________________
૫૧
દ્વિતીય નિતંવ તિષ્યગુપ્ત
વિવેચન :- ગુરુજી શિષ્યને આ જ વાત બીજી રીતે પણ સમજાવે છે કે તમારે ઉપચાર જ કરવો હોય એટલે કે અન્તિમ આત્મપ્રદેશ તે સંપૂર્ણ આત્મા નથી. તો પણ તેમાં સમસ્ત આત્માનો ઉપચાર કરીને તે અન્તિમ આત્મપ્રદેશ માત્રને તમે “આત્મા છે” આમ કહેતા હો તો પણ માત્ર અન્તિમ પ્રદેશને “જીવ છે” એમ ન કહેવાય. પરંતુ એક અથવા બે આત્મપ્રદેશ ન્યૂન છે જેમાં એવા જીવમાં સમસ્ત જીવનો ઉપચાર કરાય છે.
જેમ એક તાર બે તાર ખેંચાઈ ગયા છે જેના અથવા કાણું પડ્યું છે જેમાં એવા પટમાં પટનો ઉપચાર કરાય છે બે-ચાર તાર નીકળી ગયા હોય તેવા પટથી શરીર આચ્છાદનનું કામ થાય છે માટે ત્યાં હજુ ઉપચાર કરીને સમસ્ત વસ્તુ મનાય છે પરંતુ એક તાર માત્રમાં પટનો ઉપચાર કરાતો નથી. તેવી જ રીતે અન્તિમ એક આત્મપ્રદેશમાં પણ સમસ્ત જીવનો ઉપચાર કરાતો નથી. માટે કંઈક સમજો. અને તમારો હઠાગ્રહ ત્યજી દો અને સાચા માર્ગે આવો. (૨૩૪૭ || અવતરણ - ગુરુજી વડે આ પ્રમાણે સમજાવાય ત્યારબાદ શું થયું. તે હવે કહે છેइय पण्णविओ जाहे, न पवज्जइ सो कओ तओ बज्झो । तत्तो आमलकप्पाए, मित्तसिरिणा सुहोवायं ॥ २३४८ ॥ भक्खण-पाण-वंजण-वत्तावयवलाभिओ भणइ ।। सावय ! विधम्मिया म्हे, कीसत्ति तओ भणइ सड्ढो ॥ २३४९ ॥ नणु तुझं सिद्धंतो पज्जंतावयवमित्तओऽवयवी । जई सच्चमिणं, तो का विहम्मणा मिच्छमिहरा भे ॥ २३५० ॥
ગાથાર્થ - આ પ્રમાણે સમજાવવા છતાં જયારે તે તિષ્યગુપ્ત શિષ્ય કંઈ સ્વીકારતા નથી. ત્યારે તેમને સમુદાયબહાર કરાયા. ત્યારબાદ તે તિષ્યગુપ્ત વિહાર કરતા કરતા આમલકકલ્પા નામની નગરીમાં ગયા. ત્યાં મિત્રથી નામના શ્રાવકવડે સુખપૂર્વકનો ઉપાય અપનાવીને લક્ષ્ય એવાં ભોજન-પાણી-શાક-વસ્ત્ર તૈયાર કરીને અન્તિ અન્તિમ ભાગથી પ્રતિલાલ્યા (અંતિમ અંતિમ દાણા માત્ર વહોરાવ્યા). ત્યારે તે તિષ્યગુપ્ત મુનિ કહે છે કે “તારા વડે એક દાણો આપીને અમારી મશ્કરી માત્ર જ કરાય છે” ત્યારે મિત્રથી શ્રાવક કહે છે કે “ખરેખર તમારો આ સિદ્ધાન્ત જ છે કે પર્યન્તવર્તી એક અવયવ માત્ર જ અવયવી છે. જો તમારી માન્યતા સાચી જ છે તો આમાં કંઈ જ ખોટું કર્યું નથી. અન્યથા જો તમને મારૂ આ કાર્ય મિથ્યા લાગે છે તો તમારૂ સર્વ બોલવું પણ મિથ્યા છે (આ વાત પ્રથમ સ્વીકારો). | ૨૩૪૮-૨૩૪૯-૨૩૫૦ ||