________________
અવ્યક્તવાદ
નિતવવાદ વાપરો છો ત્યાં પણ શું આ આહાર હશે કે કરમીયા જ હશે ? આવી શંકા જ થશે. કારણ કે કેવલજ્ઞાન તો નથી જ અને તમારી દૃષ્ટિએ કેવલજ્ઞાન વિના છબસ્થ આત્માથી પૂર્ણપણે અને નિર્ણયાત્મકભાવે કંઈ જણાય જ નહીં. તો આવી શંકા બધે જ થશે.
નાના મોતી જેવો નાનો દાણો દેખાય છે તે શું અલાબુ (ચણોઠી) છે કે માણેક છે? જે આ ગોળ ગોળ વળેલું જે દેખાય છે. તે શું સાપ છે, વસ્ત્ર છે કે હાર છે? આવી બધે શંકા જ થવાની, કારણ કે કેવલ જ્ઞાન કંઈ છે નહીં. તેના વિના નિર્ણાત્મક જ્ઞાન થાય નહીં. અને તેથી આદાન-પ્રદાનના કોઈ વ્યવહાર તમારે થશે નહી.
ક્યો આહાર શુદ્ધ અને ક્યો આહાર અશુદ્ધ ? આ પણ જણાશે નહી. કઈ વસ્તુ સજીવ છે અને કઈ વસ્તુ અજીવ છે તે પણ છબસ્થ વડે જાણી શકાતી નથી તથા કઈ વસ્તુ ભક્ષ્ય અને કઈ વસ્તુ અભક્ષ્ય છે તે પણ જાણી શકાતું નથી.
આ રીતે ભોજન આદિમાં પણ કરમીયા આદિની શંકા થવી સંભવિત છે. તે શંકા ન અટકવાથી સર્વે પણ વસ્તુ તમને તો અભક્ષ્ય જ પ્રાપ્ત થશે. તથા અલાબુમાં પણ મણિ-માણેકની સમાનતા હોવાથી અને ચીવરાદિમાં સર્પ અને હારની સમાનતા હોવાથી સર્વત્ર ભ્રમ થશે જ તે ભ્રમની અનિવૃત્તિ હોવાથી સર્વે પણ વસ્તુઓ અભોગ્ય જ થશે. (માટે તમારી આ દષ્ટિ બરાબર નથી. કંઈક સમજો) || ૨૩૭૦-૨૩૭૧ ||
અવતરણ - તથા વળી બીજાં પણ આવાં કેટલાંક ઉદાહરણો આપે છે जइणा वि न संवासो, सेओ पमया-कुसील संकाए । होज्ज गिही वि जइत्तिय, तस्सासीसा न दायव्वा ॥ २३७२ ॥ न य सो दिक्खेयव्वो, भव्वोऽभव्वोत्ति जेण को मुणइ । चोरुत्ति चारिउत्ति य, होज्ज व परदारगामित्ति ? ॥ २३७३ ॥ को जाणइ को सीसो, को व गुरू तो न तव्विसेसो वि । गज्झो न चोवएसो, को जाणइ सच्चमलियं ति ॥ २३७४ ॥ किं बहुणा सव्वं चिय, संदिद्धं जिणमयं जिणिंदा य । परलोय-सग्ग-मोक्खा, दिक्खाए किमत्थमारंभो ॥ २३७५ ॥ जह संति जिणवरिंदा, तव्वयणाओ य सव्वपडिवत्ती । तो तव्वयणाउ च्चिय, जइवंदणयं कहं न मयं ॥ २३७६ ॥