________________
૨૪ બહુરતમત
નિહ્નવવાદ Dાસ પણ ત્યારે જ બને છે કે શિવક બનાવ્યા પછી પણ સમયે સમયે કંઈક કંઈક કામ કર્યું તો સ્વાસ બન્યું. આમ વચ્ચે વચ્ચે પ્રતિસમયે નવાં નવાં સૂક્ષ્મ કાર્યો કરાય જ છે પરંતુ છબસ્થજીવ સ્પષ્ટપણે તે કાર્યો જાણવા શક્તિમાન નથી.
પરંતુ અનંતસિદ્ધ ભગવંતોને અને કેવલીભગવંતોને આ પ્રતિસમયે થતાં કાર્યોનું જ્ઞાન થાય છે તે નવાં નવા પર્યાયો જે બને છે તે પણ એક જાતનાં કાર્યો જ છે માટે આમ વિચારતાં પ્રતિસમયે નવાં નવાં કરોડો કાર્ય થાય આ વાત સારી રીતે ઘટી શકે છે. | ૨૩૧૮ ||
અવતરણ :- અહીં કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે - को चरमसमयनियमो पढमे च्चिय तो न कीरए कज्जं ? नाकारणं ति कज्जं तं चेवं तम्मि से समए ॥ २३१९ ॥
ગાથાર્થ - જો એકસમયમાં જ કાર્ય કરાતું હોય તો ચરમસમયે જ કાર્ય કરાય એવો નિયમ કેમ ? પ્રથમ સમયે જે કાર્ય કેમ કરાતું નથી ?
ઉત્તર :- કારણ વિના કાર્ય થતું નથી તે કારણે અન્યસમયમાં જ માત્ર છે માટે કાર્ય પણ અન્ય સમયમાં જ થાય છે || ૨૩૧૯ //
વિવેચન :- પ્રત્યેક સમયમાં ભિન્ન ભિન્ન કાર્ય કરાય છે માટે ઘટ નામનું કાર્ય પણ ઘટ બનાવાનો જે કાલ લાગે છે. તેના અન્યસમયમાં જ શરૂ કરાય છે. અને તે જ અન્ય સમયમાં ઘટકાર્ય સમાપ્ત થાય છે. એટલે ઘટ નામનું કાર્ય બનાવવામાં ઘણો લાંબો કાળ ૧ ક્લાક કે બે ક્લાક લાગતા નથી. પરંતુ એક જ સમય લાગે છે અને તે પણ અન્તિમ સમય માત્ર જ જાણવો.
પ્રશ્ન :- જો ઘટ-પટ આદિ કોઈ પણ કાર્ય કરવામાં તે કાર્ય કરવાનો દીર્ધ અર્થાત્ લાંબો એક ક્લાક કે બે ક્લાક વિગેરે પ્રમાણ વાળો દીર્ઘ પ્રમાણ વાળો ક્રિયાકાલ ન સ્વીકારાય અને માત્ર એક સમય જ સ્વીકારાય તો પ્રશ્ન થાય છે કે કોઈ પણ કાર્ય કરવામાં ચરમસમય જ લેવો આવો નિયમ કેમ ? જેમ ચરમસમય એક સમય છે અને ત્યાં જ ઘટ થાય છે. તેમ ઘટ બનાવવાની પ્રક્રિયાના બે કલાકના અસંખ્ય સમયોમાં કોઈ પણ એક સમયમાં અથવા પ્રથમ સંખ્યાવાળા એકસમયમાં જ ઘટ કાર્ય કેમ ન ઉત્પન્ન થાય ? જેમ ચરમ સમયાત્મક એક સમયમાં જ ઘટ થાય છે. તેમ આદ્ય સમયાત્મક એક સમયમાં પણ ઘટ કાર્ય બનવું જોઇએ ?