________________
દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત
૪૭
માનવાથી તો અન્તિમ આત્મપ્રદેશની જેમ પ્રત્યેક આત્મપ્રદેશમાં પણ સંપૂર્ણ જીવદ્રવ્યત્વ માનવાની આપત્તિ આવશે. જેથી એક આત્મામાં અસંખ્ય આત્મા માનવા પડશે. માટે તમારી આ વાત બરાબર નથી. ૦૨૩૪૧ ||
અવતરણ :- કદાચ તમારા વડે અન્તિમ આત્મપ્રદેશ વિના પ્રથમાદિ આત્મપ્રદેશોમાં જીવત્વ ન ઇચ્છાય તો અન્ય આત્મપ્રદેશમાં પણ જીવત્વ ઇચ્છશે નહીં ? કેમ, આવો પ્રશ્ન તમે કરતા હો તો ગ્રંથકારશ્રી જણાવે છે કે
नेह पएसत्तणओ, अन्तो जीवो जहाइमपएसो ।
अह सुयम्मि निसिद्धा, सेसा न उ अन्तिमसो ॥ २३४२ ॥
ગાથાર્થ :- અન્ય આત્મપ્રદેશને પણ જીવ કહેવાશે નહીં કારણ કે તે પણ એક પ્રદેશ જ હોવાથી, જેમ આદિમ પ્રદેશ એ જીવ નથી, તેમ. હવે કદાચ આવો પ્રશ્ન કરો કે શાસ્ત્રમાં અન્ત્યપ્રદેશ વિનાના શેષ આત્મપ્રદેશમાં જીવત્વનો નિષેધ કરેલો છે. પરંતુ અન્તિમ આત્મપ્રદેશમાં જીવત્વનો નિષેધ કહેલ નથી.માટે અન્તિમ આત્મપ્રદેશને આત્મા મનાશે. ૫૨૩૪૨॥
વિવેચન :- અહીં અન્તિમ આત્મપ્રદેશને પણ જીવ મનાશે નહીં. કારણ કે તે પણ એક પ્રદેશ માત્ર જ છે. પ્રથમાદિ શેષ પ્રદેશોની જેમ. તમે જેમ પ્રથમાદિ શેષ પ્રદેશોમાં જો જીવત્વ નથી સ્વીકારતા તો શેષ પ્રદેશોની જેમ અન્તિમ આત્મપ્રદેશ પણ એક દેશ હોવાથી આત્મા કહેવાશે નહીં. કારણ કે શેષ આત્મપ્રદેશોની જેમ તે પણ એક આત્મપ્રદેશ જ છે.
કદાચ હવે તમે એમ કહો કે તમારી આ પ્રતિજ્ઞા આગમથી બાધિત છે. ગાથા નં. ૨૩૩૫માં કહેલા સૂત્ર પાઠના આલાવા રૂપ શ્રુતમાં (આગમમાં) જ શેષ એવા પ્રથમાદિ પ્રદેશો જીવ તરીકે નિષેધેલા છે. પરંતુ અન્ય આત્મપ્રદેશને જીવ તરીકે માનવામાં નિષેધ કરેલો નથી. પરંતુ તે અન્તિમ આત્મપ્રદેશને તો જીવ તરીકે માનવાની અનુજ્ઞા આપેલી છે. તો પ્રથમાદિ આત્મપ્રદેશોની જેમ અન્તિમ આત્મપ્રદેશમાં જીવત્વનો નિષેધ અમે કેમ માનીએ ? ત્યાં તો જીવત્વ છે જ. II ૨૩૪૨ ||
અવતરણ:- અર્વોત્તરમાદ =અહીં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે કે
नणु एगोत्ति निसिद्धो, सो वि सुए जइ सुयं पमाणं ते । सुते सव्वपसा, भणिया जीवो न चरिमो ति ॥ २३४३ ॥