંતુ કોઈ પણ વસ્તુને રાખવી તેવા અન્ય વિષયને પરિગ્રહ કહેલો નથી. તેથી જેમ વસ્ત્રને વિષે મૂછ કરવા જેવી નથી. તેવી જ રીતે શરીર આહાર પુસ્તક આદિ અન્ય સર્વપણ પદાર્થોને વિષે મમતા કરવા જેવી નથી આવો સૂત્રનો પરમાર્થ છે.
પરંતુ તારો મનમાન્યો વસનો ત્યાગ તે અપરિગ્રહતા છે આવો અભિપ્રાય મહાપુરુષોનાં સૂત્રોનો નથી. તેથી સૂત્રનો ઊંડો અર્થ નથી જાણ્યો જેણે એવો તું નિરર્થક ખેદ કરે છે. આવો ગ્રંથકારશ્રીનો કહેવાનો આશય છે. તે ૨૫૮૦ ||
અવતરણ - “ ય 7િ ' ઇત્યાદિ પદવાળી ગાથા (૨૫૫૬)માં તે જે કહ્યું કે જિનેશ્વર ભગવંતો અચેલક (વસ્ત્ર વિનાના) જ હોય છે. ત્યાં પ્રત્યુત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
निरूपमधिइसंघयणा, चउनाणाइसयसत्तसंपण्णा । अच्छिद्द पाणिपत्ता, जिणा जियपरिसहा सव्वे ॥ २५८१ ॥
Page #246
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિવ શિવભૂતિ મુનિ
૨૨૩ तम्हा जहुत्तदोसे, पावंति न वत्थपत्तरहिया वि । तदसाहणं ति तेसिं, तो तग्गहणं न कुव्वंति ॥ २५८२ ॥ तहवि गहिएगवत्था, सवत्थतित्थोवएसणत्थंति । अभिनिक्खमंति सव्वे, तम्मि चुएऽ चेलया हुंति ॥ २५८३ ॥
ગાથાર્થ - સર્વે પણ તીર્થકર ભગવંતો નિરૂપણ ધીરજગુણ અને વજઋષભનારાચ સંઘયણવાળા હોય છે તથા ચાર જ્ઞાન અને અતિશય સત્ત્વથી (બળથી) સંપન્ન હોય છે તે કારણથી વસ્ત્ર અને પાત્ર રહિત હોય તો પણ યથોક્તદોષોને તેઓ પામતા નથી. તે કારણથી તે તીર્થકર ભગવંતોને વસ્ત્ર અને પાત્ર અસાધન છે તે માટે તેઓ તેનું ગ્રહણ કરતા નથી. તો પણ ગ્રહણ કર્યું છે એક દેવદુષ્ય વસ્ત્ર જેણે એવા તે તીર્થકર ભગવંતો “સવ” વઢવાળા જ તીર્થનો ઉપદેશ આપવા માટે જ સર્વે પણ તીર્થંકર ભગવંતો વસ્ત્ર સહિત જ સંયમ ગ્રહણ કરે છે. તે વસ્ત્ર નાશ પામે છતે પછીથી તેઓ અચેલક હોય છે. (પરંતુ પ્રારંભમાં સચેલક જ હોય છે.) || ૨૫૮૧-૨૫૮૨-૨૫૮૩ ||
વિવેચન - સર્વે પણ તીર્થકર ભગવંતો જેની ઉપમા ન આવી શકાય તેવા ધીરજગુણવાળા હોય છે તથા વજ ઋષભનારા નામના પ્રથમ સંઘયણવાળા હોય છે. છબસ્થાવસ્થામાં વર્તતા હોય ત્યારે ચાર જ્ઞાનના સ્વામી હોય છે. અતિશય સત્ત્વગુણથી સંપન્ન હોય છે. તથા અચ્છિદ્ર રૂપ છે બન્ને હાથ જેના (જના હાથમાંથી એક બિંદુ પણ નીચે પડે નહીં) એવા અછિદ્ર પાણિપાત્ર હોય છે. તથા જિત્યા છે સર્વે પણ પરિષહો જેણે એવા તે મહાપુરુષો હોય છે.
તેથી તે મહાત્માઓને વસ્ત્ર-પાત્ર કદાચ ન હોય તો પણ સંયમની વિરાધના થવાના જે દોષો શાસ્ત્રમાં કહ્યા છે. તેમાંનો એક પણ દોષ તેઓને વસ્ત્ર-પાત્ર રહિત હોય તો પણ લાગતો નથી. તે કારણથી વસ્ત્ર કે પાત્ર તે મહાત્માઓને સંયમનું સાધન પણ નથી અને તેઓને વસ્ત્ર અને પાત્રની જરૂરિયાત પણ નથી.
તે કારણથી અકિંચિત્થર હોવાથી તે તીર્થકર ભગવંતોને પોતાના સંયમી જીવનમાં જરા પણ ઉપકાર ન કરનારાં એવાં વસ્ત્ર અને પાત્રાદિનું ગ્રહણ તેઓ કરતા નથી.
પ્રશ્ન :- તે તીર્થકર ભગવંતો તે વસ્ત્રાદિનું ગ્રહણ ન જ કરતા હોય તો “લ્વે વિ ફૂલેન નિયા” સર્વે પણ તીર્થકર ભગવંતો એક દેવદૂષ્ય વસ્ત્ર સાથે દીક્ષા ગ્રહણ કરે છે. ઇત્યાદિ જે પાઠ છે. તે પાઠનો શું વિરોધ નહીં આવે ?
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૪
દિગમ્બર અવસ્થા
નિઠવવાદ
ઉત્તર ઃ- જે વસ્ર પાત્રાદિ પોતાના સંયમી જીવનમાં બીલકુલ ઉપકાર કરનારૂં નથી જરૂરિયાત જ નથી. તો પણ “તીર્થ સવસ્ત્ર જ હશે” “સવન્ના ધ્વ માધવસ્તીર્થે વિાં મવિષ્યન્તિ” આ તીર્થમાં સાધુઓ વસ્ર સહિત જ થશે. અને લાંબો કાળ વસ્ત્ર સહિત જ તીર્થ ચાલશે આવા પ્રકારનો ઉપદેશ જણાવવા માટે જ સર્વે પણ તીર્થંકર ભગવંતો ગ્રહણ કર્યું છે એક દેવ દૃષ્ય વસ્ત્ર જેણે એવા થઈને જ દીક્ષા ગ્રહણ કરે છે.
તે વસ ચાલ્યું ગયે છતે તેઓ અચેલક થાય છે અર્થાત્ વસ્ર વિનાના બને છે. પરંતુ દીક્ષા લે ત્યારથી જ સર્વ કાળ માટે અચેલક હોતા નથી.
તે કારણથી “અવેનાજી નિનેન્દ્ર” તીર્થંકર ભગવંતો અચેલક જ હોય છે આવું જે તમે એકાન્તિક વાક્ય કહો છો તે તમારી અજ્ઞાનદશાનું સૂચક જ છે. I૨૫૮૧
૨૫૮૨-૨૫૮૩ ||
અવતરણ : જિનકલ્પિક મુનિઓ તો સદાકાળ સચેલક જ હોય છે. આ વાત સમજાવતાં કહે છે
કેઃ
जिनकप्पियादओ पुण, सोवहओ सव्वकालमेगंतो । उवगरणमाणमेसिं, पुरिसाविक्खाए बहुभेयं ॥ २५८४ ॥
ગાથાર્થ :- જિનકલ્પિક મુનિઓ તો સર્વકાળે એકાન્તે ઉપાધિવાળા જ હોય છે તે જિનકલ્પિક મુનિઓમાં પુરુષની શક્તિની અપેક્ષાએ ઉપકરણોનું પ્રમાણ બહુ ભેદવાળું શાસ્ત્રમાં કહેલું છે. ॥ ૨૫૮૪ ॥
-
વિવેચન :- આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે હે શિવભૂતિ ! તું તીર્થંકર પરમાત્માનું આલંબન લઈને તથા જિનકલ્પિક મુનિઓનું આલંબન લઈને જે અચેલકપણું કહે છે આ સર્વ પ્રકારનું પણ તારૂં કથન દુર્લભ બોધિપણું જ સિધ્ધ કરે છે.
કારણ કે તીર્થંકર ભગવંતો પણ પૂર્વે કહેલા ન્યાયથી (દેવદૂષ્ય વસ્રોવાળા હોવાથી) એકાન્તે અચેલક જ હોતા નથી. જિનકલ્પિકો તથા સ્વયંબુદ્ધ મહાત્માઓ પણ સર્વકાલમાં એકાન્તે ઉપધિવાળા જ હોય છે આ કારણથી જ ૨૫૫૧-૨૫૫૨ ગાથાની ટીકામાં સાક્ષીરૂપે લખેલી ગાથાઓમાં.
दुग तिग चक्क पणगं, नव दस एक्कारसेव बारसगं । एए अट्ठ विगप्पा, जिणकप्पे होंति उवहिस्स ॥ १ ॥
જિનકલ્પિક મુનિઓને ઓછામાં ઓછી ૨થી ૧૨ સુધીની ઉપધિ હોય છે આમ પૂર્વે જણાવેલું છે. જિનકલ્પ આચરનારા પુરુષને આશ્રયી અનેકભેદ વાળી ઉપધિ કહેલી
Page #248
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિવ શિવભૂતિ મુનિ
૨૨૫ છે પરંતુ સર્વથા ઉપકરણ હોય જ નહી એમ કહેલ નથી. તે કારણથી તારા વડે સર્વથા ઉપકરણના ત્યાગવાળો આ નવો જ માર્ગ જે શરૂ કરાય છે તે તીર્થકર ભગવાન અને જિનકલ્પિકોમાં પણ દેખાતો નથી. તે કારણથી તારા વડે ફક્ત નવો જ કોઈ આ માર્ગ શરૂ કરાય છે. જે યથાર્થ નથી. | ૨૫૮૪ /
અવતરણ - બીજી રીતે પણ પરમતની (શિવભૂતિના મતની) કલ્પના કરીને ખંડન કરતા ગ્રંથકારશ્રી કહે છે કે :
अरहंता जमचेला, तेणाचेलत्तणं जइ मयं ते । तो तव्वयणाउच्चिय, निरतिसओ होहि माऽचेलो ॥ २५८५ ॥
ગાથાર્થ - “અરિહંત ભગવંતો અચેલક હોય છે.” તે કારણથી જે તને અચલકપણું જ માન્ય હોય તો તેમના વચનમાત્રથી બીજી વાત પણ તું સ્વીકાર કર કે જે આત્મા નિરતિશય હોય છે તે અચેલક ન હોય. / ૨૫૮૫ | - વિવેચન :- જે કારણથી અરિહંત એવા તીર્થકર ભગવન્તો અચેલક એટલે કે વસ્ત્ર રહિત નગ્નતાને ધારણ કરનારા હોય છે તે કારણથી જો તું નગ્નત્વને માન્ય રાખતો હોય, કારણ કે જેવું ગુરુનું લિંગ હોય તેવું જ શિષ્યોએ પણ લિંગ રાખવું જોઇએ જેમ બુદ્ધ ભગવાનના શિષ્ય શ્વેતવસવાળા કે નગ્ન હોતા નથી || આવા વચનનો આશ્રય લઇને જો તું નગ્નતાને જ સ્વીકારતો હોય તો તેમના જ વચનોપદેશથી અનગ્નતત્ત્વ પણ સ્વીકાર. કારણ કે તેઓએ જ શાસ્ત્રમાં કહ્યું છે કે જે આત્મા નિરૂપમ ધીરજબળવાળો નથી તથા વિશિષ્ટ સંઘયણ આદિ શક્તિથી રહિત છે તેવો તું અચેલક (નગ્ન) ન થા. આ પ્રમાણે અનુમાન જાણવું.
ઉપર કહેલી વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે જો તું તીર્થંકર પરમાત્માનો શિષ્ય હોવાથી તેમની (નગ્નતા રૂપ) વેષ તને માન્ય છે અને તેથી જ જોરશોરથી નગ્નતાનું જ તું પ્રતિપાદન કરે છે. તો તે જ હેતુથી તેઓશ્રીનો ઉપદેશ પણ તારે પ્રમાણ માનવો જોઇએ કારણ કે ગુરુના ઉપદેશને ઓળંગીને પ્રવર્તતો શિષ્ય ક્યારેય પણ ઇષ્ટ અર્થનો સાધક બનતો નથી.
પરમ ગુરુભગવંતનો (એટલે કે તીર્થકર ભગવંતનો) ઉપદેશ આ પ્રમાણે વર્તે છે “નિરુપમ ધીરજબળ અને સંઘયણબળ ઇત્યાદિ અતિશય શક્તિથી રહિત આત્માએ અચેલક ન જ થવું જોઈએ.” તો પછી આટલું ભણેલો અને જાણકાર થઈને “ગુરુજીના ઉપદેશથી બહાર વર્તીને નગ્નતા ધારણ કરવા દ્વારા તારા પોતાના આત્માને શા માટે નિન્દ્રિત કરે છે ?” અમે ઇચ્છીએ છીએ કે તું સાચા માર્ગની ગવેષણા કરનાર થા. ને ૨૫૮૫ છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૬ દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ અવતરણ - હવે કદાચ તું એમ કહે કે જેવો ગુરુજીનો ઉપદેશ આચરવા જેવો છે તેવો જ તેઓએ ધારણ કરેલો વેષ અને તેઓએ ધારણ કરેલું આચરણ પણ આચરવું જોઈએ. તો તારી આ વાત અયુક્ત જ છે. તેમનો કહેલો જે ઉપદેશ છે તેનું જ આચરણ કરવું તે કાર્યસાધક છે આ વાત સમજાવતાં કહે
रोगी जहोवएस, करेइ वेज्जस्स होअरोगो य । न उ वेसं चरियं वा करेइ, न य पउणइ करंतो ॥ २५८६ ॥ तह जिणवेज्जाएसं, कुणमाणोऽवेइ कम्मरोगाओ । न उ तन्नेवत्थधरो, तेसिं आएसमकरंतो ॥ २५८७ ॥
ગાથાર્થ - જેમ રોગી આત્મા વૈદ્યના ઉપદેશને જ અનુસરે છે. અને તેનાથી તે રોગરહિત થાય જ છે. પરંતુ રોગી આત્મા વૈદ્યના વેષને કે વૈદ્યના આચરણને અનુસરતો નથી જો રોગી આત્મા વૈદ્યના વેષને અને આચરણને અનુસરે તો તે પ્રગુણી (રોગ રહિત) બનતો નથી.
તેવી જ રીતે જિનેશ્વર પ્રભુના ઉપદેશને અનુસરતો જીવ કર્મ રોગથી મુક્ત બને છે. પરંતુ તે જિનેશ્વર પ્રભુના આદેશને ન અનુસરતો પણ જિનેશ્વરના વેષમાત્રને ધારણ કરનારો કર્મથી મુક્ત બનતો નથી. || ૨૫૮૬-૨૨૮૭ના
વિવેચન - ઉપરની વાતનો સારાંશ એવો છે કે જેમ રોગી આત્મા વૈદ્યના ઉપદેશ માત્રને જ અનુસરે છે વૈદ્યનો જે ઉપદેશ છે. તેને જ અનુસરવાથી રોગી આત્મા રોગમુક્ત બને છે. પરંતુ આ રોગી આત્મા વૈદ્યના વેષને ધારણ કરતો નથી. તથા વૈદ્ય જેવું ખાણી-પીણીનું આચરણ કરે છે તેવું આચરણ રોગીને કરવાનું હોતું નથી અર્થાત્ રોગી તેના જેવું આચરણ કરતો નથી અને કદાચ રોગી આત્મા વૈદ્યના જેવું ખાણીપીણીનું આચરણ કરે તો પણ ઔષધ લીધા વિના) તેના સરખા આચરણ માત્રથી તે રોગથી મુક્ત બનતો નથી. ઉલટુ
ઉપવાસાદિના પ્રસંગે નગ્નતાદિનું તથા વૈદ્યની જેમ સર્વરસોનું ભોજન કરનારો રોગી જીવ સન્નિપાત નામના રોગને પામ્યો છતો મૃત્યુ જ પામે છે. તેથી વૈદ્યના ઉપદેશને અનુસરવું એ જ રોગીના રોગના નાશનું કારણ છે પણ વૈદ્યના આચરણને અનુસરવું તે રોગના નાશનું કારણ નથી.
આ જ વાત પ્રસ્તુત વિષયમાં જોડતાં કહે છે કે - તેની જેમ તે જ પ્રકારે જિનેશ્વર પરમાત્મા રૂપી વૈદ્યના ઉપદેશને જ અનુસરનારો જીવ તેમના વેષને અને ચારિત્રને ન
Page #250
--------------------------------------------------------------------------
________________
૨ ૨૭
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ અનુસરતો જીવ જ કર્મરોગથી મુક્ત બને જ છે. પરંતુ તે જિનેશ્વર પ્રભુના આદેશને ન અનુસરતો હોય પરંતુ જિનેશ્વર પ્રભુ જેવો જ વેષ ધારણ કરતો હોય અને તેમના જેવું આચરણ કરતો હોય તેવો આત્મા કર્મથી વિમુક્ત બનતો નથી. ફક્ત પોતાનામાં જિનેશ્વર પ્રભુ જેવી યોગ્યતા ન હોવા છતાં પણ તેમના જેવો વેષ ધારણ કરવાથી અને તેમના જેવું આચરણ કરવા જવાથી તેમ કરતો તે જીવ ઉન્માદાદિ વિકારોનું જ ભાજન બને છે. તેમ આચરણ કરવાથી યથાર્થ આચરણ તો આવતું જ નથી પરંતુ તેવા આચરણની યોગ્યતા ન હોવાથી નુકશાન જ થાય છે. ૨૪૮૬-૨૪૮૭ ||
અવતરણ ઃ હે શિવભૂતિ ! જે તમે તીર્થંકર પરમાત્મા જેવો જ વેષ ધારણ કરનારા છો અને તેમના જેવું જ આચરણ કરનારા છો. તો શું તેઓની સાથે વેષ અને ચારિત્ર વડે સર્વથા તમારૂં સાધર્મ છે ? કે દેશથી સાધર્મ છે ?
જો સર્વથા સાધર્મવાળો પ્રથમપક્ષ કહેતા હો તો તેઓ જે કરે તે બધું જ તમારે કરવું જોઈએ તે શું બધું કરવું જોઈએ? તે સમજાવે છે :न परोपदेशवसया, न य छउमत्था परोवएस पि । दिति न य सीसवग्गं, दिक्खंति जिणा जहा सव्वे ॥ २५८८ ॥ तह सेसेहि वि सव्वं कज्जं जड़ तेहिं सव्वसाहम्मं । एवं च कओ तित्थं, न चेदचेलोत्ति को गाहो ॥ २५८९ ॥
ગાથાર્થ - સર્વે પણ જિનેશ્વર ભગવંતો પરના ઉપદેશને પરવશ હોતા નથી. તથા છદ્મસ્થ અવસ્થા હોય ત્યારે પરોપદેશ કરતા નથી. તથા કોઇ પણ શિષ્યવર્ગને દીક્ષા આપતા નથી. | ૨૫૮૮ ||
હવે શેષ જીવોએ પણ સર્વ કાર્ય જો તેઓની સાથે સાધર્મપણે જ કરવાનાં હોય તો તીર્થ ક્યાંથી ચાલશે ? અને જો સર્વથા સાધર્મ નથી હોતું તો પછી અચેલકતાનો આટલો બધો આગ્રહ શા માટે ? || ૨૫૮૯ ||
વિવેચન :- ગુરુજી, શિવભૂતિ મુનિ (આદિ દિગંબર પરંપરા)ને સમજાવે છે કે જો તીર્થંકર પરમાત્માની સાથે લિંગ વડે અને આચરણ વડે સર્વથા સાધર્મ છે આમ જો કહેશો તો (૧) તે તીર્થકર ભગવંતો તો સ્વયંબુદ્ધ હોવાથી પરના ઉપદેશને પરવશ નથી. અર્થાતુ પરવડે ઉપદેશ પામીને દીક્ષા લેતા હોય તેમ બનતું નથી. બીજા વડે પોતે પ્રતિબોધ પામતા હોય તેમ બનતું નથી.
(૨) તથા પોતાની છબસ્થ અવસ્થા હોય અર્થાતુ પોતે જ્યાં સુધી કેવળજ્ઞાન ન પ્રાપ્ત કર્યું હોય ત્યાં સુધી પ્રતિબોધ કરવા માટે અન્યને ઉપદેશ કરતા નથી. ઉપદેશ
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૮ દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ આપતા નથી. તથા (૩) કોઈ પણ શિષ્યવર્ગને પોતે દીક્ષા આપતા નથી. (શિષ્ય બનાવતા નથી)
હવે જો તમારી દૃષ્ટિએ સર્વથા તીર્થંકર પરમાત્માની સાથે તુલ્ય જ વેષ અને આચરણ હોવું જોઇએ આવો આગ્રહ રાખતા હો તો તમામ શિષ્ય અને પ્રશિષ્યોએ પણ તમારા અભિપ્રાય પ્રમાણે તો આ સર્વ કાર્ય (૧) પરના ઉપદેશને વશ ન થવું (૨) પરને ઉપદેશ ન આપવો (૩) કોઇને પણ દીક્ષા ન આપવી ઇત્યાદિ સર્વ સમાન જ કરવાનું રહેશે.
પ્રશ્ન :- ભલે એમ જ હો. એમના જેવું જ આચરણ કરવામાં શું કંઈ દોષ છે ? આપણે પણ તેઓની જેમ જ વર્તવું જોઈએ.
ઉત્તર :- આ બરાબર નથી જો તમે કોઈને પ્રતિબોધ નહી કરો અને જો તમે ઉપદેશ નહીં આપો અને કોઈને દીક્ષા નહીં આપો તો ભગવાનનું આ તીર્થ પાંચમા આરા સુધી કેમ ચાલશે ? માટે “ભગવાન કરે તેમ નહીં કરવાનું, પણ ભગવાન કહે તેમ કરવાનું આ સાચો માર્ગ છે.
હવે જો તમે એમ કહેશો કે ભગવાનની સાથે સર્વથા સાધર્મ હોય એમ અમારૂં કહેવું નથી. માટે તેઓ ભલે છvસ્થ હતા ત્યારે ઉપદેશ આપતા ન હતા. દીક્ષા પણ આપતા ન હતા. તો પણ અમારે તેઓના કહ્યા પ્રમાણે ઉપદેશ અપાય અને દીક્ષા પણ અપાય. આમ જો કહેતા હો તો અચેલક બનવાનો આટલો બધો આગ્રહ કેમ રાખો છો ? તેઓ લોકોત્તર પુરુષ છે અતિશયવાળા પુરૂષ છે માટે અચેલક રહે તો પણ તેમને કિંઈ પણ હાનિ ન થાય. પરંતુ તમે તો તેટલા વિશિષ્ટ પુરુષ નથી. તેમના જેવું સંઘયણબળ પણ નથી. તેથી હાનિ થવાનો સંભવ છે. માટે અચેલકતાનો આટલો બધો આગ્રહ ન હોવો જ યોગ્ય છે. બાપ કહે તેમ દીકરાએ કરવાનું હોય પણ બાપ કરે તેમ દીકરાએ કરવાનું ન હોય. તેની જેમ આ વાત સમજી લેવી.
લોકોત્તર અને અતિશયવાળા પુરુષો જે કરે તે અન્ય પુરુષોને કરવાનું નથી હોતું. પરંતુ તેઓ જે કહે તે જ અન્ય પુરુષોએ કરવાનું હોય છે. કારણ કે તેઓનું ચરિત્ર અચિત્ત્વ હોય છે. આમ યથાર્થ સમજો. | ૨૫૮૮-૨૫૮૯ |
અવતરણ - જો કે તીર્થંકર પરમાત્માની સાથે સર્વથા સાધર્મ નથી હોતું તો પણ જેટલું સાધર્મ થાય તેટલું તો અવશ્ય રાખવું જ જોઈએ આવો ન્યાય હોવાથી અચલકતા રાખવાનો પણ આગ્રહ કેમ ન કરાય? આવો કદાચ કોઈ પ્રશ્ન કરે તો ગુરુજી તેનો ઉત્તર કહે છે -
जह न जिणिदेहिं समं सेसाइसएहिं सव्वसाहम्मं । तह लिंगेणाभिमयं चरिएण वि किंचि साहम्मं ॥ २५९० ॥
Page #252
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૨૯ ગાથાર્થ :- જેમ જિનેશ્વર ભગવંતોની સાથે સર્વથા સાધર્મ તને ઇષ્ટ નથી. તેવી જ રીતે લિંગવડે માનેલું સાધર્મ અને ચારિત્ર વડે માનેલું સાધર્મ તે કિંચિત્ સાધર્મ જ હોય છે પરંતુ તે સંબંધી સર્વથા સાધર્મ હોતું નથી. / ૨૫૯૦ ||
| વિવેચન :- શ્રી તીર્થંકર પરમાત્મા નિરૂપમ ધીરજબળ વાળા અને વિશિષ્ટ સંઘયણ બલવાળા હોય છે. તથા ચાર જ્ઞાન અને અતિશય સત્ત્વશાળી હોય છે. ઇત્યાદિ પૂર્વે આવેલી ગાથાઓમાં પરમાત્માના ગુણોની વિશેષતા જણાવેલી જ છે. તે કારણથી લિંગ અને આચરણા વિના બીજા પણ બધા જ અતિશયોથી સર્વ સમાનતા તમને પણ માન્ય નથી. પણ કિંચિત્ સાધમ્યતા જ માન્ય છે.
તો પછી તે જ રીતે લિંગ દ્વારા અને ચારિત્ર દ્વારા પણ કિંચિત્ સાધર્મ જ માત્ર હોય છે. સર્વથા સાધમ્યતા હોતી નથી. કારણ કે તેઓ નિરૂપમ વૃતિબલ અને વજઋષભનારાચસંઘયણવાળા જ છે તથા ચાર જ્ઞાનના સ્વામી છે અને અતિશય સત્ત્વધારી છે. બીજા જીવો તેવા બળ વાળા નથી.
તે માટે તેઓની સાથે કિંચિત્ સાધર્મ જ હોય છે સર્વથા સાધર્મ હોતું નથી. આટલી વાત તો અમને પણ માન્ય છે પરંતુ સર્વસાધર્મ્સની વાત અમને માન્ય નથી. બન્ને વચ્ચે (ભગવાન અને આપણા વચ્ચે) બલની ઘણી જ હીનાયિકતા છે.
તે કિંચિત્ સાધર્મ્સ આ પ્રમાણે જાણવું-ભગવાન પણ કેશનો લોચ કરે, સાધુ સંતો પણ કેશનો લોચ કરે છે. આટલું જ માત્ર સાધર્મ જાણવું. પરંતુ અચલકતાનું સામ્ય ન જાણવું. (કારણ કે ભગવાન વસ્ત્ર વિનાના હોય તો પણ નિર્વિકારી જ હોય છે જ્યારે શેષ જીવો વસ્ત્ર વાળા હોય તો પણ ક્યારેક ક્યારેક વિકારી પણ હોય છે.) તો પછી વસ્ત્ર વિનાના હોય તો નિર્વિકારી કેમ રહી શકે ?
તથા આચરણની બાબતમાં એષણીય આહાર પરિભોગ (કલ્પે તેવો ૪૨ દોષ વિનાનો જ આહાર ગ્રહણ કરવો) ઈત્યાદિ આહારની સમાચારીથી સાધમ્ય હોય છે. પરંતુ હાથમાં જ ભોજન કરવું (કરપાત્રી તરીકેની સમાનતા હોતી નથી. કારણ કે શેષ જીવો અતિશય વિનાના હોવાથી અમારા જેવા માટે કરપાત્રપણે વ્યવહાર કરવો જ અયોગ્ય છે. હાથમાંથી આહાર ઢળી જ જાય.
આ રીતે તીર્થંકર પરમાત્માની સાથે આપણો કિંચિત્ સાધર્મપણાનો જ યોગ છે. તે ઉપર સમજાવ્યા મુજબ જ જાણવો તે ઉપર કહ્યાથી બીજી રીતે (નગ્નતાથી કે પાણિ પાત્રથી સમાનતાનો તમે જે આગ્રહ રાખવાનું કહો છો તે કેમ ઘટે? અર્થાતુ લબ્ધિવિનાના અને અતિશય વિનાના જીવોમાં આવું સાધર્મ સંભવતું નથી અને આવું સાધર્મ રાખવાનો આગ્રહ જ ન રાખવો જોઈએ. તે ૨૫૯૦ ||
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૦ દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ ' અવતરણ - ગાથા નંબર ૨૫૫૯ના ચોથા ચરણમાં જે આમ કહેવામાં આવ્યું છે કે “
રઢિો નં ૪ નિ”િ (જિનકલ્પ કરવાનું કહ્યું છે, એટલે કે જિનેશ્વર પરમાત્માના આચરણ જેવું આચરણ કરવું જોઈએ. આમ ૨૫૫૬માં કહ્યું છે. આમ કદાચ અમને કહેતાંબરોને તમે કહો તો “જિનકલ્પ તીર્થકર ભગવંતોએ જ કહેલો છે. એવું અમે કોણ નથી માનતા? અર્થાત અમે પણ માનીએ જ છીએ કે ભગવંતો અચેલક હતા. અને કરપાત્રી પણ હતા. પરંતુ તે જિનકલ્પ જેવા પુરુષો માટે જે વિધિ પૂર્વક તે મહાત્માઓ વડે તે જિનકલ્પ કહેવાયો છે તે તું સાંભળ! (કોઈના માટે કહેવાયેલું હોય તે સર્વમાં લાગુ ન કરાય). મહાત્માઓએ શું કહ્યું છે ? તે તું સાંભળ :उत्तमधिइसंघयणा, पूव्वविदोऽतिसइणो सयाकालं ।। जिणकप्पिया वि कप्पं कयपरिकम्मा पवज्जंति ॥ २५९१ ॥ तं जइ जिणवयणाओ पवज्जसि, पवज्ज तो स छिनो त्ति । अस्थि त्ति कह पमाणं, कह वुच्छिन्नो त्ति न पमाणं ॥ २५९२ ॥
ગાથાર્થ - જે જીવો ઉત્તમ સંઘયણબળવાળા હોય, પૂર્વધર હોય, સર્વ કાલે અતિશય શક્તિથી સંપન્ન હોય, તપાદિ વડે પોતાના આત્માની તુલના કરનારા હોય તેવા જીવો જ જિનકલ્પ આચરે છે. || ૨૫૯૧ ||
જો જિનેશ્વર પ્રભુના વચનથી “જિનકલ્પ છે” એમ તું સ્વીકારે છે. તો પછી તે જ જિનેશ્વરપ્રભુના વચનથી “તે જિનકલ્પ હાલ વિચ્છેદ પામ્યો છે.” આ વાત પણ તું સ્વીકાર. “જિનકલ્પ” છે. આ વચન જો તને પ્રમાણ લાગે છે. તો “તે જિનકલ્પ હાલ વર્તમાન કાળે વિચ્છેદ ગયો છે.” આ વચનને પણ તું પ્રમાણ કેમ માનતો નથી? Il૨૫૯૧-૨૫૯૨ ||
વિવેચન : - ઉત્તમ ધીરજબળવાળા, ઉત્તમસધયણબળવાળા, પૂર્વધર, જાન્યથી પણ કંઈક ન્યૂન નવ પૂર્વના અભ્યાસી, સર્વકાલે નિરૂપમ શક્તિ આદિથી સંપન્ન એવા તથા તપવડે સૂત્રવડે અને સત્ત્વવડે પૂર્વે કહેલી વિધિ પૂર્વક હતપરિકર્મા (એટલે કે લગભગ તજી દીધી છે બધી જ શરીરસેવા જેણે) આવા જીવો જ જિનકલ્પ આચરે છે. ઉપરોક્ત વિશિષ્ટ ભાવો વિનાના જીવો જિનકલ્પ આચરતા નથી.
તે કારણથી રચ્યાપુરૂષની તુલ્ય (શેરીમાં રખડતા ફરતા સામાન્ય માણસની તુલ્ય) તમારા જેવા જીવો માટે તીર્થકર ભગવંતો વડે જિનકલ્પની અનુજ્ઞા કરાઈ નથી. તે કારણથી જો તું જિનેશ્વર પ્રભુના વચનથી એટલે કે અરિહંત પરમાત્માના ઉપદેશથી જિનકલ્પને સ્વીકારતો હોય તો “તે જિનકલ્પ વ્યવચ્છેદ પામ્યો છે” આ વાત પણ તું સ્વીકાર. અને જો વ્યવચ્છેદ પામ્યો છે આ વાત તું સ્વીકારતો હોય તો “જિનકલ્પ છે” પણ હાલ તે વિચ્છેદ પામ્યું છે. આ પણ તીર્થંકર પ્રભુનું જ વચન છે તે તને પ્રમાણ છે આમ કેમ કહેવાય ? માટે “જિનકલ્પ છે” આવું જેમ વીતરાગ પ્રભુનું વચન છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૩૧ તેમ આ કાળે તે વિચ્છેદ પામ્યો છે આ પણ વચન તેઓનું જ છે અને તે તારે સ્વીકારવું જોઇએ ર૫૯૧-૨૫૯રા
અવતરણ - “જિનકલ્પ છે” આવું વચન તો આગમોમાં જોવા મળે છે. પરંતુ “તે જિનકલ્પ હાલ વિચ્છેદ પામ્યો છે” આ વાત તીર્થકર ભગવંતો વડે કયા વચનોથી ક્યાં કહેવાયેલી છે ? આવો જો તને પ્રશ્ન થતો હોય તો સાંભળ.
મા-પરમદિ-પુત્રાણ, સાહાર-વ-૩વસ પે ! संजमतिय-केवलि-सिज्झणा च जंबुम्मि वुच्छिण्णा ॥ २५९३ ॥
ગાથાર્થ - (૧) મન:પર્યવજ્ઞાન, (૨) પરમાવધિલબ્ધિ, (૩) પુલાકલબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપકશ્રેણી, (૬) ઉપશમ શ્રેણી (૭) જિનકલ્પ (૮) સંયમત્રિક (૯) કેવલીપણું અને (૧૦) સિદ્ધિપદની પ્રાપ્તિ આ ૧૦ વસ્તુઓ જંબુસ્વામી મોક્ષે ગયા ત્યારે જ વિચ્છેદ પામેલી છે. || ૨૫૯૩ ||
વિવેચન - પાંચમા આરામાં પડતા કાલના પ્રભાવે જ જંબૂસ્વામી મોક્ષે ગયા ત્યારે નીચે મુજબની દશ વસ્તુઓ વિચ્છેદ પામી છે. આ પ્રમાણેનું આગમ વચન છે. (૧) મન:પર્યવજ્ઞાન (૨) પરમાવધિજ્ઞાન (૩) મુલાકલબ્ધિ (૪) આહારક લબ્ધિ (૫) શપક શ્રેણી. (૬) ઉપશમ શ્રેણી. (૭) જિનકલ્પ (૮) પરિહારવિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, અને યથાખ્યાત ચારિત્ર એમ ત્રણ પ્રકારનાં ચારિત્ર (૯) કેવળજ્ઞાનની પ્રાપ્તિ તથા (૧૦) સિદ્ધિગતિની (મુક્તિની) પ્રાપ્તિ. આ ૧૦ વસ્તુઓ બૂસ્વામી મોક્ષે ગયા ત્યારે વિચ્છેદ પામી છે. જંબૂસ્વામી હતા. ત્યાં સુધી આ ૧૦ વસ્તુઓ હતી. પરંતુ ઉત્તરત્ર એટલે જંબૂસ્વામી મોક્ષે ગયા પછી આ દશ વસ્તુઓ નથી. આમ આ વસ્તુઓ વિરચ્છેદ થયેલી જાણવી. || ૨૫૯૩ ||
અવતરણ - પૂર્વે ગાથા નંબર ૨૫૫૭ માં કહ્યું છે કે “ ૪ નિવેત પરિષદો મુut” ઈત્યાદિ પાઠમાં મુનિઓ અચેલક પરિષહને જિતનારા હોય છે. આમ કહેલું છે. ત્યાં કોઈક પ્રશ્ન કરે છે કે :जइ चेलभोगमेत्तादजिआचेलयपरीसहो तेण । अजियदिन्छिाइ परीसहो वि भत्ताइभोगाओ ॥ २५९४ ॥ एवं तुह न जियपरिसहा जिणिंदा वि सव्वहावन्नं । अहवा जो भत्ताइसु स विही चेले वि किं नेटो ॥ २५९५ ॥
ગાથાર્થ - જો વસના ઉપભોગ માત્રથી જ મુનિઓ અચેલક પરિષદને ન જિતનારા તારાવડે મનાતા હોય તો ભોજન-પાણી આદિના સ્વીકાર માત્રથી દિગંછા (એટલે સુધા
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૨
દિગમ્બર અવસ્થા
નિતવવાદ તૃષાદિ) પરિષદો જિત્યા નહીં કહેવાય. ૨૫૯૪ .
આ પ્રમાણે જો તું અર્થ સમજીશ તો તીર્થકર ભગવંતો પણ જિતપરીષહવાળા તારી દષ્ટિએ નહી રહે આમ સર્વથા વિપરીતતા આવી પડશે. જે ભોજન આદિ વિધિમાં જે વિધિ કહેવાય છે. તે જ વિધિ વસ્ત્રમાં કેમ નથી ઇચ્છાતી ? || ૨૫૯૫ //
વિવેચના :- “મુનિઓ અચેલક પરિષહને જિતનારા હોય છે.” આ વાત તો અમે પણ માનીએ છીએ. ફક્ત આ બાબતમાં અમે તને પૂછીએ છીએ કે હે શિવભૂતિ !
(૧) તારા વડે મનમાં આવું વિચારાય છે કે વસના ઉપભોગ માત્રથી જ મુનિઓ અચેલક પરિષહને ન જિતનારા બને છે તે કારણથી વસનો તારા વડે સર્વથા ત્યાગ કરાય છે ? કે (૨) અષણીયાદિ દોષ (ન કલ્પે તેવાં મોહક ભભકાદાર વસ્ત્રો ધારણ કરવાના દોષથી દુષ્ટ એવાં વસ્ત્રોના ઉપભોગથી) અચલક પરિષહને ન જિતનારા મુનિઓ કહેવાય છે ?
ત્યાં જો પ્રથમ પક્ષ તું કહે તો જે દૂષણ આવે છે તે ગ્રંથકારશ્રી જણાવે છે - જે વસના ઉપભોગ માત્રથી જ તે સાધુ અચેલક પરીષહને ન જિતનારા છે. આમ જો તારા વડે કહેવાય તો તારા અભિપ્રાય પ્રમાણે તો ભોજન-પાણી આદિના ઉપભોગ માત્રથી જ અજિત દુર્ગચ્છા પરીષહવાળા પણ મુનિ થશે.
ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે : દુર્ગચ્છા શબ્દ દેશીવાચી હોવાથી સુધા અર્થ કહેવાય છે. તથા આદિ શબ્દથી પિપાસા આદિનો પણ સ્વીકાર કરવો. તેથી કહ્યું તેવાં નિર્દોષ અને ગુણોથી યુક્ત એવાં વસ્ત્ર અને પાત્ર ધારણ કરવાથી જો મહાત્માઓ અચેલક પરીષહને જિતનારા ન કહેવાય તો એષણીયાદિ (કલ્પે તેવા) ગુણોથી યુક્ત ભોજન અને પાણી આદિના પણ પરિભોગ માત્રથી સુધા અને પિપાસા પરિષહ જિતનારા પણ આ જગતમાં તારી દષ્ટિએ કોઈ નહીં હોય ?
પ્રશ્ન :- ભલે ને એમ હો. આહાર-પાણી કરનારા સર્વે પણ મુનિઓ સુધા-પિપાસા પરિષહને ન જિતનારા જ છે એમ હું માનીશ. તેમ માનવામાં મારું કંઈ જતું નથી ?
ઉત્તર :- જો એમ જ તું માનીશ તો તારા અભિપ્રાય પ્રમાણે નિરૂપમ ધીરજ અને સંઘયણ બળવાળા અને સત્ત્વનો (પરાક્રમનો) જ એક ભંડાર એવા તીર્થકર ભગવંતો પણ જિતપરીષહવાળા નહી જ કહેવાય. આ રીતે સર્વપ્રકારો વડે તને આવા દોષો આવી પડશે. તીર્થકર ભગવંતો પણ આહાર-પાણી વાપરતા હોવાથી સુધા-પિપાસા આદિ પરિષહોના વિજેતા નહીં મનાય.
હવે કદાચ તે શિવભૂતિ ! તું આવો બચાવ કરે કે ઉદ્દગમ આદિ (ગોચરીના ૪૨) દોષોથી રહિત એવા વિશુદ્ધ અને કહ્યું તેવા આહાર-પાણીને રાગ-દ્વેષ રહિત એવા
Page #256
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિદ્ધવ શિવભૂતિ મુનિ
૨૩૩ તીર્થકર ભગવંતો અથવા મુનિ ભગવંતો ગ્રહણ કરે છે. અને વાપરે તો પણ તે મહાત્માઓ જિત પરિષહ જ કહેવાય. આમ જો તું કહે તો ભોજન-પાણી આદિ લેવામાં જે વિધિ કહેવાય છે. તે જ વિધિ-વસ્ત્ર વાપરવામાં પણ જો કહેવાય તો શું નુકશાન થાય છે ? ત્યાં પણ રાગાદિ રહિત પણે આહારાદિ જે ગ્રહણ કરે છે તે જ રીતે રાગાદિ રહિત પણે શરીરના આચ્છાદનાદિ કાર્ય કરવા પુરતા વસ્ત્રાદિનો વ્યવહાર કરે તો પણ તે મહાત્માને અચેલક પરિષહના વિજેતા કેમ ન કહેવાય ? માટે તે વસ-પાત્રાદિ પણ એષણીય એટલે કે દોષ વિનાનાં હોય તે વસ્ત્ર-પાત્રને રાગાદિ દોષ રહિત એવા મુનિ જો તેનો ઉપભોગ કરે તો તે મુનિ પણ અચેલક પરિષહના વિજેતા કહેવાય જ. આ બાબતમાં આમ સમજવામાં કંઈ જ ખોટું નથી. || ૨૫૯૪-૨૫૯૫ /
जह भत्ताइ विसुद्धं, राग-द्दोसरहिओ निसेवंतो । विजियदिगिच्छाइपरीसहो, मुणी सपडियारो वि ॥ २५९६ ॥ तह चेलं परिसुद्धं राग-द्दोसरहिओ सुयविहीए । होइ जियाचेलपरीसहो, मुणी सेवमाणो वि ॥ २५९७ ॥
ગાથાર્થ :- જેમ વિશુદ્ધ (નિર્દોષ) એવા આહાર-પાણીને રાગ અને દ્વેષથી રહિત એવા મુનિ સેવે અને પ્રતિકાર કરે તો પણ સુધાદિ પરિષદના વિજેતા જ કહેવાય છે. || ૨૫૯૬ ||
તેવી જ રીતે રાગ અને દ્વેષથી રહિત એવા મુનિ શાસ્ત્રમાં જણાવેલી વિધિ પૂર્વક પરિશુદ્ધ એવા વસ્ત્ર ધારણ કરે તો પણ તે મુનિ અચેલકપરીષહને જિતનારા જ કહેવાય છે. || ૨૫૯૭ ||
વિવેચન - બન્ને ગાથાઓના અર્થ બહુ જ સુગમ છે. સૂત્રમાં જણાવેલી વિધિપૂર્વક ભૂખ લાગે ત્યારે જયણા સાથે ભોજન અને તૃષા લાગે ત્યારે જલ, ઠંડી લાગે ત્યારે વસ્ત્ર, અને ગરમી લાગે ત્યારે બારી-બારણાં આદિનો સહારો લે અને આવેલા ઉપસર્ગનો પ્રતીકાર કરે પણ રાગાદિમાં ન જાય તો તે મુનિ જિનપરિષહવાળા કહેવાય છે.
એ જ પ્રમાણે વસ-પાત્રાદિનો પણ ઉપયોગ રાગ અને દ્વેષરહિત પણે જો કરે તો પણ તે અચેલક પરિષહના વિજેતા જ ગણાય છે. આ કારણથી જ ન કલ્પે તેવાં રેશમી-ભભકાદારમોહવર્ધક એવાં અનેષણયના દોષથી દુષિત એવાં જે વસ-પાત્રાદિ હોય છે. તેનો ઉપભોગ ત્યજીને સંયમમાં વૃદ્ધિ કારક થાય અને વિકારોને જિતવામાં સહકારી બને તેવાં વસ્ત્ર પાત્રનો મુનિ જો ઉપયોગ કરે તો તે અચેલક પરીષહના વિજેતા જ ગણાય છે. વસ-પાત્રનો ઉપભોગ કરવા છતાં પણ રાગ અને દ્વેષ નથી માટે અચેલક પરીષહના વિજેતા ગણાય છે. આટલી સરળ આ વાત સમજાય તેમ છે. તું કેમ સમજતો નથી ? || ૨૫૯૬-૨૫૯૭ ||
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૪ દિગમ્બર અવસ્થા
નિતવવાદ અવતરણ :- જે સાધુ વસનો ઉપભોગ કરે છે. તો વસવાળા હોવાથી અચલક પરીષહના વિજેતા કેમ કહેવાય? કારણ કે સર્વથા વસ્ત્ર ન હોય તો જ અચેલક પરીષહનું વિજેતા પણું ઘટી શકે છે :આવો કોઈ પ્રશ્ન કરે તો તે અયુક્ત જ છે કારણ કે વસ્ત્ર હોય તો પણ, અને વસ્ત્ર ન હોય તો પણ (જે નિર્મોહ દશા હોય તો) અચલકપણું આગમમાં પણ રૂઢ છે અને લોકમાં પણ અચેલકપણું રૂઢ છે. તે સમજાવતાં કહે છે કે :
सदसंतचेलगोऽचेलगो य जं लोगसमयसंसिद्धो । तेणा चेला मुणओ संतेहिं जिणा असंतेहिं ॥ २५९८ ॥
ગાથાર્થ - વસ્ત્ર જેને છે તે પણ અચલક, અને વસ્ત્ર જેને નથી તે પણ અચલક, આ પ્રમાણે લોકમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે કારણથી મુનિઓ વસ્ત્ર હોવા છતાં અચલક કહેવાય છે. અને જિનેશ્વર ભગવંતો વસ્ત્ર ન હોતે છતે અચેલક કહેવાય છે. ર૫૯૮ ||
વિશેષાર્થ :- જેને વસ્ત્રો છે તે પણ અચેલક કહેવાય છે અને જેને વસ્ત્રો નથી તે પણ અચેલક કહેવાય છે તે કારણથી વિશિષ્ટ મુનિઓ અને સામાન્ય સાધુઓ વસ્ત્રો હોત છતે ઉપચારથી અચેલક કહેવાય છે અને જિનેશ્વર-તીર્થકર ભગવંતો વસ્ત્ર ન હોતે જીતે મુખ્યવૃત્તિથી પારમાર્થિકપણે અચેલક કહેવાય છે.
અહીં અચેલકપણું બે પ્રકારનું છેમુખ્ય અને ઉપચરિત ત્યાં જે આત્માઓમાં મુખ્ય અચલકપણું (એટલે કે નગ્નપણું) સંયમમાં ઉપકારક નથી બનતું આ કારણથી ત્યાં ઔપચારિક અચલકપણું જ લેવાય છે. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીમાં નગ્નપણું ન લેતાં ભભકાવાળાં વસ્ત્રો-રેશમી વસ્ત્રો કે રંગીન વસ્ત્રો કે ભિન્ન ભિન્ન ડિઝાઈનવાળાં વસ્ત્રો રાગવૈષનું કારણ છે. તે માટે તેવાં વસ્ત્રો ન પહેરતાં કેવળ અંગો ઢાંકવા પુરતાં જયાં શ્વેત માત્ર વસ્ત્ર પહેરાય ત્યાં વસ્ત્ર હોવા છતાં પણ બહુ કિંમતી ન હોવાથી અચેલક જ કહેવાય છે જેમ જેની પાસે લાખો-કરોડો રૂપિયા નથી. પણ માત્ર સો-બસોહ જ રૂપીયા છે તે અતિશય અલ્પ હોવાથી નિધન જ કહેવાય છે.
તથા ઘડામાં એક-બે ગ્લાસ માત્ર પાણી હોય અને ત્રણ – ચાર માણસો ને પાણી પીવાનું હોય તો પાણી નથી એમ જ કહેવાય છેગામમાં કોઈ રોગના ઉપદ્રવના કારણે ૭૦-૮૦ ટકા પ્રજા બહારગામ ચાલી ગઈ હોય તો ૨-૩૦ ટકા પ્રજા ગામમાં હોવા છતાં પણ આખું ગામ ખાલી થઈ ગયું છે આમ જ કહેવાય છે. તેમ અહીં સમજી લેવું.
તથા જિનેશ્વર ભગવંતો સર્વથા વસ્ત્ર રહિત જ હોય છે એટલે તેઓમાં મુખ્ય અચેલક પણું હોય છે તેઓ અતિશયવાળા હોવાથી નગ્ન હોવા છતાં તેમની નગ્નતા લોકોની દષ્ટિમાં આવતી નથી. મેં ૨૫૯૮ |
Page #258
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૩૫ અવતરણ - ઔપચારિક અચેલક પણું જ હજી વધારે સમજાવે છે - परिसुद्ध-जुण्ण-कुच्छिय-थोवानिययनभोगभोगेहिं । मुणओ मुच्छारहिया संतेहिं अचेलया होंति ॥ २५९९ ॥
ગાથાર્થ - પરિશુદ્ધ (મુનિને કલ્પે તેવા), જીર્ણપ્રાય, અસાર, માત્રામાં સ્તોક અને અનિયત એવા ભોગ અને ઉપભોગ વડે ભોગવાતાં એવાં વસ્ત્રો મુનિને હોવાથી વસ્ત્રો હોવા છતાં પણ તે મુનિ અચેલક જ કહેવાય છે. || ૨૫૯૯ ||
| વિવેચન :- જૈન મુનિઓ (સાધુ અને સાધ્વીજી ભગવંતો) વસ્ત્રોવાળા છે છતાં વસ્ત્રો ઉપર મૂછ નથી તે માટે અચેલક કહેવાય છે. તથા વળી તે મુનિઓ કેવા પ્રકારના અલક છે?
પરિશદ્ધ આ શબ્દમાં તૃતીયા વિભક્તિનું બહુવચન હતું. પરંતુ તેનો લોપ થયેલો છે એટલે પરિશુદ્ધ અર્થાત નિર્દોષ એષણીય (અર્થાત મુનિને કલ્પે તેવાં) વસ્ત્રો પહેરતા હોવાથી ઉદ્ભટ કે ભભકાદાર વસ્ત્રો ન હોવાથી વસ્ત્ર છે તો પણ નથીનો જ વ્યવહાર થાય છે (૧)
તથા જીર્ણ થયેલાં વારંવાર બહુ દિવસોમાં વપરાયેલાં જ કપડાંથી શરીર ઢાંકે છે માટે જીર્ણપ્રાયઃ વસ્ત્રો હોવાથી તે વસ્ત્રો હોવા છતાં નથી એમ માનીને અચેલક કહેવાય છે. (૨)
તથા કુત્સિત એટલે અસાર બહુ જ ઓછી કિંમતવાળાં વસ્ત્ર હોવા છતાં શરીરની શોભા ન વધારે તેવાં (૩), તથા સ્તોક એટલે ગણવાના પ્રકારથી ઘણા હીન એક ઉપરનું અને એક નીચેનું એક માત્ર બે જ, કોઈ કોઈ ધર્મક્રિયાકાલે તો માત્ર એક નીચેનું જ, (૪) તથા અનિયતન્નભોગભોગ શબ્દના બે અર્થ ટીકાકારશ્રી કરે છે. (૧) અનિયતપણે છે ઉપયોગ જેનો એવાં તે ઉપર-નીચેનાં વસ્ત્રો રાખે છે. ઉપરનું વસ્ત્ર પ્રાયઃ ઓઢતા નથી ક્યારેક જ કોઈક સ્ત્રીવર્ગ વિગેરે આવ્યા હોય ત્યારે અંગ ઉઘાડું ન દેખાય તે માટે જ ઉપરનાં કપડાથી શરીર ઢાંકે છે. અન્યથા ખુલ્લુ જ રાખે છે તથા નીચેનું વસ્ત્ર પણ માત્ર શરીરના ગુપ્ત અંગોને ઢાંકવા પુરતુ જ રાખે છે પણ પગની પાની સુધી શરીરની શોભા વધે તેવાં રાખતા નથી.
આવાં વસ્ત્રો મુનિઓ રાખે છે છતાં વિશિષ્ટ અને ભભકાદાર વસ્ત્રો ન હોવાથી તેઓ અચેલક જ કહેવાય છે. તથા “ગન્ન મોર મોઢું” આવો પણ પાઠ જોડી શકાય છે. લોકો કપડાં પહેરે તેના કરતાં અન્યથા ઢબે ધારણ કરતા હોવાથી વસ્ત્ર હોવા છતાં પણ તેઓ અચેલક જ કહેવાય છે. અહીં નોવાક પ્રચાર મોજ માવનમ્ આવો સમાસ કરવો. મધ્યમ પદલોપી સમાસ જાણવો. પ્રવર શબ્દ મધ્યમ પદ છે તેનો લોપ સમજવો.
Page #259
--------------------------------------------------------------------------
________________
દિગમ્બર અવસ્થા
નિઠવવાદ
૨૩૬
કપડાં પહેરવાની લોકમાં જે પદ્ધતિ રૂઢ છે તેના કરતાં જુદી રીતે જ્યાં શરીર ઢાંકવા પુરતો જ માત્ર વ્યવહાર છે પણ પાટલી વાળવી, ઈસ્ત્રી કરવી વિગેરે શોભા કરતા નથી. તેથી વજ્ર હોવા છતાં પણ તે અચેલક જ કહેવાય છે આવા પ્રકારનું અચેલકપણું લોકમાં રૂઢ છે.
અથવા પાણીના ઉંડાણમાં ગયેલો પુરુષ પોતાની કેડથી નીચેનું વસ્ત્ર ભીનું ન થઈ જાય તે માટે મસ્તક ઉપર વીંટે અને ઉંડા જલમાં તે ઉભો હોય ત્યારે વસવાળો હોવા છતાં વસ્ત્રવિનાનો કહેવાય તેમ, તથા સાધુ મહાત્માઓને ગાંઠ વિગેરે મારવાની ન હોવાથી વસ્ત્ર છે છતાં જાણે નથી આમ અનેક રીતે ઉપચાર કરાય છે.
અથવા પ્રાચીનકાળમાં મુનિઓ ચોલપટ્ટાના બન્ને બાજુના છેડા કોણીઓ વડે પકડી જ રાખતા હતા. ગાંઠ મારતા ન હતા તેથી લોકમાં વસ્ર પહેરવાની જે પ્રક્રિયા છે તેના કરતાં ભિન્ન રીતિ હોવાથી વસનો ઉપભોગ હોવા છતાં પણ જાણે વસ્ત્ર નથી એમ ઉપચાર કરીને અચેલકપણું જણાવ્યું છે.
આ પ્રમાણે પરિશુદ્ધ (૧), જીર્ણ ૨, કુત્સિત (૩) સ્તોક ૪, અનિયત અન્યભોગ ભોગ (૫), ઇત્યાદિ વિશેષણોથી વિશિષ્ટ વસ્ત્રનું ધારણપણું હોવાથી વસ્ત્રો હોવા છતાં પણ તેવા પ્રકારનું વિશિષ્ટ વસ્ત્રનું જે કાર્ય શરીરની શોભા વધારવી. વટ પાડવો. પ્રભાવ દેખાડવો ઇત્યાદિ કાર્ય ન થતું હોવાથી વજ્રો હોવા છતાં અચેલક જ કહેવાય છે.
તથા વસ્ત્રો પ્રત્યે મુનિઓને મૂર્છા ન હોવાથી મુનિઓ અચેલક કહેવાય છે. ઇત્યાદિ યુક્તિઓ શાસ્ત્રને અનુસારે જાણવી. ॥ ૨૫૯૯ ॥
અવતરણ :- કોઇક શિષ્ય ગુરુજીને પ્રશ્ન પૂછે કે વજ્ર જે રીતે પહેરવાં જોઇએ તેના કરતાં બીજી રીતે પહેર્યાં હોય તો શું ક્યાંય અચેલકપણાનો વ્યપદેશ થાય છે ? આવી કોઇ શંકા કરે તો તે જણાવતાં ગુરુજી કહે છે કે ઃ
जह जलमवगाहंतो, बहुचेलो वि सिरवेट्ठिय कडिल्लो ।
भाइ नरो अचेलो तह मुणओ संतचेला वि ॥ २६०० ॥
-
ગાથાર્થ :- જે જળમાં અવગાહન કરતો પુરુષ મોટા વસવાળો હોય તો પણ તે મોટા કેડ ઉપરના વસ્ર વડે વીંટ્યુ છે મસ્તક જેણે એવો પુરુષ વસવાળો હોવા છતાં પણ અચેલક જ કહેવાય છે તેમ મુનિઓ પણ વસવાળા હોવા છતાં પણ અચેલક જ કહેવાય છે. || ૨૬૦૦ ||
વિવેચન :- પાણીમાં ઉંડુ અવગાહન કરતો કોઈ મનુષ્ય નીચેના કટીભાગનું વસ ભીંજાઇ ન જાય તેવા આશયથી નીચેથી કાઢીને મસ્તક ઉપર વીંટે તેથી વજ્ર તળાવના જલથી ભીંજાય નહીં. આ રીતે તે પુરુષ વસવાળો છે તો પણ ગુપ્તભાગ અનાવરણ હોવાથી મસ્તક ઉપર વસ્ર હોવા છતાં પણ નગ્ન જ કહેવાય છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૩૭
તેની જેમ મુનિ મહાત્માઓ નાભિથી ઢીંચણ સુધી જ માત્ર વસ્ત્ર રાખતા હોવાથી વસ્ત્રવાળા હોવા છતાં પરિપૂર્ણ સર્વ અંગો ઢાંકતાં ન હોવાથી અચેલક જ કહેવાય છે વસ્ત્ર ધારણ કર્યું હોય પરંતુ યથાસ્થાને ધારણ ન કર્યું હોય તો અથવા યથાર્થ રીતે ધારણ ન કર્યુ હોય તો વસ્ર હોવા છતાં પણ અચેલક જ કહેવાય જ છે. તેમ અહીં સમજવું
|| ૨૬૦૦ ||
અવતરણ :- જીર્ણ વસ્ત્ર પહેર્યું હોય, અપુરતું વસ્ત્ર પહેર્યું હોય, કઢંગી રીતે વસ્ત્ર પહેર્યુ હોય તો વસ્ત્ર હોવા છતાં પણ અચેલકપણું લોકમાં રૂઢ છે તે સમજાવે છે. :
तह थोव-जुन्न - कुच्छियचेलेहिं वि भन्नए अचेलो त्ति ।
નદ્દ સૂર સાતિય ! નવું તે પોત્તિ, નયા મોત્તિ ૫ ૨૬૦૨ ॥
ગાથાર્થ :- તથા સ્ટોક (થોડું અથવા નાનું) વસ્ર હોય અથવા જીર્ણ વસ્ર હોય, અથવા કુત્સિત (હલકું-ન શોભે તેવું) વસ્ર પહેર્યું હોય તો સચેલક હોવા છતાં પણ અચેલક જ કહેવાય છે. જેમ કે હે વણકર ! તું ઉતાવળ કર, મને મારૂં વજ્ર આપ. નગ્ન છું. (આવું બોલાય છે.) ॥ ૨૬૦૧ ॥
વિવેચન :- આ ગાથા પણ બહુ જ સુગમ છે. નન્હ તૂર ઇત્યાદિ ગાથાના ઉત્તરાર્ધમાં દૃષ્ટાન્ત છે. જેમ કોઇક સ્રી કટીભાગ ઉપર ઘણી જીર્ણ (જુની) અને બહુ જ છિદ્રો વાળી એક સાડી પહેરીને (અંદરના ભાગમાં ચણીયા વિગેરે બીજાં વસ્ત્રો પહેર્યા ન હોય) અને તે જીવ પાણીમાંથી બહાર આવીને તેની સાડી જેને વણવા માટે આપી છે તેવા વણકરને કહે છે કે, હે વણકર ! તું ઉતાવળ કર, જલ્દી કરીને મને મારી સાડી વણીને જલ્દી આપ. હું હાલ નગ્ન વર્તુ છું (અર્થાત્ મારી પાસે શરીર ઢાંકવા માટે બીજી કોઇ સાડી નથી. તેથી હું નગ્ન છું માટે મને મારૂં વસ્ર તુરત વણી આપ).
આ રીતે આવા પ્રસંગમાં વસવાળી સ્રીમાં પણ પરિપૂર્ણ વસ્ત્ર ન હોવાથી, સુકાયેલાં વસ ન હોવાથી, સાડલાની અંદરના ભાગમાં ચણીયો વગેરે બીજી વજ્ર ન હોવાથી જેમ નગ્નતાનો ઉપચાર કરાય છે તેમ અહીં યથોચિત પરિપૂર્ણ (શરીર ઢાંકે તેવું વસ્ત્ર) ન હોવાથી અચેલકતાનો ઉપચાર કરાય છે. II૨૬૦૧
અવતરણ :- જે પૂર્વે કહ્યુ હતું કે ત્રણ સ્થાને વસ્ત્ર ધારણ કરાય છે. (ગાથાનું ૨૫૫૭) તે બાબતમાં પ્રત્યુત્તર આપતાં કહે છે કે :
विहियं सुए च्चिय जओ, धरेज्ज तिहिं कारणेहिं वत्थंति । तेणं चिय तदवस्सं, निरतिसएणं धरेयव्वं ॥ २६०२ ॥ जिणकप्पाजोगाणं ही - कुच्छ - परीसहा जओऽवस्सं । ही लज्जत्ति व सो संजमो तदत्थं विसेसेणं ॥ २६०३ ॥
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૮ દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ ગાથાર્થ :- સૂત્રમાં જ જ્ઞાનીઓએ કહ્યું છે કે ત્રણ કારણોને લીધે મુનિઓએ વસ્ત્ર ધારણ કરવું જોઇએ. તે કારણથી વિશિષ્ટ અતિશય વિનાના આત્માએ અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જ જોઇએ | ૨૬૦૨ || - જિનકલ્પને માટે જે જીવો અયોગ્ય છે તેઓએ લજ્જા-જુગુપ્સા અને પરિષદના વિજય માટે અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જોઈએ. અને જુગુપ્સા અથવા હી એટલે લજ્જા અને સંયમ માટે અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જોઇએ. || ૨૬૦૩ //
વિવેચન :- ગાથા નંબર ૨૫૫૭)માં ત્રણ કારણોના લીધે મુનિએ વસ્ત્ર ધારણ કરવું જોઇએ (લજ્જા-જુગુપ્સા અને પરિષહ) આ કારણ વિના વસ્ત્ર ધારણ ન કરવું જોઈએ અર્થાતુ નગ્ન જ રહેવું જોઈએ આ પ્રમાણે શિવભૂતિએ ગાથા નં. ૨૫૫૭માં પૂર્વપક્ષ રૂપે દલીલ કરેલી હતી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે “ત્રણ કારણોસર વસ્ત્ર ધારણ કરવું જોઇએ” આ પ્રમાણે આગમમાં કહેલું છે આવું કથન કરતા એવા હે શિવભૂતિ! તારા વડે અમારો જ પક્ષ સિદ્ધ કરાયો છે. નગ્નતાને બદલે સવસ્ત્રતા જ સિદ્ધ થઈ. પરંતુ તું શૂન્ય હૃદયવાળો હોવાથી કંઈ જ સમજતો નથી. તે આ પ્રમાણે -
હવે અમે પણ કહી શકીએ છીએ કે- “ત્રણ કારણોસર વસ્ત્ર અવશ્ય ધારણ કરવું જોઇએ. કારણ કે સૂત્રમાં પણ આ જ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે તે જ કારણથી અતિશયધારી જે આત્માઓ નથી. તેઓએ તેવા પ્રકારની ધીરજ તથા સંઘયણ બળ આદિ ન હોવાથી આવા સાધુએ પોતાના વ્રતોની રક્ષા માટે અને વ્રતોની વૃદ્ધિ માટે અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જ જોઈએ.
કારણ કે જે જે સાધુઓ નિરતિશય છે. એટલે કે એવા વિશિષ્ટ લબ્ધિસંપન્ન નથી. તેના કારણે જિનકલ્પ લેવાને માટે યોગ્ય બળ નથી. તેવા સાધુઓને લજ્જા, જાગુપ્તા અને પરીષહરૂપ ત્રણ કારણને લીધે વસ્ત્ર ધારણ કરવાનાં ત્રણ કારણો જે પૂર્વે કહેલાં હતાં તે કારણે અવશ્ય વસ્ત્ર સંભવે જ છે. તે માટે અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જ જોઈએ.
અથવા જુગુપ્સા અને પરીષહ સહન કરવા માટે કદાચ વસ્ત્ર ધારણ ન કરાય તો પણ ફ્રી એટલે લા તથા સંયમ પાલન આ બે કારણોસર તો એટલે કે લજ્જા માટે અને સંયમની રક્ષા નિમિત્તે વિશેષે કરીને અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જ જોઇએ.
અન્યથા એટલે કે જો વસ્ત્ર ધારણ કરવામાં ન આવે તો જ્યારે જ્યારે ઘણી જ ઠંડી પડે ત્યારે ત્યારે ઠંડીને દૂર કરવા તાપણું વિગેરે કોઈ કરે તો ઘણા જ અસંયમની આપત્તિ આવે. માટે નિરતિશયવાળા સાધુઓએ અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જ જોઈએ //ર૬૦૩ll
અવતરણ - હવે આ વાતનો ઉપસંહાર કરવા પૂર્વક વાતને સંપીને ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે :
Page #262
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિતવ શિવભૂતિ મુનિ
૨૩૯ जइ जिणमयं पमाणं, तुह तो मा मुयसु वत्थ-पत्ताई । पुव्वुत्तदोसजालं लब्भिसि मा समिइघायं च ॥ २६०४ ॥ अणुवालेउमसत्तोऽपत्तो न समत्तमेसणासमिइं । वत्थरहिओ न समिओ, निक्खेवादाणवोसग्गा ॥ २६०५ ॥
ગાથાર્થ - જો તું જિનેશ્વર પ્રભુના મતને પ્રમાણ માનતો હોય તો વસ્ત્ર અને પાત્રનો ત્યાગ ન કર. જો ત્યાગ કરીશ તો પૂર્વે કહેલા દોષોની જાળ લાગશે અને ઇર્યાસમિતિ આદિનો ઘાત થશે. // ૨૬૦૪ ||
પાત્ર વિનાનો જીવ ઇસમિતિ પાળવાને અસમર્થ છે. અને વસ્ત્ર રહિત આત્મા આદાનભંડમત્તનિફખેવણાસમિતિ અને પારિઠાપનિકાસમિતિ અને ઉપલક્ષણથી ભાષા સમિતિ પાળવાને અસમર્થ છે. || ૨૬૦૫ /
વિવેચન :- જો તને જિનેશ્વર પ્રભુનો મત પ્રમાણસર લાગતો હોય અને જિનેશ્વરની વાણી માન્ય રાખવી જ હોય તો વસ્ત્ર અને પાત્ર આ બન્નેનો ત્યાગ ન કર. કારણ કે ગાથા નંબર ૨૫૭૫ આદિમાં કહ્યા પ્રમાણે જયારે ઘણી જ ઠંડી હોય ત્યારે શરીરથી સહન ન થાય ત્યારે કાં તો ઘાસનો ઢગલો કરી તાપણું કરવું પડે. અથવા લાકડાં સળગાવવાં પડે તેમાં અનેક દોષોની જાળ લાગે તે દોષજાળ ન લાગે તેટલા માટે વસ્ત્રપાત્રનો ત્યાગ ન કર.
તથા વસ્ત્ર-પાત્રનો ત્યાગ કરવામાં પાંચ સમિતિનો ઘાત થાય છે. તે ન થાય તેટલા માટે પણ વસ્ત્ર-પાત્ર રાખવું જરૂરી છે.
પ્રશ્ન :- પાત્રાદિ ન હોય તો કઈ કઈ સમિતિનો કેવી રીતે ઘાત થાય છે ?
ઉત્તર :- અપાત્ર (પાત્રો વિનાનો) સાધુ આહાર-પાણી લાવવામાં સમસ્ત એવી એષણા સમિતિનું પાલન કરવાને સમર્થ બનતો નથી. કારણ કે લબ્ધિઓ પ્રગટ નથી. હાથમાંથી આહાર ઢોળાયા વિના રહે જ નહીં. ત્યાં જીવહિંસા પણ અવશ્ય થાય. તથા વસ્ત્ર વિનાનો સાધુ આદાનભંડમત્તનિષ્ણવણાસમિતિ પાળી શકે નહીં તથા ઠલ્લા-માત્રુ વિગેરે કરવા માટે તે તે સ્થાને જવા-આવવાનો વ્યવહાર પાળી શકે નહીં. તેથી પારિષ્ઠાપાનિકાસમિતિ પણ પાળી શકે નહીં. | ઉપલક્ષણથી (એટલે ગાથામાં નથી લખ્યું તો) પણ ભાષાસમિતિ પણ પાળી શકાય નહીં. કારણ કે વસ્ત્રાદિ ન રાખો તો મુહપત્તિ અને રજોહરણાદિ ન હોવાથી આ સમિતિ પણ પાળી ન શકાય. અને મુહપત્તિ તથા રજોહરણ વિના યથોક્ત ત્રણ સમિતિ પાળવી શક્ય નથી. || ૨૬૦૪-૨૬૦૫ ||
Page #263
--------------------------------------------------------------------------
________________
દિગમ્બર અવસ્થા
અવતરણ : આ પ્રમાણે સમજાવેલા શિવભૂતિએ શું કર્યું ? તે કહે છે :इय पण्णविओ वि बहुं, सो मिच्छत्तोदयाकुलियभावो । जिणमयमसद्दहंतो, छड्डियवत्थो समुज्जाओ ॥ २६०६ ॥ तस्स भगिणी समुज्झियवस्था, तह चेव तदणुरागेणं । संपत्थिया नियथा, तो गणियाए पुणो मुयइ ॥ २६०७ ॥
૨૪૦
નિહ્નવવાદ
ગાથાર્થ :- આ પ્રમાણે ગુરુજી વડે ઘણું ઘણું સમજાવવા છતાં પણ મિથ્યાત્વના ઉદયથી વ્યાપ્ત ભાવવાળો તે શિવભૂતિ જિનેશ્વર પ્રભુના મતની અશ્રદ્ધા કરતો વસ્ત્રપાત્રને છોડીને ઉપાશ્રયમાંથી નીકળ્યો. ॥ ૨૬૦૭ II
ત્યાગ કર્યો છે વસ્રોનો જેણીએ એવી તે શિવભૂતિની બહેન પણ દિગંબર થઈ અને માર્ગ ઉપર પ્રયાણ કર્યું. ત્યાં ગણિકાએ તેને વસ્ત્ર પહેરાવ્યું તેણીએ ફરીથી તે વસ્ત્રનો ત્યાગ કર્યો. ॥ ૨૬૦૮ ||
ती पुणो वि बद्धोरसेगवत्था, पुणो वि छडिती ।
अच्छउ ते तेणं चिय, समण्णुण्णाया धरेसी य ॥ २६०८ ॥ कोडिन्न - कोट्टवीरे, पव्वानेसी य दोणिण सो सीसे । तत्तो परंपराफासओऽवसेसा समुप्पन्ना ॥ २६०९ ॥
ગાથાર્થ :- તે ગણિકા વડે ફરીથી તેની છાતી ભાગ ઉપર એક વસ્ર બંધાયું તેણીએ ફરીથી તે વસ્ત્ર ત્યજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે શિવભૂતિ મુનિવડે “તમારે વસ્ત્ર હો” એમ વસ્ત્ર રાખવાની આજ્ઞા પ્રાપ્ત થયે છતે તે બહેને વસ્રને ધારણ કરી રાખ્યું ૨૬૦૮
કૌડિન્ય અને કોટ્ટવીર્ય નામના બે પુરુષોએ તેમની પાસે દીક્ષા લીધી. અને તેઓના શિષ્ય બન્યા. ત્યારબાદ પરંપરાના સંબંધથી બાકીના બોટિકો ઉત્પન્ન થયા ।।૨૬૦ા
વિવેચન :- આ ચારે ગાથાઓ (૨૬૦૬ થી ૨૬૦૯ સુધીની) બહુ જ સુગમ છે. ગુરુજીવડે સમજાવવા છતાં જ્યારે આ શિવભૂતિ ન જ સમજ્યા. ત્યારે વસ્રનો ત્યાગ કરીને ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા. તેની પાછળ પાછળ તેની બહેન પણ જે સાધ્વી થયેલાં હતાં તેઓ પણ વસ્ત્રનો ત્યાગ કરીને નીકળ્યાં ત્યાં ગણિકા વડે વસ્ત્ર પહેરાવાયાં.
તે ગણિકા વડે છાતી ઉપર એક વસ્ત્ર ઢંકાયુ તે સ્ત્રીએ તે વસ્ત્ર દૂર કર્યું. ત્યારબાદ ગણિકા વડે ફરીથી મુકાયું ત્યારબાદ તે સ્ત્રી તે વસ્ત્રનો ત્યાગ કરતી હતી. ત્યારે શિવભૂતિ વડે કહેવાયું કે તમારા શરીર ઉપર તે વસ્ત્ર ભલે રહ્યું. આ પ્રમાણે પોતાના ભાઈ વડે આજ્ઞા કરાયે છતે તે બહેન વસ્ત્રને ધારણ કરવા વાળાં થયાં.
Page #264
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૪૧ ત્યારબાદ પરંપરા ચાલી. પરંપરા દ્વારા જે આ સ્પર્શ (સંબંધ અર્થાત્ ગુરુ-શિષ્યની પાટ પરંપરા ચાલી તેમાંથી બોટિકની (દિગંબરોની પરંપરામાં વર્તનારા બીજા પણ ઘણા બોટિકો (દિગંબરો) જ થયા.
આ બોટિક (દિગંબર)ની હકિકતના સંબંધવાળી સર્વે પણ ગાથાઓનો અર્થ સંક્ષેપીને “અહીં જે જીવ જેનો અર્થી હોય તે જીવ તેના નિમિત્ત અને ઉપાદાન કારણ પ્રત્યે
ક્યારેય અનાદર ભાવવાળો હોતો નથી. જેમ ઘટનો અર્થી જીવ મૃત્પિડરૂપ અને દિંડારિરૂપ ઉપાદાન અને નિમિત્ત પ્રત્યે અનાદર ભાવવાળો નથી હોતો. તેમ ચારિત્રના અર્થી જે મુનિયો હોય છે અને વસ્ત્ર-પાત્ર એ ચારિત્રપાલનનું નિમિત્ત છે આ વસ્ત્રપાત્રાદિમાં ચારિત્રનું નિમિત્ત પણું અસિદ્ધ નથી.” આ પ્રમાણે વસ્ત્ર અને પાત્રના પરિગ્રહના વિષયવાળુ વાદસ્થાનક (ઘણી જ ચર્ચા ) વૃદ્ધ પુરુષો વડે કરાયેલી છે. તે ચર્ચા ઉત્તરાધ્યયન સૂત્રમાં બીજા પરીષહ નામના અધ્યયનમાં આચેલક્ય પરીષદના પ્રસંગે મોટી ટીકામાં ચર્ચેલું છે. તેના અર્થી જીવોએ ત્યાંથી વિશેષે જાણી લેવું.
તથા જયાં જે કાર્ય થવાનો અસંભવ જ હોય ત્યાં તે કાર્યના કારણની અવિકલતા (પૂર્ણતા) પણ હોતી નથી જ. જેમ શુદ્ધશીલા ઉપર શાલિના અંકુરા ક્યારે ઉગતા નથી. તેવા પ્રકારની સ્ત્રીવર્ગમાં પણ મુક્તિની અવિકલતા (પરિપૂર્ણ કારણતા) છે જ. અમારો આ હેતુ અસિદ્ધ હોવાભાસ નથી. “ઇત્યાદિ વાક્યો દ્વારા સ્ત્રીના નિર્વાણના વિષયવાળું આ વાદ સ્થાનક ત્યાં ઉત્તરાધ્યયનસૂત્રમાં છત્રીસમા અધ્યયનમાં ઘણું જ વિસ્તારથી ચર્ચેલું છે ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. || ૨૬૦૮-૨૬૦૯ /
इति बोटिकाभिधानानामष्टमनिह्नवानां वादः परिसमाप्तः ॥ આ પ્રમાણે બોટીક (દિગમ્બર) છે નામ જેઓનું એવા આઠમા નિહ્નવોના વાદનું સ્થાન અહીં સમાપ્ત થયું
ટમ નિતવવાદ સમાપ્ત
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૨
અવતરણ :- આ આઠે નિહ્નવોનું સમુચ્ચયપણે જે સ્વરૂપ છે તે કહે છે ઃएवं एए भणिया, उसप्पिणीए उ निण्हगा सत्त । वीरस्स पवयणे, सेसाणं पवयणे नत्थि ॥ २६१० ॥
નિઠવવાદ
ગાથાર્થ :- આ પ્રમાણે અવસર્પિણી કાળમાં મહાવીર પ્રભુના શાસનમાં કુલ સાત નિદ્ભવો થયા (આઠમા બોટિક નિર્ભવ = શબ્દથી જણાવેલ છે). બાકીના તીર્થંકર ભગવંતોના કાળમાં આવા નિહ્નવો થયા નથી ॥ ૨૬૧૦ ||
વિવેચન :- આ પ્રમાણે હમણાં ગાથા નંબર ૨૩૦૦ થી ૨૬૦૯માં કહ્યા પ્રમાણે આ અવસર્પિણી કાળમાં કુલ જમાલિથી પ્રારંભીને ગોઠામાહિલ સુધીના કુલ સાત નિહ્નવો થયા તથા આઠમા નિર્ભવ બોટિક એટલે કે દિગંબર = શબ્દથી સમુચ્ચય રૂપે કહેલ હોવાથી તે આઠમા નિર્ભવ સમજવા. આમ કુલ આઠ નિહ્નવો થયા. આ આઠે નિહ્નવો પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના શાસનમાં થયા. બાકીના તીર્થંકર ભગવંતોના શાસનમાં આવા નિહ્નવો થયા નથી. અથવા આવા કોઈ નિહ્નવો હતા નહી. “નિવ સત્તા” આટલું પદ અધ્યાહારથી સમજી લેવું. ॥ ૨૬૧૦ ॥
मोत्तूणेत्तो एक्कं, सेसाणं जावजीविया दिट्ठी ।
.
एक्क्क्स्स य एत्तो, दो दो दोसा मुणेयव्वा ॥ २६११ ॥
ગાથાર્થ :- આ આઠ નિહ્નવમાંથી એક ગોઠામાહિલને મૂકીને બાકીના સર્વે પણ નિહ્નવોની દૃષ્ટિ પચ્ચક્ખાણની બાબતમાં યાવજ્જીવનું જ પચ્ચક્ખાણ હોય એવી હતી. આ સર્વે પણ નિહ્નવોમાં એક એક નિર્તવના બે બે દોષો હતા. || ૨૬૧૧ ||
વિવેચન :- ઉપર કહેલા આઠ નિદ્ભવોમાંથી એક ગોષ્ઠામાહિલને મૂકીને બાકીના સાતે નિહ્નવોની દૃષ્ટિ પચ્ચક્ખાણની બાબતમાં સમાન જ હતી એટલે કે આ જીવ જ્યારે દીક્ષા ગ્રહણ કરે ત્યારે યાવજ્જીવનું જ (એટલે આ શરીરમાં આ ભવસંબંધી જીવ રહે ત્યાં સુધીનું જ) પચ્ચક્ખાણ કરાય. પરંતુ અરિમાણ પચ્ચક્ખાણ ન કરાય. કારણ કે મૃત્યુ બાદ આ જીવ ક્યાં જશે ? શું કરશે ? તેની આપણને ખબર નથી. તે આપણાને આધીન નથી. તે માટે અપરિમાણ (યાવજ્જીવના માપ વિનાનું ) પચ્ચક્ખાણ થાય નહીં.
પ્રશ્ન :- પૂર્વે કરેલી ચર્ચાથી જ વાત તો સમજાય જ છે ફરીથી આવા અર્થનો ઉપન્યાસ (આવો અર્થ સમજાવવાનો પ્રયત્ન) શા માટે કરાય છે ?
Page #266
--------------------------------------------------------------------------
________________
નિહ્નવવાદનો ઉપસંહાર
૨૪૩ ઉત્તર-પચ્ચખ્ખાણ પ્રતિદિન અવશ્ય કરવા લાયક હોવાથી આ જીવનમાં પચ્ચક્માણ અતિશય ઉપયોગી છે તે માટે આ પચ્ચક્કાસની બાબતમાં નિહ્નવોએ કહ્યું તેમ કોઈ ન સ્વીકારી લે. તેથી વિશેષે સમજવાય છે કે નિદ્રવોમાં પણ “નાવજ્જીવ પન્નુવાસન" આમ કહીને પચ્ચક્કાણની બાબતમાં માવજીવનું જ પચ્ચખ્ખાણ કરાતું હતું કારણ કે મૃત્યુ બાદ આ જીવ ક્યાં જાય ? કેવી જીવયોનિમાં જાય તે સર્વે નિયત ન હોવાથી અપરિમિત કાળનું પચ્ચખ્ખાણ ન કરાય અને ન કરાવાય.
આ પ્રમાણે આ સર્વે પણ નિદ્રવોમાં બે બે દોષ જાણવા (૧) પ્રથમ દોષ તો તે હતો કે પોતાનો મત દોષવાળો છે. આમ સમજવા છતાં તેનો જ આગ્રહપૂર્વક સ્વીકાર કર્યો હતો. (૨) અને સામે જ્ઞાનીએ કહેલો અન્ય માર્ગ નિર્દોષ છે. આમ જાણવા છતાં તેનો અસ્વીકાર કર્યો હતો. આમ બે બે દોષો હતા.
અહીં આ ગાથાનો ભાવાર્થ ભાષ્યકાર મહારાજા પોતે જ હવે પછીની ગાથાઓમાં જણાવે છે. આ નિર્યુક્તિની ગાથા છે. તેનો અર્થ સમજાવ્યો. / ર૬૧૧ |
અવતરણ - હવે ભાગ્યકાર મહારાજશ્રી કહે છે : मोत्तूण गोट्ठमाहिलमन्नेसिं जावज्जीव संवरणं । कम्मं च बद्धपुटुं, खीरोदवदत्तणा समयं ॥ २६१२ ॥ मोत्तुं जमालिमन्ने बेंति कडं कज्जमाणमेवं तु । एक्केक्को एक्केवं नेच्छइ अबद्धिओ दोनि ॥ २६१३ ॥ अवरोप्परं समेया, दो दोसे देंति एक्कमेक्कस्स । परमय संपडिवत्तिं वियडिवत्तिं च समयम्मि ॥ २६१४ ॥
ગાથાર્થ :- ગોઠામાહિલને છોડીને બાકીના સર્વે પણ નિહ્નવો યાવજ્જવ સુધીનું જ પચ્ચખ્ખાણ હોય આમ માનતા હતા. માત્ર ગોઠામાહિલને આ વાત માન્ય ન હતી. તથા આત્માની સાથે કર્મ ક્ષીરોદકની જેમ બદ્ધસ્પષ્ટ થાય છે આ વાત પણ ગોઠામાહિલ સિવાઈના સર્વને માન્ય હતી પણ ગોઇમાહિલને માન્ય ન હતી / ર૬૧૨ |
એક જમાલિને છોડીને બાકીના સર્વે પણ નિહ્નવો કરાતું હોય તેનું કર્યું કહેવાય તે માનતા હતા. પણ જમાલિને આ વાત માન્ય ન હતી. આ પ્રમાણે ભગવત્તે કહેલી બીજી સઘળી પણ વાત એક એક નિહ્નવ માનતા હતા. પરંતુ એક એક વાતને ઇચ્છતા ન હતા પરંતુ અબદ્ધિક એવો ગોઠામાહિલ બને વસ્તુ સ્વીકારતા ન હતા. ર૬૧૩
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૪
નિહ્નવવાદ પરસ્પર સાથે મળે ત્યારે નિદ્વવો એક બીજાને બે બે દોષો આપતા હતા. એક દોષ તો તે કે પર એવો વાદી જે નવો અભિપ્રાય ધરાવતો હોય. તેમાં વિવાદ ઉભો કરવો તે પરમતવિસંવાદ અને બીજો દોષ તે કે સર્વે પણ વાદીઓએ પોતપોતે માનેલી જે બીજા નથી માનતા તે પોતાની માનેલી માન્યતામાં વિસંવાદ, આમ બે બે દોષો હતાં. || ૨૬૧૪ ||
વિવેચન :- આ આઠ નિહ્નવોમાં એક ગોઇમાહિલને છોડીને બાકીના સર્વ નિહ્નવોને પચ્ચખાણ માવજજીવ સુધીનાં જ કરાય આ માન્યતાનો સ્વીકાર હતો. તથા ગોષ્ઠામાહિલાથી અન્ય સર્વ નિહ્નવોને કર્મતત્ત્વ માન્ય હતું. તે કર્મતત્ત્વ કેવું માન્ય હતું? આત્માની સાથે બદ્ધ ધૃષ્ટ થયેલું અર્થાત્ પ્રદેશ પ્રદેશ તન્મય થયેલું. કોની જેમ ? તો હીરોદકની (દૂધ-પાણીની) જેમ તથા ગોષ્ઠમાહિલને આ બન્ને વાતો માન્ય હતી. (૧) હાવજીવ સુધીનું જ પચ્ચખ્ખાણ હોય છે એક આ વાત માન્ય ન હતી. અને આત્માની સાથે કર્મનો સંબંધ દૂધ અને પાણીની જેમ એકાકાર હોય છે આ વાત ગોઠામાહિલને માન્ય ન હતી.
સારાંશ કે ગોઠામાહિલને આ બે વાત માન્ય ન હતી તે બે વાત અન્ય સર્વ નિદ્વવોને માન્ય હતી. (૧) સર્વવિરતના પચ્ચક્ઝાણો યાવજીવ સુધીનાં જ હોય છે. (૨) આત્મા અને કર્મનો સંબંધ દૂધ અને પાણીની જેમ અત્યન્ત એકમેક હોય છે. આ બન્ને વાત ગોઠામાહિલને માન્ય ન હતી. બાકીના સર્વને માન્ય હતી.
તથા જમાલિ વિગેરે બીજા નિહ્નવો શું માનતા હતા અને શું નોતા માનતા ? તે વાત ગ્રંથકારશ્રી જણાવે છે કે એક જમાલિને છોડીને બાકીના સર્વે પણ તિષ્યગુપ્ત વિગેરે નિકૂવો “કરાતુ હોય તે કર્યું કહેવાય” આ માનતા હતા પરંતુ જમાલિ એક જ આ વાત માનતા ન હતા પરંતુ જમાલિ એકલા એમ જ કહેતા હતા કે “કર્યું હોય તેને જ કર્યું કહેવાય” પરંતુ કરાતું હોય તેને કર્યું ન કહેવાય.
આ જ પ્રમાણે તિષ્યગુપ્ત નિતવને છોડીને બાકીના સર્વે પણ નિહ્નવો પરિપૂર્ણ જીવને જ જીવ માનતા હતા. ફક્ત તિષ્યગુપ્ત મુનિ જ ચરમ એક પ્રદેશને જ સંપૂર્ણ જીવ માનતા હતા આ પ્રમાણે બાકીના પણ સર્વે નિદ્રવોમાં તમારી પોતાની બુદ્ધિથી જ સમજી લેવું કે પોત પોતાની એક માન્યતામાં જ વિવાદ હતો. બીજી સઘળી વાત સૌ નિહ્નવો માનતા હતા, સ્વીકારતા હતા.
૨૬૧૩મી ગાથામાં લખેલો તુ શબ્દ વ શબ્દના અર્થને કહેનાર હોવાથી એમ હોતે છતે શું સિદ્ધ થયું તો જણાવે છે કે શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા પદાર્થોમાંથી ઉપર
Page #268
--------------------------------------------------------------------------
________________
નિવવાદનો ઉપસંહાર
૨૪૫ જણાવેલા ન્યાય પ્રમાણે સૌ પોતપોતાના અભિપ્રાય પ્રમાણે એક એક વાતને સ્વીકારતા ન હતા. બીજુ બધુ ભગવાને કહેલું માન્ય રાખતા હતા.
જયારે અબદ્ધિક દષ્ટિવાળો ગોઠામાહિલ બે વાત સ્વીકારતો ન હતો. બાકીના કહેલા સર્વભાવોને માન્ય રાખતો હતો. તેથી શું સિદ્ધ થયું ? જયારે જયારે સર્વે પણ નિદ્વવો એક સ્થાને સાથે મળે ત્યારે ત્યારે પરસ્પર ઘણો વિવાદ કરતા. અને અરસપરસ એક બીજાને બે બે દોષો આપતા હતા.
ત્યાં બહુરતાદિ નિહ્નવને પ્રાદેશિકાદિ નિદ્ધવનો જે મત તે પરમત કહેવાય. (પ્રાદેશિકાદિ નિહ્નવોને) તે મત નિજમત (પોતાનો મત) કહેવાય. આ રીતે પરમતનો એટલે કે પોત પોતાના મતથી અન્ય મતનો જે સ્વીકાર કરવો એકાન્ત પકડી રાખવો તે પરમત સંપ્રતિપ્રતિ કહેવાય. તેને બધા જ નિદ્વવો પરસ્પર દૂષિત કરતા હતા. પોતાની માન્યતાથી અન્ય માન્યતા છે જે નિહ્નવોએ સ્વીકારી હતી. તેને સર્વે પણ નિકૂવો દૂષિત કરતા હતા.
તથા તે બહુરતાદિ નિદ્વવો પોતપોતાની માનેલી છે જે માન્યતા હતી. તેને અન્ય અન્ય નિદ્વવો જે સ્વીકારતા ન હતા. તે પોતાની માનેલી વાતને ન સ્વીકારવા રૂપ પર એવા પ્રાદેશિકાદિની સાથે જ વિવાદ હતો તેને દૂષિત કરતા હતા. આ પ્રમાણે એક એક નિહ્નવને બે બે દોષો આવતા હતા. સારાંશ કે (૧) એક દોષ તો તે કે પરે જે નવી માન્યતા ઉભી કરી છે પરનિદ્ભવે જે નવી વાત પોતાના મત પ્રમાણે જે સ્વીકારી છે તેને દૂષિત દેખવી અને દૂષિત કરવી તે. તથા (૨) બીજો દોષ છે કે જે જે નિહ્નવોએ જે જે વાત પોત પોતે સ્વીકારેલી છે. તેમાં કંઈ દોષ નથી જ, આવી વાત જે બીજા નિહ્નવો નથી સ્વીકારતા. તે વાત પોતાને ખટકે છે.
- ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે બહુરત વાળા નિદ્ભવ પ્રાદેશિક નિહ્નવને કહે છે કે તમને બે દોષો આવે છે (૧) એક તો તે દોષ આવે છે કે કરાયુ હોય તેને જ કર્યું કહેવાય આવા પ્રકારની મારી જે વાત નિર્દોષ અને સંપૂર્ણ સત્ય સો રચના સોના જેવી છે તે વાત તમે નથી માનતા આ એક દોષ તમને આવે છે તમારી દૃષ્ટિએ મારી માનેલી વાત તે પરમત, તેનો સંપડિવત્તિ એટલે સ્વીકાર કરવો તે પરમતનો સ્વીકાર કરવો જોઈએ તે નથી કરતા આ પ્રથમ દોષ છે તથા (૨) ચરમપ્રદેશ માત્રમાં જ આખો જીવ છે આવી જે તમારી પોતાની માન્યતા છે. તે નિજમત વિવાદવિપત્તિપત્તિ વાળો છે. તે ખોટી વાતને તમે પકડી રાખો છો આ બીજે દોષ તમને આવે છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૬
નિહ્નવવાદ આ પ્રમાણે સર્વે પણ નિદ્ભવો પરસ્પર એકબીજાને બે બે દૂષણ આવે છે. (૧) ખોટા એવા પરમતનો સ્વીકાર અને (૨) સાચા એવા પણ મારા મતનો અસ્વીકાર. આમ વિવાદ કરે છે. આ જ પ્રમાણે પ્રાદેશિકનિદ્ભવ બહુરતને ઉલટી રીતે બે દોષ આપે છે. તથા આ જ પ્રાદેશિક નિદ્ભવ ત્રીજા અવ્યક્તકાલવાદી નિદ્વવને કહે છે કે તમને પણ બે દોષો આવે છે.
