________________
બહુરતમત
નિઠવવાદ
ગાથાર્થ :- જે બળાતું હોય તે અવશ્ય બળાયું જ કહેવાય પરંતુ જે બળાયું હોય (દગ્ધ હોય) તે ભજનાવાળું જાણવું. એટલે કે કંઈક દહ્યમાન (બળાતું) પણ હોય અને કંઇક ઉપરત દાહવાળું (બળાયેલું) પણ હોય ॥ ૨૩૩૧ ||
૩૬
વિવેચના :- જે વસ્તુ જે સમયે બળાતી (દહ્યમાન) હોય તે વસ્તુ તે સમયે બળાઇ (દગ્ધ) છે. આમ નિયમા કહેવાય છે કારણ કે જે સમયે જે કાર્ય આરંભાય છે તે સમયે જ તે ક્રિયા સમાપ્ત થાય છે. માટે દગ્ધમાન તે અવશ્ય દગ્ધ છે જ. બળાતું હોય તે અવશ્ય બળાયેલું છે જ.
પરંતુ જે બળાયેલું છે (અર્થાત્ દગ્ધ છે) તે દહ્યમાન પણ છે અને ઉપરતદાહ (જેની દાહક્રિયા અટકી ગઇ છે તેવું) પણ છે. જે સમયે બળાય છે તે સમયમાં તે દહ્યમાન છે. પછીના સમયોમાં ઉપરતદાહ પણ છે. આમ સમજવું જોઈએ.
આ પ્રમાણેની વિનયપૂર્વકની વાણીથી ઢંક શ્રાવકે પ્રિયદર્શનાજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો આવા પ્રકારનાં હૈયાના ભાવપૂર્વકનાં વચનો વડે ઢંકશ્રાવકે પ્રિયદર્શનાને સમજાવ્યાં અને બીજા કેટલાક સાધુ મહાત્માઓને પણ આ વાત ઢંકશ્રાવકે સમજાવી.
ભગવાન શ્રીમહાવીર પ્રભુ ઉપરના અતિશય અહોભાવ અને બહુમાનના ભાવપૂર્વક ઢંક નામના શ્રાવકે સર્વને પ્રતિબોધ્યા ત્યારે પ્રિયદર્શનાજી અને શેષસાધુસંતો બોલ્યા કે હે આર્ય ! અમે બધા જ તમારા આ સંબોધનને (તમારી આ સમજાવટને) ઇચ્છીએ છીએ, સ્વીકારીએ છીએ. તમારી વાણી ઘણી જ અદ્ભૂત (યથાર્થ) છે. અમે પરમાત્મા પાસે જઈએ છીએ અને અમારી ભૂલની ક્ષમા યાચના કરીને પરમાત્માની આજ્ઞા સ્વીકારીએ છીએ. આ પ્રમાણે ઢંકશ્રાવકની સામે કહીને એકલા જમાલિને ત્યજીને તે સર્વે આત્માઓ (પ્રિયદર્શનાજી અને અન્ય સાધુમહાત્માઓ) શ્રી મહાવીર પરમાત્મા પાસે
આવ્યા. ॥ ૨૩૩૧ ||
અવતરણ- આ જ વાત હવે પછીની ગાથામાં કહે છે.
इच्छामो संबोहणमज्जो ! पियदंसणादओ ढंकं ॥
वोत्तुं जमालिमेक्कं मोत्तुण गया जिणसगासं ॥ २३३२ ॥
ગાથાર્થ :- હે આર્ય ! અમે તમારા સંબોધનને (સમજાવટને) ઇચ્છીએ છીએ. આમ ઢંકશ્રાવકને કહીને તે પ્રિયદર્શનાજી વિગેરે સર્વે જમાલિને એકલાને મુકીને જિનેશ્વર પરમાત્માની પાસે ગયા. (અને ત્યાં જઇને પરમાત્માની વાણીને સ્વીકારનારા થયા.)