________________
૫૦ એક પ્રદેશવાદ
નિહ્નવવાદ તપેલીમાં નાનું પણ એક કાણું પડ્યું હોય તો પણ તેમાં રસોઇ થતી નથી. પાણી ભરાતુ નથી. બાકીનો ભાગ અખંડ હોવા છતાં તેને ભંગારમાં જ નાંખવું પડે છે. તેમ આત્માનો અન્તિમ એક પ્રદેશમાત્ર તે આત્મા નથી. જો ચરમપ્રદેશમાત્રને આત્મા માનશો તો તેની જેમ જ પ્રથમાદિસર્વ આત્મપ્રદેશો પણ આત્મા જ મનાશે. તેમ થાય તો એક જ શરીરમાં અસંખ્ય આત્માઓ માનવા પડશે. આ વાત ઉચિત નથી.
તે માટે દેશ અને પ્રદેશની કલ્પના વિનાની સંપૂર્ણ અર્થાત્ પરિપૂર્ણ એવી વસ્તુ તે જ વાસ્તવિક વસ્તુ છે કાર્ય કરનાર હોવાથી તે જ વસ્તુ કહેવાય આવું એવું ભૂત નયને ઇષ્ટ છે તેથી જો તમે એવંભૂતનયની આ વાત માન્ય રાખતા હો તો સઘળો પરિપૂર્ણ એવો જીવ તે જીવ છે. આમ માનો. પરંતુ માત્ર અન્તિમ પ્રદેશાત્મક એક દેશભાગ તે જીવ છે. આમ ન માનો. - હવે તમે ઉપચાર કરતા હો કે જેમ ગામમાં ક્યાંક બે-પાંચ ઘરોમાં આગ લાગી હોય તો પણ તે ગામ બળે છે ગામમાં આગ લાગી છે. આમ બોલાય છે. કપડાનો એક છેડો સળગ્યો હોય તો પણ કપડુ બળે છે મારા કપડામાં આગ લાગી છે આમ અંશમાં અંશીનો ઉપચાર કરાય છે તેવો ઉપચાર કરીને જો તમે અન્તિમ એક પ્રદેશમાત્રને “જીવ છે” આમ કહેતા હો તો એક દેશમાં પણ સમસ્ત વસ્તુનો ઉપચાર થાય છે. તેથી અન્ય એક પ્રદેશમાં જેમ સમસ્ત જીવપણાનો તમે ઉપચાર કરી છે. તો તેની જેમ જ પ્રથમ-દ્વિતીય-તૃતીય વિગેરે આત્મપ્રદેશો પણ દેશ જ હોવાથી ઉપચાર કરીને ત્યાં પણ “આ જીવ છે” આ પ્રમાણે જીવપણું તમે માનો. ન્યાય તો બન્ને સ્થાને સમાન જ હોય છે તમારે પણ બન્ને સ્થાને ન્યાય સમાન જ રાખવો જોઈએ / ૨૩૪૫-૨૩૪૬ |
અવતરણ - ધારો કે ઉપર સમજાવ્યા પ્રમાણે ગુરુજીની કહેલી વાત શિષ્યના હૃદયમાં બરાબર ઉતરી ગઈ છે શિષ્ય સ્વીકારી લીધી છે. તેથી તે વાતનો સ્વીકાર કર્યો છે એમ માનીને આમ કહેવાયું છે કે “એક પ્રદેશમાત્રમાં સમસ્તવસ્તુનો ઉપચાર કરવો યોગ્ય નથી” આ વાતને મજબૂત રીતે જણાવતા ગ્રંથકારશ્રી ફરીથી પણ કહે છે કે,
जत्तो व तदुवयारो, देसूणे न उ पएसमेत्तम्मि । जह तंतूणम्मि पडे पडोवयारो न तंतुम्मि ॥ २३४७ ॥
ગાથાર્થ - અથવા જો તેનો ઉપચાર જ કરવો હોય તો દેશન્યૂન એવી સમસ્ત વસ્તુમાં ઉપચાર કરાય, પરંતુ એક પ્રદેશમાત્રમાં ઉપચાર ન કરાય, જેમ એક-બે-તારા ન્યૂન એવા પટમાં પટનો ઉપચાર કરાય છે. પરંતુ તંતુમાત્રમાં પટનો ઉપચાર કરાતો નથી. | ૨૩૪૭ ||