________________
પ્રથમ નિર્ભવ જમાલિ
पइसमयकज्जकोडीनिरवेक्खो घडगयाहिलासो सि । पइसमयकज्जकालं थूलमइ ? घडम्मि लाएसि ॥ २३१८ ॥
૨૩
ગાથાર્થ :- ઘટ બનાવવાના પ્રત્યેક સમયમાં બીજાં કરોડો કાર્યો થાય છે. તેને તું જોતો નથી. કારણ કે તને ઘટ તરફ જ અભિલાષા છે. તથા હે સ્થૂલમતિવાળા શિષ્ય! વચ્ચેના પ્રત્યેક સમયમાં થતાં કાર્યોનો કાલ તું ઘટમાં લગાડે છે (આ જ તારી મોટી ભૂલ છે). II ૨૩૧૮ ||
વિવેચન :- માટી લાવવી, માટી મળાવવી, માટી મસળવી. પિંડ બનાવવા શિવકસ્થાસ-કોશ-કુશૂલ વિગેરે બનાવવા. આમ પ્રતિસમયે નવાં નવાં કાર્ય કરવા રૂપે કરોડો કાર્ય ત્યાં થાય છે. તો પણ તું ઘટગત અભિલાષાવાળો છે. તેથી તે તે કાર્યોને ન જોતો એવો તું તે સઘળો કાળ ઘટ કાર્યમાં જ જોડે છે. વચ્ચેનાં કાર્યોનું તારે પ્રયોજન ન હોવાથી તેની વિવક્ષા કર્યા વિના તે તે કરોડો કાર્યો થતાં હોવા છતાં તું તેને ગણતો નથી. કેમ ગણતો નથી ? તો તેનું એક જ કારણ છે કે તું ઘટની જ અભિલાષાવાળો છે.
તારે ઘડાનું જ પ્રયોજન હોવાથી પ્રધાનતાએ તેની જ વિવક્ષા તારા મગજમાં રહેલી છે. હમણાં ઘટ થશે એમ તને ઘટકાર્યની જ અભિલાષા વર્તે છે. આ કારણથી વચ્ચે વચ્ચે કરોડો કાર્ય થાય છે. તો પણ તે કરોડો કાર્યને ન દેખવાથી હે સ્થૂલ મતિવાળા શિષ્ય ! પ્રતિસમયે થતા કરોડો કાર્યનો જ કાલ છે. તે સઘળો પણ કાલ તું ઘટમાં જ લગાડે છે. “આ સર્વકાલ ઘટ બનાવવામાં જ થયો છે” આમ તું વિચારે છે આ કારણથી તારો આ અભિપ્રાય મિથ્યા અનુભવવાળો છે અર્થાત્ ખોટો છે.
ઘટની ઉત્પત્તિ તો માત્ર એક ચરમ સમયમાં જ થાય છે. તેથી એક સામાયિક જ ઘટોત્પત્તિ છે. અને પૂર્વના ઘણા સમયો બીજા ત્રીજા કાર્યોની ઉત્પત્તિના છે. પરંતુ તું સ્થુલબુદ્ધિવાળો હોવાથી અને ઘટ જ બનાવવાની તીવ્ર અભિલાષાવાળો હોવાથી પૂર્વના સર્વ સમયોને ઘટકાર્યમાં જ જોડે છે. તેથી ઘટની ઉત્પત્તિ બહુસમયના કાળવાળી તને લાગે છે. વચ્ચેના કાર્યોને તું જોતો નથી આમ તારી આ મોટી અજ્ઞાનતા છે.
પ્રશ્ન :- માટીમાંથી ઘટ બનાવતાં પ્રતિસમયે કરોડો કાર્ય ઉત્પન્ન થતાં હોય એવું તો કંઈ જણાતું નથી. તે કરોડોની સંખ્યા વાળાં કાર્યો કોઈ પણ દેખાતાં નથી. માત્ર ઘટ જ થતો દેખાય છે ફક્ત વચ્ચે વચ્ચે શિવક-સ્થાસ-કોશ-કુશૂલ આદિ બે પાંચ કાર્યો થાય છે. પરંતુ કરોડો કાર્ય થતાં હોય એવું તો કંઈ દેખાતું નથી.
ઉત્તર ઃ- સાચી વાત છે પરંતુ શિવક-સ્થાસ-કોશ ઇત્યાદિ જે કાર્યો દેખાય છે. તે સ્થૂલ છે. શિવક પણ તો જ બને છે કે સમયે સમયે કંઈક કામ કરાયું છે તો, ત્યારબાદ