________________
પ્રથમ નિદ્ધવ જમાલિ
૨૫ જેમ અન્તિમ સમય એક સમયરૂપ છે અને ત્યાં જો ઘટ બને છે. તેમ આઘસમય પણ એક સમયસ્વરૂપ જ છે. ત્યાં પણ તે ઘટ બની જવો જોઈએ. સારાંશ કે જો ઘટાત્મક કાર્ય એક સમયમાં જ બને છે તો અન્તિમ સમયની જેમ આઘ સમય પણ એક સમયસ્વરૂપ જ છે. ત્યાં ઘટાત્મક કાર્ય કેમ નીપજતું નથી ? જો કાર્યને ઉત્પન્ન થવામાં એક જ સમય થાય છે. તો અન્તિમ સમયનો નિયમ શા માટે ? જે કાર્યને પ્રગટ થવામાં એક જ સમય લાગે છે. તો તે કાર્ય બે ક્લાકના કોઈ પણ સમયમાં અર્થાતુ પ્રથમસમયમાં પણ પ્રગટ થઈ જવું જોઈએ ? અન્તિમ સમયની જેમ આઘસમય પણ એક સમયસ્વરૂપ જ છે ત્યાં જ કાર્ય કેમ નથી થતું ? ખરેખર તો ત્યાં પ્રથમસમયમાં જ કરાવું જોઇએ. નિરર્થક બે ક્લાકનો કાળ પસાર કરવાની શી જરૂર છે ? અન્તિમ સમય જેમ એક સમયરૂપ છે તેમ પ્રથમ સમય પણ એક સમયરૂપ જ છે માટે ત્યાં જ કાર્ય થઈ જવું જોઇએ ?
ઉત્તર : તમારો પ્રશ્ન સાચો છે. પરંતુ કારણ વિના કાર્ય થતું નથી અને તે વિવક્ષિત ઘટ બનવાનું કારણ અન્ય સમયમાં જ છે. પ્રથમ સમયમાં કે અન્તિમ સમયથી ઉપાન્તસમય સમય સુધીના સર્વ સમયોમાં કારણતા નથી. તેથી તે સર્વ સમયોમાં ઘટાત્મક કાર્ય કેમ પ્રગટ થાય ? અર્થાત્ તે સર્વ સમયોમાં ઘટાત્મક કાર્ય પ્રગટ થતું નથી.
કોઈ પણ કાર્ય કરવામાં કાર્યકારણ ભાવ અન્વયવ્યતિરેકથી જ ગમ્ય હોય છે. જ્યાં કારણ હોય ત્યાં જ કાર્ય હોય આ અન્વય છે અને જ્યાં કારણ ન હોય ત્યાં કાર્ય પણ ન જ હોય આ વ્યતિરેક છે. ઘટાત્મક કાર્ય ઉત્પન્ન કરવાનું કારણ અન્તિમ સમયમાં જ છે. પૂર્વસમયોમાં નથી માટે ઘટાત્મક કાર્ય પણ અન્તિમ સમયમાં જ થાય છે. માટે ચરમસમય રૂપ એક સમયમાં જ કાર્ય કરાય છે. આ નિયમ બહુ ઉચિત જ છે. તેમાં બીજું કંઈ વિચારવા જેવું છે જ નહીં /૨૩૧૯ ||
હવે આ વાતનો ઉપસંહાર કરતાં ઉપરોક્ત વાતનું તાત્પર્ય સમજાવતાં કહે છે કેतेणेह कज्जमाणं नियमेण कयं, कयं तु भयणिज्जं । किंचिदिह कज्जमाणं, उवरयकिरियं च हुज्जाहि ॥ २३२० ॥
ગાથાર્થ - તેથી અહીં જે સમયમાં જે કાર્ય કરાય છે તે કાર્ય તે સમયમાં જ નિયમ કૃત થાય છે. અને જે કાર્ય કૃત થયેલું હોય છે. તે કાર્ય કરાતું પણ હોય અને કરાતું ન પણ હોય આમ ભજના જાણવી.