________________
૩. આષાઢાચાર્યઃ
પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૨૧૪ વર્ષ બાદ શ્વેતાંબિકાનગરીમાં અવ્યક્તવાદ નામનો નિર્ભવવાદ શરૂ થયો.
તે નગરીમાં પૌલાષાઢ નામના ચૈત્યમાં આષાઢાચાર્ય નામના આચાર્ય તેમના ઘણા શિષ્યો સાથે રહ્યા હતા. ત્યાં આ આચાર્ય વાચનાચાર્ય હતા. કર્મ વિપાકોદયમાં આવવાથી રાત્રા હ્રદયશૂળથી કાળ કરીને . સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ગચ્છમાં કોઇને કાળધર્મ પામ્યાની ખબર ન પડી.
પોતાના શિષ્યો ઉપરની અનુકંપાથી અધિજ્ઞાનથી જાણીને પુનઃ તે જ શરીરમાં પ્રવેશ કર્યો અને શિષ્યોને અગાઢ જોગ ચાલતા હતા તે સમાપ્ત કરાવ્યા અને પ્રતિદિન સ્વાધ્યાય કરાવ્યો.
જોગ સમાપ્ત થયા ત્યારે શરીર છોડીને દેવલોકમાં જવાના સમયે તેઓએ ભેદ પ્રગટ કર્યો કે અમુક દિવસે રાત્રિના સમયે રાત્રે શૂળની વેદનાથી હું કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયેલો છું.
પરંતુ તમારા ઉપરની અનુકંપાથી ત્યાંથી આવીને આ જ શરીરમાં પ્રવેશ કરીને તમારા જોગ પુરા કરાવ્યા છે. તમે સર્વે ચારિત્રવાન છો. હું દેવ હોવાથી અવિરતિ છું. તમારી પાસે અસંયતિ એવા મેં નમસ્કાર કરાવ્યા. વંદન-વ્યવહાર કરાવ્યો તેની હું ક્ષમા માગું છું. આમ કહીને તે દેવલોકમાં ચાલ્યા ગયા.
આ બાજુ શિષ્યોને પરસ્પર શંકા થઇ કે, આપણે બધાએ આટલા બધા દિવસ અવિરતિ થયેલા દેવને વંદન નમસ્કાર કર્યા. આ ઉદાહરણ ઉપરથી આ વર્તમાન સાધુ સંતોમાં પણ કોણ સાચા સાધુ હશે અને કોણ દેવ થઇને સાધુના શરીરમાં પ્રવેશ્યો હશે. આ વાત આપણે કેવી રીતે જાણીએ. માટે આપણે કોઈએ કોઇને વંદન કરવું નહીં. જો આમ નહીં કરીએ તો મૃષાવાદનો દોષ લાગશે. અને અવિરતિને વંદન કર્યાનો પણ દોષ લાગશે.
આ પ્રમાણે વિચારીને પરસ્પર વંદન-વ્યવહાર બંધ કરી દીધો. ત્યારે સ્થવિર સાધુઓએ તેઓને ઘણું ઘણું સમજાવ્યા. પ્રત્યક્ષ સાધુતા દેખાય છે. એક સ્થાને દેવમાયા હોય એટલે બધે જ માયા હોય આવો નિયમ માની લેવાય નહીં. આમ સમજાવવા છતાં તેઓ જ્યારે ન માન્યા ત્યારે તેઓને સંઘ બહાર મૂક્યા.
તેઓ વિહાર કરતા કરતા રાજગૃહીનગરીમાં આવ્યા. ત્યાં મૌર્યવંશી બલભદ્ર રાજા રાજ્ય કરતો હતો. તે મહાવીરસ્વામી પરમાત્માનો પરમ ભક્ત હતો. તેણે જાણ્યું કે, આપણા ગામમાં આ નિહ્નવો આવ્યા છે. તે રાજાએ રાજસેવકોને મોકલીને આ નિહ્નવોને રાજ્યસભામાં બોલાવ્યા. તેમને પ્રતિબોધિત કરવાના આશયથી કો૨ડા મારવાનો રાજસેવકોને આદેશ કર્યો.
આ જાણીને સાધુઓએ કહ્યું કે, હે રાજન્ ! અમે જાણ્યું છે કે, તમે ૫૨મશ્રાવક છો, તો અમને