________________
પ્રથમ નિવ જમાલિ
૩૫ અવતરણ- બળાતું હોય તેને બળાયું છે આમ માનનારા વાદીને (મહાવીર પ્રભુ આદિ આ માન્યતા માનનારાને) પણ વસ્ત્રનો માત્ર એક છેડો બળે છતે પણ “સાડો બળાયો છે” આવો વ્યવહાર કેમ સ્વીકારાય છે ? આ વાત સ્પષ્ટપણે સમજાવે છે
समए समए जो जो देसोऽगणिभावमेइ डज्झमाणस्स ॥ तं तम्मि डज्झमाणं दड्ढं पि तमेव तत्थेव ॥ २३३० ॥
ગાથાર્થ - સમયે સમયે વસ્ત્રનો જે જે ભાગ બળાય છે તે તે ભાગ તે તે સમયે અગ્નિભાવને (દગ્ધભાવને) પામે જ છે. તેથી તે વસ્ત્ર તે સમયમાં બળાતું હોય તેને તે સમયમાં જ બળાયું છે આમ જરૂર કહેવાય છે | ૨૩૩૦ ||
વિવેચન :- દાહ્ય (બાળવા લાયક) એવા પટાદિવસ્તુનો જે જે ભાગ (એક-બે તત્ત્વ આદિ) જે જે સમયે બળાય છે. તે તે દેશરૂપ એક એક ભાગ છે તે સમયમાં જ બળાતું. પણ કહેવાય છે. અને તેને જ બળાયું છે. એમ પણ તે જ સમયમાં કહેવાય છે. અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ગાડી મુંબઈ નજીક આવે ત્યારે મુંબઈ આવે છે. આમ પણ બોલાય અને મુંબઈ આવી ગયું તૈયાર થઈ જાઓ આમ પણ બોલાય. તેની જેમ બળાતું હોય તેને બળાતું પણ કહેવાય અને બળાયું પણ કહેવાય.
આ રીતે આ વાત તમારે માનવી જોઇએ અને સ્વીકારવી જોઇએ ખરેખર તો તમારા સાડાનો એક દેશભાગ જ મારા વડે અંગારો નાખવા દ્વારા બળાયો છે. આખો સાડો બળાયો નથી. તો પણ તમે આમ જે બોલ્યા કે “મારો સાડો બળાયો” તો આ સિધ્ધાન્ત તમારે સ્વીકારી લેવો જોઈએ. તો જ આમ બોલી શકે.
જે સાડાનો એક દેશભાગ બાળવા છતાં પણ “મારાં સાડો બળાયો” આવું તમે જે બોલો છો તે સાડાના એક દેશભાગમાં પણ સાડાશબ્દનો ઉપચાર કરવાથી ઘટી શકે છે. માટે જેમ એક અંશમાં અંશીનો ઉપચાર કરાય તેમ બળાતાને બળાયું પણ અવશ્ય કહેવાય છે. આ વાત ભગવાન મહાવીરસ્વામિની છે. તે તમારે સ્વીકારી લેવી જોઈએ. આ પ્રમાણે ઢંક નામના શ્રાવકે પ્રિયદર્શનાજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
|| ૨૩૩૦ || અવતરણ - ત્યારબાદ શું થયું? તે કહે છે. नियमेण डज्झमाणं दड्ढं, दड्ढं तु होई भयणिज्जं ॥ किंचिदिह डज्झमाणं, उवरयदाहं च होज्जाहि ॥ २३३१ ॥