________________
પંચમ નિર્ભવ આર્યગંગ આચાર્ય
૧૧૯
આ પ્રમાણે સામાન્યના ગ્રહણ વિના વિશેષનું જ્ઞાન થતું નથી જ, તે કારણથી “આમ પ્રથમ સામાન્યનું ગ્રહણ કર્યા પછી કૃતિક્ ઇહા થાય છે. એટલે કે તે સામાન્યના ભેદધર્મની વિચારણા ચાલે છે. શું આ પદાર્થ ઘટત્વાદિ સામાન્યધર્મના આશ્રયવાળો ઘટાદિ પદાર્થ વિશેષ છે ? કે પટત્વાદિ ધર્મના આશ્રયવાળો પટાદિ પદાર્થ વિશેષ છે ? આવી વિચારણા કરવા સ્વરૂપ ઇહા પ્રવર્તે છે.
=
ત્યારબાદ “આ ઘટ જ છે. પણ પટ નથી જ” આવા પ્રકારનો નિશ્ચય કરવારૂપ अवै અપાય થાય છે. ત્યાર બાદ તે ઘટના પણ ઉત્તર ભેદોના જ્ઞાનની અપેક્ષાએ “આ ઘટ છે.” એવો જે અપાય થયો છે તે પણ સામાન્યપણાને પામે છે. તેથી તે જ્ઞાન અપાય હોવા છતાં પાછળ આવતી ઇહાની અપેક્ષાએ અવગ્રહ જ કહેવાય છે.
=
તે ગ્રહણ કરાયે છતે આ જીવ ઇહામાં પ્રવેશ કરે છે કે શું આ તાંબાનો ઘટ છે કે આ રજતનો ઘટ છે ? ત્યારબાદ તેમાંથી તેનો નિર્ણય કરે છે એટલે કે અપાય થાય છે. આ પ્રમાણે સામાન્ય અને વિશેષની અપેક્ષા ત્યાં સુધી કરવી કે જ્યાં સુધી જાણનારા જીવની તમન્ના પુરી થાય અર્થાત્ અન્તિમ ભેદ આવે કે જેની પછી હવે ઇહા પ્રવર્તવાની ન હોય.
ઉપર સમજાવ્યા પ્રમાણે જે ક્યાંય ઘણા વિશેષજ્ઞાનોની એકી સાથે પ્રવૃત્તિ જ સંભવતી નથી. સર્વવિશેષોનું સામાન્યપણે અર્થાવગ્રહકાલે જ ગ્રહણ થાય છે. જેમ કે “આ સેના છે. આ વન છે ઇત્યાદિ” પરન્તુ એકી સાથે ઘણા વિશેષધર્મોનો ઉપયોગ ક્યારેય થતો નથી. તેમ હોવાથી શીતવેદનાનો અનુભવ અને ઉષ્ણવેદનાનો અનુભવ ભિન્ન ભિન્ન કાલમાં જ થાય છે.
આ કારણે શીત અને ઉષ્ણવેદના એમ બે ક્રિયાનું સાથે સમકાલે સંવેદન થવાનો આપનો જે અભિપ્રાય છે તે ભ્રમમાત્ર જ છે. સર્વથા મિથ્યાજ્ઞાન માત્ર જ છે.
|| ૨૪૪૭-૨૪૪૮ ||
અવતરણ :- ઉપર કહેલી સેંકડો યુક્તિઓ વડે આર્યગંગને સમજાવવા છતાં તેઓ પોતાના માનેલા આગ્રહને ત્યજતા નથી જ, ત્યારે શું થયું ? તે કહે છેઃ
.
इय पण्णविओ वि, जओ, न पवज्जइ तो तओ कओ बज्झो । तो रायगिहे समयं किरियाओ दो परूवंतो ॥ २४४९ ॥ मणिनागेणाररुद्धो, भओववत्तिओ पडिबोहिओ वोत्तुं । इच्छामो गुरुमूलं, गंतूण तओ पडिक्कंतो ॥ २४५० ॥