________________
ક્રિયાયવાદ
નિઠવવાદ
કારણ કે સામાન્ય જે છે તે અનેક વિષયવાળું છે. સામાન્યમાં અનેક વિશેષોનો આધાર છે. સંભવ છે. આ કારણથી તે સામાન્યને ગ્રહણ કર્યા વિના વિશેષજ્ઞાનની ઉત્પત્તિ કંઈ થતી નથી. આ કારણથી એકી સાથે અનેક વિશેષજ્ઞાનો પણ થતાં નથી.
૧૧૮
ઉપર કહેલી વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે : “સૌથી પ્રથમ વેદના સામાન્યને આ જીવ ગ્રહણ કરે છે જેને અર્થાવગ્રહ કહેવાય છે. ત્યાર બાદ ઇહામાં પ્રવેશ કરે છે. ઇહા એટલે વિચારણામાં પ્રવેશ કરે છે. જે ત્યાં છે. તેના અન્વયધર્મોનો સ્વીકાર અને વ્યતિરેક ધર્મોનો તિરસ્કાર કરવા પૂર્વક વિચારણા કરે છે. ત્યાર બાદ આ વિચારણા કર્યા પછી બન્ને પગમાં થતી જે વેદના છે. તે શીતવેદના છે આમ વેદનાના વિશેષ નિશ્ચયને કરે છે. જેને અપાય કહેવાય છે. આ જ પ્રમાણે મસ્તક ઉપર પણ પ્રથમ વેદના સામાન્યને જ ગ્રહણ કરે છે. જેને અર્થાવગ્રહ કહેવાય છે. ત્યારબાદ ઇહામાં પ્રવેશ કરે છે. ત્યાં અન્વય-વ્યતિરેક ધર્મોના ગ્રહણ અને ત્યાગ પૂર્વક ઉષ્ણવેદનાના નિર્ણય તરફ આગળ વધે છે. આવી વિચારણા કરવા સ્વરૂપ ઇહા કરીને આ ઉષ્ણવેદના જ છે. આવો પાકો નિર્ણય કરવા સ્વરૂપ અપાય કરે છે
ઘટવિશેષનું જ્ઞાન થયા પછી એટલે કે ઘટનો એક અપાય થયા પછી તુરત જ સીધે સીધો “આ પટ છે.” એવો પટનો અપાય થતો નથી. કારણ કે પટના અપાયના આધારભૂત એવું સામાન્ય ગ્રહણ કરાયા વિના પટનું વિશેષજ્ઞાન ઉત્પન્ન થતું જ નથી. આ કારણથી ઘટનું વિશેષ અપાયાત્મક જ્ઞાન થયા પછી પણ પટસંબંધી જ્ઞાનનો સામાન્ય ગ્રહણ રૂપ અર્થાવગ્રહ જ થાય છે. ત્યારબાદ પટના જ્ઞાન સંબંધી ઇહા થવા દ્વારા કાળાન્તરે પટનો અપાય થાય છે.
“કાદો અવાઓ ય' વિશેષાવશ્યભાષ્યની ગાથા ૧૭૮ માં કહેલા ક્રમ પૂર્વક ઘટ અથવા પટ વિગેરે પદાર્થોનું વિશેષ જ્ઞાન થાય છે આ પ્રમાણે જ વિશેષજ્ઞાનની ઉત્પત્તિ શાસ્ત્રમાં કહી છે. અર્થાત્ અર્વાવગ્રહ અને ઇહા થવાપૂર્વક જ અપાયજ્ઞાન થાય
છે.
આમ હોતે છતે કોઈ પણ એક વિશેષજ્ઞાન થયા પછી અનન્ત૨પણે બીજું વિશેષજ્ઞાન થતું નથી જ, જો ક્રમસર પણ વિશેષજ્ઞાન પછી વિશેષજ્ઞાન ન જ થતું હોય તો એકી સાથે બે વિશેષજ્ઞાનો થવાની વાત તો રહેતી જ નથી. પરંતુ અનેકવિશેષોના આશ્રયવાળું જે સામાન્યજ્ઞાન સ્વીકારાયું છે અને જેને અર્થાવગ્રહ કહેવાય છે. તે જ પ્રથમ થાય છે. તેના પછી ઇહા અને ત્યારબાદ જ વિશેષધર્મના નિર્ણયરૂપ અપાય થાય છે.
આ પ્રમાણે પૂર્વકાલમાં સામાન્યધર્મનું ગ્રહણ કરવા રૂપ અવગ્રહ અને ત્યારબાદ ઇહા કર્યા વિના વિશેષધર્મના જ્ઞાનરૂપ અપાય ક્યારેય થતો નથી જ.