SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ઐરાશિકમત નિહ્નવવાદ सत्ता सामण्णं पिय सामण्ण-विसेसया विसेसो य । समवाओ य पयत्था छ छत्तीसं सप्पभेया य ॥ २४९३ ॥ पगईए अगारेण य, नोगारोभय निसेहओ सव्वे । गुणिआ चोयालसयं पुच्छाणं पुच्छिओ देवो ॥ २४९४ ॥ ગાથાર્થ - પૃથ્વી-પાણી, અગ્નિ-પવન આકાશ-કાલ-દિશા આત્મા અને મન એમ કુલ નવ દ્રવ્યો છે. આમ અત્યાચાર્યો કહે છે તથા આ હવે કહેવાતા એવા ગુણો ૧૭ છે તે દ્રવ્યથી અન્ય છે. | ૨૪૯૦ || રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ = મહત્ત્વ, પૃથક્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ અને દુઃખ, ઇચ્છા, દ્વેષ તથા પ્રયત્ન આ પ્રમાણે ગુણો ૧૭ જાણવા. આ ગુણો પછી કર્મ (ક્રિયા) તે પાંચ પ્રકારે છે ૧. ઉલ્લેપણ, ૨. પ્રક્ષેપણ, ૩. પ્રસારણ, ૪. આકુંચન, ૫. ગમન આમ ક્રિયા પાંચ પ્રકારની જાણવી. ૨૪૯રા સામાન્ય ત્રણ પ્રકારનું છે (૧) સત્તા, (૨) સામાન્ય, (૩) સામાન્યવિશેષ તથા ૧ વિશેષ, અને ૧ સમવાય એમ કુલ ૯+૧+૫+૩+૧+૧=૩૬ તત્ત્વો છે. આ પ્રમાણે મૂલ ભેદો ૬ અને તેના ઉત્તરભેદો ૩૬ છે. || ૨૪૯૦ થી ૨૪૯૩ || આ ૩૬ ભેદોના પ્રકૃતિરૂપે (મૂલભેદ રૂપે), તથા અકારની સાથે તથા નોકારની સાથે, તથા ઉભયનિષેધની સાથે કરવાથી સર્વે મળીને ૧૪૪ પ્રતિભેદો થાય છે. આટલા પ્રશ્નો કુત્રિકાપણાની દુકાનમાં જઈને ત્યાંના દેવને પૂછીએ. | ૨૪૯૪ || વિવેચન :- અહીં દ્રવ્ય ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ અને સમવાય એમ કુલ મૂલભૂત છ પદાર્થો છે. તે રોહગુણવડે આ મૂલ છ પદાર્થો કલ્પાયા છે તેથી તેનું નામ પડલૂક એવા નામથી બોલાવાય છે. ત્યાં પ્રથમભેદ જે દ્રવ્ય છે તેના નવ ભેદો છે. કેવી રીતે નવ ભેદો છે. તે ગુરુજી કહે છે કે (૧) પૃથ્વી (૨) જલ, (૩) અગ્નિ (૪) વાયુ, (૫) આકાશ. (૬) કાલ. (૭) દિશા. (૮) આત્મા અને (૯) મન આ નવ દ્રવ્યો છે. એમ રોહગુપ્ત માને છે. ગુણો કુલ ૧૭ છે. તે આ પ્રમાણે છે (૧) રૂ૫. (૨) રસ. (૩) ગંધ, (૪) સ્પર્શ, (૫) સંખ્યા. (૬) પરિમાણ એટલે મહત્ત્વ, (૭) પૃથક્વ, (૮) સંયોગ. (૯) વિભાગ, (૧૦) પરત્વ (૧૧) અપરત્વ, (૧૨) બુદ્ધિ, (૧૩) સુખ. (૧૪) દુઃખ (૧૫) ઇચ્છા, (૧૬) દેપ અને (૧૭) પ્રયત્ન આ પ્રમાણે ગુણો ૧૭ જાણવા. હવે કર્મ એટલે ક્રિયા પાંચ પ્રકારની છે (૧) ઉëપણ (૨) અવક્ષેપણ. (૩) આકુંચન.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy