________________
૫૫
દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત - વિવેચન :- કોઈ પણ પદાર્થની સિદ્ધિ પ્રત્યક્ષાદિ પ્રમાણોવડે થાય છે. કાંતો પ્રત્યક્ષથી વસ્તુ દેખાતી હોય અથવા કોઈ પણ ઇન્દ્રિયથી જણાતી હોય, અથવા વસ્તુ ન દેખાય પણ તે વસ્તુને જણાવનાર કોઈ તેવા પ્રકારનું લિંગ દેખાતું હોય. તો અનુમાનથી વસ્તુ સમજાય.
અથવા જ્ઞાની પુરુષોનાં વચનોની પ્રમાણતાથી એટલે કે આગમથી વસ્તુ સિદ્ધ થાય છે. પરંતુ આ ત્રણ પ્રમાણોમાંના કોઈ પણ પ્રમાણવડે પદાર્થની જો સિદ્ધિ થતી નથી. તો તેનો અર્થ એવો થાય છે કે તે પદાર્થ જ નથી. માટે માત્ર અન્ય અવયવમાં જ અવયવી છે આવા પ્રકારના તમારા પક્ષને સિદ્ધ કરી આપે તેવાં કોઈ પ્રમાણો ન હોવાથી તમારી વાત જ ખોટી છે. આ કારણે તમારૂ કથન સર્વ પ્રમાણોના વિષયથી અતીત છે. તે માટે આભિનિવેશિક મિથ્યાત્વ માત્ર જ છે. તેથી આ વાત ત્યજવા યોગ્ય જ છે એટલે તમે સમજી જાઓ તો સારું છે. || ૨૩૫૪ ||
અવતરણઃ- મિત્રશ્રી નામના શ્રાવક વડે આ પ્રમાણે કહેવાય છતે તે તિષ્યગુપ્ત નામના મુનિએ શું કર્યું ? તે કહે છે
इय चोइय संबुद्धो खामिय पडिलाभिओ पुणो विहिणा । गंतुं गुरुपायमूलं, ससीसपरिसो पडिक्कंतो ॥ २३५५ ॥
ગાથાર્થ :- આ પ્રમાણે પ્રેરણા પામેલા, અને સારી રીતે બોધ પામેલા તે મુનિને મિત્રશ્રી શ્રાવક વડે ખમાવાયા અને વિધિપૂર્વક અન્નપાણી વહોરાવવા દ્વારા પ્રતિલાલ્યા તથા શિષ્ય પરિવાર સાથે ગુરુજીના ચરણકમલમાં જઇને પ્રતિક્રમણ કરીને (સાચા માર્ગે આવીને) વિહાર કરવા લાગ્યા || ૨૩૫૫ //
વિવેચના:- ઉપર સમજાવ્યું તે પ્રમાણે પ્રેરણા પામેલા અને સારી રીતે સમજાવાયેલા એવા આ તિષ્યગુપ્ત મુનિને કર્યા છે પરસ્પર ખમત ખામણાં જેણે એવા મિત્રશ્રી નામના શ્રાવક વડે સંપૂર્ણ અન્નપ્રદાન આદિ કરવા વડે પડિલાભ્યા. યથોચિત આહાર-પાણી આપીને વહોરાવ્યું. ત્યારબાદ આ તિષ્યગુપ્ત મુનિ ગુરુજીના ચરણકમલમાં આવીને પોતાના શિષ્ય પરિવાર સાથે વિધિપૂર્વક ક્ષમાયાચના આદિ કરવાપૂર્વક પ્રતિક્રમણ કર્યું. અને સાચા માર્ગને પામ્યા. ત્યારબાદ પોતાના ગુરુજીની સાથે વિચરવા લાગ્યા. આ પ્રમાણે આ ૨૩ ગાથાના અર્થો આ વાદમાં સમજાવ્યા. || ૨૩૫૫ //
इति जीवप्रदेशवादी तिष्यगुप्तनामा द्वितीयो निह्नवः समाप्त ।
દ્રિતીય નિલવવાદ સમાપ્ત