________________
૨૨૮ દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ આપતા નથી. તથા (૩) કોઈ પણ શિષ્યવર્ગને પોતે દીક્ષા આપતા નથી. (શિષ્ય બનાવતા નથી)
હવે જો તમારી દૃષ્ટિએ સર્વથા તીર્થંકર પરમાત્માની સાથે તુલ્ય જ વેષ અને આચરણ હોવું જોઇએ આવો આગ્રહ રાખતા હો તો તમામ શિષ્ય અને પ્રશિષ્યોએ પણ તમારા અભિપ્રાય પ્રમાણે તો આ સર્વ કાર્ય (૧) પરના ઉપદેશને વશ ન થવું (૨) પરને ઉપદેશ ન આપવો (૩) કોઇને પણ દીક્ષા ન આપવી ઇત્યાદિ સર્વ સમાન જ કરવાનું રહેશે.
પ્રશ્ન :- ભલે એમ જ હો. એમના જેવું જ આચરણ કરવામાં શું કંઈ દોષ છે ? આપણે પણ તેઓની જેમ જ વર્તવું જોઈએ.
ઉત્તર :- આ બરાબર નથી જો તમે કોઈને પ્રતિબોધ નહી કરો અને જો તમે ઉપદેશ નહીં આપો અને કોઈને દીક્ષા નહીં આપો તો ભગવાનનું આ તીર્થ પાંચમા આરા સુધી કેમ ચાલશે ? માટે “ભગવાન કરે તેમ નહીં કરવાનું, પણ ભગવાન કહે તેમ કરવાનું આ સાચો માર્ગ છે.
હવે જો તમે એમ કહેશો કે ભગવાનની સાથે સર્વથા સાધર્મ હોય એમ અમારૂં કહેવું નથી. માટે તેઓ ભલે છvસ્થ હતા ત્યારે ઉપદેશ આપતા ન હતા. દીક્ષા પણ આપતા ન હતા. તો પણ અમારે તેઓના કહ્યા પ્રમાણે ઉપદેશ અપાય અને દીક્ષા પણ અપાય. આમ જો કહેતા હો તો અચેલક બનવાનો આટલો બધો આગ્રહ કેમ રાખો છો ? તેઓ લોકોત્તર પુરુષ છે અતિશયવાળા પુરૂષ છે માટે અચેલક રહે તો પણ તેમને કિંઈ પણ હાનિ ન થાય. પરંતુ તમે તો તેટલા વિશિષ્ટ પુરુષ નથી. તેમના જેવું સંઘયણબળ પણ નથી. તેથી હાનિ થવાનો સંભવ છે. માટે અચેલકતાનો આટલો બધો આગ્રહ ન હોવો જ યોગ્ય છે. બાપ કહે તેમ દીકરાએ કરવાનું હોય પણ બાપ કરે તેમ દીકરાએ કરવાનું ન હોય. તેની જેમ આ વાત સમજી લેવી.
લોકોત્તર અને અતિશયવાળા પુરુષો જે કરે તે અન્ય પુરુષોને કરવાનું નથી હોતું. પરંતુ તેઓ જે કહે તે જ અન્ય પુરુષોએ કરવાનું હોય છે. કારણ કે તેઓનું ચરિત્ર અચિત્ત્વ હોય છે. આમ યથાર્થ સમજો. | ૨૫૮૮-૨૫૮૯ |
અવતરણ - જો કે તીર્થંકર પરમાત્માની સાથે સર્વથા સાધર્મ નથી હોતું તો પણ જેટલું સાધર્મ થાય તેટલું તો અવશ્ય રાખવું જ જોઈએ આવો ન્યાય હોવાથી અચલકતા રાખવાનો પણ આગ્રહ કેમ ન કરાય? આવો કદાચ કોઈ પ્રશ્ન કરે તો ગુરુજી તેનો ઉત્તર કહે છે -
जह न जिणिदेहिं समं सेसाइसएहिं सव्वसाहम्मं । तह लिंगेणाभिमयं चरिएण वि किंचि साहम्मं ॥ २५९० ॥