________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૨૯ ગાથાર્થ :- જેમ જિનેશ્વર ભગવંતોની સાથે સર્વથા સાધર્મ તને ઇષ્ટ નથી. તેવી જ રીતે લિંગવડે માનેલું સાધર્મ અને ચારિત્ર વડે માનેલું સાધર્મ તે કિંચિત્ સાધર્મ જ હોય છે પરંતુ તે સંબંધી સર્વથા સાધર્મ હોતું નથી. / ૨૫૯૦ ||
| વિવેચન :- શ્રી તીર્થંકર પરમાત્મા નિરૂપમ ધીરજબળ વાળા અને વિશિષ્ટ સંઘયણ બલવાળા હોય છે. તથા ચાર જ્ઞાન અને અતિશય સત્ત્વશાળી હોય છે. ઇત્યાદિ પૂર્વે આવેલી ગાથાઓમાં પરમાત્માના ગુણોની વિશેષતા જણાવેલી જ છે. તે કારણથી લિંગ અને આચરણા વિના બીજા પણ બધા જ અતિશયોથી સર્વ સમાનતા તમને પણ માન્ય નથી. પણ કિંચિત્ સાધમ્યતા જ માન્ય છે.
તો પછી તે જ રીતે લિંગ દ્વારા અને ચારિત્ર દ્વારા પણ કિંચિત્ સાધર્મ જ માત્ર હોય છે. સર્વથા સાધમ્યતા હોતી નથી. કારણ કે તેઓ નિરૂપમ વૃતિબલ અને વજઋષભનારાચસંઘયણવાળા જ છે તથા ચાર જ્ઞાનના સ્વામી છે અને અતિશય સત્ત્વધારી છે. બીજા જીવો તેવા બળ વાળા નથી.
તે માટે તેઓની સાથે કિંચિત્ સાધર્મ જ હોય છે સર્વથા સાધર્મ હોતું નથી. આટલી વાત તો અમને પણ માન્ય છે પરંતુ સર્વસાધર્મ્સની વાત અમને માન્ય નથી. બન્ને વચ્ચે (ભગવાન અને આપણા વચ્ચે) બલની ઘણી જ હીનાયિકતા છે.
તે કિંચિત્ સાધર્મ્સ આ પ્રમાણે જાણવું-ભગવાન પણ કેશનો લોચ કરે, સાધુ સંતો પણ કેશનો લોચ કરે છે. આટલું જ માત્ર સાધર્મ જાણવું. પરંતુ અચલકતાનું સામ્ય ન જાણવું. (કારણ કે ભગવાન વસ્ત્ર વિનાના હોય તો પણ નિર્વિકારી જ હોય છે જ્યારે શેષ જીવો વસ્ત્ર વાળા હોય તો પણ ક્યારેક ક્યારેક વિકારી પણ હોય છે.) તો પછી વસ્ત્ર વિનાના હોય તો નિર્વિકારી કેમ રહી શકે ?
તથા આચરણની બાબતમાં એષણીય આહાર પરિભોગ (કલ્પે તેવો ૪૨ દોષ વિનાનો જ આહાર ગ્રહણ કરવો) ઈત્યાદિ આહારની સમાચારીથી સાધમ્ય હોય છે. પરંતુ હાથમાં જ ભોજન કરવું (કરપાત્રી તરીકેની સમાનતા હોતી નથી. કારણ કે શેષ જીવો અતિશય વિનાના હોવાથી અમારા જેવા માટે કરપાત્રપણે વ્યવહાર કરવો જ અયોગ્ય છે. હાથમાંથી આહાર ઢળી જ જાય.
આ રીતે તીર્થંકર પરમાત્માની સાથે આપણો કિંચિત્ સાધર્મપણાનો જ યોગ છે. તે ઉપર સમજાવ્યા મુજબ જ જાણવો તે ઉપર કહ્યાથી બીજી રીતે (નગ્નતાથી કે પાણિ પાત્રથી સમાનતાનો તમે જે આગ્રહ રાખવાનું કહો છો તે કેમ ઘટે? અર્થાતુ લબ્ધિવિનાના અને અતિશય વિનાના જીવોમાં આવું સાધર્મ સંભવતું નથી અને આવું સાધર્મ રાખવાનો આગ્રહ જ ન રાખવો જોઈએ. તે ૨૫૯૦ ||