________________
૧૩૨ ઐરાશિકમત
નિહ્નવવાદ અવતરણ :- આ જ પ્રમાણે પુચ્છાદિ પણ ગિરોળી આદિ જીવદ્રવ્યથી અભિન્ન જ છે.તે પુચ્છાદિ તે ગિરોળીની સાથે સંબંધવાળાં હોવાથી, તેથી તે પુચ્છાદિ પણ જીવ જ છે. નોજીવ નથી જ આ વાત સમજાવતાં સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે :
गिहकोलियाइपुच्छे, छिन्नेवि तदंतरालसंबंधो । सुत्तेऽभिहिओ, सुहुमामुत्तत्तणओ तदग्गहणं ॥ २४६४ ॥
ગાથાર્થ - ગિરોળી આદિનું પુંછડું છેદાયે છતે પણ તેના અંતરાલમાં આત્મપ્રદેશોનો સંબંધ હોય છે આ પ્રમાણે સૂત્રમાં કહેલું જ છે. માત્ર સૂક્ષ્મ હોવાથી અને જીવ પ્રદેશો અમૂર્ત હોવાથી તેનું ગ્રહણ થતું નથી. // ૨૪૬૪ || - વિવેચન :- ગિરોળી આદિ પ્રાણીઓનાં પુંછડાં આદિ અવયવ છરી આદિ શસ્ત્ર વડે છેદાયે છતે પણ તે ગિરોળીનું જે સ્થાન અને પુંછડા આદિ છેદાયેલા અવયવનું જે સ્થાન, તે બન્નેના અંતરાલમાં એટલે કે વચગાળાના ક્ષેત્રમાં ત્યાં તેના જીવપ્રદેશોનો સંબંધ (સંયોગ) તે અંતરાલ સમ્બન્ધમાં પણ હોય જ છે. આમ આગમસૂત્રમાં કહેલ છે. ત્યાં ભગવતીજી સૂત્રનો પાઠ આ પ્રમાણે છે :
अह भंते ! कुम्मा कुम्मावलिया, गोहा गोहावलिया, गोणे गोणावलिया, मणुसे मणुसावलिया, महिसे महिसावलिया, एएसि णं दुहा वा, तिहा वा, असंखेज्जहा वा, छिनाणं जे अन्तरा, ते वि णं तेहिं जीवपएसेहिं फुडा ? हंता फुडा ।
पुरिसे णं भंते ? अन्तरे हत्थेण वा, पाएण वा, अंगुलियाए वा कट्टेण वा, किलिंचेण वा,आमुसमाणे वा, संमुसमाणे वा, आलिहमाणे वा, विलिहमाणे वा, अण्णयरेण वा, तिक्खेणं सत्थजाएणं, आछिंदमाणे वा, विछिंदमाणे वा, अगणिकाएणं समोदुहमाणे तेसिं जीवपएसाणं, किंचि बाहं वा, विबाहं वा, उप्पाएइ, विच्छेयं वा करेइ ? । नो इणढे समठे । नो खलु તત્થ સત્યે સંવમ” કૃતિ
ભગવતીજી સૂત્રના આ પાઠનો અર્થ આ પ્રમાણે છે.
અર્થ - હે ભગવંત ! કાચબા, કાચબાની પંક્તિ, ચંદનાદિ ઘો, તેની પંક્તિ, બળદ, બળદની જાતિ, મનુષ્ય તથા મનુષ્યની પંક્તિ, મહિષ અથવા મહિષની પંક્તિ, આ બધા જીવો બે પ્રકારના પણ છે. ત્રણ પ્રકારના પણ છે. અસંખ્યાત ભેટવાળા પણ છે. તેને છેદો ત્યારે વચ્ચેના અંતરાલ ભાગમાં જે ક્ષેત્ર છે તે ક્ષેત્ર તે જીવપ્રદેશો વડે સ્કૃષ્ટ છે કે અસ્પષ્ટ છે ?