________________
ષષ્ઠમ નિહ્નવ રોહગુપ્ત મુનિ
૧૩૩ ઉત્તર :- હે ભગવન્! પુરુષના આંતરામાં, હાથના આંતરામાં, પગના આંતરામાં, આંગલીના આંતરામાં, લાકડા વડે અથવા લોખંડ વડે અથવા પરસ્પર કંઇક ઘસાયે છતે અથવા વિશેષ ઘસાયે છતે આલેખન કરાવે છતે અથવા વિલંબન કરાયે છતે, અન્યતર કોઇ પણ તિક્ષ્મતર શસ્ત્ર વડે છેદાયે છતે ભેદાયે છતે, અગ્નિકાય વડે દાહ કરાય છતે વચ્ચે રહેલા તે આત્મપ્રદેશોને શું કંઈક પીડા અથવા વિશેષ પીડા ઉત્પન્ન થાય છે ? કે તે પ્રદેશોનો વિનાશ જ થાય છે ? પરમાત્મા કહે છે કે, આ અર્થ બરાબર નથી. પોલાણમાં રહેલા તે આત્મપ્રદેશોમાં શસ્ત્ર ચાલી શકતું નથી. ઇત્યાદિ.
પ્રશ્ન :- જો ખરેખર ભગવતીજી સૂત્રમાં જ આ પ્રમાણે આત્મપ્રદેશોનો તેના અંતરાલમાં સંબંધ જણાવેલો જ છે. તો તેના અન્તરાલમાં રહેલા એવા તે આત્મપ્રદેશો દેખાતા કેમ નથી ?
ઉત્તર :- તેનો ઉત્તર ગ્રંથકારશ્રી ગાથામાં જ કહે છે કે (૧) સૂક્ષ્મ હોવાથી, આ કામણશરીર અતિશય સૂક્ષ્મ છે માટે તે આત્મપ્રદેશો દેખાતા નથી તથા (૨) આત્મપ્રદેશો અમૂર્ત હોવાથી અન્તરાલમાં રહેલા એવા તે આત્મપ્રદેશો હોવા છતાં પણ તે આત્મપ્રદેશોનું ગ્રહણ થતું નથી. દેખાતા નથી. || ૨૪૬૪ ||
અવતરણ - પ્રશ્ન - જેમ શરીરમાં તથા પુંછડા આદિ ભાગોમાં ફુરણા આદિ લિંગો દ્વારા જીવપ્રદેશ છે આમ ગ્રહણ કરાય છે. તેવી જ રીતે શરીર અને પુછડાના અંતરાલમાં તે આત્મપ્રદેશો હોવા છતાં પણ કેમ દેખાતા નથી ? તે હવે જણાવે છે :
गज्झा मुत्तिगयाओ, नागासे जह पईवरस्सीओ । न य से होइ विवाहा, जीवस्स भवन्तराले व्व ॥ २४६५ ॥
ગાથાર્થ - દીપકની અગ્નિમાં રહેલાં જયોતનાં કિરણો મૂર્તિમાન હોવાથી ગ્રાહ્ય બને છે. પરંતુ આકાશમાં ગયેલાં કિરણો ગ્રાહ્ય બનતાં નથી તેમ (શરીરની સાથેના આત્મપ્રદેશો દેખાય છે, પરંતુ) ભવના અંતરાલમાં રહેલા જીવના પ્રદેશો દેખાતા પણ નથી. અને તેને વિબાધા (પીડા) પણ થતી નથી. ર૪૬પા
વિવેચન - જેમ પૃથ્વી ભીંત-વરંડો અને અંધકાર વિગેરે વસ્તુઓ મૂર્તિના યોગવાળા હોવાથી (અર્થાત્ વર્ણાદિભાવવાળા હોવાથી) મૂર્તિ કહેવાય છે. તથા જેમ દીપકની અગ્નિમાં રહેલા કિરણો મૂર્તિમાન પદાર્થ હોવાથી મૂર્તિ કહેવાય છે. ફક્ત તે જ કિરણો આકાશમાં વ્યાપ્ત થયાં હોય તો ગ્રહણ થતાં નથી. તેવી જ રીતે આ જીવ પણ શરીરઘારી હોય ત્યારે ભાષણ-ઉચ્છવાસ-નિઃશ્વાસ-દાવન-વલ્બન-અને ફુરણ વિગેરે ક્રિયાઓ વડે