SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ નિહ્નવ ગોષ્ઠામાહિલ મુનિ ૧૬૫ ત્યારબાદ ઇન્દ્ર મહારાજા વડે નિગોદના જીવો પૂછાયા. સૂરિ મહારાજ વડે વિસ્તારથી તે સમજાવાયા. તેથી ખુશ થયેલા મનવાળા ઇન્દ્ર મહારાજા વડે “હવે હું જાઉં છું” આમ કહેવાયું. ત્યારે ગુરુજી વડે કહેવાયું કે એક ક્ષણવાર ઉભા રહો. અમારા સાધુઓ હમણાં આવે જ છે. તે આવે ત્યાં સુધી અહીં રહો. જેથી તમને જોવા વડે આ કાળે પણ દેવોનું આગમન છે આમ જાણીને તેઓની (આ શાસનમાં વધારે વધારે) સ્થિરતા થાય. ત્યારબાદ ઇન્દ્રમહારાજા વડે કહેવાયું કે હે ભગવન્ ! હું એમ જ કરું છું. ફક્ત મારૂં જે સ્વાભાવિક સ્વરૂપ છે. તે જોઈને અલ્પબળવાળા જીવો નિયાણું કરશે તેથી ગુરુવડે કહેવાયું કે તો તમારા આગમનને સૂચવનારૂં કંઇક ચિહ્ન કરીને જાઓ. તે કારણથી તે ઉપાશ્રયનું દ્વાર બીજી દિશામાં કરીને ઇન્દ્ર મહારાજા ગયા. બહારથી પાછા આવેલા તે મુનિઓ વડે બારણાનું અન્યથાપણું જાણીને વિસ્મય પામેલા તે શિષ્યો વડે પુછાયું ત્યારે ગુરુજી વડે બધી જ યથાર્થ હકિકત કહેવાઈ. ફરી વિચરતા વિચરતા તે શ્રીઆર્યરક્ષિતસૂરિજી મહારાજા દશપૂર નગરમાં આવ્યા. બીજી બાજુ મથુરાનગરીમાં માતા-પિતા આદિ કંઈ છે જ નહી. આ પ્રમાણે પ્રરૂપણા કરતો એક વાદી આવ્યો. ત્યાં બીજો કોઈ તેની સામે વાદ કરે તેવો પ્રતિવાદી ન હોવાથી આ કાળે પૂજ્ય આર્યરક્ષિતસૂરિજી યુગપ્રધાન છે એમ સમજીને તેમની સમીપે પ્રસ્તુત · હકિકત જણાવવા માટે શ્રીસંધવડે સાધુઓનો થોડોક સમુદાય મોકલાયો. તે શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજ અતિશય વયોવૃદ્ધ હોવાથી જવાને અસમર્થ છે માટે તથા ગોઠામાહિલ વાદલબ્ધિમાં સંપન્ન છે અર્થાત્ પહોંચેલો જીવ છે. એમ સમજીને ગોષ્ઠામાહિલને કહેવાયું. ત્યાં જઇને તે ગોદામાહિલે તે વાદીનો વિજય પ્રાપ્ત કર્યો. ત્યારબાદ શ્રાવકો વડે આ ગોષ્ઠમાહિલનું ત્યાં જ ચાતુર્માસ કરાવાયું. આ બાજુ પૂજ્યશ્રી આર્યરક્ષિતસૂરિજી વડે પોતાની પાટે દુર્બલિકા પુષ્પમિત્રને સ્થાપન કરવાનો વિચાર કરાયો. આ કારણથી સકલ શ્રીસંધને બેસાડીને સૂરિમહારાજે આ પ્રમાણે સંબોધન કર્યું. તે સંબોધન આ પ્રમાણે છે : ત્રણ ઘડા ભરાયા છે. એક વાલનો ભરેલો છે બીજો તેલનો ભરેલો છે અને ત્રીજો ઘડો ઘીનો ભરેલો છે. તે ત્રણે ઘડાને અવળા મુખવાળા કરે છતે વાલ બધા જ નીકળી જાય છે. તેલ ઘણું નીકળી જાય છે પણ થોડુંક ઘડામાં રહે છે, જ્યારે ઘી તો ઘણું ઘણું ઘડામાં જ ચોટેલું રહે છે. આ પ્રમાણે દુર્બલિકા પુષ્પમિત્રને સામે હું સૂત્રાર્થને આશ્રયી વાલના ઘટની તુલ્ય છે. મારામાં રહેલું તે સમસ્ત સૂત્ર અને અર્થ તેના વડે ગ્રહણ કરાયાં છે. ફલ્ગુરક્ષિતને આશ્રયી
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy