SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ બહુરતમત નિઠવવાદ વાત છે. આ વાતને ન સમજતા આ જમાલિ જ્યારે અનેક સાધુસંતો વડે સમજાવવા છતાં સમજતા નથી. ઘણો પ્રયત્ન કર્યો પણ જ્યારે તે પ્રયત્ન સફળ ન થયો ત્યારે કેટલાક સાધુસંતો તે જમાલિને છોડીને ભગવાન શ્રીમહાવીર સ્વામી પાસે પહોંચ્યા અર્થાત્ જમાલિની સાથેનો ગુરુશિષ્ય પણાનો સંબંધ ત્યજી પરમાત્માશ્રી મહાવીર પ્રભુ પાસે ગયા || ૨૩૨૪ ॥ पियदंसणा वि पईणोऽणुरागओ तम्मयं चिय पवण्णा । ढकोवहियागणिदड्डवत्थदेसा तयं भणइ ॥ २३२५ ॥ सावय ! संघाडी मे तुमए दत्ति सो वि य तमाह । न तुज्झ उज्झमाणं दड्ढं ति मओ न सिद्धंतो ॥ २३२६ ॥ दड्ढं न डज्झमाणं, जइ विगएऽणागए व का संका । काले तयभावाओ संघाडी कम्मि ते दड्ढा ॥ २३२७ ॥ ગાથાર્થ પ્રિયદર્શના પણ પતિના અનુરાગથી તે જમાલિના જ મતને સ્વીકારનારી થઈ. પરંતુ ઢંક નામના શ્રાવક વડે નખાયેલા અગ્નિના કણીયા વડે બળાયું છે વસ્ર જેણીનું એવી તે પ્રિયદર્શના તે ઢંકને કહે છે કે ॥ ૨૩૨૫ ॥ - હે શ્રાવક ! તારા વડે મારો સાડો બળાયો ત્યારે તે ઢંકશ્રાવક પણ તે પ્રિયદર્શનાને કહે છે કે “બળતું હોય તેને બળ્યું કહેવાય” આ સિદ્ધાન્ત તમને તો માન્ય નથી જ. તો મારો સાડો બળાયો આમ કેમ બોલો છો ? | ૨૩૨૬ ॥ જે સમયે વસ્ર બળાય છે તે સમયે જો દગ્ધ નથી. તો પછી દાહક્રિયા પતી ગયા પછી કે દાહક્રિયા થઈ જ ન હોય ત્યારે અર્થાત્ ભૂતકાળમાં કે ભાવિકાળમાં તો તે દગ્ધ ન જ કહેવાય. તેમાં શંકા શું હોય ? આમ ત્રણેકાળમાં આ સાડી અદગ્ધ જ રહેલી હોવાથી તમારી સાડી મારા વડે ક્યાં બળાઈ છે ? અર્થાત્ બળાઇ જ નથી ॥૨૩૨ણા વિવેચન :- પરમાત્મા શ્રી મહાવીરપ્રભુની પુત્રી પ્રિયદર્શના આ જમાલિનાં પત્ની હતાં તેથી પોતાના પતિ પ્રત્યેના અનુરાગથી પોતાના પતિની જ વાતને સ્વીકારતાં હતાં. પણ પરમાત્માની વાતને સ્વીકારતાં ન હતાં. તેથી ઢંક નામના શ્રાવકે તે પ્રિયદર્શનાને સમજાવવાનો એક ઉપાય અપનાવ્યો. તે આ પ્રમાણે. જ્યારે પ્રિયદર્શના સ્વાધ્યાય કરતાં હતાં ત્યારે ભઠ્ઠામાંથી મોટો એક અંગારો લઈને ઢંકશ્રાવક વડે પ્રિયદર્શનાના સાડા ઉપર નખાયો. ત્યારે ઢંકશ્રાવક વડે નખાયેલા અંગારથી બળ્યો છે વસ્રનો એક છેડો જેનો એવાં પ્રિયદર્શના તે ઢંક શ્રાવકને કહે છે કે “તારા 66
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy