________________
એક પ્રદેશવાદ
નિહ્નવવાદ
વિવેચન :- આત્મપ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતા એવા તિષ્યગુપ્ત મુનિને આવો આલાવો (સૂત્ર પાઠ) ભણવામાં આવ્યો “ણે અંતે ! નીવપજ્ઞે નીવે ત્તિ વત્તવં સિયા ? નો ફળકે સમઢે । વં રો, તિત્રિ, નાવ વસ, સંવેખ્ખા, અસંવેગ્ગા, મંતે ! નૌવપસા जीवत्ति वत्तव्वं सिया ? नो इणट्ठे समट्ठे, वि णं एगपएसूणे जीवे नो जीवेत्ति वत्तव्वं सिया । से केणं अट्ठेणं ? जम्हा णं कसिणे पडिपुत्रे लोगागासपएसतुल्ले जीवे जीवत्ति वत्तव्वं सिया । સે તેનં અઢેળ ॥''
૪૦
હે ભગવાન ! આ આત્માનો એક આત્મપ્રદેશ એ શું જીવ છે ? પરમાત્મા કહે છે કે ના, આ અર્થ બરાબર નથી અર્થાત્ આત્માનો એક પ્રદેશ એ જીવ નથી. તો શું બે આત્મપ્રદેશો એ જીવ છે ? કે ત્રણ પ્રદેશો તે જીવ છે ? એમ ૧૦ પ્રદેશો એ જીવ છે ? કે સંખ્યાત પ્રદેશો એ જીવ છે ? કે અસંખ્યાત પ્રદેશો એ જીવ છે ?
ભગવાન કહે છે કે તારો આ અર્થ બરાબર નથી. અર્થાત્ આત્માના બે પ્રદેશો એ જીવ નથી. ત્રણ પ્રદેશો એ પણ જીવ નથી. એમ યાવત્ ૧૦ પ્રદેશો એ પણ જીવ નથી. સંખ્યાત પ્રદેશો કે અસંખ્યાતપ્રદેશો એ પણ જીવ નથી જ્યાં સુધી એક પણ આત્મપ્રદેશ ન્યૂન હોય ત્યાં સુધી તે જીવ નથી.
હે પ્રભુ ! તમે ક્યા કારણે આમ સમજાવો છો ? તો પ્રભુ કહે છે કે જે કારણથી સંપૂર્ણ ચૌદ રાજપ્રમાણ જે લોકાકાશ છે તેના પ્રદેશોની સંખ્યાતુલ્ય પ્રદેશોવાળો આ આત્મા છે. આત્મા આવો હોવાથી હું આમ કહું છું.
સારાંશ કે કોઈ પણ વસ્તુનો અન્તિમ પ્રદેશ ન આવે ત્યાં સુધી તે વસ્તુ પરિપૂર્ણ કહેવાતી નથી તેથી આત્માના પણ અસંખ્યાત આત્મપ્રદેશો છે. જ્યાં સુધી એક પણ આત્મપ્રદેશ ઓછો હોય ત્યાં સુધી તે આત્મા આત્મા કહેવાતો નથી. અન્તિમ પ્રદેશ જ્યારે અંદર આવી જાય છે.ગણી લેવામાં આવે છે ત્યારે જ આ પરિપૂર્ણ આત્મા કહેવાય છે. આ અર્થથી હું આમ કહું છું.
આવા પ્રકારનો આત્મપ્રવાદ નામના પૂર્વના પાઠના આલાવાનો અભ્યાસ કરતાં આ પાઠ કોઈ એક નયનો વિષય છે પરંતુ સર્વનયનો વિષય કહેવાતો નથી આમ વસ્તુસ્વરૂપ છે પણ તે વસ્તુસ્વરૂપને ન જાણતા એવા તે તિષ્યગુપ્તને મિથ્યાત્વમોહનો ઉદય થવાથી પોતાની દૃષ્ટિનો વિપર્યાસ થયો. પોતાની દૃષ્ટિ વિપરીત બની. પોતે ઉલટી સમજના આગ્રહી બની ગયા. ॥૨૩૩૫ ||