SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ બહુરતમત નિઠવવાદ પણ અવિદ્યમાન છે જ. તે પણ કરાવાં જોઇએ અકૃતવાળું (અવિદ્યમાન પણ) તો બન્નેમાં સમાન જ છે. માટે ધટકાર્ય સર્વથા અમૃત નથી પણ બુદ્ધિથી તેમાં કૃત છે. અને જે કૃત છે. તે જ કરાય છે. ॥ ૨૩૧૩ ॥ અવતરણ : જમાલિ તરફના પૂર્વપક્ષકારે જે દોષો આપ્યા હતા કે “કરાયેલું હોય તે કરાતું હોય” તો એટલે કે જે ત હોય તે વિમાળ હોય તો નિત્ય કરાયા જ કરો. ક્યારે ય કાર્યસમાપ્તિ નહી થાય. ઇત્યાદિ જમાલિ તરફના પક્ષકારે જે કહ્યું હતું. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે निच्चकिरियाइदोसा, नणु तुल्ला असइ कट्ठतरगा वा । पूव्वमभूयं च न ते दीसइ किं खरविसाणं पि ? ॥ २२१४ ॥ ગાથાર્થ ઃ- અવિદ્યમાનવાળી વસ્તુ થાય છે. આ પક્ષમાં તો નિત્યક્રિયા આદિ દોષો ખરેખર તુલ્ય જ આવે છે એટલું જ નહીં પણ આ દોષો કષ્ટતર થાય છે. જો અભૂત વસ્તુ થતી હોય તો ખવિસાણ પણ થતાં તમને કેમ દેખાતાં નથી ? વિવેચન :- જે વસ્તુ અવિદ્યમાન હોય તે કરાય છે આમ જો સ્વીકારીએ તો નિત્યક્રિયા આદિ દોષો લાગે છે. આદિ શબ્દથી ક્રિયાની અપરિસમાપ્તિ અને ક્રિયાની નિષ્ફળતા વિગેરે દોષો જણાય છે. આ દોષો તો આપણને બન્નેને તુલ્ય જ જણાય છે. (૧) કરાયેલું હોય તે કરાય છે. તમેવ વિમાળમ્ આવા પ્રકારના અમારા પક્ષમાં તારા વડે જે દોષો અપાયા છે. તે સર્વે (૨) ન કરાયેલું હોય તે કરાય છે અતમેવ યિમાળમ્ આવા પ્રકારના તારા પક્ષમાં પણ દોષો સમાન પણે જ આવે છે. સમાન જ દોષો આવે છે એટલું જ નહીં. પરંતુ તારા પક્ષમાં તો આ દોષો કષ્ટતર રીતે આવે છે કારણ કે વસ્તુ વિદ્યમાન હોય તેને તો પર્યાયવિશેષ લાવવા દ્વારા અર્થાત્ રૂપાન્તર કરવા પણે ક૨વાપણું ઘટી શકે છે. જેમકે (૧) તું જગ્યા કર. (૨) તું બન્ને પગ સરખા કર. (૩) તુ પીઠ કર. અહીં જગ્યા તો છે જ. પરંતુ ભરેલી છે તે ખાલી કર. આમ રૂપાન્તરથી કરવા પણું ઘટી શકે છે તેવી જ રીતે બે પગ તો છે જ. પરંતુ તે અસ્તવ્યસ્ત છે. તેને સરખા કર.તથા પીઠ સામે છે તે પાછળ કર આમ પર્યાયઆશ્રયી વિદ્યમાનમાં કરવાપણું હાં ઘટી શકે છે. પરંતુ જે વસ્તુ અવિદ્યમાન જ છે અસત્ જ છે. તેમાં આ ન્યાય (કરવાપણું) કોઇ પણ રીતે સંગત થતું નથી. કારણ કે તમે સર્વથા અસત્ માન્યું છે. માટે ખવિષાણની જેમ જે વસ્તુ છે જ નહીં તેમાં કરવાપણું કેમ ઘટી શકે?
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy