________________
પંચમ નિતવ આર્યગંગ આચાર્ય
૧૦૯ ગાથાર્થ :- સર્વ ઇન્દ્રિયોના ઉપયોગમાં પણ મનનો સંચાર જે થાય છે તે વેગવાળી ગતિ યુક્ત હોવાથી જાણી શકાતો નથી. તો પછી એક જ સ્પર્શેન્દ્રિયમાં એકભાગના ઉપયોગથી બીજા ભાગના ઉપયોગમાં મનનો સંચાર જાણવો સુલક્ષ્ય કેમ હોય? અર્થાત્ મનનો ભેદ જાણી શકાતો નથી. || ૨૪૩૫ ||
વિવેચનઃ-મન એટલું બધું વેગથી દોડે છે કે તેનો ક્રમ જાણી શકાતો નથી. આ કારણથી મન જુદી જુદી ઇન્દ્રિયો સાથે ક્રમસર જ જોડાય છે. એકી સાથે જોડાતું નથી. છતાં “આશુ સંચારિ” હોવાથી જાણી શકાતું નથી. તેમ આ જ મન સ્પર્શેન્દ્રિયના બન્ને ભાગોની સાથે પણ ક્રમસર જ જોડાય છે. પણ તે ભેદ આપણા વડે જાણી શકાતો નથી. / ૨૪૩૫ //
અવતરણઃ- જે આ વાત બરાબર નહીં સમજો અને એમ માનશો કે એક વિષયમાં જોડાયેલું પણ મન તે જ કાલે એકીસાથે બીજા વિષયમાં પણ જોડાય છે. આમ માનશો તો શું દોષ આવે છે ? તે દોષ સમજાવે છે.
अन्नविणिउत्तमण्णं, विणिओगं लहइ जइ मणो तेणं । इथि पि ट्ठियं पुरओ किमण्णचित्तो न लक्खेइ ? ॥ २४३६ ॥
ગાથાર્થ - કોઈ પણ અન્યના વિષયમાં જોડાયેલું એવું મન તે જ કાળે જો અન્યના વિષયના ઉપયોગને પામતું હોય તો અન્ય વિષયના ઉપયોગવાળો એવો જીવ સામે જ ઉભેલા હાથીને પણ કેમ જાણતો નથી ? || ૨૪૩૬ /
વિવેચન :- શીતવેદના આદિ અન્ય વિષયમાં ઉપયોગ પામેલું એવું મન જો વિવક્ષિત વસ્તુથી અન્ય ઉષ્ણવેદના આદિ વિષયમાં ઉપયોગ પામતું હોય અન્ય વિષયને જો જાણી શકતું હોય તો અન્ય વિષયના ઉપયોગવાળું છે ચિત્ત જેનું એવો દેવદત્ત આદિ જીવ સામે ઉભેલા હાથી આદિને પણ ન દેખે આવું કેમ બનતું હશે? અને આવું અવશ્ય બને જ છે કે જે આત્મા જે વિષયના ઉપયોગમાં લીન હોય તે જીવને તે કાળે બીજો કોઈ પણ વિષય જ્ઞાનમાં પ્રકાશિત થતો નથી. બે સ્થાનોમાં એકી સાથે ધ્યાન રહેતું નથી તે કારણથી કોઈ પણ એક વિષયના ઉપયોગમાં લીન થયેલું એવું મન અન્ય ઉપયોગના વિષયને તે કાલે જાણતું નથી. // ૨૪૩૬ /
અવતરણ - જો એક વિષયના ઉપભોગકાળે બીજી વિષયનો ઉપયોગ પણ હોય. તો આમ પણ કેમ નથી સ્વીકારાતું? શું? તે કહે છે.
विणिओगन्तरलाभे व किंथ नियमेण तो समं चेव । पइवत्थुमसंखेज्जाऽणंता वा जं न विणिओगा ॥ २४३७ ॥