________________
૩૦
બહુરતમત
નિતવવાદ વાસ્તવિક વાત આમ છે કે જે સમયે સંથારો પાથરવાની શરૂઆત કરી છે. તે સમયથી પ્રત્યેક સમયમાં તે સંથારાનો અમુક અમુક ભાગ પથરાવાનો શરૂ કરાય છે. અને તે તે ભાગ તે તે સમયમાં પથરાઈ જ જાય છે. આ રીતે અસંખ્ય સમયોમાં અસંખ્ય કાર્યો થાય છે. આમ પ્રતિસમયમાં કાર્ય થતાં હોવા છતાં ઘટકાર્ય ઉપર જ બંધાઈ છે દૃષ્ટિ જેની એવો જીવ અસંખ્યાત કાર્યોના અસંખ્યાત સમયોને ઘટકાર્યમાં જ જોડે છે. જેથી તે શિષ્યને ઘટ કાર્ય જ બે ક્લાકે થતું દેખાય છે.
જેમ અમદાવાદથી ઉપડેલી ટ્રેન મણીનગર-વટવા-નડીયાદ-વડોદરા-ભરૂચ-સુરતનવસારી-બીલીમોરા-વલસાડ-વાપી વિગેરે અગણિત સ્ટેશનો આવતાં હોવા છતાં મુંબઈ ઉપર જ બંધાઈ છે દૃષ્ટિ જેની એવો જીવ ૯/૧૦ ક્લાકે મુંબઈ આવ્યું આમ જ દેખે છે. વચ્ચે વચ્ચે આવતાં સ્ટેશનોને (કાર્યરૂપે) દેખતો જ નથી. ઊંઘમાં જ પસાર કરે છે. તેમ માટી લાવવી. માટી પલાવવી. માટી મસળવી. કાંકરા કાઢી નાખવા. પિંડો બનાવવો વિગેરે ઘણાં ઘણાં કાર્યો થતાં હોવા છતાં ઘટકાર્ય પ્રત્યે જ બદ્ધદષ્ટિ હોવાથી બન્ને ક્લાક ઘટકાર્યમાં જ આ જીવ જોડે છે પરંતુ સમયે સમયે આવાં બીજાં બીજાં કાર્યો અગણિત થાય છે. તેને આ જીવ જોતો જ નથી.
હકીકતથી તો સમયે સમયે નવાં નવાં કાર્યો આરંભાય છે. અને તે તે આરંભાયેલું તે તે કાર્ય તે તે સમયમાં જ પૂર્ણ થાય છે. આમ સમયે સમયે નવાં નવાં કાર્યો આરંભાતાં હોવાથી અને સમાપ્ત થતાં હોવાથી ઘટાત્મક કાર્ય અન્તિમ સમયે જ શરૂ કરાય છે અને અન્તિમ સમયે જ સમાપ્ત થાય છે.
ઘડો બનાવતાં જોકે દીર્ધકાળ લાગે છે. પરંતુ તેમાં સમયે સમયે ભિન્ન ભિન્ન કરોડો કાર્યો (માટી લાવવી-પળાવવી-મસળવી. પિંડ બનાવવા વિગેરે કાર્યો) થાય છે. તેનો સર્વેનો મળીને દીર્ઘ કાળ થાય છે. પરંતુ ઘટકાર્ય તો માત્ર ચરમસમયે જ આરંભાય છે અને ચરમ સમયે જ સમાપ્ત થાય છે.
- જેમ અમદાવાદથી મુંબઈ જતાં ૧૦ કલાક લાગે છે પરંતુ તેમાં જુદા જુદા કાળે જુદાં જુદાં સ્ટેશનો આવવાનું આરંભાય છે અને તે તે સ્ટેશનો આવી જવાનું કાર્ય થાય જ છે. મુંબઈ આવવાનું કાર્ય તો અન્ત જ આરંભાય છે અને અંતે જ સમાપ્ત થાય છે. તેમ ઘટ કાર્યમાં પણ આગલા સમયમાં સ્થાશ-કોશ-કુશુલ-ઇત્યાદિ અનેક કાર્યો આરંભાય છે. અને તે તે અનેક કાર્ય સમાપ્ત પણ થાય છે ઘટ તો અન્ત જ આરંભાય છે અને અન્ય સમયે જ સમાપ્ત થાય છે, તેમ સંથારાનો આગલો ભાગ-વચ્ચેનો ભાગ પૂર્વસમયોમાં પાથરવાનો શરૂ કરાય છે. અને તે તે ભાગ તે તે સમયોમાં પથરાઈ જ જાય છે. પણ