SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ નિતવ આર્યગંગ આચાર્ય ૧૧૭ તે અને શીતવેદના તથા ઉષ્ણવેદના વિગેરેને ગ્રહણ કરનારૂં જે વિશેષજ્ઞાન છે તે ભેદજ્ઞાન સ્વરૂપ છે માટે આ બન્ને જ્ઞાનો સુદૂર હોવાથી તથા વિલક્ષણ હોવાથી એક સાથે ભલે ન થાઓ પરંતુ શીતવેદના અને ઉષ્ણવેદના વિગેરે બધાં વિશેષજ્ઞાનો જ છે. જો તે બધાં જ્ઞાનો પરસ્પર સમાન હોવાથી આવાં વિશેષજ્ઞાનો તો અતિશય ઘણાં પણ એકીસાથે થાય તેમાં શું વિરોધ છે ? કારણ કે વિશેષજ્ઞાનો ભલે સુબહુ હોય તો પણ વિશેષ જ્ઞાન રૂપે” તુલ્ય હોવાથી વિલક્ષણતાનો અભાવ છે. માટે ઘણાં વિશેષજ્ઞાનો સાથે થાય તો શું વિરોધ આવે ? જેથી શીતવેદના અને ઉષ્ણવેદનાના વિશેષજ્ઞાનો એક સાથે થાય તેમાં શું વિરોધ આવે ? તે માટે ગંગ ઋષિનું જે કહેવું છે. તે પરસ્પર વિશેષજ્ઞાનોમાં વિરોધ કેમ આવે? તેવાં બે જ્ઞાનોનું સાથે હોવાનો નિષેધ કેમ કરાય છે? સામાન્ય જ્ઞાન અને વિશેષજ્ઞાન ભલે સાથે ન હો. પરંતુ બે અથવા ઘણાં વિશેષજ્ઞાનો સાથે હોય તેમાં શું વિરોધ આવે ? કે જેથી તમે ગંગઋષિના મતનો શા માટે નિષેધ કરો છો ? આવો પ્રશ્ન કોઈક શિષ્ય ગુરુજીને પૂછે છે. ll૨૪૪૬ | અવતરણ - મોરાહક અહીં હવે ગુરુજી તેનો ઉત્તર કહે છે. लक्खणभेयाउच्चिय, सामण्णं च जमणेगविसयं ति । तमघेत्तुं न विसेसन्नाणाइं, तेण समयम्मि ॥ २४४७ ॥ तो सामन्नग्गहणाणंतरमीहियमवेइ तब्भेयं । इय सामन्नविसेसावेक्खो जायंतिमो भेओ ॥ २४४८ ॥ ગાથાર્થ - જે કારણથી સામાન્ય અનેક વિષયવાળું જ્ઞાન છે. તેને ગ્રહણ કર્યા વિના તે જ સમયમાં ઘણી વિશેષતાનો બોધ થતો નથી. બન્નેનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે તે માટે || ૨૪૪૭ || તે કારણથી સામાન્યનો બોધ થયા પછી અનંતરપણે પ્રથમ ઇહા થાય છે. ત્યારબાદ તેના ભેદોને જણાવતો અપાય થાય છે. આમ સામાન્ય અને વિશેષની ધારા ચાલે છે. થાવત્ અન્તિમ ભેદ આવે ત્યાં સુધી | ૨૪૪૮ || વિવેચના :- ઉપર સમજાવ્યા પ્રમાણે એક જ કાલમાં એકી સાથે ઘણાં વિશેષજ્ઞાનો પણ થતાં નથી. કારણ કે શીતવેદના અને ઉષ્ણવેદના આદિ વિશેષ ધર્મોનું જે સ્વરૂપ છે. તે પરસ્પર વિલક્ષણવાળું છે અર્થાત્ ભિન્ન ભિન્ન લક્ષણવાળું છે. તેથી એટલે કે ભિન્ન ભિન્ન લક્ષણ વાળું સ્વરૂપ હોવાથી તેને ગ્રહણ કરનારા જ્ઞાનો પણ એકીસાથે થતાં નથી.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy