SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ દિગમ્બર અવસ્થા નિતવવાદ તે કાળે વસ્ત્ર સાધુને અતિશય ઉપયોગી થાય છે તથા (૪) વસ્ત્રથી આચ્છાદિત શરીરવાળા સાધુસંતો નિર્વિને સ્વાધ્યાય અને ધ્યાનની સાધના કરી શકે છે. કારણ કે જે ઠંડીની પીડા હતી તે દૂર થાય છે તે માટે વસ્ત્રધારણ જરૂરી છે (૫) મદિ એટલે મહાવાયુ દ્વારા ઉડાયેલી સચિત્ત એવી જે રજ, તે આકાશમાંથી પડતી હોય ત્યારે તે જીવોની રક્ષાના નિમિત્તે શરીરને આચ્છાદિત કરે તેવાં અને આ પૃથ્વીકાયજીવોની રક્ષા થાય તેવાં વસ્ત્રોની આવશ્યકતા રહે જ છે. તથા (૬) મહિલા = ધુમ્મસ (૭) વાસ (વરસાદ) (૮) ૩૪ (આકાશમાંથી પડતી ઝાકળ) એટલે કે કંઈક લાલ એવી આકાશમાંથી પડતી સચિત્ત એવી રજ. મરિ શબ્દ ગાથામાં છે ત્યારું = તેથી શરીર ઉપર પડતું દીપક આદિ સચિત્ત વસ્તુઓનું તેજ વિગેરે પદાર્થો જાણી લેવા. આ સર્વેમાં રહેલા જે એકેન્દ્રિયાદિ જીવો છે. તેઓની રક્ષા કરવાના નિમિત્તે મુનિઓને વસ્ત્ર ધારણ કરવાનું હોય છે. | ૨૫૭૬ / (૧) તથા જે સાધુ કાળ કરી જાય. (કાલધર્મ પામે) તે મૃતક શરીરને ઢાંકવાને માટે વસ્ત્ર રાખવામાં આવે છે. (૨) તથા તે મૃતક શરીરનું સટ્ટાયા = કરવા એટલે શમશાન ભૂમિ ઉપર લઈ જવા માટે શ્વેત (ધોળું) ઉજ્વળ એવા વસ્ત્રથી મૃતકશરીરને ઢાંકીને લઈ જવું આવી મર્યાદા હોવાથી વસ્ત્ર હોય છે. તથા (૩) જે સાધુ માંદા હોય રોગી હોય તાવ આવ્યો હોય તેવા મુનિઓના પ્રાણોને ઉપકાર કરનારું છે આમ પરમગીતાર્થ મહાત્માઓએ જાણેલું છે. આ રીતે સાધુને નિર્મોહભાવે વસ્ત્ર ઉપકારી છે તથા મુહપત્તી અને રજોહરણ વિગેરે પદાર્થો પણ શાસ્ત્રને અનુસારે સંયમના ઉપકારી છે તે સમજી લેવું. કલ્પભાષ્યાદિ ગ્રન્થોમાં કહ્યું છે કે : कप्पा आयप्पमाणा, अड्ढाइज्जाय वित्थडा हत्था । दो चेव सोत्तिया, उन्नियो य तइओ मुणेयव्वो ॥ १ ॥ तणगहणानलसेवा, निवारणा धम्मसुक्कज्झाणहा । दिलृ कप्पग्गहणं गिलाणमरणट्ठया चेव ॥ २ ॥ संपाइयरयरेणु पमज्जणा वयंति मुहपत्ति । नामं मुहं च बंधइ तीए वसहि पमज्जंतो ॥ ३ ॥ आयाणे निक्खेवे, ठाण निसीए तुयट्टसंकोए । पुव्वं पमज्जणा लिंगा चेव रयहरणं ॥ ४ ॥ वेउव्वऽवायडे वाइए हिए खद्धपजणणे चेव । तेसिं अणुग्गहणवा लिंगुदया य पट्टो उ ॥ ५ ॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy