________________
સમુચ્છેદવાદ
નિતવવાદ દુઃખ-બંધ-મોક્ષ વિગેરે ભાવો સારી રીતે ઘટી શકે છે માટે આ જ પક્ષ ગ્રહણ કરવા લાયક છે. કોઈ પણ નયવાળો કેવળ એક પક્ષ તો દોષોથી જ ભરેલો છે માટે ત્યજવા લાયક જ છે. || ૨૪૧૮ ||
અવતરણ - ફરીથી પણ અશ્વમિત્ર ઉપર અનુકંપા કરતા એવા સ્થવિર મુનિઓ તેમને હિત શિક્ષા આપતાં કહે છે કે
जइ जिणमयं पमाणं, ता मा दव्वट्ठियं परिच्चयसु । सक्कस्स व होइ जओ, तन्नासे सव्वनासो त्ति ॥ २४१९ ॥
ગાથાર્થ - જો તું જિનેશ્વર પ્રભુના મતને પ્રમાણ માનતો હોય તો દ્રવ્યાર્થિક નયનો ત્યાગ ન કર. જે કારણથી દ્રવ્યનો નાશ સ્વીકારે છતે બૌદ્ધ દર્શનની જેમ સર્વવ્યવહારોનો નાશ થશે. || ૨૪૧૯ //
વિશેષાર્થ - પૂર્વે બતાવેલી ગાથા ૨૩૯૦માં આવેલો જે સૂત્રપાઠનો આલાવો “પહુપત્રसमयनेरइया सव्वे वोच्छिज्जिसंति एवं जाव वेमाणियत्ति, एवं बीयसमयाइसुत्ति वत्तव्वं" તેના ભાવાર્થને ન જાણતો હોવા છતાં પણ મિથ્યાત્વમોહના ઉદયથી ચિત્ત વિભ્રમિત હોવાના કારણે પોતે કરેલા મન માન્યા અર્થને જ પ્રમાણ તરીકે જોરશોરથી સ્વીકાર કરતો (પોકારતો) પોતાનો આત્મા જિનવચનની પ્રમાણિતાનો અવલંબી જ છે આમ તે અશ્વમિત્ર! તું માને છે. પરંતુ સાચેસાચ જો તને જિનેશ્વર પ્રભુનો મત પ્રમાણભૂત લાગતો હોય તો જિનમત માનેલો હોવા છતાં પણ કેવલ એકલા પર્યાયાર્થિક નયના વાદી બનીને દ્રવ્યાર્થિક નયનો ત્યાગ તું ન કર. સારાંશ કે દ્રવ્યાર્થિક નયનો અપલાપ ન કર. તેને પણ સ્વીકાર.
કારણ કે દ્રવ્યનો સર્વથા નાશ માને છતે બૌદ્ધદર્શનની જેમ સર્વ વ્યવહારોનો એટલે કે તૃપ્તિ-શ્રમ વિગેરેનો તથા બંધ-મોક્ષ વિગેરેના વ્યવહારનો પણ નાશ થાય છે સંસારના સર્વ વ્યવહારોનો વિલોપ થાય છે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ ઘટતું નથી. માટે આવું ઉલટુ ન માન. બન્ને નયને સાપેક્ષપણે સ્વીકાર કર | ૨૪૧૯ |
અવતરણ - ઇત્યાદિ અનેક યુક્તિઓના પ્રવાહથી સમજાવવા છતાં પણ આ અશ્વમિત્ર જયારે પોતાના વિચારોમાંથી પાછા કરતા નથી અને સ્થવિરોએ કહેલું કંઈ પણ સ્વીકારતા નથી. ત્યારે ત્યાં શું થયું ? તે હવે કહે છે
इय पण्णविओ वि जओ, न पवज्जइ सो कओ तओ बज्झो । । विहरंतो रायगिहे, नाउं तो खंडरक्खेहिं ॥ २४२० ॥