(૧) એક તો દોષથી ભરેલો એવો તારો પોતાનો મત તે જે સ્વીકાર્યો છે તે દોષ અને (૨) બીજો નિર્દોષ એવો મારો મત તું નથી સ્વીકારતો તે દોષ આ જ પ્રમાણે અબદ્ધદષ્ટિવાળો નિહ્નવ પણ ઐરાશિક મતવાળા નિહ્રવને ઉલટી રીતે બે દોષો આપે છે આ પ્રમાણે બહુરત આદિ નિહ્નવો અવ્યક્ત આદિ નિહ્નવોની સાથે બે બે દોષ વડે અનુક્રમે વિચારવા સર્વ નિહ્નવોમાં બે નિદ્વવો જયાં ભેગા થાય ત્યાં પરસ્પર યશોક્ત બે બે દોષો આપતા હતા. (૧) તમારો મત ખોટો છે દોષિત છે તેને તમે સ્વીકારો છો તે પ્રથમ દોષ અને (૨) મારો મત સર્વથા નિર્દોષ છે તે તમે નથી સ્વીકારતા આ બીજો દોષ.
પ્રશ્ન :- અબદ્ધિક નામનો જે નિદ્ભવ છે તે આત્માને જે કર્મ લાગે છે તે માત્ર સૃષ્ટ અને અબદ્ધ જ હોય છે આવી તેની એક માન્યતા છે. તથા પચ્ચકખાણ થાવજીવ એવા માપ વિનાનું જ કરવું જોઈએ અર્થાત પરિમાણ રહિત જ કરવું જોઈએ આવી બીજી માન્યતા આમ બે માન્યતા શાસ્ત્રાનુસારી સ્વીકારતા નથી. આવી વાત તમે પહેલા આ મત સમજાવ્યો ત્યારે કરી છે તેથી આ વાદી પ્રતિયોગીવાદીને ત્રણ દોષો આપશે. પોતાની માનેલી બે વાત સામેનો વાદી નથી માનતો તે બે દોષો અને સામેનો વાદી નવો જે અભિપ્રાય ધરાવે છે તે એક માન્યતા દોષયુક્ત છે એમ કુલ ૩ દોષો આવશે.
અબદ્ધિક નિદ્ભવ બહુરતવાળા નિહ્નવને આમ કહેશે કે તને ત્રણ દોષો આવે છે. પ્રથમ તો મારી નિર્દોષપણે માનેલી બે માન્યતા તું નથી સ્વીકારતો તે બે દોષ તથા વળી તારી પોતાની માનેલી દોષવાળી માન્યતાથી ભરેલો પદાર્થ તું જે કલ્પે છે તે એક દોષ આમ કુલ તને ત્રણ દોષો આવશે.
આ જ પ્રમાણે બહુરત નિદ્રવ પણ અબદ્ધિકનિદ્વવને ઉલટી રીતે ત્રણ દોષો આપશે. આ રીતે અબદ્ધિક નિદ્ભવની સાથે પ્રતિયોગી નિહ્નવોના વિચારમાં સર્વ ઠેકાણે ત્રણ ત્રણ દોષો જ આવશે તો પછી એક એક નિદ્વવને બે બે દોષો આવશે ? આમ કેમ કહો છો ?
ઉત્તર :- તમારો પ્રશ્ન સાચો છે અબદ્ધિકનિદ્રવને વ્યક્તિની અપેક્ષાએ વિચારીએ
Page #270
--------------------------------------------------------------------------
________________
નિતવવાદનોઉપસંહાર
૨૪૭ તો બે પદાર્થની સાથે ભિન્ન ભિન્ન મત વિચારીએ તો તું જેમ કહે છે તેમ પોતાના બે અભિપ્રાય અને સાથેના વાદીનો એક અભિપ્રાય એમ ત્રણ ત્રણ દુષણો થાય જ છે એમ અમે પણ તેમજ માનીએ છીએ પરંતુ એક જ અબદ્ધિક નિદ્ભવમાં બે પદાર્થ વિષયક જે બે માન્યતા છે તે માનનાર અબદ્ધિકવાદી કર્તારૂપે એક જ છે તેથી આ બન્ને માન્યતાને સામાન્યથી એકરૂપે વિચારીએ તો પોતાની બે માન્યતાઓ એક જ વ્યક્તિ આશ્રિત હોવાથી એક જ મનાય.
આ રીતે ઉપર બતાવેલા ન્યાયને અનુસાર એક એક વાદી નિતવને બે બે દોષો આવે છે સર્વ સ્થાને આમ કહેવામાં કંઈ વિરોધ નથી આટલા વિસ્તાર વડે હવે સર્યું // ૨૬૧૨-૨૬૧૩-૨૬૧૪ ||
અવતરણ: આ અબદ્ધિક નિવની વ્યક્તિ અપેક્ષાએ જે વિચાર કરીએ તો પોતાની બે માન્યતા અને પરવાદીની એક માન્યતા એક ત્રણ દોષો આવે જ છે આ વાતમાં ભાષ્યકાર મહારાજ પણ સમ્મત છે. તે આ પ્રમાણે :
अबद्धियस्स दोसे देंति तओ सो वि तिन्नि अन्नस्स । तिप्पभिई तु समेया, दोसे तिप्पभिइए देंति ॥ २६१५ ॥
ગાથાર્થ - અબદ્ધિક નિદ્ધવને અન્ય નિહ્નવો ત્રણ દોષો આપે છે અને તે અળદ્ધિકનિદ્રવ પણ અન્ય નિહ્નવોને ત્રણ ત્રણ દોષો આપે છે. પરંતુ ત્રિવિગેરે (૩-૪-૫-૬ ઇત્યાદિ) નિહ્નવો સાથે મળ્યા હોય ત્યારે તેને અનુસારે ત્રણ વિગેરે (૩-૪-૫-૬ વિગેરે) દોષો પણ આપે છે. || ૨૬૧૫ ||
વિવેચન - અબદ્ધિકની બે વિષયમાં ભિન્ન માન્યતા છે અને બાકીના બધા નિહ્નવો એક એક વિષયમાં વિપરીત માન્યતા ધરાવે છે તેથી વ્યક્તિની વિવક્ષા કરીએ તો પૂર્વે બતાવેલી વિધિ પ્રમાણે બહુરત આદિ અન્ય નિહ્નવો અબદ્ધિકનિદ્ધવને ત્રણ ત્રણ દોષો આપે છે. અને તે અબદ્ધિક નિદ્ભવ પણ બહુરત આદિ નિદ્વવોને ત્રણ ત્રણ દોષો આપે છે.
આ પ્રમાણે અબદ્ધિકની સાથે બીજી કોઈ એક નિદ્ભવ મળ્યો હોય ત્યારે આમ બે જ નિદ્ભવ સાથે મળ્યા હોય ત્યાં અને તેમાં પણ એક અબદ્ધિક હોય તો જ) ત્રણ ત્રણ દોષો પરસ્પર આપે છે પરંતુ જ્યારે ત્રણ-ચાર-પાંચ વિગેરે વધારે નિહ્નવો સમુચ્ચિત થયા હોય (એકઠા મળ્યા હોય) ત્યારે શું વિધિ છે? કેટલા દોષો લાગે છે ? તે હવે જણાવે છે.
ત્રણ વિગેરે વધારે નિદ્ભવો સાથે મળ્યા હોય ત્યારે ત્રણ વિગેરે વધારે દોષો પણ પરસ્પર આપે છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે અબદ્ધિક નિદ્ભવ વિના બાકીના નિદ્ભવોમાંથી બહુરત વિગેરે ત્રણ નિહ્નવો જ સાથે મળ્યા હોય તો બહુરત મતવાળો નિહ્નવ બાકીના
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૮
નિઠવવાદ
બન્ને નિહ્નવને કહે છે કે તમે બન્ને પોત પોતાના જે મત ધરાવો છો તે કુત્સિત છે મિથ્યા છે તેથી તમારી બન્નેની કુત્સિત માન્યતા માનવાના બે દોષો તમને આવે છે તથા નિર્દોષ એવો મારો મત તમે નથી માનતા તે એક દોષ વધારે આવે છે આમ તમને બન્નેને ત્રણ દોષો આવે છે. આમ જ્યાં જ્યાં ત્રણ નિર્ભવો સાથે મળ્યા હોય અને તેમાં જો અબદ્ધિક ન હોય તો ત્રણ ત્રણ દોષો આવે છે આમ સમજવું.
ફક્ત અબુદ્ધિકની સાથે જો સામે બે નિહ્નવો આવે એમકુલ ત્રણ નિહ્નવોનો યોગ મળે ત્યારે વ્યક્તિવિવક્ષાએ એક દોષ વધવાથી કુલ ચાર દોષો થાય. સામે આવેલા બે નિહ્નવોના એક જ અભિપ્રાયના બે દોષ અને અબદ્ધિકની પોતાની બે માન્યતા એમ કુલ ચાર દોષો થાય. તથા “તિપ્પભિઈ” શબ્દમાં ત્રણ વિગેરે લખ્યું છે તેથી પ્રવૃત્તિ શબ્દના ગ્રહણથી જો ચાર નિહ્નવો-પાંચનિહ્નવો-છનિહ્નવો અને સાત નિહ્નવોનો સાથે યોગ મળે ત્યારે અનુક્રમે ૪-૫-૬ અને ૭ દોષો ઉપર કહ્યા પ્રમાણે સમજી લેવા ફક્ત તેમાં જો અબદ્ધિક નિર્ભવ આવ્યો હોય તો તેની સાથે એક દોષ વધારે લાગવાથી. અનુક્રમે ચાર વિગેરે નિર્ભવો ભેગા થાય ત્યારે વ્યક્તિની વિવક્ષા કરીએ ત્યાં એકદોષ અધિક લાગવાથી ૫-૬-૭-૮ દોષો જાણવા. ॥ ૨૬૧૫ ||
અવતરણ :- હવે એક પ્રશ્ન થાય છે કે આ આઠે નિર્ભવોની જે જે આ એકાન્ત વિપરીત માન્યતા હતી. તે શું તેઓના સંસારની વૃદ્ધિ માટે થઈ કે મુક્તિ માટે થઈ? આવી કોઈને કદાચ શંકા થાય તો તે શંકાના નિવારણ અર્થે ગ્રંથકાશ્રી કહે છે કે ઃ
सत्तेया दिट्ठीओ, जाई-जरा-मरणगब्भवसड्ढही ।
मूलं संसारस्स उ, हवंति निग्गंथरुवेणं ॥ २६१६ ॥
ગાથાર્થ :- આ સાતે દૃષ્ટિઓ (એકાન્ત અને મિથ્યા હોવાથી) સાધુપણાનું રૂપ હોવા છતાં પણ જાતિ-જરા-મરણ અને ગર્ભવાસાદિરૂપ સંસારવૃદ્ધિનું જ કારણ બની છે. II૨૬૧૬॥
વિવેચન :- ઉપર સમજાવેલા સાતે નિહ્નવોની સાત દૃષ્ટિ (અને = શબ્દથી જણાવેલી બોટિકની દૃષ્ટિ પણ) નિહ્નવોનાંજ દર્શનો કહેવાય નિહ્નવોના જ મત કહેવાય છે. બોટિક એટલે કે દિગંબર પૂર્વે કહેલા કારણથી ભિન્ન વિવક્ષ્યા નથી. પણ = શબ્દથી સંગ્રહીત કરી લેવા આ બધી દૃષ્ટિઓ એકાન્ત હોવાથી અને મિથ્યારૂપ હોવાથી સંસાર વૃદ્ધિનું જ કારણ બને છે. હ્રાસામ્ કોનું કારણ બને છે ? આવો પ્રશ્ન થાય તો કહે છે
:
=
જાતિ-જરા-મરણ અને ગર્ભવાસાદિનું કારણ બને છે ત્યાં જાતિ એટલે જન્મ અર્થાત નરકાદિ ભવોમાં જે પ્રસવ થવો જન્મવું તે, જરા એટલે ઘડપણ, વૃદ્ધત્વ તથા મરણ
Page #272
--------------------------------------------------------------------------
________________
નિતવવાદનોઉપસંહાર
૨૪૯ એટલે મૃત્યુ એકભવની સમાપ્તિ તથા ગર્ભવસતિ એટલે ગર્ભાવાસ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના ભવોમાં ગર્ભમાં વસવું. આમ જન્મ એટલે ગર્ભાવાસથી બહાર આવવુ અને ગર્ભાવાસ એટલે ગર્ભમાં વસવું આમ અર્થભેદ હોવાથી પુનરૂક્તિ દોષ લાગતો નથી.
તથા સંસરણ એટલે નરક આદિ ભવોમાં વારંવાર ભમવું. તે સંસાર, તેનું મૂલકારણ આ સાત નિદ્વવોની દષ્ટિઓ છે. નિર્ગુન્હ રૂપ માત્ર સાધુપણાનો દેખાવ જરૂર છે પરંતુ માન્યતા પરમાત્માથી ઘણી જ વિપરીત છે માટે અનંત સંસાર પરિભ્રમણનું કારણ બને છે આ પ્રમાણે આ નિર્યુક્તની ગાથા છે તેનો અર્થ સમજાવ્યો. || ૨૬૧૬ ||
અવતરણ - આ જે જે નિવો થયા. તે શું સાધુ કહેવાય કે તીર્થોત્તરીય (અન્યધર્મના સાધુબાવા-જતિ-જોગી) કહેવાય કે શું ગૃહસ્થ (સંસારી) કહેવાય ? - આ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારશ્રી આપે છે આ નિતવો તે સાધુ નથી. કારણ કે એક સાધુ માટે (બુદ્ધિથી કભી) બનાવેલા આહારાદિ અન્ય સાધુને કશે નહી. નિવામાં આમ હતું નહીં અર્થાત એક સાધુને ઉદ્દેશીને બનાવેલો આહાર પણ અન્ય નિવો ગ્રહણ કરતા હતા માટે સાધુ નથી (ભલે કદાચ સાધુનો વેશ હશે પણ પરમાર્થે તેઓ સાધુ નથી) આ વાત સમજાવે છે.
पवयणनिहूयाणं, जं तेसिं कारियं जहिं जत्थ । भज्जं परिहरणाए, मूले तह उत्तरगुणे य ॥ २६१७ ॥
ગાથાર્થ - જૈનીએ પ્રવચનમાં થયેલા નિહ્નવો માટે જે ક્ષેત્રમાં જે કાળે જે આહારાદિ કરાયા હોય તે આહારાદિનો પરિહાર (ત્યાગ) કરવાનું મૂલગુણવિષયક અને ઉત્તરગુણવિષયક ભજનાએ જાણવું | ૨૬૧૭ ||
વિવેચન :- મૂલગાથામાં જે નિદૂય શબ્દ છે તે દેશીવાચી (દશવિશેષમાં પ્રસિદ્ધ) અકિંચિત્કર અર્થમાં જાણવો.
