________________
પંચમ નિહ્નવ
અથ પદ્મમવવક્તવ્યતામિધિન્નુરાહ- હવે પાંચમા નિહ્નવનું સ્વરૂપ સમજાવવાની ઇચ્છાવાળા ગુરુજી કહે છેઃ
अट्ठावीसा दो वाससया, तइया सिद्धिं गयस्स वीरस्स । दो किरियाणं दिट्ठी, उल्लुगतीरे समुप्पण्णा ॥ २४२४ ॥
ગાથાર્થ :- શ્રીમહાવીર પરમાત્માને મોક્ષે ગયાને ૨૨૮ વર્ષો પસાર થયાં હતાં ત્યારે ઉલ્લુકાનામની નદીનાકાંઠે બે ક્રિયાની દૃષ્ટિવાળા પાંચમા નિહ્નવ થયા. ॥ ૨૪૨૪ ॥
વિવેચન :- પરમાત્મા શ્રીમહાવીર પ્રભુને નિર્વાણ પામ્યાને(૨૨૮) બસોહ અઠ્ઠાવીસ વર્ષો પસાર થયાં હતાં ત્યારે ઉલ્લુકા નામની નદીના કાંઠે “એકી સાથે બે ક્રિયા હોય છે આવી દૃષ્ટિવાળા નિહ્નવોની ઉત્પત્તિ થઈ (જેની વિશેષ હકિકત આગલી ગાથાઓમાં સમજાવાય છે). ॥ ૨૪૨૪ ॥
અવતરણ :- આ દૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ ? તે સમજાવે છે.
नइखेडजनवयुग महगिरि धणगुत्त अज्जगंगे य ।
किरिया दो रायगिहे, महातवोतीरमणिनाए ॥ २४२५ ॥
ગાથાર્થ :- ઉલ્લુકા નામની નદીની પાસે ધૂળના ઢગલાઓથી ઢંકાયેલું ઉલ્લુકાતીર નામનું નગર હતું. ત્યાં આર્ય મહાગિરિજીના શિષ્ય પૂજ્ય ધનગુપ્ત નામના સુરીજી હતા. તેમના પણ શિષ્ય આર્યગંગ નામના આચાર્ય હતા. તેઓએ એક જ સમયમાં બે ક્રિયા હોય છે આવી ઉત્સૂત્ર પ્રરૂપણા કરી, ત્યાં મહાતપસ્તીર નામના કોઈ એક સ્થાનમાં “મણિનાગ” એ નામનું ચૈત્ય હતું ત્યાં આ દૃષ્ટિવાળા નિહ્રવની ઉત્પત્તિ થઈ. ॥ ૨૪૨૫ ॥
વિવેચન ઃ- ઉલ્લુકા નામની જે નદી, તેના દ્વારા ઓળખાતો જે દેશ તે દેશ પણ ઉલ્લુકા કહેવાતો હતો.(જેમ સાબરમતી નામની નદી અમદાવાદ શહેરની પાસે વહે છે તેથી તે નદીની પાસે વસેલા ગામનું નામ પણ સાબરમતી ગામ કહેવાય છે. અથવા બનાસ નામની નદી જ્યાં વહે છે તે દેશનું નામ પણ બનાસકાંઠા કહેવાય છે તેમ અહીં સમજવું.)
તે ઉલ્લુકા નામની નદીના કાંઠે એક બાજુ ધૂળોના ઢગલાઓથી વીંટલાયેલું એક નગરવિશેષ સ્વરૂપ ખેટ સ્થાન (ખાડાખૈયા વાળું એક સ્થાન) હતું. જ્યારે બીજી બાજુ