________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
गहिओ सीसेहिं समं, एएऽहिमरत्ति जंपमाणेहिं । संजयवेसच्छण्णा, सज्जं सव्वे समाणेह ॥ २४२१ ॥
ગાથાર્થ :- આ પ્રમાણે સમજાવવા છતાં જ્યારે તે અશ્વમિત્ર મુનિ સ્થવિરોની વાત સ્વીકારતા નથી. ત્યારે તે મુનિને (તેમના શિષ્ય પરિવાર સાથે) સંઘ બહાર કરાયા. વિહાર કરતા કરતા રાજગૃહી નગરીમાં આવ્યા. અહીં (નિકૂવો) આવ્યા છે. એવું ખંડરક્ષકો વડે (ત તે સ્થાનોનું રક્ષણ કરનારા નાયકો વડે) જણાયું || ૨૪૨૦ ||
શિષ્યોની સાથે અમિત્રને પકડવામાં આવ્યા. “તમે બધા અભિમરક (ચોર છો; દુષ્ટ માણસો છો, ઘાતકી છો,) તથા સંયમના વેશથી ઢંકાયેલા (ચોર વિગેરે) છો. જલ્દી જલ્દી તે સર્વને તમે અહીં લાવો (એવી રાજ આજ્ઞા થઈ). ર૪૨૦-૨૪૨૧
વિશેષાર્થ :- જયારે સ્થવિર ગુરુજીએ અમિત્ર મુનિને (તેમના પરિવાર સાથે) ઘણું ઘણું સમજાવ્યા. પરંતુ જયારે તે મુનિ સ્થવિરોની વાત નથી જ સ્વીકારતા. ત્યારે સ્થવિર મુનિઓએ તે અશ્વમિત્ર મુનિને (પરિવાર સાથે) સંઘ બહાર કર્યા તેઓ ત્યાંથી નીકળીને વિહાર કરતા કરતા રાજગૃહી નગરીમાં આવ્યા. તે રાજગૃહી નગરીમાં ત્યાંના ખંડરક્ષક (પૃથ્વીનું રક્ષણ કરવા માટે નિમાયેલા પુરુષો) વડે શિષ્યો સાથે પકડવામાં આવ્યા. તમે બધા ચોર છો ઇત્યાદિ આવેશ વાળાં વચનો બોલવા પૂર્વક પકડવામાં આવ્યા. તમે સાધુના વેશથી ઢંકાયેલા ચોર લોકો છો. એમ બોલતા બોલતા જલ્દી જલ્દી સર્વને (રાજા પાસે) લાવવામાં આવ્યા. || ૨૪૨૦-૨૪૨૧ ||
अम्हे सावय ! जयओ, कत्थुप्पन्ना कहिं च पव्वइया । अमगत्थ बेंति सड्ढा, ते वोच्छिण्णा तया चेव ॥ २४२२ ॥ तुब्भे तव्वेसधरा, भणिए भयओ सकारणं च त्ति । पडिवण्णा गुरुमूलं, गंतूण तओ पडिक्कन्ता ॥ २४२३ ॥
ગાથાર્થ - અશ્વમિત્ર વિગેરે મુનિઓ બોલ્યા કે હે શ્રાવક ! અમે બધા યતિઓ (મુનિઓ) છીએ, ત્યારે ખંડરક્ષકોએ કહ્યું કે તમે ક્યાં જન્મેલા છો? ક્યાં દીક્ષિત થયેલા છો ! ત્યારે તેઓએ કહ્યું કે અમુકસ્થાને જન્મેલા છીએ અને અમુકકાલે દીક્ષા લીધેલી છે ત્યારે તે શ્રાવકો બોલ્યા કે તમે જે વર્ષો પૂર્વે જન્મ્યા હતા અને દીક્ષિત થયા હતા.તે તો તમારા મત પ્રમાણે તે કાલે જ વિચ્છેદ પામી ગયા. માટે તમે તેના વેશને ધારણા કરનારા કોઈ ચોર લોકો છો. આમ કહેવાયું છતે ભય બતાવવા પૂર્વક તથા યુક્તિપૂર્વકનાં વચનો બોલીને સમજાવાયા. તે સર્વે ગુરુના ચરણ કમલમાં આવ્યા. ત્યાં જઈને પ્રતિક્રમણ કરીને પાપથી પાછા ફરનારા બન્યા. || ૨૪૨૨-૨૪૨૩ છે.