________________
દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત
૩૯
પરમાત્માશ્રી મહાવીરપ્રભુને કેવલજ્ઞાન જ્યારે પ્રગટ થયું. ત્યાર પછી ૧૬ વર્ષો પસાર થયે છતે આ નિર્ભવ થયા. રાજગૃહી છે બીજી નામ જેનું એવા ઋષભપૂર નામના નગરમાં ગુણશિલક નામના ચૈત્યમાં આ નિહ્રવની ઉત્પત્તિ થઈ.
ચૌદ પૂર્વના પરિપૂર્ણ અભ્યાસી એવા વસુનામના આચાર્યના શિષ્ય શ્રી તિષ્યગુપ્ત નામના મુનિરાજથી આમલકકલ્પા નામની નગરીમાં આ દૃષ્ટિ પ્રગટ થઈ.
મિત્રશ્રી નામના શ્રાવક વડે ઘણા જ વિનયપૂર્વક વિનંતિ કરીને પોતાને ઘેર વહોરવા માટે આ મુનિને આમંત્રણ અપાયું જ્યારે તિષ્યગુપ્ત મુનિ વહોરવા માટે આવ્યા. ત્યારે મીઠાઇઓ-દાળ-ભાત-શાક આદિ અનેક પદાર્થોમાંથી દરેક પદાર્થોનો એક એક અન્તિમ કણ તિષ્યગુપ્તમુનિને વહોરાવ્યો.
ત્યારે મુનિ બોલ્યા કે આમ આવા પ્રકારના એક એક દાણામાત્રથી તો ભૂખ શમે નહીં. તમે આ શું કરો છો ? મારી મશ્કરી કરો છો. ત્યારે મિત્રશ્રી શ્રાવક બોલ્યા કે ના સાહેબ, હું તમારી જરા પણ મશ્કરી કરતો નથી. પરંતુ આપશ્રીનો આ સિધ્ધાન્ત છે કે અન્તિમ પ્રદેશમાં જ જીવ છે. અન્તિમ તત્તુમાં જ પટ છે. તેથી મેં તમને અન્તિમ કણ જ આપ્યો છે. હવે જો આ મશ્કરી જ લાગતી હોય તો આ સિદ્ધાન્ત છોડી દો. હકીકતથી અન્તિમતન્તુ પટનો ઉપકારી છે. પણ અન્તિમતન્તુ એ જ સંપૂર્ણ પટ નથી. તથા જેમ અન્તિમ કણ એ આહારપ્રાપ્તિમાં ઉપકારી છે. પણ તે કણ જ સંપૂર્ણ આહાર નથી. તેની જેમ આત્માના અસંખ્યપ્રદેશોમાં અન્તિમ પ્રદેશ તે આત્મદ્રવ્યની પૂર્ણતા રૂપ છે. પણ તે અન્તિમ પ્રદેશ જ સંપૂર્ણ આત્મા નથી આ વાત સમજાવવા માટે જ મેં આ પ્રયોગ કર્યો છે.
ત્યારે તિષ્યગુપ્ત સાચી વાતને સમજ્યા અને પોતાની ભૂલ કબૂલ કરી ક્ષમાયાચના કરી ત્યારે મિત્રશ્રી શ્રાવકે સંપૂર્ણપણે અન્નદાનાદિ કરીને તેમને ભક્તિભાવપૂર્વક આહાર વહોરાવ્યો. આ પ્રમાણે આ બીજા નિહ્નવ થયા || ૨૩૩૩-૨૩૩૪ ||
અવતરણ :- ઉપરોક્ત તિગુપ્ત નિર્ભવની વાત વધારે સ્પષ્ટપણે વિસ્તારથી સમજાવતાં ભાષ્યકાર મહારાજા કહે છે કે
आयप्पवायपुव्वं अहिज्जमाणस्स तीसगुत्तस्स ॥ नयमयमयाणमाणस्स दिट्ठिमोहो समुप्पन्नो ॥ २३३५ ॥
ગાથાર્થ ઃ- આત્મપ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતા એવા તિષ્યગુપ્ત નામના મુનિને નયોના અભિપ્રાયને યથાર્થ રીતે ન જાણવાથી આવા પ્રકારનો દૃષ્ટિમોહ (દૃષ્ટિભ્રમ) થયો. I૨૩૩૫॥