________________
નિતવવાદનો ઉપસંહાર
૨૫૧ નિદ્વવો છે. સાચા સાધુ નથી. આમ ગામલોકો જ્યારે નિદ્વવોને જાણતા હોય ત્યારે નિદ્વવોને ઉદેશીને જે આહારાદિ બનાવ્યા હોય તે આહારાદિ સાધુ-સંતોને વહોરવા કહ્યું છે. (કારણ કે તેમાં સાધના માટે બનાવ્યાની બુદ્ધિ નથી પરંતુ નિહ્નવો માટે આહાર બનાવ્યાની બુદ્ધિ છે).
પરંતુ સામાન્યપણે જે આહારાદિ બનાવ્યા હોય અને કોઈ સાધુ મહાત્મા વહોરવા આવે કે નિદ્વવ આવે એમ બન્નેનો સામાન્ય ઉદેશ હોય તો તેમાં સાધુનો ઉદ્દેશ પણ હોવાથી તે આહાર પાણી સાધુસંતોને વહોરવા કલ્પતા નથી અકલ્પ જ બને છે. નિહ્નવોમાં રહેલું નિદ્વવપણું વિશેષે જણાયું ન હોય પણ સાધુ માત્ર છેઆટલું જ જણાય હોય અને તેને સાધુમાત્ર માનીને તેના માટે આહારાદિ બનાવાયો હોય તો તે આહારાદિ સાચા સાધુને લેવો કલ્પતો નથી. | ૨૬૧૮ ||
અવતરણ:- બોટિકો માટે (દિગંબર મુનિઓ માટે) જે આહારાદિ બનાવાયા હોય તે આહારાદિ શ્વેતામ્બર સાધુઓને વહોરવા કશે કે ન કશે ! ત્યાં ગુરુજી કહે છે. ' मिच्छदिट्ठीयाणं जं तेसिं कारियं जहिं जत्थ । सव्वंपि तयं सुद्धं, मूले तह उत्तरगुणे य ॥ २६१९ ॥
ગાથાર્થ :- મિથ્યાદષ્ટિ આત્માઓ જે છે. તેઓ માટે જે ક્ષેત્રમાં અને જે કાલમાં આહારાદિ જે બનાવાયા હોય તે આહારાદિ સર્વ પણ મૂલગણ અને ઉત્તરગુણવિષયક સાચા સાધુસંતો માટે નિર્દોષ જ કહેવાય છે. || ૨૬૧૯ ||
વિવેચન - જેમ શ્રાવક-શ્રાવિકાઓએ પોતાના માટે બનાવેલો આહારાદિ હોય તે સાધુ માટે કષ્ય જ બને છે તેમાં સાધુ માટે બનાવવાની દૃષ્ટિ નથી. માટે આધાકદિ મૂલગુણના કોઈ દોષો લાગતા નથી અને ખરીદવું પડે કે પૈસાનો કોઈ વ્યવહાર કરવો પડે તેવું પણ નથી. તેથી ઉત્તરગુણનો પણ કોઈ દોષ લાગતો નથી.
તેવી જ રીતે મિથ્યાષ્ટિ જીવો માટે અથવા દિગંબર મુનિ માટે બનાવેલો આહારાદિ જે હોય તે શ્વેતામ્બર મુનિને મૂલગુણવિષયક કે ઉત્તરગુણ વિષયક કોઈ દોષ ન હોવાથી કથ્ય બને છે. ફક્ત મુનિને યોગ્ય આહાર હોવો જોઈએ જો કંદમૂલાદિનો અને અભક્ષ્ય વસ્તુઓનો ઉપયોગ કર્યો હોય તો તે અભક્ષ્ય વસ્તુઓ હોવાના કારણે કલ્પતો નથી. ll૨૬૧૯
અવતરણ - ઉપરની નિયુક્તિની ગાથા છે. તેના ઉપર ભાષ્યકાર મહારાજ કહે છે કે - भिन्नमय-लिंग-चरिया, मिच्छद्दिद्विति बोडियाऽभिमया ॥ जं ते कयमुद्दिसिउं, तं कप्पइ जं च जइजोग्गं ॥ २६२० ॥