________________
દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત
४८ ગાથાર્થ - કોઈ પણ એક તંતુ પટનો ઉપકારી છે પણ તે સમસ્ત પટ નથી જ, સર્વ તંતુઓનો જે સમુદાય તે સમસ્ત તંતુઓના સમુદાયને જ પટ કહેવાય છે. તેવી જ રીતે એક આત્મપ્રદેશ તે જીવ નથી, પરંતુ સર્વ આત્મપ્રદેશોનો સમુદાય તે જ જીવ છે. l/૨૩૪૪ /
વિવેચન :- કોઈ પણ એક તંતુ પટ બનાવવામાં, આ પટ છે એમ કહેવામાં ઉપકારી જરૂર બને છે કારણ કે તે તંતુ વિના સમસ્ત પટ બનતો નથી. પરંતુ તે તન્તુ એકલો “સમસ્ત પટ” કહેવાતો નથી. પરંતુ તખ્તઓ સર્વે સાથે મળીને યથાસ્થાને ગોઠવાયા છતા સમસ્ત એવા પટના વ્યપદેશને પામે છે. તેવી જ રીતે જીવનો કોઈ પણ એક પ્રદેશ તે જીવ કહેવાતો નથી. પરંતુ સર્વે પણ આત્મપ્રદેશો સમુદિત થયા છતા અવશ્ય જીવ છે. આમ કહેવાય છે સારાંશ કે અંશમાત્રને અંશી કહેવાતો નથી. પરંતુ અંશોના સમુદાયને અંશી કહેવાય છે. || ૨૩૪૪ ||
અવતરણ - તમે પૂર્વે જે એમ કહ્યું કે “નયના માર્ગને ન જાણતા એવા કોઈ વાદીનો આ દષ્ટિમોહ છે” (ગાથા ૨૩૩૫). “તો સમસ્ત આત્મપ્રદેશોના સમુદાયને જીવ કહેવાય, પરંતુ અત્તિમ એક આત્મપ્રદેશને જીવ ન કહેવાય “આ ક્યા નયનો મત છે ? આ વાત વ્યક્ત કરતાં કહે છે કે
एवंभूयनयमयं देस-पएसा न वत्थुणो भिन्ना तेणावत्थुत्ति मया कसिणं चिय वत्थुमिढें से ॥ २३४५ ॥ जइ तं पमाणमेवं, कसिणो जीवो अहोवयाराओ । देसे वि सव्वबुद्धी, पवज्ज सेसे वि तो जीवं ॥ २३४६ ॥
ગાથાર્થ :- એવંભૂત નયનો આ મત છે કે દેશ અને પ્રદેશ એ કંઈ વસ્તુથી ભિન્ન નથી. તેથી આવા દેશ-અને પ્રદેશને “અવસ્તુ” જ મનાયા છે (પટનો અન્તિમ એક તાર શરીર આચ્છાદન આદિ કાર્ય કરતું નથી માટે અવસ્તુ છે.) તેથી સંપૂર્ણ વસ્તુ એ જ કાર્યસાધક હોવાથી પારમાર્થિકપણે વસ્તુ છે. આમ તે નયનું માનવું છે. જો તને આ વાત પ્રમાણભૂત લાગતી હોય તો આખા જીવને જીવ માન. (પરંતુ એક અન્તિમ પ્રદેશ માત્રને જીવ છે. આમ ન માન) હવે જો એક અન્તિમ આત્મપ્રદેશ તે પણ જીવનો જ અંશ હોવાથી તું ઉપચાર કરતો હોય અને ઉપચારથી દેશમાં પણ સર્વની બુદ્ધિ કરતો હોય તો શેષ આત્મ પ્રદેશો તે પણ અંશ હોવાથી ત્યાં પણ જીવપણું તું સ્વીકાર. /૨૩૪૫-૨૩૪૬lી.
વિવેચન :- એવંભૂત નામના છેલ્લા નયનો આ મત છે અર્થાત આ નયની દૃષ્ટિ આવી છે કે કોઈ પણ વસ્તુના દેશ કે પ્રદેશ, તે દેશ કે તે પ્રદેશ તે વસ્તુથી ભિન્ન નથી. જો તમે તેને ભિન્નપણે કલ્પના કરો તો તે અવસ્તુ જ થાય છે. કારણ કે દેશ કે પ્રદેશ કાર્યસાધક થતા જ નથી..