________________
અષ્ટમ નિર્ભવ શિવભૂતિ મુનિ
૨૧૧
અવતરણ :- ભયનું કારણ હોવાથી વસ્ત્રો છોડવા લાયક છે આમ જે ઉપર દિગંબર તરફથી કહેવામાં આવ્યું છે. ત્યાં ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં જણાવે છે કે :
जइ भयहेऊ गंथो, तो नाणाईण तदुवघाईहिं । भयमिह ताइं गंथो, देहस्स य सावयाईहिं ॥ २५६८ ॥
अह मोक्खसाहणमईए, नो भयहेऊ वि ताणि ते गंथो । वत्थाइ मोक्खसाहणमईए सुद्धं कहं गंथो ? ॥ २५६९ ॥
ગાથાર્થ :- જો એમ કહો કે જે જે ભયનો હેતુ હોય તે તે ગ્રંથિ છે (રાગ-દ્વેષનું કારણ છે) તો જ્ઞાનાદિ આત્મગુણોનો પણ તેના ઉપઘાતક એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોથી ભય છે જ. તેથી તે ગુણોનો સંગ્રહ કરવો તે પણ ગ્રન્થિ કહેવાશે. તથા શ્વાપદાદિપ્રાણીઓથી દેહ પણ ભયહેતુ છે તેથી દેહ રાખવો તે પણ ગ્રન્થિ કહેવાશે ॥ ૨૫૬૮ ॥
હવે જો તું એવો વિચાર કરે કે ભયનો હેતુ હોવા છતાં પણ દેહ એ મોક્ષનું સાધન છે. આવી બુદ્ધિથી તે જ્ઞાનાદિ ગુણોનો સંગ્રહ કરવો કે દેહની રક્ષા કરવી તે ગ્રન્થિ કહેવાતી નથી તો પછી મોક્ષનું સાધન છે આવી બુદ્ધિથી શુદ્ધ એવાં વસ્ત્રાદિ જો રખાય તો તેને ગ્રન્થિ કેમ કહેવાય ? ||૨૫૬૯ી
--
વિવેચન :- જે જે ભયહેતુ હોય (ચોરાઇ જવાનો ભય, લુંટાઇ જવાનો ભય, બળી જવાનો ભય ઇત્યાદિ ભયનું કારણ જ્યાં જ્યાં હોય (વસ્ત્રાદિ રાખવામાં આવાં કારણો છે માટે) ત્યાં ત્યાં રાગ અને દ્વેષની ગ્રન્થિ થાય. આમ કહીને હે દિગંબર શિવભૂતિ! જો તું વસ્રો ત્યજી નગ્ન થવામાં ઉપર મુજબ દલીલ કરે છે તો જ્ઞાન-દર્શન-ચારિત્ર ઇત્યાદિ આત્મગુણોનો પણ તેનો ઉપઘાત કરનારાં જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને બન્ને પ્રકારનું મોહનીય કર્મ ઇત્યાદિ થકી સદા ભય રહે જ છે તે માટે સદાને માટે વસ્ત્રની જેમ આ ગુણો પણ ત્યજવા જેવા જ છે આમ માનવું પડશે.
તથા દેહ (શરીર) છે તો શ્વાપદ આદિ પ્રાણઘાતક પ્રાણીઓથી સદા ભય રહે જ છે તે માટે દીક્ષા લેતાંની સાથે જ ભય હેતુ હોવાથી દેહનો પણ ત્યાગ જ કરવો જોઇએ અન્યથા તે પણ ગ્રન્થિ જ (પરિગ્રહ જ) કહેવાશે.
હવે જો કદાચ તું આવો બચાવ કરે કે જ્ઞાનાદિ આત્મગુણોને સાચવવામાં તથા દેહને સાચવવામાં ભય હેતુ હોવા છતાં પણ મોક્ષનાં સાધનો છે. માટે તેને તો સાચવવાં જ જોઇએ આવો જો તું બચાવ કરે તો શુદ્ધ એવાં વસ્ત્ર-પાત્રાદિ-પણ સંયમી જીવન જીવવામાં મોક્ષનાં સાધન માત્ર જ છે. આવી બુદ્ધિ રાખીને જો તેને સાચવવામાં આવે