SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ નિવ જમાલિ ૩૧ તેમાં આખા સંથારાને શું લેવા દેવા ? આખો સંપૂર્ણ સંથારો તો અન્ય સમયે જ પથરાવાનો શરૂ થાય છે અને અન્ય સમયે જ સમાપ્ત થાય છે. અહીં પણ સંથારાના પ્રારંભથી અન્ત સુધીમાં કરોડો કાર્ય થાય છે. | ૨૩૨૨ | અવતરણ - શિષ્ય પ્રશ્ન કરે છે આ રીતે પૂર્વ પૂર્વના અસંખ્ય સમયોમાં જો નવાં નવાં જ કાર્યો કરાતાં હોય અને ઘટ તો ચરમ સમયે જ કરાતો હોય તો મને પોતાને સંથારો પાથરવાનો જ દીર્ધકાળ થાય છે આમ કેમ દેખાય છે ? पइसमयकज्जकोडीविमुहो, संथारयाहिकयकज्जो । पड्समयकज्जकालं, कह संथारम्मि लाएसि ॥ २३२३ ॥ ગાથાર્થ :- પ્રત્યેક સમયમાં થતાં કરોડો કાર્યથી વિમુખ થયેલો એવો તું માત્ર સંથારાના કાર્યને વિશે જ કર્યો છે અભિલાષ જેણે એવો તું પ્રતિસમયે થતા અસંખ્યાત કાર્યોના કાળને સંથારાના જ કાર્યમાં કેમ જોડે છે ? (આ જ તારી મોટી ભૂલ છે.) ૨૩૨૩ || વિવેચન - અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ગાડીમાં વચ્ચે વચ્ચે ઘણાં સ્ટેશનો આવે જ છે. પરંતુ મુંબઈ જવા માટેની તે જીવની બદ્ધદષ્ટિ હોવાથી વચ્ચે આવતાં ગામોનું આ જીવને પ્રયોજન ન હોવાથી આ જીવને જણાતાં નથી. (ઉંઘમાં જ પસાર થઈ જાય છે) તે રીતે ઘટ બનાવતી વેળાએ પ્રતિસમયમાં કરોડો કાર્યો થાય છે. પરંતુ તે કાર્યોથી વિમુખ થયેલો એવો આ જીવ પ્રતિસમયમાં થતા કરોડો કાર્યોને અવગણીને તે સઘળોય કાળ ઘટકાર્યમાં જ જોડે છે. તેથી જ ૯-૧૦ ક્લાકે મુંબઈ આવ્યું જેમ દેખાય છે. તેમ બે ત્રણ ક્લાકે ઘડો થયો આમ એક ઘટકાર્ય જ દેખાય છે. અને આ સઘળોય કાળ ઘટકાર્યમાં જ આ જીવ જોડે છે. આ જ તેની મોટી ભૂલ છે. || ૨૩૨૩ છે. અવતરણ - ઘણા મુનિઓએ જમાલિને સમજાવ્યા. પરંતુ જ્યારે તે જમાલિ ન જ સમજ્યા ત્યારે શું થયું ? તે કહે છે. सो उज्जुसुयनयमयं, अमुणंतो न पडिवज्जए जाहे । ताहे समणा केइ, उवसंपन्ना जिणं चेव ॥ २३२४ ॥ ગાથાર્થ - ઋજાસૂત્ર નયનો આ મત છે. આમ નહીં જાણતા એવા તે જમાલિ જ્યારે સાધુસંતો વડે સમજાવવા છતાં પણ જ્યારે સાચી વાત નથી સ્વીકારતા ત્યારે કેટલાક શ્રમણ ભેગવંતો તે જમાલિને છોડીને જિનેશ્વર ભગવંત પાસે પહોંચ્યા || ૨૩૨૪ || વિવેચન :- માત્ર વર્તમાન કાળના એક સમયનું જ કાર્ય માનવું અને અન્ય અસંખ્ય સમયોના કાર્યને ગૌણ કરવું આ ઋજુસૂત્રનયનો મત છે. આમ આ એક નવિષયક
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy