________________
૨૯
પ્રથમ નિહ્નવ જમાલિ
રીત હીરો નમો (ગાથા ૨૩૧૧) ચત્રદ ઘટ બનાવવાનો લાંબો એક-બે ક્લાક જેટલો દીર્ધ ક્રિયાકાલ દેખાય છે. ઇત્યાદિ પૂર્વે (ગાથા ૨૩૧૧માં) જે કંઇક કહેવામાં આવ્યું છે ત્યાં નિશ્ચયનય કહે છે કે
बहुवत्थत्तरणविभिण्ण देस किरियाइ कज्जकोडीणं । मण्णसि दीहं कालं जइ, संथारस्स किं तस्स ॥ २३२२ ॥
ગાથાર્થ - બહુ લાંબા સંથારાના વસ્ત્રને પાથરવાના દેશનો અને ક્રિયાદિ કરોડો કાર્યોનો દીર્ઘ એવો લાંબો કાળ જો તું માને છે તો તેમાં સંથારાને શું લેવાદેવા ? ||૨૩૨રા
વિવેચન - જેમ અમદાવાદથી મુંબઈ જવા માટે ઉપડેલી ટ્રેન ૯/૧૦ ક્લાકે પહોંચે છે. પરંતુ તેમાં જરા સૂક્ષ્મ વિચાર કરો તો સમજાશે કે જે સમયે અમદાવાદનું સ્ટેશન ત્યજે છે તે સમયે જ મણિનગર આરંભાય છે. મુંબઈ આરંભાતુ જ નથી તેથી જ જાગવાને બદલે પાટીયા ઉપર લાંબો થઈને મુસાફર સુઈ જાય છે. અને તે જ વખતે મણિનગર આવે જ છે. ત્યારબાદ જે સમયે વટવા આવવાનું આરંભાય છે ત્યારે વટવા જ આવે છે, મુંબઈ નહીં. તેમ જે સમયે જે કાર્ય માટી લાવવાનું. માટી પલાડવાનું કે માટી મસલવાનું કાર્ય આરંભાય છે તે તે કાર્ય તે તે સમયે જ સમાપ્ત થાય છે. મુંબઈનું કાર્ય તો અંતે જ આરંભાય છે અને તે કાર્ય અંતે જ પૂર્ણ થાય છે.
તેવી જ રીતે માટી લાવવી. માટી પળાવવી. માટી મસળવી ઇત્યાદિ બહુ કાર્યો લાઇનસર આરંભાય છે અને તે તે કાર્ય તે તે સમયમાં સમાપ્ત થાય છે ઘટ બનાવવાનું કામ તો અંતિમ સમયે જ આરંભાય છે અને અંતિમસમયે જ તે કાર્ય સમાપ્ત થાય છે હકીક્ત આમ છે. પરંતુ શિષ્ય અલ્પબુદ્ધિવાળો હોવાથી પ્રતિસમયે કરાતાં ઘણાં કાર્યોનો જે કાળ છે તે ઘટમાં જ લગાડે છે તેથી બે ક્લાકે ઘટ થયો દેખાય છે. પરંતુ ત્યાં સુધીમાં હજારો કાર્યો થયાં છે તે કાર્યોને આ જીવ દેખતો જ નથી. તેની જેમ જે સમયમાં સંથારો પાથરવાની શરૂઆત કરી. તે સમયથી પ્રત્યેક સમયમાં ભિન્ન ભિન્ન દેશમાં અંશે અંશે સંથારો પાથરવાનું કાર્ય આરંભાય છે અને તે તે દેશમાં તેટલો તેટલો સંથારો પાથરવાનું કાર્ય સમાપ્ત પણ થાય જ છે.
આમ અસંખ્ય સમયોમાં અસંખ્યકાર્યો થાય છે. તે સર્વ મળીને દીર્ઘકાળ થાય છે. પરંતુ તેમાં સંથારાને શું આવ્યું ? અર્થાત્ કંઈ જ નહીં. પરિપૂર્ણ સંથારો તો અન્તિમ સમયમાં જ પાથરવા માટે આરંભાય છે અને અન્તિમ સમયે જ તે કાર્ય સમાપ્ત થાય છે.