________________
૮૪
સમુચ્છેદવાદ
નિતવવાદ ગાથાર્થ - તૃપ્તિ, શ્રમ, કલમ (ગ્લાનિ), સાધર્મ, વૈધર્મ, પ્રત્યય (પ્રત્યભિજ્ઞાનાદિ), અધ્યયન,ધ્યાન, અને ભાવના આ સર્વભાવો ક્ષણિકવાદમાં (સર્વનાશમાં) કેમ ઘટી શકે? ૨૪૦૪ ||
વિશેષાર્થ :- (૧) તૃપ્તિ એટલે પ્રાણિ અર્થાત્ સંતોષ થવો તે, (૨) શ્રમ એટલે માર્ગગમન આદિ કાર્યમાં પ્રવર્તેલા જીવને લાગતો થાક અથવા ખેદ તે શ્રમ, (૩) ગ્લાનિ થવી તે કલમ. (૪) સાદેશ્ય એટલે સાધચ્ચે સમાનતા (૫) વૈધર્મ એટલે વિપક્ષ એટલે કે સાધર્મ્સથી સર્વથા જે વિપરીત (૯) પ્રત્યય એટલે પ્રત્યભિજ્ઞાનાદિ (આગળપાછળ અનુસંધાનવાળું જ્ઞાન) અને આદિ શબ્દથી પોતે જ કાંઈને કંઈ વસ્તુ આપી હોય તેનું પાંચ-પચીસ દિવસ પછી પાછું માગવું. જેને અનુમાર્ગણા કહેવાય છે તે. (૭) સ્મરણ-ભૂતકાળમાં બનેલી બીનાને યાદ કરવી. આવાં આવાં બીજાં કાર્યો આદિ શબ્દથી સમજી લેવાં. (૮) અધ્યયન દિવસે દિવસે નવો નવો અભ્યાસ કરવો તે. (૯) ધ્યાન. એટલે કે કોઈ પણ એક આલંબનમાં મનને અતિશય સ્થિર કરવું. (૧૦) ભાવના. વારંવાર પણે અનિત્યત્વ વિગેરેના પ્રકારથી ભવની નિર્ગુણતાની વિચારવા કરવારૂપ.
ક્ષણિકવાદ માનશો તો વસ્તુ ઉત્પન્ન થતાંની સાથે બીજા જ સમયે સર્વનાશ સ્વીકારે છતે આ સર્વે પણ ભાવો કેમ ઘટશે ? વિચાર કરતાં સમજાશે કે ક્ષણો બદલાવા છતાં, સમયે સમયે દ્રવ્યના પર્યાયો બદલાવા છતાં સર્વથા વસ્તુ બદલાઈ જતી નથી. પરંતુ દ્રવ્ય રૂપે વસ્તુ રહે જ છે. માટે દ્રવ્ય પણે સર્વે પણ વસ્તુઓ નિત્ય છે. ધ્રુવ છે અને માત્ર પર્યાયપણે જ અનિત્ય છે. આમ નિત્યાનિત્ય માનવું એ જ ઉચિત છે અને તે જ સત્ય છે યથાર્થ છે. નિત્યાનિત્ય માન્યા વિના ઉપરોક્ત સર્વ ભાવો ઘટશે નહીં. | ૨૪૦૪
અવતરણ :- ક્ષણિકવાદ માનવામાં નહિ આદિ ઉપર કહેલા ભાવો. જે રીતે ઘટતા નથી. તે રીતે સમજાવતાં તેમાં પ્રથમ તૃમિની વાત કહે છે.
अण्णण्णो पइगासं भोत्ता अंते न सो वि का तित्ती ? । गंतादओ वि एवं, इय संववहारवुच्छित्ती ॥ २४०५ ॥
ગાથાર્થ :- ગ્રાસે ગ્રાસે (કોળીયે કોળીએ) ભોજન કરનારો જીવ અન્ય અન્ય હોવાથી છેલ્લા કોળીએ તો તે પણ નથી. માટે તે જીવને તૃપ્તિ કેમ થાય ? ગમનાદિ ક્રિયાઓ પણ આ રીતે કેમ ઘટશે ? તેથી સર્વવ્યવહારોનો ઉચ્છેદ થશે || ૨૪૦૫ ||
વિશેષાર્થ :- “નં! મને” ગ્ર ધાતુ તથા 7 ધાતુ ભોજન અર્થમાં વર્તે