જિનેશ્વરપ્રભુના શાસનમાં જે રીતની ધર્મક્રિયાઓ આચરવાની કહી છે. તે પ્રમાણે ધર્મક્રિયાઓ કરવામાં જેઓ વિઝન છે. અર્થાત ભગવાનની વાતને છુપાવનારા છે. અર્થાતુ ન માનનારા એવા જે નિદ્ભવો થયા. તેઓના માટે બનાવેલાં એટલે કે જે ક્ષેત્રમાં અને જે કાલમાં તેઓ માટે જ આહારાદિ બનાવ્યાં હોય તેનું વર્જન ઉત્તમ સાધુઓને ભજનાએ જાણવું. ક્યારેક પરિહાર યોગ્ય ગણાય અને ક્યારેક પરિહાર યોગ્ય ન પણ ગણાય કેવી રીતે આમ કહેવાય છે ? તો તે વાત સમજાવે છે કે
જયારે લોકો ન જાણતા હોય કે આ નિદ્વવો છે સાચા સાધુ નથી. આ વાત લોકો જયારે ન જાણતા હોય સાધુઓથી નિદ્વવોને ભિન્ન ન સમજતા હોય ત્યારે સાચા સાધુઓને તે આહારાદિ વજર્ય ગણાય છે. કારણ કે સાધુઓ માટે જ બનાવ્યો છે એવી પ્રતીતિ છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૦
નિહ્નવવાદ પરંતુ જયારે લોકો જાણતા જ હોય કે આ તો નિતવો છે સાધુઓ નથી. ત્યારે નિદ્વવોને ઉદેશીને બનાવેલો આહારાદિ સાચા સાધુઓને કલ્યું છે તેનો અર્થ એ થયો કે નિદ્વવો તે સાધુ નથી.
અહી દરVIT એટલે પરિહાર કરવો અહીં પરિહારનો અર્થ પરિભોગ એટલેકે ક્યારેક વપરાય અને ક્યારેક ન વપરાય તે પરિભોગ અથવા પરિહાર યોગ્ય કહેવાય છે.
શાસ્ત્રમાં જ કહ્યું છે કે “વારા ૩વમો, દિપા તસ રોડ પોિ” = ધારણા એટલે ઉપભોગ કરવો તે અને પરિહરણા એટલે તેનો પરિભોગ કરવો. અર્થાત નિયત પણે ઉપયોગ કરવો તે ધારણા અને ક્યારેક ઉપયોગ કરાય અને ક્યારેક ન કરાય તે પરિભોગ કહેવાય છે.
તેથી ક્યારેક જેનો ત્યાગ કરાય અને ક્યારેક જેનો ત્યાગ ન કરાય તે પરિહરણા અર્થાતું પરિહાર કહેવાય છે. તેથી ત્યાગ ન કરાય તે પરિહરણા અર્થાતુ પરિહાર કહેવાય છે. તેથી અહીં કેવી રીતે ભજનાએ સમજવું તે વાત ગ્રંથકારશ્રી જણાવે છે કે
મૂલગણ વિષયક આધાકદિ દોષો અને ઉત્તરગુણવિષયક ખરીદીને લાવેલું કે કરાવેલું એવો આવો અર્થ કરવો. ત્યાં “આ નિદ્વવો તે સાધુઓ નથી. કારણકે સાધુઓ માટે જે આહારાદિ બનાવ્યા હોય તે તો એકાત્તે અકલ્પ જ હોય છે પરંતુ નિવો માટે જે બનાવ્યું હોય તે અકલ્પ જ હોય એવો નિયમ નથી. માટે નિદ્વવો તે સાધુઓ નથી. - તથા આ નિદ્વવો તે ગૃહસ્થો પણ નથી કારણકે તે ગૃહસ્યો માટે અથવા તીર્થાન્તરીયો માટે જે બનાવ્યું હોય છે તે તો સાધુઓને એકાન્ત કલ્થ જ હોય છે તે કારણથી આ નિદ્વવો તે સાધુ પણ નથી. ગૃહસ્થ પણ નથી અને તિર્થાન્તરીય પણ નથી અર્થાતુ કોઈ અવ્યક્ત જીવો છે. || ૨૬૧૭ ||
અવતરણ - મi Id” નિવો માટે બનાવેલા આહાર-પાણી સાધુઓને ભજનાએ કચ્છ બને છે આ બાબતમાં ભાષ્યકાર મહારાજ કારણ જણાવે છે :
जत्थ विसेसं जाणइ लोगो, तेसिं च कुणइ भत्ताई। तं कप्पइ साहूणं, सामनकयं पुनरकप्पं ॥ २६१८ ॥
ગાથાર્થ - જ્યાં લોકો આ નિદ્વવો છે આમ વિશેષ પણે જાણતા હોય ત્યાં તે નિહ્નવો માટે બનાવેલા તે ભોજનાદિ આહાર તે સાધુઓને કહ્યું છે પરંતુ સામાન્યપણે બનાવ્યા હોય તો તે સાધુઓને કલ્પતા નથી. ૨૬૧૮ |
વિવેચન :- જે ગામમાં આવેલા આ મુનિઓ મુનિવેષધારી છે પણ હકિકતથી તે
Page #274
--------------------------------------------------------------------------
________________
નિતવવાદનો ઉપસંહાર
૨૫૧ નિદ્વવો છે. સાચા સાધુ નથી. આમ ગામલોકો જ્યારે નિદ્વવોને જાણતા હોય ત્યારે નિદ્વવોને ઉદેશીને જે આહારાદિ બનાવ્યા હોય તે આહારાદિ સાધુ-સંતોને વહોરવા કહ્યું છે. (કારણ કે તેમાં સાધના માટે બનાવ્યાની બુદ્ધિ નથી પરંતુ નિહ્નવો માટે આહાર બનાવ્યાની બુદ્ધિ છે).
પરંતુ સામાન્યપણે જે આહારાદિ બનાવ્યા હોય અને કોઈ સાધુ મહાત્મા વહોરવા આવે કે નિદ્વવ આવે એમ બન્નેનો સામાન્ય ઉદેશ હોય તો તેમાં સાધુનો ઉદ્દેશ પણ હોવાથી તે આહાર પાણી સાધુસંતોને વહોરવા કલ્પતા નથી અકલ્પ જ બને છે. નિહ્નવોમાં રહેલું નિદ્વવપણું વિશેષે જણાયું ન હોય પણ સાધુ માત્ર છેઆટલું જ જણાય હોય અને તેને સાધુમાત્ર માનીને તેના માટે આહારાદિ બનાવાયો હોય તો તે આહારાદિ સાચા સાધુને લેવો કલ્પતો નથી. | ૨૬૧૮ ||
અવતરણ:- બોટિકો માટે (દિગંબર મુનિઓ માટે) જે આહારાદિ બનાવાયા હોય તે આહારાદિ શ્વેતામ્બર સાધુઓને વહોરવા કશે કે ન કશે ! ત્યાં ગુરુજી કહે છે. ' मिच्छदिट्ठीयाणं जं तेसिं कारियं जहिं जत्थ । सव्वंपि तयं सुद्धं, मूले तह उत्तरगुणे य ॥ २६१९ ॥
ગાથાર્થ :- મિથ્યાદષ્ટિ આત્માઓ જે છે. તેઓ માટે જે ક્ષેત્રમાં અને જે કાલમાં આહારાદિ જે બનાવાયા હોય તે આહારાદિ સર્વ પણ મૂલગણ અને ઉત્તરગુણવિષયક સાચા સાધુસંતો માટે નિર્દોષ જ કહેવાય છે. || ૨૬૧૯ ||
વિવેચન - જેમ શ્રાવક-શ્રાવિકાઓએ પોતાના માટે બનાવેલો આહારાદિ હોય તે સાધુ માટે કષ્ય જ બને છે તેમાં સાધુ માટે બનાવવાની દૃષ્ટિ નથી. માટે આધાકદિ મૂલગુણના કોઈ દોષો લાગતા નથી અને ખરીદવું પડે કે પૈસાનો કોઈ વ્યવહાર કરવો પડે તેવું પણ નથી. તેથી ઉત્તરગુણનો પણ કોઈ દોષ લાગતો નથી.
તેવી જ રીતે મિથ્યાષ્ટિ જીવો માટે અથવા દિગંબર મુનિ માટે બનાવેલો આહારાદિ જે હોય તે શ્વેતામ્બર મુનિને મૂલગુણવિષયક કે ઉત્તરગુણ વિષયક કોઈ દોષ ન હોવાથી કથ્ય બને છે. ફક્ત મુનિને યોગ્ય આહાર હોવો જોઈએ જો કંદમૂલાદિનો અને અભક્ષ્ય વસ્તુઓનો ઉપયોગ કર્યો હોય તો તે અભક્ષ્ય વસ્તુઓ હોવાના કારણે કલ્પતો નથી. ll૨૬૧૯
અવતરણ - ઉપરની નિયુક્તિની ગાથા છે. તેના ઉપર ભાષ્યકાર મહારાજ કહે છે કે - भिन्नमय-लिंग-चरिया, मिच्छद्दिद्विति बोडियाऽभिमया ॥ जं ते कयमुद्दिसिउं, तं कप्पइ जं च जइजोग्गं ॥ २६२० ॥
Page #275
--------------------------------------------------------------------------
________________
નિઠવવાદ
ગાથાર્થ :- બોટિકો (દિગંબર મતાનુયાયીઓ) ભિન્ન મતવાળા છે, ભિન્નલિંગવાળા છે, અને ભિન્ન આચરણવાળા છે તેથી મિથ્યાષ્ટિ મનાયા છે. તેથી તેઓને ઉદ્દેશીને બનાવેલા આહારાદિ જે મુનિને યોગ્ય હોય (કંદમૂળાદિ ન હોય તો) શ્વેતાંબર મુનિઓને કલ્પ્ય બને છે. ॥ ૨૬૨૦ ||
૨૫૨
વિવેચન :- દિગંબર મુનિઓ અને શ્વેતાંબર મુનિઓ બન્ને જૈનમુનિ હોવા છતાં પણ ભિન્ન છે મત જેનો, ભિન્ન છે લિંગ જેનું અને ભિન્ન છે આચરણા જેની એવા દિગંબર મુનિઓ માટે જે આહારાદિ બનાવ્યા હોય તેમાંથી કંદમૂળ અથવા સચિત્તાદિ દોષ વિનાનો જે કલ્પ્ય આહાર હોય તે શ્વેતાંબર મુનિઓને લેવો કલ્પે છે.
સામાન્ય નિયમ એવો છે કે મુનિમહારાજાઓ માટે બનાવેલો આહાર આધાકર્માદિ દોષવાળો હોવાથી મુનિને લેવો કલ્પે નહીં. પરંતુ દિગંબર મુનિઓનો મત-લિંગ અને આચરણા ભિન્ન હોવાથી મિથ્યાદૃષ્ટિ છે. તે માટે તેઓ સાચા સાધુ જ નથી તે માટે જે આહાર તેઓ માટે બનાવાયો હોય તે યથાર્થ (સાચા) મુનિ માટે બનાવાયો નથી. મિથ્યાર્દષ્ટિ (મુનિઓ) માટે બનાવાયો છે તે કારણથી તે આહાર શ્વેતાંબર મુનિઓને કલ્પ્ય બને છે.
ફક્ત તેમાં જે આહાર બનાવાયો છે તે કલ્પ્ય હોવો જોઇએ જો સચિત હોય. અનંતકાય હોય. રીંગણ આદિ અથવા બટાકા આદિ કંદમૂળ હોય તો ન કલ્પે. પરંતુ કલ્પ્ય આહાર હોય તો જ કલ્પે. ‘અકલ્પ્ય આહાર લેવો જે ન કલ્પે” તે પણ અકલ્પ્યતાના કારણે સમજવું.
મત લિંગ અને ભિક્ષા લેવા વિગેરેના વિષયવાળી આચરણા- આ ત્રણે ભિન્ન છે જ્યાં તેવા (દિગમ્બરો) બોટિકો શાસ્ત્રમાં મિથ્યાર્દષ્ટિ કહેલા છે. ભિન્નમત કરેલ હોવા આદિના કારણોથી નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામી વડે મિથ્યાર્દષ્ટિ તરીકે તેઓને જણાવાયા છે. તીર્થંકર ભગવાન કથિત માર્ગ ઉપર ચાલનારા યથાર્થ સાધુ નથી.
તે કારણથી તે (ટિંગબર) બોટિકો માટે જ જે આહારાદિ કર્યા હોય. તે શ્વેતાંબર સાધુઓને કલ્પ્ય બને છે.
પ્રશ્ન :- બોટિકોને (દિગંબરોને) ઉદ્દેશીને બનાવેલા આહારમાં તો સચિત્ત આહાર, કાકડી અને દાડમ આદિ પણ કરાય છે તથા અનન્તકાય અને રીંગણ-વંતાક વિગેરેનાં શાક બનાવ્યા પછી અચિત્ત છે એમ માનીને સંસ્કારિત કરાય છે તો તે સર્વ સચિત્ત અને કંદમૂળ તથા રીંગણાદિનાં શાક શ્વેતાંબર સાધુને શું કલ્પે ?
ઉત્તર ઃ- ના, તે ન કલ્પે. પરંતુ નં = નનોમાં જે જે આહાર મુનિને માટે યોગ્ય
Page #276
--------------------------------------------------------------------------
________________
નિતવવાદનો ઉપસંહાર
૨૫૩ હોય દોષિત આહાર ન હોય સચિત્ત ન હોય, કંદમૂળ ના હોય બહુબીજ ન હોય પરંતુ મુનિને યોગ્ય આહાર હોય ફક્ત દિગંબર મુનિ માટે બનાવ્યો હોય તો પણ (દિંગબર મુનિ તે પરમાર્થે મિથ્યાદષ્ટિ હોવાથી મુનિ જ નથી તે માટે) શ્વેતાંબર મુનિને તે આહાર લેવો કહ્યું છે. આમ ગ્રંથકારશ્રી જણાવે છે.
યથાર્થ સાચા મુનિઓને માટે તે આહાર પ્રાશુક છે એષણીય છે. નિર્દોષ છે. શાસ્ત્રમાં તે આહાર લેવાની અનુજ્ઞા કરેલી છે યોગ્ય આહાર હોય તો જ કલ્પે છે પરંતુ અનંતકાયાદિ અકથ્ય આહાર હોય તો કલ્પતો નથી. | ૨૬૨૦ ||
તવમવસતા નિહ્નવવવ્યતા” આ પ્રમાણે આઠે નિદ્વવોની ચર્ચા અહીં સમાપ્ત થાય છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
નોંધ
Page #278
--------------------------------------------------------------------------
________________ સમ્યગ વિચારોને જાળવી રાખવા, બચવા માટે, 'ખોટા વિચારોવાળાની વાત પણ જાણવી જોઈએ એટલે નિહ્વવાદ પરમાત્મા શ્રી મહાવીપ્રલના શાસનમાં આવા ૭થી નિહવો થયા છે. જેનું વર્ણન ઘણા જ વિસ્તાર સાથે 8 જિનભદ્રગણિ ક્ષમાશ્રમણસૂરિજીએ શ્રી વિશેષાવશ્યકભાષ્યમ 'બહુ જ સારી રીતે આપ્યું છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ આવા મિથ્યા વિચારોમાં અંજાઈ 4 જાય અને પોતાના આત્માનું કલ્યાણ ચુકે નહીં, એવા શુ આશયથી મિથ્યાદેષ્ટિઓના મતોની ચચ પૂર્વપુરુષો પોતાન મૌલિકગ્રંથોમાં કરતા જ આવ્યા છે. આપણે આવા ગ્રન્થોનો બહુ જ સક્ષ્મ રીતે અભ્યાસ કરી પોતાના સમ્યકત્વને ઘણું જ નિર્મળ કરીએ અને આવા પ્રકારના મિથ્યાવાદોની સામે ટક્કર ઝીલવાની ક્ષમા કેળવીએ. સાચું તત્વ સમજવા દ્વારા અને સમજાવવા દ્વારા સ્વ-પર 'કલ્યાણ કરીએ એજ અભિલાષા... આવા ગ્રન્થો બનાવનારા મહાત્મા, પુરુષોને વારંવાર નમસ્કાર ધીરજલાલ ડાહ્યા BHARAT GRAPHICS - Ahmedabad-1 16 Ph. : 079-22134176, M : 9925020106