SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ દ્વિતીય નિદ્ભવ તિષ્યગુપ્ત આત્મા માનો છો તો આવી માન્યતા પણ કેમ ન થાય કે અસંખ્ય આત્મપ્રદેશોમાં કેટલાક આત્મપ્રદેશો જીવ રૂપ હોય અને કેટલાક આત્મપ્રદેશો અજીવરૂપ હોય આમ વિષમતા પણ હોઈ શકે આવું પણ સિદ્ધ થશે. અથવા કોઇક જીવમાં કેવળ અન્તિમ પ્રદેશ જ જીવ હોય અને બીજા બધા જ આત્મપ્રદેશો અજીવ હોય. બીજા જીવમાં પ્રથમ પ્રદેશ આત્મા હોય અન્ય સર્વ આત્મપ્રદેશો અજીવ હોય અને ત્રીજા જીવમાં બીજો આત્મપ્રદેશ એ જ આત્મા હોય બાકીના બધા જ આત્મપ્રદેશો અજીવ હોય આવી મનમાની યુક્તિવિનાની સર્વ વિકલ્પોની સિદ્ધિ થશે. પોત પોતાની ઇચ્છા પ્રમાણે અનિયત સ્વરૂપે સર્વે પક્ષો પણ કહી શકાય જ છે. (૧) અન્તિમ પ્રદેશની જેમ પ્રથમાદિ ગમે તે એક પ્રદેશ આત્મા હોય. અથવા (૨) પ્રથમાદિ કોઈ એક આત્મપ્રદેશ તે આત્મા હોય અને અગ્નિમપ્રદેશ આત્મા ન હોય. (૩) અથવા કોઇક આત્મપ્રદેશો આત્મા હોય અને કોઇક આત્મપ્રદેશો અજીવ જ હોય. આમ જ બધુ જ અનિયતપણે જ માનવાની આપત્તિ આવશે માટે તારી આ વાત યુક્તિસિદ્ધ નથી. સમ્યગુભાવ વાળી આ વાત નથી. /૨૩૩૯ || અવતરણ :- તથા વળી આવો દોષ પણ આવશે કેजं सव्वहा न वीसुं, सव्वेसु वि तं न रेणुतेल्लं व । सेसेसु असब्भूओ जीवो, कहमंतिम पएसे ॥ २३४० ॥ ગાથાર્થ - રેતીના કણીયાઓમાં જેમ તેલ નથી. તેમ સર્વ આત્મપ્રદેશોમાં પણ વિધ્વફપણે તે જીવ સર્વથા નથી જ. સર્વ પ્રદેશોમાં અસદ્ભૂત એવો તે જીવ કેવળ એકલા અન્તિમ આત્મપ્રદેશમાં જીવ કેમ હોઈ શકે ? | ૨૩૪૦ || | વિવેચન - જે એક એક અવયવમાં અંશે પણ ન હોય તે સર્વ અવયવોમાં પણ ન જ હોય. જેમ રેતીના એક એક કણમાં તેલ જો નથી. તો તે રેતીના સર્વ કણોમાં પણ તેલ ન જ હોય. તેમ સર્વ આત્મપ્રદેશોનો સમુદાય એકઠો કરો તો પણ તેમાં આત્મતત્ત્વ ન જ હોય આમ જીવતત્ત્વનો સર્વથા અભાવ જ થશે. પ્રથમ-દ્વિતીય-તૃતીય આદિ એક એક આત્મપ્રદેશોમાં જો જીવતત્ત્વ ન હોય તો પ્રથમાદિ સર્વ આત્મપ્રદેશોમાં અસત્ (અર્થાત્ અવિદ્યમાન) એવું જીવતત્ત્વ કેવળ એકલા અન્તિમ આત્મપ્રદેશ માત્રમાં કેમ ટપકી પડે ? પ્રથમાદિ અને અન્તિમ આમ સર્વ
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy