________________
સપ્તમ નિધવ ગોઠામાહિલ મુનિ
૧૭૭ છે. આમ જો સ્વીકારશો તો સિદ્ધ પરમાત્મા પણ વેદનારહિત કહેવાશે નહીં. કારણ કે નિષ્કારતા ત્યાં પણ સમાન જ છે. અવિશેષિત જ છે માટે ત્યાં પણ કર્મ નથી છતાં પણ વેદના થવાની આપત્તિ આવશે.
હવે કદાચ તમે આવો બચાવ કરશો કે જયાં બહાર વેદના થવાનું નિમિત્ત હોય ત્યાં જ તે અન્તર્વેદના પણ થાય. સિદ્ધ પરમાત્માને બાહ્ય વેદના થવાનું કારણ કર્મ અને શરીર જે છે તે બન્ને નથી. તેથી તેઓને વેદના થતી નથી. બહાર થતી વેદનાનું નિમિત્ત જે લાકડી આદિના ઘા, તેનાથી ઉત્પન્ન થતી વેદના બહાર પણ થાય અને અંદર પણ થાય. આમ જો તમારો કહેવાનો અભિપ્રાય હોય તો લાકડીના ઘા આદિ બહારની વેદનાનાં કારણો જયાં ન હોય એટલે કે લાકડી આદિના ઘાથી ઉત્પન્ન થતી બહારની વેદનાનો જયાં જ્યાં વિરહ હોય ત્યાં ત્યાં અંતર્વેદના પણ ન જ થવી જોઇએ. જેને જેને બહારની વેદના ન હોય તેને તેને અંદરની વેદના પણ ન જ હોવી જોઈએ. આવું માનવું પડશે.
પ્રશ્નકાર :- હા એમ જ માનોને. એમ માનવામાં શું દોષ આવે ? જેને બહારની વેદના હોય તેને જ અંદર વેદના પણ હોય ?
ઉત્તર :- તમારી આ વાત વ્યાજબી નથી. લાકડીના પ્રહાર આદિ બાહ્ય વેદનાનાં નિમિત્તો ન હોય તો પણ શૂળ-કેન્સર-ટી.બી. આદિથી થયેલી અન્તર્વેદના ઘણા જીવોને ઘણી જ હોય પણ છે.
પ્રશ્ન :- કેવલ એકલી અન્તર્વેદના ક્યા જીવો હોય છે ?
ઉત્તર :બહારથી વેદના વિનાનો જીવ એટલે કે લાકડી આદિના ઘાતથી ઉત્પન્ન થયેલી જે બહારની વેદના છે. તે વેદનાથી સર્વથા રહિત એવા જીવને પણ આ શુળની વેદના કેન્સરની વેદના, અને ટીબી આદિની વેદના સંસારમાં જોવાય જ છે. ' જો આવો નિયમ હોત કે બહારની લાકડી આદિના ઘાથી ઉત્પન્ન થયેલી વેદના હોય ત્યારે જ અન્તર્વેદના પ્રગટ થતી હોય તો તો તમારી કલ્પના સંગત થાય. પરંતુ આમ બનતું નથી કારણ કે સંસારમાં આવા અનુભવો પણ થાય છે અને નજરે પણ દેખાય છે કે બહાર શરીર ઉપર વેદના નહોય તો પણ યથોક્ત એવી અન્તર્વેદના થતી હોય તેવું થાય છે. પેટ દુખતું હોય. માથું દુખતું હોય આમ દેખાય જ છે. તેથી તે તે અંદર થતી વેદનાના કારણે તે વેદનાના કારણભૂત એવું કર્મ પણ અંદરના આત્મપ્રદેશોમાં હોવું જોઈએ. આ અમારો પક્ષ (અમારી જ વાત) વધારે સિદ્ધ થાય છે. ' હવે કદાચ તમે એવો બચાવ કરો કે બહાર બહારની ચામડીની ઉપર ઉપર રહેલું કર્મ શરીરની બહારના ભાગમાં, શરીરના મધ્યભાગમાં કે શરીરના અતિશય અંદરના